ફુલની પાંખડીથી હીરાનું જીગર કપાઇ શકે છે

Print Friendly, PDF & Email

સામે બહુ જ મોટુ લીલુછમ ઘટાટોપ વૃક્ષ છે. લીલા અને નાના નાના પાંદડાઓથી ડાળીઓ ભરેલી છે. જ્યારે હવાના જોકા આવે છે તો લટકેલી શાખાઓ જુમી ઉઠે છે. મેનો મહીનો હતો, સૂર્યના કિરણો ભર બપોરે ગરમી વરસાવી રહ્યા છે, ચારે તરફ બપોરનું આક્રમક વાતાવરણ હતું. ત્યાં અમૂક જાનવરો અને ઇન્સાનો તેના છાયામાં ઠંડક માટે આવી જતા. એવા ઘણા બધા વૃક્ષો છે જે સડકના કિનારે ચાલ્યા ગયા છે. તે વૃક્ષ પર લાલ અને સફેદ ફુલની માળા જેવું વૃક્ષની વચ્ચે વર્તુળ બનાવીને એટલા બધા અસંખ્ય ખીલેલા હતા કે બસ જોતા જ રહી જઇએ. ઇન્સાની ફિક્ર જ્યારે અલ્લાહની કુદરતની તરફ અકલની લહેરથી આ તરફ આવી જાય છે તો તાજ્જુબ અને આશ્ર્ચર્યમાં એટલા માટે ડુબકી લગાવે છે કે ક્યાં આવી તીવ્ર ગરમીની મૌસમ બપોરથી લઇને સાંજ સુધી આગ વરસાવતી રહે છે અને ક્યાં આ નરમ અને નાજુક પાંખડીઓવાળા ફુલ કેવી રીતે બાળતી અને ધગધગતી કિરણોને હસી હસીને ગળે મળી રહ્યા છે. આદમી અને જાનવર આ ગરમી અને તડકામાં થોડીવાર આરામ કરવા માટે રોકાયેલા હોય છે. માથા પરથી પરસેવો ટપકી રહ્યો છે અને આ ફુલ કેવા ખુશીના ગીત ગાઇ રહ્યા છે. અથવા તો તેના બનાવનારના વખાણ કરી રહ્યા છે. સાચુ છે કે ઇજ્તેમાએ ઝિદ્દેન (એટલે કે બે વિરોધાભાસી વસ્તુઓનું ભેગા થવું) અશક્ય છે. પરંતુ કાદિરે મુત્લક માટે દરેક ચીજનું વુજુદ શક્ય છે.

હઝરત ઇબ્રાહિમ(અ.સ.)થી લઇને હારૂને મક્કી સુધી માલુમ નથી કે કેટલાય આશ્ર્ચર્યજનક એવા બનાવો આ ફાની દુનિયામાં બની ગયા હશે જે ઇતિહાસના પાનાઓ પર ક્યાંક ગુમ થઇ ગયા અથવા સમયના શાંત પરંતુ ઝડપી વહેણમાં વહી ગયા હશે જ્યાં ફુલની નરમ અને નાજુક અને ખુશ્નુમા પાંખડીઓએ ધગધગતા અંગારાઓને પરાજય આપીને તેને કચડી નાખ્યો છે. દેખતી આંખ હકીકતોને અજવાળામાં લાવીને જોવે છે. ઇમામ અલી(અ.સ.)નો ઇર્શાદ છે કે જ્યારે ઇતિહાસનું પાનુ ફેરવો તો સમજી લ્યો કે તમે એ જ સમયમાં, એ જ જમીન પર, એ જ માહોલમાં, એ જ લોકો સાથે ચાલી રહ્યા છો. ઇતિહાસકારોને જીંદગી બક્ષવાવાળી કરબલાના બનાવોમાં એ બનાવ અને હાદેસાની પાસે થોડીવાર ઉભા રહીને જોઇએ. એક હળવી મુસ્કુરાહટ જે છ મહિનાના અલીના હોઠો પર જાહેર થઇ હતી કેટલાય પત્થર દિલ ઇન્સાનોને પરાજીત કરીને એક એવો ઇતિહાસ બનાવ્યો જેની વિગતની હેઠળ હજારો ઇલાહી રહસ્યો કે જે તેમાં છુપાયેલા હતા જાહેર થઇ ગયા.

ઇર્શાદે બારી તઆલા છે કે “અમે તેઓ પર એહસાન કરીશું જેઓને આ જમીન પર કમજોર કરી દેવામાં આવ્યા છે અને અમે તેમને ઇમામ બનાવીશું અને અમે તેમને આ જમીનના વારિસ બનાવીશું અને એક બીજી જગ્યાએ આ વિરાસતનો પરિચય આમ કહીને કર્યો છે કે “આ જમીન અને આસ્માન તમામ અલ્લાહની મીરાસ છે અને જેને ચાહે તેને આપી દે અને પછી કુર્આને મજીદમાં વારંવાર પુનરાવર્તન છે કે તે રહીમ છે, માફ કરવાવાળો છે, ગની છે, પોતાની મખ્લુકને ચાહવાવાળો છે, ઇન્સાનને મોટા મોટા દરજ્જા દેવાવાળો છે, મહાન અને ઉચ્ચ દરજ્જાઓ પર સ્થાપિત કરવાવાળો છે. ઇન્સાન ઘમંડ અને અભિમાનથી બચતો રહે જેના પરિણામે કમજોર બંદાઓને તેના ઝુલ્મ અને સિતમ સહન કરવા પડે છે. ઇન્સાનને સ્વતંત્ર જરૂર બનાવ્યો છે, ઇખ્તિયાર જરૂર આપ્યા છે, પરંતુ તેના ઇખ્તિયારોની સાથો સાથ કાનુનની પાબંદી લગાવી છે. અલ્લાહ તબારક વ તઆલાના કાનુનની સ્થાપના માટે પોતાના ખાસ બંદાઓને તેમની નૂરાનીયતને જે તેમની મૂળભૂત ખિલ્કત છે તેમને માટીના શરીર આપીને જમીન પર ઉતાર્યા. આ સિલસિલો દુનિયાની બનવાની સાથે જ શરૂ થઇ ગયો હતો અને ઝમાનો જ્યાં સુધી પોતાના ભવિષ્યને વર્તમાનના સાંચામાં ઢાળતો રહેશે હકતઆલાના વલી તેના ખલીફા તેની જમીન પર, વસીઓ પર, તેની મખ્લુક પર, તેના બંદાઓ પર તેની તરફથી પોતાના વિલાયત અને ખિલાફતના હોદ્દાની ફરજોને અંજામ દેવા માટે ગૈબતની નૂરાની ભવ્ય સ્થાનેથી અંજામ દેતા રહેશે અને તેના હિદાયતી ઇર્શાદો, એહકામ અને કુર્આનના ફરમાનોની તરફ અક્કલમંદ અને નેક તીનત લોકોને એવી રીતે ફિક્રની દાવત આપે છે કે જુઓ તમારા માટે ઇજ્તેમાએ ઝિદ્દેન અશક્ય છે. ખાલિકે કાએનાત માટે કોઇ ચીજ અશક્ય નથી. વિચારવા લાયક વાત છે કે કુર્આને મજીદમાં ઇર્શાદે બારી તઆલા છે “જે અલ્લાહના કબ્ઝામાં તમામ દુનિયાની બાદશાહત છે તે ખુબ જ બરકતવાળો છે અને તે દરેક ચીજ પર કાદિર છે જેણે મૌત અને જીંદગીને પૈદા કરી જેથી તમને અજમાવે કે તમારામાંથી સૌથી બેહતરીન અમલ કરવાવાળો કોણ છે અને તે ગાલિબ અને ખુબ જ માફ કરવાવાળો છે આ આયતે કરીમામાં આઝમાઇશની સાથો સાથ અલ્લાહ જલ્લ જલાલોહુની કુદરત, બાદશાહત અને વર્ચસ્વનો ઝિક્ર છે. અહી ઇલ્મના સંશોધનનો તકાઝો છે આ દિવસ રાતની ઝિંદગીમાં તેની કુદરત, બાદશાહત અને ગલબાને જાણીએ, સમજીએ અને આઝમાઇશ માટે તૈયાર રહીએ તો પછી ઉપરોક્ત ઇલાહી સિફાતોના મઝહરને કઇ રીતે નિહાળી શકાય, તેનો મઝહર છે, તો તેની જલ્વહગાહોની તરફ ઇન્સાનની નેક ફિતરત મુતવજ્જેહ રહે.

જે લોકો હકની તપાસમાં પોતાની ફિક્રને હાંકતા રહે છે તેમના માટે કુર્આને કરીમ તેના રસ્તાને સ્પષ્ટ કરી દે છે. આથી સખ્ત શબ્દોમાં કહે છે: કુર્આન પર ચિંતન મનન શા માટે નથી કરતા. શું તેઓના દિલો પર તાળા પડેલા છે. જ્યારે આ આયત થકી ફિક્રને ચલાવે છે અને સક્રિય બનાવે છે તો આગળ વધીને તેની ફિક્રને રોશની આપે છે. આમ કહીને: લકદ………. અમે રસુલોને સ્પષ્ટ નિશાનીઓ સાથે મોકલ્યા અને સાથો સાથ કિતાબ અને મિઝાન તેઓની સાથે નાઝિલ કર્યા.

સ્પષ્ટ નિશાનીઓ:

અંબિયા અને મુર્સલીનના સિલસિલા બાદ ખાતેમુલ અંબિયાની પવિત્ર જીંદગી અને પછી અબુલ અઇમ્માથી લઇને ખાતેમુલ અઇમ્મા સુધીની જીંદગીની દરેક પળ અગર નજર સમક્ષ રાખવામાં આવે અને પવિત્ર સીરતને સામે રાખીએ તો જ્યાં તાકાતવરો અને ઝાલિમ હાકિમો અને અણગમતા રાજકારણીઓના ઝુલ્મો સિતમ અને મક્રો ફરેબ હમલો છે. ત્યાં હકના હાદીઓની હિદાયતો અને જીંદગીની રીતભાત અને સમાજ સુધારણાના માટે આગળ વધવા પર વિચાર કરીએ તો એવુ લાગે છે કે ઝાલિમના તમામ દાવ પેચ મઝલુમની અવાજની સામે બેકાર થઇ જાય છે. સાચુ છે આ કુદરતનો કરિશ્મો છે કે “ફુલની પાંખડીથી હીરાનું જીગર કપાઇ શકે છે છ મહીનાના અલી અસ્ગર(અ.સ.)ના હોઠો પર એક મુસ્કુરાહટ એ હતી જેણે કેટલાય પત્થર દિલોના જીગર તોડી નાખ્યા.

કિતાબ:

કિતાબ એટલે કુર્આને કેવા કેવા અંદાજમાં ઇશારા કર્યા છે કે ખુદાની કુદરતને ઓળખો. હક તઆલાની મઅરેફત તરફ આગળ વધો. ઇલાહી કિતાબમાં જે માર્ગદર્શન છે તેના થકી ચારિત્ર્ય ઘડતર જીંદગીની તરફ કોશિશ કરતા થઇ જાવ. આ આયતે કરીમા તમારા વુજુદને સુર્યમાળાની બુલંદીથી પણ વધારે ઉંચે લઇ જશે.

વ ઇન્દહુ મફાતેહુલ્ ગય્બે લા યઅ્લમોહા ઇલ્લા હોવ. વ યઅ્લમો મા ફીલ્ બર્રે વલ્ બહ્રે. વ મા તસ્કોતો મિન્ વરકતીન ઇલ્લા યઅ્લમોહા વ લા હબ્બતીન ફી ઝોલોમાતીલ્ અર્ઝે વ લા રત્બીવ્ વ લા યાબેસીન ઇલ્લા ફી કેતાબીમ્ મોબીન.

અને તેની પાસે ગૈબની ચાવીઓ છે અને તેને તેની સિવાય બીજુ કોઇ નથી જાણતુ અને જે કાંઇ જમીન અને દરિયામાં છે તેને પણ તે જ જાણે છે અને કોઇ પાંદડુ પણ (કોઇ વૃક્ષ પરથી) પડતુ નથી સિવાય તે તેને ચોક્કસ જાણે છે અને ન કોઇ દાણો જમીનના અંધારામાં છે અને ન કોઇ ભીની ન કોઇ સુકી ચીજ છે સિવાય એ કે તે સ્પષ્ટ કિતાબ (લવ્હે મેહફુઝ)માં મૌજુદ છે (સુ. અન્આમ, આયત: ૫૯)

મિઝાન:

અમલ અને દાનિશની સાથે ઇન્સાન જ્યારે ભયભીત અને હેરાન પરેશાન થઇને કોઇ એવા મિઝાન અથવા માપદંડને તલાશ કરે છે જેના થકી તે વહેમના તારને તોડીને યકીન અને પછી ઐને યકીન પર સાબિત કદમ છે અથવા નથી તેને જાણી લે અને સાબિત કદમ રહે તો ખુદાએ પોતાના બંદાઓના માટે મિઝાન સ્થાપિત કરી દીધુ છે. દાખલા તરીકે ઝોહૈરે કૈનનો કિરદાર, હુરની બેચેની અમૂક મિનિટો ઇમામે મઝલુમની નજીકમાં મળ્યા કે અબદી જીંદગીનું મજબુત યકીન મળી ગયું. ઢંઢોળીને જોયુ તો તેનું વુજુદ મિઝાન પર ખરૂ નહોતું ઉતરી રહ્યું. દુશ્મનીના ઉંડાણે પડી પડીને દોસ્તીની તરફ એટલા આગળ વધ્યા કે ઇતિહાસ તેમની હયાતને હંમેશા માટે હિદાયતનો માઇલસ્ટોન (સીમાચિહ્ન) સમજતા રેહશે. હુર કેવી રીતે બેચેન થયા, જોયુ કે પોતાનો કિરદાર મિઝાનથી હલકો થઇ રહ્યો છે, આશુરની સવારે કેવી રીતે પોતાના મૌલાના કદમોમાં માથુ રાખી દીધુ હતું. હજી થોડા દિવસનો બનાવ છે:

શૈખ હસન કે જે આલિમ હતો. મોહક્કીક હતો, ઝમીરવાળો હતો, હકનો તલબગાર હતો. પોતાના ઇલ્મને જ્યારે મિઝાન પર રાખીને વજન કર્યુ તો ખબર પડી કે જહન્નમની તરફ જઇ રહ્યો છે. મિસ્રના અંધકાર ભર્યા માહોલમાંથી ઉભરીને આવ્યો અને એ કે તેના શબ્દોમાં કે અગર મૌલા હુસૈન(અ.સ.) હુરને માફ કરી શકે છે તો શું મારી ખતાઓને માફ નહી કરે? જ્યારે મિઝાન પર ખરો સાબિત થયો તો કત્લનો ફતવો તેના માટે મધથી વધારે મીઠો હતો. કત્લ કરી દેવામાં આવ્યો, લાશને સડકો ઉપર ઘસેડવામાં આવી, માથુ સળગતી આગમાં નાખી દેવામાં આવ્યું. શું ફરક પડ્યો અલ્લાહ તબારક વ તઆલાએ સરપરસ્તી કરી અને પોતાના બંદાને અંધકારમાંથી નૂર તરફ લઇ આવ્યો. મિઝાન પર દરેકને પોતાના કિરદાર અને હુસ્ને ખુલ્કને પરખવાનો મૌકો આ ટૂંકી જીંદગીમાં નસીબ થશે.

અઝાદારીના દિવસો છે. મીમ્બરો પરથી એહલેબૈત (અ.મુ.સ.)નો દર્સ શરૂ છે. અગર દુશ્મનોની ચાલીસ હજાર દર્સગાહો ખુલી છે તો આપણા લાખો મીમ્બરોથી દરેક ગામ, દરેક વસ્તી, દરેક શહેરમાં, હુસૈનીય્યત, ઇમામત, રિસાલત, કયામતનો દર્સ થઇ રહ્યો છે. આપણા કાળા કપડા તેની પેહચાન છે. રડવું એ આપણી તવજ્જોહનું સમર્થન છે. ફર્શે અઝા પર ઇમામે વક્તની નઝર આપણી ફઝીલત છે અને રૂમાલે ઝહરા આપણા આંસુઓના માટે જાણે મિઝાન પર પોતાના કિરદાર અને પોતાના કુટુંબના કિરદારને પારખવાની સનદ છે. જે ઝુહુરના સમયે અને રોઝે મેહશર અને મેહશરના ફેંસલો કરનાર (ખુદા)ની સામે પેશ કરવા માટે કંઇક તો છે જે નજાતનો ઝરીઓ બનશે. આ આગ વરસાવતા ઝમાનામાં જનાબે ઝેહરા(સ.અ.)ના ચાહવાવાળાઓનો ગિર્યા આપના લાલ હુસૈનની શહાદત પર એવી રીતે છે જેમ પ્રસ્તાવનામાં પોતાની ક્ષમતા પ્રમાણે મુશાહેદાની અસર હેઠળ આ કહ્યું હતું: ક્યાં આગ વરસાવતી ગરમી અને ક્યાં નરમ અને નાજુક પાંખડીઓવાળા ફુલ અને તે કેવી રીતે બાળી નાખનારી ગરમીમાં પોતાની તાજગી અને ખુશનુમાઇની તરફ આશ્ર્ચર્યજનક નજરોને ઉઠીને જોવાની દાવત આપી રહ્યા છે. હવે વાંધો ઉપાડનાર તીખા અને વાંકા અંદાજમાં ઇમામ હુસૈન(અ.સ.)ના શયદાઇઓની તરફ ગણતરી પૂર્વક હદ ઓળંગવાની આંગળી આમ કહીને ન ઉઠાવે કે મેહશરના હંગામમાં જ્યાં ઇન્સાન તેના પરસેવામાં ડુબેલો હશે, સૂર્ય સવા નેઝા પર હશે, દિમાગ પાકી રહ્યા હશે. એ ભયંકર માહોલમાં ઇમામ(અ.સ.)ની ચાહતથી જોડાયેલા સમજદાર લોકો ઠંડા છાયામાં હશે, તૃપ્ત હશે, હોઠો પર શુક્રે ખુદા હશે, દુન્યવી જીંદગીમાં રડતી આંખોમાંથી જે આંસુ ટપક્યા હતા તે પાણીદાર મોતી થઇને ચારે તરફ વિખેરાયેલા હશે અને મેહશરની રેહમતોના પૈગામ અને સલામ હશે, કપાળો પરથી મવદ્દતના નૂરની કિરણો નીકળીને સાથે ઉભા રેહનારાઓનું ધ્યાન ખેંચશે. અગર આજની દુનિયા પોતાના ભૌતિક વિકાસ અને પ્રગતિને મુકદ્દર સમજીને ખુદાની કુદરત કે જેનો ગલબો બંને પશ્ર્ચિમમાં અને બંને પૂર્વો પર છે તેના મુન્કીર થઇને ભલે ઝુલ્મો સિતમ કરે તો તે યાદ રાખે કે અલ્લાહ કે જે ખાલિકે કાએનાત છે, તેણે આ દુનિયા એ લોકો માટે નથી બનાવી પરંતુ એ બિચારાઓ અને બેકસોના માટે બનાવી છે જે તેની દુનિયામાં કમઝોર કરી દેવામાં આવ્યા છે. ઇમામ હુસૈન(અ.સ.)ની પાસે કેવું લશ્કર હતું? ઇમામ મુસા કાઝિમ(અ.સ.)એ પોતાની જીંદગીનો મોટા ભાગનો હિસ્સો કેદખાનામાં વિતાવ્યો. ઇમામ રેઝા(અ.સ.)ની સામે હારૂન અને મામુનની મક્રો સિયાસત અને પુષ્કળ ફોજ અને મોટી તાકાતની સામે બચાવ માટે ક્યું હથિયાર, તીર, તલવાર, ઢાલ, નેઝા, સિપાહી અને લડાયક ફૌજ હતી? પરંતુ જરા નજર ઉઠાવીને જુઓ સદીઓ પસાર થઇ ગઇ. ઇમામ(અ.સ.)ના આશિકોના કાફલાના ટોળેટોળા ચાલ્યા આવે છે. અરફાના દિવસે કરબલામાં એક ખિલકત ઉભરાઇ પડી હતી. યા હુસૈન – યા હુસૈનની દિલનશીન અવાજ ગુંબદે હરમના તરફ આગળ વધી રહી હતી. શું થયું, કેવી રીતે થયું, કોણે કર્યુ. આ મઝલુમોની આરામગાહો તરફ ક્યાં લોકો છે જે ઇમામ હુસૈન(અ.સ.)ના હરમથી અબ્બાસે જરી(અ.સ.)ના હરમ તરફ દોડી રહ્યા છે કે મૌલા તમારા હરમમાં આવવાની ઇજાઝત આપી દયો. તે દરબારે કરીમ ઇબ્ને કરીમ છે, બધાની દુઆ કબુલ થાય છે, બધાની હાજતો પુરી થાય છે અને ઝાએરો દુનિયાની હાજતો લઇને થોડા જાય છે. તેઓ તો એટલા માટે જાય છે કે તેઓને એ તૌફીક મળે કે તેઓ દુનિયાના સખ્ત ઇમ્તેહાનથી મુસ્કુરાતા, મવદ્દતના ફુલોની ખુશ્બુ લઇને આ દુનિયામાં જ્યાં સુધી જીવતા રહે સાથે સાથે ચાલે અને અંત પણ આ રસ્તા પર ચાલતા ખૈરની સાથે થાય અને એ હોંસલો મળે જે નાજુક જીવ ફુલોની પાંખડીઓથી સૂરજની બાળી નાખતી કિરણોના હોંસલાને પસ્ત કરી દે.

સાચુ છે કે આ હોંસલા માટે ઝમીર જોવે, ઇલ્મ હોવું જોઇએ, ઇમામતની મારેફતની તલાશ જોઇએ, નૂર હાંસિલ કરવા માટે સખ્ત દિલી નહી, દિલનું નાજુક હોવું જરૂરી છે. સારી વાત કબુલ કરવા માટે કલ્બે સલીમ આગળ વધે એ સમયે આ વાત સમજમાં આવી જશે.

ફુલકી પત્તીસે કટ સકતા હૈ હિરેકા જીગર

મર્દે નાદાં પર કલામે નર્મ વ નાજુક બે અસર

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *