હઝરત ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)ની અમુક હદીસો

Print Friendly, PDF & Email

ઇય્યાકુમ્ વ સોહ્બતલ્ આસીન વ મઉનતઝ્ ઝાલેમીન વ મોજાવરતલ્ ફાસેકીનહ્‌ઝરૂ ફિત્નતહુમ્ વ તબાઅદૂ મિન સાહતેહિમ વઅ્લમૂ અન્નહૂ મન્ ખાલફ અવલીયા અલ્લાહે વ દાન બે ગય્રે દીનીલ્લાહે વસ્તબદ્દ બે અમ્રેહી દૂન અમ્રે વલીય્યીલ્લાહે ફી નારિન્ તલ્તહેબો તઅ્કોલો અબ્દાનન્ કદ્ ગાબત્ અન્હા અર્વાહહા…

ખબરદાર! ગુનેહગારોની દોસ્તીથી બચો, ઝાલીમોની મદદ ન કરો, ફાસીકોના પડોશમાં ન રહો, આવા લોકોના ફિત્નાથી સાવચેત રહો અને તેમની મહેરબાનીથી પણ દૂર રહો, જાણી લો કે જે શખ્સ અલ્લાહના અવલીયાનો વિરોધ કરે છે, અલ્લાહના દીન સિવાય કોઇ બીજા દીન પર અમલ કરે છે અને પોતાના કાર્યોને અલ્લાહના અવલીયાના કાર્યો પર અગ્રતા આપે છે, તે જહન્નમની આગમાં સળગશે, જે તેના શરીરને ખાઇ જશે, જેમાંથી રૂહ પરવાઝ થઇ ચુકી હશે. .

(તોહફએ ઉકૂલ, પાના: 256)

અન્ અબ્દીલ્લાહિબ્ને સેનાનિન્ અન્ અબી અબ્દીલ્લાહ(અ.સ.) કાલ: કાન અલીય્યુબ્નુલ્ હુસૈને એઝા અસ્બહ ખરજ ગાદેયન્ ફી તલબિર્ રિઝ્કે ફકીલ લહૂ યબ્ન રસૂલિલ્લાહે અય્ન તઝ્હબો ફકાલ અતસદ્દકો લેએયાલી કીલ લહૂ અ તતસદ્દકો કાલ મન તલબલ્ હલાલ ફહોવ મેનલ્લાહે જલ્લ વ અઝ્ઝ સદકતુન અલય્હે

અબ્દુલ્લાહ બિન સેનાન હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત કરે છે: દરરોજ સુબ્હના સમયે હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદિન(અ.સ.) રિઝ્ક હાસિલ કરવા માટે પોતાના ઘરેથી નિકળતા હતા, આપ(અ.સ.)ને પુછવામાં આાવ્યું કે, અય ફરઝંદે રસૂલ(સ.અ.વ.) આપ(અ.સ.) કયાં જઇ રહ્યા છો? આપ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું “મારા કુટુંબીજનો માટે સદકાનો ઇંતેઝામ કરું છું’. સવાલ થયો કે શું આપ(અ.સ.) સદકાનો ઇંતેઝામ કરો છો? આપ(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું: જે શખ્સ હલાલ રીતે રિઝ્ક હાસિલ કરે છે, તે અલ્લાહ તઆલાની તરફથી તેના અમલનો સદકો છે.

મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)નો ઝિક્ર કરતા આપ(અ.સ.)ની દુઆ:

અલ્લાહુમ્મ યા મન્ ખસ્સ મોહમ્મદંવ્ વ આલહૂ બિલ્ કરામતે, વ હબાહુમ્ બિર્ રેસાલતે, વ ખસ્સસ્હુમ્ બિલ્ વસીલતે, વ જઅલહુમ્ વરસતલ્ અમ્બીયાએ વ ખતમ બેહેમુલ્ અવ્સીયાઅ વલ્ અઇમ્મત વ અલ્લમહુમ્ ઇલ્મ મા કાન વ ઇલ્મ મા બકેય વ જઅલ અફએદતમ્ મેનન્નાસે તહ્વી એલયહિમ્ ફ સલ્લે અલા મોહમ્મદિંવ વ આલેહિત્ તાહેરીન વફ્અલ્ બેના મા અન્ત અહ્લોહૂ ફીદ્દીને વદ્દુન્યા વલ્ આખેરતે, ઇન્નક અલા કુલ્લે શય્ઇન્ કદીર

ખુદાયા! અય તે કે જેણે મોહમ્મદ(સ.અ.વ.) અને તેની આલ(અ.મુ.સ.)ને ઇઝ્ઝત અને બુઝુર્ગીની સાથે પસંદ કર્યા અને તેમને મન્સબે રિસાલત અતા કર્યો અને વસીલા બનાવીને ખાસ ઇમ્તીયાઝ અતા કર્યો, જેમને અંબીયા(અ.મુ.સ.)ના વારિસ કરાર દીધા અને જેમના ઝરીએ અવસીયા(અ.મુ.સ.) અને અઇમ્મા(અ.મુ.સ.)નો સિલસિલો પૂર્ણ કર્યો, જેમને ભૂતકાળ અને ભવિષ્યકાળનું ઇલ્મ અતા કર્યુ અને લોકોના દિલોને તેમના તરફ ફેરવ્યા પછી મોહમ્મદ(સ.અ.વ.) અને તેમની પાકીઝા આલ(અ.મુ.સ.) પર દુરૂદ મોકલ અને અમારી સાથે દીન દુનિયા અને આખેરતમાં એ રીતે વર્તજે કે જેનો તુ અહેલ છે, યકીનન તુ દરેક ચીજ પર કુદરત રાખે છે.

(સહીફએ સજ્જાદીયા (નવું પ્રકાશન), દુઆ: ૫૭)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *