હોશિયારની નજરે ગૈબી રીતે આગેવાની

Print Friendly, PDF & Email

આ પૃથ્વીનો ગોળો પોતાના ક્ષેત્રફળના પાસાથી કાલે જ્યારે બન્યો ત્યારે જેટલો મોટો હતો આજે પણ એટલો જ મોટો છે અને તેની લંબાઇ અને પહોળાઇ તેના અંત સમય સુધી એટલી જ રેહશે પરંતુ આ વાત આજે દરેક જણ કહે છે કે આ દુનિયા આજે સમેટાઇને નાની થઇ ગઇ છે. આ નાનુ એવુ વાક્યુ ખુબ જ ટુંકુ હોવા છતા પોતાના પાલવમાં વર્ણનની વિશાળતાઓ રાખે છે. અગર કોઇ પુછે કે ભાઇ આ દુનિયા જેટલી કાલે હતી એટલી જ આજે પણ છે. આ નાની ક્યારે થઇ? એના જવાબમાં પત્ર વ્યવ્હાર તેમજ વાહન વ્યવહારના માધ્યમો અને સંદેશા વ્યવહારના સાધનો વિગેરે વિગેરે જ્યારે વર્ણન હેઠળ આવે છે તો અર્થ સ્પષ્ટ થઇ જાય છે કે કાલે પ્રગતિની જે શરૂઆત થઇ હતી આજે તે સંપૂર્ણતાના રસ્તાની અંતિમ મંજીલો સુધી પહોંચી રહી છે અને પરિસ્થિતિ અહી સુધી પહોંચી ચુકી છે કે સેંકડો મીલ દૂર બેઠેલો માણસ પોતાના દૂર બેઠેલા દોસ્તની સાથે રૂબરૂ થઇને વાતો કરે છે. એવી રીતે કે હાજર બોલનારના વચ્ચે એક પળ પણ વેડફાતી નથી. આ પ્રસ્તાવનાના અક્ષરો જીભના ટેરવેથી અદા થાય છે પરંતુ અર્થો અદ્રશ્ય હોવા છતા સ્પષ્ટ થાય છે.
આ બારામાં હાજર અને ગાએબની વાતો બહુજ ઉંચા લેવલ પર સાંભળીને વિચાર કરો. જે હિકમતના માલિક અને વહી તથા ઇલ્હામની રિસાલતની ઝબાનથી આવેલી ખબર મેઅરાજના વાસ્તવિક એહવાલ પર પ્રકાશ ફેંકી રહી હતી, કોઇ એક વ્યક્તિ પણ તેનો વિરોધ કરવાવાળો ન હતો અને ન કોઇ સવાલ કરનાર હતો કે આખરે આ કેવી રીતે શક્ય થયુ કે દરવાજાની સાંકળ હલતી રહી અને હબીબે ખુદાની મેઅરાજની સફર પોતાના તમામ હાલાત અને પધ્ધતિની સાથે અને પોતાની નુરાનીયતની સાથે એક ઐતિહાસિક બનાવ બની ગયો. આટલુ જ નહી પરંતુ પોતાની સંપૂર્ણતાની સાથે કુર્આને મજીદની વચ્ચે ઇલાહી આયતો શાને નુઝુલના રૂપમાં આવીને પોતાની સચ્ચાઇ પર કાબા કવસૈનની સચ્ચાઇની મહોર પણ લગાવી દીધી.
ગાએબ અને હાઝિરનો મસઅલો:
ઇતિહાસ પર કિતાબો લખવામાં આવી. ઇતિહાસ નામ પરથી જ ખબર પડી જાય છે કે ભૂતકાળના બનાવો પર તમામ ખબરોને જમા કરવી અને તેને કલમબદ્ધ કરી દેવી. એટલે કે ઇસ્લામની શરૂઆતથી લઇને ઇતિહાસકારની જીંદગી સુધી એ હાલતો, બનાવો, વાકેઆ અને હાદેસાઓ તથા ઇસ્લામના આગેવાનો અને સત્તાધિશ હુકુમતની જેટલી ખબરોનો સિલસિલો મળતો ગયો જે ઇસ્લામથી સંબંધિત હતો તે એક રેકોર્ડ બન્યો અને જે ઇતિહાસકાર જે માહોલમાં પૈદા થયો હતો તેણે પોતાની અસરોની સાથે એ નોંધને પોતાની ભાષામાં બદલીને ઇતિહાસ લખી નાખ્યો.
જ્યારે ઇતિહાસકારની કલમ ચાલતી હતી તો કોઇ સજીવ ગવાહ તરીકે મૌજુદ ન હતુ. ફક્ત નિશાનીઓ, ચિહ્નો અને ખબરના ોતોથી મળી આવેલી બાબતોને તેણે કલમબદ્ધ કરી દીધી. જ્યાં સુધી વર્તમાનના બનાવો જે નજર સમક્ષ હતા તેને જમાં કર્યુ જેમાં આ ઉપલબ્ધ માહિતિ ઉપરાંત દૂરથી આવવાવાળી ખબરો અને લાવનારના બયાન પર આધારિત હતુ. જેમ જેમ સમય બદલાયો અને ફેરફારો થવા લાગ્યા તો ઇતિહાસકાર ‘ગાએબ’ થઇ ગયો અને ફક્ત ઇતિહાસનું લખાણ બાકી રહી ગયું. કોઇએ સવાલ કર્યો કે ભાઇ ઇતિહાસ શા માટે ભણાવવામાં આવે છે. જવાબ મળ્યો કે ભૂતકાળમાં થઇ ગયેલા બનાવો અને ચડતી-પડતી, મુશ્કેલી-આસાની, ચાલ-ચલણ, સંસ્કૃતિ અને કલ્ચરનો સમૂહ હોય છે. જુના ઝમાનામાં લોકોની જીવનશૈલીના અનુસંધાનમાં માહિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. જેનો ફાયદો એ થાય છે કે જે નબળાઇ, ક્ષતિ અને બુરાઇએ ભૂતકાળમાં હાલત ખરાબ કરી હતી, તેનો ઇલાજ શોધવામાં આવે અને પ્રગતિની સંપૂર્ણતા તરફ જ્યાં સુધી મુસાફરી કરી હતી તે કામ્યાબીનો ઉપયોગ કરતા તેમાં વધારે પ્રગતિ અને તરક્કી લાવવામાં આવે એટલે ગાએબના ફૈઝથી ઉન્નતિની રૂહને વધારે કુવ્વત બક્ષવામાં આવે અને કૌમ તથા મિલ્લત પોતાની પાછળ રહી જવા વાળા અહદને પોતાની વિરાસતમાં તે રસ્તા દેખાડે જેના પર ચાલવાથી આવવાવાળી નસ્લ એક પ્રગતિ પામેલ શાંતિથી ભરેલી અને શક્તિના સાધનોથી ફાયદો હાસિલ કરતા રેહવાની લાયકાત પૈદા કરે.
આ ફાયદો ઇતિહાસ ભણવાનો છે અને તમામ બુનિયાદ ગાએબ પર છે. ઇતિહાસકાર, તેનો માહોલ, તેની અમુક વર્ષોની જીંદગી અને જે જગ્યાએ રેહતો હોય અથવા જ્યાં સુધી તેની પહોંચ છે એક મર્યાદિત ક્ષેત્રથી બહાર નથી.
આ વર્ણનનો ટુંકસાર એ છે કે ઇતિહાસ ગાએબનો એક મખ્સુસ ક્ષેત્ર અને મર્યાદિત જીંદગીની ફળક્ષુતિ છે જેનાથી ફાયદો ઉઠાવવામાં આવે છે.
ઇસ્લામની બદનસીબી:
એક બાજુ મુર્સલે આઝમની ભવિષ્યવાણી કે મારા પછી મારા બાર જાનશીન થશે. આ સિલસિલો અલી (અ.સ.)થી શરૂ થશે અને કાએમ(અ.સ.) પર પૂર્ણ થશે. તેમનું નામ મારૂ નામ હશે, તેમની કુન્નીયત મારી કુન્નીયત હશે અને તેઓ આ દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે, જેવી રીતે ઝુલ્મો જોરથી ભરેલી હશે. બીજી બાજુ કુર્આને ગવાહી આપી. ખુદાએ ફરમાવ્યું:
અમે એ લોકો પર એહસાન કરીશુ કે જેમને આ દુનિયામાં કમજોર સમજવામાં આવે છે અને તેમને આ દુનિયાના વારિસ (માલિક) અને ઇમામ બનાવશું
અલી(અ.સ.) આવ્યા. આપના બાદ આપની નસ્લનો સિલસિલો શરૂ થયો જેમને ‘રસુલના ફરઝંદો’ના નામથી ઉમ્મતે (તમામ ફિરકાઓએ) ઓળખ્યા. આ સિલસિલો આશરે ત્રણ સદી સુધીની હદોમાં તમામ રેકોર્ડ અને ખબરોની એક દસ્તાવેજી હૈસીયતની સાથે સ્થાપિત થઇ ગયો. પછી બારમાં જાનશીન માટે તમામ સાવચેતી ભર્યા પગલા કામે લાગ્યા, જે કોઇ પ્રકારના કોઇ રેકોર્ડ કલમબદ્ધ થઇ નબુવ્વતના હેતુ માટે બાકી ન રહે, પરંતુ એવુ ન થયુ. જે રેકોર્ડ અને આગમચેતી મુરસલે આઝમ અને ઇલાહી નિશાનીઓની રોશનીમાં નોંધાતી હતી તે સ્પષ્ટ દલીલોની સાથે સુરજ કરતા વધારે પ્રકાશિત અને જાહેર રહી. આ લેખમાં એટલો બધો અવકાશ નથી કે ૬૯ વર્ષની હયાતે તય્યબા કે જેને ગૈબતે સુગરા કહે છે. બારમાં જાનશીન મજબૂત દલીલો અને સંપૂર્ણ હુજ્જતની સાથે મિલ્લતે ઇસ્લામીયાના તમામ વિરોધો છતા કાયમ કરી દીધા અને પછી ગૈબતે કુબરાનો સમય શરૂ થયો જે ભૂતકાળની તમામ છાપ સાથે વર્તમાન અને ભવિષ્યને ઘેરી લીધેલ છે.
ન કોઇને (એટલે કે વિરોધીઓ અને દુશ્મનો) મુરસલે આઅઝમની આગમચેતીથી ઇન્કાર છે અને ન તો આયતે કરીમાની તફસીર પર કોઇને શક છે કારણ કે આ આયતે કરીમા મોહકમ અને સ્પષ્ટ છે.
પરંતુ આ બદનસીબ કૌમને શું કેહવામાં આવે કે જ્યારે સ્થિતિઓ અને ઇતિહાસની નોંધથી તમામ નિશાનીઓ, સાબિતિ અને પત્થર પર નકશની જેમ સામે રાખવામાં આવે છે તો કહે છે કે હજી મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.) પૈદા નથી થયા. પૈદા થશે ત્યારે સાદેકુલ કૌલ નબી(સ.અ.વ.)ની ભવિષ્યવાણી અને આયતે કરીમાની તફસીર પોતાની સચ્ચાઇ પર ખરી ઉતરશે.
દરેક ચીજ મેહસુસથી માલુમ તરફ સફર કરે છે. જરાક એક નજર (જેને હોશિયાર નજર કહી શકીએ છીએ) નાખીએ ઇતિહાસના એ સિલસિલા ઉપર જ્યાંથી મતભેદના કેન્દ્રએ જન્મ લીધો અને આજ સુધી શું થયું છે અને કેવી રીતે થયુ છે, તેના ઉપર ઉંડી નજર નાખીએ અને પછી જુઓ કે શું એહસાસ ઉજાગર થઇને માલુમની તરફ કઇ રોશન મંઝિલો પર સ્થાયી થાય છે.
વર્તમાન સમયમાં આપણા આલિમો, ખતીબ, ઝાકીર જ્યારે ઇમામે અસ્ર(અ.સ.)ની વિલાદતના મૌકા પર જશ્ને નૂરના પ્રોગ્રામોમાં તશ્રીફ લાવે છે અને જનસમૂહથી સંબોધન કરે છે તો હઝરત હુજ્જત(અ.સ.)ની ઉમ્રના તુલાની હોવા પર મોટે ભાગે હઝરત ઇદરીસ(અ.સ.), હઝરત યુનુસ(અ.સ.), હઝરત નૂહ(અ.સ.)ના બારામાં દલીલો આપે છે અને સાબિત કરે છે કે લાંબી ઉમ્રનું હોવું એ કાંઇ નવી વાત અથવા અશક્ય બાબતમાંથી નથી. આથી વાંધો ઉઠાવનારના વાંધાઓ લાંબી ઉમ્રના બારામાં કોઇ હૈસીયત નથી રાખતા. લાંબી ગૈબતના બારામાં હઝરત ખિઝ્ર(અ.સ.)ની મિસાલ આપે છે અને પછી શૈતાનના ગૈબમાં પથરાયેલા ગુમરાહ કરવાવાળા જાળના બારામાં પ્રકાશ ફેંકે છે. એમ કહીને કે જ્યારે ગુમરાહ કરવાવાળો શૈતાન દેખાતો નથી તો શું હિદાયત કરવાવાળા, જે અલ્લાહ તરફથી મન્સુસ (નિયુક્ત) થયેલ છે, તે ગૈબમાં રહીને હિદાયત અને ઇન્સાનના માર્ગદર્શનની જવાબદારીઓ અંજામ નથી આપી શક્તા?!! (હકીકત તો એ છે કે આંધળાની સામે રોવે તે પોતાની આંખ ખોવે)
આ અવાજો આપણા જશ્નમાં ગુંજે છે કે ત્યાં કે જ્યાં ઇતિહાસ અને ઇમામે અસ્ર(અ.સ.)ની પૈદાઇશ અને આપની ઇતાઅત અને નવ્વાબે અરબા થકી ગૈબતે સુગરા અને એ પાકીઝા નફસોની કબ્રોની ઝિયારત, ત્યાર બાદ ગૈબતે કુબરામાં ઓલમાની આગેવાની, તેમના એહવાલ, તેમની તાલીમાત, હઝરત વલીએ અસ્ર(અ.સ.)ના થકી તેમની સરપરસ્તી, મદદ કરવી અને હિદાયતની મજબુત સાબિતી સાથે એવા પુરાવા મૌજુદ છે જેને જુઠલાવી નથી શકાતા પરંતુ તેઓ કે જેઓ હુકુમતના પરવરીશ પામેલા અને રસુલ(સ.અ.વ.)ના ફરઝંદોને ગોશાનશીની ઉપર મજબુર કરી દેવાવાળાઓનો સમૂહ જેનાથી સુરક્ષિત રાખવા માટે આ ગૈબત, આ લાંબી ઉમ્ર, આ ગૈબી રીતે ઇમામતનો સિલસિલો બાર સદીઓથી ચાલ્યો આવે છે અને ઝુહુરના સમય સુધી ચાલતો રેહશે. તેની સાબિતી, આગાહી અને ખબર આ આયતે કરીમામાં કે અમે તેમને આ જમીનના વારિસ બનાવીશું, જેમને કમઝોર કરી દેવામાં આવ્યા છે અને અમે તેઓને ઇમામ બનાવીશુ. આ આયતે કરીમાના દરેક શબ્દમાં હકીકતનું લોહી દોડી રહ્યુ છે અને નજાતની રોશની દઇ રહ્યુ છે અને દેતુ રેહશે. એક બાજુ આ આયતે કરીમા છે અને બીજી તરફ મુરસલે આઝમની આગાહી છે જે હિદાયતના અને ઇમામતના રસ્તાને એવી રીતે પ્રકાશિત કરી રહી છે કે બેહકી જવાની કોઇ શક્યતા પૈદા નથી થતી.
અહીં એ સવાલ પૈદા થાય છે કે જ્યારે મુરસલે આઅઝમ(અ.સ.)નો કૌલ અને અલ્લાહ તઆલાનો ઇરશાદે ગિરામીનું બયાન એક બાજુ બાર જાનશીનોની પવિત્ર જીંદગી અને ઇલ્મ અને અમલ પર આશ્ર્ચર્યજનક સિરત જેના પર કોઇ પણ શખ્સ આંગળી ઉપાડવાની હિંમત નથી કરી શકતો તો પછી આ તાવીલો, આ વાંધાઓ શા માટે? આ હુજ્જતના મુન્કીરો શા કારણે એક બાજુ ખુદાની કુદરત પર યકીન પણ રાખે છે અને બીજી બાજુ હઝરત હુજ્જત(અ.સ.)ના મુકદ્દસ વુજુદનો ઇન્કાર પણ કરે છે? શું કોઇ જાણકાર એ વાતથી ઇન્કાર કરી શકે છે કે ફિરઓનની લાશ ઇબ્રત માટે દરિયાએ નીલના કિનારે ફેંકી દેવામાં આવી. અહીં કુદરતી અને સમુદ્રી દુનિયાના તમામ જાનદાર છે જે આદમખોર છે તેને કોઇ નુકશાન નથી પહોંચાડી શકતા. મુર્દુ બાકી રહી શકે છે, ઇબ્રતના માટે. ઇબ્રતનો સિલસિલો હોય છે, ઇન્સાનની અક્લ અને સમજણમાં હકીકતનું અજવાળુ દેવા માટે શું આ વિચાર કરવાની પળ નથી? શું આ ઇબ્રતની પરંપરા ઇન્સાનનું ધ્યાન ખેંચતી નથી કે જીવ વગરના ફિરઓનને બાકી રાખવાવાળા ઇન્સાનની હિદાયત અને રેહબરી અને આગેવાની, યકીન-સબ્ર અને પોતાના હબીબની જાનશીનીના માટે પોતાની તજલ્લીનો મુઝાહેરો કરનાર આ જમીન પર આવવાવાળી કૌમોના માટે બાકી નથી રાખી શક્તો? કારણ કે હુકુમતની મસ્લેહત ભરેલી જુઠી સિયાસતની થાપ પર નાચવાવાળી વાતો અને અભિમાનવાળી તબ્લીગોના છાયામાં ચાલવાવાળી કૌમની નસ્લો વધતી થઇ અને આ રીતે જેહાલતના મજબુત પર્દા એક પછી બીજો દરેક ઝમાનામાં પડતો ગયો.
આપણા પ્યાસા ઇમામ હુસૈન(અ.સ.) કેટલા સાચા છે:
અય યઝીદના ઝાલિમ લશ્કરી સિપાહીઓ! તમારા પેટ હરામથી ભરેલા છે એટલા માટે મારી બયાન કરેલી વાતોને નથી સાંભળી રહ્યા
જ્યાં જ્યાં ઉપરોક્ત ઉલ્લેખિત તત્વો વાળી મિલ્લતે ઇસ્લામીયાના એ શખ્સો જે બહુમતીમાં છે, ગાએબાના આગેવાનીથી ગુમરાહ થતા જશે. હોશિયારીની નજર દમ તોડવા લાગશે અને અન્યાય, ઝુલ્મ, જુઠ, ધોકો, જેહાલત … ની ઝેરી હવામાં દરેક અજાણ શ્ર્વાસ લેતો રેહશે. ત્યાં સુધી કે ઇમામે અસ્ર(અ.સ.)ના ઝુહુરનો સમય આવી જશે, જ્યારે મઝલુમ ફરિયાદી, હક પરસ્ત, હક બોલનારા, ગૈબી આગેવાની પર મજબુત યકીન રાખવાવાળા ખલીફએ ખુદાના દરબારમાં ફરિયાદ કરશે અને મુન્તકીમ એક એકથી બદલો લેશે. અદ્લો ઇન્સાફનો પરચમ તેમના મુકદ્દસ સર પર લહેરી રહ્યો હશે અને મઝલુમ ઝાલિમની આંખમાં આંખ નાખીને ફરિયાદ કરશે અને ફરિયાદે પહોંચનાર તેની ફરિયાદ સાંભળીને ઝાલિમને સજા સંભળાવશે.
આથી અક્લનો તકાઝો છે કે ઇલાહી હિકમત અને બાલેગા રિસાલત પર ચિંતન મનન કરીએ, લાગણી અને આવેશને શણગારવા માટે તમામ પરિબળો સામે છે પરંતુ તમામ “ગૈબી આગેવાની હોશિયાર નજરમાંના માટે છે.
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *