Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૦

કિતાબો થકી ઇમામની ઓળખ

Print Friendly

અકીદ – એ – મેહદી, દીનનો અગત્યનો સ્થંભ છે. પેગમ્બરે ખુદા (સ.અ.વ.) એ ફરમાવેલી હદીસો પર ઇમાન લાવવું, દરેક મુસલમાનનો ફર્ઝ છે. હ. ઇમામ મહદી (અ.સ.) બાબત પયગમ્બર (સ.અ.વ.) ની ઘણી બધી હદીસો નકલ થયેલી છે.
અહેલે સુન્નતના મોહદદેસીને એ હદીસોને પોતપોતાની કિતાબોમાં ઉતારેલી છે. ઘણાં બધા મોહદદેસીનોએ મહદી (અ.સ.) બાબતમાં પોતાની કિતાબોમાં (ફસ્લ) પ્રકરણ અથવા અમુક વિભાગ લખ્યા છે અને ઘણા બધા બુઝુર્ગ મોહદદેસીન, મોતકલ્લેમીન મોઅરરેખીને પૂરેપૂરી કિતાબ મહદી (અ.સ.) ના ઝહુરની સાબિતીમાં અને તે હઝરતે બાબત અન્ય વિષયો (મવજૂઆત) પર રચેલી છે. આ તમામ કિતાબો, અહલે સુન્નતના જુદા જુદા ફિકહના મકતબો (વિવિધ મંતવ્યો ધરાવનારા) જાણીતા. ઓલોમા અને દાનેશમંદોની કલમે લખાયેલા છે – જેમ કે ‘હ – ન – ફી’ ફિર્કાના બુઝર્ગ આલિમ, મુલ્લા અલી કારી હનફી (વફાત 1014 હિજરી) એ ‘અલમશરબુલ વર્દી, ફી મઝહબિલ મહદી’ લખે છે. ‘‘શાફેઇ મઝહબના મશહુર આલિમ હાફિઝ ઇબ્ને હજર હૈશામી, શાફેઇ, (વફાત 974) એ ‘‘અલ કવ્લ વલ મુખ્તસર ફી અલામતે મહદિલ મુનતઝર લખી છે. ‘હમ્બલી’ મઝહબના આલિમ, શેખ મરઇ બિન યુસુફ હમ્બલી (વફાત 1031)એ ‘ફરાઇદે’ ‘ફવાઇદિલ ફિર્ક ફિલ ઇમામિલ મહદી’ અને એજ રીતે ‘માલિકી’ ફિર્ફાના મોહકકિક(સંશોધક) ઇબ્ને સબ્બબાગ માલેકી (વફાત 855 હિ.) એ “ફુસુલુલ મોહિમ્મહ, ‘વહાબી’ આલિમ ઇબ્ને કૈયુમ જવઝી, (વફાત 751) (ઇબ્ને કૈયુમ જવઝી, તૈમીયહની ફિકરી તકલીદમાં હતા. અમે કહી શકાય કે શાગિર્દ અને સહાયક હતા.) એ ‘અલ મહદી’ વગેરે. અહલે સુન્નત મઝહબના આલિમોની આ રીતની કિમતી કિતાબો (જેના નમૂના આપણે જોયા), આ અગત્યના દષ્ટિબિન્દુને ટેકો આપે છે કે મહદવીયત, ખાલિસ ઇસ્લામી અકીદો છે. અને તે પર યકીન રાખવું દરેક સુન્નીની ફર્ઝ છે.
આ મઝમૂનમાં અહલે સુન્નતની મશહુર કિતાબોમાંની એક જે હ. મહદી (અ.સ.) ની બાબતમાં લખાયેલીછે, તેમાંની ટૂંક માહિતી અત્રે આપીએ છીએ.
કિતાબનું નામ ‘ઇકદુદ દરર ફી અખબારિલ મુન્તઝર’ કુલ્લે પાના 468, ઝબાન અરબી લખનાર અલ્લામા યુસુફ બિન યહ્યા. મુકદમી શાફેઇ, સાતમી સદી હિજરીમાં અહલેસુન્નતના બુઝુર્ગ ઓમાઅમાં તમેની ગણતરી થાય છે. તેઓએ આ કીમતી અને મુસ્તનદ કિતાબમાં હઝરત મહદી (અ.સ.) બાબતમાં આવેલી સંખ્યાબંધ રિવાયતોમાં સુન્ની મઅખઝ અને મિદરાકથી જમે કરેલી છે. આ કિતાબમાં નકલ થયેલી રિવાયતોના હવાલા ! – ‘સિહાહે સિત્તહ’ – મુસ્તદરક હાકીમ નીશાપુરી અબુ નઇમ અસ્ફહાનીની કિતાબ, ‘બયહકી’ ની ‘અલબઅસ વન્નોશૂર’ અને અહલે સુન્નતની અન્ય મોઅતબર કિતાબો છે.
આાએ અહમ કિતાબ છે, જેનાથી અહલે સુન્નતના બુઝુર્ગોએ ફાયદો મેળવ્યો છે અને આ કિતાબના હવાલાથી હદીસો નકલ કરી છે. જેઓએ આ કિતાબથી ફાયદો ઉઠાવ્યો છે તે ઓલમાના નામો આ મુજબ છે.
– અલ્લામા સુયૂતી (વફાત 911 હિજરી) હાફિઝ, ઇબ્ને હજર હયશમી (વફાત 974 હિજરી) અલી બિન હસામુદ્દીન મુત્તકી હિન્દી, (વફાત, 971 હિજરી) મુલ્લા અલી કારી હનફી (વફાત 1014 હિજરી) મરઇ બિન યુસુફ હમ્બલી (વફાત 1033 હિજરી)
કિતાબના રચનારે લગભગ 500 પાના જેટલી મહદી (અ.સ.) બાબતની હદીસો જમે કરી છે, પણ તે છતાં એવો દાવો નથી કર્યો કે મહદીના બાબતમાં તમામ હદીસો જમા કરેલ છે. કિતાબના રચનાર પાના 11, પર લખે છે :-
એ તમામ હદીસોને નીચે જણાવેલ બાર ભાગોમાં તકસીમ કરવામાં આવી છે.
પહેલા ભાગ :
આમાં મહદી (અ.સ.) રસૂલે ખુદા (સ.અ.વ.) ના ખાનદાનમાંથી હોવાનું સાબિત કર્યું છે. અને એ હદીસોથી વાઝેહ થાય છે કે મહદી (અ.સ.) રસૂલે ખુદા (સ.અ.વ.) ના ખાનદાનથી સુ – લ – બે ઇમામ હુસૈન (અ.સ.) ના (વંશ) માંથી છે અને જ્યાં સુધી તેમનો ઝહુર નહી થાય ત્યાં સુધી કિયામત નહિ આવે.
બીજો ભાગ :
આ ભાગ આપની કુનિયત અને ખુસૂસીયાત પર મુશ્તમલ છે. આ રિવાયતોથી જાણી શકાય છે કે – હઝરત મહદીનું નામ પર (મુહમ્મદ) હશે, અને તેમની કુનિયત, રસૂલની કુનિયત (અબુલ કાસિમ) છે. તેમની ઘણી બધી ખુસૂસીયાત પેગમ્બરે ઇસ્લામથી મળતી આવે છે.
ત્રીજો ભાગ :
આ ભાગમાં મહદી (અ.સ.) ની સૂરત અને સીરતની તઝકેરો (ઉલ્લેખ) છે. આ બાબની રિવાયતોથી જાણવા મળે છે કે મહદીની સૂરત નૂરાની, પહોળી પેશાની અને બારીક નાક અને ચહેરાના ડાબા હિસ્સા પર કાળો તલ હશે, જે કોઇ એમને જોશે તેમને તેઓ ચાલીસેક વર્ષના માનશે. (તેમની ઉંમર મોટી હોવા છતાં જવાન દેખાશે.)
ચોથો ભાગ :
આ ભાગમાં મહદી (અ.સ.)ના ઝમાનાની અલામતો અને ફિત્નાઓનો ઝિક્ર કરવામાં આવ્યો છે. ઝહુરથી પહેલાં આખી દુનિયામાં ઝૂલ્મ ફસાદ ખુરૂજે સુફિયાની અને તેના લશ્કરનું મક્કા – મદીના દરમ્યાન ફેલાઇ જવું, નફસે ઝકીયહનો કિયામ, નિદાએ આસમાની, જે ઇમામ મહદી (અ.સ.)ના ઝહુરનો એઅલાન કરશે, મઝકુર મથાળાઓ પર હદીસો આ જ બાબમાં ઉતારેલી છે.
પાંચમો ભાગ :
એવા શખ્સો, જેઓ ઇમામ મહદી (અ.સ.) ની સહાય માટે નીકળી પડશે. આ ભાગની હદીસો એ બતાવે છે કે મહદી (અ.સ.) ના મદદગારો, તેમના દુશ્મનોથી જંગ કરશે એ મશરિક (પૂર્વ) થી લઇને મગરિબ (પશ્ર્ચિમ) સુધી આપની હકુમત બર્પા કરશે.
છઠ્ઠો ભાગ :
આ ભાગમાં મોઅજેઝાઓ કરમાતોની બાબતમાં હદીસો નકલ થયેલી છે અને એ પણ નકલ થયું છે કે જીબ્રઇલ – મીકાઇલ – આપની સાથે હશે અને આપના ઝહુરના ઝરીએ, તમામ એહલે ઝમીન અને આસમાનવાળા, તેમ હયવાનો પરિન્દા – માછલીઓ બધા જ ખુશખુશાલ હશે.
સાતમો ભાગ :
આ ભાગ આપની અઝમત અને બુલંદ મર્તબાના વિષયમાં છે અને લેખકે તેમાં રિવાયતો નકલ કરેલી છે, જે પરથી જાણી શકાય છે કે અમૂક અમ્બીયાઓથી બુલંદ મર્તબાવાળા હશે. ઉલુલ – અઝમ પયમ્બર હ. ઇસા (અ.સ.) આપની ઇમામતમાં નમાઝ પઢશે. આપનો મર્તબો એટલો બુલંદ છે કે ઇમામ સાદિક (અ.સ.) હંમેશા આપની ખિદમતની આરઝૂ કરતા હતા.
આઠમો ભાગ :
આ ભાગ ઇમામ મહદી (અ.સ.) ના કરમ અને બહાદૂરીની બાબતમાં છે. આ રિવાયતની રૂએ ઇમામ મહદી (અ.સ.) નો દૌર નેઅમત અને નૂરનો યુગ હશે. આપ, ખૂબ જ મહેરબાન અને મમતાળુ હશે. લોકોમાં ખઝાનાઓની વ્હેંચણી કરશે અને કોઇની પણ સાથે જરા જેટલી પણ નાઇન્સાફી – અન્યાય થશે નહીં.
નવમો ભાગ :
મહદી (અ.સ.) ના વિજયો બાબતમાં આ ભાગ છે. આપ રૂમ, કુસતનતનીયહ અ બયતુલ મકદદસ – હિન્દુસ્તાન અને બીજા ગેર મુસ્લીમ મુલ્કો પર ફતેહ હાસિલ કરશે.
આપની ફતેહયાબી માટે આસમાનથી ફરિશ્તાઓ, બીજા મઝહબના લોકો, જુઓ પોતાનો મઝહબ બદલીને મુસલમાન થયા હશે, તેમ સમગ્ર મુસલમાનો મદદ કરશે.
દશમો ભાગ :
આ ભાગની રિવાયતોથી મઅલૂમ થાય છે કે હ. ઇસા (અ.સ.) હઝરત મહદી (અ.સ.) ની પાછળ નમાઝ પઢશે અને આપની બયઅત કરશે અને આપની મદદ માટે નીકળી પડશે. કોશિશ કરી છે કે મહદી (અ.સ.) અને હઝરત ઇસા (અ.સ.) માં તફાવત છે અને એ લોકો જેઓ કહે છે કે મહદીના ઝહુરથી મુરાદ ‘નુઝૂલે ઇસા’ છે તેઓ ઘણી મોટી ભૂલ પર છે.
અગિયારમો ભાગ :
મહદીની હકૂમતની મુદતની બાબતમાં છે – આ રિવાયતોની રૂએ મહદી (અ.સ.) ની હકૂમત – સાત વર્ષથી ચાલીસ વર્ષની મુદત સુધી રહેશે.
બારમો ભાગ :
ઇમામ મહદી (અ.સ.) ની હકૂમતની મુશ્કેલીઓ અને તે હકૂમતમાં દેખાનારા બનાવોની બાબતમાં છે. સમગ્ર રીતે એમાંથી “ખુરૂજ દાબ્બતુલ અર્ઝ (ઝમીનથી એક જાનદારનું નીકળવું) નો ઝીક્ર પણ કરવામાં આવ્યો છે.
– અને જ્યારે ‘દાબ્બતુલ અર્ઝ’ નો ખુરૂજ થઇ જશે, તો પછી કાફરોની તવબહ કુબુલ નહી થાય અને તેઓ કદી ઇમાન નહી લાવી શકે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.