યુસૂફે ઝેહરા (અજ.)ને સતત યાદ કરતા રહો

Print Friendly, PDF & Email

આજના મુબારક પ્રસંગે સૌથી પહેલા ઇમાની સમૂહને એ મહાન હસ્તી અને બકીયએ ખુદાવંદીના વિલાયતની મુબારબાદી પેશ કરીએ છીએ. આપનો ઝીક્ર માત્ર કુરઆની આયતો, રિવાયતો અને હદીસોમાંજ નહી પણ અંબિયાઓના સહીફામાં પણ મળે છે.
આપ એ મહાન હસ્તી છે જે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ના અંતિમ વસી છે. જેઓ દીન ઇસ્લામને બીજા તમામ ધર્મ પર અગ્રતા અપાવશે અને હરિયાળીથી ભરી દેશે. જે ઝુલ્મ અને અત્યાચારની તમામ નિશાનીઓને નાબૂદ કરીને કુફ્રના ધ્વજને નમાવી દેશે. જે શીર્ક અને દંભના મૂળ ઉખેડીને તેના નામો – નિશાન બાકી રહેવા નહીં દે, જે અભિમાન અને બગાવતની બધી ખેતીનઓને ઉજાડી દેશે. જે ગર્વિષ્ઠોને પરાજીત કરીને નિર્બળો અને દીનદારોના મસ્તક ઊંચા કરશે. ગુમરાહી ફીત્ના ફસાદના સોદાગરોને નાબૂદ કરી દેશે. જે વેરવિખેર પડેલા દીનદાર અને મુત્તકીઓને એક કેન્દ્રપર ભેગા કરશે. હકનો પરચમ જમીન પર લહેરાવશે. જે દોસ્તોને ઇઝઝત અને સ્વમાન આપશે અને દુશ્મનોને અપમાનીત અને તિરસ્કૃત કરશે.
તે ઉમ્મૂલ મોઅમેનીન, મલીકતુલ અરબ હઝરત ખદીજાના લાડકવાયા, સયયદએ અ આલમીન હઝરત ફાતેમાના નૂરે નઝર, અરૂમીલ મોઅમેનીન હઝરત અલીએ મુરતુઝાના લખ્તે – જીગર અને સયયદુલ મુરસલીન હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના દીલબંદ, મઝહબે – ઇસ્લામના ઝીમ્મેદાર, દીને હકના તાજદાર, જમીન પર હુજ્જતે પરવરદીગાર, હઝરત હુજ્જતીબ્નીલ હસન મહદી આખેરૂઝમાનામાં અલયહીસ્સલામની ઝાતે બાબરકત છે.
15 મી શાબાન એ આ ઇમામે બરહકની વિલાદતની તારીખ છે. આ મુબારક તારીખ આ મહાન મરતબાવાળા ઇમામની વિલાદતતે બાસઆદતની તારીખ છે. જેઓ તમામ અંબિયા અને મુરસલીન, અઇમ્મએ – દીન, અરબાબે ઇમાન અને દુનિયાના મઝલુમ અને નિર્બળ લોકોની આશાઓનું કેન્દ્ર છે. જેમના સદકે આખી દુનિયાનું અસ્તિત્વ ટકી રહ્યું છે. તેઓનો ઝુહુર તમામ અંબિયા અને મુર્સલીનની તાઅલીમની પૂર્ણતા, કુરઆની ઝીંદગી, અઇમ્મા અલયહેમુસ્સલમાના ઇલ્મની અમલી તફસીર, મઝલુમ અને નિર્બળ લોકોનો ભરોસાપાત્ર આધાર છે.
જેમના ઝુહુરનો ઇન્તેઝાર કરવો એ શ્રેષ્ઠ ઇબાદત, જેમના ઝુહુરનો ઇતેઝાર કરનાર પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ની સાથેરહીને શહીદ થનાર સમાન અને જેમના ઝુહુરની દોઆ એ શ્રેષ્ઠ અમલ છે. આ સમયે ઇન્તેઝાર કરનારાઓની જવાબદારી કંઇક વિશેષ થઇ પડી છે. ક્યાંક એવું નો તથી ને કે આ (ઇન્તેઝારની) જવાબદારી પ્રત્યે આપણી સતત બેદરકારી એ હઝરત અલયહીસ્સલામનાં ઝુહુરમાં વિલંબનું કારણ તો નથી બનતી? …………. જો…………. ખુદાના ખાસતા …………. એવું હોય ……………. તો આપણું મોટુ દુર્ભાગ્ય એ છે કે આણપે પોતે જ આપણા આકાના ઝુહુરમાં વિલંબ થવાનું કારણ છીએ.
આવો, આ ખુશી અને આનંદના મુબારક પ્રસંગે શિયાયાને આલે મોહમ્મદ અયહેમુસ્સલામના એક એક બાળક ખુદાની બારગાહમાં નવેસરથી પ્રતિજ્ઞા કરીને, ગળગળા થઇને આજીજીપૂર્વક દરેક નમાઝે – સુબ્હ પછી દોઆએ – અહદના આ વાક્યોનું સ્તવન કરીએ : “બારે ઇલાહા, હું મારી જીંદગીની આ સવાર અને જ્યાં સુધી જીવંત રહીશ દરેક સવાર એ હઝરત (અજ.) થી નવેસરથી વાયદો અને પ્રતિજ્ઞા કરું છું અને કરતો રહીશ અને હઝરત (અજ.) ની બયઅતનો ફંદો જે મારી ગરદનમાં પડેલો છે તેનાથી હરગીઝ ફરીશ નહીં અને તેના પર હંમેશા અડગ કૃતનિશ્રયી રહીશ.
“બારે ઇલાહા, મને એ હઝરત (અજ.) ના રક્ષણકર્તાઓ મદદગારો, એ હઝરત (અજ.) ની તરફથી બચાવ કરનારાઓ, એ હઝરત (અજ.) ના હેતુઓની પૂર્ણતા કરનાર, એ હઝરત (અજ.) ના હુકમોનું પાલન કરનાર, તેમની હિમાયત કરનારા. તેમના ઇરાદાઓ જાણીને તેની પૂર્તતા કરવા માટે ધસી જનાર અને તમેની હાજરીમાં શહીદ થનારાઓ પૈકી બનાવ.
“ખુદાયા! જો મારા અને તે હઝરત (ઇમામે ઝમાના અજ.) ની વચ્ચે એ મૌત આવી પડે જેને તે તારા તમામ બંદાઓ માટે નિશ્રીત કરી રાખ્યું છે તો મને મારી કબ્રમાંથી એવી રીતે ઉઠાડજે કે મારુ કફન મારો પોષાક બની જાય અને મારી તલવાર મ્યાનમાંથી બહાર ખેંચીને, નેઝાને હાથમાં લઇને એ હઝરતની દાવત તર ‘લબ્બૈક’ (જે દાવત પર લબ્બૈક કહેવું બધી જગ્યાના લોકોની ફરજ છે.) કહી તૂટી પડું.
આપણા આકાના ઝુહુર માટે આપણા દિલના બાગને ઇમાન અને અમલની હરિયાળીથી ભરી દઇએ, આપણી ભૂલોને સુધારીએ અને એ હઝરત (અજ.) ની રાહમાં પ્રયત્નો અને કોશિશો કરીએ. આપણા જીવન અને અસ્તિત્વને એવી મંઝીલે પહોંચાડી દઇએ કે આપણું વજૂદ ‘ઇન્તેઝાર’ બની જાય.
ઇલાહી આમીન

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *