ઇસ્લામના દુશ્મનોના નિષ્ફળ કાવતરાઓ

Print Friendly, PDF & Email

મક્કા કે જેનું બીજુ નામ ઉમ્મુલકોરા છે તે એક એવું શહેર છે જે હ. ઇબ્રાહીમ(અ.સ.)ના ઝમાનાથી આબાદ થયુ અને શહેરી અથવા સાંસ્કૃતિક અને સામાજીક મૂલ્યોની સાથે પોતાના જુના સમયગાળાથી પસાર થતુ થતુ જ્યારે છઠ્ઠી સદીના સમયમાં પહોંચ્યુ તો તેમાં અસંખ્ય ફેરફાર થઇ ચુક્યા હતા. ઝમઝમનું ઝરણુ માટી અને પત્થરોની નીચે ગુમ થઇ ચુક્યુ હતું.
જુના આસારોમાંથી ફક્ત ખાનએ કાબા હતો અને કાબાના તવાફની જુની અને શરૂઆતની રસમ જે હઝરત ઇસ્માઇલ (અ.સ.)ના સમયથી ચાલતી આવતી હતી. જેમ જેમ સદીઓ પસાર થતી ગઇ મક્કાના રહેવાસીઓનો સમાજ ધીમે ધીમે બુત પરસ્તીનું રૂપ લેવા લાગ્યો. લોકોએ ખાનએ કાબાને મુર્તિઓથી ભરી દીધુ. સેંકડો વર્ષોની મુર્તિ પુજાએ કેટલાય પ્રકારના રિવાજોની બિદઅતનો અંદાઝ ઇખ્તેયાર કરી લીધો હતો. મન્નત વગેરે માનવામાં નગ્ન અવસ્થામાં તવાફ કરવાની રસમ વર્ષોથી શરૂ થઇ ચુકી હતી. મુર્તિઓ માટે નવા નામોથી મુશ્કેલીઓનો ઉકેલ કરવાનો અકીદો ઉંડો થઇ ચુક્યો હતો. આ શહેરની મોટા ભાગની જમીન ઉજ્જડ તેમજ પાણી અને ઘાસ વગરની હતી. બે મોટા કબીલાઓ બની હાશીમ અને બની ઉમય્યા સિવાય મક્કાના અન્ય કબીલાઓ જેને કુરૈશ કહેવામાં આવતા હતા. પોત પોતાના કુટુંબમાં પોત પોતાના જ બાપ-દાદાઓના નામથી ઓળખાતા હતા. મોટા કબીલાઓ જાગીરદારોની વ્યવસ્થા મુજબ પોતાનો રોબ અને દબદબો શહેર ઉપર કાયમ કરેલ હતો. નવજવાનો માટે તાલીમી સંસ્થાઓની કોઇ ભાળ સુધ્ધા ઇતિહાસમાં મળતી ન હતી. પરંતુ અરબી ભાષાની ફસાહત અને બલાગતની ચર્ચા સામાન્ય હતી. અરબી ભાષાની બકા જ નહી પરંતુ તેમાં રોજીંદા વપરાતા શબ્દો અને એક શબ્દના જુદા જુદા અર્થો એક મજબુત ઝબાનની હેસીયતે શેર શાયરીમાં અતિશ્યોક્તિનો દેખાવ અને હુસ્નો જમાલની ચિત્રલેખા અને દ્રશ્યોની તસ્વીર અને ઓમરાની પ્રશંસાનું એક જોર હતુ જે શાયદ તેમને પોતાના બાપ-દાદાથી વારસામાં મળ્યું હતું. અરબી ભાષાના વિશે કોઇ ઉતરતી કક્ષાને શામીલ કરવા પર રાઝી ન હતા આથી જાહેલીય્યતના ઝમાનાનો રંગીન શેહઝાદો ઓમરા અલ કયસ જંગની હાલતમાં પણ તલવારની તેજ વારની સાથે અશ્આરનો વરસાદ વરસાવી દેતો હતો. આપણો વિષય મક્કા શહેરનું ઇસ્લામથી પહેલાનું દ્રશ્ય છે અને જે ઝમાનાની વાત થઇ રહી હતી તેમાં બની હાશીમનો વકાર ખુબ જ બુલંદ હતો. ભાષા અને બોલવાના દ્રષ્ટિકોણથી તેમજ ખાનદાની રહન સહન અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ, અખ્લાક, શરાફત, શુજાઅતમાં અજોડ હતા. બની હાશીમની જીવન રીત અબ્દુલ મુત્તલીબના સમયમાં એકદમ પ્રકાશિત થઇને સામે આવે છે. તેઓ એક ખુદામાં માનનારા અને ખાનએ કાબાની રખેવાળી આપની સાથે હતી. પરંતુ કોઇ ઐતિહાસીક પુરાવો અથવા નિશાની કે પછી કાર્ય એવા નથી મળતા કે આપે બુત પરસ્તીને ફેલાવી હોય સિવાય એ કે આપ વરસમાં એક વખત ખાનાએ કાબાના તવાફના મૌકા પર પોતાના દિકરાઓ કે જેની સંખ્યા બાર હતી, ખૂબ જ શાનની સાથે હરમે કાબામાં એવી રીતે હાજર થતા કે લોકો જોઇને તેમના ખાનદાન ઉપર રશ્ક કરતા હતા. આપના સૌથી નાના દિકરાનું નામ અબ્દુલ્લાહ હતું. જે બહુ જ ખુબસુરત હતા અને આપની પેશાની મુબારકમાંથી એક નૂરની કીરણ ફુટતી દેખાતી હતી. આપની શાદી જનાબે આમેના ખાતુન બીન્તે વહબની સાથે થઇ જે બીબીના બત્ને મુબારકથી મોહમ્મદે મુસ્તફા(સ.)ની વિલાદત થઇ. જ. અબ્દુલ્લાહ(અ.સ.) ફરઝંદની વિલાદતના ૬ મહીના પહેલા ગુજરી ગયા. આં હઝરત(સ.અ.વ.)ની ઉમ્ર ૬ વર્ષની થઇ ત્યારે આપની માદરે ગિરામીનો ઇન્તેકાલ થઇ ગયો. ત્યાર પછી જ. અબ્દુલ મુત્તલીબ(અ.સ.)ની સરપરસ્તીમાં આપ મોટા થયા અને જનાબે અબ્દુલ મુત્તલીબની વફાત પછી તેમની વસીય્યત મુજબ જનાબે અબુતાલીબ(અ.)ની દેખરેખ અને સરપરસ્તીમાં જીવન ગુજારવા લાગ્યા.
મક્કાની બીજી બાજુ બની ઉમય્યાનું એક કુટુંબ અને કબીલો ઉછરી રહ્યો હતો. તે શામ તરફ પોતાની સત્તા સ્થાપી રહ્યા હતા. તેની મજબુતાઇ અને સ્થાપિત કરવાની બુનિયાદ પર મક્કામાં પોતાની હૈસીયતને હાકેમીય્યતની હદ સુધી કાયમ કરી ચુક્યા હતા. આ કબીલો પોતાની સિયાસત અને દુન્યવી સત્તા અને માન મેળવવા માટે દરેક પ્રકારની અખ્લાકી અને ગૈર અખ્લાકી યુક્તિઓ અપનાવતી. અબુ સુફયાન પોતાનુ તમામ અભિમાન અને ગર્વ તથા ઝુલ્મ અને ખુદપસંદીની સાથે ઉભરી રહ્યો હતો. બાદમાં તેના કુટુંબના વૈભવ વિલાસની વાતો સામાન્ય થવા લાગી. તેનું ઘર ઐશો આરામનું કેન્દ્ર કહેવાતું. ગીત ગાવા, સંગીત વગાડવું અને નાચ-ગાનની મહેફીલો પણ વારંવાર થતી, જેમાં અન્ય દૌલતમંદ લોકો પણ આવતા હતા.
બની હાશિમની વર્તણુક અને રહેણી-કહેણી આ લોકોથી બિલ્કુલ અલગ હતી. આથી મતભેદ અને ઇન્હેરાફ વચ્ચેની તડ દિવસે દિવસે વધતી જતી હતી. જેનો અંદાજો આ બાબતથી લગાવી શકાય છે કે જ. અબ્દુલ મુત્તલીબ(અ.સ.) સુરે ફીલની તફસીરની મરકઝ છે. જેના યકીનના પ્રકાશમાં કાબાને અબ્રહાના હાથે નુકશાન પહોંચાડવુ તો દૂરની વાત પણ તેના લશ્કરની સાથે તબાહ અને બરબાદ થઇ ગયા અને અબ્દુલ મુત્તલીબનો આ જુમ્લો આજે પણ ઇતિહાસમાં સુરક્ષિત છે કે આ કાબા અલ્લાહનું ઘર છે અને તે અલ્લાહ જ તેની હિફાઝત કરશે.
જનાબે અબુતાલિબ(અ.)એ મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.)ની પરવરીશ અને કાળજી લેવામાં પોતાની પુરેપુરી કોશિશ કરી હતી અને તેમાં કોઇ કમી છોડી ન હતી. આ ઉપરાંત જનાબે ફાતેમા બિન્તે અસદ તો તન, મન અને ધનથી આપની કાળજી રાખવામાં એ સમયથી મશ્ગુલ હતા, જ્યારે આપ(સ.) આપની માદરે ગીરામી જ. આમેના(સ.)ના શિકમ મુબારકમાં હતા. ઇતિહાસમાં મળે છે કે યમનની શેહઝાદી જે યહુદી વંશમાંથી હતી તે કનીઝ બનીને જનાબે આમેના ખાતુનની ખિદમત રાત-દિવસ એટલા માટે કરતી હતી કે મૌકો મળતા જ જનાબે આમેનાને ખતમ કરી દેય પરંતુ તેની એક વર્તણુક જે આ પ્રકારની હતી તે કે જનાબે આમેનાના વાળોમાં કાંઇ સંતાડવા માંગતી હતી જેને જનાબે બિન્તે અસદે જોઇ લીધી. તે ભાગી ગઇ અને એક કાફલો જે યમન જતો હતો તેમાં ગઇ અને યમન પહોંચી ગઇ. જનાબે આમેના ખાતુનની ખિદમત ગુજારીમાં તે દિવસથી જનાબે ફાતેમા બિન્તે અસદ ૨૪ કલાક ખુબ જ હોશિયાર રહેતા હતા અને સાવચેત રહેતા હતા કે કયાક એ બીબીને કોઇ બીજો આંતરીક અથવા બહારના ખતરાનો સામનો ન કરવો પડે.
જ્યારે જનાબે મોહમ્મદે મુસ્તફા(સ.) જનાબે અબુ તાલિબની પરવરીશ અને સરપરસ્તીમાં આવ્યા તો જનાબે ફાતેમા બિન્તે અસદ ઇસાર અને કુરબાનીનો એક નમુનો બની ગયા. એ અસફળ કાવતરાઓ જે દુશ્મનોની તરફથી રોજ બરોજ અલ્લાહના ચુંટેલા ખાસ બંદા મોહમ્મદ મુસ્તફા(સ.)ની બેઅસતના પહેલા જ, ત્યાં સુધી કે આપની વિલાદતની પહેલાથી મન્સુબા બનાવવામાં આવતા હતા. પરંતુ દરેક વખતે દરેક ષડયંત્રો ધુળ ચાટતા થઇ જતા હતા.
બેઅસતથી પહેલાનો ઇતિહાસ અગર જોવામાં આવે તો ઘણા બધા બનાવો મળી આવે છે જે આપની સામે આવ્યા. જે આપના માટે જાન લેવા સાબિત થઇ શક્તા હતા. પરંતુ આપનો કિરદાર, આપની સિરત, આપની રીતભાત, પોતાના અને પારકાઓ સાથે આપની રફતાર અને ગુફતાર, ઉઠક-બેઠક ઉપરાંત આપની અમાનતદારીએ મક્કાના લોકોના દિલોમાં એવો સિક્કો જમાવી દીધો હતો કે જાહેલીય્યતના જમાનાના પથ્થર દિલોમાં મોહબ્બત અને ઇમાનદારીની લાગણી ઉભરવા લાગી.
જ્યારે નબુવ્વતનું એલાન કરવામાં નહોતુ આવ્યું, મક્કાની જમીન પર વસવાવાળામાં જેહાલતના અંધકારને ચીરતી એક ઇન્સાની તહેઝીબ અને અખલાકી પરિવર્તનની આહટ સંભળાઇ રહી હતી. પરંતુ વર્ષોથી જેહાલતનો ભોગ બનેલી કૌમ કેવી રીતે આવા ઇન્કેલાબને સહન કરી શકે જે તેઓના બૂતો અને અંધશ્રધ્ધા પર ઘાતક ઘા પૂરવાર થઇ રહ્યો હોય. જેહાલતના સમય ઉપર તો ઘણી બધી ચર્ચાઓ થાય છે પરંતુ એહલે કુરૈશની જેહાલતો અને ખરાબ હાલતોની સાથે અમુક જમીનદારોના ઝુલ્મ અને સિતમની રિવાયતોથી આખી દુનિયામાં જ્યાં જ્યાં ઇન્સાની સમાજ મળી આવે છે, કદાચ એવી જેહાલતોના બનાવો બીજી કોઇ જગ્યાએ બન્યા નથી.
જનાબે ઝહરા(સ.અ)નો એ ખુત્બો જે ફદકના મુકદ્દમામાં તેમણે ઇરશાદ ફરમાવ્યો હતો તેના એક એક શબ્દથી તે ખરાબ હાલત, ખામીવાળી વિચારધારા, બેઇમાની, આર્થિકની તુટતી નસો બધી બાબતો પરથી પર્દો હટી જાય છે. એવા માહોલ અને વાતાવરણમાં જે કૌમની સવાર-સાંજ પસાર થતી હોય, અગર એક તસવ્વુર ઝહનમાં આવી જાય અને તેના પછી જનાબે અબ્દુલ્લાહના યતીમનું એલાને નબુવ્વત કરવું, લાએલાહ ઇલ્લલ્લાહની અવાજ બુલંદ કરવી, બૂતને તોડી પાડવા આગળ વધવું અને તેઓની વિરૂધ્ધ અવાજ બુલંદ કરવો, વિરોધ, કત્લો ગારતની જીંદગીનો સામનો કરવાનો હતો. દાવતે ઝુલઅશીરા ગવાહ છે કે કેવી રીતે પેટ ભરીને હાઝેરીન લોકો લાલ-પીળી આંખો કાઢીને બેઠકમાંથી ઉઠીને ચાલ્યા ગયા હતા. અગર કોઇ રહ્યું હતુ તો અલ્લાહ તઆલાનો રસુલ અને રસુલે અકરમના વસી અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.).
જેવું એલાને નબુવ્વત થયું, લાએલાહ ઇલ્લલ્લાહનું સુત્ર બલંદ થયું, તેવો મક્કાની જમીન પર ઝલઝલો આવી ગયો. ચારે બાજુ હલચલ થઇ ગઇ. તલવારો પર ધાર ચઢવા લાગી. બાળકોના હાથોમાં પત્થર હતા.
મોટી ઉમરના લોકો પોતાના બૂતોના ગઝબનાક થવાથી ડરી રહ્યા હતા, પરંતુ સાથો સાથ એવું પણ હતું કે એ અવાજને, એ મીશનને, એ ઇલાહી તબ્લીગી ચળવળને ભલે પછી જાન દેવી પડે કે લેવી પડે તેને રોકવુ જરૂરી છે. આથી અત્યાચાર કરવાના કાવતરા ઘડવામાં આવ્યા. ટોળાબંધ લોકો એ અવાજને બંધ કરવા માટે સખ્તાઇ પૂર્વક ઉભા થઇ ગયા.
સૌથી પ્રથમ અને સૌથી મોટુ અને ખતરનાક કાવતરૂ:
બાનીએ ઇસ્લામ, ખત્મુલ મુરસલીન, મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) અબુ સુફીયાનની નવી નવી સાજીષોથી પસાર થતા શેઅબે અબુ તાલિબના ત્રણ વરસ જે તકલીફો અને મુસીબતોમાં પસાર થયા ફક્ત તેનું વર્ણન દિલને બાળી નાખે તેવું છે અને ઝબાન પર છાલા પડી જાય છે. તો જે પવિત્ર નફસો પર એ સખ્ત સમય આવી પડ્યો હતો તેમની શું હાલત થઇ હશે. પરંતુ ઇસ્લામી શરીઅત જે અલ્લાહની અમાનત હતી તેને એ અમીને જેણે પોતાની અમાનતદારીનો સિક્કો મક્કાના કાફીરો પર જમાવી દીધો હતો તેના પર જરાયે પણ આંચ આવવા ન દીધી અને અંતે મક્કાની સરજમીન પર ખૈર આબાદ કહીને પોતાના અસ્હાબોની સાથે મદીને મુનવ્વરાની તરફ હિજરત કરી ગયા. અહીં ઇસ્લામની પનાહના સ્તરમાં જ્યાં મુહાજીર હતા ત્યાં અન્સાર પણ હતા. એકે મહેમાનદારીનો હક અદા કર્યો તો બીજાએ મેઝબાનીનો. ત્યાં સુધી કે સીગએ ઉખુવ્વતની ઠંડી છાયામાં સૌ સરખા થઇ ગયા. અહીં સુધી કે સમાનતાનો અમલ સામાન્ય થઇ ગયો કે ગુલામની ગરદનમાંથી ગુલામીની રસ્સી તૂટવા લાગી. અગર પ્રથમ કાવતરૂ શેઅબે અબુ તાલિબમાં કૈદ થવાનુ હતું તો બીજું કાવતરૂ હિજરતના સમયે સામે આવ્યું.
બીજુ નિષ્ફળ કાવતરૂ :
હિજરત
સૌથી મોટુ ખતરનાક અને ખામોશ સાજીશની સાથે એ નક્કી થયું કે દરેક કબીલાના સરદાર રાતના એકાંતમાં અલ્લાહના રસુલ મોહમ્મદ મુસ્તફા(સ.) પર એક સાથે હુમલો કરશે. ન રહેશે મોહમ્મદ અને ન રહેશે ઇસ્લામનું મીશન. પરંતુ મોહમ્મદ(સ.)ના બિસ્તર પર અલી(અ.સ.)ને જોઇને દરેક કબીલાના સરદારની તલવાર મિયાનમાં છુપાઇ ગઇ. અગર કોઇ બોલી રહ્યું હતુ તો તે ચાદર જેને ઓઢીને અલી(અ.સ.) પેહલી રાત ગાઢ નીંદ્રામાં સુતા હતા. મક્કાના કાફીરોની આ નિષ્ફળતાએ વિનાશનું કાંડુ તોડી નાખ્યું.
ત્રીજુ નિષ્ફળ કાવતરૂ :
જ્યારે જનાબે જાફરે તય્યારે સુરે મરીયમની તિલાવત કરી અને હબશનો બાદશાહ રોવા જેવો થઇ ગયો અને તે મક્કાના કાફિરો જે તેમની ગીરફતારીના કાવતરાની સાથે સોનુ અને ઘરેણાના અમૂલ્ય તોહફાની સાથે ગયા. પોતાની નિષ્ફળતાના અંજામ જોઇને મોઢુ પડી ગયું અને મક્કા પાછા આવ્યા હતા.
ચોથુ નિષ્ફળ કાવતરૂ :
મક્કાની જમીન પર એક હલચલ મચી હતી અને મદીનામાં ઇસ્લામની વસંત આવી હતી. વર્ષો જુની દુશ્મની બની ખજરજ અને બની ઔસની ખત્મ થઇ હતી. મુહાજીરોને એહતેરામની નજરથી જોવામાં આવતા હતા. રસુલે ખુદા (સ.)ની ઉંટણીએ અબુ અય્યુબ અન્સારીની ચૌખટને ઝિયારત ગાહ બનાવી દીધી હતી. ખુશ આમદીદના કાફલા અહી આવીને ઉતારો લેતા હતા. મદીનાના હોદ્દેદાર યહુદીની મક્કા તરફ આવન જાવન ઝડપી થઇ ગઇ હતી. મક્કાની સરદારી અબુ સુફયાનના હાથમાં હતી. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે ગઝવાતનો સિલસિલો શરૂ થઇ ગયો. એક પછી એક નિષ્ફળ કાવતરાઓ સામે આવવા લાગ્યા. મોટી મોટી નાજુક પરિસ્થિતિ આવવા લાગી. પ્રથમ જંગ બદ્રની જંગ હતી. અલી(અ.સ.)ના હાથે આ જંગમાં ફતેહ મળી. પરંતુ જંગે ઓહદમાં કાવતરાબાજીમાં યહુદીઓ અને મક્કાના કાફીરોએ મળીને મોટી ચાલાકી અને વિચાર વિમર્શ પછી આ તારણ ઉપર આવ્યા કે ઇસ્લામના જાંનિસારોની સામે જંગ એ સમયે જીતી શકાય જ્યારે આપણા માણસોને તેમના સિપાહીઓમાં શામિલ કરી દઇને એક આંતરિક લડાઇની સૂરત પૈદા કરવામાં આવે અને આ નકશા ઉપર અમલ કરતા અબ્દુલ્લાહ ઇબ્ને ઓબેએ ઇસ્લામમાં એક જગ્યા બનાવવાની કોશિશ કરી અને સફળ પણ થઇ ગયો. તેણે પોતાની પુત્રીની શાદી હન્ઝલા બીન આમીર સાથે કરી દીધી. બંનેની ખુબ જ દોસ્તી હતી. ખુદાની મસ્લેહત કોણ જાણે. હન્ઝલાએ સાચા દિલથી ઇસ્લામ કબુલ કર્યો અને રાહે ઇસ્લામમાં શહાદતની તમન્ના તેના દિલમાં જાગી .
દરેક ફિર્ઓન સામે મુસાનુ ઉદાહરણ મશહુર છે. જંગે ઓહદમાં અબ્દુલ્લાહ ઇબ્ને ઓબે ત્રણસો આદમીને લઇને મદીના પાછો આવ્યો જેના લીધે ૧૦૦૦ ના લશ્કરમાં ફક્ત સાતસો જંગ કરવાવાળા રહી ગયા. ઓહદની જંગ પણ અલી (અ.સ.)ના હાથે ફતેહ થઇ. મોટુ નુકશાન થયુ. ખુબ જ મહાન શખ્સીયતો શહીદ થઇ ગઇ. અલ્લાહ તઆલાના રસુલ(દુરૂદ અને સલામ થાય આપ પર અને આપની આલ પર)ના દાંત શહીદ થયા. અલી(અ.સ.)ના શરીર પર ૯૯ જખ્મો લાગ્યા, પરંતુ જ્યારે ક્ષિતિજ પરથી વાદળો હટ્યા તો ત્યારે કાવતરા બાજો અને રાજકારણી લોકોના ચહેરા સામે આવી ગયા અને હવે આ યોજના તૈયાર થવા લાગી કે જેટલુ રસુલ(સ.)ની નજીક જઇ શકાય તેમ હોય તેટલા જઇને પોતાની સીયાસતની આડમાં પોતાની જાંનિસારી અને સહાબીય્યતની ભુમિકા તૈયાર કરીને ઇતિહાસને ધરી દેવું અને ધીમે ધીમે હુકમત બનાવવાની જમીન તય્યાર કરતા રહ્યા.
કાબા અલ્લાહ તઆલાનું ઘર. મોહમ્મદે મુસ્તફા(સ.) અલ્લાહ તઆલાના રસુલ. ઇસ્લામ અલ્લાહ તઆલાનો દીન. અગર આખી દુનિયાની તાકત સમેટાઇને વિનાશ પર ઉતરી આવે તો નાકામી સિવાય કશું નહી મળે અને હવે તો ઇસ્લામના મુળીયા મજબુત થઇ ગયા હતા.
અલ્લાહ તઆલાએ પોતાના હબીબને એક એવો વસી ઇનાયત કર્યો હતો કે જેના માટે ડોકટર ઇકબાલ તમન્ના કરે છે આમ કહીને કે
જીસે નાને જવી બક્ષી હે તુને
ઉસે બાઝુએ હૈદર ભી અતા કર
જે ખૌફે ખુદાથી મુનાજાતના સમયે સુકાઇ ગયેલી લાકડી જેવા જીવ વગરના લાગતા હતા અને જ્યારે મૈદાને જંગમાં અરબના પહેલવાનો તેમનું નામ સાંભળીને અડધા મરી જતા હતા. હવે ઇસ્લામની ફીઝામાં એ અવાજ ગુંજી રહી હતી. લા ફતા ઇલ્લા અલી લા સય્ફ ઇલ્લા ઝુલ્ફીકાર. કોઇ જવાન બહાદુર નથી સિવાય અલી(અ.) અને કોઇ તલવાર નથી સિવાય ઝુલ્ફીકાર.
બીજી બાજુ કાવતરા બાજીના વમળમાં અમૂક ઓળખીતા એ સમયે પોતાનું તમામ બળ વાપરતા હતા કે આજે નહી તો કાલે એક અલી અને એક ઝુલ્ફીકારની સામે બીજું કોઇ પાત્ર અગર નહી લાવીએ તો અલી(અ.)ના હાથો પર ઇસ્લામનો પરચમ પુરી દુનિયામાં લહેરાવવા લાગશે.
આથી ખલીફએ અવ્વલના સમયમાં માલીક ઇબ્ને નુવેરાના કાતિલ અને તે રાતે તેમની પત્નિ સાથે હમબીસ્તરી કરવાવાળા ગુનેહગાર ખાલીદને સૈફુલ્લાહ (અલ્લાહની તલવાર)ના સંબોધનથી ખલીફએ અવ્વલે નવાજ્યો અને આજની દુનિયામાં ઉર્દુમાં એક કિતાબ અલ્લાહની તલવારના નામથી પ્રકાશિત થઇને સામાન્ય લોકોની દ્રષ્ટિ સમક્ષ આવી ગઇ છે અને આ ચર્ચા ઇસ્લામમાં સામાન્ય રીતે થવા લાગ્યા છે કે શું કોઇ એવો ઇસ્લામમાં પૈદા થયો છે જેણે ન ક્યારેય હાર માની હોય અને ન જંગથી ભાગ્યો હોય અથવા પીઠ દેખાડી હોય સિવાય ખાલીદ બીન વલીદના. આને સફેદ જુઠ, હળહળતુ જુઠ કહેવાય છે. વિચિત્ર પ્રકારના રંગ અને તરંગના સુત્રો અને નારાઓ ગુંજવા લાગ્યા જેના પરિણામે ઇતિહાસને વાંચવાવાળા મોટા ભાગના તારીખ વાંચીને ચીલ્લાઇ ઉઠી કે ઇસ્લામની વાતોમાંથી ખુનની વાસ આવે છે.
ઇસ્લામના દુશ્મનોના કાવતરાઓ મક્કાના કાફિરોમાં ખુલ્લેઆમ પોતાની ચળવળ અને સખ્તાઇની સાથે આવ્યા હતા. પરંતુ મદીનામાં મુનાફીકો ધીમે ધીમે ઇસ્લામની નકાબ ઓઢીને જે અંદાજથી સામે આવ્યા તેનો એક હદ સુધી ખુલાસો ઇસ્લામની શરૂઆતની રસુલે ખુદા(સ.)ની પાક હયાત સુધી કલમના હવાલે કરી શકુ છું પરંતુ તેના પરિણામ એટલા બધા ગમનાક હતા કે ૬૧ હીજરી સુધી તમામ ઇસ્લામી મૂલ્યો પાયમાલ થવાની અણીએ આવી પહોંચ્યા હતા અને યઝીદ પોતાના ભૂતકાળનો એ પ્રતિનિધિ હતો જેણે પોતાની ચળવળને ઇબ્ને ઝિયાદ સાથે મળીને ઇસ્લામના ખાતેમાનુ એલાન કરી રહ્યો હતો અને પોતાના કસીદામાં તેણે કહ્યું ‘ન કોઇ વહી આવી, ન કોઇ દીન આવ્યો’ બની હાશિમે એક ખેલ ખેલ્યો હતો જેને તેણે (પોતાના નાકીસ ખયાલમાં) ખત્મ કરી દીધો જાણે ઇસ્લામની હવે કોઇ કદરો કીંમત બાકી નથી અને હુકુમત સાજી, બાદશાહત અને મુલ્કગીરી, ઝુલ્મ અને સખ્તાઇ એ કાનૂન બનાવવાનો ઝરીઓ છે.
લેખકો ઇસ્લામને તબાહ કરવાવાળાના નિષ્ફળ ષડયંત્રોને ધ્યાનમાં રાખીને ઇતિહાસના બહુ જ મોટા વળાંકની તરફ એમાંથી અમૂકની તરફ દાવતે ફિક્ર અને દ્રષ્ટિ આપી છે અને અહી વાંચકોને કરબલાની અઝીમ અને અખ્લાકી કદ્રોની તરફ લઇ જવાનો હેતુ હતો. ઇન્શાલ્લાહ આવતા વખતે ઉપરોક્ત અનુસંધાનમાં એક પછી એક ઇસ્લામના અત્યાચારીઓના નાકામ મન્સુબાઓને વાંચકોની સમક્ષ કલમના હવાલે કરીશું. કરબલાની પહેલા અને કરબલાની પછી ઇમામ હુસૈન (અ.સ.)એ કેવી રીતે મન્સુબા બાજીના કિલ્લાઓનો નાશ કર્યો, તેનો જાએઝો લેવાની કોશિશ કરીશું.
આ ઉપરાંત :
“ચૂન ખિલાફત રીશ્તે અઝ કુર્આ ગીસખ્ત,
રફતા રફતા ઝહેરઅન્દ કામ રેખ્ત
આ ઝહેર ઝમાનાની સાથે સાથે ફેલાતુ ગયું અને તેની અસરો હુકમરાનીના એ અસબાબ (પરિબળો) તય્યાર કરવા લાગ્યું કે જેના નીચે એવા કાનૂનો બનવા લાગ્યા જેનાથી કમઝોરોની અવાજ દબાવી દેવામાં આવે અને ઝુલ્મો સિતમની રગોમાં ખૂન દોડવા લાગે અને રિસાલત મઆબની તાલીમાતના મૂળ અને પાયાને કમઝોર કરી દેવામાં આવે.
આથી અડધી સદીમાં મોટા મોટા તોફાન ઉઠ્યા. શામમાં મોઆવીયાનું બળ વધી ગયું. બની ઉમય્યાની સાજીશો હવે રંગ લાવી રહી હતી. ઇસ્લામના વર્તુળમાં રહીને ફિક્ર અને વિચારોમાં એક જબરદસ્ત બદલાવ આવી ચૂક્યો હતો. શરીઅતના આડમાં હુકુમત સાજીના તબાહકારીના મન્સુબા સક્રિય થતા દેખાતા હતા. આ રીતે ઇમામ અલી(અ.સ.)ની શહાદત બાદ ઇસ્લામની બુનિયાદ હલી જશે અને હુકમત સાજીનું મેદાન સાફ થઇ જશે.
આ વિચારધારાની નીચે ઇમામ અલી(અ.સ.)ની શહાદતના ૨૦ વરસ સુધી જ્યારે જોયું કે માહોલ બરાબર છે. યઝીદ અને અમ્રે આસે શામની હુકુમતની સરદારીના નશામાં આવીને તેમના છીપાયેલા મન્સુબાઓ પરથી પર્દો ઉઠાવી લીધો અને ખુલ્લીને સામે આવી ગયા. પરંતુ તે સલાહકારો અઝમે હુસૈની અને ઇરાદાઓથી વાકીફ હતા અને તે જાણતા હતા કે આ એ ઝાત છે જે એકાંતની જીંદગીમાં રાત દિવસ ઇબાદતમાં મશ્ગુલ રહે છે. તે વિનાશકારોનો સામનો કરશે પરંતુ હુસૈની અવાઝ દબાવવામાં તેમની એટલી મોટી તાકત પૂરતી છે. ઇમામ હુસૈન(અ.સ.)ની સામે ઇસ્લામના વિનાશકારોની બધી પ્રયુક્તિ હતી. આપે ૨૮ રજબે મદીના છોડી દીધુ અને મક્કામાં કયામ બાદ કુફાની તરફ રવાના થયા અને આ રીતે કરબલાને સજાવ્યું અને એ રોનક અને હમેશગી અને એવા ચિરાગ રોશન કર્યા કે મુતવક્કીલ અને સદ્દામહુસૈન જેવા ઝાલિમોના બસમાં ન હતું કે કરબલાની અઝમત અને વકારને કોઇ સદમો પહોંંચાડી શકે હજી દુશ્મનાને ઇસ્લામના મન્સુબાઓની એક મોટી ફેહરીસ્ત છે. આપણે તેનો એક અભ્યાસ કરીશું જે કરબલાના બાદ સુધી પહોંચે છે.
અંતમાં એટલો ઇશારો કરતો જાવ છું કે કરબલાના મહાન બનાવના પછી જ્યારે મુખ્તાર સકફીએ કયામ કર્યો તો તેની સાથે સાથે અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની પણ બગાવત હતી. જેનો મકસદ બની ઉમય્યાની દુશ્મની હતી, ખુને હુસૈનનો ઇન્તેકામ ન હતો. તેની આ બગાવતે ખુબ જ નુકશાન પહોંચાડયું જેનાથી ઘણા લોકો એહલેબૈત (અ.મુ.સ.)ની તાલીમાતના ઝરણાથી સૈરાબ ન થઇ શક્યા અને ફરી એજ હુકુમતનો નશો માથા પર સવાર થઇ ગયો. પરંતુ બહાદુર મુખ્તાર અને તેમના સાથીઓ જેમકે ઇબ્રાહીમ બીન માલીકે અશ્તર વિગેરેએ કાતિલાને હુસૈનથી ભરપૂર ઇન્તેકામ લઇ લીધો અને હુસૈની મીશનને કયામત સુધી રોશન કરી દીધુ. હાલાકે આ જ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની ફોજે આપને કત્લ કરી દીધા તે સમયે જનાબે મુખ્તારની ઉમ્ર ૬૭ વરસની હતી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *