Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૯ » અલ-મુન્તઝર માહે શાબાન

સલ્લેમુ તસ્લીમા

Print Friendly

કુર્આનની આયતોની રીત કંઇક એવી મોઅજીઝનુમા છે કે તેની પ્રશંસા માટે કલમ ઉપાડીએ તો દિમાગ તેના અર્થ અને ભાવાર્થની ઉંચાઇ પર ઉડવા લાગે. છે. ઇન્સાન આખરે તો ઇન્સાન છે. અલ્લાહે જેટલી અકલ આપી છે, તેને સંપૂર્ણ રીતે ગ્રહણ કરી લે તો પણ મોટી વાત છે. ઘણીવાર તો તેના વર્ણનમાં શબ્દો મળતા જ નથી, પરંતુ એવુ લાગે છે કે દિલના ધબકારાથી કોઇ આસ્માની તરાના ઉભરાઇ રહ્યા છે. જેમકે કુર્આનની સૌથી વધારે પઢવામાં આવનારી આયત. . .

ઇન્નલ્લાહ વ મલાએકતહુ યોસલ્લુન અલન્ નબી યા અય્યોહલ્લઝીન આમનુ સલ્લુ અલય્હે વ સલ્લેમુ તસ્લીમા

બેશક! અલ્લાહ અને તેના મલાએકા રસુલ (સ.અ.વ.) પર સલવાત મોકલે છે, તો અય ઇમાનવાળાઓ તમે પણ તેમના પર સલવાત મોકલતા રહો અને સલામ કરતા રહો.

(સુરએ અહઝાબ, આયત નંબર: 56)

આયતના છેલ્લા શબ્દો પુરી આયતની તફસીર કરી રહ્યા છે અને એવુ લાગે છે કે જેવી રીતે દિમાગ દુન્યવી જીંદગીના ધુમ્મસથી નિકળીને સવારના નુરોની ઠંડકની અનુભૂતિ કરી રહ્યું છે. આયતના આખરી શબ્દો ‘સલ્લેમુ તસ્લીમા’ને જ્યારે આપણે પોતાના ખ્યાલોનો ઉછેળીએ અને નિરિક્ષણ કરીએ છીએ, આપણી કોશિષોને પૂરી રીતે કામે લગાડીએ છીએ, આ રસ્તા પર ચાલવાથી જે રસ્તા પર તેઓ પોતાના પર ચાલવાની જે રસ્તા પર તેઓ પોતાના નકશે કદમ છોડી ગયા છે. જે ‘સલ્લેમુ તસ્લીમા’ ના ખાકીના પયકરના મઝહર હતા. અગર આ આયતની રોશનીમાં આપણે એ લોકોને પણ જોઇએ જેઓનો વઝીફો આ આયતના દુદ અને સલામ પર રહે છે. તેઓએ આ ‘સલ્લેમુ તસ્લીમા’નો કેટલો હક અદા કર્યો છે. અગર એક મોટા ભાગના લોકો આ તરફ પુરી જીંદગી ‘સલ્લેમુ તસ્લીમા’ના બંધારણમાં ઢાળી લેત તો કદાચ તેમાં ન ક્યારેય ધરતીકંપ થાત, ન સુનામીનું પુર ઉભરાત, ન કોઇ પ્રજવલીત અગ્નિ વસ્તીઓને મૌતનો લુકમો બનાવતે.

  1. શબ્દ તસ્લીમને ‘સલામતન’ અથવા ‘સલામુન’થી લેવામાં આવ્યો છે. જેનો અર્થ છે ‘ફરમાંબરદાર થવું’ અથવા ‘સમર્પિત કરી દેવું’

(અલ મુન્જીદ, પાના: 487)

કુર્આનમાં શબ્દ ‘સલમ’ ચાર જગ્યા પર ઇતાઅત અને તસ્લીમના અર્થમાં ઉપયોગ થયો છે. સુરએ નિસા આયત 90 અને 91 માં અને સુરએ નહલ આયત 28 અને 87 વાંચકો માટે એક આયત વર્ણવીએ છીએ.

વ અલ્કવ્ એલલ્લાહે યવમએઝે નિસ્સલમ

એ દિવસે તેઓ અલ્લાહની સામે માથુ જુકાવેલા સમર્પિત હશે.

(સુરએ નહલ, આયત: 87)

તસ્લીમને બે હિસ્સામાં વહેંચી શકાય છે.

(1)     જાહેરી તસ્લીમ

(2)     દિલથી તસ્લીમ

જાહેરી તસ્લીમ એટલે જાહેરી રીતે ઇન્સાન તેની સામેના સામે માથુ જુકાવી તસ્લીમ થઇ જાય છે, દિલથી તસ્લીમ થતો નથી. પરંતુ અગર તેને મોકો મળી જાય તો સામેના પાત્રની વિધ્ધ ફરીવાર આવે છે. આ જ બાબત કુર્આનમાં આ રીતે મળે છે.

કાલતિલ્ અઅ્રાબો આમન્ના. કુલ્ લમ્ તુઅ્મેનું વલાકિન્ કુલુ અસ્લમ્ના. વ લમ્મા યદ્ખોલિલ્ ઇમાન ફી કોલૂબેકુમ્

આ બદ્દુ અરબ કહે છે કે અમે ઇમાન લઇ આવ્યા છીએ, તો આપ કહી દો કે તમે ઇમાન નથી લાવ્યા પરંતુ એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા છીએ, હજી ઇમાન તમારા દિલોમાં દાખલ નથી થયુ.

(સુરએ હોજોરાત, આયત: 14)

ઇસ્લામ અને ઇમાન વચ્ચેનો સંબંધ:

ઉપરોકત આયત ઇસ્લામ અને ઇમાનની વચ્ચે એક સ્પષ્ટ ફર્કની તરફ ઇશારો એ લોકો માટે કરે છે, જેઓએ ઇસ્લામ તો કબુલ કરી લીધો પરંતુ તેઓની સામે ઇમાનની દરજ્જાવાર એક પછી એક મંઝિલો નથી. ઇસ્લામ એ સમયે ઇમાનની વ્યાખ્યામાં આવશે જ્યારે ઇસ્લામના માનવાવાળા ઇમાનની હકીકતને સમજી લે, ગ્રહણ કરી લે જેનો સંબંધ વિલાયત અને ઇમામતે એહલેબૈત(અ.મુ.સ.) થી છે. જેની વગર ઇસ્લામ પોતાનું સ્વપ અને વુજુદનું સ્વપ તો રજુ કરી શકે છે પરંતુ તે ઇસ્લામના ઝાહેરી પ સિવાય બીજુ કશુ જ નથી. આથી જાહેરી તસ્લીમથી ઇન્સાન મુસલમાન તો બની શકે છે પરંતુ મોઅમીન બની શક્તો નથી.

હવે અમે ઇમાન અને ઇસ્લામના બારામાં ઇમામ સાદિક(અ.સ.)ના કૌલને બયાન કરીને આગળ વધીએ છીએ જેમાં આપ(અ.સ.) ફરમાવે છે:

ઇસ્લામ એ જાહેરી ચીજો છે જેના ઉપર સામાન્ય રીતે લોકો કાએમ છે, એટલે કે અલ્લાહની તૌહીદ અને વહદાનીય્યતની ગવાહી અને એ કે આં હઝરત(સ.અ.વ.) ખુદાના બંદા અને તેના રસુલ છે અને નમાઝ કાએમ કરવી, ઝકાત અદા કરવી, હજ કરવી, માહે રમઝાનમાં રોઝા રાખવા આ છે ઇસ્લામ. પરંતુ ઇમાન આ તમામ ચીજોની સાથો સાથ એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત અને વિલાયતનો સ્વિકાર કરવો છે. અગર કોઇ શખ્સ આ તમામ વાતોનો ઇકરાર કરે અને વિલાયત અને ઇમામતને તસ્લીમ ન કરે તો એ મુસલમાન તો કહેવાશે પરંતુ ગુમરાહ ગણાશે. (મોઅમીન નહી કહેવાય)

(તફસીરે બુરહાન, ભાગ:4, પાના:212, હદીસ:પ / કાફી, ભાગ:2, પાના:24, હદીસ:4)

   જાહેરી તસ્લીમ ઇન્સાન માટે અઝાબનું કારણ હોઇ છે.

જેમ કે કુર્આન પુકારી રહ્યુ છે કે જે કોઇ ખુદા અને તેના હુકમથી મોઢુ ફેરવશે એટલે હસદ, લાલચ, ખુદપસંદી વિગેરે કરશે તો ખુદા તેના પર અઝાબ નાઝિલ કરશે. જાહેરી રીતે ઇન્સાન તેને કબુલ કરે છે અને તેને સમજે પણ છે, પરંતુ આ વાત તેના દિલની ઉંડાઇઓ સુધી નથી પહોંચતી.

વ જહદુ બેહા વસ્તય્કનત્હા અન્ફોસોહુમ્ ઝુલ્મવ્ વ ઓલુવ્વા. ફન્ઝુર્ કય્ફ કાન આકેબતુલ્ મુફ્સેદીન

અને તે છતા કે તેઓના દિલોને મોઅજીઝાઓનું યકીન હતુ, પરંતુ તેમ છતા તે લોકોએ બગાવત અને અભિમાનના લીધે તેને ન માન્યુ. તો અય રસુલ (સ.અ.વ.) જુઓ કે ફસાદ કરવાવાળાઓનું પરિણામ શું થયું?

(સુરે નમલ, આયત: 14)

ઇલાહી કલામનો આ મોઅજીઝો છે કે તે આ માનસિક પાસાને કેટલા સારા અંદાઝમાં બયાન કરે છે.

એમ છતા કે તેઓના દિલને આ વાતનું યકીન હતુ પરંતુ તેમ છતા તે લોકોએ બગાવત અને અભિમાનના લીધે તેને ન માન્યુ.

ફીરઔન જાણતો હતો કે મુસા(અ.સ.) સાચુ બોલી રહ્યા છે અને તેની અક્લ તેને તસ્લીમ પણ કરી રહી હતી, પરંતુ ખુદપસંદી અને જાહોજલાલી, સલ્તનત અને સત્તાના કારણે તેને દિલથી તસ્લીમ કર્યુ નહી.

મુઆવીયા ઇબ્ને અબુ સુફયાન બીજાઓ કરતા વધારે અમીલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને જાણતો હતો, પરંતુ તે હઝરત અલી(અ.સ.)ની સામે વિનમ્ર હતો નહી, તેઓ(અ.સ.) ની સાથે નફરત અને અદાવત, કીનો રાખીને પોતાનો અંજામ બરબાદ કર્યો.

દિલથી તસ્લીમ:

આ તસ્લીમ વાસ્તવિક છે. આ જ જન્નતની ગેરેંટી છે. ઇન્સાની દિલમાં જ્યારે તસ્લીમનું નૂર પૈદા થાય છે, તો તેની વિશાળતા, તેની ઉંડાઇ વધી જાય છે.

આ જ મૂળભૂત તસ્લીમ છે, જે ઇન્સાન પોતાના દિલથી કરે છે અને દિલથી તસ્લીમનું ફળ ઇમાન અને અમલ છે. આપણે એ હકીકી તસ્લીમ વિશે ચચર્િ કરીશું.

આ કહેવુ ગેર વ્યાજબી નહી કહેવાય કે જ્યારે જાહેરી તસ્લીમ દિલથી બને છે તો ઇન્સાન મેઅરાજની મંઝીલો ઉપર નજર આવે છે. ક્યારેક તે સલમાને મોહમ્મદી (ર.અ.), હુર ઇબ્ને યઝીદે રીયાહી તો ક્યારેક ઝુહૈર ઇબ્ને કૈને બજલી, હાને મક્કી, ફુઝૈલ બીન યસાર, કુલૈબ (તસ્લીમ) વિગેરે બની જાય છે. પરંતુ જ્યારે કેવલ ખુદા ન કરે આ જ તસ્લીમ ફક્ત સમજણ સુધી મયર્દિીત રહી જાય તો તે હસ્સાન બીન સાબીત, અલી બીન હમઝા બતાએની, શલ્મગાનીના પમાં દેખાઇ આવે છે.

જ્યારે ઇન્સાન તસ્લીમ અને રઝાની મંઝિલ પર આવી જાય છે તો તેને ખુદ પોતાને એહસાસ થઇ જાય છે કે તે ઇમામ સાથે શા માટે અને શું ની ચચર્િ ન કરે. અગર ઇમામ સાદિક(અ.સ.)ની સામે એક જ સફરજનના બે હિસ્સા કરીને રાખવામાં આવે અને ઇમામ(અ.સ.) ફરમાવે: સફરજનનો આ હિસ્સો હલાલ છે અને આ હિસ્સો હરામ છે. તો સવાલ કરવાની ઇજાઝત નથી.

આવો જોઇએ કે અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની હદીસોની રોશનીમાં વાસ્તવિક તસ્લીમ શું છે.

સલ્લેમુ તસ્લીમન્ યઅ્ની સલ્લેમુ લહુ બિલ્ વિલાયતે વ બેમા જાઅ બેહી

એટલે વિલાયત અને જે કાંઇ તેઓના થકી આપણા સુધી પહોંચ્યુ છે તેને તસ્લીમ થવું.

(તફસીરે કુમ્મી, ભાગ:2, પાના:196,

તફસીરે બુરહાન, ભાગ:4, પાના:488)

અબુ બસીરે ઇમામ સાદિક(અ.સ.)ને સુરએ અહઝાબ આયત નંબર 56ના બારામાં સવાલ કર્યો તો આપ(અ.સ.)એ ફરમાવ્યું:

તેઓ પર સલવાત મોકલવી અને જે કાંઇ તેઓએ બતાવ્યું તેને સંપૂર્ણ રીતે તસ્લીમ થવું

(મહાસીન, ભાગ:1, પાના:271)

અબુ હાશીમ કહે છે કે હું ઇમામ જાફર સાદિક (અ.સ.)ની સાથે મસ્જીદુલ હરામમાં હતો. મદીનાનો ગવર્નર મીમ્બર પર ગયો અને જુમ્આનો ખુત્બો દેતા કહ્યું:

ઇન્નલ્લાહ વ મલાએકતહુ યોસલ્લુન અલન્નબી યા અય્યોહલ્લઝીન આમનુ સલ્લુ અલય્હે વ સલ્લેમુ તસ્લીમા

ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ મને ફરમાવ્યું:

અય અબુ હાશીમ! આ શું જાણે આ આયતની તફસીરના બારામાં? પછી આપ(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું:

સલ્લેમુલ્ વલાયત (લે અલીય્યીન) તસ્લીમા

એટલે હઝરત અલી(અ.સ.)ની વિલાયતની સામે સંપૂર્ણ રીતે તસ્લીમ થવું

અને તે દિવસે ખુદાની સામે લોકો સંપૂર્ણ રીતે માથુ જુકાવી તસ્લીમ થયેલા હશે

(સુરે નહલ, આયત:87)

બેશક! અલ્લાહ અને તેના મલાએકા રસુલ (સ.અ.વ.) પર સલવાત મોકલે છે, તો અય ઇમાનવાળાઓ તમે પણ તેમના પર સલવાત મોકલતા રહો અને સલામ કરતા રહો.

(સુરએ અહઝાબ, આયત નંબર: 56)

આ બદ્દુ અરબ કહે છે કે, અમે ઇમાન લઇ આવ્યા છીએ, તો આપ કહી દો કે તમે ઇમાન નથી લાવ્યા પરંતુ એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા છીએ, હજી ઇમાન તમારા દિલોમાં દાખલ નથી થયુ.

(સુરએ હોજોરાત, આયત: 14)

અને તે છતા કે તેઓના દિલોને મોઅજીઝા ઓનું યકીન હતુ, પરંતુ તેમ છતા તે લોકોએ બગાવત અને અભિમાનના લીધે તેને ન માન્યુ. તો અય રસુલ (સ.અ.વ.) જુઓ કે ફસાદ કરવાવાળાઓનું પરિણામ શું થયું?

(સુરે નમ્લ, આયત: 14)

મુસાએ કહ્યું: તમે એ ચોક્કસ જાણો છો કે આ મોઅજીઝો તમામ આસ્માનો અને જમીનના પાલનહારે નાઝિલ કર્યો છે. (અને તે પણ લોકોની) વિચારની વાતો છે અને અય ફીરઔન મને ચોક્કસ એવુ લાગે છે કે તારો વિનાશકાળ નજદીક આવી ગયો છે

(સુરએ બની ઇસ્રાઇલ, આયત:102)

અને તેઓને દિલ તો છે (પરંતુ જાણી બુજીને) તેનાથી સમજતા નથી

(સુરએ અઅરાફ, આયત:179)

આ લોકો કુર્આનમાં જરાએ ચિંતન મનન કરતા નથી અથવા તો શું તેઓના દિલો પર તાળા લાગી ગયા છે?

(સુરએ મોહમ્મદ, આયત:47)

શું આ લોકો જમીન પર હાલતા ચાલતા નથી, જેથી તેઓના એવા દિલ હોય છે જેનાથી હક્ક વાતોને સમજત અથવા તેઓના કાન એવા કાન હોત જેના થકી સાચી વાતોને સાંભળતે

(સુરએ હજ્જ, આયત:46)

આવો ઇતિહાસના અમુક પાનાઓ ખોલીએ અને જોઇએ દિલથી તસ્લીમની શું અસરો અને બરકતો છે. અગર ઇસ્લામના શઆતના સમયનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલા હેસાન બીન સાબીતનું નામ દિમાગમાં આવશે. તેઓએ પંજેતને પાકની ઝિયારત કરી હતી, રસુલ(સ.અ.વ.)ના સહાબી હતા, હી.સ. 10 માં ગદીરના બનાવમાં હાજર હતા. અમીલ મોઅમેનીન હઝરત અલી બીન અબી તાલીબ(અ.સ.)ની બયઅત જ નહી પરંતુ આપની મદ્હમાં કસીદો ‘ફીલ્બદી’ ઝાહેરન કહ્યો હતો. પરંતુ ફક્ત જાહેરી તસ્લીમ હતી, દિલથી તસ્લીમ ન હોવાના લીધે ત્રીજા ખલીફાના સમયમાં કોઇએ પુછ્યું: શું અલી(અ.સ.) હક્ક પર છે કે ઉસ્માન? કહે છે મને ખબર નથી. રાવીએ જ્યારે હઝરત અલી(અ.સ.)ને હેસાન બીન સાબીતના મૃત્યુ પછી સવાલ કર્યો: શું તે આપ (અ.સ.)ના શીઆ તરીકે મૃત્યુ પામ્યો છે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

મન્ માત વલમ્ યઅ્રીફ ઇમામ ઝમાનેહી માત મીતતન્ જાહેલીય્યહ

હેસાન જાહેલીય્યતની મૌત મર્યો. એટલે હકીકી ઇમામની સામે દિલથી તસ્લીમ ન કરવી જહન્નમના અબદી અઝીય્યતોનો સબબ બની જાય છે.

કરબલા આપણી બુનિયાદી દર્સગાહ છે. શું કોઇ એમ કહી શકે છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો તેઓને ઓળખતા ન હતા. તેઓ પણ જાહેરી તસ્લીમની મંઝિલ પર હતા પરંતુ દિલથી તસ્લીમનો અભાવ હતો, જેના લીધે જહન્નમના હકદાર બન્યા. ઇતિહાસ આવા ઉદાહરણોથી ભરેલો છે.

હસન બીન અલી વશ્શાઅ કહે છે, મને એક દિવસ મારા સૈયદ અને સરદાર હઝરત ઇમામ રેઝા(અ.સ.)એ મર્વ બોલાવ્યો અને ફરમાવ્યું: અય હસન! આજે અલી ઇબ્ને અબી હમ્ઝા બતાએનીનો ઇન્તેકાલ થઇ ગયો. તેની કબ્રમાં સવાલ જવાબ માટે બે ફરિશ્તા દાખલ થયા અને તેઓએ સવાલ કરવા શ કર્યા તારો રબ કોણ છે? તેણે કહ્યું: અલ્લાહ. પછી તેઓએ સવાલ કર્યો: તારા નબી કોણ છે? તેણે જવાબ દીધો: હઝરત મોહમ્મદ(સ.અ.વ.) પછી સવાલ કર્યો: તારા વલી કોણ છે? તેણે જવાબ આપ્યો: હઝરત અલી બીન અબી તાલીબ(અ.સ.). તેના પછી? તો તેણે કહ્યું: હસન(અ.સ.). પછી? તો તેણે કહ્યું: હુસૈન(અ.સ.). પછી? તો તેણે કહ્યું: અલી બીન હુસૈન(અ.સ.) પછી? તો તેણે કહ્યું: મોહમ્મદ બીન અલી(અ.સ.). પછી: તો તેણે કહ્યું: જાફર બીન મોહમ્મદ(અ.સ.). પછી: તો તેણે કહ્યું: મુસા બીન જાફર(અ.સ.). પછી? તો તેની જીભ થોથરાવા લાગી. તેઓ તેના પર તાડુક્યા અને પુછ્યું: પછી કોણ? તે ચૂપ થઇ ગયો. ત્યારે તેઓએ તેને કહ્યું: શું તને મુસા બીન જાફર(અ.સ.)એ આ અમ્ર (એટલે ઇમામતે હઝરત અલી ઇબ્ને મુસર્રેઝા(અ.સ.)) ના બારામાં નથી બતાવ્યું? પછી તેઓએ આગના તાઝીયાનાથી તેની કબ્રને આગથી કયામતના દિવસ સુધી ભરી દીધી. હસન કહે છે કે પછી હું મારા સૈયદ અને સરદારની પાસેથી ગયો અને તે દિવસ અને તારીખ લખી લીધી. ત્યાં સુધી કે અમુક દિવસો પસાર થયા અને કુફાવાસીઓ તરફથી પત્ર આવ્યો જેમાં બતાએનીની મૌત થવાની તારીખ અને સમય એ જ લખ્યો હતો જેનો ઇમામ(અ.સ.)એ ઉલ્લેખ કર્યો હતો.

(બેહારુલ અન્વાર, ભાગ:49, પાના:58)

એ વાત દિમાગમાં રહે કે, અલી ઇબ્ને હમ્ઝા બતાએની કોઇ મામુલી ઇન્સાન નહોતા, તે ઇમામ મુસા ઇબ્ને જાફર(અ.સ.)ના ખાસ અસ્હાબમાંથી હતા, ઉપરાંત ભરોસાપાત્ર વકીલોમાંથી હતા, પરંતુ પછીથી વાકેફી થઇ ગયા અને ઇમામ રેઝા(અ.સ.)ની ઇમામતનો ઇન્કાર કર્યો. તેનું મૂળ કારણ જાહેરી તસ્લીમ માત્ર હતી, દિલથી તસ્લીમ હતી નહી.

આ જ નહીં પરંતુ ગયબતે સુગરામાં મોહમ્મદ ઇબ્ને અલી શલ્મગાની અઝાકરી જે અસ્હાબે ઇમામ હસન અસ્કરી(અ.સ.)માંથી હતા. ઘણી બધી કિતાબો લખી, પરંતુ જનાબે હુસૈન બિન રવ્હ નવબખ્તીના ઝમાનામાં નાએબે ખાસ હોવાનો જુઠો દાવો કર્યો અને ગુમરાહ થઇ ગયા.

ખુદ ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની તરફથી તૌકીઅ બહાર પડી હતી, જેમાં આપ(અ.સ.)એ તેના પર લઅનત કરી છે.

(મહદીએ મવઉદ (બેહારુલ અન્વારનો તરજુમો,ભાગ:51), પાના:685)

આખરે કઇ ચીજે શલ્મગાનીને ગુમરાહ કર્યો? શું તેની પાસે જાહેરી તસ્લીમ નહોતી? ચોક્કસ હતી, પરંતુ દિલથી તસ્લીમ ન હતી, તેના લીધે વિલાયતે ઇમામે ઝમાના(અ.સ.)થી ગુમરાહ થઇ ગયા. આપણે અગર દિલથી તસ્લીમ શું છે તે સમજવી હોય તો એહલેબૈત (અ.મુ.સ.)ના મુખ્લીસ શીઆઓ પવિત્ર જીંદગી પર નજર નાંખીએ. ઇસ્લામની શઆમાં સૌથી પ્રથમ જનાબે સલમાને મોહમ્મદી(ર.અ.)ની તસ્લીમની એ હાલત હતી કે આપ એ જગ્યાએ કદમ રાખવાનું પસંદ કરતા હતા કે જ્યાં રસુલે અકરમ(સ.અ.વ.)ના કદમના નિશાન પડતા હતા. એહલેબૈત(અ.મુ.સ.)ના દરેક કૌલ અને અમલમાં ‘આમન્ના વ સદ્દક્ના’ની મંઝીલ પર હતા, અને કદાચ આ જ કારણે રસુલે અકરમ(સ.અ.વ.)એ કહ્યુ હતું: ‘અસ્સલમાનો મિન્ના અહલલ્બૈત’

શોહદાએ કરબલાને જે મહાનતા અને મરતબો મળેલો છે, તે ફક્ત આ દિલથી તસ્લીમ થવાના લીધે છે, નહિતર અસ્હાબે હુસૈન(અ.સ.)ની સામે મૌત ઉભી હતી, પરંતુ તે લોકો આ જ કહી રહ્યા હતા: યબ્ન રસુલુલ્લાહ (સ.અ.વ.)! અગર અમને 70 વાર પણ કત્લ કરવામાં આવે અને જીવંત કરવામાં આવે તો પણ અમે આપ (અ.સ.)ની નુસ્રત કરવાથી અટકશું નહી.

એટલુ જ નહી પરંતુ અન્ય અઇમ્મા(અ.મુ.સ.)ના ઝમાનામાં પણ આવા નાયાબ મોતી દેખાઇ આવે છે, જેમકે ઇમામ જઅ્ફરે સાદિક(અ.સ.)ના સહાબી હાને મક્કી. આ એ સહાબી છે કે જેમની દિલથી તસ્લીમની એ હાલત છે કે, એક દિવસ ઇમામ(અ.સ.)એ તેઓને સળગતા તંદુરમાં કુદી જવા કહ્યુ, હાને મક્કી કોઇપણ જાતની ચું કે ચા કયર્િ વિના તંદુરમાં કુદી ગયા. થોડીવાર પછી જોવામાં આવ્યુ કે, તેઓ આગ ઉપર પલાઠી વાળીને ખુદાની હમ્દો સના કરી રહ્યા છે.

(ઝિન્દગાનીએ હઝરત ઇમામ જઅ્ફરે સાદિક (અ.સ.), ભાગ:47 નો તરજુમો પાના:105)

મુખ્તાર ઇબ્ને ઝૈદ શહામ ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત કરે છે કે, જ્યારે હું ઇમામ સાદિક(અ.સ.)ની ખિદમતમાં ગયો અને બયાન કર્યુ કે, અમારી દરમિયાન એક શખ્સ આવે છે, જેનું નામ કુલૈબ છે, જેની સામે અમે જે કાંઇ પણ બયાન કરીએ છીએ (આપ(અ.સ.)ની હદીસો) તો તરત કહે છે, ‘અના ઓસલ્લેમો’ (મેં તસ્લીમ કર્યુ) તો અમે લોકોએ તેનું નામ ‘કુલૈબે તસ્લીમ’ રાખી દીધું. તો ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું: ખુદા તેના પર રહેમ કરે, પછી ફરમાવ્યું: શું તમે જાણો છો, તસ્લીમ શું છે? તો અમે ખામોશ થઇ ગયા. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

અલ્લાહની સામે ઝલીલ અને તુચ્છ થવું

અને ઇમામ(અ.સ.)એ કુર્આનની આ આાયત પઢી:

અલ્લઝીન આમનુ વ અમેલુસ્સાલેહાતે વ અખ્બતુ એલા રબ્બેહિમ્

બેશક! જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કયર્િ અને પોતાના રબની બારગાહમાં આજીજીથી પેશ આવ્યા. . .

(સુરએ હુદ, આયત નંબર:23)

ઇન્સાનની નજાત ફક્ત અને ફક્ત એહલેબૈત (અ.મુ.સ.)ની સામે દિલથી તસ્લીમ થવામાં જ છે, એક કાફલો છે, જે ઇમામતના મોઅજીઝાની તરફ રાહનુમાઇ કરતા પોતાની મંઝિલ તરફ . . . . . આગળ ચાલ્યો જાય છે. આ ઇમામતનો એઅજાઝ તેઓના દિલોમાં વિલાયતના નૂરની તજલ્લી કરે છે. આ કાફેલો હકનો પરચમ લઇને શરીઅતની સંસ્કૃતિ માટે હકની તપાસ કરનારા લોકોના માટે રસ્તો તૈયાર કરી રહ્યો છે. અવાજ આવી રહી છે, જે અકલને અમલ કરવાની દાવત આપી રહી છે. એક જરાક એવા પ્રોત્સાહનનો હળવો ઝટકો અગર ઇમામ(અ.સ.)ની તવજ્જોહ આપણી તરફ કરી દે તો, આ દુનિયામાં જ્યાં હજારો વમળ આવી રહ્યા છે, તેને બચાવીને પોતાની મંઝિલની તરફ પહોંચવાની ખુશનસીબી અતા ફરમાવશે. અહીં હોંસલા માટે હરકતથી મુરાદ બેદારી-જાગૃતતા છે, એટલે કે આપણે આપણા ઇમામે વકત તરફ મોતવજ્જેહ રહેવું જોઇએ અને તેના તકાઝાઓ પુરા કરવાની રાત દિવસ કોશિશ કરવી જોઇએ. ઉંઘથી ભરેલ આંખો ઓછામાં ઓછુ પોતાની કલ્પનામાં એ વસ્તુઓની તરફ નજર ઉઠાવીને જોઇએ, જ્યાં નુરોનો વરસાદ થઇ રહ્યો છે અને તે મંઝિલ આપણા ઇમામે ઝમાના(અ.સ.)ની ખૈમાગાહ છે અને આ જ ‘સલ્લેમુ તસ્લીમા’ના મકસદની હ છે.

એટલે કે એહલેબૈત(અ.મુ.સ.)ના કૌલ અને અમલની સામે સંપૂર્ણ રીતે તસ્લીમ થવું, ખુદાવંદે આલમની રહેમત અને મઅરેફતનો ઝરીઓ છે. હઝરત બકીય્યતુલ્લાહ(અ.સ.)એ પોતાની એક તૌકીઅમાં આ અર્થની સ્પષ્ટતા કરતા ઇરશાદ ફરમાવ્યુ:

ફત્તકુલ્લાહ વ સલ્લેમુ લના

અલ્લાહનો તકવા અપનાવો અને અમારી સામે તસ્લીમ થઇ જાવ

(બેહારુલ અન્વાર, ભાગ:53, પાના:179)

અને, એક અન્ય તૌકીઅમાં મળી આવે છે:

યા મેહઝમો . . . . વ નજલ્ મોસલ્લેમૂન

અય મેહઝમ . .. . તસ્લીમ થનારાઓ માટે જ નજાત છેે.

ઇન્સાન પોતાના હોઠો પર ફરીયાદ લાવનારો હોય શકે છે, એવા નિખાલસ લોકો એવા નેક લોકોની પવિત્ર જીંદગી અને તેઓની જવાબદારીઓ આપણી સમક્ષ નથી, જેની પાછળ આપણી રૂહ દિલથી તસ્લીમ થવાની મંઝિલો પસાર કરે. આ રીતે આ ઇમ્કાની દુનિયામાં એક કારવાન છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.