‘જાગ એ હસીન લહેર, ગુલશન નઝદિક છે.’

Print Friendly, PDF & Email

બિસ્મેહી તઆલા
‘જાગ એ હસીન લહેર, ગુલશન નઝદિક છે.’
માર્ગદર્શક કલ્પ્નામાં
‘ફજીદદુ વ અન તઝેરૂ હનીઅન લકુમ અય્યતોહલ એસાબતુલ મરહુમા’
‘બસ કોશિષ કરો અને રાહ જુઓ, તમને મુબારક થાય! એ ખુદાની રહેમતના પડછાયા હેઠળ રહેનારા લોકો!’ ઇન્તેઝારની રાતો કેટલી મુશ્કેલ, સખત અને જીવન ભરખી જનાર હોય છે!
ઇન્તેઝાર કરનારની દ્રષ્ટિની સામે ભયાનક ડંશ દેતો અંધકાર અને તે પોતે પણ ભગ્ન હૃદયી, રંજ અને દુ:ખમાં ડુબેલો ઇન્તેઝારની ઘડીઓ વિતાવી રહ્યો છે.
ક્યાં છે સલામતિભર્યો કિનારો?
‘અય મૌજે બલા ઉનકો ભી ઝરા દો ચાર થપડે હલ્કેસે કુછ લોગ અભી તક સાહિલસે તુફાં કા નઝારા કરતે હૈં’
તેઓને શું ખબર કે ઇન્તેઝારની એક એક પળ કેટલી લાંબી છે? તે પ્રભાતની પ્રતિક્ષામાં જે પ્રભાતે અદલ અને ઇન્સાફ (ન્યાય), સંપ અને શાંતિ, સમાનતા અને ભાઇચારાનો સૂર્ય ઉગશે. આ અંધકારમય રાત્રીમાં, ભરપુર મોજાઓ અને ડગલે – પગલે જીવન – નૌકાને ડૂબાડી દેનાર ખતરનાકર ભંવર, દુ:ખ, દર્દ અને ઇજાઓથી ભરપુર ડુબેલો. આજનો હારેલો અને થાકેલો માનવી જીવનના દિવસો કેવી રીતે પસાર કરે?
માનવીઓએ ઘડી કાડેલા બધા નિર્ણયો અને નિર્ણયોને ધૂળમાં મેળવનાર આ યુગ, જીવનની ખુશ નસિબીઓ મેળવવાની બધી કોશિષો, નિરાશા અને નિષ્ફળતામાં બદલાઇ ચૂકી છે.
માનવીની ખુદ અક્કલ અને સમજણની નૌકા, સમય અને કાળના દલદલમાં એવી રીતે ફસાઇ ચૂકી છે, ડગલે ને પગલે ઝુલ્મ અને સિતમ અને ખુનામરકીની દ્રષ્યો, આગ અને સીના ઝનીના દેખાવો, ભૂખ અને કઠોરતાનો સામનો, અસહાયતા અને મઝલુમ લોકોના દર્દભર્યા નિશ્ર્વાસો દુનિયાના ખૂણે ખૂણામાં વ્યાપી ચૂક્યા છે. દુ:ખ અને ગમના વાદળો સમગ્ર માનવતાના આકાશમાં ઝળુંબી રહ્યા છે. દુ:ખ, દર્દ, બિમારી, ભૂખ, દુષ્કાળ, ખૂના – મરકી, નિરાશા અને નિષ્ફળતાના આ વાતાવરણમાં પણ ન જાણે કેમ દિલોમાં એક મઘ્યમ, હલ્કો, પ્રકાશિત ‘આશા’ નો દિવડો પ્રગટી રહ્યો છે.
છેવટે ક્યારે?
તે ‘છુપાએલા માર્ગદર્શક’
ગયબતના હજારો અંધકારમય પરદાઓને હટાવીને પોતાના દિવ્ય પ્રકાશથી જગતને પ્રકાશિત કરશે.
જગતમાં ફસાએલા તિમિરને પોતાના ‘દિવ્ય અસ્તિત્વથી’ દૂર કરીને પ્રકાશ આપશે. જોર – ઝુલ્મને નાબૂદ કરીને સમાનતા અને ન્યાયના વાતાવરણનું સર્જન કરશે. પોતાની પવિત્ર જાત અને ઉચ્ચ પ્રકારના સાથીઓની સંગાથે અલ્લાહના આદેશ મુજબ નવા જગતનું સર્જન કરશે.
તે માર્ગદર્શક વિશ્ર્વાસપૂર્વક તેમજ કરશે, પરંતુ ક્યારે ….?
તે સમય ક્યારે આવશે?
જ્યારે આપના સત્ય પ્રિય સાથીઓ ખુશ ખુશાલ દિલોની સાથે પહાડોની જેમ અડગ અને મક્કમ રીતે સત્યના માર્ગ ઉપર ચાલીને પાશવી અને અત્યાચારી શક્તિઓનું ખંડન કરીને બધી અપવિત્રતાઓને જગતના પટ ઉપરથી દૂર કરીને જગતને પાક અને સ્વચ્છ કરશે.
પરંતુ ક્યાં છે ઝમાનાના ઇમામની પ્રતિક્ષા કરવાવાળા? ક્યાં છે ખુશ – ખુશાલ તડપડતા અને મચલતા દિલો અને ઇમામે ઝમાના (અ.સ.) ના દિદાર માટે આંસુઓથી ભરપુર બેચૈન આંખો?
ક્યાં છે ‘યુસુફે ઝહરા’ ની શોધમાં દર દર ભટકવાવાળા?
ક્યાં છે એ લોકો જેમણે ‘ઇમામે ઝમાના (અ.સ.) ની ખરેખરી ઓળખ’ના પ્રાથમિક પ્રસંગોમાં ઇજાઓ સહન કરી છે અને ‘તે ઇલાહી પ્રતિનિધી’ ની મઅરેફતની જવાળા પોતાના અસ્તિત્વમાં પ્રજવલ્લિત કરી દીધી છે?
જે લોકો ઇમામ (અ.સ.)ના દુશ્મનોથી જાહેર માઘ્યમોની મદદ વગર તથા માધ્યમોની ઉણપ હોવા છતા પણ સામનો કરી રહ્યા છે.
જેઓ કોઇપણ પરિસ્થિતિમાં નિરાશ અને હતાશ થતાં નથી પછી ભલે તેના જાહેર થવામાં ગમે તેટલા વિલંબ કેમ ન હોય. તેઓ આ માર્ગ ઉપરથી કદીપણ વિચલીત થતા નથી. તેઓ પ્રતિક્ષાની લાગણીમાં જરા પણ ઓટ આવવા દેતા નથી. તેમની નજર સમક્ષ મૌલાએ કાએનાતનો આ માર્ગદર્શક કૌલ છે :

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *