શર્હે દુઆએ અહદ

Print Friendly, PDF & Email

દુઆએ અહદની સનદો:
આ દુઆએ અહદને વિશ્ર્વાસપાત્ર આલીમો અને મોહદ્દીસોએ પોતાની અમુલ્ય કિતાબોમાં વર્ણવી છે. દા.ત. અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર, ભાગ: ૫૩, પાના: ૯૫, પ્રકરણ: ૨૯, હદીસ નંબર: ૧૧૧ માં સૈયદ ઇબ્ને તાઉસ(અ.ર.)ની મિસ્બાહુલ ઝાએરમાંથી નકલ કરી છે. આ સિવાય મોહદ્દીસ નૂરી(અ.ર.)એ મુસ્તદરકુલ વસાએલમાં (ભાગ: ૫, પાના: ૩૯૩, પ્રકરણ: ૪૧, હદીસ નંબર: ૬૧૬૯)અને શૈખ અબ્બાસ કુમ્મી(અ.ર.)એ મફાતીહુલ જીનાનમાં તેનો સમાવેશ કર્યો છે. બર્રૂસ્ સગીરની મશ્હૂર દુઆઓની કિતાબ તોહફતુલ અવામમાં પણ આ દુઆ મવજુદ છે.
અલ્લામા મજલીસી(અ.ર.) લખે છે: “શૈખ મોહમ્મદ ઇબ્ને અલી અલ જબઈના લખાણ પરથી નકલ કરવામાં આવ્યુ છે, તેઓએ શૈખ અલી ઇબ્ને સુકુન(અ.ર.)થી કે મને ખબર આપી અમારા ઉસ્તાદ અને અમારા સૈયદુલ સૈયદ આલેમુલ ફકીય્યાહ જલાલુદ્દીન અબુલ કાસિમ અબ્દુલ હમીદ બિન ફગાર બિન મઅદ બિન ફખ્ખાર અલ અલ્વી અલ હુસૈની અલ મુસ્વી અલ હાએરી (અલ્લાહે તેમને લાંબી ઉમ્ર અતા કરી છે.) તેમની સામે કિરઅત કરતા જેનો તેઓ તે નુસ્ખાથી સરખામણી કરી રહ્યા હતા, જે તેમને તેમના વાલીદે બુઝુર્ગવારથી મળ્યો હતો. સન ૬૭૪માં અને તેમણે કહ્યુ કે મારા પિતા(અ.ર.)એ મને ખબર આપી કે આલિમે અજલ તાજુદ્દીન અબુ મોહમ્મદુલ્ હસન ઇબ્ને હુસૈન ઇબ્ને અદ્દરબી (અલ્લાહ તેમને તુલાની ઉમ્ર અતા કરે)એ મને ખબર આપી કે તેમણે સાંભળ્યા આ શબ્દોમાં સન ૫૯૪માં રબીઉલ અવ્વલના મહીનામાં અને પછી એક પછી એક બીજા રાવીઓએ પોતાના ઉસ્તાદની સામે કિરઅત કરતા શયખુલ ફકીહુલ આલિમ કવ્વામુદ્દીન અબ્દુલ્લાહ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ્લાહ બહરાની અલ્ શય્બાની(અ.ર.) સન ૫૭૩માં તેમણે શૈખ અબુ ઝકરીયાહ યહ્યા ઇબ્ને કસીરથી, તેમણે સૈયદુલ અજલ મોહમ્મદ ઇબ્ને અલી કરશીથી અને તેમણે અહમદ ઇબ્ને અલી કરશીથી અને તેમણે અહમદ ઇબ્ને સઇદથી તેમણે શૈખ અલી ઇબ્ને હકમથી તેમણે રબીઅ ઇબ્ને મોહમ્મદ અલ મુસલ્લાથી તેમણે અબુ અબ્દીલ્લાહ ઇબ્ને સુલયમાનથી અને તેમણે ઇમામ જઅ્ફરે સાદિક(અ.સ.)થી આ દુઆ આ શબ્દોમાં વર્ણવી છે.
(બેહારૂલ અન્વાર, ભાગ:૯૧, પાના: ૪૧, પ્રકાશન: બૈરૂત)
દુઆએ અહદના ફાયદા અને તેનો સવાબ:
દુઆએ અહદ સાદિકે આલે મોહમ્મદ ઇમામ જઅ્ફરે સાદિક(અ.સ.)થી રિવાયત કરવામાં આવી છે. ઇમામ(અ.સ.) ફરમાવે છે:
જે ચાલીસ દિવસ સુધી સવારે આ અહદ અને વાયદાની સાથે અલ્લાહથી આ દુઆ કરે (દુઆએ અહદ) તો તેની ગણતરી ઇમામે કાએમ(અ.સ.)ના મદદગારમાં કરવામાં આવશે. અગર તે તેમના ઝુહુર પહેલા મૃત્યુ પામ્યો હશે તો અલ્લાહ તેને તેની કબ્રમાંથી જીવંત કરશે (જેથી ઇમામ મહદી અ.સ.ના અસ્હાબમાં શામિલ થાય) અને (આ દુઆએ અહદના) દરેક શબ્દના બદલામાં તેના આઅમાલ નામામાં ૧૦૦૦ નેકીઓ લખી દેશે અને તેના ૧૦૦૦ ગુનાહોને માફ કરી દેશે અને તે દુઆ આ રીતે છે. “અલ્લાહુમ્મ રબ્બ… ..
દુઆએ અહદના શબ્દો અને તેનો અર્થ:
(૧) અલ્લાહુમ્મ રબ્બન્ નૂરિલ અઝીમે વ રબ્બલ્ કુરસીય્યિર રફીએ વ રબ્બલ્ બહ્રિલ્ મસ્જૂરે મુન્ઝેલત્ તવ્રાતે વલ્ ઇન્જીલે વઝ્ ઝુબૂરે વ રબ્બઝ્ ઝિલ્લે વલ્ હરૂરે વ મુન્ઝેલલ્ કુર્આનિલ અઝીમે વ રબ્બલ્ મલાએકતિલ્ મુકર્રબીન વલ્ અમ્બીયાએ વલ્ મુરસલીન . . .
દુઆએ અહદની શરૂઆત ઉપર મુજબના ઉમદા શબ્દોથી થાય છે. કારણ કે આ દુઆ છે, એટલે સંબોધન અલ્લાહથી છે. ‘અલ્લાહુમ્મ’ એટલે કે ‘અય અલ્લાહ’. શબ્દકોષ પ્રમાણે મુનાદા મુફરદ અને મઅરેફા છે. મુળભૂત રીતે આ ‘યા અલ્લાહ’ હતુ પરંતુ સંબોધનમાં ‘યા’ ને દૂર કરી દેવામાં આવ્યો અને મીમે મુશદ્દદને ‘અલ્લાહ’ સાથે જોડવામાં આવ્યો. પરંતુ અર્થમાં કોઇ ફેરફાર થતો નથી. અર્થ એ જ થશે ‘યા અલ્લાહ’. શબ્દ અલ્લાહના જલાલ ઉપર રિવાયતની રોશનીમાં નજર કરીએ.
હિશામ બિન હકમે ઇમામ જઅ્ફરે સાદિક(અ.સ.)થી સવાલ કર્યો:
અલ્લાહો મિમ્મા હોવ મુશ્તકુન. કાલ ફકાલ લી યા હેશામો અલ્લાહો મુશ્તકુમ્ મિન્ એલાહિન્ વલ્ એલાહો યક્તઝી મઅ્લૂહન્
શબ્દ ‘અલ્લાહ’ કયા શબ્દમાંથી બન્યો છે? ઇમામ (અ.સ.)એ મને ફરમાવ્યુ:
‘અય હિશામ! અલ્લાહ શબ્દ ‘એલાહ’માંથી બન્યો છે અને એલાહનો તકાઝો એ છે કે કોઇ ‘મઅ્લૂહ’ ભી હોવો જોઇએ.’
(અલ કાફી, ભાગ:૧, પાના: ૭૮, બાબુલ મઅબુદ હદીસ-૨, અલી ઇબ્ને ઇબ્રાહીમ કુમ્મી અ.ર.થી)
આ હદીસ નસ્સે સરીહ છે. આ કારણે શબ્દ અલ્લાહ મુશ્તક છે, જામિદ નથી. તે ઇસ્મે અલમ નથી, જેમકે અમુક લોકોનો આ નઝરીયો છે, આ શબ્દના મૂળ અક્ષરો       વ-લ-હ છે અથવા અ-લ-હ છે. અરબી નહ્વમાં તેને ઇશ્તેકાકે કબીર કહે છે. બીજી વાત એ કે શબ્દ ‘જલાલે અલ્લાહ’ મઅ્રેફહ છે, નકેરાહ નથી. અલીફ અને લામ ઇસ્મને મઅરેફહ બનાવવા માટે વપરાય છે.
આવો, ખુદાના આ ઇસ્મ ઉપર વધારે રૌશની નાખવા માટે આપણે અઇમ્મએ મઅસૂમીન(અ.સ.)ની હદીસોનો ટુંકમાં અભ્યાસ કરીએ.
અબ્દુલ્લાહ બિન સેનાને ઇમામ સાદિક(અ.સ.)થી ‘બિસ્મીલ્લાહિર રહમાનિર રહીમ’ની તફસીરના બારામાં સવાલ કર્યો:
અન્ અબ્દીલ્લાહિબ્ને સિનાનિન્ કાલ સઅલ્તો અબા અબ્દીલ્લાહે અલય્હિસ્સલામો અન્ તફ્સીરે બિસ્મીલ્લાહિર રહમાનિર રહીમે કાલલ્ બાઓ બહાઉલ્લાહે વ સ્સીનો સનાઉલ્લાહે વલ મીમો મજ્દુલ્લાહે વ રવય બઅ્ઝોહુમ્ અલ્ મીમો મુલ્કુલ્લાહે વલ્લાહો એલાહો કુલ્લે શયઇન્ અર્ રહ્માનો બે જમીએ ખલ્કેહી વર્ રહીમો બિલ્ મોઅ્મેનીન ખાસ્સતન્
ઇમામ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યુ:
‘બે’ અલ્લાહની ‘બહાઅ (સુંદરતા)’ની તરફ ‘સીન’ અલ્લાહના વખાણ તરફ અને ‘મીમ’ અલ્લાહની ભવ્યતા તરફ ઇશારો કરે છે, અને અમૂક લોકોએ આ રિવાયત વર્ણવી છે કે ‘મીમ’થી મુરાદ અલ્લાહનો મુલ્ક છે, અને અલ્લાહ દરેક ચીજનો મઅબુદ છે, જે તમામ મખ્લુકાત ઉપર રહેમાન છે, અને રહીમ છે ફકત મોઅમીનો માટે.
(અલ કાફી ભાગ-૧, પાના:૧૧૪, હદીસ:૧ બાબો મઆનિલ્ અસ્માઓ વશ્તેકાકેહા)
ઇમામ મુસા બિન જઅફર(અ.સ.)થી શબ્દ ‘અલ્લાહ’ના અર્થના બારામાં સવાલ કરવામાં આવ્યો તો આપ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યુ:
‘ઇસ્તવ્લા અલા મા દક્ક વ જલ્લ’
‘(અલ્લાહનો અર્થ એ છેે કે) તે દરેક ચીજ ઉપર સત્તાવાન છે, ભલે તે સુક્ષ્મ હોય યા લતીફ હોય યા જલીલ’
(અલ કાફી ભાગ-૧, પાના:૧૧૪, હદીસ:૩ બાબો મઆનિલ્ અસ્માઓ વશ્તેકાકેહા)
એક શખ્સે અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)થી ‘બિસ્મીલ્લાહિર રહમાનિર રહીમ’ના બારામાં સવાલ કર્યો. આપ(અ.સ.)એ ફરમાવ્યુ:
“ફકાલ ઇન્ન કવ્લકલ્લાહો અઅ્ઝમો ઇસ્મીન્ મિન અસ્માઇલ્લાહે અઝ્ઝ વ જલ્લ વહોવલ્ ઇસ્મુલ્લઝી લા યમ્બગી અંય્ યોસમ્મા બેહી ગયરૂલ્લાહે વ લંય્ યોસમ્મ બેહી મખ્લૂકુન્ ફકાલર્ રજોલો ફમા તફસીરો કવ્લિલ્લાહે કાલ હોવલ્લઝી યતઅલ્લહૂ એલય્હે ઇન્દલ્ હવાએજે વશ્ શદાએદે કુલ્લો મખ્લૂકિન ઇન્દન્કેતાઇર્ રજાએ મિન જમીએ મન દુનહૂ વ તકત્તોઇલ્ અસ્બાબે મિન કુલ્લે મન્ સેવાહો વ ઝાલેક અન્ન કુલ્લ મુતરએસિન ફી હાઝેહી દ્દુન્યા વ મુતઅઝ્ઝેમિન ફીહા વ ઇન અઝોમ ગનાઓહૂ વ તુગ્યાનોહૂ વ કસોરત્ હવાએજો મન દૂનહૂ એલય્હે ફ ઇન્નહુમ સયહ્તાજૂન હવાએજ લા યક્દેરો અલય્હા હાઝલ્ મુતઆઝેમો વ કઝાલેક હાઝલ્ મુતઆઝેમો યહ્તાજો એલા હવાએજ લા યક્દેરો અલય્હા ફ યન્કતેઓ એલલ્લાહે ઇન્દ ઝરૂરતેહી વ ફાકતેહી હત્તા એઝા કોફેય હમ્મહૂ આદ એલા શિર્કેહી અમા તસ્મઉલ્લાહ અઝ્ઝ વ જલ્લ યકૂલો કુલ અ રઅય્તકુમ્ ઇન અતાકુમ અઝાબુલ્લાહે અવ્ અતત્કોમુસ્સાઅતો અ ગય્રલ્લાહે તદ્ઉન ઇન્ કુન્તુમ સાદેકીન બલ ઇય્યાહો તદ્ઉન ફયક્શેફો મા તદ્ઉન એલય્હે ઇન્ શાઅ વ તન્સવ્ન મા તુશ્રેકૂન ફકાલલ્લાહો જલ્લ જલાલોહૂ લે એબાદેહી અય્યોહલ્ ફોકરાઓ એલા રહ્મતી ઇન્ની કદ્ અલ્ઝમ્તોકોમુલ હાજત એલય્ય ફી કુલ્લે હાલિન્ વ ઝીલ્લતલ્ ઓબુદિય્યતે ફી કુલ્લે વક્તિન્ ફ એલય્ય ફફ્ઝઉ ફી કુલ્લે અમ્રિન્ તઅ્ખોઝૂન ફીહે વ તરજૂન તમામહૂ વ બોલૂગ ગાયતેહી ફ ઇન્ની ઇન અરદ્તો અન્ ઓઅ્તેયકુમ લમ યક્દિર ગય્રી અલા મન્એકુમ્ વ ઇન્ અરદ્તો  અન્ અમ્નઅકુમ્ લમ્ યક્દિર ગય્રી અલા એઅ્તાએકુમ ફ અના અહક્કો મન્ સોએલ વ અવ્લા મન્ તોઝર્રેઅ એલય્હે ફ કૂલૂ ઇન્દફ્તેતાહે કુલ્લે અમ્રિન સગીરિન્ અવ અઝીમિન્ બિસ્મીલ્લા હિર્ રહ્માનિર્ રહીમે અય્ અસ્તઇનો અલા હાઝલ્ અમ્રે બિલ્લાહિલ્ લઝી લા તહિક્કુલ્ એબાદતો લે ગય્રેહિલ્ મોગીસે એઝસ્ તોગીસ વલ્ મોજીબે એઝા દોએયર્ રહ્માનિલ્લઝી યર્હમો બે બસ્તિર્ રિઝ્કે અલય્નર્ રહીમે બેના ફી અદ્યાનેના વ દુન્યાના વ આખેરતેના ખફ્ફફ અલય્નદ્દીન વ જઅલહૂ સહ્લન્ ખફીફન્ વ હોવ યર્હમોના બે તમ્યીઝેના અન્ અઆદીહે
તારૂ અલ્લાહ કહેવુ (તેનાથી મુરાદ) અલ્લાહ અઝ્ઝ વ જલ્લના અઝીમતરીન નામોમાંથી છે. આ એ નામ છે જે ખુદાના સિવાય કોઇને નથી આપી શકાતુ અને કોઇ મખ્લૂક તેને પોતાના માટે ઉપયોગ નથી કરી શકતી.
રાવીએ શબ્દ ‘અલ્લાહ’ની તફસીર પુછી, તો આપ(અ.સ.)અ ફરમાવ્યુ: “અલ્લાહ તે છે જેની પાસે દરેક હાજત અને પરેશાનીના સમયે પનાહ લેવામાં આવે છે, જ્યારે તેના સિવાય દરેકથી ઉમ્મીદ તૂટી ગઇ હોય અને તેને છોડીને તમામ અસ્બાબ અને વસીલાઓ કપાઇ જાય છે. કારણ કે આ દુનિયાનો દરેક મોટો વ્યક્તિ (જે પોતાને મોટો સમજે છે) અને જેને માન ઇઝ્ઝત આપવામાં આવે છે, ભલે તેની પાસે ગમે તેટલી દૌલત કેમ ન હોય અને કેટલો સરકશ (ઘમંડી) કેમ ન હોય અને ઘણા બધા લોકો તેની પાસે આવીને તેમની ઘણી હાજતોને પુરી કરે છે. પરંતુ તેમની અમુક જરૂરતો એવી હોય છે, જેને તે પૈસાદાર પુરી નથી કરી શકતો, તે જ રીતે આ મહાન વ્યક્તિ જેની પોતાની પણ ઘણી હાજતો હોય છે, જેને તે ખુદ પોતે પૂરી કરી શકતો નથી, જ્યારે તે પોતાની લાચારી અને મોહતાજીનું વિજદાન કરે છે, ત્યારે તે અલ્લાહ તરફ રૂજુઅ થાય છે. પરંતુ જ્યારે અલ્લાહ તેની હાજતોને પૂરી કરે છે, તો તે પાછો પોતાના શિર્ક અને સરકશી તરફ પાછો ફરી જાય છે. શું તમે નથી સાંભળ્યુ કે અલ્લાહ તઆલા ફરમાવે છે:
“(અય પયગંબર(સ.અ.વ.)) કહી દ્યો કે તમે શું સમજો છો કે અગર અલ્લાહનો અઝાબ તમારા ઉપર આવશે અથવા કયામત આવી જશે, તો તમે અલ્લાહ સિવાય બીજા કોઇને પુકારશો, અગર તમે સાચા હોવ તો? નહી, તમે ફકત અને ફકત તેને પુકારશો, પછી અગર તે ચાહશે તો જે પરેશાની માટે તેનાથી દુઆ કરી રહ્યા હતા, તેને દૂર કરી દેશે અને તમે જે શિર્ક કરતા હતા, તેને ભૂલી જશો. અલ્લાહ પોતાના બંદાઓને ફરમાવે છે: ‘અય મારી રહેમતના મોહતાજો! યકીનન મેં તમને દરેક હાલતમાં મારી ઝાતથી હાજતોના ઝરીએ બાંધી દીધા છે અને બંદગીની ઝીલ્લતને દરેક સમયે જરૂરી કરી દીધી છે, તો પછી દરેક મુશ્કેલીમાં જેમાં તમે પરેશાન થઇ જાવ છો અને ચાહો છો કે તે હાજત પૂરી થાય, તો ફકત મારાથી પનાહ લ્યો, કારણકે અગર મેં ઇરાદો કરી લીધો કે તમને અતા કરૂ તો કોઇ મને રોકી નથી શકતુ અને અગર મે નકકી કરી લીધુ કે તમને ન આપુ તો કોઇ તમને અતા નથી કરી શકતુ. તેથી હું એ લાયક છુ કે મારાથી માંગવામાં આવે અને મારી સામે ગીડગીડાવીને માંગવામાં આવે, જ્યારે કોઇ કામ શરૂ કરો તો ‘બીસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ’ કહો એટલે કે ‘હું આ કાર્યમાં અલ્લાહની મદદ માંગુ છુ, તે અલ્લાહ કે જેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી. જ્યારે તેની પાસે પનાહ માંગવામાં આવે છે તો તે પનાહ આપે છે. જ્યારે તેની પાસે દુઆ માંગવામાં આવે છે, તો તેને કબુલ કરે છે. તે રહેમાન જે આપણને રિઝ્ક અતા કરે છે, અને જે તમારા દીન અને દુનિયા અને આખેરતમાં આપણા ઉપર રહીમ છે, તેણે દીનને આપણા માટે હળવો બનાવ્યો અને બિલ્કુલ સહેલો અને આસાન બનાવ્યો અને આપણા ઉપર રહેમ કરે છે, કારણકે આપણે તેની હદોને આળંગવાથી પરહેઝ કરીએ છીએ
(તૌહીદે સદુક(અ.ર.) પાના:૨૩૦, પ્રકરણ: ૩૧, હદીસ: ૫ બેહારૂલ અન્વાર ભાગ ૯૨ પાના:૨૩૨ પ્રકરણ ૨૯ હદીસ ૧૪)
રબ્બન્ નૂરિલ્ અઝીમ: અહીં હર્ફે નિદા ‘યા’ને સંપૂર્ણ રીતે દુર કરી દેવામાં આવ્યો છે. કારણ કે મુનાદા મુરક્કબ છે. એટલા માટે હર્ફ ‘રબ’ મન્સૂબ છે. (એટલા માટે તેના ઉપર ઝબર છે.)
શબ્દ રબ્બ, રબ્બ, યરૂબ્બો (જેવી રીતે મદ્દ, યમુદ્દો)થી લેવામાં આવ્યો છે અને તે સોલાસી મુજર્રદના બાબ નસર યન્સોરોના વઝન પર છે. જેવી રીતે ફર્ર યફિર્રો. (બાબ ઝરબ, યઝ્રેબો)થી બન્યો છે. રબ અરબી સર્ફ પ્રમાણે સીફતે મુશબ્બહતુમ્ બિલ્ ફેઅલ છે. રબીબના વઝ્ન પર જે રીતે ખશીન. યા રબીબના વઝ્ન ઉપર, જેવી રીતે હસીન. સર્ફમાં આવા ક્રિયાપદને મુઝાઅફ પણ કહે છે, એટલે કે તેવુ ક્રિયાપદ જેના મૂળ અક્ષરમાં એક અક્ષર બે વાર આવે છે.
નવાઇ એ છે કે અમુક એહલે અદબે રબનો અર્થ તરબીયત કર્યો છે, આ સ્પષ્ટ ભૂલ છે. કારણ કે તરબીયતનો મૂળ શબ્દ રે-બે-વાવ થાય છે અને સર્ફ પ્રમાણે નાકીસે વાવી છે, જ્યારે રબ્બ મુઝાઅફ છે. આ સિવાય રે-બે-વાવ નું ઇસ્મે ફાએલ બાબે તફઈલમાં મુરબ્બી છે. જેનો અર્થ તરબીયત કરવાવાળો, જ્યારે રબ્બનો અર્થ માલિક, સૈયદ, સાહેબ વગેરે છે. અલબત્ત આ બતાવવુ જરૂરી છે કે અરબી શબ્દ અસ્મા અયલીમાં સમાનાર્થી નથી જોવા મળતા, કારણ કે લોગત ઇલ્હામી અને આસ્માની છે. ખાસ કરીને ખુદાના નામોમાં સમાનાર્થી હરગીઝ મળતા નથી અને દરેક ઇસ્મનો એક ખાસ અર્થ અને સમજ હોય છે, જે એક હકીકતે ખારજી તરફ ઇશારો કરે છે.
રબ્બ અલ્લાહના બીજા અસ્માઉલ હુસ્નાની જેમ છે. જે ઝાતે ખુદા માટે ઉપયોગમાં લેવાય છે. તેનો વાઝ્ેઅ એટલે કે બનાવનાર ખુદ અલ્લાહ છે અને કોઇ નહી. તેથી આ મતલબના એઅતેબારથી આ ઇસ્મ કોઇ બીજાના માટે વાપરવામાં આવતુ નથી. સિવાય ઝાતે હક માટે. પરંતુ અગર શાબ્દીક સમાનતાના પહેલુથી હોય, તો તેનો ઉપયોગ કરવો જાએઝ છે. જેવી રીતે કુર્આને મજીદમાં ફરમાવે છે:
“કુલ્ અ ગય્રલ્લાહે અબ્ગી રબ્બંવ્ વ હોવ રબ્બો કુલ્લે શય્ઇન્
“અય રસૂલ! કહી દો શું હું અલ્લાહ સિવાય કોઇ રબને તલાશ કરૂ જ્યારે કે તે (અલ્લાહ) દરેક ચીજનો રબ્બ છે.
(સૂરએ અન્આમ, સુરા નંબર:૬, આયત: ૧૬૪)
આને સહીફએ સજ્જાદીયામાં યવ્મે અરફાની દુઆ (૪૭ મી દુઆ)માં ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) ઇરશાદ ફરમાવે છે: ‘રબ્બુર્ રબ્બ’ એટલે કે ‘રબો નો રબ’.
‘અન્ નૂરિલ્ અઝીમ’ એટલે કે તે નૂરે અઝીમ જેને ખુદાએ પૈદા કર્યુ. આ તે નૂર છે, જે અલ્લાહની પહેલી મખ્લૂક છે, એટલે કે મકામે નૂરાનિય્યે રસૂલે અકરમ(સ.અ.વ.). જેમકે રિવાયતમાં મળે છે. . .
“અવ્વલો મા ખલકલ્લાહો નૂર નબીય્યેક યા જાબેરો
“અય જાબિર! જે ચીજ અલ્લાહે સૌથી પહેલા ખલ્ક કરી, તે નબી(સ.અ.વ.)નું નૂર હતુ.
(બેહારૂલ અન્વાર, ભાગ:૧૫, પાના: ૨૪, હદીસ: ૪૩)
આ તે અઝીમ નૂર છે, જેનાથી બાકીની તમામ અન્વારે કુદસીયા(પાક નૂરો) લેવામાં આવ્યા છે, જેવી રીતે નુરે વુજૂદ, નૂરે હયાત, નુરે કુદરત વગેરે.
નુરનું રબ્બ તરફ જોડાણ બતાવે છે કે તે પરવરદિગારની મખ્લૂક છે અને તે ખુદ ખુદા નથી. બીજા શબ્દોમાં ન તો ખુદાનો કોઇ હિસ્સો છે, ન તો હુલૂલ કરવામાં આવ્યો છે, અને ન તો ઝાતે ખુદાથી મુશ્તક છે. પરંતુ તે મખ્લૂકે પરવરદિગાર છે અને તેને આધીન છે.
જો કે પયગંબરે અકરમ(સ.અ.વ.)ના નૂરાની મકામની વાતચિત ઘણી લાંબી છે, પરંતુ આ ટુંકી શર્હના દામનમાં જગ્યા નથી. પરંતુ જે વાંચકોને આ વિષયનો અભ્યાસ કરવામાં રસ હોય તેઓ બેહારૂલ અન્વાર ભાગ: ૧૫, પ્રકરણ: ૧ અથવા હયાતુલ કોલૂબના બીજા ભાગ તરફ રૂજૂઅ થાય.
(બાકી ઇન્શાઅલ્લાહ આવતા અંકે…….)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *