આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના અખ્લાક મરસીયાખ્વાન મીર અનીસની રોશનીમાં

મીર બબર અલી અનીસ અઅલલ્લાહો મકામહૂના અશઆર અને તેમના મરસીયાના સબંધમાં તેમના સમયથી લઇને આજ સુધી ઘણું બધુ લખાઇ ચુક્યુ છે. મીર અનીસે પોતાના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક ઉપર કેટલો પ્રકાશ પાડ્યો છે અને તેમને તેમાં કેટલી સફળતા મળી છે, તેનો ખરેખર ખ્યાલ તેજ સમયે મળી શકે છે જ્યારે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક માનવતાની સીમામાં રહીને અમુક હદે નક્કી કરીએ. પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકની હદ નક્કી કરતા પહેલા આ બાબત ઘણી જરૂરી છે કે અખ્લાકની વ્યાખ્યા તેની વિસ્તૃતતા, ઉસુલ અને પાયાનું ઓછામાં ઓછું થોડું જ્ઞાન આ માટીથી બનેલા ઇન્સાનના દીમાગમાં અસ્તિત્વમાં હોય, જેથી હવે પછી આવનારા પરિણામો સમજવામાં (પ્રાપ્ત કરવામાં) વધારે તકલીફ ના થાય.

ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઐતિહાસિક સાક્ષીઓના અરીસામાં (ભાગ-2)

‘અલ મુન્તઝર’ના મોહર્રમ હિ.સ. 1428ના અંકમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબના બારામાં ઐતિહાસિક સાક્ષીઓ અને દલીલોના અરીસામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજી અમૂક ઐતિહાસિક હકીકતો બાકી છે જે બીજા ભાગ તરીકે રજુ કરવાની ખુશબખ્તી હાંસિલ કરી રહ્યા છીએ.

પહેલા ભાગમાં નીચે દર્શાવેલા બે પ્રશ્ર્નોની છણાવટ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબની ઓળખાણ આપવામાં આવી હતી અને તેઓને બે સવાલો થકી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોને શીઆ કહેનારાઓની હજારો દલીલોનો જડબાતોડ જવાબો આપવામાં આવ્યા હતા. તેમ છતાં હજી પણ ઘણા બધા પાસાઓ બાકી છે. જે અમે ક્રમશ: રજુ કરવાની કોશિશ કરશું.

અઝાદારી અને કુરઆન

આધુનિક શિક્ષણો અને વર્તમાન યુગની વિચારધારાએ જ્યાં વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે અને માનવીને નવા વાતાવરણોની જાણકારી આપી છે ત્યાં ભૌતિકતામાં સપડાવવાના એવા સાધનો પણ પેદા થયા છે કે દરેક તે વસ્તુ કે જેમાં જાહેરી રીતે કોઇ ભૌતિક ફાયદો અને તે પણ રોકડ સ્વરૂપમાં ન દેખાતો હોય ત્યાં આ આધુનિક વિચારધારા અનેક પ્રકારનાં પ્રશ્ર્નો કરે છે અને તેના ફાયદાનો ઇન્કાર કરે છે.

ઇમામ હુસૈન (અ.સ.)ના થોડા કથનો

પરવરદિગારે આલમ કુરઆને કરીમમાં ફરમાવે છે :

“બેશક! અમે તેને રસ્તો દેખાડી દીધો છે પછી ચાહે તે શુક્ર કરનારો થાય અથવા ચાહે તો કુફ્ર અખત્યાર કરે.’

(સુરએ દહર : ૩)