મહદી (અજ.) નું સૌંદર્ય

Print Friendly, PDF & Email

ઇમામ મહદી (અ.સ.) ની વિલાદત, તેમનું કૂળ, તેમના આગમન અને તેમના માર્ગદર્શન ઇલાહી હકુમતની સ્થાપ્ના, વગેરે. બધી બાબતો વિશે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની હદીસો તેમના જાનશીનો અને સહાબાએ કેરામના પવિત્ર મુખેથી સાંભળીને લોકો જ્યાં બનાવટી રીતે બની બેસનાર ‘જુઠા મહદી’ ની કલ્પ્ના કરવા લાગ્યા. તેની સાથો સાથે જે તે વખતના સત્તાધિશોના દિલમાં અદલો ઇન્સાફ કાયમ કરનાર મહદી વિશેની વાતો સાંભળીને એવી ધાસ્તી બેસી ગઇ કે તેઓ સત્તાના સુત્રો સંભાળતાની સાથે જ એવું વિચારવા લાગ્યા કે જો મહદી વિશેની કોઇ બાતમી મળી જાય તો તેમને તલવારનું નિશાન બનાવીને નિરાંતનો દમ લઇ શકાય. આજ કારણોસર અઇમ્મએ માઅસુમીન (અ.સ.) ની દરેક વ્યક્તિઓને દરેક પ્રકારના ઝુલ્મ અને અત્યાચારોનો સામનોકરવો પડ્યો હતો. આ ઉપરાંત એવા અગણિત લોકોએ ‘મહદી’ હોવાનો દાવો કર્યો હતો જેમના દુરાચારી અને દુષ્ટ હોવામાં શંકાને કોઇ સ્થાન ન હતું. નોંધપાત્ર વાત તો એ છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમથી લઇને ઇમામ હસન અસ્કરી (અ.સ.) સુધીના તમામ માઅસુમોએ અવાર નવાર મહદી અલયહીસ્સલામ વિશે – તેઓના શરીરના દેખાવથી માંડીને આંતરિક અને રૂહાની અઝમત અને હોદ્દા સુધીની બાબતોની તસ્વીર અને નિશાનીઓ એટલે સુધી કે તેઓ (અ.સ.) ના ઝુહુર પહેલા અને ઝુહુર પછીની બાબતો અને ઇલાહી હકુમતની આછી ઝલક પણ પ્રસ્તુત કરી દીધી હતી. આજ કારણસર જ્યારે જ્યારે પણ જેટલા મહીદીવીયતના બનાવટી દાવેદારોએ મહદીવીયતનો દાવો કર્યો, તેઓનો ભાંડો થોડા જ દિવસમાં ફૂટી ગયો, તેવા જુઠ્ઠાઓ હક પસંદ અને ઇમાનદારોની નજરોમાં ઝલીલ એ તીરસ્કૃત બની ગયા તેઓનો ભ્રમ એવો ખુલ્લી ગયો કે પછી તેઓ હડધૂત થઇ ગયા. કારણ કે જ્યારે તેઓએ રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને અઇમ્મએ માઅસુમની અલયહેમુસ્સલામની હદીસો દ્વારા ઇમામ મહદીની વિલાદતની ગુપ્ત વાત, તેઓની ટેવો, તેમના ફઝાએલ, તેઓ અને તેઓના સુચારિત્ર્ય સાથે મહદવીયતનો દાવા કરનારની ટેવો, શક્લ, વિગેરેને સરખાવતા ખોટા દાવેદારો તુરતજ જુદા તરી આવ્યા જેના પરીણામે તેઓના જુઠા દાવેદાર હોવાનું સરળતાથી સાબિત થઇ ગયું.
પ્રસ્તુત લેખમાં અમે ઇમામ મહદી અલયહીસ્સલામની ચેહરાની સુંદરતા અને દેખાવ હદીસોના પ્રકાશમાં રજુ કરીએ છીએ.
સદક રસૂલુલ્લાહે સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમ
જગતના તમામ મુસ્લિમો રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમના પવિત્ર મુખમાંથી નીકળેલા શબ્દો વિશે કોઇ શંકાકે સંદહ કરતા નથી. અને તેમની વાતને રદીયો પણ આપતા નથી કારણ કે તમામ મુસ્લિમો એ વાત જાણે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) જે કાંઇ બોલે છે તે અલ્લાહની વહી હોય છે. આપ (સ.અ.વ.) આપની પોતાની મેળે કોઇ પણ વાત ઇરશાદ ફરમાવતા નથી. આ વાતની જામીનગીરી કુરઆને આ શબ્દોમાં લીધી છે!
વમા – યન્તેકો – અનિલ – હવા – ઇન – હોવા ઇલ્લા વહયુન – યૂહા
(સુરએ નજમ આયત 3-4)
“અને ન તો ખ્વાહીશાતે નફસથી મુખથી કોઇ વાત કાઢે છે (આપ સ.અ.વ. જે કાંઇ બયાન કરે છે તે) આ વહી છે જે તેઓ પર નાઝીલ થાય છે.
પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) એ અપના જાનશીન વિશે ખૂબજ સ્પષ્ટ રીતે ફરમાવ્યું છે. આપ (સ.અ.વ.) હઝરત મહદી અલયહીસ્સલામના ચહેરાના સુંદરતા આપ (અ.સ.) ની દેખાવ અને સુરુપતા વિશે ઇરશાદ ફરમાવ્યું છે. :
કયાફહ – હઝરત – મહદી (અ.સ.) અનીર રસૂલ (સ.અ.વ.)
“અલય મહદીયો – મીન્ની અજલલ – જબહતે અકનલ અન્ફે.
“મહદી મારાથી છે, તેઓ વિશાળ અને પ્રકાશિત પેશાની અને ઘાટીલા નાકવાળા હશે.”
ઉપરોક્ત હદીસને સાહેબે મુન્તખબુલ અસ્રે સોનને અબુ દાઉદ, પુસ્તક 2, પાના નંબર 208 ના સંદર્ભ થી નોંધેલ છે. આ કિતાબની ગણના સીહાહે સિત્તામાં થાય છે. હાકીમે નેશાપુરીએ પણ પોતાના ઉસ્તાદના હવાલાથી અલ મુસ્તદરક હૈદરાબાદથી પ્રકાશિત 1334 હીજરી પુસ્તક 4 પાના નંબર 557 ઉપર આ હદીસ નોંધી છે. આ હદીસ નોંધ્યા પછી તેઓએ આ પ્રમાણે લખ્યું છે.: “હાઝા હદીસુન સહીહુન” આ હદીસ સહી (સાચી, વિશ્ર્વસનીય – આધારભૂત) છે.
ઇમામે મહદી કવકબે દુર્રી :
સાહેબે સવાએ કે મોહર્રેકા ઇબ્ને હજરે મક્કીએ તીબરાનીના હવાલાથી આ હદીસ નોંધી છે કે – અનીર રસૂલ (સ.અ.વ.)
અલ મહદીયયો – મિન અ વુલ્દી – વજહોહો કલ કવકબે દુરરીયયે …………. (અલતાજુલ જામેઉલ ઉસૂલ 364/5)
રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : “મહદી મારી અવલાદમાંથી હશે અને તેઓનો ચહેરો ચમકતા સિતારા જેવો હશે.”
આજ પ્રકારની હદીસ મવલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામથી વારીદ થઇ છે. આપે ફરમાવ્યું : યખરોજો રજોલુન મિન વુલ્દી આખેરીઝઝમાને અબયઝો મુશ્રેબુન હમ રહ
મારા સંતાનો પૈકી એક શખ્સ આખરી ઝમાનામાં ઝુહુર કરશે તમેનો ચહેરો ચાંદ જેવો અને ફુલ જેવો હશે.
ઇમામ બાકિર અલયહીસ્સલામે ફરમાવ્યું : વજહોહો કવકબુન દુરરીય્યુન મુશરબુન બેહુમ્રતીન. (અઝઝામુનના સિબ 214)
“તેઓનો ચહેરો લાલચોળ અને સિતારા જેવો ઝળહળતો હશે.”
હઝરત મહદી અલયહીસ્સલામની મુબારક સુરત વિશે ઇમામે સાદિક અલયહીસ્સલામ ફરમાવે છે કે : “તેઓનો ચહેરો ખૂબસૂરત ઘઉં જેવા સોનેરી રંગનો અને ફૂલ જેવો હશે.”
વૃદ્ધાવસ્થામાં યુવાન
ઇમામ મહદી અલયહીસ્સલામ ઝુહુર ફરમાવશે ત્યારે આપની વય કોણ જાણે કેટલી હશે. પરંતુ તેઓની વિલાદતને આજો 1150 (અગિયારસો પચાસ) વર્ષનો સમય વીતી ચૂક્યો છે.અને એજ આજના હિસાબે ઘણી વય ગણાય. આટલી લાંબી વયના માણસ વૃદ્ધજ કહેવાય છે પરંતુ રિવાયતમાં હઝરત મહદી (અ.સ.) વિશે આનાથી ઉલટું જોવા મળે છે. ખાનદાને વહી અને નબુવ્વતના આઠમા સિતારા હઝરત ઇમામે રેઝા અલયહીસ્સલામ ફરમાવે છે કે : “તેઓની નિશાનીએ છે કે વૃદ્ધાવસ્થામાં તેઓના ચહેરાની સુંદરતા અને દેખાવ યુવાન જેવો હશે. એટલે સુધી કે જોનાર વ્યક્તિ આપ (સ.અ.વ.) ને જોશે ત્યારે ચાલીસ વર્ષ કે તેથી પણ ઓછી સમજશે. અને તેઓની નિશાનીઅ એ છે કે લાંબો વક્ત તેઓ ઉપર અસર નહીં કરે અને મૌત આવતા સુધી તેઓ (ના શરીર) ઉપર વૃદ્ધાવસ્થાના કોઇ ચિહનો દેખાશે નહીં.” (મુન્તખબુલ અસર 221)
યાદ રહે : અંદાજે આ હદીસ અથવા આના જેવી હદીસોથી ફાયદો ઉઠાવીને લોકોને એ વાત સાબિત કરવાના પ્રયત્નો કર્યા છે કે મહદી અલયહીસ્સલામના ઝુહુર વખતે આપની વય લગભગ ચાલીસ વર્ષની હશે. એટલે કે તેઓની વિલાદત તેમના ઝુહુરના ચાલીસ વર્ષ પહેલા થશે. આ દૃષ્ટિકોણ પાયા વગરનો અને રિવાયતોથી ઉંધો (ખોટો) છે.
ઇમામ મહદી (અ.સ.) ની વૃદ્ધાવસ્થા મુસલમાનો માટે કસોટી
ઇમામ સાદીક અલયહીસ્સલા ફરમાવે છે કે ખુદાની આકરી કસોટીઓ પૈકીની એક કસોટી એ છે કે (તેઓ) સાહેબુઝઝમાન બિલ્કુલ નવયુવાનની જેમ જાહેર થશે, જ્યારે લોકો (તેઓની લાંબી વયના કારણે) તેઓની વૃદ્ધ હોવાની કલ્પ્ના કરશે. (મુન્તખબુલ અસ્ર 258, અઅલામુલ વરા,407)
પુનમના ચાંદ જેવો ચહેરો અને વાંકડીયા વાળ
ઇમામ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે કે : મહદી (અ.સ.) ની આંખો કાળી, વાળ વાંકડીયા, ચહેરો ચાંદ જેવો, અને પેશાની વિશાળ અને ચળક્તી હશે અને તેઓના જમણા ગાલ ઉપર એક તલ હશે.
ઇતિહાસકારો લખે છે કે તમામ અઇમ્મએ માઅસુમીન (અ.સ.) પૈકી ઇમામ અલી રઝા અલયહીસ્સલામ સૌથી વધારે ખુબસુરત હતા. તેથી જ આપ (સ.અ.વ.) જ્યારે જનસમૂહમાં તશરીફ લઇ જતા ત્યારે મુખ ઉપર નકાબ નાખી ચહેરો ઢાંકી દેતા. તેમ છતાં, નૂરે ઇમામત નકાબની બહાર છલકાઇને દેખાતું હતું. પરંતુ ઇમામ રઝા અલયહીસ્સલામ જ્યારે, તેઓના ચોથા અને પયગમ્બર (સ.અ.વ.) ના અંતિમ જાનશીન હઝરત મહદી અલયહીસ્સલામનું સ્વરૂપ અને તે હઝરતની શકલો સુરતનું વર્ણન ફરમાવે છે ત્યારે આ પ્રમાણે કહે છે કે, “તેઓ મારા અને મુસા અલયહીસ્સલામ સમાન (શબીહ) હશે તેઓ ઉપર નૂર (પ્રકાશ) નું એક વતૃળ ઘેરી વળેલું હશે અને તેઓના પવિત્ર ચહેરા ઉપરથી નૂરે ઇલાહી છલકાતું હશે અને તેઓના સમતોલ, મધ્યમસર સર્જન અને ઝળહળતા ચહેરા થકી ઓળખવામાં આવશે. તેઓના અખ્લાક રસૂલે ખુદા (સ.અ.વ.) જેવા હશે. (મુન્તખબુલ અસર – 422)
અત્રે બીજી એક વાત નોંધપાત્ર છે, અને તે એ કે આપ (સ.અ.વ.) મુસા બિન ઇમરાન (અ.સ.) ની શબીહ હશે. ઇતિહાસમાં છે કે હઝરત મુસા કદાવર શરીરવાળા ખૂરસુરત હતા.
પયગમ્બરે અકરમ સલ્લાહો અલહે વ આલેહી વસલ્લમ પણ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે : “મહદી મારા વંશમાંથી છે, તેઓનો ચહેરો ચમકતા ચાંદ જેવો હશે. તેઓનો રંગ, રંગે – અરબી (ઘઉંવર્ણુ) તેઓનું શરીર જીસ્મે ઇસ્રાઇલી (ઉંચુ અને કદાવર) હશે.” (મુન્તખબુલ અસ્ર 185)
ઉપરોક્ત હદીસને થોડા ફેરફાર સાથે ઘણા આલીમોએ નીચે મુજબની કિતાબોમાં નોંધી છે.
(1) નુરૂલ અબ્સાર ભાગ – 2 પાના નંબર 154
(2) અસ્આફુર રાગેબીન ભાગ – 2 પા. નંબર 135
(3) યનાબીઉલ મવદદત પાના નંબર 469
(4) અલ બુરહાન ફી અલામાતે મહદ આખેરૂઝઝમાન અને કશફુલ ગમ્મ વગેરે.
ઇમામ મહદી (અ.સ.) ની બયઅત કરનારાઓ
ઇમામ મહદી અલયહીસ્સલામના ગુણો અને દેખાવ ખાસ કરીને તેઓના સ્વરૂપ વિશેની જાણરી મળી ગયા પછી મોમિનોને તેઓને ઓળખવામાં કોઇ મુશ્કેલી રહેશે નહીં. અને તેઓ (અ.સ.) ને સરળતાથી ઓળખી લેશે અને તેઓ (અ.સ.) ની બયઅત પણ કરી લેશે. પ્રસ્તુત લેખના અંતમાં અમે ઇમામ ઝમના (અ.સ.) ના મિત્રો અને જાનિસારોની એક ખાસ સિફતનું વર્ણન કરી રહ્યા છીએ અને તે સિફત એ છે કે ઇમામ (અ.સ.) ના શિયા એક દિલ અને એક સરખી વિચારધારા ધરાવનારા હશે અને એકતા અને એકમતથી ઇમામ (અ.સ.)ની પ્રતિક્ષા કરનારા હશે.
મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન હઝરત અલી અલયહીસ્સલામ એક ખુત્બામાં ઇમામ અસ્ર અલયહીસ્સલામના મદદગારોનો ઉલ્લેખ કરીને, મક્કાએ મોઝઝમામાં હઝરત મહદી (અ.સ.) ના ઝુહરનું એક દૃશ્ય પ્રસ્તુત કરતા ફરમાવે છે.
કઅન્ની – અન્ઝોરો – એલયહીમ અ વઝઝયયો – વાહેદુન – વલ કદદો – વાહેદુન – વલ જમાલો – વાહેદુન – વલ્લેબાસો – વાહેદુન ! કઅન્નમા અ યતલોબૂન – શયઅન – ઝાઅ – મિનહુમ – ફહુમ – મોતહયયેરૂન – ફી – અમરેહીમ. હત્તા યખરોજા – એલયહીમ – મીન – તહતે યસારીલ – કઅબતે – ફી – આખરેહા- રજોન – અશબહુન્નાસે – બે રસૂલિલ્લાહે (સ.અ.વ.) ખલકન – વ ખુલ્કન વ હુસ્નન – વ જમાલન – ફયકૂલૂન – અન્તલ મહદીયયો ? ફયોજીબોહુમ વયકુલો : અનલ મહદીયયો બાયેઉ (રોઝગારરે હાઇ 1/416, અલ મલાહીમ વલ ફતન પાનાં નંબર 122)
અનુવાદ : જાણે કે હું મારી આંખો વડે જોઇ રહ્યો છું. દરેકે દરેક એકજ રંગ અને એક જ કદના છે. તેઓનું સૌદર્ય એક સરખું છે, જાણે કે બધાજ પોતાના કોઇ ખોવાયેલાને શોધી રહ્યા છે. બધા એક દિલ બનીને એક જ દીશા ભણી કૂચ કરી રહ્યા છે.એ બધા સ્તબ્ધ અને પોતાના કામોમાં ઝડપી (દોડતા) નજરે પડે છે. કે એટલામાં એકાએક એક મર્દ (વીર) ખાનએ કાઅબાની દીવાલના છેલ્લા ભાગ પાસેથી ખાનએ કાઅબાના ગીલાફમાંથી બહારની કળશે, જે સીરત સુરતમાં ખીલકત અને અખ્લાકમાં પયગમ્બર (સ.અ.વ.) ને બેહદ મળતા અવાતા હશે. (આ લોકો) તેને પૂછશે કે : શું તમે મહદી છો ? તે કહેશે કે હા, હું મહદી છું, પછી તેઓ બધા તેમની બયઅત કરશે.
માનવંત! આવાચક મિત્રો, આપણા ઇમામ (અ.સ.) ના ઝુહર વખતે એ વાત ઘણે ભાગે શક્ય છે કે, આપણી ગફલત, સુસ્તી અને આળને કારણે આપણે ઇમામને ઓળખી ન શકીએ આથી સાચી પ્રતિક્ષા કરનારાઓ (મુન્તઝીર) ની એ ફરજ છે તેઓ દરરોજ પોતાના ઇમામ પ્રત્યેની મોહબ્બતને વ્યક્ત કરે અને તે વિશે પોતાના ઘણી જ તાકીદ કરવામાં આવી છે. આ વાયદા અને વચનને પાકો કરવા માટે દદરોજ નમાઝે – સુબ્હ પછી ‘દુવાએ અહદ’પડવી જોઇએ. જે મફાતિહલ જીનાન પા. નંબર 539 (ફારસી) અને પાના નંબર 542 (ઉર્દૂ) પર આપવામાં આવેલ છે. જે દુવાના પ્રારંભના શબ્દો આ પ્રમાણે છે. અલ્લાહુમ્મ રબ્બન – નૂરીલ અઝીમ….

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *