અલ ફહરિસતો

Print Friendly, PDF & Email

અલ ફહરિસ્ત : કિતાબશનાસી (પુસ્તક જ્ઞાન)

આ લેખને શરૂ કરતાં પહેલાં એ યોગ્ય લાગે છે કે અમુક વાતોની ચોખવટ કરી દઇએ અને એ પછી જ આગળ વધીએ જેથી વિષયને સમજવું સરળ બને.
આલિમો અને જ્ઞાનીઓનાં કામો તથા સંશોધનોને માટે તેમજ સામાન્ય જનોને માટે મેળવવા માટે કાંતો તે બાબત કોઇ માણસનું સંભાષણ કે તેની સાથેની વાતચીત આવશ્યક હોય છે. કે પછી તે વિષયના પુસ્તકોનો અભ્યાસ કરવાથી તે અંગેનું જ્ઞાનભાન મેળવી શકાય છે. પહેલી વાત અમલી રીતે, જો કે સહેલી છે પરંતુ એતેજ વેળાએ શકય બને છે કે જ્યારે બયાન કરનારો અને સાંભળનારો બને એક જગ્યાએ હજાર હોય. પરંતુ બીજી હાલતમાં એવી શરત નથી. બલ્કે સેંકડો વરસ પહેલા પણ અગર કોઇ મસલક કે વિષય પર બહસ કે ચર્ચા થઇ હોય અને તેને લખી લેવામાં આવી હોય તો તે જમાનામાં પણ અને એ પછીના જમાનામાં પણ લોકો તેનો લાભ લઇ શકે છે. અમે કહો કે દરેક જમાનામાં લખાયેલી કિતાબો અને રિસાલાઓ ન માત્ર તેજ જમાનાના લોકોને માટે લાભદાઇ હોય છે. બલ્કે આવતી પેઢીઓને માટે પણ રાહનુમા અને રાહબર પુરવાર થઇ શકે છે.
ઇસ્લામના ઝહુર બાદ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આલિમો અને દાનિશવરોનાં તહકીકી કે સંશોધન કામો માટે કિતાબોની જાણકારી ઉપલબ્ધ કરવાના હેતુથી ઇસ્લામના આલિમોએ શરૂઆતથી જ ફેહરિસ્તનવીસી અને કિતાબશનાસીના કામમાં રસ લીધેલ છે. જેથી રીર્સંચ કરનાર લોકો પોતાના સંશોધનને માટે મુનાસિબ અને મઆખઝ અથર્તિ શ્રોતો (આધાર) મેળવી શકે. અને પોતાના સંશોધનને સહેલાઇથી પુરું કરી શકે.
મુસલમાનોને એ વાત બદલ પુરો ગર્વ છે કે ફેહરિસ્ત નવીસીમાં સહુથી પહેલાં તેમણે જ 377 હિજરી સનમાં ‘અલફેહરિસ્ત’ નામની કિતાબ પેશ કરી જે ‘ફેહરિસ્તે -ઇબ્ને – નદીમ’ ના નામે આજે પણ વિખ્યાત છે એને અબુલફર્જ મુહંમદ બિન ઇસ્હાકે સંકલિત કરેલ છે. આ પુસ્તક વિવિધ મઝહબી ઇસ્લામી તેમજ બિન ઇસ્લામી કિતાબોની સૂચિ છે જે અત્યંત ઉપયોગી છે. બીજી ફેહરિસ્ત ‘ફેહરિસ્તે શેખ’ ના નામે મશહુર છે જેને શીયાઓના મહાન આલિમ શેખુત તાઇફહ મુહંમદ બિન હસન બિન અલી તૂસી રહ. (385 – 460 હી.) એ લેખલ છે. જેમાં આપે સેંકડો કિતાબો તથા રસાઇલે – ઇમામીઆનું વર્ણન કર્યું છેજે તેમના જમાના સુધીમાં લખાઇ ગઇ હતી.
અત્રે એ અરજ કરી દઇએ કે પશ્યિમવાસીઓએ સહથી પહેલી ફેહરિસ્ત (BIBLIOGRAPHY) (બીબ્લીઓગ્રાફી) 1633 ઇસ્વીસનમાં પેરિસમાં પ્રગટ કરી હતી.
મુસલમાનોમાં ફેહરિસ્તનવાસીનો રિવાજ આજ લગી ચાલતો આવ્યો છે જેનાથી તેઓના ઇલ્મી રસને તેહકીકી મિઝાજનો અંદાજ થઇ શકે છે. કુરઆની આયતો જાણવા માટે ‘મોઅજમુલ મુફહરરસિ’ પ્રગટ થઇ ચુકી છે જેના વડે આપણે કુરઆનની એકએક આયતીન ભાઇ મળવી શકીએ છીએ કે કઇ આયત કઇ સૂરહમાં છે વિગેરે વિગેરે ….
સન …. 1397 હિજરીમાં ઇમામ મહેદી (અ.સ.) પર લખવામાં આવેલી કિતાબોની એક ફેહરિસ્ત ‘કિતાબનામને ઇમામ મહેદી’ ના નામે તેહરાનથી પ્રગટ થઇ. એજ જાતની બીજી એક ફેહરિસ્ત ‘કિતાબનામએ પયગમ્બર (સ.)’ ના નામે 1402 હિ.સ. માં તેહરાનથી જ છપાઇ જેમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સંબંધી ઇસ્લામના ઉદયકાળથી લઇને આજ પર્યત લખવામાં આવેલી કિતાબોને એકઠી કરવાની કોશિશ કરવામાં આવી છે.
આ લેખમાં અમે એવો પ્રયત્ન કરીશું કે ઇમામ મહદી (અ.સ.) પર લખવામાં આવેલી કિતાબો પર એક એક ટુંકી નોંધ રજુ કરીએ. જેમાં આપ (અ.સ.) ના જન્મ ગયબત, લાંબી ઉંમર, તથા અન્ય વિષયો પર લખવામાં આવેલ કિતાબોનું વર્ણન કરીએ.
ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ એમના સાચા મુન્તઝરીને ચુસ્ત તથા કાર્યરત રાખે છે અને તેમનાં દિલોને સંતોષ તેમજ રાહત પ્રદાન કરે છે. ફતેહ અને કામરાથી તથા નેક લોકો અને સાલેહીનની અમન – અમાનવાળી હકુમતની બશારત આપે છે.
હઝરત બકિયતુલ્લાહીલ અઅઝમ (અ.સ.) આસમાને – વિલાયતના આખરી સૂરજ અને ખાનેદાને – મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના અંતિમ ‘ઇલાહી રાહબર’ છે અને પૃથ્વીપધર પર કયામતે – કુબરા લગી આપ જ ઇમામે – બરહક અને હજ્જતે – ખુદા છે.
ઇસ્લામના આરંભથી જ ખુદાવંદે – આલમે પોતાના મહાન પયગમ્બર ખતમી મરતબત ખુલુકેઅઝીમ હઝરત મુહંમદ મુસ્તુફા (સ.અ.વ.) ના મુખેથી આ અઝીમ રાહબર અને આખરી હુજ્જતની ઓળખ આમ તથા ખાસ વિવિધ અંદાઝમાં કરતા રહ્યા છે તે એટલે લગી કે આપ (સ.) ની રેહલત પછી અઇમ્મએ – મઅસુમીન (અ.સ.) ની મારફતે એમના ઝહુર, જન્મ, ગયબત ઇન્તેજાર અને શીયાઓની જવાબદારીઓ વિગેરે બાબતની હદીસો વારિદ થતી રહી છે જેથી હક અને બાતિલની ઓળખ કાયમ રહે અને લોકો મહદીએ – મવઉદનો ઇન્તેજાર તેમના ઝૂહર સુધી કરે અને મુતમહદીયાન (નકલી મહદીઓ જેવા કે મિરઝા ગુલામ અહમદ કાદિયાની મિરઝા અલી મુહંમદ બાબ વિગેરે)ના ચુંગલમાં ન ફસાય.
હઝરત મહદી (અ.સ.) ની બાબતમાં જે માન્યતાઓ કે અકીદાઓ છે તેમનો સહથી વધુ અઘરો અકીદો એ હઝરત (અ.સ.) ના સામાન્ય જનોથી છુપા હોવાનો અકીદો છે જેને આપણે અકીદએ – ગયબત કહીએ છીએ શાયદ એજ સબબસર ઇમામે ઝમાના (અ.સ.) ના જન્મ પહેલાં જ આલિમો મુહદદિસો અને ફકીહોએ આપ (અ.સ.) ની ગયબત પર ન માત્ર હદીસો જે ભેગી કરી છે બલ્કે કિતાબોની તાલીફ પણ કરી છે. નમુના તરીકે અમે તે અમૂક મુવલ્લિફીનનાં નામો લખી રહ્યા છીએ. જેમની કિતાબોનું નામજ ‘ગયબત’ છે.:-
(1) અલી બિન હસન બિન મુહંમદ તાઇ તાતરી આપ ઇમામ મૂસા બિન જઅફર (અ.સ.) ના સહાબીઓમાંથી હચતા અને ફકીહ તથા મવસ્સક (ભરોસાપાત્ર) હતા. (રિજાલે – નજાશી, પ્ર. 193)
(2) અલી બિન ઉમર અઅરજ કૂફી અસ્હાબે – મુસા બિન જઅફર (અ.સ.)
(3) ઇબ્રાહીમ બિન સાલેહ કૂફી. અસ્હાબે – મૂસા જઅફર (અ.સ.)
(4) હસન બિન અલી બિન અબી હમ્ઝહ. ઇમામ રેઝા (અ.સ.) નો જમાનો.
(5) અબ્બાસ બિન હિશામ નાશિરી અસદી (વફાત : 220 હી.) ઇમામ રેઝા (અ.સ.) ના સહાબી
(6) ફઝલ બિન શાઝાન નીશાપુરી નજાશીએ લખ્યું છે કે આપ ઇમામી ફકીહો અને મુતકલ્લીમીનમાંથી છે અને આપે 180 કિતાબો લખી છે. શેખ તુસીએ રિજાલમાં લખ્યું છે કે આપે ઇમામ હાદી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના સહાબીમાંથી છે.
(7) ઇબ્રાહીમ બિન ઇસ્હાક અહમરી નહાવન્દીએ ગયબત પર કિતાબ લખી છે અને કાસિમ બિન મુહંમદ હમદાનીએ એમનાથી સન 260 માં હદીસો સાંભળી છે.
તબરસી નકલ કરે છે કે હઝરત વલીએ – અસ્ર (અજ્જ) વડવાઓથી હદીસો નકલ થઇ છે અને શીયા મુહદદિસોએ એમને ઉસુલની કિતાબોમાં અને ખાસ કરીને તે કિતાબોમાંકે જે ઇમામ બાકર અને સાદિક (અ.સ.) ના જમાનામાં તાલીફ (સંકલીત) થઇ હતી. નકલ કરવામાં આવી છે. એક મુઅતબર અને મુવસ્સક મુહદદિસ હસન બિન મહબૂબે ‘મશીખહ’ કિતાબ સંપાદિત કરી છે જેમાં ગયબતની ખબરો ઘણીબધી આપવામાં આવેલ છે. (સાહિબે – નઝર સંશોધકો મજકૂર મુવલ્લિફોના અહેવાલ રિજાલની કિતાબોમાં જોઇ શકે છે.)
ઇમામે – ઝમાના (અ.સ.) પર કાયમી (સંપૂર્ણ) કિતાબો:
આસરે 325 કિતાબો અરબી, ફારસી, ઉર્દૂ અન બીજી ભાષાઓમાં લખાયેલ છે જે અમારી જાણમાં છે. સિવાય ન જાણે કેટલી કિતાબો એવી હોઇ શકે છે જે અમારી જાણમાં નથી આવી.
આ ઉપરાંત આવી અસંખ્ય કિતાબો છે જેમાં હઝરત મહદ (અ.સ.) ની બાબતમાં અમુક પ્રકરણો આવ્યાં છે. અથવા આપના અહેવાલ ટુકમાં લખાયા છે. અમૂક કિતાબોમાં માત્ર અમૂક હદીસો નકલ કરવામાં આવી છે. એમ કહો કે ઉસૂલ અને અકાઇદની કિતાબોમાં સામાન્ય રીતે હઝરત માદી (અ.સ.) બાબત રિવાયતો તથા હદીસો નોંધવામાં આવેલ છે.
ખુલાસારૂપે એક નાનો કોઠો તૈયાર કરવામાં આવે છે. સંખ્યા અમારા અંદાજ અનુસારની છે. એમાંની કાંતો અમારી નજર પડે છે ક પછી અમે એમના નામો સાંભળ્યા છે:

ભાષા કાયમી (સંપૂર્ણ) આંશિક કુલ સંખ્યા
કિતાબો અંદાજે ઉલ્લેખવાળી અંદાજે
1. અરબી 100 50 150
2. ફારસી 150 250 400
3. ઉર્દૂ 50 50 100
4. અંગ્રેજી 10 20 30
5.ગુજરાતી 1 4 5
એકંદર 311 374 685
આ કિતાબો બાબત વધુ માહિતી માટે ઇમામે ઝમાના (અ.સ.) ની બાબતમાં યોજનાર પુસ્તક પ્રદર્શન જે છેલ્લાં પ/6 વરસોથી કેસર બાગ ડુંગરી, મુંબઇ – 9 માં નીમએ – શાબાનના મોકા પર ગોઠવાય છે. તે આ વર્ષે પણ તા. 1લી એપ્રિલથી રજી એપ્રિલ 1988લગી યોજનાર છે તેમાં આપ સાંજે 6:30થી રાતના 9:30 વાગ્યા સુધી કોઇ પણ સમયે પધારી શકો છો અને વિસ્તૃત જાણકારી મેળવી શકો છો અને કિતાબોના દીદાર પણ કરી શકો છો.
હવે અહિયાં અમે અમૂક મશહુર પુસ્તકોનો પરિચય પેશ કરીયે છીએ.
(1) ‘કિતાબુલ ગયબહ’ : હિજરી સનની ચોથી સદીમાં મુહંમદ બિન ઇબ્રાહીમ બિન જાફર નોમાનીએ તાલીફ કરી. આ કિતાબ તસહીહ અને તેહકીક પછી છેલ્લે તેહરાનના ‘મકતબુસ સદ્દક’ થી પ્રકાશિત થઇ.
(2) ‘કમાલુદ્દીન’ શેખ સુદ્દકે તાલીફ કરી છે આપને (રહ.) ‘રઇસુલ મુહદદિસીન’ ના ઇલ્કાબથી નવાજવામાં આવેલ છે. આપે હિ.સ. 381માં વફાત પામ્યા. આ કિતાબ અઇમ્મએ – અત્તહારની હદીસો પર આધારિત છે.
(3) ‘ખમ્સ રસાઇલ ફી અસાબતિલ – હુજ્જહ’ શેખ મુફીદ (વફાત: 413 હી.) આ મહામોલી કિતાબ હઝરત મહદી (અ.સ.) ના બારામાં કલામી બહસો ધરાવ છે.
(4) ‘અલબુરહાન અલ સિહતે તૂલિ ઉમરિલ ઇમામે સાહિબુઝ ઝમાન’ બુઝુર્ગ આલિમે – દીન મુહંમદ બિન અલી બિન ઉસ્માન અલ કરાજ કી (વફાત – 499 હી.) એ લખેલ છે. આ કિતાબ સન 427 હિજરીમાં વલીએ અસ્ર (અ.સ.) ની લાંબી ઉંમરની સાબિતીમાં લખવામાં આવેલ છે. આનાથી જણાય છે કે હઝરત – કાએમ (અ.સ.) ની ‘લાંબી ઉંમર’ ની બાબતમાં ચર્ચા તે જમાનાથી જ ચાલતી આવી છે.
(5) ‘કિતાબુલ ગયબહ’ : તાલીફ : શેખુત તાઇફહ અબી જાફર બિન હસનુતતૂસી (વફાત:460)
(6) અલમલાહમ વલ ફિતન : તાલીફ : સૈયદ બિન તાઉસ (વફાત : 664 હી.)
(7) કશકુત તઅમિયહ ફી હકમિત તસમિયહ : શેખ હુર આમિલી (1033 – 1104) તાલીફ : 1077
(8) બેહારૂલ અનવાર તાલીફ : અલ્લામહ મજલિસી (વફાત : 1111 હી.) પહેલા પ્રકાશનનો 13 મો ભાગ અને નવું પ્રકાશન 3 ભાગોમાં છે. જીલ્દ નં. 51,52,53.
(9) ‘મીકિયાલુલ મકારમ’ તાલીફ : સૈયદ મહંમદ તકી મૂસવી ઇસ્ફહાની (સંકલન : 1348 હી.)
(10) ‘મુન્તખબુલઅસર ફીલ ઇમામિસસાની અશર’ તાલીફ : લુત્ફુલ્લાહ સાફી ગુલપાયગાની.
(11) ‘અહકાકુલ હક’ ભાગ : 13 તાલીફ : કાઝી નુરૂલ્લાહ શૂસતરી આપ શહીદેસાલિસના નામે પ્રખ્યાત છે. આગ્રામાં આપ્નો મકબરો છે.
ઉપરની કિતાબોમાં મોટા ભાગની કિતાબોનો ફારસીમાં અનુવાદ થઇ ચુક્યો છે.
નીચે અમૂક એવી કિતાબોના નામ આપવામાં આવે છે જે ફારસીમાં લખાએલી છે અને જે ઘણી લાભપ્રદ તથા સરળ છે.
(1) ‘દાનિશમંદાને આમ્મહ વ મહદીએ – મવઉદ’ લેખક : અલી
(2) ‘નજમુસ સાકિબ’ હાજ્જ મીરઝા હૈન તબરસી નૂરી
(3) ‘નવેદે અમ્નો અમાન’ લુત્ફુલ્લાહ સાફી.
(4) ‘ક્યામો ઇન્કિલાબે મહદી’ મુરતુઝા મુતહહરી
ઉર્દૂભાષી સજ્જનોને માટે અમૂક ઉર્દૂ કિતાબોનાં નામો નીચે આપવામાં આવે છે.
(1) બહારે ઇન્કિલાબ (2) મહદિયુલ મુન્તઝર (3) મહદિએ મવઉદ (4) દૂર્રે મકસૂદ (5) ફલસફએ – ઇન્તેઝાર (6) દીદારે નૂર (7) શર્હે દુઆએ નુદબહ (8) ખત્મ હઇ અંધારી રાત (9) ઇન્કિલાબે ઇલાહી (10) સવાનેહ ઉમ્રીએ હઝરત ઇમામ મહદી (11) સિપહરે ઇમામત કા બારવાં બુર્જ (12) મુલાકાતે ઇમામ (13) ઇન્તઝાર (14) કયામ વ ઇન્કિલાબે મહદી (15) મહદવિયત ઔર આમ ફરેબી
ઉપરોક્ત કિતાબોમાં આખે આખી રીતે ઇમામે ઝમા (અ.સ.) ના અહેવાલ વર્ણવવામાં આવેલ છે એ ઉપરાંત અમૂક મહત્વની કિતાબો એવી પણ છે જેમાં મહદી (અ.સ.) બાબત બાબ કે પ્રકરણો આવેલા છે અને તે આ છે. :
(1) ચવદદ સિતારે (2) ઉસુલે દીન (3) વસીલતુન નજાત (4) ઝર્બતે હયદરી (5) મવાઅઝએ હસનહ (6) અકાઇદુશ શીઆ
અંગ્રેજીભાષી ભાઇઓને માટે પણ અમુક કિતાબોનાં નામો આવેલા છે અને તે આ પ્રમાણે છે :
(1) The Awaited Saviour
(2) The Twelfth Imam
(3) The promised Imam
(4) An Inquiry Concerning Al- Mahdi
(5) Mahdi, the Awaited Saviour
(6) Occultation of Imam Mahdi
(7) Roots of Religion.
(8) Al-Irshaad.
ગુજરાતી ભાષામાં ‘ઇમામ – ગાઇબ’ અને ‘દીદારે નૂર’ જેવી બેહતરીન કિતાબો મવજૂદ છે.
મુહતરમ વાંચક, કિતાબોની બાબતમાં જાણકારી ઉપલબ્ધ કરવાનો એ સિવાય કોઇ હેતુ નથી કે ઇમામે ઝમા (અ.સ.) પર લખવામાં આવેલ કિતાબો સર્વસામાન્ય બને અને આપણા જુવાનો નવજવાનો અને બુઝુર્ગો એ કિતાબો તરફ રજુ થાય બીજા શબ્દોમાં કહીએ તો ઇમામ (અ.સ.) ના અહેવાલથી આગાહ થાય અને તેમની મુહબ્બત તથા મઅરેફત અંતરના ઉંડાણમાં ઉતરી જાય નહિતર ક્યાંક એવું ન થાય કે ઇસ્લામના દુશ્મનો ઇમામે – ઝમાના (અ.સ.) ની બાબતમાં શંકા – કુશંકાઓ ઉત્પ્ન્ન કરીને આપણને ઇસ્લામી અકીદાઓથી ફેરવી નાખે અને આપણે હશરના દિવસે તમન્ના કરીએ કે કાશ આપણે મહદીએ-મવઉદની બાબતમાં માલુમાત મેળવી લીધી હોત તો કેવું સારું.
‘મન મા ત વ લમ યઅરિફ ઇમામ ઝમાનિહિ માત મિતતલ જાહિલિયયહ.’
(જે માણસ ઇમામે – ઝમાના (અ.સ.) ને ઓળખ્યા વગર આ દુનિયામાંથી ઉઠી જાય તે જાહેલીયત (કુફ્ર) નું મૌત મર્યો.)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *