ઝિયારતે આલે યાસીન

Print Friendly, PDF & Email

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે

سَلَامٌ عَلٰی اٰلِ یٰسٓ

આલે યાસીન ઉપર દોરૂદ અને સલામ

اَلسَّلَامُ عَلَیْکَ یَا دَاعِیَ اللّٰهِ وَرَبَّانِیَّ اٰیَاتِہٖ

સલામ થાય આપ ઉપર અય અલ્લાહની તરફ બોલાવનાર અને અય અલ્લાહના સર્જનોના સરપરસ્ત અને ઉછેર કરનારા.

اَلسَّلَامُ عَلَیْکَ یَا بَابَ اللّٰهِ وَدَیّٰانَ دِیْنِہٖ

સલામ થાય આપ ઉપર અય ખુદાના દરવાજા તથા તેના દીનનું રક્ષણ કરનારા

اَلسَّلَامُ عَلَیْکَ یَا خَلِیْفَۃَ اللّٰهِ وَ نَاصِرَ حَقِّہٖ

સલામ થાય આપ ઉપર અય અલ્લાહના ખલીફા અને તેના હકના હિમાયતી અને મદદગાર

اَلسَّلَامُ عَلَیْکَ یَا حُجَّۃَ اللّٰهِ وَ دَلِیْلَ اِرَادَتِہٖ

સલામ થાય આપ ઉપર અય અલ્લાહની હુજ્જત અને તેના ઈરાદાઓની તરફ માર્ગદર્શન કરનાર

اَلسَّلَامُ عَلَیْکَ یَا تَالِیَ کِتَابِ اللّٰهِ وَتَرْجُمَانَہٗ

સલામ થાય આપ ઉપર અય અલ્લાહની કિતાબની તિલાવત કરનાર અને તેનું અર્થઘટન કરનાર

اَلسَّلَامُ عَلَیْکَ فِیْ اٰنَائِ لَیْلِکَ وَ اَطْرَافِ نَھَارِکَ

સલામ થાય આપ ઉપર રાતના સમય ગાળામાં અને દિવસની દરેક ઘડીએ

اَلسَّلَامُ عَلَیْکَ یَا بَقِیَّۃَ اللّٰهِ فِیْ اَرْضِہٖ

સલામ થાય આપ ઉપર અય જમીન ઉપર અલ્લાહની બાકી હુજ્જત

اَلسَّلَامُ عَلَیْکَ یَا مِیْثَاقَ اللّٰهِ الَّذِیْ اَخَذَہٗ وَوَکَّدَہٗ

સલામ થાય આપ ઉપર અય અલ્લાહના વાયદા
અને વચન, જે ખુદાએ (બંદાઓ) પાસેથી લીધું છે
અને તેની તાકીદ કરી છે

اَلسَّلَامُ عَلَیْکَ یَا وَعْدَ اللّٰهِ الَّذِیْ ضَمِنَہٗ

સલામ થાય આપ ઉપર અય ખુદાના વાયદા, જેની જામીનગીરી ખુદ ખુદાએ લીધી છે

اَلسَّلَامُ عَلَیْکَ اَیُّھَا الْعَلَمُ الْمَنْصُوْبُ

સલામ થાય આપ ઉપર અય સ્થાપિત કરાયેલ ધ્વજ

وَالْعِلْمُ الْمَصْبُوْبُ

અને તે ઈલ્મ જેને વહાવવામાં આવ્યું

وَالْغَوْثُ وَالرَّحْمَۃُ الْوَاسِعَۃُ

અને ફરીયાદે પહોંચનાર અને વિશાળ રહમત

وَعَدًا غَیْرَ مَکْذُوْبٍ

અને અલ્લાહનો વાયદો કે
જેની વાયદા ખિલાફી નથી થતી

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تَقُوْمُ

સલામ થાય આપ ઉપર જ્યારે આપ ઉભા થાવ

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تَقْعُدُ

સલામ થાય આપ ઉપર જ્યારે આપ બેસો

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تَقْرَئُ وَ تُبَیِّنُ

સલામ થાય આપ ઉપર જે સમયે આપ (કુરઆને પાકની) કીરઅત કરો છો અને (તેની તફસીર) બયાન ફરમાવો

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تُصَلِّیْ وَ تَقْنُتُ

સલામ થાય આપ ઉપર જ્યારે આપ નમાઝ પઢી રહ્યા હો અને કુનુતમાં દોઆ માંગી રહ્યા હો

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تَرْکَعُ وَ تَسْجُدُ

સલામ થાય આપ ઉપર જ્યારે આપ રૂકુઅ અને સજદહ કરો છો

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تُھَلِّلُ وَ تُکَبِّرُ

સલામ થાય આપ ઉપર જ્યારે
આપ તહલીલ અને તકબીર કહો છો

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تَحْمَدُ وَ تَسْتَغْفِرُ

સલામ થાય આપ ઉપર જ્યારે
આપ હમ્દ અને ઈસ્તીગ્ફાર કરો છો

اَلسَّلَامُ عَلَیْکَ حِیْنَ تُصْبِحُ وَ تُمْسِیْ

સલામ થાય આપ ઉપર જ્યારે
આપની સવાર અને સાંજ પડે છે

اَلسَّلَامُ عَلَیْکَ فِیْ اللَّیْلِ اِذَا یَغْشٰی
وَالنَّھَارِ اِذَا تَجَلّٰی

સલામ થાય આપ ઉપર જ્યારે
રાત્રી છવાય જાય છે અને દિવસ પ્રકાશિત હોય છે

اَلسَّلَامُ عَلَیْکَ اَیُّھَا الْاِمَامُ الْمَأْمُوْنُ

સલામ થાય આપ ઉપર અય સુરક્ષિત ઈમામ

اَلسَّلَامُ عَلَیْکَ اَیُّھَا الْمُقَدَّمُ الْمَأْمُوْلُ

સલામ થાય આપ ઉપર અય તમામ દુનિયાઓના સર્જનોની સૌથી પહેલી (અગ્રેસર) અને અતૂટ આશા

اَلسَّلَامُ عَلَیْکَ بِجَوَامِعِ السَّلَامِ

સલામ થાય આપ ઉપર સલામના બધા પ્રકારો સાથે

اُشْھِدُکَ یَا مَوْلَایَ اَنِّیْ اَشْھَدُ
اَنْ لَّا اِلٰہَ اِلَّا اللّٰهُ

હું તમને ગવાહ બનાવું છું અય મારા આકા! હું ગવાહી આપુ છું કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી

وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ

તે એક છે, તેનો કોઈ ભાગીદાર નથી

وَاَنَّ مُحَمَّدًا عَبْدُہٗ وَرَسُوْلُہٗ

અને એ કે હઝરત મોહમ્મદ (સ.અ.વ.)
તેના બંદા અને તેના રસુલ છે

لَا حَبِیْبَ اِلَّاھُوَ وَ اَھْلُہٗ

નથી કોઈ હબીબ (ચહીતા) સિવાય
તેમના અને તેમના એહલેબય્તના

وَاُشْھِدُکَ یَامَوْلَایَ اَنَّ عَلِیًّا
اَمِیْرَ الْمُؤْمِنِیْنَ حُجَّتُہٗ

અને તમને ગવાહ બનાવું છું અય મારા મવલા! કે
અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) તેની હુજ્જત છે

وَالْحَسَنَ حُجَّتُہٗ وَالْحُسَیْنَ حُجَّتُہٗ

અને હસન (અ.સ.) તેની હુજ્જત છે
અને હુસયન (અ.સ.) તેની હુજ્જત છે

وَعَلِیَّ بْنَ الْحُسَیْنِ حُجَّتُہٗ وَمُحَمَّدَ بْنَ عَلِیٍّ حُجَّتُہٗ

અને અલી ઈબ્ને હુસયન (અ.સ.) તેની હુજ્જત છે અને મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે

وَجَعْفَرَ بْنَ مُحَمَّدٍ حُجَّتُہٗ وَمُوْسٰی بْنَ جَعْفَرٍحُجَّتُہٗ

અને જઅફર ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેની હુજ્જત છે અને મુસા ઈબ્ને જઅફર (અ.સ.) તેની હુજ્જત છે

وَعَلِیَّ بْنَ مُوْسٰی حُجَّتُہٗ وَمُحَمَّدَ بْنَ عَلِیٍّ حُجَّتُہٗ

અને અલી ઈબ્ને મુસા (અ.સ.) તેની હુજ્જત છે અને મોહમ્મદ ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે

وَعَلِیَّ بْنَ مُحَمَّدٍ حُجَّتُہٗ وَالْحَسَنَ بْنَ عَلِیٍّ حُجَّتُہٗ

અને અલી ઈબ્ને મોહમ્મદ (અ.સ.) તેની હુજ્જત છે અને હસન ઈબ્ને અલી (અ.સ.) તેની હુજ્જત છે

وَاَشْھَدُ اَنَّکَ حُجَّۃُ اللّٰهِ اَنْتُمُ الْاَوَّلُ وَالْاٰخِرُ

અને હું ગવાહી આપું છું કે તમે અલ્લાહની
હુજ્જત છો, તમે જ પ્રથમ અને અંતિમ છો

وَ اَنَّ رَجْعَتَکُمْ حَقٌّ لَّا رَیْبَ فِیْھَا

અને તમા‚રૂં પાછા ફરવું હક છે તેમાં કોઈ શક નથી

یَوْمَ لَا یَنْفَعُ نَفْسًا اِیْمَانُھَا لَمْ تَکُنْ

اٰمَنَتْ مِنْ قَبْلُ اَوْ کَسَبَتْ فِیْ اِیْمَا نِھَاخَیْرًا

તે દિવસે ઈમાન લાવવું કોઈ ફાયદાકારક નહિં હોય જે તે
અગાઉ ઈમાન નહિં લાવ્યો હોય અથવા ઈમાન હેઠળ
નેકીના કાર્યો નહિં કર્યા હોય

وَاَنَّ الْمَوْتَ حَقٌّ وَاَنَّ نَاکِرًا وَّ نَکِیْرًا حَقٌّ

અને ખરેખર મૃત્યુ હક છે અને ખરેખર
મુન્કીર અને નકીર હક છે

وَاَشْھَدُ اَنَّ النَّشْرَ حَقٌّ وَالْبَعْثَ حَقٌّ

હું ગવાહી આપું છું કે નશ્ર (કબ્રમાંથી બહાર
ફેલાઈ જવું) હક છે અને ફરી ઉઠાવવું હક છે

وَ اَنَّ الصِّرَاطَ حَقٌّ وَالْمِرْصَادَ
حَقٌّ وَالْمِیْزَانَ حَقٌّ

અને ખરેખર સેરાત હક છે અને મિરસાદ (રાહ)
હક છે અને મિઝાન (આમાલનું ત્રાજવું) હક છે

وَالْحَشْرَحَقٌّ وَالْحِسَابَ حَقٌّ وَالْجَنَّۃَ وَالنَّارَ حَقٌّ

અને હશ્ર હક છે અને હિસાબ હક છે
અને જન્નત અને જહન્નમ હક છે

وَالْوَعْدَ وَالْوَعِیْدَ بِھِمَا حَقٌّ

અને વાયદો અને ચેતવણી હક છે

یَا مَوْلَایَ شَقِیَ مَنْ خَالَفَکُمْ
وَسَعِدَ مَنْ اَطَاعَکُمْ

અય મારા મવલા! બદબખ્ત એ છે કે જેણે
આપનો વિરોધ કર્યો અને ખુશકિસ્મત એ છે કે
જેણે આપની તાબેદારી કરી

فَاشْھَدْ عَلٰی مَا اَشْھَدْتُکَ عَلَیْہِ
وَ اَنَا وَلِیٌّ لَکَ بَرِئٌي مِنْ عَدُوِّکَ

આપ સાક્ષી બની જાવ તેની ઉપર જેની ઉપર મેં
આપને સાક્ષી બનાવ્યા છે, હું આપનો દોસ્ત છું
અને આપના દુશ્મનોથી દૂર છું

فَالْحَقُّ مَا رَضِیْتُمُوْہُ وَالْبَاطِلُ مَا اَسْخَطْتُمُوْہُ

બસ હક એ છે જેનાથી આપ રાજી છો
અને બાતીલ એ છે જેનાથી આપ નારાજ છો

وَالْمَعْرُوْفُ مَا اَمَرْتُمْ بِہٖ وَالْمُنْکَرُ مَا نَھَیْتُمْ عَنْہُ

નેકી એ છે જેનો આપે હુકમ આપ્યો
અને ‘મુન્કર’ એ છે જેની આપે મનાઈ કરી

فَنَفْسِیْ مُؤْمِنَۃٌ بِاللّٰهِ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ

મારો નફસ ઈમાન ધરાવે છે અલ્લાહ ઉપર
જે એક છે અને જેનો કોઈ ભાગીદાર નથી

وَبِرَسُوْلِہٖ وَبِاَمِیْرِ الْمُؤْمِنِیْنَ

અને તેના રસુલ (સ.અ.વ.) ઉપર અને
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર

وَبِکُمْ یَا مَوْلَایَ اَوَّلِکُمْ وَآٰخِرِکُمْ

અને તમારા ઉપર તમારા પહેલા
ઉપર અને તમારા છેલ્લા ઉપર

وَ نُصْرَتِیْ مُعَدَّۃٌ لَّکُمْ

આપના માટે મારી મદદ હાજર છે

وَمَوَدَّتِیْ خَالِصَۃٌ لَّکُمْ اٰمِیْنَ اٰمِیْنَ

અને મારી મોહબ્બત તમારા માટે નિખાલસ છે.
અય ખુદા અમારી દોઆ કબુલ ફરમાવ, કબુલ ફરમાવ.

ત્યાર બાદ આ દોઆ પઢે

اَللّٰھُمَّ اِنِّیْ اَسْئَلُکَ اَنْ تُصَلِّیَ عَلٰی
مُحَمَّدٍ نَّبِیِّ رَحْمَتِکَ وَکَلِمَۃِ نُوْرِکَ

અય મઅબુદ! ખરેખર હું સવાલ ક‚રૂં છું તારાથી કે
તું રહમત નાઝીલ કર તારા નબી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર કે જેઓ રહમત અને બરકતવાળા
છે અને તારા નુરાની કલેમા છે

وَ اَنْ تَمْلَأَ قَلْبِیْ نُوْرَالْیَقِیْنِ
وَصَدْرِیْ نُوْرَ الْاِیْمَانِ

તથા મારા દિલને યકીનના નૂરથી
અને મારા સીનાને ઈમાનના નુરથી ભરી દે

وَفِکْرِیْ نُوْرَ النِّیَّاتِ وَعَزْمِیْ نُوْرَ الْعِلْمِ

મારા દિમાગને પ્રકાશિત નિય્યત,
મારા ઈરાદાને ઈલ્મના નૂરથી ભરી દે

وَقُوَّتِیْ نُوْرَ الْعَمَلِ وَلِسَانِیْ نُوْرَ الصِّدْقِ

અને મારી શકિતને અમલના નૂર તથા
મારી જીભને સચ્ચાઈના નૂરથી ભરી દે

وَ دِیْنِیْ نُوْرَالْبَصَآئِرِمِنْ عِنْدِکَ

અને મારા મઝહબને તારા તરફથી
નસીહતના નૂર વડે ભરી દે

وَبَصَرِیْ نُوْرَ الضِّیَآئِ وَ سَمْعِیْ نُوْرَ الْحِکْمَۃِ

મારી આંખોને નૂરની ચમક,
મારા કાનને હિકમતના નૂરથી ભરી દે

وَ مَوَدَّتِیْ نُوْرَالْمُوَالَاۃِ لِمُحَمَّدٍ
وَّاٰلِہٖ عَلَیْھِمُ السَّلَامُ

અને મારી દોસ્તીને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)
અને તેમની આલની મોહબ્બતના નૂરથી ભરી દે

حَتّٰی اَلْقَاکَ وَقَدْ وَفَیْتُ بِعَھْدِکَ وَمِیْثَاقِکَ

ત્યાં સુધી કે તારી મુલાકાત કરૂં ત્યારે
તારા વાયદા અને અહદને પૂર્ણ કરેલો હોય

فَتُغَشِّیَنِیْ رَحْمَتُکَ یَا وَلِیُّ یَا حَمِیْدُ

બસ તારી રહમતથી મને ઘેરી લે,
અય વલી, અય વખાણવાળા

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ حُجَّتِکَ فِیْ اَرْضِکَ

અય મઅબુદ રહમત નાઝીલ કર મોહમ્મદ મહદી (અ.ત.ફ.શ.) ઉપર જેઓ તારી જમીનમાં તારી હુજ્જત છે

وَخَلِیْفَتِکَ فِیْ بِلَادِکَ وَالدَّاعِیْ اِلٰی سَبِیْلِکَ

અને તારા શહેરોમાં તારા ખલીફા છે
તથા તારા રસ્તા તરફ બોલવનારા છે

وَالْقَآئِمِ بِقِسْطِکَ وَالثَّآئِرِ بِاَمْرِکَ

તારી અદાલત ઉપર અડગ રહેનારા,
તારા હુકમ વડે બદલો લેનારા

وَلِیِّ الْمُؤْمِنِیْنَ وَبَوَارِالْکَافِرِیْنَ

મોઅમિનોના વલી (સરપરસ્ત)
અને કાફીરો માટે મૃત્યુનો સંદેશો છે

وَمُجَلِّی الظُّلْمَۃِ وَمُنِیْرِ الْحَقِّ

અંધકારમાં પ્રકાશ ફેલાવનારા અને હકને ઉજાગર કરનારા

وَالنَّاطِقِ بِالْحِکْمَۃِ وَالصِّدْقِ
وَکَلِمَتِکَ التَّآمَّۃِ فِیْ اَرْضِکَ

હિકમત અને સચ્ચાઈ વડે બોલનારા,
તારી જમીનમાં તારા સંપૂર્ણ કલેમા

الْمُرْتَقِبِ الْخَآئِفِ وَالْوَلِیِّ النَّاصِحِ

ડરવાવાળાઓનું રક્ષણ કરનારા અને નસીહત કરનારા વલી

سَفِیْنَۃِ النَّجَاۃِ وَعَلَمِ
الْھَدٰی وَنُوْرِ اَبْصَارِ الْوَرٰی

નજાત અપાવવાળી કશ્તી અને માર્ગદર્શન કરનારા પરચમ તથા લોકોની આંખોનું નૂર છે

وَخَیْرِ مَنْ تَقَمَّصَ وَارْتَدٰی وَمُجَلِّی الْعَمٰی

તેઓ ચાદર અને પહેરણ પહેરનારાઓમાં
સર્વશ્રેષ્ઠ છે તથા અંધને આંખો આપવાવાળા

الَّذِیْ یَمْلَأُالْاَرْضَ عَدْلاً وَّ قِسْطًا
کَمَا مُلِئَتْ ظُلْمًا وَّجَوْرًا

તેઓ જ છે કે જેઓ જમીનને અદ્લ અને ઈન્સાફથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે

اِنَّکَ عَلٰی کُلِّ شَیْئٍ قَدِیْرٌ

ખરેખર તું દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવો છો.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی وَلِیِّکَ وَابْنِ اَوْلِیَآئِکَ

અય મઅબુદ! તું રહમત નાઝીલ કર તારા વલી ઉપર અને તારા વલીઓના ફરઝંદ ઉપર

الَّذِیْنَ فَرَضْتَ طَاعَتَھُمْ وَ اَوْجَبْتَ حَقَّھُمْ

કે જેમની ઈતાઅત તે જરૂરી ઠેરવી છે
અને જેમનો હક તે વાજીબ કર્યો છે

وَاَذْھَبْتَ عَنْھُمُ الرِّجْسَ وَطَھَّرْتَھُمْ تَطْھِیْرًا

તથા તેઓથી નાપાકીઓ દુર રાખી છે
અને તેઓને પાક રાખ્યા છે, ખુબ પાક

اَللّٰھُمَّ انْصُرْہُ وَانْتَصِرْبِہٖ لِدِیْنِکَ

અય મઅબુદ! તેમની (ઈમામે ઝમાના અ.ત.ફ.શ. ની)
મદદ કર, તેમના વડે તારા મઝહબને પ્રભુત્વ અતા કર

وَانْصُرْبِہٖ اَوْلِیَآئَکَ وَاَوْلِیَآئَہٗ
وَشِیْعَتَہٗ وَاَنْصَارَہٗ

અને તેમના વડે તારા દોસ્તો, તેમના દોસ્તો અને તેમના શીઆઓ તથા મદદગારોને કુવ્વત અતા કર

وَاجْعَلْنَا مِنْہُمْ

તેમજ અમોને તેઓમાંથી કરાર દે

اَللّٰھُمَّ اَعِذْہُ مِنْ شَرِّ کُلِّ بَاغٍ وَّطَاغٍ

અય મઅબુદ! તેમની હિફાઝત કર દરેક પ્રકારના શર્રથી

وَمِنْ شَرِّ جَمِیْعِ خَلْقِکَ

તથા તારી મખ્લુકના શર્રથી

وَاحْفَظْہُ مِنْ بَیْنِ یَدَیْہِ وَمِنْ
خَلْفِہٖ وَعَنْ یَمِیْنِہٖ وَعَنْ شِمَالِہٖ

તેમનું રક્ષણ કર તેમની આગળથી તથા
પાછળથી તેમજ જમણી અને ડાબી બાજુએથી

وَاحْرُسْہُ وَامْنَعْہُ مِنْ اَنْ یُّوْصَلَ اِلَیْہِ بِسُوْٓئٍ

તેમનું રક્ષણ કર અને તેમને બચાવી રાખ કે
કોઈપણ તેમને કંઈ તકલીફ પહોંચાડે

وَّاحْفَظْ فِیْہِ رَسُوْلَکَ وَاٰلَ رَسُوْلِکَ

તેમનું રક્ષણ કર, તારા રસુલનું
અને તેમની આલનું રક્ષણ કર

وَاَظْھِرْبِہِ الْعَدْلَ وَاَیِّدْہُ بِالنَّصْرِ

તે અંતિમ ઈમામ વડે અદ્લને જાહેર કરી દે
અને તારી મદદ વડે તેમને શકિતશાળી બનાવ

وَانْصُرْ نَاصِرِیْہِ وَاخْذُلْ خَاذِلِیْہِ

તેમના મદદગારોની મદદ કર, તું તેઓને
છોડી દે જેઓ તેમને (ઈમામને) છોડી દે

وَاقْصِمْ قَاصِمِیْہِ وَاقْصِمْ بِہٖ جَبَابِرَۃَ الْکُفْرِ

તેમને કમઝોર કરવાવાળાની કમરને તોડી નાખ,
તેમના વડે કુફ્રના સરદારોને પરાસ્ત કરી દે

وَاقْتُلْ بِہِ الْکُفَّارَ وَالْمُنَافِقِیْنَ
وَجَمِیْعَ الْمُلْحِدِیْنَ

તેમની તલ્વાર વડે તમામ કાફીરો, મુનાફીકો
અને વિધર્મીઓને કત્લ કરાવી નાખ

حَیْثُ کَانُوْامِنْ مَّشَارِقِ الْاَرْضِ
وَمَغَارِبِھَا بَرِّھَا وَبَحْرِھَا

તેઓ જ્યાં પણ હોય જમીનના
પૂર્વમાં કે પશ્ર્વિમમાં, મયદાનોમાં હોય કે સમુદ્રોમાં

وَامْلَأْبِہِ الْاَرْضَ عَدْلًا وَّاَظْھِرْبِہٖ دِیْنَ
نَبِیِّکَ صَلَّی اللّٰهُ عَلَیْہِ وَاٰلِہٖ

તેમના વડે જમીનને અદ્લથી ભરી દે તથા તારા
નબીના મઝહબને પ્રભુત્વ આપી દે, અલ્લાહ રહમત
કરે તેમના ઉપર તથા તેમની આલ ઉપર

وَاجْعَلْنِیْ اَللّٰھُمَّ مِنْ اَنْصَارِہٖ وَاَعْوَانِہٖ
وَاَتْبَاعِہٖ وَشِیْعَتِہٖ

અય મઅબુદ! અમને ઈમામ મહદી
(અ.ત.ફ.શ.)ના મદદગારોમાં, સાથીદારોમાં, તેમનું
અનુકરણ કરનારાઓમાં તથા તેમના શીઆઓમાં કરાર દે

وَاَرِ نِیْ فِیْ اٰلِ مُحَمَّدٍ عَلَیْھِمُ السَّلَامُ

તથા અમને દેખાડ આલે મોહમ્મદ (અ.સ.) ના બારામાં જેઓની તેઓ તમન્ના રાખે છે

مَا یَأْ مُلُوْنَ وَفِیْ عَدُوِّھِمْ مَایَحْذَرُوْنَ اِلٰہَ الْحَقِّ اٰمِیْنَ

તથા તેમના દુશ્મનોમાં જેનાથી તેઓ
દુર રહે છે, અય મઅબુદ! આમજ થાય

یَاذَاالْجَلَالِ وَالْاِکْرَامِ

અય જલાલ અને બુર્ઝુગીવાળા

یَآ اَرْحَمَ الرَّاحِمِیْنَ

અય રહમ કરનારાઓમાં સર્વશ્રેષ્ઠ રહમ કરનાર

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *