ફેંસલો અને ચુકાદામાં ઇમામે ઝમાના(અ.સ.)ની સીરત

પ્રસ્તાવના:

અદાલત અને ઇન્સાફના વિશે ચર્ચા કરવા પહેલા જ‚રી છે કે અપરાધો, ઝુલ્મ અને ફસાદ, બીજાઓના હક્કો પર કબ્ઝો, તબાહી અને બરબાદી વિગેરેના કારણો અને પરિબળોને શોધીએ. જેથી તેના મૂળો કાપી નાખવાથી એક હદ સુધી અપરાધ અને ઝુલ્મ ફસાદમાં ઘટાડો થઇ શકે. એટલા માટે જ‚રી છે કે વૈશ્ર્વીક અદાલત માટે એક દ્રષ્ટિકોણથી ઇમાન અને અખ્લાકની બુનિયાદોને મજબૂત કરવામાં આવે અને બીજા  દ્રષ્ટિકોણથી એક શક્તિશાળી, આદિલ, કાઝી અને રહનુમાને હકુમતના અધિકારો દેવામાં આવે.

અપરાધો અને તબાહી ફસાદ અને સામાજીક ખરાબીઓના ઉંડાણમાં જોઇને આપણે તેને અટકાવવા માટે આગળ વધી શકીએ છીએ જેમકે…

(૧) સમાજમાં સામાજીક અદાલતની સ્થાપના, દૌલત અને માલની સરખી વહેંચણી, ઘણી બધી સામાજીક ખરાબીઓને સમાજમાંથી ઉખાડીને ફેંકે છે. અલગ-અલગ પ્રકારની બેઇમાની, ખયાનત અને ઝુલ્મો ફસાદ જે વધારે કમાણીની લાલચથી પૈદા થાય છે, તે આપમેળે ખત્મ થઇ જશે અને આ જ એ ખરાબીઓ છે જે સામાન્ય રીતે સમાજમાં જોવા મળે છે. આ ખરાબીઓ મૂળભુત અને બુનિયાદી ખરાબીઓ છે અને તેમના મૂળ ખત્મ કરવાથી તેની શાખાઓ અને પાંદડાઓ આપમેળે સુકાઇ જાય છે.

(૨) સમાજમાં ઝુલ્મ અને ફસાદ ફેલાવાનું એક મહત્વનું કારણ એ છે કે આજનો સમાજ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ માત્ર સહીહ તાલીમ મેળવવા નથી કરતો પરંતુ તેનો વધારે ગેર ઉપયોગ સૌથી ખરાબ કાર્યો કરવા માટે કરે છે.

(૩) એક એવી અદાલત જે આગાહ અને તાલીમ પામેલી હોવાની સાથે એવા સાધનોથી સુસજ્જ હોય જે અપરાધીઓ પર કડક નજર રાખી શકે. કોઇપણ ઝાલીમ તેમની પકડમાંથી નીકળી ન શકે અને ન તો કોઇ સીતમગર અદાલતના કઠેરાની બહાર હોય. આ પણ એક મહત્વનું કારણ છે જે ઝુલ્મ અને ફસાદના ગ્રાફને નીચે લાવી દે છે.

અગર આ ત્રણેય ચીજો એક સાથે મળી જાય તો તેની અસર બહુ જ વધારે હશે.

ઇમામે ઝમાના(અ.સ.)ની હુકમતથી સંબંધિત તમામ હદીસોમાં શોધખોળ કરવાથી માલુમ થાય છે કે ઇમામ(અ.સ.) આ ત્રણેય ચીજોથી ઇન્કેલાબના ઝમાનામાં ફાયદો ઉઠાવશે. જેનાથી આ મશ્હુર કહેવત સાચી ઠહેરશે કે એક એવો સમય આવશે કે જ્યારે સિંહ અને બકરી એક ઘાટ પર પાણી પીશે.

યકીનન જંગલી વિકરાળ પ્રાણીઓ તેમની હકીકત અને ફિતરત નહી બદલે અને તેની જ‚રત પણ નથી. બકરીઓ જેવી છે તેવી જ રહેશે બલ્કે આ વાક્ય એ વાત તરફ પણ ઇશારો કરે છે કે દુનિયામાં અદાલત અને ઇન્સાફની બોલબાલા હશે અને ઇન્સાનોની શકલમાં જે ખુંખાર વ‚ઓ રહે છે જે ઝાલિમ હાકિમોની સરપરસ્તીમાં સદીઓથી કમઝોર અને લાચાર લોકોનું ખુન ચુસતા આવ્યા છે, તેમને પોતાની જાતને બદલવી પડશે.

(૪) ઇમામે ઝમાના(અ.સ.)નો ફેંસલો કરવાની રીત અને ન્યાયીક વ્યવસ્થાને ફક્ત રિવાયતોના અરીસામાં સમજી શકાય છે. કારણ કે અક્લ તે હુકુમત સુધી પહોંચી નથી શકતી કે આપણે અકલી પૃથક્કરણ કરીને તેની હકીકતોને સમજી શકીએ. આથી આ વિષયમાં પેહલા આપણે સંબંધિત રિવાયતોનો (જેટલી હદે આપણી પહોંચ છે) ઉલ્લેખ કરીશુ અને પછી ઝીણવટ રીતે તેનો અભ્યાસ કરી ઇમામ(અ.સ.)ની ન્યાયીક વ્યવસ્થાને અમૂક અંશે જાણવાની કોશિશ કરીશું.

રિવાયતો:

ઇમામ(અ.સ.)ની અદાલતી વ્યવસ્થા અને ફેંસલો આપવાની રીતના બારામાં ઘણી બધી હદીસો વારિદ થઇ છે. અમે તેમાથી અમુક હદીસોની તરફ ઇશારો કરીએ છીએ:

(૧) ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

એઝા કામલ્ કાએમો હકમ બીલ્ અદ્લે વર્તફઅ ફી અય્યામેહીલ્ જવ્રો વ અમેનત્ બેહીસ્સોબોલો વ અખ્રજતીલ્ અર્ઝો બરકાતેહા વ રદ્દ કુલ્લ હક્કીન એલા અહ્લેહી વ હકમ બય્નન્નાસે બે હુકમે દાઉદ વ હુકમે મોહમ્મદીન(સ.અ.વ.)…..

જ્યારે હઝરત કાએમ(અ.સ.) ઝુહુર ફરમાવશે તો અદ્લો ઇન્સાફની બુનિયાદ પર ફેંસલો કરશે. તેમના ઝમાનામાં ઝૂલ્મો સિતમ ખત્મ થઇ જશે અને રસ્તાઓ સલામતીવાળા હશે અને ઝમીન પોતાની બરકતો જાહેર કરી દેશે અને દરેક શખ્સને તેનો હક મળશે અને લોકોની વચ્ચે ઇમામ(અ.સ.) જનાબે દાઉદ(અ.સ.) અને રસુલે ખુદા (સ.અ.વ.)ની જેમ ફેંસલો કરશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૩૮)

(૨) ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

ઇન્નહુ એઝા તનાહતીલ્ ઓમુરો એલા સાહેબે હાઝલ્ અમ્રેે રફઅલ્લાહો તબારક વ તઆલા લહુ કુલ્લ મુન્ખફેઝીન મેનલ્ અર્ઝે વ ખફઝ લહુ કુલ્લ મુર્તફેઇન હત્તા તકુનદ્દુન્યા ઇન્દહુ બે મન્ઝેલતે રાહતેહી ફ અય્યોકુમ લવ્ કાનત્ ફી રાહતેહી શઅ્રતુન લમ્ યુબ્સીરહો

જ્યારે તમામ કાર્યો સાહેબે વિલાયતના હાથોમાં પહોંચશે તો અલ્લાહ તઆલા જમીનના દરેક નીચલા ભાગને બુલંદ કરી દેશે અને દરેક બુલંદ હિસ્સાને નીચે કરી દેશે એવી રીતે કે પુરી દુનિયા તેમની સામે હાથની હથેળીની જેમ થઇ જશે. તમારામાંથી કોણ છે કે જેની હથેળીમાં વાળ હોય અને તે જોઇ ન શકેે

(કમાલુદ્દીન, ભાગ: ૨, પાના: ૬૮૪)

(૩) ઇમામ સાદિક(અ.સ.) અને ઇમામ કાઝિમ(અ.સ.)એ ફરમાવ્યું:

લવ્ કદ્ કામલ્ કાએમો લ હકમ બે સલાસીન લમ્ યહ્કુમ્ બેહા અહદુન કબ્લહુ યક્તોલુશ્ શય્ખઝ્ ઝાનેય વ યક્તોલો માનેઅઝ્ ઝકાતે વ યોવર્રેસુલ્ અખા અખાહો ફીલ્ અઝીલ્લતે

જ્યારે કાએમ(અ.સ.) કયામ કરશે તો ત્રણ પ્રકારના ફેંસલાઓ કરશે જે અગાઉ કોઇએ પણ નહી કર્યા હોય અને તે એ છે કે ઝીના કરનાર ઝઇફ શખ્સને કત્લ કરી દેશે. ઝકાત દેવાની મનાઇ કરનારને કત્લ કરશે અને એ ભાઇને મિરાસ આપશે જે આલમે ઝરમાં ભાઇ રહ્યો હશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૦૯)

(૪) ઘણી બધી હદીસોમાં વારિદ થયુ છે કે ઇમામે ઝમાના(અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોની ઝુર્રીયત અને ખાનદાનોને તેમના બાપદાદાઓના કામથી રાજી રહેવાના કારણે કત્લ કરશે. ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

એઝા ખરજલ્ કાએમો કતલ ઝરારીય્ય કતલતીલ્ હુસૈને(અ.સ.) બે ફેઆલે આબાએહા

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૧૩)

(૫) અબ્બાન કહે છે કે મેં ઇમામ સાદિક(અ.સ.)ને કેહતા સાંભળ્યા:

લા યઝ્હબુદ્ દુન્યા હત્તા યખ્રોજ રજોલુન મીન્ની યહ્કોમો બે હોકુમતે આલે દાઉદ લા યસ્અલો અન્ બય્યેનતીન યુઅ્તી કુલ્લ નફ્સીન હુક્મહા

દુનિયા ત્યાં સુધી ખત્મ નહી થાય જ્યાં સુધી અમારા માંથી એક શખ્સ ઝહુર ન કરે અને તે પોતાની હુકુમતમાં આલે દાઉદની જેમ ફેંસલો ન કરે અને તે કોઇ દલીલ અથવા ગવાહ નહી માંગે પરંતુ દરેક શખ્સ માટે હકીકી ફેંસલો કરશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૨૦)

(૬) ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

એઝા કામલ્ કાએમો અલય્હિસ્સલામો લમ્ યકુમ્ બય્ન યદય્હે અહદુન મીન્ ખલ્કીર્રહમાને ઇલ્લા અરફહુ સાલેહુન હોવ અમ્ તાલેહુન અલા વ ફીહે આયતુન (લીલ્મોતવસ્સેમીન વહેયસ્સબીલુલ્ મોકીમો)

જ્યારે કાએમ(અ.સ.) ઝુહુર કરશે તો અલ્લાહની મખ્લુકમાંથી કોઇ એક પણ તેમની સામે ઉભુ નહી રહે સિવાય કે ઇમામ(અ.સ.) તેમને ઓળખી લેશે કે આ સારો માણસ છે કે ખરાબ. જાણી લ્યો કે તેમની શાનમાં આ આયત નાઝિલ થઇ છે

લીલ્મોતવસ્સેમીન વહેયસ્સબીલુલ્ મોકીમો

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૨૫)

એક અન્ય હદીસમાં વારિદ થયુ છે:

લવ્ કામ કાએમોના અઅ્તાહુલ્લાહુસ્ સીમાઅ ફ યઅ્મોરો બીલ્ કાફેરે ફ યુઅ્ખઝો બે નવાસીહીમ્ વ અક્દામેહીમ્ સુમ્મ યખ્બેતો બીસ્સય્ફે ખબ્તા

જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર કરશે તો અલ્લાહ તઆલા તેમને ઇલ્મે સીમા અતા કરશે પછી તેઓ કાફિરની વિ‚દ્ધ ફેંસલો કરશે. પછી તેની પેશાનીના વાળને પકડી લેશે અને તેના પગો પકડી લેશે અને તલવારની તરફ તેને ખેંચીને લઇ જશે અને તલવાર તેની વચ્ચે હશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૨૧)

(૭) એક હદીસમાં ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

ઇન્ન કાએમના એઝા કામ મદ્દલ્લાહો અઝ્ઝ વ જલ્લ લે શીઅતેના ફી અસ્માએહીમ્ વ અબ્સારેહીમ્ હત્તા લા યકુન બય્નહુમ્ વ બય્નલ્ કાએમે બરીદુન યોકલ્લેમોહુમ્ ફ યસ્મઉન વ યન્ઝો‚ન એલય્હે વ હોવ ફી મકાનેહી

જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર ફરમાવશે, અલ્લાહ તઆલા અમારા શીઆની આંખો અને કાનોને મજબુત કરી દેશે ત્યાં સુધી કે તેમની અને અમારા કાએમ(અ.સ.)ની વચ્ચે પૈગામ પહોંચાડવાવાળાની જ‚રત નહી પડે. ઇમામ(અ.સ.) તેઓની સાથે વાતચીત કરશે અને તેઓની વાતચીત સાંભળશે અને તેઓને જોશે જ્યારે કે તેઓ પોતાની જગ્યાએ હશે અને તેઓ દુનિયાના અન્ય ખૂણામાં હશે

(અલ કાફી, ભાગ: ૮, પાના: ૨૪૧)

એટલે કે અવાજ અને તસ્વીર પહોંચાડવાનુ માધ્યમ એકદમ આસાન હશે અને તમામ ઇમામ(અ.સ.)ના પૈરવ-કારોના ઇખ્તિયારમાં હશે. એવી રીતે કે ઇમામ(અ.સ.)ની હુકુમતના ઝમાનામાં પોસ્ટ એક વ્યર્થ ચીજ સમજવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં રાખીને તમામ પ્રોગ્રામ આંખોથી જોઇ શકાશે અને સાંભળી શકાશે.

આવી રીતે હાકિમે વક્તથી કોઇ પણ બાબત છૂપી નહી રહે. જો કે બીજાઓની નિગાહોથી છૂપી રહે. ઇમામ સામાન્ય ફિતરી તરીકાથી હટીને તમામ ચીજોને જાણે છે અને જનાબે દાઉદ(અ.સ.) અને જનાબે સુલૈમાન(અ.સ.)ની જેમ ફેંસલો કરશે.

(૮) ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

એઝા કામ કાએમો આલે મોહમ્મદ(સ.અ.વ.) હકમ બય્નન્નાસે બેહુક્મે દાઉદ લા યહ્તાજો એલા બય્યેનતીન યુલ્હેમોહુલ્લાહો તઆલા ફ યહ્કોમો બેઇલ્મેહી વ યુખ્બેરો કુલ્લ કવ્મીન બેમસ્તબ્તનુહુલ્ ખબર

જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર ફરમાવશે તો લોકોની વચ્ચે હઝરત દાઉદ(અ.સ.)ની જેમ ફેંસલો કરશે અને ફેંસલો કરવામાં દલીલ અને ગવાહની જ‚ર નહી હશે. અલ્લાહ તઆલા તેમને ઇલ્હામ કરશે અને તેઓ પોતાના ઇલ્મથી ફેંસલો કરશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૩૯)

દરેક કૌમ જે છૂપી હશે તેને જાહેર કરશે. પોતાના દોસ્તો અને દુશ્મનોને નિશાનીઓથી ઓળખી લેશે. આ જ આ આયતની તફસીર છે જેમાં અલ્લાહ તઆલા ઇરશાદ ફરમાવે છે:

ઇન્ન ફી ઝાલેક લઆયાતીલ્ લીલ્ મોતવસ્સેમીન

(સુરે હીજ્ર, આયત: ૭૫)

(૯) ઇમામ બાકિર(અ.સ.) ફરમાવે છે:

યકુમુલ્ કાએમો બે અમ્રીન જદીદીન વ કેતાબીન જદીદીન વ કઝાઇન જદીદીન

ઇમામે કાએમ(અ.સ.) એક નવો હુકમ, નવી કિતાબ અને નવા ફેંસલા સાથે ઝુહુર ફરમાવશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૫૪)

(૧૦) ઇમામ સાદિક(અ.સ.)એ એક હદીસમાં ફરમાવ્યું:

એઝા કામલ્ કાએમો બઅસ ફી અકાલીમીલ્ અર્ઝે ફી કુલ્લે ઇકલીમીન રજોલન યકુલો અહ્દોક ફી કફ્ફેક ફ એઝા વરદ અલય્ક મા લા તફ્હમોહુ વ લા તઅ્રેફુલ્ કઝાઅ ફીહે ફન્ઝુર એલા કફ્ફેક વઅ્મલ્ બેમા ફીહા

જ્યારે અમારા કાએમ(અ.સ.) ઝુહુર ફરમાવશે તો દુનિયાના દરેક ખુણામાં એક પ્રતિનિધિ આમ કહીને મોકલશે કે જ્યારે તમને કોઇ મુશ્કેલી થાય તો પોતાની હથેળીમાં જોવુ અને જે કાંઇ તેમા હોય તે પ્રમાણે અમલ કરવો

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૬૫)

(૧૧) ઇમામ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું:

સુમ્મ યર્જેઓ એલલ્કુફતે ફ યબ્અસુસ્ સલાસમેઅતે વલ્ બીઝ્અત અશર રજોલન એલલ્ અફાકે કુલ્લેહા ફ યમ્સહો બય્નલ્ અક્તાફેહીમ વ અલા સોદુરેહીમ્ ફલા યતઆયવ્ન ફી કઝાએ…

પછી જ્યારે ઇમામે ઝમાના(અ.સ.) કુફા પરત આવશે  અને ત્યા રહેશે તો ૩૧૦ શખ્સોથી વધારે લોકોને દુનિયાના ખૂણે ખૂણામાં મોકલશે અને તેમને મોકલતી વખતે તેમના ખભા અને છાતી પર પોતાનો હાથ ફેરવશે પછી તેઓ કોઇ હુકમ અને ફેંસલો આપવામાં કમજોરી નહી અનુભવે, બલ્કે તમામ મુશ્કેલ ચીજમાં તેમના માટે ફેંસલો કરવો આસાન થઇ જશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૪૫)

(૧૨) ઇમામ બાકિર(અ.સ.)એ એક હદીસમાં ફરમાવે છે:

ફ ઇન્નમા સુમ્મેયલ્ મહદીય્યો લે અન્નહુ યુહદા લે અમ્રીન ખફીય્યીન યસ્તખ્રેજુત્ તવ્રાત વ સાએર કોતોબીલ્લાહે મીન્ ગારીન બે અન્તાકીય્યત ફ યહ્કોમો બય્ન અહ્લીત્તવરાતે બિત્તવરાતે વ બય્ન અહ્લીલ્ ઇન્જીલે બિલ્ઇન્જીલે વ બય્ન અહ્લીઝ્ ઝબુરે બિઝ્ઝબુરે વ બય્ન અહ્લીલ કુર્આને બિલ્કુર્આને…

મહદીનું નામ મહદી એટલા માટે રાખવામાં આવ્યુ છે, કારણ કે અલ્લાહ તઆલાએ તેમને છૂપી બાબતોથી આગાહ કર્યા છે અને તેમાંથી એક બાબત આ છે કે તૌરેત અને અન્ય આસ્માની કિતાબોને અન્તાકીયાની એક ગુફામાંથી બહાર કાઢશે અને તૌરેતના માનવા વાળાઓને તૌરેતથી અને ઝબુરના માનવાવાળાઓને ઝબુરથી અને કુર્આનના માનવાવાળાઓને કુર્આનથી ફેંસલો સંભળાવશે

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૧, પાના: ૨૯)

ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

અમા વલ્લાહે લયદ્ખોલન્ન અલય્હીમ્ અદ્લોહુ જવ્ફ બોયુતેહીમ્ કમા યદ્ખોલુલ્ હર્રો વલ્ કર્રો

જાણી લ્યો અલ્લાહની કસમ (ઇમામ મહદી અ.સ.) અદ્લો ઇન્સાફને ઘરોમાં દાખલ કરી દેશે જેવી રીતે ગરમી અને ઠંડી ઘરોમાં દાખલ થઇ જાય છે. (એટલે કે દરેક જગ્યાએ અદ્લો ઇન્સાફની બોલબાલા હશે)

(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૩૬૨)

વિશ્ર્લેષણ:

રિવાયતોના અભ્યાસથી નીચે મુજબની વાતો સમજમાં આવે છે.

(૧) અદાલત એક મહત્વના કાનૂન અને ઇસ્લામી તાલીમાતમાંથી એક મહત્વની તાલીમ છે અને મહાન હેતુઓ માંથી એક હેતુ છે. એક એવી તાલીમ છે કે જેને અપનાવવા માટે કુર્આન અને સુન્નતમાં ખુબ જ તાકીદ કરવામાં આવી છે. તમામ અંબિયાએ કિરામની એક જવાબદારી આસ્માની પૈગામના મુજબ દુનિયાના તમામ ઇન્સાનોની વચ્ચે અદ્લો ઇન્સાફની સ્થાપના કરવાની હતી અને અંબિયા(અ.મુ.સ.)ની તમામ કોશિશો એ વાતની હતી કે લોકોની એવી રીતે તરબીયત કરે કે લોકો પોતે ખુદ અદ્લો ઇન્સાફ પોતાની વચ્ચે કાયમ કરે.

માત્ર અને માત્ર ઇમામ મહદી(અ.સ.) છે જે સંપૂર્ણ રીતે જે રીતે તેનો હક્ક છે, અદાલતને કાયમ કરશે અને ફક્ત ઇમામ મહદી(અ.સ.)ના માટે જ આ વાક્ય હદીસોમાં મળે છે “યમ્લઉલ્ અર્ઝ કીસ્તવ્ વ અદ્લા આનાથી અગાઉની હદીસમાં પણ ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે.

અદાલત અને ઇન્સાફનું ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરના ઝમાનામાં હોવું ફક્ત સામાજિક હદો સુધી મર્યાદિત નહી હશે પરંતુ અદાલતનો કાનૂન જીંદગીના દરેક ભાગમાં આશ્ર્ચર્યજનક રીતે મૌજુદ હશે. હદીસમાં આવ્યુ છે કે જ્યારે હઝરત મહદી(અ.સ.) આવશે તો ન ફક્ત ઇન્સાનો અને આબાદીઓમાં બલ્કે પૂરી ઝમીનને અદ્લો ઇન્સાફથી ભરી દેશે ત્યાં સુધી કે ઝરણાનું એક ટીપુ પાણી પણ વ્યર્થ નહી જાય અને ન તો કોઇ ઝાડનું ફળ ઝુલ્મ અને ઇસ્રાફના લીધે વૃક્ષ પરથી નહી લેવામાં આવે પરંતુ તેમના ઝમાનામાં દરેક જગ્યાએ અદ્લો ઇન્સાફનો પરચમ બુલંદ હશે. ઝમીનનો કોઇ પણ હિસ્સો અદ્લો ઇન્સાફથી ખાલી નહી હોય અને ઠંડી અને ગરમીની જેમ દરેક ઘરમાં હશે. એટલે કે જે રીતે ઠંડી અને ગરમી દરેક ઘરમાં આપ મેળે આવી જાય છે અને પૂરી આબોહવા પર છવાઇ જાય છે અને દરેક ચીજ પર અસરકારક હોય છે તે રીતે ઇમામે ઝમાના(અ.સ.)નો અદ્લો ઇન્સાફ છે.

કેહવામાં આવે છે કે ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતના પ્રથમ ગાળામાં મક્કાથી હુકુમતના જવાબદાર લોકો એલાન કરાવશે જે શખ્સ પોતાની વાજીબ નમાઝ હજ્રે અસ્વદની પાસે અને તવાફની જગ્યા પર પઢી ચૂક્યો છે અને નાફેલા પઢવા ચાહે છે તે પાછળ ચાલ્યો જાય અને જે નમાઝે વાજીબ પઢવા ચાહે છે તે આગળ આવીને પઢી લે જેથી કોઇનો હક બરબાદ ન થાય. એટલે કે એટલી હદ સુધી લોકોના હક્કોનો ખ્યાલ રાખવામાં આવશે. આથી હુકુમતમાં સોઇના નાકા જેટલો પણ કોઇના પર ઝુલ્મો સિતમ નહી થાય. દરેકને તેનો હક મળી જશે.

(૨) હદીસ મુજબ ઇમામે ઝમાના(અ.સ.) હઝરત દાઉદ(અ.સ.) અને હઝરત સુલૈમાન(અ.સ.)ની જેમ ફેંસલો કરશે (એટલે પોતાના ઇલ્મ પ્રમાણે ફેંસલો કરશે. એટલે કે દાવો કરનાર અને ઇન્કાર કરવાવાળાથી કોઇ પ્રકારની ગવાહી અથવા બયાન માંગશે નહિ) અને એજ રીતે પૈગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ની જેમ ફેંસલો કરશે એટલે કે દલીલ શાહિદ હોવાની બુનિયાદ પર ફેંસલો કરશે. એટલે ઇમામે ઝમાના (અ.સ.) બંને તરીકાથી ફેંસલો સંભળાવશે.

(૩) હદીસ મુજબ તે ઝમાનામાં ઇલ્મ અને ટેકનોલોજી, કળા અને કારીગરીની રીત એટલી બધી સંપૂર્ણ હશે કે મુજરીમો પોતાના જુર્મની નિશાનીઓને છુપાવવામાં કામ્યાબ નહી થશે, કારણ કે ઇમામ(અ.સ.)ની હુકુમતમાં સખ્ત પહેરો હશે, એટલા માટે ગુનેહગાર પોતાના ઘરમાં પણ સુરક્ષિત નહી હોય કારણ કે અદ્યતન સાધનોથી કન્ટ્રોલ કરવુ શક્ય હશે ત્યાં સુધી કે શક્ય છે કે તેની અવાજના તારને દિવાલની પાછળથી કન્ટ્રોલ કરવામાં આવી શકાય.

આ પોતે પણ એક મોટો ઇશારો છે ફસાદથી મુકાબલો કરવા માટે ઇમામ(અ.સ.)ની હુકુમતના હાથ ખુબ જ લાંબા હશે અને આનાથી એ પણ માલુમ થાય છે કે તમામ પ્રસંગોમાં જ‚રી નથી કે ઇમામ(અ.સ.) પોતાના ઇલ્મે ગૈબનો ઉપયોગ કરે પરંતુ ઘણા બધા બનાવોમાં ઇમામ(અ.સ.)નો ફેંસલો એ ઇલ્મની બુનિયાદ પર હશે જે તે ઝમાનામાં સામાન્ય પણે જોવા મળે છે.

એ વાત સ્પષ્ટ છે કે આ પ્રકારના વિશાળ ઇલ્મ વગર પુરી દુનિયામાં એક વૈશ્ર્વિક હુકુમત બનાવવી અને અમ્નો અમાન અને અદાલત કાયમ કરવી જે દરેક દ્રષ્ટિકોણથી મજબુત અને સંપૂર્ણ હોય બહુ જ દૂર નહી હોય જેમ કે ત્રીજી હદીસથી માલુમ થાય છે.

આ પ્રગતિશીલ વ્યવસ્થાથી દુનિયા ઇન્સાનની હથેળીની જેમ થઇ જશે. જમીનના ઉતાર અને ચઢાવ જમીનની મખ્લુકને જોવા માટે અવરોધ ‚પ નહી હોય

(૪) ઇમામ(અ.સ.) ફક્ત લોકોના ચેહરા જોઇને જાણી લેશે કે ગુનેહગાર છે કે નહિ, નેક છે કે બુરો છે, દોસ્ત છે કે દુશ્મન છે. કારણ કે અલ્લાહ તઆલા તેમને ચેહરો ઓળખવાનું ઇલ્મ અતા કરશે. એ વાત સ્પષ્ટ અને જાહેર છે કે ઇમામ(અ.સ.) પોતાની એક નજરથી તેને ઓળખી લેશે અને ઇમામ(અ.સ.)ને ફેંસલો કરવા માટે દલીલ અને ગવાહની જ‚ર નહી હોય.

(૫) ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતના ઝમાનામાં તમામ ચીજો ઇમામ(અ.સ.)ના શીઆઓ માટે સ્પષ્ટ અને જાહેર હશે. ઇમામ(અ.સ.)ની વાત તો દૂર ઇમામ(અ.સ.)એ નિમણુંક કરેલ ફેંસલો કરવાવાળાઓ પણ પોતાના ઇલ્મથી ફેંસલો કરશે.

(૬) ઇમામ(અ.સ.)ના ફેંસલાઓમાંથી એક ઇમામ (અ.સ.)નું હદ જારી કરવાનો ફેંસલો છે. તે મુર્દાઓ કે જેઓ પર તેમની જીંદગી દરમિયાન હદ હતી, પરંતુ જારી કરવામાં આવી ન હતી.

(૭) ઇમામે ઝમાના(અ.સ.) પોતાની હુકુમતના તમામ ગામ શહેરો અને જિલ્લાઓ માટે હાકિમ અને કાઝી નક્કી કરશે અને નિમણુંક કરતી વખતે પોતાનો હાથ તેમના ખભા અને છાતી પર ફેરવશે અને ફરમાવશે કે જ્યારે કોઇ બાબતે ફેંસલો ન કરી શકો અથવા કોઇ મુશ્કેલી આવે તો પોતાની હથેળીને જોવી કારણ કે ફેંસલો કરવા માટે જે ચીજની જ‚રત હોય છે તે તેમાં પેહલેથી હશે. આ દલીલની બુનિયાદ પર ઇમામ(અ.સ.)ની તરફથી નિમણુંક પામેલ કાઝીને કોઇ ચીજની મુશ્કેલી નહી આવે અને મોટા ભાગના મસઅલાઓ જાણતા હશે. તેઓ પોતાના ઇલ્મથી ફેંસલો કરશે. અલબત્ત ગવાહો અને ઇન્કાર કરનારાઓની કસમ જે ઇસ્લામી રીત છે તેનાથી પણ ફાયદો ઉઠાવશે. પરંતુ જે જગ્યાએ આ તરીકો ફાયદામંદ નહી હોય ત્યાં પોતાની હથેળીને જોશે અને મુશ્કેલી દૂર થઇ જશે.

(૮) ઇમામે ઝમાના(અ.સ.) દરેક કૌમ અને કબીલાની વચ્ચે તેઓની જ કિતાબ અને કાનૂન પ્રમાણે ફેંસલો કરશે. યહુદીઓને તૌરેત મુજબ, ઇસાઇઓને ઇંજીલ પ્રમાણે અને ઝબુરવાળાઓને ઝબુરથી તથા મુસલમાનો દરમિયાન કુર્આનથી ફેંસલો કરશે.

(૯)  કારણ કે ઇમામ(અ.સ.)નો ફેંસલો કરવાનો તરીકો દુન્યવી હાકિમોથી અલગ છે, ઇમામ(અ.સ.) નવી કિતાબ અને નવા પ્રકારના ફેંસલા કરશે.

(૧૦) ઇમામે ઝમાના(અ.સ.) ઝકાતનો ઇન્કાર કરવા અને અદા ન કરવાવાળાઓને કત્લ કરશે કારણ કે ઝકાત જ‚રીયાતે દીનમાંથી છે. અગર કોઇ ઇન્કાર કરે અથવા અદા કરવાથી મનાઇ કરે તો તે મુરતદ થઇ જશે અને મુરતદે ફિતરીનો હુકમ કત્લ છે. જો કે ઝુહુર પહેલા આ પ્રકારની હદ જારી નહી થાય પરંતુ ઇમામ(અ.સ.) પોતાના ઝુહુરના ઝમાનામાં મુરતદે ફિતરી પર હદ જારી કરશે અને તેને કત્લ કરી દેશે.

(૧૧) ઇમામે અસ્ર(અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોની નસ્લોથી ઇન્તેકામ લેશે અને જ્યારે ઇમામ રેઝા(અ.સ.)થી સવાલ કરવામાં આવ્યો કે શા માટે બાપ-દાદાના ગુનાહના લીધે તેઓની અવલાદને કત્લ કરવામાં આવશે. ઇમામ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું: તેઓ પોતાના બાપ-દાદાના કાર્યો પર રાજી અને ખુશ છે અને જે શખ્સ કોઇ કૌમના કાર્યથી રાજી હોય તેના પર તેનો હુકમ જારી થશે. અલબત્ત આ ચીજો પણ ઇમામે અસ્ર(અ.સ.)થી મખ્સુસ છે નહીતર આજે બીજાઓના દરેક કાર્ય પર રાજી રહેતા હોય છે તે શખ્સ પર હદ જારી નથી કરી શકાતી.

અલ્લાહ તઆલાની બારગાહમાં દુઆ માટે હાથ બલંદ છે કે અલ્લાહ એ ઇમામે બરહકનો ઝુહુર આપણી જીંદગીમાં કરાર આપે અને આપણને તેમના નાસિરો અને મદદગારમાં શુમાર કરે અને આપણા આમાલને ઇમામ(અ.સ.)ની પસંદ પ્રમાણે બનાવે અને તેમના ઝુહુરે પૂરનૂરમાં જલ્દી કરે આમીન.

—000—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *