ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ

(ગયા અંકથી આગળ) (૪) “સલામ થાય આપ ઉપર અય શ્રેષ્ઠ ગુણો ધરાવનાર, ખુદાનો ખૌફ ધરાવનાર.’ આ વાક્યમાં ઇમામે અસ્ર હઝરત મહદી (અજ.)ના બે લકબો રજુ કરવામાં આવ્યા છે. એક મોહઝઝબ અને બીજો ખાએફ. શબ્દ મોહઝઝબ બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અને તેનો મૂળ શબ્દ “હઝબ’ છે. ડીક્ષનરીમાં “મોહઝઝબ’નો અર્થ છે […]

ઇન્તેઝારની અસરો, બરકતો અને આવશ્યકતાઓ

ઇન્તેઝાર એક એવો શબ્દ છે જેનો અર્થ અને મતલબ ઇન્સાનના અસ્તિત્વ ઉપર છવાએલો છે. ઇન્સાન પોતાની વ્યક્તિગત પરિસ્થિતિમાં જે પરિવર્તનોથી ઘેરાયેલો છે તે જૂએ છે કે તે દરેક સ્થિતિમાં ઇન્તેઝારનો મોહતાજ છે. એક શ્ર્વાસ જે બહાર નિકળે છે અને બીજા શ્ર્વાસને અંદર લેવા માટે ઇન્તેઝારની એક પળ પસાર થાય છે. […]

દોઆએ નુદબા અને ઇદની સવાર

રૂદન કરવું, આક્રંદ કરવું, આક્રોશ અને ફરિયાદ કરવી વિગેરે બાબતો રૂહની પ્રકૃતિની એ જરૂરિયાતો છે જે પૂરી થઇને રહે છે. આ માનવીની એ સ્થિતિનું વર્ણન છે કે જ્યારે આંસુની દરેક બુંદ તેના દિલના દુ:ખ, દર્દ, બેચૈની અને અંદરની લાગણીઓની એક દાસ્તાનનું શિર્ષક હોય છે. એ શબ્દો કે જેને એક ફરિયાદી […]

કુરઆનની તફસીરોમાં ઇમામ મહદી (અજ.)ના લકબો

કુરઆને મજીદ આપણા નબીએ કરીમ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના મોઅજીઝાઓમાંનો એક મોઅજીઝો છે. આ કિતાબ અલ્લાહના કલામ છે, જેના શબ્દો વખતો વખત આં હઝરત (સ.અ.વ.)ના પવિત્ર મુખેથી નીકળ્યા છે. અગર કુરઆનમાં આ હોત…… કુરઆનમાં તે હોત……….નો અવકાશ દુનિયાના સર્જનહારના કલામમાં જરાપણ નથી. તેનું કારણ એ છે કે સર્જનહારે કુરઆનને બધા […]

ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ

ગયા અંકમાં આપણે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતીની શરૂઆત કરી હતી. હવે આપણે આ ઝિયારતની વધુ સમજણ જોઇએ. ‘સલામ થાય આપ ઉપર અય ખુદાના સર્જનોની રખેવાળી કરનાર અને જવાબદાર.’ ‘અય્ન’ શબ્દનો અર્થ છે આંખ (સુરએ માએદાહ, 54) તેનાથી જ તેનો બીજો અર્થ કાઢવામાં આવે છે જેમકે ઝરણું (સુરએ […]

ઇમામે ઝમાના (અજ.) અને ફીકહના હુકમો (શરીઅતના મસઅલાઓની જાણકારી)

દુનિયાની એ રીત છે કે કોઇના વ્યક્તિત્વનો અંદાજ એ બે પ્રકારે કરે છે. એક તો એ કે તેણે પોતાના જીવનમાં શું શું કર્યંુ અને બીજું તેણે આવનારી પેઢી માટે શું છોડ્યું. આપણા વિષયનો સંબંધ બીજા પ્રકાર સાથે છે. આપણે શીઆ ઇસ્નાઅશરી ઇમામ (અ.સ.)ની ઇસ્મત અને ઇલ્મને અલ્લાહ તરફથી આપવામાં આવ્યું […]

ઇમામે ઝમાના (અજ.) અને અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમ (રહ.)

ખુદાવંદે આલમનો પોતાના બંદાઓ ઉપર હરહંમેશ એક ખાસ લુત્ફ અને કરમ રહ્યો છે. તેના સર્જન પછી તેને એકલો નથી છોડી મૂક્યો. પરંતુ એક પછી બીજા એમ પોતાના ખાસ હાદીઓ દ્વારા હિદાયતના ઝરણાથી તેઓને તૃપ્ત કર્યા છે. ત્યાં સુધી કે ઇમામે અસ્ર (અજ.)ની ગયબતમાં પણ તેઓને આ ઇનાયતોથી તરસ્યા નથી રાખ્યા. […]

ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાતની શક્યતાઓ

ગયબતના ઝમાનાની જવાબદારીઓમાંની એક જવાબદારી દરરોજ સુબ્હની નમાઝ પછી ‘દોઆએ અહદ’ પઢવી છે. હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)   ફરમાવે છે : ‘જે શખ્સ ચાલીસ દિવસ આ દોઆ પઢશે તેની ગણતરી અમારા કાએમ (અજ.)ના મદદગારોમાં થશે. જો તેમના ઝુહુર પહેલા તે મૃત્યુ પામશે તો ખુદા તેને કબ્રમાંથી જીવતો ઉઠાડશે જેથી ઇમામે […]

કિતાબુ અલ-ગયબતે – તૂસી (અ.ર.)

શયખુત્તાએફહનું સંકલન “કિતાબુ અલ-ગયબતે” આ લેખમાં અમારો હેતુ આલિમે રબ્બાની શયખુત્તાએફહ અબુ જઅફર મોહમ્મદ બીન હસન તુસી (કુદદેસ સિરરોહુ)ની મશહુર કિતાબ અલગયબતનો પરિચય કરાવવાનો છે. આપ્ની મહાનતા અને વ્યકિતત્વ માટે થોડા લકબો જોઈએ. ઇમામુલ ફિરકતે બઅદલ અઇમ્મતીલ મઅસુમીન(અ.સ.) (“ઇમામો(અ.સ.) પછી ફીરકાના ઇમામ) એમાદુશશીઅતે ઇમામીયા (શીઆના સ્તંભ) મોહકકેકુલ ઉસુલે વલ ફુરૂએ […]

ઝુહુરનો ઝમાનો : ઈલ્મ અને તઅલીમની સંપૂર્ણતા

ખુદાવંદે આલમના તમામ સર્જનોમાં માનવીને એટલા માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે તેનામાં વિકાસ અને પરીપૂર્ણતાની જે હાલત જોવા મળે છે તે અન્ય કોઈ સર્જનમાં જોવા નથી મળતી. તેથી પરવરદિગારે તેની હિદાયત અને માર્ગદર્શન માટે નબીઓ, રસુલો અને આસમાની કિતાબોને ઉતારી જેથી માનવી આ હિદાયત અને માર્ગદર્શનના સહારે ઉંચી મંઝીલોને […]