Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૪

અઝાદારીનો સવાબ

Print Friendly

કાલ રસુલુલ્લાહે (...) ઈન્ન લે કત્લીલ હુસૈન (..) હરારતુન ફી કોલુબીલ મુઅમેનીન લન તબરોદ અબ દા.

એટલે કે રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે: બેશક હુસૈન (અ.સ.)ની શહાદત માએમેનીનના દિલમાં એક એવી જવાળા પૈદા કરશે જે કયારેય ઠંડી નહીં પડે. આહ! મઝલુમે કરબલાની યાદમાં અશ્રુ વહાવનારા અને ગમગીન થનારાઓ…

મોટા ભાગે એવું બનતું હોય છે કે જ્યારે કોઈ નેઅમત સહેલાઈથી મળી જાય ત્યારે તેની કદ્રો કિંમત થતી નથી. આવું થાય ત્યારે આપણે તે નેઅમતને બિલકુલ હલકી સમજીએ છીએ. એટલુંજ નહીં પણ તે નેઅમતના મહત્વને પણ ભૂલી જઈએ છીએ. અફસોસ એ વાતનો થાય છે કે આપણી યુવાન પેઢી અઝાદારીની અજોડ નેઅમતનું મુલ્ય સમજતી નથી. તેથી ઈમામવાડામાં મજલીસે અઝા થતી હોય ત્યારે નવયુવાનો બહાર ઉભા ઉભા ગામ ગપાટા મારતા જોવા મળે તો આશ્ર્ચર્ય પામતા નહીં. નવયુવાનોની આ બેદરકારીનું એક કારણ કદાચ એ પણ હોય કે તેમને વગર મહેનતે અઝાદારીની આ અજોડ નેઅમત મળી ગઈ છે. કારણ ગમે તે હોય પણ અય નવ જુવાનો! શું તમે જાણો છો કે અઝાદારીનો અજ્ર શું છે? આવો આપણે અઝાદારીનો સવાબ મઅસુમીન અલયહેમુસ્સલામના મુખેથી સાંભળીએ.

ઈમામે સજ્જાદ (..)નું ઈમામે હુસૈન (..) પર રૂદન

ઈમામે સાદિક (..) ફરમાવે છે: બકા અલીય્યુનબ્નુલ હુસૈને અલા અબીહે હુસૈનીબ્ને અલીય્યીન સલવાતુલ્લાહે અલયહોમા ઈશરીન સનતન અવ અરબઈન સનતન વમા વઝઅ બયન યદયહે તઆમન ઈલ્લા બકા અલલ હુસૈન (..) હત્તા કાલ લહુ મવ્લન લહુ જોઈલતો ફેદાક યબ્ન રસૂલીલ્લાહે ઈન્ની અખાફો અલયક અન તકૂન મેનલ હાલેકીન કાલ ઈન્નમા અશકુ બસ્સી વહુઝની એલલ્લાહે વઅઅલમો મેનલ્લાહે માલા તઅલમૂન ઈન્ની લમ અઝ કુર મસ્રઅ બની ફાતેમત ઈલ્લા ખનકતનીલ ઈબરતો લેઝાલેક.

(કામિલુઝ ઝિયારત, પા. ૧૦૭)

ઈમામે સજ્જાદ (અ.સ.) તેઓના વાલીદે બુઝુર્ગવાર ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વીસ વર્ષ બલ્કે ચાલીસ વર્ષ સુધી રૂદન વિલાપકરતા રહ્યાં. જ્યારે આપની સમક્ષ ભોજન રાખવામાં આવતું ત્યારે આપના રૂદનનું પ્રમાણ વધી જતું હતું. એટલે સુધી કે આપ(અ.સ.)ના એક ખાદીમે આપ(અ.સ.)ને કહ્યું: મારી જાન આપની ઉપર ફીદા થઈ જાય અય ફરઝંદે રસુલે ખુદા (સ.અ.વ.) કે મને ડર છે કે (રૂદનના કારણે) કયાંક આપજીવ ગુમાવી ન બેસો. આપ(સ.અ.વ.) એ ફરમાવ્યું: હું માત્ર ગમ અને સંતાપના કારણે ખુદા પાસે, ફરિયાદ કંરૂ છું અને અલ્લાહ તરફથી હું જે કાંઈ જાણું છું તે તમે નથી જાણતા. મને ફાતેમા (સ.અ.)ના ફરઝંદોના કત્લની યાદ નથી આવતી પણ એ કે મારી આંખોમાં આંસુ ભરાઈ આવે છે અને મારા શ્ર્વાસ ઘુંટાવા લાગે છે.’

આ હદીસમાં એક વાત તો એ દર્શાવાઈ છે કે અલ્લાહ અને રસુલ (સ.અ.વ.)નો કલમો પઢનારાઓએ (કરબલામાં) કેવા ભયંકર ઝુલ્મો સિતમ અને ત્રાસ ગુજારીયા હશે કે ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.) જેવા સાબિર (ધીરજવાન) અને મઅસુમ હસ્તી વીસ અથવા ચાલીસ વર્ષ સુધી વિલાપકરતી રહી. આ હદીસથી બીજી વાત એ પણ સાબિત થાય છે કે આપણા અઈમ્મહ (અ.મુ.સ.) પોતે પણ શહાદતે હુસૈન, શહાદતે સય્યદુશ્શોહદા (અરવાહના ફીદાહ) પર રૂદન ફરમાવતા હતા.

ઈમામે રઝા (..)ની તાકીદ

આઠમા ઈમામ (અ.સ.)ના મશ્હુરો મઅરૂફ સહાબી રય્યાન ઈબ્ને શબીબ આઠમા ઈમામ (અ.સ.)ની ખિદમતમાં તશરીફ લાવ્યા. ઈમામે ફરમાવ્યું:

યબ્ન શબીબ ઈન કુન્ત બાકેયન લેશયઈન ફયકે લીલ હુસૈન ઈબ્ને અલીય્યબ્ને અબી તાલીબ (..) ફઈન્નહુ ઝોબેહ કમા યુઝબહુલ કયશો વ કોતેલ મઅહ મિન અહલેબયતેહી સમાનેયતા અશરર જોલન મા લહુમ ફીલ અર્ઝે શબીહુન વલકદ બકતીસ સમવાતો વલ અરઝૂન લે કતલેહી

(બેહાલ અન્વાર, જી. ૧૦૧, પા. ૧૦૩)

‘અય ફરઝંદે શબીબ! તમારે કોઈ ઉપર રૂદન કરવું હોય તો હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) માટે ગીરીયા કરો. કેમકે તેઓને કોઈ ઘેટાને ઝબ્હ કરવામાં આવે તેવી રીતે કત્લ કરી નાખવામાં આવ્યા. એટલુંજ નહીં તેમની સાથો સાથ તેમના કુટુંબના જમીન પર જેની મીસાલ મળતી નથી, તેવા અઢાર નવ યુવાનોને શહીદ કરવામાં આવ્યા. અને તેમની શહાદત પર સાતેય આસમાન અને ઝમીને રૂદન કર્યું.’આ હુસૈન કોણ છે? માત્ર શીઆઓ અને મુસલમાનો જ નહીં પણ આખી કાએનાત હુસૈન (અ.સ.)થી મુગ્ધ અને મોહિત છે. હા, અઝાદારો! આવો, હવે એ જોઈએ કે આ સમગ્ર અઝાદારી, ગીરીયા રૂદન, માતમ ઝંજીર, વગેરેનો બારગાહે ઈલાહીમાં કેટલો સવાબ છે? અને અલ્લાહ તઆલા પાસે આની શું અહમીયત છે?

જન્નત વાજીબ છે

સૈયદ ઈબ્ને તાઉસ (અ.ર.) તેમની કિતાબ ‘લોહુફ’માં અઈમ્મએ મઅસુમીન (અ.સ.)થી નકલ કરે છે કે:

મન બકા વ અબકા ફીના મેઅતન ફલહુલ જન્નતો વ મન બકા વ અબકા ખમ્સીના ફલહુલ જન્નત વમન બકા વ અબ્કા સલાસીન ફલહુલ જન્નત વમન બકા ઈશરીન ફલહુલ જન્નત વમન બકા વ અબકા અશર ફલહુલ જન્નત વમન બકા વ અબકા વાહેદન ફલહુલ જન્નત વમન તબાકા ફલહુલ જન્નહ.

એટલે: જે કોઈ અમારા ગમમાં રડે અને એકસો વ્યકિતઓને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે, અથવા જે પોતે રડે અને પચાસ વ્યકિતઓને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે. અથવા જે પોતે રડે અને ત્રીસ વ્યકિતઓને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે, અથવા જે પોતે રડે અને વીસ વ્યકિતઓને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે, અથવા જે પોતે રડે અને દસ વ્યકિતઓને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે, અથવા જે પોતે રડે અને એક વ્યકિતને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે અથવા તો જે માત્ર બીજાઓને રડાવે તેની ઉપર જન્નત વાજીબ છે.

આપે જોયું કે એહલેબૈત અલયહેમુસ્સલામના ગમમાં ખાસ કરીને સૈયદુશ્શોહદા ઈમામ હુસૈન અલહિસ્સલામના ગમમાં રડવા અને બીજાને રડાવવાનો કેટલો અજ્રે અઝીમ છે. મોઅમીન માટે જન્નતથી વધારે ઉંચી બીજી કઈ ભેટ હોઈ શકે?

પરંતુ આનો અર્થ હરગીઝ એવો નથી થતો કે આપણને સૌને ગુનાહો કરવા માટે સ્વતંત્રતા આપી દેવામાં આવી છે! ના, એવું નથી. જો આપણા ગુનાહ અત્યંત વધારે હશે, તો તે ગુનાહોની સજા અવશ્ય મળશે. પરંતુ જહન્નમમાં આપણને અપાએલી સજા ભોગવ્યા પછી જન્નતની જામીનગીરી અને પરવાનો મળી જશે. પરંતુ જેના દિલમાં એહલેબૈત (અ.સ.)ની મોહબ્બત નહીં હોય તે જન્નતમાં દાખલ સુધ્ધાં થઈ શકશે નહીં.

રોઝે આશુરા વ્યવસાય બંધ રાખો

અલ્લામા મજલીસી તેમની કિતાબ બેહાલ અન્વારમાં, શેખે બુઝર્ગ સદુક (અ.ર.)ની બે વિખ્યાત કિતાબો ‘એલલુશ શરાએઅ’અને ‘અમાલી’માંથી નીચેની હદીસ નોંધે છે.

સાતમાં ઈમામ અલી બીન મુસા અરરેઝા (અ.સ.) એ ઈરશાદ ફરમાવ્યું:

મન તરક સઅય ફી હવાએજહુ યવ્મ આશુરા કઝલ્લાહો લહુ હવાએજદ દુન્યા વલ આખેરતે વમન કાન યવ્મ આશુરા યવ્મ મોસીબતેહી વહુઝનેહી વ બોકાએહી જઅલલ્લાહો અઝઝ વ જલ્લલ યવ્મલ કેયામતે યવ્મ ફરહેહી વસોરેહી વ કરરત બેના અયનોહુ વમન સમ્મા યવ્મ આશુરા યવ્મ બરકતીન વદદખર ફીહે લેમનઝેલેહી શયઅન લમ યોબારિક લહુ ફીમદ દખર વ હશર યવ્મલ કેયામતે મઅ યઝીદીન વ ઓબયદીલ્લાહે બિન ઝેયાદીન વ ઓમરીબ્ન સાઅદીન લઅનહુમલ્લાહ એલા અસફલે દરકીમ મેનન્નાર.

(બેહાર, જી. ૧૦૧, પા. ૧૦૨)

એટલે કે જે માણસ રોઝે આશુરા તેના દુન્યવી કામો કરવાથી દૂર રહે (એટલે કે દુનિયાના કામો છોડી દે) તો ખુદા એ મુતઆલ તેની દુનિયા અને આખેરતની હાજતો પૂરી કરશે. જે માણસ રોઝે આશુરાને પોતાના માટે ગીરીયા મુસીબત અને અઝાદારીનો દિવસ સમજશે તો ખુદા તઆલા કયામતના દિવસે ખુશી અને આનંદીત કરશે. અને તેની આંખો જન્નતમાં ચમકી ઉઠશે. અને જે માણસ રોઝે આશુરને બરકતનો દિવસ સમજીને ઘરમાં કોઈ વસ્તુ સંગ્રહ માટે લાવશે તો અલ્લાહ તઆલા તેના ઘરને બરકત રહિત કરી દેશે. અને કયામતના દિવસે તેનો હશ્ર યઝીદ, ઉબૈદુલ્લાહ બિન ઝીયાદ અને ઉમર બિન સાદ સાથે થશે. તે બધા પર ખુદાની લઅનત થશે અને જહન્નમના સૌથી નીચેના દરજ્જામાં તેમને સળગાવવામાં આવશે.

ઈમામે હુસૈન (..) પર રૂદન કરવાનો સવાબ

મોહમ્મદ બિન મુસ્લિમ ઈમામ બાકિર (અ.સ.)થી નકલ કરે છે કે અલી ઈબ્ને હુસૈન (અ.સ.) ફરમાવ્યું:

અયયોમા મુઅમેનીન દમઅત અયનાહુ લેકતલીલ હુસૈન ઈબ્ને અલી (..) દમઅતન હત્તા તસીલા અલા ખદદહી બવ્વાઅહુલ્લાહો બેમા ફીલ જન્નતે ગુરફન યસકોનોહા અહકાબન વઅયયોમા મોઅમેનિન દમઅત અયનાહુ હત્તા તસીલા અલા ખદ દેહી ફીનાલે અઝયન મસસના મીન અદુવ્વના ફીદ દુન્યા બવ્વાઅહુલ્લાહો બેહા ફીલ જન્નતે મોબવ્વ અ સીદ્દીકન વ અયયોમા મુઅમેનીન મસસહુ અઝયન ફીના ફદમઅત અયનાહુ હત્તા તસીલા અલા ખદદેહી મિન મઝાલતે મા ઉઝી ફીના સરફલ્લાહો અન વજહેહીલ અઝા વ આમનહુ યવ્મલ કેયામતે મિન સખતેહી વન્નાર.

જ્યારે કોઈ મોમીન ગમે હુસૈન (અ.સ.)માં એટલું રોવે કે તેની આંખોમાંથી આંસુ વહીને તેના ગાલ ઉપર આવી જાય તો ખુદા તેના માટે વર્ષોના વર્ષો સુધી જન્નતમાં એક ઓરડો અનામત રાખશે. જેથી તે મોમીન (ઈન્તેકાલ પછી) તેમાં રહે. અને જ્યારે કોઈ મોમીનની આંખોમાંથી મારા દુશ્મનો તરફથી મારી ઉપર પડેલ મુસીબતો ઉપર આંસુ વહીને તેના ગાલ ઉપર આવી જાય તો ખુદાવંદે મુતઆલ તેને જન્નતમાં યોગ્ય દરજ્જો આપશે.

જ્યારે કોઈ મોમીન અમારા માર્ગમાં મુસીબતો ઉપાડે છે અને તેની આંખોમાંથી અશ્રુ વહીને તેના ગાલ ઉપર આવે છે, તો ખુદાએ મુતઆલ તેના પરથી અઝીયત (તકલીફો) ઉઠાવી લે છે અને કયામતના દિવસે તેને પોતાના નારજગી અને અઝાબથી સુરક્ષિત રાખશે.

(કામિલુઝ ઝિયારાત, પા. ૧૫૫)

અબીલ મકફુફ કહે છે કે મેં ઈમામ સાદિક (અ.સ.)ને એક લાંબી હદીસમાં આ પ્રમાણે ફરમાવતા સાંભળ્યા:

વમન ઝોકેરલ હુસયનો (..) ઈન્દહુ ફખરજ મિન અયનેહી મેનદ દોમુએ મિકદાર જનાહે ઝોબાબીન કાન સવાબોહુ અલલ્લાહે અઝઝ વ જલ્લ વલમ યર્ઝ લહુ બેદુનીલ જન્નહ.

એટલેકે: જ્યારે કોઈ માણસ ઈમામે હુસૈન (અ.સ.) નો ઝીક્ર સાંભળે અને તેની આંખોમાં અશ્રુ આવી જાય ભલે તેનું પ્રમાણ માખીની પાંખ જેટલું કેમ ન હોય, તો તેના અજ્ર (બદલો) આપવાની જવાબદારી ખુદાવંદે આલમની પોતાની છે. અને તે (અલ્લાહ) આ અમલના બદલામાં જન્નત આપવા સિવાયના કોઈ બદલાથી રાજી નહીં થાય.

(કામીલુઝ ઝિયારત, પા. ૧૦૬)

રિવાયતોમાં મળે છે કે ઈમામે સાદિક (અ.સ.) પાસે જ્યારે ઈમામે હુસૈન (અ.સ.)નો ઉલ્લેખ થતો ત્યારે આપએટલું બધું રડતા હતાં કે સવારથી સાંજ પડી જતી છતાં આપને તેનો એહસાસ પણ થતો ન હતો. આ આંસુ, આંસુ નથી પણ શફાઅતનું એક માધ્યમ છે.

મીસમાઅ અબ્દુલ મલિક કરદૈન બસરી કહે છે કે ઈમામે સાદિક (અ.સ.) મને ફરમાવ્યું! અય મીસમા તમે ઈરાકના રહીશ છો. શું તમે કબ્રે હુસૈન પર નથી જતા? મેં કહ્યું: ના, હું બસરામાં ખુબ વિખ્યાત છું, અમારી સાથે કેટલાક લોકો એવા છે, જે ખલીફાઓની ખ્વાહીશાતની પૈરવી કરે છે. અને નાસબી કબીલાઓમાં અમારા ઘણા દુશ્મન છે. મને એ વાતનો ભય છે કે કયાંક તેઓ મારા વિશેની બાતમી સુલૈમાનના ફરઝંદોને પહોંચાડી ન દે. જો તેમ થાય તો હું મુશ્કેલીમાં મુકાઈ જાઉં.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: શું તું હુસૈન (અ.સ.)ના મસાએબનો ઝીક્ર કરે છે? મેં કહ્યું: હા. આપ(અ.સ.) એ ફરમાવ્યું: શું તું ગીરીયા કરો છો? મે કહ્યું: હા, હું એટલું રૂદન કંરૂ છું કે મારા કુટુંબીજનો એ દનની અસર સ્પષ્ટ રીતે મારી ઉપર થતી જુવે છે. જ્યાં સુધી મારા મુખ પર રૂદનના ચિન્હો જાહેર ન થાય ત્યાં સુધી હું જમતો નથી. આપ(અ.સ.) એ ફરમાવ્યું: ખુદા (તારા રૂદનના બદલામાં) તારી ઉપર રહેમતની વર્ષા કરે. જાણી લે કે તું એ છો જેની ગણત્રી અમારા ગીરીયા કરનારાઓમાં થાય છે. તમે એ લોકોમાંથી છો જે અમારા ગમમાં ગમગીન, અમારા ભયમાં ભયભીત અને અમારી સલામતી વખતે શાંતિથી રહે છે. જાણી લો કે તમારી મૌત વખતે અમારા તાહેરીન દાદા મલેકુલ મૌતને તમારા માટે ભલામણ કરશે અને તેથી મલેકુલ મૌત તમારી સાથે એક પ્રેમાળ માતા પોતાના પુત્ર સાથે જેવો વ્યવહાર કરે તેવો વ્યવહાર કરશે. તેનાથી વધારે સારી ખુશખબર અને બશારત તમારા માટે બીજી કઈ હોઈ શકે?

રાવી કહે છે કે: આટલું કહીને ઈમામ રડવા લાગ્યા અને હું પણ રડવા લાગ્યો.

ત્યાર પછી ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: તમામ તારીફ એ પરવરદિગાર માટે છે જેણે અમોને તેની મખ્લુકાત પર પોતાની રહેમતથી ફઝીલત આપી અને તેની રહેમતથીજ (અમો) એહલેબૈત (અ.મુ.સ.)ને ખાસ વિશેષતાઓ આપી. અય મીસમા, જ્યારથી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબને શહીદ કરવામાં આવ્યા, ત્યારથીજ આ જમીન અને આસમાન તેની રહેમતના કારણે અમારી ઉપર દન કરે છે. અલબત્તા, આમાં ફરિશ્તાઓના રૂદનનું પ્રમાણ વધારે છે. અને જ્યારથી અમોને કત્લ કરવા માટે લોકોએ કમર કસી છે, ત્યારથી તેમનું રૂદન બંધ થયું નથી. જે માણસ અમારી ઉપર પડેલ મુસીબતો (મસાએબ) પર રૂદન કરે છે. તેની આંખમાંથી અશ્રુધારા વહે તે પહેલા ખુદાવંદે મુતઆલ તેને પોતાની રહમતમાં શામીલ કરી દે છે. તેમની આંખમાંથી નીકળેલ અશ્રુનું એક બિંદુ જો જહન્નમની ભડકતી આગ ઉપર પડી જાય તો તે આગની ગરમીની બધીજ અસર ચાલી જાય. જે માણસનું દિલ અમારા ગમમાં દર્દ મેહસુસ કરશે તે આ દુનિયાથી રૂખ્સત થશે ત્યારે તેને અમારી ઝિયારતની અણમોલ તક પ્રાપ્ત થશે અને તે ખુશ (આનંદીત) થઈ જશે. તેનો આ આનંદ (પ્રફુલ્લતા) એ હૌઝે કવસર પર અમારી મુલાકાત કરે તે સમય સુધી બાકી રહેશે. બેશક અમારા મોહિબ હૌઝે કૌસર પર આવશે તો હૌઝે કૌસર પણ ખુશ થશે. અને તેના લઝઝતદાર ખાણાં પીણાથી તે મોહિબને તૃપ્ત કરશે અને મોહિબ એટલો બધો પુલકિત બની જશે કે ત્યાંથી હટવાનું નામ નહીં લે. અય મીસ્મઅ. જો કોઈ હૌઝે કૌસરમાંથી એક ટીપું પણ પાણી પી લેશે તો તેને કયારેય તરસ નહીં લાગે. તેને કયારેય પાણી પીવાની જરૂર જ નહીં પડે. તે હૌઝે કૌસરના પાણીમાં કપુરની ઠંડક, કસ્તુરીની ખુશ્બુ, ઝીંજીલ (જન્નતની એક નહેર)ની લઝઝત, મધથી વધારે મીઠાશ, માખણથી વધારે ચીકાસ, આંસુઓથી વધારે સ્વચ્છ અને અંબરથી વધારે સુગંધ હશે. આ હૌઝમાંથી તસ્નીમ (જન્નતની એક નહેર) નીકળીને જન્નતની બીજી નહેરોમાં વ્હેતાં મોતીઓ અને યાકુત પર પુરો થાય છે. આમાં આસમાનના તમામ સિતારાઓ કરતા વધારે ચમક છે. અને તેની ખુશ્બુ હજારો વર્ષોના અંતરે આવે છે. તેના વાસણ, સોના ચાંદી અને બીજા જવેરાતના બનેલા છે. જે આ હોઝમાંથી પાણી પીશે તેનું મુખ ખુશ્બુથી ભરાઈ જશે. અને ત્યાં પહોંચનારો ઈચ્છશે કે: કાશ, મને બીજે કયાંય લઈ ન જતા અહીં જ રહેવા દેવાય તો કેટલું સાંરૂ! અય ફરઝંદે કરદૈન, જાણી લો કે તમે એ લોકોમાંના છો, જે આ હોઝમાંથી તૃપ્ય થશે. એવી એક પણ આંખ નહીં હોય જે અમારા ઉપર રૂદન કરે અને આબે કૌસરથી તૃપ્ય ન થાય. અને અમને દોસ્ત રાખનારા પણ આબે કૌસરથી તૃપ્ય થશે. યકીનન, જેના દિલમાં અમારા માટે જરા જેટલી પણ મોહબ્બત હશે તે આ હૌઝે કૌસરના સ્વાદીષ્ટ અને લીઝઝતદાર પીણાથી તૃપ્ય થશે. અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામ કૌસરના હોઝ પર હાજર હશે. આપ(અ.સ.)ના પવિત્ર હાથોમાં એક કાંટાદાર ઝાડ (મુસન્જહ)ની બનેલી લાકડી હશે. જેનાથી તેઓ અમારા દુશ્મનો પર પ્રહાર કરશે. તે લોકો (દુશ્મનો)માંથી એક માણસ કહેશે: અમે શહાદત (સાક્ષી)ના બંને કલમા પડયા છીએ. આપ(અ.સ.) જવાબ આપશે કે: જાવ, અને તમારા ફલાણા ઈમામ પાસે જઈને શફાઅત મેળવો. તે કહેશે કે: આપજે ઈમામનું નામ કહો છો તે તો મારી પાસેથી મુકિત મેળવવા માટે આજીજી કરીને મારી પાસે કરગરતા હતા. અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામ જવાબ આપશે જાવ, જેને તમે શ્રેષ્ઠ સમજતા હો તેવા લોકો પાસે શફાઅતની માંગણી કરો. કેમકે જે શફાઅત કરી શકે તે જ શ્રેષ્ઠ માણસ ગણાય છે. ત્યારે તે માણસ કહેશે કે: અય મવલા, હું તૃષાથી મરી જઈશ. ત્યારે આપ(અ.સ.) કહેશે: ખુદા તારી પ્યાસ અને તૃષામાં વૃધ્ધિ કરે.

રાવી કહે છે કે: મે ઈમામ (અ.સ.)ને કહ્યું: આપ પર મારી જાન કુરબાન થાય, જ્યારે બીજા લોકો હૌઝે કૌસરથી (આટલા બધા) દૂર રહેશે, તો પછી હું હૌઝે કૌસરની નજદીક કઈ રીતે થઈ શકીશ.

આપ(ઈમામે સાદિક) અલયહીસ્સલામે ફરમાવ્યું: ખરાબ કાર્યોથી દૂર રહો અને જ્યારે અમારો ઝીક્ર થાય ત્યારે ખરાબ શબ્દો ન ઉચ્ચારો અને બીજા ગુમરાહ લોકો કરે છે તેવા કામોથી બચો (એટલે કે ગુનાહોથી દૂર રહો) અને તેમના તકવા (જે હૌઝે કૌસરથી દૂર રહેશે) અમારી મોહબ્બત અને અમારી વિલાયતને કારણે ન હતો પણ તેમની ઈબાદતમાં નવી નવી શોધના વધારાના કારણે હતો. તેઓ લોકોના ઐબ શોધવાનું છોડતા નહીં. તેઓના દિલ નીફાક (દંભ)નો રસ્તો અપનાવતા હતા. તેઓનો દીન નાસ્બીઓનો દીન હતો. તેઓએ અમો એહલેબૈતના દુશ્મનોની પૈરવી કરી હતી. તેઓ ખોલફા એ બાતિલના અકીદતમંદ હતા. અને તે બંનેને (પહેલા અને બીજાને) બીજા લોકો પર અગ્રતા આપી હતી.

અય અઝાદારને અબુ અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.) આપે જોયું? જો આપણે ઈચ્છતા હોઈએ કે હૌઝે કૌસર અઈમ્મએ તાહેરીન (અ.સ.) સાથે મુલાકાતનો શરફ મળે તો આપણે ગમે હુસૈન (અ.સ.)માં ગીરીયા રૂદનની સાથો સાથ તકવા અને પરહેઝગારી ઈખત્યાર કરવી જોઈએ. એટલે કે ખરાબ કામોથી દૂર રહેવું જોઈએ. ખુદાના ખાસ્તા આપણાથી ગુનાહ થઈ જાય તો આપણે ખુદાની રહમતથી નિરાશ, નાઉમ્મીદ પણ થવું ન જોઈએ. કારણકે રિવાયતોમાં મળે છે કે જે ગમે હુસૈન (અ.સ.)માં રહે છે તેના માટે ખુદાવંદે આઅલમની બક્ષિસ હોય છે. કેમકે જ્યારે અંબિયા અને અઈમ્મા (અ.સ.) આપણા માટે મગફેરતની દોઆ કરે તો ખુદાવંદે તઆલાની રહેમતથી દૂર રહી નિરાશ થવું તે પાયા વગરનું ગણાશે. જે વિશે ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

મન ઝોકેરના ઈન્દહુ ફફાઝત અયનાહો વલવ મિસ્લો જનાહે બઉઝતીન ગોફેરલહુ ઝોનૂબોહુ વલવ કાનત મિસ્લો ઝોયદીલ બહર.

જે માણસની પાસે અમારો ઉલ્લેખ કરવામાં આવે અને તેની આંખોમાંથી મચ્છરની પાંખ જેટલા (પણ) આંસુ નીકળી આવે તો તેના તમામ ગુનાહ ભલે તેની સંખ્યા દરિયાના ફીણ જેટલી હશે તો પણ માફ કરી દેવામાં આવશે.

આ વિષય ગીરીયા અને બુકાનો છે. તેથી આવો હવે એ જોઈએ કે આ વિષયમાં આપણા ઈમામે વકત (અ.સ.) શું ફરમાવે છે. શૈખ બઝોફરીનું બયાન છે કે ઈમામે દોઆ-એ-નુદબહમાં ઈરશાદ ફરમાવ્યું:

ફલ યબ્કીલ બાકૂન વ ઈય્યાહુમ ફલ યન દોબીન્ના દે બૂન વલે મીસ્લે હુમ ફલા તઝરેફીદ દો મૂઅ વલ યસ્રો ખીસ્સારે ખૂન વ યઝીજ જઝઝાજ જૂન વય ઈજ્જલ આજ્જુન અયનલ હસનો અય્નલ હુસૈનો અયન અબ્નાઉલ હુસૈન?

(એટલેકે) રડનારાઓ તેમના મસાએબ પર રડે અને ફરિયાદ કરે કારણ કે આ એવી હસ્તીઓ છે જેમના પર રડવું અને ફરિયાદ કરવી જરૂરી છે. (માટે મોહીબ્બાને એહલેબૈત) ફરિયાદ અને પોકાર કરે કે ઈમામ હસન (અ.સ.) કયાં છે? ઈમામ હુસૈન (અ.સ.) કયાં છે? અને ઈમામ હુસૈન (અ.સ.)ના ફરઝંદો કયાં છે?

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.