ખુબાને ચમન બોલ ઉઠે “યા મઝહરલ જમીલ

દુનિયા એક આશ્ર્ચર્યજનક દુનિયા છે. તેના કણેકણમાં કેટલી અજાયબીઓ છુપાએલી છે. કેટલી રોનક તેના ઉપર રાત દિવસ વરસી રહી છે. કેટલા નુરોથી/પ્રકાશોથી તેની ક્ષિતિજો જગમગી રહી છે. કેટલી ખુશ્બુ તેના હવામાનમાં પ્રસરેલી છે. પક્ષીઓના કેટલાય નગમા મીઠા ફિતરી અવાજમાં ઉભરી રહ્યા છે. દુનિયા કેટલી ખુબસુરત છે, પોતાની બધી નાજુકતા છતા તે પોતાની પીઠ ઉપર ખડકો અને પર્વતોની ધારાઓને ઉપાડી રહેલ છે. દરિયાના ઉછળતા મોજાઓને પોતાના પાલવમાં લઈને હાલરડાં ગાઈ રહી છે. લીલા જંગલોની સિંચાઈ કરવાનું ચૂકતી નથી. ઉજ્જડ રણની રેતીની મટી જતી, ઉભરતી, બનતી અને બગડતી ટેકરીઓમાં રહેતી જીવ સૃષ્ટિને ખોરાક પહોંચાડી રહી છે. દૂર દૂર સુધી ફેલાએલ રણ પ્રદેશમાં ભટકતા મુસાફરોને ઉંટો થકી માર્ગ દેખાડીને મંઝીલ સુધી પહોંચાડી રહી છે. જાનદાર, જો થીજી જવાય એવી ઠંડીમાં ધ્રુજી રહ્યા હોય તો તેઓને રક્ષણ આપે છે. જો ગરમીથી લોકો દાજી રહ્યા હોય તો તેઓને હરીયાળા ઝુંડની ઠંડક આપે છે. જયાં લીલીછમ ખીણો છે ત્યાં વસંતનો થનગનાટ આપે છે. જ્યાં નદીઓ થનગનતી હોય ત્યાં તેને પાણી અને ચમક આપી સુંદર દ્રષ્યોથી સજાવે છે.

દુનિયા કેટલી સુંદર છે. ખુબસુરત દુનિયામાં હઝરત આદમનો વંશ અસ્તિત્વમાં આવ્યો તો બદલતી ૠતુઓમાં દુનિયાના નિખરતા સૌંદર્ય અને રૂપ્ને જોઈને ભયભીત થઈ રહ્યો હતો. ચારે તરફથી વિખરાતા રંગોથી તેના હોંશ ઉડી ગયા. પછી તો આદમનો વંશ ફેલાતો ગયો, વધતો ગયો. જુદા જુદા સમૂહના માનવીઓએ તેના દરેક ક્ષેત્રમાં ફેલાવાનું શરૂ કર્યુ. સંસ્કૃતિ જુદા જુદા સ્વરૂપે જોવા મળી. રીત રિવાજોના સિક્કા બનતા ગયા પછી દુનિયા રાજ્યો અને દેશોમાં વહેંચાઈ ગઈ. ખાણોમાંના ખજાનાઓ જમીનમાંથી કાઢયા. તીર, તલવાર, બંદુકથી માંડીને જાણે કેટલા ખતરનાક શસ્ત્રો તૈયાર થયા જેની ફરિયાદ ઈકબાલે ખુદાવન્દે મોતઆલ તરફથી રીતે કરી છે:

મેં દુનિયાને એક પાણી અને માટીથી પૈદા કરી

મેં માટીમાંથી સાફ પોલાદ પૈદા કર્યુ,

તેં ચમનના ઝાડોને કુહાડી બનાવી

તેં ઇરાન તાતાર અને ઝંગ બનાવ્યું

તેં તલવાર, તીર અને બંદુક બનાવી.

તેં પાંજરૂ બનાવ્યું નગ્માં કરતા પંખીઓ માટે

જ્યારે આદમનો વંશ દુનિયામાં ફેલાયો ત્યારે ખુના મરકીની દાસ્તાનો રજૂ થવા લાગી. ઝમીન પર આદમના સંતાનોના લોહીની નદીઓ વહેવા લાગી. માનવી ઉપર માનવીનો ઝુલ્મ વધવા લાગ્યો. તાકતવરોએ મઝલુમો પર કબ્જો કરવાનું શરૂ કર્યુ, અલ્લાહ તઆલાએ જમીનને પૈદા કરી હતી અને તેને અસંખ્ય નેઅમતોથી શણગારી હતી. તેણે પોતાના માટે કહ્યું હતું કેહું એક છુપાયેલો ખજાનો છું. હું ચાહું છું કે મને ઓળખવામાં આવે. તેથી . આદમ (..) ને પૈદા કર્યા. મલાએકા કહ્યું કે બની આદમ દુનિયામાં ફસાદ અને ખુના મરકી કરશે. “માલિક તું ઇન્સાનને તારો ખલીફા બનાવીને સુંદર દુનિયામાં મોકલી રહ્યો છે ?’ કુદરતનો અવાજ આવ્યો : “જે હું જાણું છું તે તમે નથી જાણતા‘. ફરિશ્તાઓએ ખુદાના હુકમ પર અમલ કર્યો. આદમ (..) ની સામે સજદહમાં સર ઝુકાવ્યું. શૈતાને બગાવત કરી પોતાની ઉચ્ચતાના નશામાં ઔલાદે આદમને બહેકાવવાનો દાવો કર્યો. અલ્લાહ તઆલા પાસે પોતાની ઈબાદત અને બંદગીના બદલામાં મોહલત માંગી. આદિલ ખુદાએ એમ કહીને એક મુદ્દતની મોહલત આપી. “જા તું મારા ખાસ બંદાઓને કયારેય પણ બહેકાવી નહિ શકે.

શૈતાનોના ટારગેટ (લક્ષ્યાંક) પૂર્વથી લઈને પશ્ર્વિમ સુધી દરેક જગ્યાએ છવાઈ ગયા. આદમની ઔલાદ બહેકવા લાગી. ખુન ચૂસતી લડાઈઓથી માનવીનું લોહી પાણીથી પણ વધુ સસ્તું થઈ ગયું.

શૈતાને એક પછી એક ઝમાનામાં ખુદા હોવાના દાવેદારો ઉભા કરી દીધા. અલ્લાહે પોતાના તરફથી ઈન્સાનોની હિદાયત માટે નબીઓનો સીલસીલો સ્થાપિત કર્યો. જેમના થકી ઈન્સાનોને હિદાયતની રોશની અર્પણ કરી.

શૈતાને પોતાની પુરી તાકત કામે લગાડી દીધી કે જેથી અલ્લાહના નેક બંદાઓને બહેકાવે, તેઓને ગુમરાહ કરી નાખે. કયારેક સલ્તનત અને સત્ત્ાાની લાલચ આપી, કયારેક વિષય વાસનાઓને ભડકાવવા ચાહ્યું, કયારેક જમીન અને સંપત્ત્ાિ તરફ આકર્ષવા માટે કોશીશ કરી. પછી જ્યારે ચારે તરફથી હારી ગયો ત્યારે પોતાના સાગરિતો તૈયાર કરી તેઓની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરવા માટેનો તખ્તો તૈયાર કર્યો. નેક બંદાના ખૂનથી દુનિયાને એટલી નવરાવી કે દુનિયાના કણ કણ ઇન્સાનની ઝિંદગી પર પડેલી આફતો ઉપર ચોધાર આસુંઓ રડ્યા.

કયારેક નમરૂદની આગે . ઈબ્રાહીમ (..) ઉપર ઠંડી થઈને આપ્ની નબુવ્વતની સાક્ષી પૂરી તો કયારેક નીલ નદી . મુસા (..)ને રસ્તો આપીને અલ્લાહના નબીને ફીરઓનથી મુકિત અપાવી. કયારેક . ઈસા (..)ને યહુદીઓથી બચાવી આસ્માનોની મંઝીલ અર્પણ કરી. સિલસિલો ચાલુ રહ્યો એટલે સુધી કે ઝુલ્મ અને અત્યાચાર એક સાથે સમેટાઈને શામની હુકુમતમાં આવી ગયો અને યઝીદ બનીને ઉભરી આવ્યો તો બીજી તરફ જ્યારે બાજુએ ઈસ્લામના ફરઝન્દ ખુદાના દીનના મદદગાર, તેના વફાદાર અને નેક સાથીદારોની સાથે તમામ નબીઓનો વારસો લઈને સામે આવ્યા. મદીનાની ખબરે શામના મોઢા ઉપર તમાચાનું કામ કર્યુ. જેનાથી યઝીદ બેબાકળો બની ગયો. કરબલા અસ્તિત્વમાં આવી. તેનો નકશો ઈતિહાસના મોટા કેનવાસ ઉપર ઉપસી આવ્યો. બોંતેરનો સામનો કરવા માટે એક લાખ ત્રીસ હજારનું લશ્કર આવ્યું. અલ્લાહ તઆલાની સંપૂર્ણ કુદરતોની નિશાનીઓમાંથી એક એવી નિશાની છે જેનું નુર બન્ને પૂર્વ અને પશ્ર્વિમ એટલે કે દરેક તરફ ઝળહળી રહ્યું છે. અર્થાત દરેક

દિશાઓ ઝગમગી રહી છે. દરેક બુધ્ધિજીવી આશ્ર્ચર્યમાં ગરકાવ છે કે અલ્લાહ તઆલાના દીનનું લશ્કર જેમાં માત્ર ૭૨ વ્યકિતઓ હતા. તેનો કેવો ભય અને દબદબો હતો કે લશ્કર પર લશ્કર ઉમટીને કરબલાના મૈદાનમાં આવી રહ્યા હતા. દીને ઈલાહીના લશ્કરમાં મહીનાના અલી અસગર (..) પણ હતા. બાર વર્ષના હઝરત કાસીમ (..) પણ હતા. ઔન અને મોહમ્મદ (..) કે જેઓ હજી કિશોરાવસ્થામાં હતા, તેઓ પણ હતા. મુસ્લિમ બીન અવસજાના ખુબજ નાના બાળક પણ હતા. લડાઈ થઈ, દિલેરોએ એક લાખ ત્રીસ હજારના લશ્કરની સામે ટક્ક્ર લીધી. શયતાનની ફોજના સરદારોની બુઝદીલીના અફસાના દુર દુર જગતમાં ગૂંજી ઉઠયા. ખુદાના લશ્કરના દિલેરોની શહાદતથી માનવતાએ ઝુલ્મ અને સરમુખત્યારીના હાથ ભાંગી નાખ્યા. ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યાની જંગ, હક અને બાતીલની દરમ્યાન એક નિર્ણાયક જંગ હતી. રસુલ (...)ના ફરઝન્દ ઈમામ હુસૈન (..)ની સાથે હકના સિપાહીઓ એટલી ઓછી સંખ્યામાં હતા, તેમ છતાં પણ કોઈના પગ મૈદાનમાંથી ચલિત નથી થયા. બધા મકકમ હતા. કેવા કેવા બહાદુરો હકની રાહમાં શહીદ થયા. શાએરે સુંદર રીતે કહ્યું છેતહઝીબે લાશએ અસગરે નાદાન પે, નૌહા ગર ખુલ્કે અઝીમ ગોર સે મુંહ દેખતા હુઆ.છેવટે જ્યારે ખાતુને જન્નતના લાલે, બાતીલના કાળા વાદળોની જેમ છવાએલી ફોજનો સામનો કર્યો ત્યારે અલ્લાહ તઆલાના પ્રતિનિધિની હાલત હતી કે તરસથી કાળજામાં તડો પડી ચૂકી હતી. આંખોની સામે દુનિયા ધુમાડા જેવી દેખાતી હતી.

બાતીલની ફોજ ઉપર ઝુલ્ફીકાર મોત બનીને વરસી અને આખરે ખુદાની રાહમાં સજદહમાં જઈને શહાદતનો જામ પીધો.

ખુદાવંદના જલાલની નિશાનીઓ પૈદા થવા લાગી. લાલ આંધી ફૂંકાવા લાગી. સૂરજને ગ્રહણ લાગી ગયું. દિવસ હજી આથમ્યો નહોતો છતાં આસમાનમાં તારાઓ દેખાવા લાગ્યા. રડવાના અવાજો આસમાનમાંથી આવવા લાગ્યા. દરીયાના મોજા ઉછળ્યા, પહાડોમાં તિરાડો પડવા લાગી. આસમાન લાલ થવા લાગ્યું. મલાએકાના દિલ ધ્રુજી ઉઠયા. પથ્થરો અને વૃક્ષો લોહીના આંસુઓથી રડયા.

દુનિયાને ખુદાવંદે મોતઆલ કેટલી સુંદરતા આપી હતી. માનવીઓએ શૈતાનના જોર ઉપર તેને એટલી ગમગીન બનાવી દીધી કે તેનો શ્ર્વાસ રૂંધાવા લાગ્યો. તેની રોનક વિખરાઈ ગઇ. તેનું રંગ રૂપ વિરાન થઇ ગયું. પૃથ્વીની પાંસળીઓ તૂટી ગઈ. દુનિયા મૃત:પાય દેખાવા લાગી. એવું લાગતું હતું કે ઝમીન અંતિમ શ્ર્વાસ લઈ રહી છે. સૌથી નાઝુક સમયે બેચેન દુનિયામાં હુસૈન (..)ની સબ્રનો પ્રકાશ રેલાયો. દુનિયાની ખુબસુરતી હુસૈન (..)ના સબ્રનો પ્રકાશ લઈને પોતાના લોહીભીના પાલવની રંગીનીઓ સાથે બદલો લેવાની ભાવના લઈને નવજીવનનો સંદેશો આપવા લાગી. ફરી તેના ચહેરા ઉપર લાલાશ દેખાણી. જાણે કે દુનિયાએ ફરીથી જીવન મેળવી લીધું હોય….. સબ્ર. પછી હુસૈન (..) ની સબ્રે બુદ્ધિ અને ડહાપણને અમલ કરવા માટે આહ્વાહન આપ્યું. ઈસ્લામની સચ્ચાઈએ ઈન્તેઝારના ઉસુલોના અમલીકરણ કરવાની પે્રરણા આપી. ઇન્તેકામ વગર અલ્લાહનો ઈન્સાફ ઉતરી નથી શકતો. એટલે ખુને .હુસૈન ..ના ઈન્તેકામનો સમય નક્કી થાય, ત્યાં સુધી ઈન્તેઝાર જરૂરી હતો. ખુદાવંદે તઆલાનો અવાજ કુરઆનની આયતોમાં સંભળાયો.

ઇન્નલ્લાહ યુહયીલ્ અરઝ બઅ્દ મવ્તેહા

જ્યારે દુનિયા મૃત્યુ પામશે ત્યારે અલ્લાહ તેને નવજીવન આપશે.

ફરમાવ્યુંજે બંદાઓને અમારી જમીન ઉપર કમજોર કરી દેવામાં આવ્યા છે અમે તેઓને અમારા વારસદાર બનાવશું.

ઈન્તેકામ અને ઈન્તેઝારના ઇલાહી અવાજે બાતીલ પરસ્તોનું ખુન ફરી ઠંડુ કરી દીધું છે. હવે અલ્લાહના કમજોર બંદાઓ ઈન્તેઝાર અને ઈન્તેકામના સહારે દુનિયાને જીતનાર અન્વયે દુનિયાની ખુબસુરતીમાં રંગો ભરી રહ્યા છે. અલ્લાહના આયોજનના અમલીકરણની વ્યવસ્થા હુસૈન (..)ના ફરઝન્દ બકીયતુલ્લાહિલ અઅઝમ, જનાબે ઝહરા (..)ના દિલની ઠંડક, ગદીરે ખુમમાં જેમની વિલાયતનું એલાન ખાતેમુલ મુરસલીન (...) કર્યુ હતું અને જે હિ.. ૨૫૫ માં દુનિયાની ખુબસુરતી અને શણગાર બનીને પૈદા થયા હતાતેમના નિયંત્રણમાં છે. આપ છે કે જેણે જ્યારથી પોતાના મુબારક કદમ જમીન ઉપર મુકયા, એવું લાગે છે કે જાણે ઈન્તેઝારની માળાઓમાં ઉમેદના મોતી પરોવાઈ રહ્યા છે. મોઅમીનો અને નેક બંદાઓના દીલોની વસ્તીમાં તૌફીકોની નવી વસંત ઉત્સવ મનાવી રહી છે. ઉદાસ ચહેરાઓ લાલ બની રહ્યા છે. અમલના ઉત્સાહે તૌફીકોનો સહારો લીધો. અલ્લાહના માર્ગ ઉપર ચાલનારાઓની અડચણો દૂર થવા લાગી. પાનખરના બગીચાને તો નાશ પામવાનું હતું અને તે થઈ રહ્યું છે. ખૂન ચુસતી શયતાની તાકતોનું પૂર તેના તમામ નગ્ન સ્વરૂપોની સાથે પશ્ર્ચિમ તરફ રૂખ કરી ચુક્યું છે. સંસ્કૃતિના ઠેકેદારોમાં કેવી કેવી માનવતાને બાળી નાખતી, જાનવરને મારી નાખતી, જંગલીયતના લીબાસ પહેરેલી વાસના ભરી ખબરો પશ્ર્ચિમના દેશોમાંથી આવી રહી છે. કયાંક ઠંડી જમીને વસ્ત્રહીન કબીલાના સ્ત્રી / પુરૂષો જોઈને કલ્પાંત કર્યુ છે, તો કયાંક ઘનઘોર અને ત્રાસજનક દ્રષ્યોથી દુનિયામાં રહેતા બુધ્ધિજીવી લોકો ભયભીત થઈ રહ્યા છે કે શૈતાને આપેલી અદાલતની ઉંચી ખુરશી ઉપર બેસનારાઓએ પુરૂષની સાથે પુરૂષના લગ્નને કાયદેસરના ગણાવ્યા છે અને કયાંક મર્દો મા બનવા માટે હોસ્પીટલમાં ભરતી થઈ રહ્યા છે અને હવે પશ્ર્ચિમ અને વિજ્ઞાનની દુનિયા પૂર્વના દેશો ઉપર આગ વરસાવવા માટે તૈયાર છે.

જ્યારે બીજી તરફ કોઇ પાક ક્ષેત્રની જમીન ઉપરથી અવાજ આવી રહ્યો છે. કોઈ પોકાર કરનાર સાદ પાડી રહ્યો છે. અલ્લાહ તઆલાના નેક બંદાઓ ગભરાશો નહિ. દિલ ઉપર કાબુ રાખશો. દીમાગ, વિચાર અને સમજણને ઇસ્લામી કસોટી પર પારખતા રહેજો. પોકાર કરનારહુસૈની સબ્ર્રછે. તે ખબરદાર અને સાવધ કરી રહ્યો છે કે અલ્લાહ તઆલા પોતાના તે વાયદાને પૂરો કરશે. ગુનાહોની રાતનો અંધકાર વિખરાઈ રહ્યો છે. પ્રભાત તેની સંપૂર્ણ સુંદરતા સાથે ઉદય થવાનું છે. અલ્લાહ તઆલાના તે બંદાઓ જેઓને દુનિયામાં કમઝોર કરી દેવામાં આવ્યા હતા, દુનિયાના વારસદાર હશે અને તેઓના સરદાર ખુને હુસૈનનો બદલો લેવા માટે ગૈબના પરદામાંથી જાહેર થવાના છે. દુનિયા જ્યારે ઝુલ્મ અને અત્યાચારથી ભરાઈ ચૂકી હશે તે તેને એવી રીતે ન્યાય અને ઈન્સાફથી ભરી દેશે. તે સમયે કુરઆનની આયતનું અર્થ ઘટન સમજાશે.

ઇન્નલ્લાહ યુહયીલ્ અરઝ બઅદ મવ્તેહા

જમીન ઝુલ્મ અને અત્યાચારથી લગભગ ભરાઈ ચૂકી છે, બસ ખુદાના હુકમનો ઈન્તેઝાર છે અને કાએમ (..) નો ઝુહુર ઘણો નઝદીક છે.

જ્યારે દુનિયાના અસ્તિત્વને ટકાવી રાખતો ચહેરો જાહેર થશે ત્યારે દુનિયા ફરી એવીજ રીતે હસીન અને ખુબસુરત બની જશે. બલ્કે પહેલાથી પણ અનેક ગણી વધુ રોનકથી ભરપૂર, સૌંદર્યથી ભરપૂર અને વાતાવરણમય હશે. દુનિયા મહેકી ઉઠશે. મોઅમીનોના દિલ તેઓના સર્જનહાર તરફ લહેરી ઉઠશે. કાશ! તે ખુબસુરત અને સુંદર દુનિયાના દ્રષ્યને આપણે પણ જોઈ શકતે. જ્યારે યુસુફે ઝહરા (..) દુનિયાને કુદરતી હુસ્ન અને જમાલથી નવાઝશે. તેમના પગરવના અવાજથી નગ્મે ઇલાહીની લય ઉઠશે. તેમના પાલવની ખુશ્બુથી પર્વતોમાંથી દુરૂદ અને સલામના સંદેશાઓ આવશે. શું શું થશે, કેવા કેવા પાકીઝા નફસોનું આગમન થશે. કેવી કુરઆનની તિલાવત! દરેક ઈન્સાન તો ઈન્સાન પશુ પક્ષીઓ પણ એકાગ્રતાથી સાંભળશે. અસ્કરીના લાલના પગલાંથી દરીયાઓની લહેરો ગુંજશે. શકય છે કે દરિયાની લહરોથી વાતાવરણમાં અલ્લાહની પ્રશંસા અને વખાણ બુલંદ થાય. ટુંકમાં, તે સમયે દુનિયા કેવી સારી અને સુંદર હશે તેની કલ્પ્ના કરવી તે માનવીની શકિત મર્યાદાની બહાર છે. બસ એટલું જરૂર છે કે એક મજબુર ઈન્સાન કહી શકે છે, “જ્યારે દુનિયા એટલી સુંદર થઈ જશે, જે માનવ બુદ્ધિથી અને કલ્પ્ના શકિતથી ખૂબ દૂર છે, તો તે કેવા હશે જેના પાકીઝા અસ્તિત્વના પાયા ઉપર દુનિયાને ખુબસુરતી અને સુંદરતા મળશે!

અય અલ્લાહ તબારક તઆલા! મારી આંખોમાંથી નીકળેલા આંસુઓમાંથી એક ટીપાને સ્વિકારીને મને તે સર્જનની એક ઝલકથી નવાઝી દે.

સલામ થાય તેની ઉપર જે અલ્લાહ તઆલાના સર્જન ઉપર તેની તરફથી હુજ્જત છે અને આજે પણ સમગ્ર સૃષ્ટિની વસ્તી ઉપર અને તેના બંદાઓ ઉપર અલ્લાહ તઆલાએ તેમને પોતાના વલી બનાવ્યા છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *