Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૮ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના કાતિલો અને નાપાક વંશાવળી

નાપાક વંશાવળી યઝીદ બીન મોઆવીયા લ.અ.

Print Friendly

નાપાક વંશાવળી યઝીદ બીન મોઆવીયા લ.અ.

વમા જઅલ્ના રૂઅયાઅલ્લતી અરયનાક ઈલ્લા ફીતનતન લીન્નાસે વશ્શજરતલ મલ્ઉનત ફીલ કુરઆન. (બની ઈસરાઈલ-૬૦)

અને જે સ્વપ્ન મેં તમને દેખાડયુ છે તે માત્ર લોકોની કસોટીનું માધ્યમ છે અને તે રીતે કુરઆનમાં લઅનતને લાયક વંશ (નો પણ ઝીક્ર) એ પ્રમાણેજ છે.

અબુલ બશર હ. આદમ અ.સ.થી લઈને ખયરૂલ બશર જનાબ મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ. સુધી અંબિયાઓ સૌથી વધુ આકરી કસોટીમાંથી પસાર થતાં રહ્યાં.

આ કસોટીની નક્કી કરેલ જગ્યાઓ અને વખતથી ફીરઔન અને હામાન અને નમરૂદનો સિલસિલો ચાલ્યો. જે અંબીયા અને અવસિયા અને ઉચ્ચ ચારિત્ર્ય ધરાવનાર અલ્લાહના નેક બંદાઓ માટે મુશ્કેલીઓ ઉભી કરવાની એક શકય (બને તેટલી) કોશીશ કરતાં રહ્યા. અને તેઓની દ્રષ્ટિનું કેન્દ્ર એ રહ્યું કે તે નેક બંદાઓના સિલસિલાઓને નષ્ટ અને નાબુદ કરી દે. એમ કહેવાય છે કે દરેક વસ્તુ તેના કેન્દ્ર તરફ પાછી ફરે છે. જોર અને ઝુલ્મનો ફેલાવો થયો. અગાઉ પસાર થએલા અનંત ભૂતકાળથી એકત્ર થઈને આવનાર ભવિષ્યના સમભાગી અને સમાન પ્રકૃતિની આદમની અવલાદને ટોણો મારવા માટે હ. ઈસા અ.સ.ના છસ્સો વરસ પછી મક્કાની ભૂમી ઉપર તે સમયે અંતિમ બિંદુ બનીને વિકસ્યું.

જ્યારે અંબીયા અને અવસીયાના સરદાર ખયર અને બરકતની અંતિમ ઈંટો અલ્લાહની તબ્લીગની ઉચ્ચ ઈમારત માટે ચણી રહ્યા હતાં. કુરઆને મજીદ કલામે ઈલાહી છે જેટલે સુધી માનવીની બુદ્ઘિ વિકસતી જાય છે તેટલા વિજ્ઞાન અને તેની અસરની શાખાઓ ખુલતી જાય છે. જ્યારે પહેલા નબી જમીન ઉપર કદમ મૂકવાનાં હતાં ત્યારે અલ્લાહનું ફરમાન હતું કે જન્નતમાં એક વૃક્ષ માટે મનાઈ કરેલી છે તેની પાસે ન જવું. જ્યારે નબુવ્વતનો સિલસિલાનો અંત આવવાનો છે ત્યારે સ્વપ્ન દ્વારા કહ્યું છે: અને અમે તમને જે સપનું દેખાડયું અને લઅનત થએલ વૃક્ષ, આ બધુ લોકોની કસોટી અને પરીક્ષા માટે છે. બારી તઆલાએ પયગમ્બર સ.અ.વ.ને તૈયાર કરીને આદમના વંશને શરૂથી અંત સુધી આ ખાસ અને વિકૃત સિલસિલાથી ચેતવી દીધાં. જે નેક બંદાઓ માટે હંમેશા કસોટી બની રહેશે. આવો આ આયએ કરીમા ઉપર તફસીરકારો અને ઈતિહાસવેત્તાઓ શું લખે છે તેનો એક અભ્યાસ કરીએ. જેથી પોતાના ઈમાન અને નૈતિકતાને ઈન્સાફની એરણ ઉપર રાખીને ચિંતન અને મનન કરનારા એ સમજી લે કે યઝીદની કુકર્મજાતનુંજ બીજુ નામ વિકૃત વંશજ છે.

તબરીએ આ આયત ઉતરવાના સંજોગો તે અંગે નીચે મુજબ નોંધ કરી છે. એક દિવસ રસુલે ખુદા (સ.અ.વ) એ સ્વપ્નમાં જોયું કે હકમ બીન અબીલ આસ (બની ઉમય્યાનું ખાનદાન) ના પુત્રો વાંદરાઓની જેમ તેમના સ.અ.વ.ના મિમ્બર ઉપર કૂદી રહ્યા છે. આ સ્વપ્નથી પયગમ્બર અકરમ સ.અ.વ. ઉપર એટલી બધી અસર થઈ કે અંતિમ સમય સુધી હસ્યા નહિ. (તફસીરે તબરી ૧૧૫/૧૭, દુર્રે મન્સુર ૪/૧૯૧)

જનાબે આએશાએ મરવાન હકમને કહ્યું: મેં રસુલે ખુદા સ.અ.વ. પાસેથી સાંભળ્યું છે કે આપ સ.અ.વ. તમારા બાપ-દાદા વિષે ફરમાવ્યું: મલઉનોનો વંશનો અર્થ તમે લોકો છો. (દુર્રે મન્સુર ૪/૧૯૧)

મરવાન બીન હકમ એજ છે જેની તરફ બની મરવાનનો સંબંધ છે તેની કુન્નીયત અબુ અબ્દુલ મલક હતી. વંશાવળી આ રીતે છે: “મરવાન બીન હકમ બીન અબીલ આસ ઈબ્ને ઉમય્યા.” (વિગત માટે અલ મુન્તઝર હી. ૧૪૧૫નો અંક જુઓ)

ખુલાસો એ છે કે ઈતિહાસથી આ વાત સાબિત છે કે મલઉનના વંશજ બની ઉમય્યા છે. અને યઝીદ બીન મોઆવીયા બની ઉમય્યાનીજ એક આગળ પડતી – ધ્યાન ખેંચે એવી વ્યકિત છે.

યઝીદનું કુળ અને કુટુંબ

બાપનું નામ મોઆવીયા, દાદાનું નામ અબુ સુફિયાન, દાદીનું નામ હિન્દાહ “કાળજુ ખાનાર” તે સમગ્ર મક્કામાં આ દુષ્કૃત્ય માટે મશહુર હતી. તેણીના આશીકોની એક લાંબી યાદી છે. અલબત્ત સાફીર ઈબ્ને અમરૂ, જે અબુ સુફયાનનો કાકાનો દિકરો ભાઈ હતો અને કુરૈશી જવાનોમાં પોતાની ખુબસુરતી, સખાવત અને શેર કહેવા માટે મશહુર હતો, હિન્દાનો આશિક થઈ ગયો. અબુ સુફિયાન સાથે લગ્ન કર્યા પછી પણ હિન્દાએ તેની આદત છોડી નહી. વબાલુલ મોઅમેનીન પણ તેની આદતનું પરિણામ હતું. વબાલુલ મોઅમેનીનનો ચાર વ્યકિતઓ તરફ નિર્દેશ છે, તેમાંનો એક સાફીર ઈબ્ન અમરૂદ છે. (શરહ નહજૂલ બલાગાહ – ઈબ્ને હદીદ, ૧/૩૦)

યઝીદનું માંનું નામ યસુન બિન્તે નજુદલ કલ્બી હતું. તે એક ખુબસુરત સ્ત્રી હતી. અમીરે શામનું દિલ તેના પ્રત્યે ખેંચાયુ. જ્યારે તે સ્ત્રીના ઉદરમાં યઝીદનો નુત્ફો છે તે જાણ્યું તો અમીરે શામે તેણીને તલાક આપી દીધી. યઝીદ તેણીના ઘરમાં જનમ્યો અને તેની માં સિવાય બીજી ઘણી બધી હલ્કા ચારીત્ર્યવાળી સ્ત્રીઓનું દુધ પી પીને ઉછર્યો. (અલ-મુન્તઝર હિ. ૧૪૧૩)

યઝીદના હસબો-નસબ (કુળ-કુટુંબ)નું વર્ણન ઈતિહાસની કિતાબોમાં લંબાણપૂર્વક જોવા મળે છે. તેના અને તેના જેવા ઝાલીમોના વર્ણન, જેવા કે અબુ સુફયાન, હિન્દા જીગર ખાર, મોઆવીયા, મરવાન, કિતાબોએ સંગ્રહી રાખ્યા છે. બલ્કે એ એક ઈતિહાસના અગત્યના કાળા પાનાઓની સંગ્રહ છે. અરબી – ફારસી ભાષાઓમાં બેશુમાર કિતાબો જોવા મળે છે. ઉર્દુનાવાંચકોને “મોઆવીયા ઔર યઝીદ તારીખ કે આઈનેમેં” લેખક મરહુમ હુજ્જતુલ ઈસ્લામ આકાએ શેખ મોહમ્મદ ઈસ્માઈલ રજબી (તા.સ.) તરફ રૂજુઅ કરી, વધારે વિગતો હાસીલ કરી શકે છે.

યઝીદના વિકૃત અવગુણો

દુનિયાની દરેક કૌમ અને તમામ ધર્મો શરાબ, જુગાર, કતલ અને નામહેરમ સ્ત્રીઓ સાથેના સંબંધો અને બદકારીને સૌથી વધુ ખરાબ અને સૌથી વધુ હલ્કા પ્રકારના કામો ગણે છે. આવા દરેક માનવીની હાંસી ઉડાવે છે જેઓ આવા ગંદા અને હલ્કા કાર્યોમાં રચ્યા પચ્યા રહેતા હોય. ઈસ્લામે પણ તેની ભાર પૂર્વક ટીકા કરી છે અને આવા કાર્યોને હરામ ઠરાવ્યા છે. આવા બદકાર્યો કરનારાઓ માટે દુનિયા અને આખેરતમાં સખ્ત શિક્ષાની આગાહી કરી છે. એટલુંજ નહીં પરંતુ આવા લોકો સાથે બેસનારા અને તેઓની સાથે કોઈ પણ પ્રકારના સંબંધો કે હમદર્દી રાખવાની મના કરી છે. પછી ભલે આવી વ્યકિતઓ માર્ગદર્શક કે અમીર ઠરાવવામાં આવ્યો હોય. કુરઆનનો કૌલ જુઓ:

“વલા તોતીઅ મીન્હુમ આસેમન અવ કફૂરા.” (અલ દહર ૨૪)

…અને તે લોકોમાં ગુનેહગારો અને નાશુક્રી કરનારા (મવલાના અશરફઅલી થાનવીના કૌલ મુજબ) જુઠ્ઠા અને કાફીરનું અનુસરણ ન કરો.

કુરઆનના આ સ્પષ્ટ હુકમ પછી પણ જો કોઈની ઈચ્છા થાય તો ગુનેહગારોને પોતાનો અમીર માને.

હવે યઝીદના દુર્ગુણો જુઓ

યઝીદે વલીદને હટાવીને તેની જગ્યા ઉપર ઉસ્માન બીન મોહમ્મદ બીન અબુ સુફયાનને મદીનાનો હાકીમ બનાવ્યો. તેણે (ઉસ્માને) યઝીદની પાસે એક પ્રતિનિધી મંડળ મોકલ્યું. જે અબ્દુલ્લાહ બીન હનઝલા ગસીલ અન્સારી, અબ્દુલ્લા બીન ઉમર મખ્ઝવી, ફન્દર ઈબ્ન ઝુબૈર અને બીજી મદીનાની શરીફ વ્યકિતઓનું બનેલું હતું. જ્યારે આ પ્રતિનિધી મંડળ યઝીદની પાસે આવ્યું તો તેણે તેઓનું સન્માન કર્યુ અને બધાને ભેટ સોગાદો આપીને પરત મોકલ્યા. પરંતુ આજ લોકો જ્યારે મદીના પાછા આવ્યા તો યઝીદ ઉપર કુફ્ર અને ગાળ – ગલોચ કરવાનું શરૂ કરી દીધું અને કહ્યું:

તરજુમો: અમે એવી વ્યકિત પાસેથી આવીએ છીએ જેનો કોઈ ધર્મ નથી. શરાબ પીએ છે, તંબુરો વગાડે છે. તેના દરબારમાં ગાનારી સ્ત્રીઓ ગાય છે. કુતરાઓથી રમે છે, બાળકો અને દાસીઓની સાથે રાત પસાર કરે છે. તમે સૌ સાક્ષી રહો અમે તેને ખીલાફતના હોદ્દા ઉપરથી હટાવી દીધો છે. આ સાંભળીને લોકોએ તેઓનું અનુસરણ કર્યુ (અર્થાત યઝીદને ખલીફા માનવાનો ઈન્કાર કરી દીધો.)

આ તો તબરીએ યઝીદના દુર્ગુણોના એક પ્રસંગનો ખુલાસાસ્વરૂપે ઉલ્લેખ કર્યો છે. પરંતુ બીજા ઈતિહાસકારો જેવાકે, મસઉદીએ મોરૂજુઝ-ઝહબમાં, સિબ્ત ઈબ્ને જવઝીએ તઝકેરતુલ ખવાસમાં, તબરીએ તારીખુલ ઉમ્મુમમાં, એવીજ રીતે સાહેબે કામેલુ તવારીખ, નાસેહુલત્તવારીખ, તારીખે યઅકુબી વિગેરેએ યઝીદે બદના ખુલ્લં ખુલ્લા ગુનાહાને કબીરા અને ઝુલ્મોની નોંધ કરી છે. અહીં અમે તે પૈકી થોડા પ્રસંગો ટાંકીએ છીએ.

કરબલાના બનાવ પછી દુર્ગુણી યઝીદે ઈબ્ને ઝીયાદને બોલાવ્યો અને ભેટો આપી અને સ્ત્રીઓના હરમમાં પોતાની સ્ત્રીઓને શરમ-હયાથી છૂટ આપી દીધી. એક રાત્રે શરાબના નશામાં ઈબ્ને ઝીયાદના ખોળામાં માથુ રાખીને તેજ સ્થિતિમાં ગાનારી સ્ત્રીઓને હુકમ કર્યો કે ગીત સંભળાવે. પછી પોતે સાકીને ઉદ્દેશીને થોડા શેર કહ્યા જેનો તરજુમો આ છે:

એ સાકી, મને એટલી શરાબ પીવરાવ કે મારૂ દિલ આનંદિત થઇ જાય પછી જામ ભર અને તેવીજ રીતે ઈબ્ને ઝીયાદને પણ પીવરાવ. આ તે વ્યકિત છે જેમારા રહસ્યો અને અમાનતોને જાણે છે. આજ તે માણસ છે જેના હાથોથી મારી ખીલાફત મજબુત થઈ અને માલે ગનીમત મળ્યો. આજ એ માણસ છે જેણે એક ખારજી (નઉઝોબિલ્લાહ ઈમામ હુસયન અ.સ.)ને કત્લ કર્યા અને મારા દુશ્મનો અને ઇષા< કરનારાઓનો નાશ કર્યો. (તઝકેરતુલ ખવાસ – સિબ્તે ઈબ્ને જવઝી, કૃત, પાના નં. ૨૯૦)

જરા વિચાર કરો આ પ્રસંગ હઝરત ઈમામ હુસયન અ.સ.ની શહાદત પછીનો છે જેનાથી યઝીદની શરાબખોરી અને ઈમામ હુસયન અ.સ.ના કત્લ થવા ઉપર ખુશી અને આનંદ વ્યકત કરવો, દિવસના પ્રકાશની જેમ પ્રદર્શિત છે. અમુક અજાણ્યા લોકો બયાન કરે છે કે યઝીદ પોતાના કાર્ય ઉપર વ્યગ્ર થઈ ગયો હતો, પસ્તાયો હતો. એ ખુદા! તેઓને મહેશરના દિવસે યઝીદની સાથે બદલો આપ.

પયગમ્બરે ઈસ્લામ સ.અ.વ.ની દુશ્મનીની જાહેરાત અને કયામતથી ઈન્કાર:

યઝીદ (લ.અ.)એ પોતાની એક રખાત સ્ત્રી આલીયાને સંબોધીને આ શેર કહ્યા:

તરજુમો: એ આલીયા! મારી પાસે આવ, મને શરાબ આપ અને ગીત ગા. કારણકે મુનાજાતને (ખુદા પાસે દોઆ માંગવાને) પસંદ નથી કરતો. એ આલીયા! તું અબુ સુફિયાન જે મોટા નામવાળોપ હતો તેની મને વાત કર. જ્યારે ઘણી ઝડપથી તે ઓહદની તરફ આગળ વધ્યો હતો. (મુસ્લીમોની સાથે લડાઈ કરવા માટે) તેણે મોહમ્મદ સ.અ.વ.ના મુકાબલામાં બહાદુરી દેખાડી. (મુસલમાનોને કત્લ કર્યા) ત્યાં સુધી કે રોનારી અને નવહા કરનારી સ્ત્રીઓને ભેગી કરી દીધી. (જેથી મુસલમાનોની મય્યતો ઉપર રડે.) એ ઉમ્મે અજમ! (આલીયાની કુન્નીયત) મારા મૃત્યુ પછી તું અન્ય કોઈની સાથે નિકાહ કરી લેજે. કયામતમાં મને મળવાની આશાને દિલમાંથી કાઢી નાખજે કારણકે જે કાંઈ કયામત માટે કહેવામાં આવ્યું છે તે અર્થહીન અને નકામી વાતો છે. માત્ર દિલને લલચાવવા માતે કહેવામાં આવી છે. (તઝકેરતુલ ખવાસ, પા. ૨૯૧)

એ મુસલમાનો! જરા અક્કલથી કામ લ્યો. કોને ખલીફા બનાવી રહ્યા છો? મોહમ્મદ સ.અ.વ. સાથે દુશ્મની રાખનારને? શરાબખોર, નાચ અને ગાનના શોખીનને? જાવ, આગળ જહન્નમ છે.

ઉપરોકત શેરોના આધારે સિબ્તે ઈબ્ને જવઝીએ યઝીદને કાફીર ઠરાવ્યો છે. યઝીદની આ પંકિતઓથી પણ જણાય છે કે તેને પયગમ્બર અકરમ સ.અ.વ. ઉપર ઈમાન ન હતું.

“ફલા ખયરૂન જાઅ વલા વહયુન નઝલ”

“(નતો તમને) કોઈ આસ્માની ખબર હતી અને ન તો (તેમના ઉપર) વહી ઉતરતી હતી.” (નાસેખુત-તવારીખ ભાગ-૩, પા. ૧૩૬, તારીખે તબરી ૧૧/૩૫૬)

હુરરાનો પ્રસંગ

હુરરા મદીનાની પાસે એક જગ્યા છે જ્યાં સન ૬૩ હીજરીમાં યઝીદના લશ્કરે કત્લોગારતગીરી, લૂંટમાર અને બદકારીનું બજાર ગરમ કર્યું હતું.

જ્યારે મદીના વાસીઓએ સન ૬૩ હીજરીમાં અબ્દુલ્લા બિન હન્ઝલા અને બીજી મોટી વ્યક્તિઓએ (શહેરના વડાઓ) શહેરના વહીવટમાં યઝીદની વિરૂધ્ધ થયા અને તલ્વારો ખેંચી અને શરૂઆતમાં મદીનાના હાકીમ ઉપર કાબુ પણ મેળવી લીધો તો યઝીદે મુસ્લિમ બીન ઉકબાની સાથે એક ખુંખાર લશ્કર તેઓને કાબુમાં લેવા માટે મોકલ્યું અને મદીનતુલ રસુલમાં એવા ભયાનક અને શરમનાક કાર્યો કર્યા કે જેની સરખામણી વહેશી અને જંગલી કૌમ સાથે પણ ન કરી શકાય. તેથી તબરી તેના ઈતિહાસમાં લખે છે:

મદીનામાં જે કાંઈ પણ હતું, મુસ્લિમ બીન ઉકબાએ તેને પોતાના લશ્કર માટે ત્રણ દિવસ માટે હલાલ કરી દીધું. લોકોને ઘણી કરૂણતાથી કત્લ કર્યા. મદીનામાં પયગમ્બરે અકરમ સ.અ.વ.ના જે અસ્હાબો હતા તેઓનો રોક્કળમાં નાખી દીધા. યઝીદ બીન મોઆવીયાના શામના લશ્કરે સૌથી વધુ શરમજનક અને નિર્લજ્જ કાર્ય એ કર્યુ કે સ્ત્રીઓ અને છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા જેના પરિણામ અસંખ્યા નાજાએઝ બાળકો જનમ્યા. (તારીખુલ ઓમમ, હી.સ. ૬૩ ના હાલાત)

હુરરાના બનાવ પછી મદીનાની પતિ વગરની સ્ત્રીઓથી એક હજાર બાળકો જનમ્યા. બીજી રિવાયતમાં છે કે આવા દસ હજાર બાળકો જનમ્યા. (તઝકેરહ, સિબ્તે ઈબ્ને જવઝી, પા. ૨૮૯)

ઈતિહાસનુંજ કથન છે કે મદીનામાં માત્ર થોડા ઘરોજ લુટમાર અને પાશવતાથી બચી ગયા હતા. આ ઘરોમાં હઝરત ઈમામ ઝયનુલ આબેદીન અ.સ. અને બીજા બની હાશીમના હતા જેના ઉપર યઝીદના ખાસ હુકમથી લશ્કરે હુમલો નહોતો કર્યો.

આ પ્રમાણે હિ.સ. ૬૫ ના બનાવોમાં પણ યઝીદ મલઉન એક અત્યાચારી અને દિલમાં ધ્રુજારી પૈદા કરે તેવા બનાવની ઈતિહાસે નોંધ લીધી છે.

ઓબયદીલ્લાહ બીન ઝુબયરે યઝીદની બયઅતને નકારી કાઢી હતી અને મક્કામાં શરણ લીધું હતું. યઝીદે જ્યારે મુસ્લિમ બીન ઉકબાને મદીનામાં ચઢાઈ માટે મોકલ્યો ત્યારે હુકમ કર્યો હતો કે મદીના ઉપર કબ્જો મેળવીને મક્કા ચાલ્યો જાય અને અબ્દુલ્લા બીન ઝુબયરને પકડી લે. જ્યારે તે મક્કાનો ઘેરો ઘાલ્યો (મક્કાને ઘેરી લીધો). તે સમયે અબ્દુલ્લા બીન ઝુબયર મસ્જિદુલ હરામમાં હતા. ખાનએ કાબામાં આવીને ત્યાંજ શરણ લીધું. હસીન બીન નુમીરે ખાનએ કાબા ઉપર આગના ગોળા વરસાવ્યા અને પરિણામે ખાનએ કાબાની દિવાલોને નુકસાન પહોંચાડયું. (લોગતનામા ડીક્ષનેરી રૂજુઅ કરો જુઆ લફઝ યઝીદ, મોરૂજુઝ ઝહબ – મસઉદી કૃત, પા. ૨/૭૦)

યઝીદની વલી અહદી

મોઆવીયા તેની પછી તેના પુત્ર યઝીદને પોતાનો ઉત્તરાધિકારી (વારીસ-જાનશીન) બનાવવા માગતો હતો. પરંતુ યઝીદની બદકારીઓ અને ખરાબ કાર્યોના કારણે કોઈ તેને સહેલાઈથી ખલીફા કબુલ ન કરત. તેનું બીજુ કારણ એ હતું કે ખુદ મોઆવીયાએ પોતાની ખિલાફતને લોકો ઉપર ઠોકી બેસાડી હતી. જેથી અસ્હાબોનો એક મોટો સમૂહ તેનાથી ખુશ ન હતો. તેઓ પણ મોઆવીયાને પસંદ કરતા ન હતા. પરંતુ પોતાની મક્કારી અને સત્તાના જોર ઉપર ખલીફા બની બેઠો હતો. આ હકીકતને અબુલ અલા મવદુદીએ આ રીતે બયાન કરી છે: મોઆવીયાની ખિલાફત એ રીતની નહોતી, કે મુસલમાનોના બનાવવાથી તે ખલીફા બન્યો અને જો મુસલમાનો એક કરવા માટે રાજી ન થાત તો તે ખલીફા ન બનત. તે ગમે તે રીતે ખલીફા બનાવ માગતા હતા. તેણે લડીને ખિલાફત મેળવી. મુસલમાનોના રાજી થવા ઉપર તેની ખિલાફતનો આધાર ન હતો. લોકોએ તેને ખલીફા નથી બનાવ્યો. તે પોતે પોતાની તાકતના જોર ઉપર ખલીફા બન્યો. જ્યારે તે ખલીફા બની ગયા પછી લોકો પાસે તેની બયઅત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પજ ન હતો. તે સમયે જો તેની બયઅત સ્વિકારવામાં ન આવત તો તેનું પરિણામ એ ન આવત કે તે પોતાના મેળવેલ હોદ્દા ઉપરથી હટી જાત, બલ્કે તેનું પરિણામ ખૂન વહાવવા અને અત્યાચારમાં આવત. (ખિલાફત વ મુલૂકીય્યત, પા. ૧૫૮)

ઉપરના થોડા વાકયોથી એ સ્પષ્ટ થાય છે કે મુસલમાનોએ મોઆવીયાનો સ્વિકાર નહોતો કર્યો. મોઆવીયાને પણ એ અંદાજ આવી ગયો હતો કે જે કૌમ અને મિલ્લત મને સ્વિકારવા માટે તૈયાર નથી તે મારા પુત્ર યઝીદને કેવી રીતે કબુલ કરશે.

ગમે તેમ પણ એ ચિંતામાં હતો કે આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. સયુતીએ તારીખુલ ખોલફાઅમાં લખ્યું છે:

મોગીરહ બીન શઅબા મોઆવીયા તરફથી કુફાનો ગર્વનર હતો જ્યારે તેને પોતાના પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું ત્યારે તેણે તેનો અમલ ન કર્યો. પરંતુ થોડા દિવસો પછી તે ખુદ મોઆવીયા પાસે પહોંચ્યો. મોડા આવવાના કારણમાં તેણે એમ કહ્યું કે તે એક મહાન કાર્ય પુરૂં કરવામાં રોકાએલો હતો. મોઆવીયા પૂછયું કે તે શું કામ હતું? તો જવાબ આપ્યો: આપના પછી યઝીદની ખિલાફત માટે બયઅત લઈ રહ્યો હતો. મોઆવીયાએ પૂછયું: શું પુરૂં કરી લીધું? જવાબ દીધો: હા. કામ પુરૂં થઇ ચુકયું છે. તેથી મોઆવીયાએ કહ્યું: જાવ અગાઉની જેમ ફરજ બજાવો. જ્યારે મોગીરહ બહાર નીકળ્યો તો લોકોએ પૂછયું: શું થયું? જવાબ આપ્યો: મોઆવીયાના પગ એવા વમળમાં ફસાવીને આવ્યો છું કે કયામત સુધી તેને છુટકારો નહીં મળે. (તારીખુલ ખોલફાઅ, પા. ૨૦૫)

ઈબ્ને અસીરે કામીલુલ તવારીખમાં આજ પ્રસંગને શબ્દોની હેર-ફેર સાથે લખ્યો છે. ફર્ક એટલો છે કે સુયુતીએ લખ્યું છે કે મોગીરહ સીધો મોઆવીયા પાસે પહોંચ્યો જ્યારે ઈબ્ને અસરી લખ્યું છે કે મોગીરહ પહેલે યઝીદ પાસે આવ્યો અને તેને કહ્યું: રસુલે ખુદાના બુઝુર્ગ અસ્હાબો તેમજ કુરૈશના વગવાળા અને બુઝુર્ગ વ્યકિતઓએ દુનિયાથી વિદાય લઈ લીધી છે. હવે કેવળ તેઓના સંતાનો બાકી છે અને તમે આ બધામાં શ્રેષ્ઠ અને લાયક છો. તે બધાથી વધુ બુદ્ઘિ અને ડહાપણ ધરાવો છો. તેથી હું નથી માનતો કે સુન્નત અને સિયાસત બંનેને ધ્યાનમાં રાખીને અમીરૂલ મોઅમેનીન (મોઆવીયા)ને તમારી ખીલાફતના માટે બયઅત લેવામાં વિધ્ન અને વિલંબ થાય. (કામેલુલ તવારીખ, ૩/૧૯૮)

મોઆવીયાએ હવે જાહેરમાં આમ બયઅત લેવાનો સિલસિલો શરૂ કર્યો. અમે અહીં અબુલ અલા મવદુદીના લખાણનો ટૂંકસાર રજુ કરીએ છીએ: જ્યારે મોગીરહે મોઆવીયાને એમ કહ્યું કે તમારી જીંદગીમાંજ યઝીદને પોતાનો વલી અહદ નક્કી કરીને બયઅત લઈ લો જેથી તમને કંઈ થઇ જાય તો મતભેદ ઉભો ન થાય.

ત્યારે મોઆવીયાએ મોગીરહને બોલાવ્યો અને પૂછયું: આ કામને પુરૂં કરવાની જવાબદારી કોણ લેશે, તેણે કહ્યું: કુફાવાસીઓને હું સંભાળી લઈશ અને બસરા વાસીઓને ઝીયાદ. તે પછી કોઈ વિરોધ કરનાર નથી. (ખિલાફત વ મલુકિય્યત, પા. ૧૪૮-૪૯)

પછી મોઆવીયાએ મદીનાના ગવર્નર મરવાન બીન હકમને લખ્યું કે હું હવે વૃદ્ઘ થયો છું. ઈચ્છા છે કે મારી ઉત્તરાધિકારી (જાનશીની વારસદારી) માટે યઝીદને પસંદ કર્યો છે. મરવાને આ બાબત મદીના વાસીઓ સામે મૂકી અને મસ્જીદે નબવીમાં પ્રવચન આપતા કહ્યું: અમીરૂલ મોઅમેનીન (મોઆવીયા)એ તમારા માટે યોગ્ય વ્યકિત પસંદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તેના પછી તેના પુત્ર યઝીદને વારસદાર બનાવ્યો છે. આ ઘણી સારી પસંદગી છે જે અલ્લાહે તેને દેખાડી છે.

આ વાત સાંભળીને હઝરત અબ્દુલ રહેમાન બીન અબીબક્ર ઉભા થયા અને કહ્યું: એ મરવાન, જુઠ્ઠુ બોલો છો તમે અને ખોટું કહ્યું મોઆવીયાએ. તમે હરગીઝ ઉમ્મતે મોહમ્મદીય્યાની ભલાઈ નથી વિચારી. (ખિલાફત વ મુલુકીય્યત, પા. ૧૫૦-૧૫૧)

યઝીદની બયઅત માટે મોઆવીયાએ બીજી ઘણી યોજનાઓ ઘડી કાઢી અને ડરાવી ધમકાવીને જાહેર જનતા પાસેથી બયઅત લઈ લીધી. પરંતુ મદીનાવાસીઓ પાસેથી બયઅત લેવી તે એક મુશ્કેલ કામ હતું. ચાર મહાન વિભૂતિઓ હાજર હતી, હઝરત ઈમામ હુસયન અ.સ., અબ્દુલ્લાહ બીન અબ્બાસ, અબ્દુલ્લાહ બીન જઅફર અને અબ્દુલ્લાહ બીન ઝુબયર. આ ચારેય યઝીદની બયઅતના સખ્ત વિરોધીઓ હતા. તેથી મોઆવીયાએ મદીનાના હાકીમ સઈદ બીન આસને લખ્યું કે આ ચાર વિભૂતીઓને છોડીને બાકીના તમામ લોકો પાસે યઝીદની બયઅત મેળવી લે. પરંતુ બળનો પ્રત્યાઘાત એવો પડયો કે એક વ્યકિતએ પણ બયઅત ન કરી. તેણે મોઆવીયાને લખી મોકલ્યું કે મદીનાના બધા લોકો આ ચારેય વિભૂતિઓના હુકમના તાબામાં છે. જો આ લોકો બયઅત કરી લે તો બધા બયઅત કરશે. મોઆવીયાને તેની જાણ થઈ તો તેણે હાકીમને લખ્યું કે તમે હવે મૌન રહો.

મોઆવીયા મદીના આવ્યો અને આ ચારેય વ્યકિતઓને ભેગી કરી. અને યઝીદની બયઅત લેવા ઈચ્છા કરી. પણ એ લોકોએ ઈન્કાર કર્યો. મોઆવીયા સાથે સખ્ત શબ્દોમાં બોલચાલ થઈ. તે નિરાશ થઈને ચાલ્યો ગયો. તેના આ હેતુમાં સફળતા મેળવવાની યૂકિતઓ વિચારવા લાગ્યો. પછી અંતિમ પ્રયત્ન કરવાના હેતુથી તે ચારેય વ્યકિતઓને પોતાની પાસે બોલાવી અને ફરી યઝીદની બયઅતની વાતચીત કરી. પરંતુ તે લોકોએ ફરી તેને સ્વિકારી નહીં. બલ્કે અબ્દુલ્લાહ બીન ઝુબયરે કહ્યું કે તમે એક વખત પહેલા પણ આ મામલામાં નિરાશ થઇ ચૂકયા છો.

જ્યારે મોઆવીયા આ રીતે સફળ ન થયો તો તેણે તેની શયતાની યુકિતથી કામ લીધું જે તે વિચારીને આવ્યો હતો. કહ્યું: હું તમારી સાથે લોકોના સમૂહમાં (મજમામાં) મિમ્બર ઉપર જઈને વાતચીત કરીશ. ખુદાની કસમ, તમારામાંથી કોઈ એક વ્યકિતએ પણ મારી વાત રદ કરવાની કોશીશ કરી અને એક શબ્દ પણ ઉચ્ચાર્યો તો તેનો જવાબ જીભથી નહીં, તલ્વારથી આપવામાં આવશે. તેથી હવે તમે જે કંઇ વિચાર કરો તો માત્ર તમારો જીવ બચાવવાનોજ.

ત્યાર પછી મોઆવીયાએ તેના સંરક્ષણની ટૂકડીના સરદારને આ ચારેય મહાન વિભૂતિઓની હાજરીમાં બોલાવ્યા. અને હુકમ કર્યો કે આ ચારેય વ્યકિતઓમાંથી દરેકના માથે બે બે સિપાહી ગોઠવી દો. જો મારા બયાન દરમ્યાન તેમનામાંનો કોઈ કાંઇ પણ બોલવા ચાહે, તો મારી તરફેણમાં હોય કે વિરૂધ્ધમાં હોય, તો તે સિપાહી તુરતજ તેની ઉપર હુમલો કરી દે. તે પછી મોઆવીયા ઉઠયો અને તે ચારેય વિભૂતિઓ મજમામાં ઘેરાઈને બેસી રહ્યા. મોઆવીયા મીમ્બર ઉપર ગયો. ખુદાની હમ્દ અને સના પછી કહ્યું: આ ચારેય વ્યકિતઓ જે મુસલમાનોમાં સૌથી બુઝુર્ગ, સૌથી વધુ પ્રિય અને સર્વશ્રેષ્ઠ છે, કોઈ કામ તેમના વગર પુરૂં નથી થઈ શકતું અને કોઈ હુકમ તેમનો મત લીધા વગર નથી આપી શકાતો. આ કારણે આ ચારેય હઝરાત સંમત થઇ ગયા છે અને યઝીદના માટે બયઅત કરી ચૂકયા છે. આમ કહીને મીમ્બર ઉપરથી ઉતરી ગયો અને તુરતજ પોતાના સમગ્ર કાફલા સાથે રવાના થઈ ગયો. (કામીલ ઈબ્ને અસીર, પા. ૨/૨૧૧)

આ પૂરા પ્રસંગની વિગત મોહતરમ ઉસ્તાદ મરહુમ શયખ ઈસ્માઈલ રજબી ર.અ. એ તેમના પુસ્તક મોઆવીયા વ યઝીદ તારીખકે આયનેમેં, પાના ૮૧ થી ૯૪ સુધી બે મશહુર પુસ્તકોના હવાલાથી લખી છે. કામીલુત તવારીખ જે ઈબ્ને અસીર શામીએ લખી છે, અને જેનું સંકલન અલ ઈમામહ વ સ્સીયાસહ ઈબ્ને કુત્બાએ કર્યું છે.

નોંધ:- અ બાબત સ્પષ્ટ થઈ ચૂકી કે:

(૧) યઝીદની બયઅત દબાણ અને સખ્તાઈથી લેવામાં આવી.

(૨) બયઅત મેળવવા માટે ધન-દૌલત લુટાવવામાં આવી.

(૩) મહાન અસ્હાબો અને હઝરત ઈમામ હુસયન અ.સ. સાથે ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું.

ઈમામ અહમદ બીન હમ્બલનું કથન:

સન ૫૬ હિજરીમાં મોઆવીયાએ યઝીદને પોતાનો ઉત્તરાધિકારી (વલી અહદ-વારસદાર-જાનશીન) ઠરાવ્યો. પોતાની મિલ્કતમાં પોતાના પછી તેની ખિલાફતની જાહેરાત કરવાની શરૂ કરી દીધી. સન ૬૦ હીજરીમાં મોઆવીયાના મૃત્યુ પછી યઝીદ ખીલાફતના હોદ્દા ઉપર આવ્યો. સન ૬૧ હીજરીમાં કરબલાની ઘટના બની.

ઈસ્લામના ચાર ઈમામો પૈકી મશહુર ઈમામ અહમદ ઈબ્ને હમ્બલે તેમના પુત્રને નસીહત ફરમાવતા લખ્યું કે: એ મારા પુત્ર! યઝીદ ઉપર લઅનત કરવાવાળાજ ખુદા ઉપર પોતાના ઈમાનને બાકી રાખી શકે છે.

કરબલાની ઘટના પૂરી થઇ ગઈ. પરંતુ ઈતિહાસના દિલ ઉપર એક ડાઘ મૂકતી ગઈ. માનવતાના જગતમાં એવો પ્રકાશ ફેલાવતી ગઈ જેનાથી ખબીસ અને વિકૃત વંશજોની એક એક વ્યકિતની ઓળખ યુગે યુગે (વખતો-વખત) કયામત સુધી થતી રહેશે. અહિં યઝીદીય્યતના તરફદારીમાં કલમ કાગળ ઉપર ચાલે છે ત્યાં લખનારના ખુદના ગળામાં તેનું પોતાનું મૃત્યુ બનીને ફસાવવા લાગે છે. અને ઈતિહાસની સત્ય ઘટનાઓના તમાચા બનીને તેના ગાલો ઉપર વરસવા લાગે છે.

 

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.