ઇમામે ઝમાના (અજ.) અને અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમ (રહ.)

ખુદાવંદે આલમનો પોતાના બંદાઓ ઉપર હરહંમેશ એક ખાસ લુત્ફ અને કરમ રહ્યો છે. તેના સર્જન પછી તેને એકલો નથી છોડી મૂક્યો. પરંતુ એક પછી બીજા એમ પોતાના ખાસ હાદીઓ દ્વારા હિદાયતના ઝરણાથી તેઓને તૃપ્ત કર્યા છે. ત્યાં સુધી કે ઇમામે અસ્ર (અજ.)ની ગયબતમાં પણ તેઓને આ ઇનાયતોથી તરસ્યા નથી રાખ્યા. […]

ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાતની શક્યતાઓ

ગયબતના ઝમાનાની જવાબદારીઓમાંની એક જવાબદારી દરરોજ સુબ્હની નમાઝ પછી ‘દોઆએ અહદ’ પઢવી છે. હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)   ફરમાવે છે : ‘જે શખ્સ ચાલીસ દિવસ આ દોઆ પઢશે તેની ગણતરી અમારા કાએમ (અજ.)ના મદદગારોમાં થશે. જો તેમના ઝુહુર પહેલા તે મૃત્યુ પામશે તો ખુદા તેને કબ્રમાંથી જીવતો ઉઠાડશે જેથી ઇમામે […]

ઝુહુરનો ઝમાનો : ઈલ્મ અને તઅલીમની સંપૂર્ણતા

ખુદાવંદે આલમના તમામ સર્જનોમાં માનવીને એટલા માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે તેનામાં વિકાસ અને પરીપૂર્ણતાની જે હાલત જોવા મળે છે તે અન્ય કોઈ સર્જનમાં જોવા નથી મળતી. તેથી પરવરદિગારે તેની હિદાયત અને માર્ગદર્શન માટે નબીઓ, રસુલો અને આસમાની કિતાબોને ઉતારી જેથી માનવી આ હિદાયત અને માર્ગદર્શનના સહારે ઉંચી મંઝીલોને […]

હઝરત સાહેબઝઝમાન (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતી

(ઝીયારતના શરૂઆતના વાકયો માટે ગયા વર્ષનો અંક જુઓ) (૬) “અસ્સલામો અલય્ક યા સફીનતન નજાતે સલામ થાય આપ ઉપર અય નજાતની કશ્તી. અરબી સાહિત્યમાં “સફીનતન નજાત‘ મુનાદીએ મુરક્કબ છે તેથી સફીના મન્સૂબ છે અને નજાત મુઝાફુન એલય્હ છે. એટલે મજરૂર છે. આ વાકયમાં બે શબ્દો ઉપર ચર્ચા થશે. એક “સફીના‘ અને […]

અલ્લાહના વાયદાની પૂર્ણતા

ખુદાવંદે આલમ રહેમાન અને રહીમ છે. મખ્લુકોના હકમાં ખુદા કરતા વધારે કોઈપણ મહેરબાન નથી. માઁ ની મોહબ્બત પોતાની બધી વિશાળતાઓની સાથે અલ્લાહની રહેમતના દરીયાની સામે એક ટીપું છે. જ્યારે માઁ પોતાના સંતાનોને કોઈ તકલીફમાં જોવાનું પસંદ નથી કરતી ત્યારે ખુદાની વિશાળ રહેમતો પોતાના બંદાઓને જહન્નમના અઝાબમાં સપડાએલા કેવી રીતે જોશે? […]

“અય્ન મુહ્યી મઆલેમીદ્ દીને વ અહ્લેહી?

“કયાં છે તે, જે દીનની નિશાનીઓ અને તેના માનવાવાળાઓને નવું જીવન બખ્શશે.? આ વાકય દોઆએ નુદબાનું છે. જે આપણે સામાન્ય રીતે હર જુમ્આના દિવસે સવારે પડીએ છીએ. અને આવા અસંખ્ય વાકયોથી આપણે આપણા દિલોને આપણા ઈમામની યાદથી નુરાની કરીએ છીએ. આ વાકય દોઆનું હોવા છતાં વાકચાતુર્યથી ભરપૂર છે. રજુઆતની પધ્ધતિ […]

ખુબાને ચમન બોલ ઉઠે “યા મઝહરલ જમીલ

આ દુનિયા એક આશ્ર્ચર્યજનક દુનિયા છે. તેના કણેકણમાં કેટલી અજાયબીઓ છુપાએલી છે. કેટલી રોનક તેના ઉપર રાત દિવસ વરસી રહી છે. કેટલા નુરોથી/પ્રકાશોથી તેની ક્ષિતિજો જગમગી રહી છે. કેટલી ખુશ્બુ તેના હવામાનમાં પ્રસરેલી છે. પક્ષીઓના કેટલાય નગમા મીઠા ફિતરી અવાજમાં ઉભરી રહ્યા છે. આ દુનિયા કેટલી ખુબસુરત છે, પોતાની બધી નાજુકતા છતા તે પોતાની પીઠ ઉપર ખડકો અને પર્વતોની ધારાઓને ઉપાડી રહેલ છે. દરિયાના ઉછળતા મોજાઓને પોતાના પાલવમાં લઈને હાલરડાં ગાઈ રહી છે.