ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારત

Print Friendly, PDF & Email

بِسْمِ اللہِ الرَّحْمَانِ الرَّحِیْمِ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

السَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللهِ فِي أَرْضِهِ

સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હુજ્જત

السَّلَامُ عَلَيْكَ يَا عَيْنَ اللهِ فِي خَلْقِهِ

સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મખ્લુકની દરમ્યાન તેની આંખો

السَّلَامُ عَلَيْكَ يَا نُورَ اللهِ الَّذِي بِهِ يَهْتَدِي الْمُهْتَدُونَ وَ يُفَرَّجُ بِهِ عَنِ الْمُؤْمِنِينَ

સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નૂર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે અને જેમના થકી મોઅમીનોની મુસીબત દૂર થાય છે.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْمُهَذَّبُ الْخَائِفُ

સલામ થાય આપ પર અય પાક, પવિત્ર ખૌફે ખુદા રાખનાર.

السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْوَلِيُّ النَّاصِحُ

સલામ થાય આપ પર અય નસીહત કરનારા વલી

السَّلَامُ عَلَيْكَ يَا سَفِينَةَ النَّجَاةِ

સલામ થાય આપ પર અય નજાતની કશ્તી

السَّلَامُ عَلَيْكَ يَا عَيْنَ الْحَيَاةِ

સલામ થાય આપ પર અય હયાતના ઝરણા

السَّلَامُ عَلَيْكَ

સલામ થાય આપના ઉપર,

صَلَّى اللهُ عَلَيْكَ وَ عَلَى آلِ بَيْتِكَ الطَّيِّبِينَ الطَّاهِرِينَ‏

આપ પર અને આપના પાક અને પાકિઝા એહલેબય્ત (અ.સ.)ની ઉપર અલ્લાહની રેહમત થાય.

السَّلَامُ عَلَيْكَ

સલામ થાય આપના ઉપર.

عَجَّلَ اللهُ لَكَ مَا وَعَدَكَ مِنَ النَّصْرِ وَ ظُهُورِ الْأَمْرِ

અલ્લાહે આપને જે મદદનો અને ઝુહુરના
અમ્રનો વાયદો કર્યો છે તેમાં તે (અલ્લાહ) જલ્દી કરે.

السَّلَامُ عَلَيْكَ

સલામ થાય આપના ઉપર.

يَا مَوْلَايَ أَنَا مَوْلَاكَ عَارِفٌ بِأُولَاكَ وَ أُخْرَاكَ

અય મારા મવલા! હું આપનો ગુલામ છું,
અને આપના આગાઝ અને અંજામથી જાણકાર છું.

أَتَقَرَّبُ إِلَى اللهِ تَعَالَى بِكَ وَ بِآلِ بَيْتِكَ

હું આપના થકી અને આપના એહલબય્ત (અ.સ.)ના થકી અલ્લાહની નઝદીકી ચાહું છું.

وَ أَنْتَظِرُ ظُهُورَكَ وَ ظُهُورَ الْحَقِّ عَلَى يَدِكَ

હું આપના ઝુહુરનો અને આપના હાથે હક્કના જાહેર થવાનો ઇન્તેઝાર ક‚રૂં છું

وَ أَسْأَلُ اللهَ

અને હું અલ્લાહ પાસે સવાલ ક‚રૂં છું.

أَنْ يُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ أَنْ يَجْعَلَنِي مِنَ الْمُنْتَظِرِينَ لَكَ

કે મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(સ.અ.વ.)ની ઉપર સલામ મોકલે અને તમારા ઇન્તેઝાર કરવાવાળાઓમાં મારો શુમાર કરે,

وَ التَّابِعِينَ وَ النَّاصِرِينَ لَكَ عَلَى أَعْدَائِكَ

આપના દુશ્મનોનો મુકાબલો કરવા માટે આપના અનુયાઇઓ અને આપના મદદગારોમાં શુમાર કરે,

وَ الْمُسْتَشْهَدِينَ بَيْنَ يَدَيْكَ فِي جُمْلَةِ أَوْلِيَائِكَ

અને આપની સામે શહાદત પામનારા
આપના ચાહવાવાળાઓમાં મારો શુમાર કરે.

يَا مَوْلَايَ يَا صَاحِبَ الزَّمَانِ

અય મારા મૌલા અય ઝમાનાના માલિક!

صَلَوَاتُ اللهِ عَلَيْكَ وَ عَلَى آلِ بَيْتِكَ

આપના ઉપર અને આપના એહલેબય્ત(અ.)ના ઉપર અલ્લાહની રેહમત થાય.

هَذَا يَوْمُ الْجُمُعَةِ وَ هُوَ يَوْمُكَ

આજે જુમ્આનો દિવસ છે અને તે આપનો દિવસ છે.

الْمُتَوَقَّعُ فِيهِ ظُهُورُكَ

જેમાં આપના ઝુહુરની અપેક્ષા રાખવામાં આવે છે.

وَ الْفَرَجُ فِيهِ لِلْمُؤْمِنِينَ عَلَى يَدِكَ

તથા તેમાં આપના હાથે મોઅમીનો માટે રાહતની ઉમ્મીદ છે.

وَ قَتْلُ الْكَافِرِينَ بِسَيْفِكَ

અને આપની તલવાર થકી કાફિરોના કત્લની (આશા બંધાએલી છે.)

وَ أَنَا يَا مَوْلَايَ فِيهِ ضَيْفُكَ وَ جَارُكَ

અને અય મારા મૌલા તેમાં હું આપનો મહેમાન છું અને આપનો પાડોશી છું.

وَ أَنْتَ يَا مَوْلَايَ كَرِيمٌ مِنْ أَوْلَادِ الْكِرَامِ

અને આપ, અય મારા મૌલા! માયાળુ અને ઉદાર છો અને માયાળુ અને ઉદાર વડવાઓના વંશમાંથી છો.

وَ مَأْمُورٌ بِالْإِجَارَةِ

મહેમાન નવાઝી અને પનાહ આપવાનું આપને સોંપવામાં આવ્યું છે.

فَأَضِفْنِي وَ أَجِرْنِي

તો પછી આપ મારી મહેમાનગતિ કરો અને મને પનાહ આપો.

صَلَوَاتُ اللهِ عَلَيْكَ وَ عَلَى أَهْلِ بَيْتِكَ الطَّاهِرِينَ

આપના ઉપર અને આપની પાકિઝા એહલેબય્ત (અ.સ.) ઉપર અલ્લાહની રેહમત થાય.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *