Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૪૦

ખિલ્કતની દુનિયામાં ઇન્કેલાબ અને શોર બકોર

Print Friendly

આ અમારા બચપણની વાત છે કે મમ્મી, પપ્પા, ચાચા, ફુઇ, માસી, દાદા, દાદી અમને અઝાખાનામાં લઇને જતા અને સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાની તરબીયત થતી હતી. પરંતુ એમ કહેવામાં આવે કે હજી અમે દુધ પીતા જ હતા કે અમને મજલીસોમાં લઇ જવામાં આવ્યા અને કાનોમાં નૌહા, માતમ અને મરસીયાની અવાજો પહોંચાડવામાં આવી. ધીમે-ધીમે આવા વાતાવરણમાં મોટા થયા અને અઝાદારી તથા અઝાખાનાઓ વધારે ને વધારે આકર્ષિત થવા લાગ્યા. જ્યારે થોડીક સમજ-બુજ આવી તો જોયુ કે અઝાખાનાઓની સજાવટ કાળા કપડાની કાળી પટ્ટીથી કરવામાં આવી રહી છે અને તેના પર લાલ, પીળા, લીલા અને વાદળી રંગોથી કંઇક લખેલુ છે, પરંતુ અમે તેના પર કાંઇ વિચાર કે તપાસ ન કરી. અલબત્ત સમય પસાર થવાની સાથે પરિસ્થિતિ બદલાણી અને અમે કંઇક શીખીે જવાનીની ઉમ્રમાં પહોંચ્યા.

બચપણમાં જોયેલી એ પટ્ટીઓ અને બેનર્સ જે અમારા દિમાગના કોઇ ખુણામાં બીજી તમામ ચીજોની જેમ સંપૂર્ણ રીતે વિસ્તૃત સ્વપમાં વસેલા હતા. અમે તેને સંપૂર્ણ સ્વપમાંથી કાઢીને આંશિક સ્વપમાં રાખી એટલા માટે કે હવે અમે કાંઇક ફારસી લખતા વાંચતા શીખી ચુક્યા હતા. હવે જ્યારે એ બેનર્સને ધ્યાનથી વાંચ્યા તો ખબર પડી કે લખ્યુ છે. . .

બાઝ ઇન શોરશ અસ્ત કે દર ખલ્કે આલમ અસ્ત?

ફરી આ ખિલ્કતની દુનિયામાં કેવો ઇન્કેલાબ અને કેવો શોર છે?

આ પંક્તિની સાથે ફરી બીજી પંક્તિ પણ સમજમાં આવી અને કોશિશ કરતા કરતા ઘણી બધી પંક્તિઓ વાંચી નાખી. વાત જ્યારે અહીં સુધી પહોંચી ગઇ છે તો હવે એ અશ્આરની હકીકતથી માહિતગાર થઇએ.

આ શેઅર કોણે લખ્યા?

ઇરાનના ખુબજ મશહુર શાયર શમ્શુશ્શોઅરા મોહતશીમ કાશાની અલી ઇબ્ને અહમદના અશ્આર છે. હિ.સ. 905 માં ઇરાનના કાશાન શહેરમાં પૈદા થયા અને આશરે 91 વર્ષની ઉમ્રે હિ.સ. 996 માં કાશાનમાં જ દફન થયા. સફવી હુકુમતના સમયગાળામાં આપે જીવન પસાર કર્યુ. મોહતશીમ પોતાની જવાનીથી જ શેઅર કહેતા હતા. અલબત્ત શઆતમાં પસંદગીના શેર અને ગઝલ કહ્યા કરતા હતા. પરંતુ બાદમાં દીની લગાવ પૈદા થયો તો નવો વિષય લીધો અને એહલેબૈત(અ.મુ.સ.)ના મસાએબ પર શેઅર કહેવા લાગ્યા અને પછી ઘણી બધી ખ્યાતિ મેળવી લીધી.

મરસીયાની રચનાની શઆત:

મોહતશીમ જવાનીમાં પસંદગીના શેર અને શાયરીમાં મશ્ગુલ હતા. અને એટલા માટે તેમના સમકાલીને તેમને ‘કલકુશ્શેઆર’નો લકબ આપી દીધો હતો. આપણે આપણી ભાષામાં કહીએ તો કોઇની પરવા ન હોય તેવા સ્વભાવના હતા. પરંતુ તેમની જીંદગીમાં એક દુ:ખદ બનાવ બન્યો, જે તેમને મરસીયા રચવા તરફ લઇ ગયો. એ હાદેસો એ હતો કે તેમનો એક ભાઇ અબ્દુલગની હતો, જેનો હિંદુસ્તાનના દક્કનમાં ઇન્તેકાલ થઇ ગયો અને તેની જુદાઇમાં ખુબજ દિલસોઝ મરસીયો લખ્યો અને એક મરસીયો તેના ભત્રીજાની મૌત પર પણ લખ્યો. આ રીતે મરસીયાની રચના કરવાની શઆત કરી.

અમીરૂલ મોઅમેનીન(અ.સ.) ખ્વાબમાં:

મરહુમ હાજી મુલ્લા અલી ખયાબાની તબરેઝીએ પોતાની કિતાબ ‘વેકાયેઉલ અય્યામ’માં મોહતશીમ કાશાનીના સય્યદુશ્શોહદા(અ.સ.)ના બારામાં મરસીયા રચવાના બારામાં લખ્યુ છે.

જ્યારે મૌલાના મોહતશીમના ભત્રીજાનો ઇન્તેકાલ થયો તો મોહતશીમે તેના માટે એક મરસીયો લખ્યો. એક રાત્રે, હઝરત અસદુલ્લાહ ગાલિબ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ને સ્વપ્નમાં જોયા હઝરતે ફરમાવ્યું: અય મોહતશીમ! તારા ફરઝંદ (ભત્રીજા) માટે મરસીયા અને શેર કહ્યા પરંતુ તમે મારી આંખોની ઠંડક અને મારી આંખોના નૂર હુસૈન(અ.સ.) માટે મરસીયો કહ્યો નહી? સવારે જ્યારે જાગ્યો તો સ્વ વિષે વિચારવા લાગ્યો. બીજી રાત્રે ફરી હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ને સ્વમાં જોયા કે ફરમાવી રહ્યા છે કે મારા ફરઝંદ હુસૈન માટે મરસીયો કહો. મોહતશીમે કહ્યું: હું આપ ઉપર કુરબાન થાવ, ઇમામ હુસૈન(અ.સ.)ની મુસીબત બેહદ અને અમર્યિદિત છે. એટલા માટે મને એ સમજમા નથી આવી રહ્યુ કે વાત ક્યાંથી શ ક અને શું કહુ?

હઝરત અમીર(અ.સ.)એ પંક્તિ આપી:

હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યુ, કહો:

“બાઝ ઇન ચે શોરશ અસ્ત કે દર ખલ્કે આલમ અસ્ત?

“ફરી આ ખિલ્કતની દુનિયામાં કેવો ઇન્કેલાબ અને કેવો શોર બરપા છે?

તેઓ જ્યારે જાગ્યા તો બીજી ંક્તિ એ સમયે શાહે અવલીયાની તવજ્જોહની છાંયામાં લખી અને હઝરતની બરકત અને ઇનાયતના તુફૈલમાં બાકીના અશ્આર લખવાનું શ કર્યુ. ત્યાં સુધી કે આ પંક્તિ પર પહોંચ્યા:

‘હસ્ત અઝ મલાલ ગરચે બરી ઝાતે ઝુલ જલાલ’

(જો કે અલ્લાહની ઝાતે ઝુલ જલાલ રંજ અને ગમથી પાક છે.)

તેમને બીજી પંક્તિ સમજમાં આવી રહી ન હતી. ઘણા દિવસ પસાર થઇ ગયા પરંતુ કશુ સમજમાં ન આવ્યુ તો એક રાત્રે ખ્વાબમાં હઝરત કાએમ(અ.સ.)ને જોયા.

ઇમામે ઝમાના(અ.સ.)ની પંક્તિ:

ઇમામે ઝમાના(અ.સ.)એ ફરમાવ્યુ:

‘ઉ દર દિલ વ હીચ દીલી બે મલાલ નિસ્ત’

‘તે (અલ્લાહ) દિલમાં છે અને કોઇ પણ દિલ ગમ વગરનું નથી’

(વકાયઉલ્ અય્યામ/ખયાબાની, પાના:58)

યાદી:   

કિતાબ ‘અલ કલામો યજીલ કલામ’ ભાગ:2, પાના: 110 ઉપર આ જ વાકેઓ વર્ણન થયો છે, પરંતુ થોડાક ફેરફાર સાથે…

આ કિતાબમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના નામની જગ્યાએ રસુલે અકરમ(સ.અ.વ.)નું નામ બયાન થયુ છે. ટુંકમાં એ કે મરસીયાની પ્રથમ પંક્તિ મઅસુમ(અ.સ.)ની ઝબાની છે. ‘બાઝ ઇન ચે શોરશ અસ્ત કે દર ખલ્કે આલમ અસ્ત?’ અને પાંચમી પંક્તિ ‘ઉ દર દિલ વ હીચ દીલી બે મલાલ નિસ્ત’ ઇમામે ઝમાના (અ.સ.)ની છે.

આ પંક્તિ કેટલી બધી મકબુલ:

આ મરસીયો ફારસી સાહિત્યના ઈતિહાસમાં ‘દવાઝદે બંદ’ના નામથી મશ્હૂર છે. એટલે કે બાર બંદનો મરસીયો અને જેમ કે અમે બયાન કર્યુ, આ મરસીયાની શઆત હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અથવા હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની પવિત્ર ઝબાનથી થઇ છે. એટલા માટે આજસુધી સર્વ-સામાન્ય રીતે એવી કબુલીયત હાસિલ થઇ છે કે ઇરાનની દરેક ગલી, શેરી, મસ્જીદ અને અઝાખાનાઓ, દરવાજા અને દિવાર પર લખેલા હોય છે. ઇરાનથી નિકળીને હિંદુસ્તાન, પાકિસ્તાન અને અન્ય તમામા દેશોમાં આ મરસીયાની ગુંજ છે.

શૈખ અબ્બાસ કુમ્મી(ર.અ.)નો અભિપ્રાય:

મોહદ્દીસે જલીલ, મરહુમ હાજી શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.) મફાતીહુલ જીનાનના લેખક ફરમાવે છે: મોહતશીમ શાયર પ્રખ્યાત મરસીયા લખવાવાળા કે જેમનો મરતબો અબાઅબ્દીલ્લાહ  હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની તમામ મજલીસો અને માતમમાં દરવાજા અને દિવાર ઉપર મુકવામાં આવેલ છે, જાણે કે રંજો ગમની સાથે આ અશ્આરને લખવામાં આવ્યા છે અથવા કરબલાની ખાક મિશ્રીત છે. દરેક સ્વપે આ અશ્આર હઝરત અબાઅબ્દીલ્લાહ(અ.સ.)ની મુસીબતને જુની પુરાની થવા નથી દેતા અને આ જ વાત હઝરત મોહતશીમની અઝમત અને બુઝુર્ગી અને પુષ્કળ મઅરેફતને જાહેર કરે છે.

(દિવાને મોહતશીમ કાશાની બે કોશીશે સઇદ કાનેઇ, પાના:20)

પયગંબરે અકરમ(સ.અ.વ.)નું મોહતશીમના મરસીયા પર ગીર્યા:

મકબુલ કાશાની એક પ્રખ્યાત શાયર હતા અને તેમને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની ખુબજ આરઝુ હતી, પરંતુ આર્થિક હાલત ઠીક ન હોવાથી મહેમ હતા, જ્યારે કોઇ કરબલા જતુ, તો આપની આંખોમાંથી હસરતના આંસુ વહેતા અને બેકફન ઇમામે મઝલુમની ઝિયારતની તમન્ના તિવ્રતાથી વધી જતી. એક દિવસ તેના મિત્રે સફરના ખર્ચની તૈયારી કરી દીધી અને તેઓ કાશાનથી કરબલાની તરફ નિકળી ગયા. રસ્તામાં ગુલપાયગાનની નજદીક લુંટારાઓએ પુરા કાફલાને લુંટી લીધો, અમુક કાશાન પાછા ફયર્િ અમુક લોકો ગુલપાયગાન તરફ ગયા, એ ઇરાદાથી કે જાણીતા ઓળખીતા લોકો પાસેથી કંઇક કર્ઝ લઇને સફરને સંપુર્ણ કરીએ, પરંતુ ગુલપાયગાનમાં મકબુલનું કોઇ જાણીતુ હતુ નહી અને ખુદ મકબુલ પોતે કોઇની પાસેથી કર્ઝ લેવાનું ચાહતા ન હતા અને કાશાન પાછા ફરવાનું પણ પસંદ ન હતુ. તેમના દિલમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની તીવ્ર ઇચ્છા હતી. મનોમન વિચારવા લાગ્યા કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે ીકળ્યો છું. આટલો રસ્તો પસાર કરી લીધો છે. આથી અહીં રોકાઇ જાવ અને કંઇક મહેનત મઝદુરી કરી સફરનો ખર્ચ ભેગો કરી લઉ અને કરબલા જાવ.

અમુક દિવસો ગુલપાયગાનમાં રોકાણા ત્યાં સુધી કે મોહર્રમ આવી ગયો. અન્ય શીઆઓની જેમ રાત દિવસ મજલીસોમાં શિરકત કરતા હતા, ત્યાં સુધી કે શબે આશુરા આવી પહોંચી, જે અશ્આર તેઓએ કહ્યા હતા તે પઢયા અને એક શોર બરપા થઇ ગયો. એ રાતે મજલીસ ખત્મ થવા પછી ખ્વાબમાં જોયુ કે કરબલામાં છે અને સહેનમાં દાખલ થયા છે, ચાહ્યુ કે ઝરીઅ તરફ જાય પરંતુ તેમને જવા દીધા નહી.

મકબુલ કહે છે કે મેં પોતાનો કહ્યુ: મારા ખુદા! હરમમાં દાખલ થવા માટે કોઇએ કોઇના માટે અડચણપ થવુ જોઇએ નહી. એક શખ્સે કહ્યું: તમે બરાબર કહો છો. મકબુલ, પરંતુ આ સમયે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.), જનાબે ખદીજા કુબરા(સ.અ.), જનાબે આસીયા (સ.અ.), જનાબે હાજરા(સ.અ.) અને જનાબે સારા (સ.અ.) અમુક હુરોની સાથે હરમમાં ઝિયારતમાં મશ્ગુલ છે અને કારણકે તમે નામહેરમ છો તમને ઇજાઝત નહી મળશે. મેં કહ્યુ: તમે કોણ છો? તેણે કહ્યુ: હું હાફ્ફીન મલાએકામાંથી છું. (ઇમામ હુસૈન(અ.સ.)ના હરમની આજુ બાજુ ફરવાવાળા મલાએકાને હાફફીન મલાએકા કહેવાય છે.) તમે નારાજ ન થાવ અને મારી સાથે આવો, હું તમને હરમની બીજી બાજુ લઇ જાવ. હરમે મુતહ્હરના શ્ર્ચિમી સહેનમાં એક આલીશાન મજલીસ બરપા હતી, મેં ફરિશ્તાને ત્યાં મવજુદ લોકોના વિષે સવાલ પુછ્યો. તેણે કહ્યુ: અંબીયા(અ.મુ.સ.), હઝરત આદમ(અ.સ.) થી લઇને હઝરત ખાતમ(સ.અ.વ.) સુધી તમામ અંબીયા સય્યદુશ્શોહદા(અ.સ.)ની ઝિયારત માટે આવ્યા છે, મેં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને જોયા કે તેઓ ફરમાવી રહ્યા હતા કે: જાવ! મોહતશીમને કહો કે આવે. મેં જોયુ કે મોહતશીમ પોતાના નાના કદ, નુરાની ચહેરો અને અસ્ત-વ્યસ્ત અમામા પહેરેલી હાલતમાં દાખલ થયા અને આં હઝરત(સ.અ.વ.) એ બાજુમાં જ એક મિમ્બર તરફ ઇશારો કર્યો અને મોહતશીમને કહ્યું કે મિમ્બર પર જાવ. મોહતશીમ મિમ્બરના જે પગથીયા પર જતા પયગંબર(સ.અ.વ.) કહેતા કે હજી ઉપર જાવ, ત્યાં સુધી કે અર્શા (નવમાં પગથીયા) પહોંચ્યા અને ઉભા થઇ ગયા અને પયગંબર (સ.અ.વ.)ના હુકમનો ઇન્તેઝાર કરવા લાગ્યા.

આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું: અય મોહતશીમ આજે શબે આશુર છે, તમે તમારા એ દિલસોઝ અશ્આર પઢો. મોહતશીમે અશ્આર પઢવા શ કર્યા

અય કશ્તીએ શિકસ્ત ખુરદેહ તુફાને કરબલા

દર ખાકો ખુન તતીદે મેદાને કરબલા

ગર ચેશ્મે રોઝગાર બર ઉ ફાશ મી ગિરિસ્ત

ખુન મી ગુઝશ્ત અઝ સરે ઇવાને કરબલા

ન ગિરફ્ત દસ્તે દહ્ર ગલાઇ બે ગૈર અશ્ક

અઝ આન ગુલ કે શુદ શિગફ્તે બે બોસ્તાને કરબલા

અઝ આબ હમ મુઝાયકેહ કરદન્દ કુફીયાન

ખુશ દાશતન્દ હુરમતે મેહમાને કરબલા

બુદન્દ દેવ દદ હમીએ સૈરાબ વ મી મક્ધદ

ખાતમ અઝ કહત આબ સુલૈમાને કરબલા

ઝાન તશ્નગાન હનુઝ બે અય્યુક મીરસદ

ફરિયાદ અલ-અતશ અઝ બયાબાને કરબલા

આહ અઝ દમી કે લશ્કરે અઅદા ન કર્દ શરમ

કરદન્દ  બે ખૈમએ સુલ્તાને કરબલા

મરસીયાનો બીજો બંદ છે અને આમાં શાએરે કરબલાની જમીનને તુટેલી કશ્તી સાથે સરખાવી છે, તુટેલી કશ્તી તોફાનના વમળમાં ઘેરાએલી છે અને આ જમીન ખાક અને ખુનમાં ડુબેલી છે. અગર કાએનાતના તમામ ઝરર્ઓિ ખુલીને ગીર્યા કરે તો પુરી કરબલાની જમીન ખુનમાં લથપથ થઇ જાત. જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) કરબલાના રણમાં શહીદ થયા તો દુનિયામાં કોઇ પણ એવું ન હતુ, જેની આંખો ભીની ન થઇ હોય. કુફીઓએ મહેમાન તરીકે બોલાવીને પાણી  આપ્યુ અને કરબલાના મહેમાનનું ખુન વહાવીને ખુશ હતા. કરબલામાં દરેકને માટે પાણી હતુ, પરંતુ સુલ્તાને કરબલા (હઝરત ઇમામ હુસૈન(અ.સ.) માટે દુષ્કાળ હતો. પ્યાસાઓને પાણીથી દુર રાખવામાં આવ્યા અને કરબલાના જંગલમાં અલ-અતશની ફરીયાદ આવતી રહી. સુલ્તાને કરબલાની સાથે દુશ્મનોના લશ્કરે શરમ ન કરી અને તેમના ખૈમા તરફ ખ કર્યુ.)

મોહતશીમ અહીં સુધી પઢ્યા હતા કે પયગંબરે અકરમ (સ.અ.વ.)ની ચીખો-પુકારની, ગીયર્નિી અવાજ બુલંદ થઇ અને આં હઝરત(સ.અ.વ.)એ ગીર્યા અને રડવાની હાલતમાં ફરમાવ્યું: અય મારા બુઝુર્ગો! અય મારા અઝીઝો! જુઓ મારા આ ફરઝંદ હુસૈન(અ.સ.)ની સાથે શું કરવામાં આવ્યુ? ફુરાતનું પાણી જેને તમામ જાનવરો પીવે છે, મારા ફરઝંદને તેનાથી વંચિત કરી દેવામાં આવ્યા. પછી આપ(અ.સ.)એ મોહતશીમને કહ્યું: હજી પઢો! મોહતશીમે ફરી પઢવાનું શ કર્યુ:

રોઝી કે શુદ બે નેઝા સરે ઉન બુઝુર્ગવાર

ખુરશિદ સર બરેહના બર આમદ અઝ કોહસાર

મોજાહ બે જમ્બીશ આમદ વ બરખાસ્ત કોહ કોહ

અબરી બે બારિશ આમદ વ બે ગિરિસ્ત ઝાર ઝાર

ગુફ્તી તમામ ઝલ ઝલે શુદ ખાકે મુતમઇન

ગુફ્તી ફતાદ અઝ હરકત ચરખે બે કરાર

અર્શ ઉન ઝમાન બે લરઝેહ દર આમદ કે ચર્ખે પીર

ઉફતાદ દર ગુમાન કે કયામત શુદ આશ્કાર

ઉન ખૈમેઇ કે બે ગેસુએ હુરશ તનાબ બુદ

શુદ સર નિગુન અઝ બાદ મુખાલિફ હબાબ વાર

જમઇ કે પાસ મહમીલે શાન દાશ્ત જીબ્રઇલ

ગશ્તન્દ બી અમારી વ મહેમીલ, શુતર સવાર

બા ઉન કે સરઝદે ઇન અમલ અઝ ઉમ્મતે નબી

હુલ અમીન, અઝ હે નબી ગશ્ત શર્મસાર

(જે દિવસે ઇમામ હુસૈન(અ.સ.)નું સર નૈઝા પર આવ્યુ, સુરજ બરેહના થઇને પહાડ પાછળથી ીકળ્યો અને મોજાઓ હરકતમાં આવી ગયા. પહાડ પોતાની જગ્યાએથી ઉખડી ગયા, વાદળાઓએ ઝારો કતાર આંસુઓનો વરસાદ વરસાવ્યો, જમીનને ધરતીકંપ આવ્યો,બ્રહ્માંડ બેચૈન થઇ ગયુ, અર્ષ કાંપવા લાગ્યુ, કયામત આવી ગઇ. અય ખૈમો કે જેની દોરી હુરના ગેસુ હતા, તે મુખાલિફોના પવનથી ઉખડી ગઇ. ખૈમામાં ધુવાડો છવાઇ ગયો. જેની મહેમીલની હિફાઝત જીબ્રઇલ કરતા હતા તેઓ અમારી અને મહેમીલ વગરના ઉંટ પર સવાર થઇ ગયા, નબી(સ.અ.વ.)ની ઉમ્મતે આ કામ અંજામ આપ્યુ તો હુલ અમીન નબી(સ.અ.વ.)થી શર્મસાર થઇ ગયા.)

આ અશ્આર પર એટલુ બધુ ગીર્યા થવા લાગ્યુ કે જાણે ગિયર્નિી અવાઝ અર્શ પર પહોંચી ગઇ, મોહતશીમ મિમ્બર પરથી નીચે આવવા ચાહતા હતા, પયગંબરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું: હજી પડો, કારણકે દિલ હજી સુધી ગિયર્થિી સયરાબ નથી થયુ. મોહતશીમ હુકમ બજાવી લાવ્યો અને અમામો સર પરથી ઉતારી દીધો અને ફરિયાદ કરતા હોય એવા અવાજમાં કહ્યું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)!:

ઇન કુશ્તએ ફતાદ બે હામુન હુસૈન તુ અસ્ત

વ ઇન સૈયદ દસ્ત વ પાઝદેહ દર ખુન હુસૈન તુ અસ્ત

(અય હુસૈન(અ.સ.) આપનું કત્લ સહેરામાં થયું અને એક શિકારની જેમ આપ(અ.સ.) પોતાના હાથ-પગ ખુનમાં મારી રહ્યા હતા.)

મકબુલ વર્ણવે છે કે મોહતશીમ જ્યારે આ બંદને પડી ચુક્યા તો રસુલુલ્લાહ(સ.અ.વ.) બેહોશ થઇ ગયા અને તમામ અંબિયા(અ.મુ.સ.) માથુ પીટી પીટીને ગીર્યા કરવા લાગ્યા અને પછી એક ફરિશ્તાએ આ શેરને પડવાનું શ કર્યુ:

ખામોશ મોહતશીમ કે દિલે સંગ આબ શુદ

બુનિયાદે સબ્ર વ ખાનએ તાકત ખરાબ શુદ

ખામોશ મોહતશીમ કે અઝ ઇન હરફે સોઝનાક

મુર્ગે હવા વ માહીએ દરીયા કબાબ શુદ

ખામોશ મોહતશીમ કે અઝ ઇન શેઅરે ખુન ચકાન

દર દીદે અશ્ક મુસ્તમઆન ખુને નાદ શુદ

ખામોશ મોહતશીમ કે અઝ નઝ્મે ગીર્યા ખેઝ

એ ઝમીન બે અશ્ક જીગર ગુન કબાબ શુદ

ખામોશ મોહતશીમ કે ફલક બસ કે ખુન ગિરિસ્ત

દરીયા હઝાર મરતબે ગલગુન હબાબ શુદ

ખામોશ મોહતશીમ કે બે સોઝે તુ આફતાબ

અઝ આહે સર્દ માતમીયાન માહતાબ શુદ

ખામોશ મોહતશીમ કે અઝ ઝિક્રે ગમે હુસૈન

જીબ્રઇલ રા અઝ એ પિયામ્બર હિજાબ શુદ

આ બંદના દરેક શેરના પહેલા મિસ્રામાં મોહતશીમનો તખલ્લુસ આવ્યો છે. અલબત્ત આ ખ્વાબમાં ફરિશ્તો મોહતશીમને કહી રહ્યો છે:

મોહતશીમ ખામોશ થઇ જાવ, મોહતશીમ ખામોશ થઇ જાવ, પત્થરનું દિલ પાણી થઇ ગયુ, સબ્રની બુનિયાદ અને તાકતનો સંગ્રહ બરબાદ થઇ ગયો, મોહતશીમ ખામોશ થઇ જાવ, તમારી આ સોઝનાક વાતોથી હવાના પક્ષીઓ અને દરીયાની માછલીઓ બળીને શેકાઇ ગયા, તમારા આ ખુન ભરેલા શેઅ્રને સાંભળવાવાળાની આંખોના આંસુ ખાલિસ ખુન બની ગયા, તમારી આ ગિયર્થિી ભરેલી શાયરીથી આખી ઝમીન જીગરના આંસુઓથી શેકાઇ ગઇ, મોહતશીમ ખામોશ થઇ જાવ, આસ્માન ખુનના આંસુ રોવે છે, દરીયામાં તોફાન આવી ગયુ. તમારા સોઝથી અને માતમીઓની ઠંડી આહથી સુરજ ચાંદ બની ગયો (આંસુઓની ઠંડક સુરજ પર ગાલિબ થઇ ગઇ) ગમે હુસૈન(અ.સ.)ના ઝિક્રથી જીબ્રઇલ પર મુસીબત તુટી પડી. (કારણકે મદદ કરવા માટે નિયુક્ત ન હતા) એટલા માટે પયગમ્બર (સ.અ.વ.)થી શરમીન્દા થઇને પરદામાં ચાલ્યા ગયા.

મોહતશીમ ખામોશ થઇ ગયા અને જમીન પર આવી ગયા. થોડા સમય પછી મજલીસ જ્યારે તેની સામાન્ય હાલત આવી પહોંચી, તો પયગમ્બરે અકરમ(સ.અ.વ.) એ પોતાની અબા મોહતશીમના ખભાઓ પર નાખી દીધી.

જનાબે ઝહરા(સ.અ.)ની ફરમાઇશ:

મકબુલ કહે છે: હું પણ શાએરે એહલેબૈત (અ.મુ.સ.)હતો. હું ચાહતો હતો કે પયગંબર (સ.અ.વ.) મને પણ કહે કે પોતાના અશ્આર પઢો. મેં ઇન્તેઝાર કર્યો પરંતુ માયુસ થઇને હરમની બહાર આવ્યો, જોયુ કે એક હુર મને અવાજ દઇ રહી છે કે અય મકબુલ! ફાતેમા ઝહરા(સ.અ.) પોતાના બાબાની પાસે આવ્યા અને ફરમાવ્યુ કે ‘મકબુલને કહો કે તે પોતાના અશ્આર પડે’

મકબુલ કહે છે કે હું મિમ્બરના પ્રથમ પગથીયે ગયો, પરંતુ પયગંબર(સ.અ.વ.)એ મને એમ કહ્યુ નહી કે ઉપર જાવ, હું સમજી ગયો કે મોહતશીમનું સ્થાન મારી કરતા ખુબજ બુલંદ છે. મેં પોતાના શેર પડવાનું શ કર્યુ:

નહ ઝુલજનાહ દિગર તાબે ઇસ્તેકામત દાશ્ત

નહ સય્યદુશ શોહદા બર જેદાલ તાકત દાશ્ત

હવા અઝ જોરે મુખાલિફ ચો કિર ગુન ગરદીદ

અઝીઝે ફાતેમા અઝ અસ્બ બર ઝમીન ઉફતાદ

બુલંદ મરતબેહ શારી અઝ સદે સદે ઝન ઉફતાદ

અગર ગલત નહ કુનમ અર્શ બર ઝમીન ઉફતાદ

અર્થાત:

હવે ન તો ઝુલ્જનાહમાં તાકાત હતી અને ન તો સૈયદુશ્શોહદા (અ.સ.)માં વધારે જંગની તાકાત બચી હતી. જ્યારે વિરોધીઓની ઝુલ્મની કાળી આંધી ચાલવા લાગી તો અઝીઝે ફાતેમા ઘોડા પરથી ઝમીન પર પડી ગયા. એક ઉચ્ચ મરતબાવાળા બાદશાહ ઝીનથી જમીન પર આવ્યા, અગર હું ગલત ન કહું તો અર્શ જમીન પર તુટી પડ્યું.

મકબુલ કહે છે કે મેં આટલુ જ પડયુ હતું કે એક હુર આવી અને કહ્યું કે મકબુલ આનાથી આગળ ન પડો. ઝહરા(સ.અ.) બેહોશ થઇ ગયા છે. મકબુલ કહે છે કે હું મિમ્બર પરથી નીચે આવી ગયો, પરંતુ પયગંબર (સ.અ.વ.)એ મને કાંઇ ઇનામ આપ્યુ નહીં. એવામાં મેં ખ્વાબની એ હાલતમાં જોયુ કે ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની કપાયેલી ગરદનમાંથી અવાજ આપી રહ્યા છે: અય મકબુલ! હું પોતે તમને ખિલઅત(માનનિય પોષાક)આપીશ. એ જ હાલતમાં હું ખ્વાબથી બેદાર થયો: તેના બીજા દિવસે એક કાફેલો કરબલાની ઝિયારત માટે ીકળ્યો અને મે પોતાની સાથે લઇ લીધો.

(મનાબેઅ વસાએલુશશીઆ, ભાગ:14, પાના:597)

(વકાયેઉલ અય્યામ ખયાબાની, પાના:59)

આ ખ્વાબથી માલુમ થાય છે કે મોહતશીમ હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) અને રસુલે અકરમ (સ.અ.વ.)ની નજરમાં કેટલો બધો ઉચ્ચ મરતબો ધરાવનારા હતા અને સાથો સાથ એ પણ માલુમ થાય છે કે મકબુલ એક શાએરની હૈસીયતથી પોતાના કલામના કારણે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની નજરમાં કેટલી બધી મહાનતા ધરાવતા હતા. બેશક! ઇમામ હુસૈન (અ.સ.) પોતાના ચાહવાવાળાઓને ન પોતાની ઝિયારતથી વંચિત રાખે છે અને ન તો આખેરતમાં પોતાની શફાઅતથી… (ઇન્શાઅલ્લાહ)

ખુદાયા! અમને પણ મકબુલ અને મોહતશીમ જેવી તડપ અતા કર કે અમે પણ ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના વારિસ અને મુન્તકીમની ખાસ ઇનાયતોથી માલામાલ થઇ જઇએ.

અંતમાં એ વર્ણન કરવું જરી સમજીએ છીએ કે મોહતશીમ કાશાનીના તમામ બાર પંક્તિના સમર્થનમાં હદીસો મવજુદ છે. અલબત્ત આ ટુંકા લેખમાં તેને વર્ણન કરવાની જગ્યા નથી.

ખુબ જ અદબ અને એહતેરામની સાથે એ અરજ કરીએ છીએ કે એ શોઅરાએ કેરામ કે જેઓ આયતો અને રિવાયતોથી પરિચિત છે અને એહલેબૈત (અ.મુ.સ.)ની મદ્હ અને મસાએબમાં અશ્આર કહે છે, તે સમજુતીવાળા અર્થસભર હોય છે. આપણા બુઝુર્ગ ઓલમા પણ આ ક્ષેત્રમાં ઘણા બધા આગળ પડતા છે. અલ્લામા બહલ ઓલુમનો પણ અરબીમાં એક મરસીયો મૌજુદ છે અને તે પણ બાર પંક્તિનો છે, જે ઇતિહાસમાં ‘અલ ઓકુદો ઇસ્નાઅશર ફી રેસાએ સાદાતિલ બશર’ના નામથી મશહુર છે. ઇન્શાઅલ્લાહ જીંદગી રહી અને તવફીક મળી તો આ વિષય પર ભવિષ્યમાં પ્રકાશ ફેંકશુ.

યા અબા અબ્દીલ્લાહ! આ ટુંકા લેખને કબુલ ફરમાવશો અને મકબુલ તથા મોહતશીમની જેમ ખિલઅત (સન્માન)થી નવાજશો.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.