ઇમામ હુસૈન અ.સ. ની અઝાદારી Category

અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ

અઝાદારી વિશેની કેટલીક ગેરસમજણનું નિવારણ પ્રવર્તમાન યુગના એક ફાઝિલ (વિદ્વાન) અબ્દુલ ગફાર સાહેબે ૨૧ જુન ૧૯૯૩ના દૈનિક “હિન્દુસ્તાન”માં “ઈસ્તેકબાલે અઝા” (અઝાનું સ્વાગત)ના વિષય ઉપર કેટલાક એઅતેરાઝ પ્રસિધ્ધ કર્યા છે. એ વાત શકય છે કે આ વિષયના એક તરફી અભ્યાસના કારણે તેઓને ગેરસમજણમાં મૂકી દીધા હોય. અમારા માટે જરૂરી થઈ પડયું છે કે તેઓની આ ગેરસમજણનું નિવારણ […]

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે કરબલાની ઘટના ઈતિહાસમાં વિગતવાર વર્ણવવામાં આવી છે. અમુક ઈતિહાસકારોએ પૂરેપૂરા સંશોધન વગર પ્રસંગોને વર્ણવ્યા છે. જેના કારણે અમુક બિન સત્તાવાર પ્રસંગો પણ ઈતિહાસના પુસ્તકોમાં જોવા મળે છે. આવા પ્રસંગોના કારણે મોટાભાગના લોકોમાં મતભેદો, વિવાદ અને ઝઘડાઓ સુધી વાત પહોંચી જાય છે. સય્યદુશ્શોહદાના વારસદાર, હઝરત […]

સહાબા અને તાબેઈનની દ્રષ્ટિએ શહિદે કરબલાની મહાનતા

હિજરીની પહેલી સદીમાં મુસલમાનોના દિલોમાં ઈમામ હુસયન અ.સ. માટે જે મોહબ્બત અને મહાનતા જોવામાં આવતી હતી તે અજોડ હતી. તે મોહબ્બત અને સન્માનના કારણે તે અસાધારાણ મહેરબાનીઓ, પ્રેમભાવ, આદરભાવ અને ઔચિત્ય જેના વિષે આં હઝરત સ.અ.વ. ફરમાવ્યા કરતા હતા, તે હદીસો જે રસુલે ખુદા સ.અ.વ. એ સય્યદુશ્શોહદાના ગુણગાન અને પ્રશંસામાં બયાન કરી હતી તે મુસલમાનોમાં પ્રચલિત હતી. અને જેની ચર્ચા મોઅમીનોની મહેફીલો અને મજલીસોમાં થયા કરતી હતી. સામાન્ય લોકો અને ખાસ વ્યકિતઓ બધાજ અપવાદ વિના તેનાથી માહિતગાર હતા.

એ ફુરાત!

એ ફુરાત! તારૂં નામ આવવાથી, તરસ, નાના માસુમ બચ્ચાઓનાં સુકાઇ ગયેલા, કમજોર હોઠ અને પ્યાસી, તરસભરી સદા, તાળવામાં જકડાઇ ગયેલી ઝબાનથી ‘અલ અતશ’ના બહુ જ મુશ્કેલીથી અદા થતા શબ્દો, સામે આવે છે. એ સરઝમીને કરબોબલાની વહેતી નદી! તારા ઠંડા અને મુકદદસ પાણીથી લોકો તૃપ્ત થાય છે અને શફા મેળવે છે. તું રણના ગરમ અને બળતા […]

ઝરીહને ચુમવી

અમુક વિરોધીઓ કે નાદાન દોસ્તો એ વિરોધ કરે છે કે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) અથવા હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝરીહને ચુમવી બિદઅત અને ફાયદા વગરની છે કારણકે ઝરીહને ચુમવી તે લોખંડ કે ચાંદીને ચુમવા જેવું છે. તેથી કોઈ હાજત પૂરી થતી નથી. આવા વિરોધો પાછળ કોઈ હકીકત નથી. કારણકે દુશ્મન હંમેશા કંઇ ન કંઈ બહાનાની શોધમાં રહે […]

સય્યદુશ્શોહદાની અઝાદારીના અમુક ફાયદાઓ

વ્યકિતત્વ: જેનું વ્યકિતત્વ જેટલું મહત્વનું હોય છે તેની યાદ અને તેની ચર્ચા એટલીજ મહત્વની હોય છે. વિશ્વ વ્યાપી વ્યકિતત્વની ચર્ચા પણ વિશ્વ વ્યાપી હોય છે. એહસાનનું મુલ્ય સમજનાર કૌમ પોતાના પ્રિય-પાત્રો અને શહિદોની યાદગાર મનાવે છે. આ ચર્ચા કોઈ ખાસ કોમ અને મઝહબ સાથે વિશેષ સંબંધ ધરાવતી નથી. પરંતુ તેનું ઝરણું માનવીની પવિત્રતા અને પ્રકૃતિ […]

ઇમામે મઝલુમની અઝાદારીના વિરોધોના જવાબો

મુંબઇના મશ્હૂર વર્તમાન પત્ર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’માં તારીખ 6 ફેબ્રુઆરી 2006માં એક પક્ષપાતિ શખ્સ અબુ બક્રનો લેખ ‘મોહર્રમને પવિત્ર શા માટે ગણવામાં આવે છે?’ પ્રકાશિત થયો હતો. પછી એજ સમાચાર પત્રમાં તે લેખનો ત્થા તેમાં કરવામાં આવેલ દાવાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. જે નીચે મુજબ છે.

જનાબ અબુ બક્ર સાહેબ: કમનસીબે ઇસ્લામ દીનની તાલિમને સમજવાની આપની અજ્ઞાનતા અને અયોગ્યતા આપની કલમથી જાહેર થાય છે. આવો! આપણે જોઇએ કે આપે શું લખ્યું છે અને સત્ય શું છે.

અઝાદારી….. જમીનના પટથી આકાશની પરિસીમાઓ સુધી સય્યદુશ્શોહદાની મુસીબતની અસરો

મઅસુમ ઇમામો (અ.સ.)થી જે રિવાયતોની નોંધ થઇ છે તેમાં એક મહત્ત્વનું પ્રકરણ ઝિયારતો છે. આ વિષય ઉપર આપણા ભરોસાપાત્ર અને સનદ મેળવેલા આલિમોએ સંપૂર્ણ કિતાબોનું સંપાદન કર્યું છે. તેમાં તેઓએ અત્યંત વિશ્ર્વસનીય અને સાચી સનદ ધરાવતી ઝિયારતો ટાંકી છે.

લોકો સામાન્ય રીતે ઝિયારતના સવાબ ઉપર ધ્યાન આપે છે. પરંતુ ઝિયારતોમાં જે બાબતો બયાન કરવામાં આવી છે અને ઝિયારતના સમયે ક્યા શબ્દો અને લકબોથી પોતાના ઇમામ (અ.સ.)ને સંબોધન કરી રહ્યા છે તે તરફ ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. અર્થાંત ઝિયારતમાં જે ભાવાર્થ સમાએલો છે તેની તરફ ક્યારેકજ ધ્યાન અપાય છે. આથી એ બાબતનો પણ ખ્યાલ નથી રહેતો કે આપણે આ ઝિયારતમાં આપણા ઇમામને શું વાયદો અને વચન આપી રહ્યા છીએ. અગર આપણને એ અનુભુતિ થઇ જાય કે આપણે શું વાયદો કર્યો છે તથા કોને કોને સાક્ષી રાખીને વાયદો કર્યો છે તો શક્ય છે કે આપણે તેની ઉપર અમલ પણ કરવા લાગીએ. કારણકે દરેક શરીફ ઇન્સાન તેના વાયદા અને વચનનો ખ્યાલ રાખે છે. ઇન્સાન જ્યારે તેની શરાફત તથા ખાનદાનીના કેન્દ્ર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેની નજર સામેથી રહસ્ય અને કરામતના પરદાઓ દૂર થવા લાગે છે.

કરબલાના શહીદો પર અફસોસ અને વિલાપ

કરબલાની હૃદયદ્રાવક ઘટના આજ સુધી શીયાઓની મહેફીલો અને મજલીસો માટે ઝળહળતો પ્રકાશ બની રહી છે અને શીયા સમાજ માટે સદીઓથી એક ભવ્ય પરિબળ અને પ્રેરક બનીને પેઢી દર પેઢી કેળવણી પુરી પાડી રહી છે અને ભવિષ્યમાં પણ આજ રીતે મહેફીલો, મજલીસો અને ઇસ્લામી સમાજને હિદાયતનું નૂર પહોંચાડતી રહેશે.

મરહુમ મીર અલી અનીસે ખૂબ સુંદર રીતે કહ્યું છે :

“હર વક્ત ગમે શાહે ઝમન તાઝા હય

આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના અખ્લાક મરસીયાખ્વાન મીર અનીસની રોશનીમાં

મીર બબર અલી અનીસ અઅલલ્લાહો મકામહૂના અશઆર અને તેમના મરસીયાના સબંધમાં તેમના સમયથી લઇને આજ સુધી ઘણું બધુ લખાઇ ચુક્યુ છે. મીર અનીસે પોતાના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક ઉપર કેટલો પ્રકાશ પાડ્યો છે અને તેમને તેમાં કેટલી સફળતા મળી છે, તેનો ખરેખર ખ્યાલ તેજ સમયે મળી શકે છે જ્યારે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક માનવતાની સીમામાં રહીને અમુક હદે નક્કી કરીએ. પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકની હદ નક્કી કરતા પહેલા આ બાબત ઘણી જરૂરી છે કે અખ્લાકની વ્યાખ્યા તેની વિસ્તૃતતા, ઉસુલ અને પાયાનું ઓછામાં ઓછું થોડું જ્ઞાન આ માટીથી બનેલા ઇન્સાનના દીમાગમાં અસ્તિત્વમાં હોય, જેથી હવે પછી આવનારા પરિણામો સમજવામાં (પ્રાપ્ત કરવામાં) વધારે તકલીફ ના થાય.