બરાઅત અને ઇમામ સજ્જાદ(અ.સ.)ની ઇમામતનો ઝમાનો

Print Friendly, PDF & Email

બરાઅત અવા તબર્રા મૂળ અક્ષરો બ-ર-અ માંથી બને છે. ડીક્ષનરી મુજબ તેનો અર્થ છે ઇન્સાનનુ તે ચીજથી દૂરી અથવા અણગમો કરવો જેને તે પસંદ નથી કરતો.

(અલ મુફરદાત, રાગીબ ઇસ્ફહાની, પાના: 121, અલ અય્ન, ખલીલ ઇબ્ને એહમદ ફરાહેદી, ભાગ: 8, પાના: 289, અસ્સહાહ ફીલ લોગત, ઇસ્માઇલ ઇબ્ને જવહરી, ભાગ: 1, પાના: 36, લેસાનુલ અરબ, મોહમ્મદ ઇબ્ને મુકર્રમ ઇબ્ને મન્ઝુર, ભાગ: 1, પાના: 32)

સુરે તૌબામાં મુશરીકોથી બરાઅત અને સુરે યુનુસમાં અમુક કાર્યોથી બરાઅત તેા શ્રેષ્ઠ ઉદાહરણો છે. (સુરએ તૌબા, આયત: 1 થી 3) (સુરએ યુનુસ, આયત: 41)

અમુક તફસીરકારો મુજબ મુશરીકોથી તબર્રા એટલે કે દરેક પ્રકારો સબંધ અને મોહબ્બતના ઇઝહારને તોડી નાખવુ.

(અતીબુલ બયાન, અબ્દુલ હુસૈન તયબ, ભાગ: 6, પાના: 172, તફસીરૂલ કુર્આનુલ અઝીમ, ઇસ્માઇલ બીન કસીર, ભાગ: 4, પાના: 90)

તૌહીદના અકીદાનો તકાઝો છે કે તૌહીદ સિવાયની વિચારધારાથી દુરી અને બરાઅત. નબુવ્વતની પૂર્ણતાના અકીદાનો તકાઝો છે કે તે લોકોથી દુરીનુ એલાન કે જેઓ નબુવ્વતનો ખોટો દાવો કરે છે. ઇમામત અને વિલાયતના અકીદાનો તકાઝો તે લોકોથી દુરી અને બરાઅતનો છે, જે ખુદા તરફથી આ મહાન હોદ્દા ઉપર નિયુક્ત કરવામાં નથી આવ્યા. કારણ કે શીઆઓ દલીલોની બુનિયાદ પર હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ને રસુલે ખુદા(સ.)ના બીલા ફસ્લ જાનશીન સ્વિકારે છે. તેનો ફીતરી તકાઝો તે લોકોથી દુરી છે, જેઓએ આ ઇલાહી ખિલાફતે સ્થાપિત થવા ન દીધી. આ એક ફીતરી અને દીની ઇખ્તેલાફ છે. કારણ કે તેનો સીધેસીધો સબંધ ઇમામતના મસઅલા સાથે છે જે પૈગમ્બરે ઇસ્લામ(સ.)ની વફાત બાદ મુસલમાનો દરમીયાન સૌથી મોટો મસઅલો હતો.

(મકાલાતુલ ઇસ્લામીયી અબુલ હસન અલી ઇબ્ને ઇસ્માઇલ અશ્અરી, પાના: 21, અલ મેલલ વન્ નેહલ, મોહમ્મદ અબ્દુલ કરીમ શહરસ્તાની, ભાગ: 1, પાના: 24)

ઇતિહાસની કિતાબોમાં આવા ઘણા બનાવો મળે છે. જ્યારે હઝરત અલી(અ.સ.)એ પોતાના ગસ્બ થયેલા હકની ફરિયાદી અને ખુદાની બારગાહમાં કુરૈશના ઝુલ્મનુ વર્ણન કર્યુ છે. આ મુજબના બનાવો આશુરાના બનાવ પહેલા ખુબ જ સહેલાઇથી હદીસો અને ઇતિહાસની કિતાબોમાંથી મેળવી શકાય છે. ઉદાહરણ માટે રજુ થાવ નેહજુલ બલાગાહ ખુત્બો: 3 (ખુત્બે શીકશીકયા), એલલુશ્શરાયે શૈખ મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્નીલ હુસૈન અસ્સદુક, ભાગ: 1, પાના: 147, ખુત્બે હઝરત ઝહરા(સ.અ.)ની તરફ, બલાગાતુન્નેસા કિતાબ અલ એહતેજાજ, એહમદ ઇબ્ને અલી અત્તબરસી, ભાગ:2, પાના: 287, શરહે નેહજુલ બલાગાહ, ઇબ્ને અબીલ હદીદ અલ મોઅતઝલી, ભાગ: 3, પાના: 115, તારીખુલ ઓમમ વલ મલુક જે તારીખે તબરીના નામી પ્રખ્યાત છે મોહમ્મદ ઇબ્ને જુરૈર અત્તબરી, ભાગ: 2, પાના: 443, કરબુલ અસ્નાદ, અબ્દુલ્લાહ ઇબ્ને જાફર અલ હુમૈરી, પાના: 60, અલ હીદાયતુલ કુબરા, હુસૈ ઇબ્ને હમદા ખુસૈબી, પાના: 45). આ જણાવેલ ઇખ્તેલાફ અને મુખાલેફીનની કિન્નાખોરીની કેટલીક તફસીર જોવા મળે છે, કેમ કે હક્ક તલાશ કરનારાનું ધ્યાન આ તરફ ખેંચવાનો ઇરાદો છે.

આશુરાના બનાવ પછી અને ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)ની ઇમામતની શરૂઆત પછી બરાઅતનો સિલસિલો આં હઝરત(અ.સ.) અને આપના અસ્હાબોની સિરતમાં ચાલુ રહ્યો. પરંતુ તે સમય અને પેહલો સમય (એટલે કે આશુરા પેહલાનો સમય)માં એક મહત્વો ફર્ક એ છે કે પેહલા સમયમાં બરાઅત અથવા અકીદત અને સામાજીક મેદાન ઝાલીમ સમાજમાં વ્યક્તિગત જોઇ શકાતી હતી, નહીં કે સામૂહીક શક્લ અને સુરતમાં, બીજા શબ્દોમાં આ રિવાજ મુસલમાનો દરમીયાન ત્યાં સુધી કે સામાન્ય શીયાઓ દરમીયાન પણ સંપૂર્ણ રીતે રિવાજ ન હતો. અમીરૂલ મોઅમેનીન(અ.સ.) અને હઝરત સીદ્દીકએ તાહેરા(સ.અ.)ની તમામ કોશિશો છતા લોકોએ એહલેબૈતે ઇતરત (અ.મુ.સ.)નો દામન છોડી દીધો. પરિણામે મદદગારોની ઓછી સંખ્યાના લીધે અને રસુલે ખુદા(સ.)ની વસીય્યત પર અમલ કરતા અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ખામોશી અને સબ્રને દરેક કામ પર અગ્રતા આપી. (નેહજુલ બલાગાહ, ખુત્બો: 3 અને 217. આ સિવાય આ વિષય પર ઘણા દસ્તાવેજો મૌજુદ છે. વધારે જાણકારી માટે રજુ થાવ કિતાબ પૈમાન વ પાએદારી, ડોકટર અબ્દુલ અલી મવહેદી. પેહલા અને બીજાની હુકુમત પછી અમીરૂલ મોઅમેનીન(અ.સ.) અને તેમા બન્ને ફરઝંદોની કોશિશ એ રહી કે સમાજની હાલતને વધારે ખરાબીથી રોકે અને બની ઉમય્યા જે હવે શક્તિશાળી થઇ ચુક્યા હતા અને જેની ઇસ્લામ સાથે દુશ્મની (ખાસ કરીને અબુ સુફયાન અને તેમની ઔલાદ) દરેક અક્કલમંદ અને સમજદાર માટે જાહેર હતી, તેમના મન્સુબાઓ સફળ થવાથી રોકે.

(હયાતે ફીકરી અને સીયાસી ઇમામો શીયા, રસુલે જાફરીયા, પાના: 62-66 અને 92)

આશુરાના બનાવ પછી અને બીજા સમયમાં અમુક એવા બનાવો બન્યા જેની અગાઉના સમયમાં કલ્પના પણ ન કરી શકીએ અને પરિણામે હકના ગાસીબો અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની વિરૂધ્ધ બરાઅત ઇઝહારે છુપી અને ખામોશીની ચાર દિવાલોમાંથી કાઢીને જાહેરમાં લાવ્યા. આશુરા પછી આ બનાવો એ પોતાનો પડછાયો જાહેરી રીતે મુસ્લીમ સમાજમાં અને ખાસ રીતે શીઆ સમાજ (અને તેમાં પણ અમુક ખાસ જગ્યાઓમાં જેમ કે કુફા) પર એક ખાસ અસર નાખી. હવે શીઆના પ્રસંગોમાં જાહેરી રીતે બરાઅત સિલસિલો શરૂ થયો.

વિષયે આગળ વધારતા પેહલા એક વાત જણાવવી ખુબ જ જરૂરી છે અને તે આ કે આ વિષય વિશાળ અને ફેલાયેલો છે જેના માટે એક સંપૂર્ણ કિતાબ, તે પણ કેટલાક ભાગોમાં જરૂરી છે. મેગેઝીનમાં ટુકી જગ્યાના લીધે શક્ય નથી તેથી આપણે અહી ફક્ત ટુંકમાં રજુ કરીને સંતોષ માનીશુ. જે લોકો વધુ જાણકારી મેળવવા માંગે છે તેઓ અગાઉ વર્ણવેલી કિતાબો અને હવાલાઓ તરફ રજુ થાય.

આપણે આ વિષયની ચાર ભાગમાં વહેંચણી કરીશુ:

  1. બરાઅતના પ્રોત્સાહનમાં આશુરાના બનાવનો કીરદાર
  2. કુફા અને બરાઅતનો મસઅલો આશુરાના બનાવ પછી
  3. એહલેબૈત(અ.મુ.સ.)ના હકનુ ગસ્બ થવુ એ બરાઅતનું મહત્વનું પરિબળ
  4. ઇમામ સજ્જાદ(અ.સ.) અને બરાઅતનો મસઅલો
  5. બરાઅતના પ્રોત્સાહનમાં આશુરાના બનાવનો કીરદાર

ઇસ્લામના ઇતિહાસમાં કરબલાનો બનાવ સૌથી લાગણીશીલ અને સૌથી અગત્યનો મુદ્દો રહ્યો છે. એહલેબૈત(અ.મુ.સ.) અને તેમા શીઆઓનો મુકાબલો તેમના દુશ્મનો અને વિરોધીઓની સાથે કરવામાં. આ મુકાબલામાં એહલેબૈત(અ.મુ.સ.) અને તેમના શીઆઓનો તરીકો વિરોધીઓ અને હાકીમોના તરીકાથી બિલકુલ અલગ હતો. અમુક માહીર ઇતિહાસકારોના અભિપ્રાય તો આ છે કે શીઆઓની ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પછી જ આ ઓળખ જોવા મળે છે.

(અલ સેલાહ બય્લ તસવ્વુફ વલ તશય્યો, કામીલ મુસ્તફા શયબી, ભાગ: 1, પાના: 27, તશય્યો દારે મસીર તારીખ, સૈયદ હુસૈ મોહમ્મદ જાફરી, પાના: 250)

તે સમયમાં શીયાઓનો બુનિયાદી અકીદો હતો કે એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.) સિવાય કોઇ પણ હુકુમત અને ખિલાફતના હકદાર ન હતા અને ન છે. એહલેબૈત(અ.મુ.સ.) અને તેમા શીઆઓ માટે આ વાત પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ હતી કે બની ઉમય્યાની બળજબરીનો સિલસિલો પેહલી ખિલાફતથી જ શરૂ થઇ ગયો હતો.

(તારીખે ખોલફા, રસુલ જાફરીયા, પાના: 81)

બીજા ખલીફાએ મુઆવીયા ઇબ્ને અબી સુફયાનને કસરાએ અરબનો લકબ આપ્યો (અલ અકદુલ ફરીદ ઇબ્ને અબ્દુર રબ્બહ, ભાગ: 3, પાના: 365) અને તેને પુરા શામ ઉપર સત્તા આપી. (તારીખે ખલીફા ઇબ્ને ખયાત, ભાગ: 1, પાના: 157) અને તેની કામગીરી પર ક્યારેય વિરોધ ન કર્યો. (તારીખુલ ઓમમ વલ મલુક, મોહમ્મદ ઇબ્ને જુરૈર અલ તબરી, ભાગ: 6, પાના: 184) ખુદ મોઆવીયાએ આ વાતો સ્વિકાર કર્યો છે:

ખુદાની કસમ! મેં જે કાઇ સત્તા અને હુકુમત મેળવી છે તે ફક્ત ઉમરની મારી નઝદીકીના લીધે છે.

(મુખ્તસર તારીખે દમીશ્ક, મોહમ્મદ ઇબ્ને મુકર્રમ ઇબ્ને મન્ઝુર, ભાગ: 9, પાના: 161)

મોઆવીયાની હુકુમત પછી ઇસ્લામી સમાજની ખિલાફત અને હુકુમત વારસાગત થઇ ગઇ અને બની ઉમય્યાના કુટુંબી એક પછી બીજા હુકુમતી લગામે પોતાના હાથોમાં લેતા રહ્યા. લોકોની સ્પષ્ટ નારાઝગી છતા મોઆવીયાએ યઝીદને લોકો પર બળજબરી અને અણગમા સાથે સત્તા આપી.

(અલ ઇમામા વસ સીયાસહ, ઇબ્ને કુતૈબા દયુરી, ભાગ: 1, પાના: 182 અને 192)

આશુરાના બનાવથી બની ઉમય્યાને રૂસ્વાઇ અને ઝિલ્લતનો સામનો કરવો પડ્યો, તેઓએ આ નાકાબિલે તવજ્જોહ બનાવને તવજ્જોહ આપવાની કોશીશ કરી કે જેથી તેમની હુકૂમત જે આ બનાવના કારણે ખૂબજ કમઝોર થઇ રહી હતી, તેને મજબુત કરી દે. આ જ કારણે યઝીદ મલઉને પોતાના દરબારમાં ઇમામ સજ્જાદ(અ.સ.)ને આ રીતે સંબોધન કર્યુ, “ખુદાનો શુક્ર છે, કે જેણે તમોને કત્લ કર્યા’’

(કિતાબુલ એહતેજાજ, અહમદ ઇબ્ને અલી તબરસી, ભાગ-2, પાના:310)

બીજા શબ્દોમાં પોતાના આ ખોટા કાર્યોને ખુદાની તરફ મનસુબ કરી દીધા, જે જબ્રનો અકીદો છે. આ જ પ્રકારની નિસ્બત મોઆવીયા અને બીજા ખલીફાની વાતોમાં જોવા મળે છે.

(તારીખે ખોલફાએ રસુલ, જઅફરીયાન, પાના: 413 બીજા ખલીફાથી આ કૌલને વર્ણવે છે, કે “પયગંબર(સ.અ.વ.)ની ઇચ્છાની વિરૂધ્ધ ખુદા નહોતો ચાહતો કે અલી(અ.સ.) ખિલાફત પર આવે,”

( શરહે નહજુલ બલાગાહ, ઇબ્ને અબિલ હદીદ અલ મોઅતઝલી, ભાગ:12, પાના:78)

ઇમામ હુસૈન(અ.સ.)ના બયઅતના ઇન્કારનું પરિણામ એ આવ્યું કે શીઆઓએ તે વાતનો જાહેરમાં ઇઝહાર કર્યો કે હુકૂમત ફક્ત અને ફક્ત અહલેબૈત (અ.મુ.સ.)નો હક છે. ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબોએ મૈદાને કરબલામાં રજઝ પડતા એલાન કર્યુ, કે તેઓ દીને અલી(અ.સ.) ઉપર છે. દા.ત. હજ્જાજ બિન મસ્ રૂક જ્યારે લડાઇ માટે નીકળ્યા તો આ રીતે રજઝ પડ્યા:

અકદમો હુસૈનન્ હાદેયન્ મહદીય્યન્

ફલ્ યવ્મ તલ્કા જદ્દકન્ નબીય્યા

સુમ્મ અબાક ઝન્ નદય અલીય્યન્

ઝાકલ્લઝી નઅ્રેફોહૂ વસીય્યન્

હું રજુ થાવ છું, હુસૈન(અ.સ.)ને જેઓ હાદી અને મહદી છે આજના દિવસે આપ પોતાના જદ્દ નબી (સ.અ.વ.)થી મુલાકાત કરશે. પછી આપના વાલિદ અલી(અ.સ.) જે સાહેબે અઝ્મત છે અને આ જ અલી(અ.સ.)ને અમે (રસૂલના) વસી માનીએ છીએ.

(અલ ફુતૂહ, મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને અઅ્સમ, ભાગ:5, પાના: 199)

હિલાલ ઇબ્ને નાફેઅએ રજઝ પડતા આ રીતે કહ્યું:

અનલ્ ગુલામુલ્ યમનીય્યુલ્ બજલી

દીની અલા દીને હુસૈનિન્ વ અલીય્યીન્

હું યમની અને બજલી જવાન છું,

મારો દીન હુસૈન(અ.સ.) અને અલી(અ.સ.)નો દીન છે.

(અલ મફતૂહ, મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને અઅ્સમ, ભાગ:5, પાના: 201)

ઇમામ હુસૈન(અ.સ.)ના જાંબાઝોનો મુકાબલો યઝીદી લશ્કરથી હકીકતમાં બે સમૂહો વચ્ચેનો મુકાબલો હતો: એક તે સમૂહ જે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની ખિલાફત અને ઇમામતને શરઇ અને હકીકી જાણતો હતો અને બીજો તે સમૂહ કે જે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નો દુશ્મન હતો, અને એવું ગુમાન કરતો હતો કે કોઇને પણ ખિલાફત અને હુકૂમત મળી જાય તે હક ઉપર છે.

ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબનું સુત્ર આ હતું, અનલ્ જમલીય્યો અના અલા દીને અલીય્યીન્ (હું જંગે જમલવાળો છું અને હું અલી(અ.સ.)ના દીન ઉપર છું) તેના વિરૂધ્ધ યઝીદી લશ્કરનું સુત્ર આ હતુ: અના અલા દીને ઉસ્માન (હું ઉસ્માનના દીન ઉપર છું)

(તારીખુલ ઓમમ વલ મોલૂક, મોહમ્મદ ઇબ્ને જરીર તબરી, ભાગ:4, પાના:331, 336)

ત્યાં સુધી કે ખ્વારઝમી કે જે એહલે તસન્નુનના પ્રખ્યાત આલિમ છે, તે પોતાની કિતાબમાં આ રિવાયતને વર્ણવે છે, કે જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) એ પોતાની દાઢી મુબારકને પોતાના ખુનથી ભીની કરી દીધી અને ફરમાવ્યું: હાકઝા અકૂન હત્તા અલ્ક જદ્દી રસૂલલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ અના મખ્ઝૂબુન્ બે દમી વ અકૂલો: યા રસુલુલ્લાહે, કતલની ફુલાનુન્ વ ફુલાનુન્

હું આ હાલતમાં મારા જદ્દ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી મુલાકાત કરીશ, જ્યારે કે મારી દાઢી મારા ખુનથી રંગાએલી છે, હું કહીશ: યા રસુલુલ્લાહ! મને ફલાણા ફલાણાએ કત્લ કર્યો.

(મકતલુલ હુસૈન, મોવફ્ફીક ઇબ્ને અહમદ ખ્વારઝમી, ભાગ:2, પાના: 34)

તેમાં કોઇ શક નથી કે ઇમામ હુસૈન(અ.સ.)નો આ કૌલ તે વાત તરફ સ્પષ્ટતાપૂર્વક દલાલત કરે છે, કે કરબલાના બનાવના મૂળ સકીફામાં છે. સકીફાના કારણે જ ઉમ્મતે ઇસ્લામીય્યા ખુદાના હકીકી રસ્તાથી એટલે કે ઇમામત અને ખિલાફતે હક એટલે કે મઝહબે અહલેબૈત(અ.મુ.સ.)થી વંચિત થઇ ગયા. આ વિષયની ઘણી બધી રિવાયતો મઝહબે ઇમામીયામાં જોવા મળે છે, દા.ત. કિતાબ અલ એહતેજાજ, અહમદ ઇબ્ને અલી તબરસી, ભાગ:2, પાના: 285. અમે આ પણ કહી શકીએ છીએ કે આશુરાના બનાવમાં અહલે સકીફાની વિરૂધ્ધ બરાઅતનો એક મહત્વનો પહેલુ મવજુદ છે. જેણે ભવિષ્યમાં ઇસ્લામી સમાજમાં બાતિલની વિરૂધ્ધ ખાસ કરીને અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના હકને ગસબ કરવાવાળાની વિરૂધ્ધ પુર્વભૂમિકા તૈયાર કરી છે. અમૂક વિસ્તારમાં જેમકે કુફામાં બરાઅત જાહેરમાં થવા લાગી. દા.ત. જ્યારે મુખ્તારે સકફી કુફા ઉપર હુકૂમત કરી રહ્યા હતા, (ત્યારે) શીઆઓ અને જનાબે મુખ્તારના મદદગારોએ ખુલ્લેઆમ અલી(અ.સ.)ના હકને ગસબ કરનારાઓ ઉપર લઅનત મોકલવાનું શરૂ કર્યુ, ત્યાં સુધી કે આલે ઝુબૈર અને બની ઉમય્યાના હામીઓએ જનાબે મુખ્તારને ફરીયાદ કરી કે શા માટે શીઆઓ અમારા પૂર્વજોથી બેઝારીનો ઇઝહાર કરે છે?

(તારીખુલ ઓમમ વલ મોલૂક, મોહમ્મદ ઇબ્ને જરીર તબરી, ભાગ:4, પાના:518)

ધીમે ધીમે શીઆઓ અને અલવીઓ બીજા સમૂહોથી અલગ થઇ ગયા અને જનાબે મુખ્તાર સાથે મળી ગયા. તે સમૂહે આલે ઝુબૈર અને બની ઉમય્યાની સામે આવ્યા, જેથી જનાબે મુખ્તારે સકફીની હુકુમતના સમયમાં ઇમામતે અહલેબૈત(અ.મુ.સ.) ઉપરાંત બરાઅતની ચર્ચાએ પણ જોર પકડ્યું.

(તારીખે ખોલફાએ રસૂલ, જઅફરીયાન, પાના:597)

  1. આશુરાના બનાવ પછી કુફા અને મસ્અલએ બરાઅત:

આશુરાના બનાવ પછી કુફા શહેર, જે શીઆઓની રાજધાની બની ગયુ હતું. કુફાના શીઆઓ એ કારણે રાફઝી કહેવાતા હતા કે તેઓ બીજાઓની ખિલાફતને કબૂલ કરતા ન હતા. રફ્ઝ એટલે કે ઇન્કાર કરવો. ફાન એસ જોસેફનું કહેવું છે કે રાફઝીયતનું મૂળ કુફા શહેર જ છે.

(કલામ વ જામેઆ, પાના:309)

કુફા શહેર રાફઝીય્યતનું કેન્દ્ર બની ગયુ. ઇમામ સજ્જાદ(અ.સ.)ના ઇમામતના સમયમાં અને તેમના પછી પ્રખ્યાત શખ્સીયતો ત્યાં જોવા મળી અને દુશ્મનો અને મુખાલેફીનના હોવા છતા ચળવળ દિવસે દિવસે જોર પકડવા લાગી અને કુફા શહેર શીઆઓનું કેન્દ્ર બની ગયું.

(અલ ગારાત, ઇબ્રાહીમ ઇબ્ને મોહમ્મદે સકફી, ભાગ:2, પાના: 558 : તારીએ તશય્યોઅ, દારે ઇરાન, પાના: 106)

દા.ત. અઇમ્મા(અ.મુ.સ.)ના બુઝુર્ગ મરતબાના સહાબી જાબિર બિન યઝીદ જોઅફી કુફાના બારામાં લખે છે, કે . .

રાફઝીય્યુન્ યશ્તમો અસ્હાબન્ નબીય્યે(સ.અ.વ.)

એટલે કે રાફઝીઓ નબીના અસ્હાબને બુરૂ ભલુ કહેતા હતા.

(ઝોઅફા, અકીલી મોહમ્મદ ઇબ્ને અમરૂ અકીલી, ભાગ:1,પાના:193)

અથવા લખ્યુ છે કે તેઓ (જાબિર) રાફઝી અને ગાલી હતા.

(અલ મઆરિફ ઇબ્ને કુતૈબા દીનવરી, પાના: 480)

ઉમર બિન શિમર કુફીના બારામાં લખ્યુ છે: “તેઓ રાફઝી હતા જેઓ સહાબાને ખરાબ કહેતા હતા

(અલ મુગની ફીઝ્ ઝોઅફાઅ્, મોહમ્મદ બિન અહમદ ઝહબી, ભાગ: 2, પાના: 54)

અઅ્યુનના ખાનદાનના મોટા ભાગના લોકોને રાફઝી ગણવામાં આવતા હતા.

(તહઝીબુલ્ કમાલ, યુસુફ ઇબ્ને અબ્દુર રહમાન મઝી, ભાગ: 18, પાના: 283)

અદી બિન સાબિત કે જેમનો શુમાર તાબેઇનમાં થતો હતો, કુફાના રહેવાસી હતા અને તેઓને રાફઝી અને ગાલીનો લકબ આપવામાં આવ્યો હતો.

(અલ મુગની ફીઝ્ ઝોઅફાઅ્, મોહમ્મદ બિન અહમદ ઝહબી, ભાગ: 2, પાના: 54)

આ વાત ધ્યાનમાં રહે કે આ પ્રકારના અલકાબ દેવાવાળા તમામ વિરોધીઓના લેખકો હતા. જેઓને શીઆઓથી દુશ્મનાવટ હતી. અબુ હમઝા સુમાલી કે જેઓ ઇમામ સજ્જાદ(અ.સ.)ના નજદીકના અસ્હાબમાં શુમાર કરવામાં આવતા હતા. તેઓના બારામાં પણ આ જ પ્રકારે લખે છે કે તેઓ રાફઝી હતા.

(તકરીબુત્ તહઝીબ, ઇબ્ને હજરે અસ્કલાની, ભાગ: 1, પાના: 146)

કદાચ આનુ કારણ એ છે કે તેઓએ અમૂક રિવાયતો એહલેબૈત(અ.મુ.સ.)ના હકના ગસબ કરનારાઓની વિરૂધ્ધમાં વર્ણવી છે.

(બસાએરૂદ્ દરજાત, મોહમ્મદ બિન હુસૈન સફ્ફાર, પાના: 290, તફસીરે અયાશી, મોહમ્મદ ઇબ્ને મસ્ઉદ, ભાગ: 1, પાના: 178, હદીસ: 65)

અન્ય અસ્હાબે પણ એ કોશિશ કરી છે કે એ સાબિત કરે કે એહલેબૈત(અ.મુ.સ.)ના વિરોધીઓ, દુશ્મનો અને ઇન્કાર કરનારાઓનો તરીકો કુર્આન અને સુન્નતથી વિરૂધ્ધ હતો અને તે પ્રકારથી તેઓએ બરાઅતના અર્થને ઇતરતના ચાહવાવાળાઓની વચ્ચે રજુ કર્યો. અબાન ઇબ્ને તગ્લબ જેઓએ ઇમામ સજ્જાદ(અ.સ.), ઇમામ બાકિર(અ.સ.) અને ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયતો નક્લ કરી છે અને કુફાના પ્રખ્યાત લોકોમાં તેઓનો શુમાર થાય છે. (1) (કિતાબુર્ રેજાલ, એહમદ ઇબ્ને અલી નજ્જાશી, 10) એ પ્રખ્યાત ખુત્બએ શિકશિકયા વર્ણવ્યો છે (1) (મઆનિલ અખ્બાર, શૈખે સદુક, પાના: 361) આ સિવાય તેઓએ અકરમા અને ઇબ્ને અબ્બાસથી રિવાયતો વર્ણવી છે. જેનો સારાંશ આ મુજબ થાય છે કે અલી(અ.સ.)નો દુશ્મન રસુલે ખુદા(સ.અ.વ.)નો દુશ્મન છે. (2) (અમાલીએ શૈખે સદુક(અ.ર.) પાના: 352) આપણે જાણીએ છીએ કે પ્રખ્યાત કિતાબ સુલૈમ ઇબ્ને કૈસે હીલાલી કે જેમાં એહલેબૈત(અ.મુ.સ.)ના હકને ગસ્બ કરવાવાળાઓના વિરોધમાં સ્પષ્ટ રિવાયતો મૌજુદ છે કે જે તે જ સમયમાં કુફામાં પ્રખ્યાત થઇ. રફઝનો અકીદો તે સમયમાં એટલો પ્રચલિત હતો કે કુફામાં જે ફીરકો અથવા સમુહ હકીકતમાં રાફઝી ન હતો તેઓની ગણતરી પણ રાફઝીઓમાં થવા લાગી. જેમ કે અબુલ હસન અશ્અરીએ પોતાની કિતાબ મકાલાતુલ ઇસ્લામયૈનમાં ઝૈદીઓનો શુમાર રાફઝીઓમાં કર્યો છે, જ્યારે કે ઝૈદીઓ બરાઅતમાં માનવાવાળા પણ ન હતા. (3) (અબુલ હસન અશ્અરી, મકાલાતુલ ઇસ્લામયૈન, પાના: 33) તદ્ઉપરાંત કયસાની મઝહબના માણસો ખાસ કરીને શાયર લોકો જેમ કે કસીર અઝહ જે કુફાનો મશ્હુર શાયર હતો અને કયસાની મઝહબ પાળતો હતો તેણે અલી(અ.સ.)ના હકને ગસબ કરનારાઓના બારામાં ખુલ્લેઆમ કેટલાય અશ્આર કહ્યા છે.

(અલ ઇકદુલ ફરીદ, ઇબ્ને અબ્દુર રબ્બેહ, ભાગ: 2, પાના: 246)

ઉપર દર્શાવેલ દ્રષ્ટાંતો તે વાત તરફ ગવાહી આપે છે કે કરબલાના બનાવ પછી કુફા શહેર બરાઅતનું કેન્દ્ર બની ગયું હતું. જ્યારે કે આશુરાથી પહેલા આ પ્રકારનો જોશ અને ઉત્સાહ આ વિષયમાં કુફામાં મવજુદ ન હતો. પરિણામે તે સમયની હુકૂમતની સામે બગાવતોએ પોતાનું સર ઉંચુ કરી દીધુ. ન ફક્ત કુફામાં બલ્કે મદીનાએ મુનવ્વરા અને બીજા શહેરોમાં પણ.

  1. 3. અહલેબૈત(અ.મુ.સ.)ના હકને ગસ્બ કરવું તે બરાઅતનું મહત્વનું પરિબળ:

આ પહેલા આપની ખિદમતમાં બયાન કરી ચુક્યા છીએ કે, જે ઝુલ્મ અને અત્યાચારના પહાડ બની ઉમય્યાએ આલે રસૂલ(અ.મુ.સ.) પર તોડ્યા, તે વાકએ આશુરા સુધી મહેદુરૂદ ન હતા.તેઓને આ વાતનો શદીદ અહેસાસ હતો કે ન ફક્ત ખુદ અહલેબૈત(અ.મુ.સ.) બલ્કે તેમના ફઝાએલ અને મનાકિબ બની ઉમય્યાની હુકૂમત માટે એક મોટો ખતરો છે. જેના લીધે તેઓએ લોકોને તે વાતની તરફ પ્રોત્સાહન આપ્યું કે અમીરૂલ મોઅમેનીન(અ.સ.) અને આલે રસુલ (અ.મુ.સ.)ની મઝમ્મત કરે, તેમના ફઝાએલ અને મનાકીબને બયાન ન કરે, બલ્કે જે ખલીફાઓ પસાર થયા છે, તેમના ફઝાએલને બયાન કરે. (4) શર્હે નહજુલ બલાગાહ, ઇબ્ને અબિલ હદીદ મોઅતઝલી, ભાગ: 4, પાના: 56-57) તેઓ તે ગુમાન કરતા હતા કે, અગર અહલેબૈત(અ.મુ.સ.)ના મકામ અને તેમની મન્ઝેલતને મુસ્લીમ સમાજમાં અને મુસલમાનોની આંખોમાં ઉતારી દેવામાં આવે, તો તેમની હુકૂમતને સ્થિરતા હાસિલ થશે. તેથી તેઓએ ઝુલ્મો અને અત્યાચાર કરવામાં અચકાયા નહી. મરવાન ઇબ્ને હકમ(લ.અ.)એ ઇમામ સજ્જાદ(અ.સ.)ની સામે ઇકરાર કર્યો કે, અસ્હાબે પયગંબર(સ.અ.વ.)માંથી કોઇએ પણ અમારા સાહેબ(ઉસ્માન)નો બચાવ ન કર્યો, જે રીતે તમારા સાહેબ અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ બચાવ કર્યો. ઇમામ સજ્જાદ(અ.સ.)એ તરત જ સવાલ કર્યો કે, તમે લોકો (એટલે બની ઉમય્યા) મિમ્બર ઉપરથી તેમના પર લઅન અને બુરૂ ભલું શા માટે કહો છો? તે મલઉને મુકમ્મલ બેહયાઇની સાથે જવાબ આપ્યો:

ઇન્નહૂ લા યસ્તકીમો લનલ્ અમ્રો ઇલ્લા બે ઝાલેક

તેના સિવાય અમારી હુકૂમત મુસ્તહકમ થઇ જ નહોતી શકતી.

(શર્હે નહજુલ બલાગાહ, ઇબ્ને અબિલ હદીદ મોઅતઝલી, ભાગ: 13, પાના: 220)

બની ઉમય્યા આલે રસૂલ(અ.મુ.સ.)ના અસ્હાબોને મજબૂર કરતા કે તેઓને બુરૂ ભલુ કહે અગર અસ્હાબો ઇન્કાર કરતા, તો તેઓને વર્ણવી ન શકાય તેવી તકલીફો સહન કરવી પડતી હતી. દા.ત. રૂશેદે હુજરી કુફીએ જ્યારે અલી(અ.સ.)ની વિરૂધ્ધ ઝબાન ખોલવાનો ઇન્કાર કર્યો, તો ઇબ્ને ઝિયાદ મલઉને જે કુફાનો હાકિમ હતો, તેણે તેમના (રૂશૈદના) હાથ પગ અને ત્યાં સુધી કે ઝબાન પણ કપાવી નાંખી.

(અલ ઇખ્તેસાસ, મોહમ્મદ ઇબ્ને મોહમ્મદ ઇબ્ને નોઅમાન જે શૈખ મુફીદના નામથી મશ્હૂર છે, પાના: 77)

સઇદ ઇબ્ને ઝુબૈરને હજ્જાજ બિન યુસુફે સકફી(લ.અ.)ની સામે લાવવામાં આવ્યા. તેમનાથી ઇસરાર કરવામાં આવ્યો કે સઇદ ખોલફાઓની પ્રશંસા કરે અને તેઓના ફઝાએલ બયાન કરે, તકય્યાના કારણે સઇદ ખામોશ રહ્યા. હજ્જાજને ગુસ્સો આવ્યો, તેણે હુકમ આપ્યો કે તેમને તુરંત જ ફાંસી દેવામાં આવે.

(1) ઇખ્તેયારે મઅરેફતુર્ રેજાલ, મોહમ્મદ બિન ઉમર કશી, ભાગ: 1, પાના: 335) વિચારવા જેવી બાબત છે કે, સઇદે ન તો જાહેરમાં લઅનત કરી અને ન તો બુરૂ ભલુ કહ્યું, તો પણ તેમને ફાંસી દેવામાં આવી, શા માટે? તેનું કારણ એ હતુ કે, તેઓએ ખલીફાઓ તરફ લાગણી ન દેખાડી. આના કારણે આશુરા પછી શીઆઓની લાગણીનો અંદાજો લગાવી શકાય છે. જેનું પરિણામ એ આવ્યું કે તમામ તરફ બગાવત અને શોર બકોર ઉઠવા લાગ્યો અને બની ઉમય્યાની હુકૂમત દિવસે દિવસે કમજોર થતી ગઇ.

યહ્યા બિન ઉમ્મે તવીલ ઇમામ સજ્જાદ(અ.સ.)ના મહાન સહાબી અને આપ(અ.સ.)ની દાયાના દિકરા જાહેરમાં લોકોને અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ને બુરૂ ભલુ કહેવાથી રોકતા હતા, બીજી બાજુ એમના દુશ્મનો અને ગાસીબોની વિરૂધ્ધ નિડરપણે બરાઅતનો ઇઝહાર કરતા હતા. તેઓ કાયદેસર આમ કહેતા હતા કે, આ બરાઅત મુળભૂત ઇબાદતે પરવરદિગાર છે. જબરદસ્ત બહાદુરી અને દીલેરીની સાથે તેઓ કુફાના મેદાનમાં ઉભા રહીને મોટા અવાજે કહેતા હતા:

મઅ્શર અવ્લીયાઇલ્લાહે ઇન્ના બોરાઓ મિમ્મા તસ્મઉન મન્ સબ્બ અલીય્યન્(અ.સ.) ફ અલય્હે લઅ્નતુલ્લાહે વ નહ્નો બોરાઓ મિન્ આલે મર્વાન વ મા યઅ્બોદૂન મિન્ દુનિલ્લાહે . . .

“અય અલ્લાહના દોસ્તો! તમે જે કાંઇ સાંભળી રહ્યા છો અમે તેનાથી બરાઅતનો ઇઝહાર કરીએ છીએ. ખુદાની લઅનત થાય તે શખ્સ ઉપર જે અલી(અ.સ.)ને બુરૂ ભલુ કહે અને તેમના ઉપર લઅનત કરે. અમે બરાઅતનો ઇઝહાર કરીએ છીએ આલે મરવાનથી અને જેની તે ઇબાદત કરે છે, અલ્લાહના સિવાય.

(અલ કાફી, મોહમ્મદ ઇબ્ને યઅકૂબે કુલૈની(અ.ર.), ભાગ: 2, પાના: 380, હદીસ: 16, પ્રકરણ: મુજાલસતે અહલિલ્ મઆસી)

ઇમામ સજ્જાદ(અ.સ.) અને તેમના અસ્હાબનો ફક્ત આ અકીદો ન હતો કે બની ઉમય્યાની ઝાલિમ અને જાબિર હુકૂમતની બુનિયાદ ખિલાફતનો હક ગસબ કરવાની હતી, બલ્કે તેઓ તે અકીદાને લોકો સુધી પહોંચાડવામાં ડરતા ન હતા, ભલે તે રસ્તે તેમની જાન પણ કેમ ન ચાલી જાય? અહીં તે બતાવી દેવું જરૂરી સમજીએ છીએ કે, યહ્યા બિન ઉમ્મે તવીલને આ ઇઝહારે બરાઅતના કારણે શહીદ કરી દેવામાં આવ્યા.

ઇમામ સજ્જાદ(અ.સ.)એ તેમના હકમાં રહેમતની દુઆ કરી અને ઇમામ કાઝિમ(અ.સ.)ની રિવાયતની રૌશનીમાં કયામતના દિવસે તેમને ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ના અસ્હાબોમાં શુમાર કરવામાં આવશે. (જેની સંખ્યા ફક્ત ચાર હશે)

(અલ ઇખ્તેસાસ, શૈખ મુફીદ(અ.ર.), પાના: 61)

(4) ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) અને બરાઅતનો મસ્અલો:

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની જીંદગીનો બારીકાઇથી અભ્યાસ કરીએ તો તે વાત તરફ આપણને મુતવજ્જેહ કરે છે કે આપ(અ.સ.)એ પોતાના શીઆઓની કેવી રીતે હિદાયત અને રહેનુમાઇ કરી કે જેના કારણે બીજા અકાએદ અને વિચારધારાઓથી અલગ રહી તેને ઓળખી શકે. આપ(અ.સ.)એ અહલેબૈતે(અ.મુ.સ.)ની અલ્લાહની નઝદીક મહાનતા અને મન્ઝેલત ઉપર ખૂબજ તાકીદ કરતા સાબિત કર્યુ કે ઇમામત અને વિલાયત ફક્ત અને ફક્ત અહલેબૈત(અ.મુ.સ.)નો હક છે પોતાના શીઆઓને આ અકીદા ઉપર સાબિત કદમ રહેવાની તલ્કીન કરી અને તે કે અહલેબૈત(અ.મુ.સ.) સિવાય કોઇની પણ ઇમામત, ખિલાફત અને હુકૂમતને કબૂલ ન કરે, પરંતુ ખિલાફતના હકને ગસબ કરવાવાળાની વિરૂધ્ધ બરાઅતનો ઇઝહાર કરે. ઇમામ સજ્જાદ(અ.સ.)એ તેમાથી અમુક હેતુઓ અને ઉદ્દેશ્યને દોઆઓ અને મુનાજાતના રૂપમાં રજુ કર્યા જેમાંથી અમુક દોઆઓ અહલે તસન્નુનમાં પણ પ્રચલિત છે.

(શર્હે નહજુલ બલાગાહ, અબ્દુલ હમીદ બિન હિબ્તુલ્લાહ ઇબ્ને અબિલ હદીદે મોઅતઝલી, ભાગ: 5, પાના: 13/ ભાગ: 6, પાના: 178/ ભાગ: 11, પાના: 192)

અહીં આપની ખિદમતમાં બે ત્રણ દ્રષ્ટાંતો પેશ કરીએ છીએ કે જેથી બાબત સ્પષ્ટ થઇ જાય.

રબ્બે સલ્લે અલા અતાએબે અહલેબૈતેહીલ્ લઝીનખ્ તરતહુમ્ લુ અમ્રેક, વ જઅલ્તહુમ્ ખઝનત ઇલ્મેક, વ હફઝક દીનેક, વ ખોલફાઅક ફી અર્ઝેક, વ હોજજેક અલા એબાદેક, વ તહ્હર્તહુમ્ મેનર્ રિજ્સે વદ્ દનસે તત્હીરા બે ઇરાદતેક વ જઅલ્તહોમુલ્ વસીલત એલય્ક વલ્ મસ્લક એલા જન્નતેક

પરવરદિગાર! તેમના અહલેબૈતે અત્હાર(અ.મુ.સ.) પર રહેમત નાઝિલ ફરમાવ, જેને તે તારી હુકૂમત અને વિલાયતના માટે પસંદ કર્યા છે, તારા ઇલ્મના ખઝાનેદાર, તારા દીનના મોહાફિઝ, ઝમીન ઉપર તારા ખલીફા અને બંદા ઉપર તારી હુજ્જત બનાવ્યા છે, જેને તે તારા ઇરાદાથી દરેક પ્રકારની નજાસત અને બુરાઇથી પાક અને સાફ રાખ્યા અને જેને તે તારા સુધી પહોંચવાનો વસીલો કરાર દીધા છે.

(સહીફએ સજ્જાદીયા, દુઆ: 47, વાક્ય: 56)

ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)એ દુઆના આ જુમ્લાઓમાં ફરમાવ્યુ કે તે એહલેબૈતે રસુલ(અ.મુ.સ.) જેને તે તારા અમ્ર માટે એટલે કે ઇમામતના માટે પસંદ કર્યા તેમને તારી જમીન ઉપર ખલીફા નિયુક્ત કર્યા લોકો ઉપર તારી હુજ્જત કરાર દીધા, આ તમામ ઇમામત અને ખિલાફતથી સબંધીત બુનિયાદી અને પાયાના મતાલિબ છે કે જેના ઉપર વિચાર કરવામાં આવે તો સ્પષ્ટ જાહેર થાય છે કે ઇમામ(અ.સ.) ઇરશાદ ફરમાવે છે કે ઇમામત અને ખિલાફત ફક્ત એહલેબૈત(અ.મુ.સ.)નો હક છે બીજા કોઇનો નહી.

અલ્લાહુમ્મ ઇન્ન હાઝલ્ મકામ લે ખોલફાએક વ અસ્ફેયાએક વ મવાઝેઅ ઓમનાએક ફીદ્ દરજતીર્ રફીઅતે અલ્લતીખ્ તસસ્તહુમ્ બેહા કદીબ્ તઝ્ઝુહા… હત્તા આદ સિફવતોક વ ખોલફાઓક મગ્લુબીન મક્હુરીન મુબ્તઝ્ઝીન

એ અલ્લાહ! આ દરજ્જો તારા જાનશીનો અને પસંદીદા બંદાઓ માટે છે, તારા અમાનતદારોનુ સ્થાન હતુ જે તે બલંદ મન્સબની સાથે તેના માટે ખાસ કર્યુ હતુ, લોકોએ તેને છીનવી લીધુ… ત્યાં સુધી કે (આ હકના ગસબ કરવાના પરિણામે) તારા પસંદીદા જાનશીનોને દબાવી દેવામાં આવ્યા તેમના પર ઝુલ્મ કરવામાં આવ્યો અને તેમનો હક તેમના હાથોમાંથી ચાલ્યો ગયો.

(સહીફએ સજ્જાદીયા, દુઆ: 48, વાક્ય: 9)

આપે વિચાર્યુ? ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ સ્પષ્ટ રીતે ફરમાવ્યું કે, મકામે ખિલાફત ફક્ત તે લોકો માટે છે કે, જેઓ ખુદાના ખલીફા છે અને તેના પસંદીદા બંદા છે. પરંતુ બીજાઓએ (એટલે કે અયોગ્ય વ્યક્તિઓએ) આ પવિત્ર અને ઇલાહી મકામને તેમનાથી છીનવી લીધુ.

અલ્લાહુમ્મલ્અન્ અઅ્દાઅહુમ્ મેનલ અવ્વલીન વલ્ આખેરીન વ મન્ રઝેઝઝઝઝેય બે ફેઆલેહિમ્ વ અશ્યાએહિમ્ વ અત્બાઅહુમ્

અય અલ્લાહ! તુ તેમના પહેલા અને આખરી દુશ્મન પર અને જે તેમના કાર્યોથી ખુશ હતા તેના પર અને તેમના (દુશ્મનોના માનવાવાળા પર) અને તેમનું અનૂસરણ કરનારાઓ ઉપર લઅનત મોકલ.

(સહીફએ સજ્જાદીયા, દુઆ: 48, પેરેગ્રાફ: 10)

આ વાક્યમાં ઇમામ(અ.સ.)એ ન ફક્ત દુશ્મનાને એહલેબૈત(અ.મુ.સ.) ઉપર લઅનત મોકલી છે, બલ્કે તે તમામ લોકો જે તેઓના (એટલે કે દુશ્મનો અને ગાસીબોના) કાર્યોથી રાજી છે અને તેમના માનવાવાળા અને તેમના અનુયાયીઓ છે.

વિચારવા જેવું છે કે, ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) પોતાની દુઆઓમાં દુશ્મનો ઉપર લઅનતો મોકલતા હતા અને તેને પોતાની ઇબાદતનો એક હિસ્સો ગણતા હતા, જેથી દરેક તે ઇન્સાન જે પોતે આલે રસૂલ (અ.મુ.સ.)ના શીઆ હોવાનો દાવો કરે છે, તેને જોઇએ કે અહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનો અને તેમના હકને ગસબ કરવાવાળા ઉપર લઅનતને એક પવિત્ર હુકમ જાણે. અલબત્ત સમય અને જગ્યાનો ખાસ ખ્યાલ રાખવો ખાસ જરૂરી છે.

વિરોધાભાસ કે હિકમતે અમલી?

ઇતિહાસનો ટુંકમા અભ્યાસ કરતા તે ખ્યાલ આવે છે કે ઇમામ સજ્જાદ(અ.સ.)ના ઇમામતના સમયમાં બની ઉમય્યાની એક રાજકીય ચાલ તે હતી કે ખલીફાઓની અઝમત અને સહાબાઓનો પરચમ બલંદ કરવામાં આવે કે જેના લીધે સવાદે અઅઝમ્ એટલે કે મુસલમાનોના મોટા સમૂહને અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) અને તેમના શીઆઓની વિરૂધ્ધ કરી શકાય. તેથી આપણે તે જોવું જોઇએ કે ઇમામ સજ્જાદ(અ.સ.)એ અમુક મૌકા ઉપર હુકુમતની આ શયતાની કાવતરાઓને નિષ્ફળ બનાવવા માટે એક બીજી રીત અપનાવી કે શીઆઓને પરેશાન કરવાનું દરેક બહાનુ અને મોકો તેમનાથી છીનવાઇ જાય. એટલા માટે ઇમામ(અ.સ.)ના અમુક કૌલમાં જાહેરન બરાઅતથી દુર રહ્યા છે, પરંતુ ફસાહતની નીચે વાક્યોમાં બરાઅતને છુપાવી દીધી છે. આ રીત અથવા તકય્યાના કારણે છે અથવા દ્વીઅર્થી વાક્યોના કારણે ઘણા બધા પ્રશ્ર્નોને ઉકેલી દેતા. અહીં બે રિવાયતો આપની ખિદમતમાં રજુ કરીએ છીએ. અલબત્ત ટુંકમાં જેથી વાત સંપૂર્ણ થઇ જાય. ઝૈદ બિન અલી વર્ણવે છે કે, હું મારા પિતાની સાથે મક્કા ગયો, જ્યાં તાએફમાં એક શખ્સ શેખૈનની વિરૂધ્ધ શોર કરી રહ્યો હતો. ઇમામ(અ.સ.)એ તેને કહ્યું: અલ્લાહથી ડર. તેણે કહ્યું: તમને કાબાના રબની કસમ! શું તે બંનેએ જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની નમાઝે જનાઝામાં શિરકત કરી હતી? ઇમામ(અ.સ.)એ જવાબ આપ્યો: “ખુદાની કસમ નહી. . . પછી મારા વાલિદે મને કહ્યું કે જ્યારે તે બંને રસુલુલ્લાહ(સ.અ.વ.)ની નમાઝે જનાઝામાં શરીક ન થયા, તો ફાતેમા ઝહરા(સ.અ.) શું છે?

(બેહારૂલ અન્વાર: અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસી(અ.ર.) ભાગ:29, પાના: 158)

એક બીજી હદીસમાં જેના રાવી હકીમ બિન ઝુબૈર છે, ઇમામ સજ્જાદ(અ.સ.) એ ફરમાવ્યું: અન્તુમ તુક્તલૂન ફી ઉસ્માન મુન્ઝો સિત્તીન સનતન્ ફ કય્ફ લવ્ તબર્રઅ્તુમ્ મિન્ સનમય કુરૈશિન્

તમે સાઇઠ વર્ષથી ઉસ્માનના કત્લના કારણે માર્યા જાવ છો, પછી અગર તમે સનમય કુરૈશથી બરાઅતનો ઇઝહાર કરશો, તો તમારો શું હાલ થશે?

(તકરીબુલ મઆરિફ, અબુલ સલાહ તકી બિન નજમ જલબી, પાના: 245)

પરંતુ જ્યારે આ જ રાવી એટલે કે હકીમ બિન ઝુબૈર પોતાના અકીદાને ઇમામ સજ્જાદ(અ.સ.)ની સામે રજુ કરે છે કે જેથી તેના અકીદાની ઇસ્લાહ થઇ જાય. ઇમામ (અ.સ.)એ નિ:સંદેહ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત અને ઇમામતે બિલા ફસ્લને બયાન કરી અને શેખૈનની જુઠી મન્ઝેલતનો ઇન્કાર કર્યો.

(મનાકિબે અમીરૂલ મોઅમેનીન, મોહમ્મદ બિન સુલૈમાન કુફી, ભાગ: 1, પાના: 521)

જાહેર છે કે આ રવિશ ફક્ત દીને ખુદા અને સુન્નતે રસુલને બચાવવા માટે અને શીઆઓના અકીદા અને તેમના જાન, માલ અને ઇઝ્ઝત આબની હિફાઝત માટે હતી. ધ્યાન આપવા જેવી બાબત છે કે ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ ક્યારેય પણ ખલીફાઓના કૌલનો સહારો નથી લીધો, ન કોઇપણ કિતાબમાં તે મળે છે કે ન કોઇ રિવાયતમાં. જ્યારે કે તેનાથી વિરૂધ્ધ ઘણા બધા મૌકાઓ ઉપર આપણે જોઇએ છીએ કે આપ(અ.સ.)એ આપના પવિત્ર આબાઓ અજદાદની અઝમત અને જલાલતનો ઝિક્ર પણ કર્યો અને તેમની હદીસોને બયાન કરી છે.

બરાઅતનું એઅલાન અને અહલેબૈત(અ.મુ.સ.)નો હક:

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ દરેક યોગ્ય મૌકા ઉપર અહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત અને વિલાયતનો ઝિક્ર કર્યો અને તે બયાન ફરમાવ્યું કે ખિલાફત ફક્ત અહલેબૈત(અ.મુ.સ.)નો હક છે. તેનુ બેહતરીન ઉદાહરણ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.)નો ખુત્બએ ફદકીય્યા છે કે જેના રાવી ઝૈદ બિન અલી છે. જેમણે પોતાના વાલિદ ઇમામ સજ્જાદ(અ.સ.)થી આ વર્ણવ્યો છે. આ ખુત્બાનો ટુંકો અભ્યાસ તે સાબિત કરી દેશે કે, શહઝાદીએ કોનૈન(સ.અ.) કેવી રીતે ઇમામત અને ખિલાફતને પોતાનો હક બતાવ્યો છે અને બીજાઓને ગાસિબ સાબિત કર્યો છે. આ ખુત્બાની એટલી બધી એહમીય્યત છે કે અહલે તસન્નુનના ઓલમાઓએ પણ તેને (ખુત્બાને) તેમની કિતાબોમાં વર્ણવ્યો છે.

(શર્હે નહજુલ બલાગાહ, અબ્દુલ હમીદ બિન હયબતુલ્લાહ બિન અબિલ હદીદ, ભાગ: 16, પાના: 252)

ઇમામ સજ્જાદ(અ.સ.)એ આપની જદ્દએ માજેદા હઝરત ઝહરા(સ.અ.)ના આ હકને ગસબ કરવા(ના બનાવ)ને પોતાના અસ્હાબોને સ્પષ્ટ રીતે બયાન કર્યો છે.

(અમાલીએ મુફીદ, પાના: 281 / અમાલીએ તુસી, પાના: 155)

વાતને સંપૂર્ણતાની મંઝીલે પહોંચાડવા માટે અમુક રિવાયતો આપની ખિદમતમાં વર્ણવીએ છીએ, જે બંને હદીસના રાવી અબુ હમ્ઝા શુમાલીએ ઇમામ સજ્જાદ(અ.સ.)થી વર્ણવી છે.

ઇમામ સજ્જાદ(અ.સ.)એ ફરમાવ્યું: ત્રણ પ્રકારના લોકો કે જેના ઉપર ખુદા કયામતના દિવસે નજર નહી કરે: 1. તે શખ્સ જે ખુદાના તરફથી ઇમામ હોવાનો દાવો કરે, જ્યારે કે તે તેને પાત્ર ન હોય. 2. તે  કે જે ખુદાની તરફથી નિયુક્ત કરેલા ઇમામનો ઇન્કાર કરે 3. તે કે જે એ અકીદો રાખશે . . . માં થોડો ઇસ્લામ જોવા મળતો હતો.

(તફસીરે અયાશી, મોહમ્મદ બિન મસ્ઉદ અયાશી, ભાગ: 1, પાના: 178 / અલ કાફી, મોહમ્મદ બિન યઅકુબ કુલૈની(અ.ર.), ભાગ: 1, પાના: 374, હદીસ: 12)

ઇમામ સજ્જાદ(અ.સ.)એ ફરમાવ્યુ: તે લોકો કે જેઓએ અમારા હક ઉપર ઝુલ્મ કર્યો, અમારી મીરાસને છીનવી લીધી અને એ જગ્યાએ બેઠા કે જેના હકદાર અમો હતા, ખુદા તેઓને બક્ષે નહી અને તેઓ ઉપર રહેમ ન કરે.

(મનાકીબે આલે અબી તાલિબ, મોહમ્મદ બિન અલી બિન શહરે આશોબ, ભાગ: 3, પાના: 370)

આવો આપણે બધા મળીને દુઆ કરીએ કે, ખુદાવંદે મુતઆલ આપણા ઇમામ હઝરત બકીય્યતુલ્લાહ (અ.ત.ફ.શ.)ના પુરનૂર ઝુહૂરમાં જલ્દી કરે, જેથી આપ તશરીફ લાવી અહલેબૈત(અ.મુ.સ.)ને તેમનો હક પરત કરે અને શોહદાએ કરબલા અને તેમના ખુને નાહકનો બદલો લે અને તે લોકો કે જેમના કારણે પયગંબરે અકરમ(સ.અ.વ.)ના ઘરની ઔરતોની ચાદર છીનવી લેવામાં આવી અને તેમને અસીર બનાવવામાં આવ્યા, તેઓને તેમના યોગ્ય અંજામ સુધી પહોંચાડે. આમીન યા રબ્બલ આલમીન . . .

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *