હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)

Print Friendly, PDF & Email

બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ

અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન

હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)

પવિત્ર નામ:                   અલી(અ.સ.)

વાલિદે બુઝુર્ગવાર:             સય્યદુશ્શોહદાઅ હઝરત ઇમામ હુસૈન બિન અલી(અ.સ.)

વાલેદાએ ગિરામી:             જનાબે શહરબાનું, ઇરાનના બાદશાહ હરમઝ્ના દિકરી

વિલાદતની તારીખ:           15 જમાદીઉલ અવ્વલ હિજરી સન 38

વિલાદતની જગ્યા:            મદીનએ મુનવ્વરા

મશ્હૂર કુન્નીય્યત:               અબૂ મોહમ્મદ(અ.સ.)

મશ્હૂર લકબો:                  સજ્જાદ(અ.સ.), ઝયનુલ આબેદીન(અ.સ.), સય્યદુસ્સાજેદીન(અ.સ.)

વય:                           57 વર્ષ

શહાદતની તારીખ:            25 મોહર્રમ હિજરી સન 95

આપના કાતિલનું નામ:        વલીદ બિન અબ્દુલ મલિક(લ.અ.)ના હુક્મથી હિશ્શામ બિન અબ્દુલ મલિક (લ.અ.)એ આપને ઝહેર આપ્યું

દફન સ્થળ:                    જન્નતુલ બકીઅ (મદીનએ મુનવ્વરા)

આ ખાસ અંકમાં હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની સંપૂર્ણ ઝીંદગીનો સારાંશ રજુ કરવો એવું છે, જેવી રીતે સૂરજની કિરણોને આપણી નઝરોમાં કૈદ કરવી. આપની અઝીમુશ્શાન અને દર્દનાક જીંદગીના બારામાં ઘણી બધી કિતાબો લખવામાં આવી છે. ખાસ કરીને આપની દુઆઓ અને મુનાજાત જે સહીફએ સજ્જાદીયાના સ્વરૂપે મૌજુદ છે. આપની ઇબાદત, આપ પર પડેલા મસાએબ વગેરે. એટલા માટે આ અંકમા અમારી કોશિશ એ છે કે ઇમામ સજ્જાદ (અ.સ.)ના વ્યક્તિત્વ અને જીંદગીના અમુક એવા પાસાઓના બારામાં બયાન કરીએ જે જાહેર નથી થયા અથવા તો તેમની બીજી અઝીમ મુસીબતોને જોતા તેને મોટા ભાગે બયાન કરવામાં આવતા નથી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *