કશ્ફુલ્ અસ્તારે અન્ વજ્હીલ્ ગાએબે અનિલ્ અબ્સાર (નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ)

(…શાબાન અંક 1439થી શરૂ…) અગાઉના અંકમાં એ વર્ણવી ચુકયા છીએ કે, હિ.સ. 1317માં મહેમુદ શુકરી આલુસીનો લખેલો એક કસીદો નજફે અશરફમાં પહોંચ્યો જે કસીદએ બગદાદીય્યાના નામથી મશ્હૂર થયો. કસીદાના જુમ્લા આ રીતે હતા: અયા ઓલમાઉલ્ અસ્રે યા મન્ લહુમ્ ખબરૂમ્ બે કુલ્લે દકીકિન્ હાર ફી મિસ્લેહિલ્ ફિક્રો અય ઝમાનાના આલીમો, […]

અઇમ્મા(અ.મુ.સ.) ની નઝરમાં ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની હુકૂમત

રાજા અને પ્રજાનો ઇતિહાસ શાસકોના જુના સિલસિલાને બયાન કરતો રહ્યો છે અને આ જ ઇતિહાસ હુકુમતોના સમયગાળામાં જે કંઇ બનાવો બન્યા છે, તેનો એક રેકોર્ડ રાખે છે. બહુ ઉંડાણમાં ગયા વગર પણ તારીખનો ટુંકો અભ્યાસ પણ સ્પષ્ટ કરે છે કે જે હુકૂમતોએ મજબુતી કાએમ કરી છે, તેનો ઇતિહાસ ઝુલ્મોજૌરથી ભરેલો […]

નુસ્રતે ઇમામ

ઇન્સાનની ઝબાનમાં એટલી તાકત નથી કે તેના ખાલિકની હમ્દ અને પ્રશંસા કરી શકે, આ તેનો ફઝલ અને કરમ છે કે તેણે ઇન્સાનને બધી મખ્લુકાત ઉપર શરફ અતા કર્યો, પરંતુ તેની સાથે સાથે શર્ત પણ રાખેલ છે કે: “અય રસુલ(સ.અ.વ.)! અમારા એ બંદાઓને ખુશખબરી આપી દો કે જે અમારા કૌલને ધ્યાનથી […]

ઇમામ મહદી(અ.સ.) અને આપ(અ.સ.)થી દુશ્મનીના બારામાં

ખુદા અને તેના રસુલ(સ.અ.વ.)એ જે દિવસથી હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના બારામાં અને તેમના થકી દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરવા અને ઝુલ્મો જૌરનો અંત અને ઝાલિમ અને જાબિર, સિતમગારની નાબુદીની ખુશ-ખબરી આપી છે, તે દિવસથી જ લોકોએ આપ(અ.સ.)થી દુશ્મની શરૂ કરી દીધી છે. ઇમામ મહદી(અ.સ.)થી દુશ્મની આજે પણ કોઇ ન કોઇ સ્વરૂપમાં […]

ઇમામે અસ્ર(અ.સ.)ની મઝલુમીયત

કુન ફ યકુનની બુનિયાદ અલ્લાહ તઆલાની મશીય્યત છે. મશીય્યત એવા હેતુની સાથે જાહેર થાય છે, જે એક સંપૂર્ણ અને મજબુત વ્યવસ્થા અને ઉભરાઇને સામે આવે છે. રહસ્યો અને ભેદો ખુલ્લા થાય છે. જ્યારે ઇન્સાન અક્લ અને સમજણના ઝરૂખાઓને પ્રકાશિત કરે છે અને આ જ ઇન્સાનની ખિલ્કતની ઉચ્ચતા અને શ્રેષ્ઠતાનું કારણ […]

ઇમામે ઝમાના(અ.)ના બારામાં મઅસુમીન(અ.મુ.સ.)ની રિવાયતો

અન્ અબી સઇદિન્ અકીસાઅ કાલ: લમ્મા સાલહલ્ હસનુબ્નો અલીય્યીન્ અલયહેમ સ્સલામો મોઆવેયતબ્ન અબી સુફીયાન દખલ અલયહિન્નાસો ફલામહુ બઅઝોહુમ અલા બયઅતેહી અબુ સઇદ અકીસાઅનું બયાન છે કે, જ્યારે ઇમામ હસને મુજતબા(અ.સ.)એ મોઆવીયા ઇબ્ને અબી સુફીયાનની સાથે સુલેહ કરી તો લોકો આપની ખિદમતમાં હાજર થયા અને તેઓમાંથી અમુકે ઇમામની (મોઆવીયા સાથે) સુલેહની […]

ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં અન્ય માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: યા બોનય્યતે ઇન્ના ઉઅ્તીના અહ્લલ્ બય્તે સબ્અન્ લમ્ યુઅ્તહા અહદુન્ કબ્લના, નબીય્યોના ખય્લ્ અમ્બેયાએ વ હોવ અબુકે, વ વસીય્યોના ખય્લ અવ્સેયાએ વ હોવ બઅ્લોકે, વ શહીદોના ખય્શ્શોહદાએ વ હોવ અમ્મો અબીકે હમ્ઝતો, વ મીન્ના મન્ લહુ જનાહાને ખઝીબાને યતીરો બેહેમા ફીલ્ જન્નતે વ હોવબ્નો અમ્મેકે જઅ્ફન્, […]

વઝ્કોરૂ નેઅ્મતલ્લાહે . . .

ઉમ્મુલ કિતાબમાં આયતે કરીમાનો આ હિસ્સો દરેક દ્રષ્ટિકોણથી એક સંપૂર્ણ અને અર્થસભર ઇલાહી પૈગામ છે. તેના અક્ષરોમાં હંમેશની જીંદગીનું લોહી વહી રહ્યુ છે અને વિચાર-શક્તિ જ્યારે આ દાવત પર લબ્બૈક કહે છે, તો તેના ઝખાઓ ખુલવા લાગે છે અને એવા આકર્ષક દ્રશ્યો દુર દુર સુધી ફેલાયેલા જાણે પોતાની વિગતો બયાન […]

હઝરતે વલીએ અસ્ર(અ.સ.) અને શબે કદ્ર

ઇસ્લામી કેલેન્ડરમાં સૌથી મહત્વની રાત અને ફઝીલતવાળી શબ “શબે કદ્ર” છે. આખા વરસમાં 355 દિવસ રાતમાં જે રાતને સૌથી વધારે અઝમત અને મરતબો હાંસિલ છે તે આ જ શબે કદ્ર છે. કુર્આને કરીમે આ રાતને 1000 મહીનાથી બેહતર ગણાવી છે, એટલે કે એક રાતની ઇબાદત 83.3 વર્ષની દિવસ રાતની ઇબાદતથી […]

દુઆએ અહદની સમજુતી

(શાબાનુલ મોઅઝ્ઝમ હી.સ. 1438થી આગળ શરૂ….) “અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બે વજ્હેકલ્ કરીમ, વબે નૂરે વજ્હેકલ્ મોનીર વ મુલ્કેકલ્ કદીર, યા હય્યો યા કય્યુમ્. અસ્અલોક બિસ્મેકલ્લઝી અશ્રકત્ બેહીસ્સમાવાતો વલ્ અરઝૂન, વ બિસ્મેકલ્લઝી યસ્લહો બેહિલ્ અવ્વલૂન વલ્ આખેન, યા હય્યન્ કબ્લ કુલ્લે હય્ય, યા હય્યન્ બઅ્દ કુલ્લે હય્ય, યા હય્યન્ હીન લા […]