સલામ તુજ પર

Print Friendly, PDF & Email

સલામ હો માનવ જગતની વસંત જમાનાના લોકોને ખુશી તથા પ્રસન્નતા પ્રદાન કરનાર પર…. જેના પર તમામ પયગમ્બરોની વારસો ખતમ થાય છે.
સલામ તે નીમએ – શાબાનના જન્મેલા પર. જેણે હિજરી સન 255 માં તો ફાટતી વેળાએ ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના મુકદ્દદસ ઘરમાં આંખો ખોલી.
સલમા તે મઘ્ય શાબાનના નવજાત શિશુ પર જે ઇમામતના વૃક્ષન અંતિમ ફળ છે. અને જે પૃથ્વી પટ પર ખુદાઇ ખિલાફતનો ઘ્વજ વાહક છે.
સલામ ઝહરા (સ.અ.) ની જીગરના ટુકડા અને હુસૈને – મઝલૂમના લોહીનું વેર વાળનાર પર.
સલામ તે તારા પર જે વિલાયતના આભનો અંતિમ ચમકદાર સિતારો છે અને જે અસ્મત તથા તહારતના ખજાનાનું એકમાત્ર બાકી રહેનારું પાણીદાર મોતી છે.
સલામ તે ચંદ્રમાં પર જે રાતના અંધકારમાં ચમકીને પોતાની રાહના મુસાફરોના મનમાં આશાનું કિરણ પ્રગટવે છે.
સલામ તે ઝળહળતા સૂર્ય પર જે ગૈબના પડદામાં ઓઝલ રહેવા છતાં પણ જો કે આંખ તેને જોવાની ક્ષમતા નથી ધરાવતી તો પણ સકળ સૃષ્ટિના વાતાવરણને આવરી રાખે છે. અને જેની રોશનીથી કાએનાતની રજેરજ જગમગી રહેલ છે.
સલામ તે હુજ્જતે – ખુદા પર. જેના અસ્તિત્વ વિના જમીન એક ક્ષણને માટે પણ કાયમ નથી રહી શકતી. અને જેના વાસ્તા વગર એક દાણો પણ તેમાંથી ઉગી નથી શકતો.
સલામ તે ઇમામ પર જે ખુદાના તમામ પેયગમ્બરોનો વારિસ અને અઇમ્મએ – અત્હાર અલયહિમુસ્સલામનો વારસદાર છે.
સલામ તે ‘યુસુફે – ફાતિમા’ પર જે ગયબતમાં જીવન ગુજારી રહ્યો છે અને પોતાના ચાહનારાઓ કનેથી એવી આશા રાખે છે કે તેઓ પોતાના નેક આમાલ મારફતે તેની મદદ અને સહાયતા કરશે અને તેને ગયબતના પડદાની બહાર આણશે.
સલામ તે નાખુદા પર જે જનાબે – નૂહની (અ.સ.) જેમ નજાતની નાવનું માર્ગદર્શન કરે છે અને પોતાના કયામ અને ઇન્કિલાબને જંઝાવાત દ્વારા દુનિયામાંથી કુફ્ર અને ઝુલ્મ અને નિફાકને ખત્મ કરી નાખશે અને પૃથ્વીપટના એેકે એક ભાગ પર ‘લાઇલાહ ઇલ્લલ્લાહ’ ની સદા બુલંદ કરશે.
સલામ તે તે મહદીએ – દવરાં પર જે કલીમે – ખુદા મૂસા (અ.સ.) ની જેમ પોતાના કયામ મારફતે જમાનામાં ફિરઔન અને ફિરઔનઓને તેઓના ગર્વ, ઘમંડ અને માથાભારેપણની સજા આપશે અને ભારે બેઇજ્જતી સહિત તેઓને ધૂળ ભેગા કરી દેશે.
સલામ દીનને નવી જીંદગી આપનાર પર જે સચ્ચાઇ વડે કુફ્ર અને ઝુલ્મના કારણે મડદું થઇ ગએલ જમીનને નવજીવન પ્રદાન કરશે અને માનવતા પ્રાણહીન દેહને નવેસરથી સજીવ કરશે.
સલામ તે મહદી (અ.સ.) પર જેના કયામ અને ઇન્કિલાબથી હક અને સદાકતને પ્રભુત્વ પ્રાપ્ત થશે. અને જેના જમાનામાં ખુદાના નેક બંદાઓને હકુમત હાસિલ થશે. અને તેઓજ જમીનના વારસ બનશે. અને તમારા પર પણ સલામ હે મહદી એ દવારાંના વ્હાલાઓ એ મહદી હમેશાં તમારી યાદમાં રહે છે. અને તમારી દુઆઓ પર આમીન કહે છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *