કાએમે આલે મોહમ્મદ (અ.સ.) અને હજરે અસ્વદ

Print Friendly, PDF & Email

કરામતાએ મક્કાએ મોઅઝઝમા ઉપર હલ્લો કરીન હરમે મોહતરમની ઇમારતને બીસ્માર કરી નાખી.ખાસ કરીનફે જે દિવાલમાં ‘હજરે અસ્વદ’ હતો તેને જમીનદોસ્ત કરી નાખી. આ સમાચાર અબ્બાસી ખલીફા મક્તફીને મળ્યા ત્યારે તેણે સૈન્ય મોકલીને કરામતાને ભગાડી મૂક્યો. આ કામથી ફુરસત મળ્યા પછી તેણે હરમને રીપેર કરવાનું કામ આરંભ્યું એટલું નિશંક કહી શકાય કે જેટલું નુકસાન હજ્જાજ બિન યુસુફે બયતુલ્લાહને કર્યું હતું. તેટલું કરામતાએ નહોતું કર્યું. છતથી લઇને દિવાલો તૂટી ગઇ હતી. ખાસ કરીને જેમાં હજરે અસ્વદ લગાડેલો હતો. તે દિવાલ પાછળની બાજુએ પડી ગઇ હતી અને હજરે અસ્વદ જમીન ઉપર પટકાઇ પડ્યો હતો.
હજ માટેના આગામી દિવસો પહેલાં હરમની મરમ્મત (રીપેરીંગ) કરવું જરૂરી હતું. એટલે આ કામ તુરત આરંભી દેવાયું અને ટૂંકા સમયમાં પુરું પણ થઇ ગયું. છત, દિવાલ, સ્થંભ વગેરે હંમેશ મુજબ ઊભા કરીને મજબૂત કરી દેવાયા. આ ઉપરાંચ સહન, ઝમઝમ અને હેસાર (વર્તુળ) ના નુકસાન પામેલા સ્થળો પણ રીપેર કરી દેવામાં આવ્યા. ટૂંકમાં જ્યારે આ બધાં કાર્યોથી પરવાર્યા પછી ‘હજરે અસ્વદ’ ને તેની મૂળ જગાએ બેસાડવાનો સમય આવ્યો.
‘ખરાએજ’ નામની કિતાબમાં અબી કસમ જઅફર ઇબ્ને મોહમ્મદ ઇબ્ને કવલિયહથી મન્કુલ થયેલ છે. તે પોતે કહે છે કે જે વર્ષે કાબાની બરબાદી અને પછી મરમ્મતનો બનાવ બન્યો અને પછી હજરે અસ્વદને તેના સ્થાને બેસાડવાની જરૂરત ઊભી થઇ ત્યારે મારા દિલમાં ઉત્કંઠા જાગી કે આ મુબારક ખાનએ કાબામાં હાજર રહી આ વિધી મારી સગી આંખે જોઉં અને આ યુક્તિ દ્વારા અલ્લાહના એ ખાસ નૂર અને તેના અતિ મુકર્રબ બંદાની ઝિયારત કરીને મારી આંખને રૌશન અને ઠંડી કરું, જે પોતાના મુબારક હાથે આ પવિત્ર ખિદમત બજાવશે વતે આપણા અકીદાની એ ઝમાનાના ઇમામ હશે — હજ્જતે ખુદા હશે. હજ્જાજ બિન યુસુફના ઝમાનામાં આ ખિદમત એ ઝમાનાના ઇમામ હ. ઝયનુલ આબેદીન (અ.સ.) એ અન્જામ આપી હતી. તેમની ગેરહજારીમાં આ કાર્ય માટે કોઇ લાયક નહોતો તેમ જ ન તો આ કામ કરવાની હિંમત કે શક્તિ ધરાવતું હતો.
રાવી કહે છે આ વિચાર આવતા મેં મક્કએ મોઅઝઝમા જવાનો ઇરાદો કર્યો અને મારા વતનથી નીકળીને બગદાદ પહોંચી ગયો. મારી બદકિસ્મતીએ બગદાદ પહોંચીને માંદો પડી ગયો. માંદગી એટલી હદે વધી ગઇ કે મને ખાત્રી થઇ કે હવે ઊભો નહિ થઇ શકું, આ જ સ્થિતિમાં મને વિચાર આવ્યો કે આ તમન્ના – આ હેતુ પુરી કરવાની શક્તિ નથી, તો શા માટે બીજા કોઇ દ્વારા આ ધ્યેય ન હાસિલ કરવું? તુરત જ બીજો વિચાર ઝબક્યો કે એ બીજા કોઇના વાતનો – તેની સચ્ચાઇનો શો ભરોસો? આનો તોડ એવો કાઢ્યો કે મારી મુરાદ એક પત્રમાં લખી લીધી અને મનમાં નક્કી કર્યું કે જે માસણ જાય તેને આ પત્ર આપવો અને કહેવું કે જે વ્યક્તિ હજરે અસ્વદને તેના સ્થાન ઉપર મૂકે તેના પાસેથી આ પત્રનો લેખિત અથવા મૌખિક જવાબ મેળવીને લેતો આવે.
આ કાર્યનો દરેક બાજુએથી વિચાર કરીને ઇબ્ને હિશામને મારી નયાબત (પ્રતિનિધિત્વ) માટે યોગ્ય માન્યો. પછી તેને સવારી, રસ્તાનું ભાતું અને બીજી જરૂરિયાત આપીને મક્કએ મોઅઝઝમા જવા રવાના કર્યો. વિદાય કરતી વખતે એક પત્ર તેને આપ્યો અને કહ્યું કે, હજરે અસ્વદને તેના સ્થાન ઉપર મૂકવાની ફર્ઝ અદા કરનાર બુઝુર્ગને આ પત્ર આપી તેનો જવાબ લેતો આવજે. આ પત્રમાં મેં મારી માંદગીની કેફિયત લખીને પૂછ્યું હતું કે આ બીમારીમાં હું મરી જઇશ કે તન્દુરસ્ત થઇ ઊભા શકીશ?
ઇબ્ને હિશામ કહે છે કે ‘તે મારા (જઅફર) થી વિદાય થઇને હાજીઓના કાફલા સાથે મક્કા શરીફ ખેરીયતથી પહોંચી ગયો. બનવાકાળ એ જ દિવસે સવારે હજરે અસ્વદને તેના સ્થાને બેસાડવાની વિધી થવાની હતી. દૂર દૂરથી મુસલમાનોના અસંખ્ય સમૂહો મક્કા આવનાર હતા. કેટલાંક તો અગાઉથી મક્કા પહોંચી ગયા હતા. દરેક માણસ આ વિધિ નિહાળવા માટે સૌથી પહેલાં હરમે મુતહરર ઝવવારોની ભારે દાખલ થવા કોશિશ કરી રહ્યો હતો. ઝવ્વારોની ભારે ભીડના કારણે ક્યાંય તલ મૂકવાની જગા નહોતી રહી. એક ઉપર એક પડી રહ્યો હતો બેચૈની અને ઉત્કંઠાની કોઇ સીમા નહોતી. બયતુલ્લાહના ખાદિમો અને સરકાર તરફના ચોકીદારો વ્યવસ્થા જાળવવાના કામમાં ગૂંથાએલા હતા. આ ભીડમાં કોઇને કશી ઇજા કે જાનહાની ન થાય એવા પગલાં લઇ રહ્યા હતા. છેવટેતેઓ પણ પોતાની વ્યવસ્થાથી થાકી ગયા હતા.”
ઇબ્ને હિશામ કહે છે કે હું આ પરિસ્થિતિ જોઇને એક બાજુ જઇને ઊભો રહી ગયો. પછી કાબાના એક ખાદિમને બોલાવીને અમૂક રકમ આપીને કહ્યું કે મને આના બદલામાં એવી કોઇ જગાએ પહોંચાડી દે અથવા ઊભો રાખી દે કે જ્યાંથી હજરે અસ્વદ બેસાડનાર બુઝુર્ગવારની સારી રીતે ઝિયારત કરી શકું. ખાદિમે મારી વિનંતી ઘણી ખુશી સાથે સ્વિકારી લીધી અને તુરતજ મને હજરે અસ્વદની પાસે લઇ જઇને ઊભો કરી દીધો. અને પછી લોકોના ધક્કાથી બચાવવા માટે આજુબાજુના ઊભેલા ખાદિમોને કંઇક રકમ આપી. પરિણામે હું જ્યાં ઊભો હતો ત્યાં જ (છેલ્લે સુધી) ઊભો રહ્યો. અને ઘણી શાંતિપૂર્વક આ પવિત્ર રસ્મને અંજામ અપાતી જોઇ શક્યો.
આ દરમિયાન લોકોના સમૂહમાં એક શોર થયો. આ વખતે જે બેચૈની અને ધક્કામૂક્કી થઇ તેનું વર્ણન કરવું મારી શક્તિ – મર્યાદાની બહારની વાત છે. થોડી વાર પછી મુકતફી બિલ્લાહ (અબ્બાસી ખલીફો) પોતાના ઠાઠમાઠને દમામ સાથે આ પવિત્ર સ્થળમાં દાખલ થયો એ હજરે અસ્વદને તેના મૂળ સ્થાને બેસાડવા લાગ્યો. પણ તે પોતાના સ્થાન ઉપર સહેજેય ટક્યા વગર તુરત જમીન ઉપર આવી ગયો! તેણે ફરીથી કોશિશ કરી પણ નિષ્ફળતા મળી. ટૂંકમાં અનેક વાર પ્રયાસો કર્યા પછી પોતાના સગા – વહાલાઓ પાસે કોશિશો કરાવી, પણ તેય નિષ્ફળ થયા! પછી તેણે મક્કાના અગ્રણીઓ કેજે મોહાજીરો અને અન્સારના વંશજો હતા. આલિમો હતા તેમની પાસે આ કામ કરાવવા ચાહ્યું. આમાં પણ નિષ્ફળતા મળી! અંતમાં બધાય થાકીને – હારીને પોતપોતાની જગાએ પાછા ફર્યા.
આ લોકો હજુ વ્યગ્ર અને બેચૈન હતા ત્યાં લોકોના સમૂહમાંથી એક ખૂબસૂરત ઘઉંવર્ણો જવાન પ્રગટ થયો. તેણે આવવાની સાથે આ પથ્થરને ઊંચક્યો અને તેના મૂળ સ્થાને બેસાડી દીધો!!! પથ્થર એવી મજબૂતી સાથે બેસી ગયો કેજાણે તેના સ્થાનેથી ક્યારેય ખસ્યો જ નહોતો!! આ કુદરતી દ્રશ્ય જોઇને મજમા (સમૂહ)માંથી આફરીનના અવાજો આવવા લાગ્યા. અવાજ અને શોર – ગુલ એટલો બધો હતો કે ન તો જોવાવાળાના હોશ ઠેકાણે હતા ન સાંભળવાવાળાના.
આ જવાન આ પવિત્ર સેવા અંજામ આપીને તુરત જ ત્યાંથી રવાના થઇ ગયો ઇબ્ને હિશામ કહે છે કે મારા દિલની તમન્ના આ વ્યક્તિની ઝિયારત કરવાની હતી અને આ જ હેતુ માટે પ્રવાસના કષ્ટો સહન કર્યા હતા એટલે હું તેમની પાછળ પાછળ ચાલવા માંડ્યો. આ ખૂબસૂરત યુવાન લોકોની ભીડમાં અદીઠ ન થઇ જાય એટલા માટે મારી આખમાં સમાવીને સમૂહને ચીરતો ચીરતો એમની પાછળ ચાલવા લાગ્યો. બયતુલ્લાહના દરવાજા સુધી (મહા મુશ્કેલીએ) પહોંચ્યો હોઇશ ત્યાં મારા કપડાં ઠેરઠેરથી ફાટી ગયાં! શરીરનો કેટલોક ભાગ ઝખ્મી પણ થઇ ગયા મસ્જિદુલ હરામના દરવાજેથી જોયું તો એ યુવાન થોડાક અંતરે હતો. તુરત એની પાછળ પાછળ ચાલ્યો મેં ચાહ્યું કે તું મારી ઝડપ વધારીને, તેને જઅફર બિન મોહમ્મદનો પત્ર પહોંચાડી દઉં. પણ મને લાગ્યું હું ઝડપથી દોડવા છતાં તેમને પકડી નથી શકતો આ અનુભવથી મારા દિલ ઉપર એમની અઝમત અને જલાલતનો ભારે અસર થયો. આમ છતાં મેં તેમનો પીછો કરવાનું છોડ્યું નહિ. એમના પડછાયાની જેમ પાછળ પાછળ દોડતો રહ્યો. એટલ સુધી કે અમે મક્કાની હદમાંથી બહાર નીકળી ગયા. એક એવા સ્થળે પહોંચ્યા કે જ્યાં અમારા બે સિવાય ત્રીજું કોઇ નહોતું. અહિં આપે અચાનક મને સંબોધન કર્યું : ‘તમે મને શું આપવા માગો છો? લાવો, લાવો,’ આટલું સાંભળતાં મેં તુરત જ જઅફર બિન મોહમ્મદનો પત્ર કાઢીને ધરી દીધો. આપે તે ખોલ્યા કે વાંચ્યા વગર મને ફરમાવવા લાગ્યા : ‘આ પત્ર લખનારને કહેજો કે અત્યારની માંદગીમાં તમારા માટે મરવાનો ડર નથી. હજુ તમારી જીંદગીના ત્રીસ (30) વર્ષ બાકી છે.’
ઇબ્ને હિશામ કહે છે મેં આટલું સાંભળ્યું અને મોહબ્બતના જોશમાં આવીને રડવા માંડ્યો અને એવો વ્યાકુળ બની ગયો કે મારામાં હલન – ચલનની શક્તિ રહી નહિ. આપ મને એ જ સ્થિતિમાં મૂકીને આંખથી અદીઠ થઇ ગયા. થોડીવાર પછી જ્યારે મારી હાલત ઠીક થઇ ત્યારે જોયું તો તે હઝરત ત્યાં નહોતા.!
આગળ ચાલતા હિશામ કહે છે કે હું ત્યાંથી રવાના થઇ બગદાદ પહોંચ્યો જઅફર બિન મોહમ્મદને મળીને બધી વાત કરી. આ વાત સાંભળીને જઅફર બિન મોહમ્મદના દિલ ઉપર પણ એવો અસર થયો કે જે મારી કેફિયતથી ઓછો નહોતો. આ પછી જઅફર એ માંદગીમાંથી સંપૂર્ણ તન્દુરસ્ત થઇ ગયા અને હઝરતના ઇરશાદ પ્રમાણે પુરા ત્રીસ વર્ષ જીવતા રહ્યા. ! જ્યારે 29 વર્ષ પૂરાં થઇને ત્રીસમું વર્ષ શરૂ થયું ત્યારે તેમણે દુરઅંદેશી રૂપે પોતાની બધી મિલ્કત સગાવહાલાઓને વ્હેંચી દીધી, જેને તેઓ પોતાના વારસાના સાચા હકદાર માનતા હતા. આ પછી અચાનક બિમાર પડી ગયા, આ ત્રીસમું વર્ષ હતું જેમાં તેમને મૌત આવવાની આગાહી હતી, એટલે બીમાર પડતાં જ જીવનથી નિરાશ થઇ ગયા.
સગાવહાલાઓ તેમની ખબર પુછવા આવતા, તેમને દિલાસો આપના કે તમે જર સાજા થઇ જશો. જવાબમાં તેઓ કહેતા કે મને પૂરેપૂરી રીતે ખબર છે કે આ જ વર્ષમાં હું જરૂર મરી જવાનો છું. મારા અકીદા – મારા માન્યતા મુજબ તેનાથી જરા પણ વિરૂદ્ધ થવાનું નથી. છેવટે તેઓ પોતાના મજબૂતને દ્રઢ ઇમાન અને અકીદાની નિર્મળતા સાથે પોતાની વર્તમાન બિમારીના જાહેરી કારણોથી ઇન્તેકાલ પામ્યા. (બેહાલ અન્વાર , જી. 13, પા. 197 તહેરાનમાં છુપાયેલી)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *