ફળદાર વૃક્ષ અને કાંટાળા થોર

અલમ તર કયફ ઝરબલ્લાહો મસલન કલેમતન તયયેબતન કશજરતીન તયયેબતીન અસ લોહા સાબેતુંવ વ ફર ઓહા ફીસ્સમાએ તૂતી ઓકોલહા કુલ્લ હીનીમ બે ઈઝને રબ્બેહા વ યઝરેબુલ્લાહુલ અમસાલ લીન્નાસે લઅલલ્હુમ યતઝકકન. વ મસલા કલેમતીન ખબીસતીન કશજરતીન ખબીસતેનીજ તુસ્સત મિન ફવકીલ અરઝે માલહા મિન કરાર.

(સુ. ઈબ્રાહીમ આ. ૨૪-૨૬)

(અય રસૂલ!) શું તે આ નથી વિચાર્યુ કે અલ્લાહે પાક કલમાનો દાખલો કેવી રીતે વર્ણવ્યો છે? કે તે એક ઉમદા વૃક્ષના જેવો છે તેના મૂળ મજબુત હોય અને તેની ડાળીઓ આકાશ પર પહોંચેલી હોય;

દરેક ૠતુંમાં તે અલ્લાહના હુકમથી પોતાના (સ્વાદિષ્ટ) ફળ આપતું રહેતું હોય; અને (આવા) દાખલા અલ્લાહ લોકો માટે આ હેતુસર વર્ણવે છે કે (જેથી) તેઓ બોધ ગ્રહણ કરે.

અને નાપાક કલ્માનો દાખલો એક ખરાબ પંકિતના વૃક્ષ જેવો છે કે જે ઝમીન ઉપરથી જ ઉખેડી નાખી શકાય અને તેનામાં કાંઈ જ મજબુતાઈ ન હોય.

કુરઆને મજીદે સારી વાતો અને નેક ચારિત્ર્યને (અમલે સાલેહ) સુકાર્ય સમાન ગણાવીને તેની સરખામણી એક પાકીઝા વૃક્ષ સાથે કરી છે. તેવી જ રીતે ખરાબ વાતોની સરખામણી ગંદા વૃક્ષ સાથે કરવામાં આવી છે.

બની ઉમય્યા શજરએ ખબીસા (કાંટાળા થોર) હતા અને હુસૈન ઈબ્ને અલી શજર એ તૈયબા (ઉમદા, ફળદાર વૃક્ષ) માંથી હતા. હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામે કરબલામાં એક બિમાર પૂત્ર સૈયદે સજ્જાદ અલી ઈબ્નીલ હુસૈન (અ.સ.)ને પોતાના વારસ તરીકે મુકીને અનંતજીવનને લબ્બૈક કહ્યું. વર્તમાન દુનિયામાં એ જ બિમારે કરબલાના વંશજો એટલા અધિક પ્રમાણમાં ફેલાયેલા છે, જેમાં એક કરતા એક ચઢીયાતા આલીમો, વિધ્વાનો, બુધ્ધી શાળીઓ, ફકીહો હદીસવેત્તાઓ, તફસીરકારો અને કેટકેટલાય નિષ્ણાંતો પોત પોતાના ક્ષેત્રમાં તેમના સ્વામીત્વ અને અકલમંદીથી બીજાઓને પરાજીત કરી દીધા છે. (શજરએ તૈયબાહ) ઉમદા વૃક્ષ અથવા (શજરએ નૂર) પ્રકાશિતવૃક્ષની આ રૌશન દલીલ છે.

કલમએ તૈયબહ, નૂરે ખુદા છે, દીને ખુદા અને ઈમાન છે, જે તૌહીદનું રક્ષણ કરે છે. આ કલમએ તૈયબાનું મૂળ મોમીનના દીલમાં દ્રઢતાપૂર્વક જામેલું છે અને તેની ડાળીઓ ફૂરૂએ દીન છે જે ઈન્સાનને સૌથી ઉચ્ચ દરજ્જો અતા કરે છે. નમાઝ, રોઝા અને ઝકાત હદીસે નબવી મુજબ ઈમાનના વૃક્ષની ડાળીઓ અને પાંદડાઓ છે.

હઝરત અબુ જઅફર મોહમ્મદ બિન અલી બાકેલ ઉલૂમ અલયહીસ્સલામે ફરમાવ્યું કે શજરએ તૈયેબાહ એટલે રસુલે ખુદા (સ.અ.વ.) તેની ડાબી બાજુ અલીએ મુરર્તુઝા(અ.સ.) અને ફાતેમએ ઝહરા (સ.અ.) તેના ભાગ છે. બાકીના તમામ અઈમ્મા હસને મુજતબા (અ.સ.)થી લઈને કાએમે આલે મોહમ્મદ (અ.સ.) સુધીના તમામ ફળ છે. તેમાના દરેક હિદાયતની દીવાદાંડી સમાન છે. અને તે શજરએ તૈયબાની પાંદડીઓ શીઆઓને અઈમ્મએ ઈસ્નાઅશરી છે, જેમાં આલીમ અને ફાઝીલ તથા પદાધિકારી હશે જેઓ પોત પોતાની ફરજ બજાવવામાં મશ્ગુલ હશે. તેમાંથી જેવી એક પાંદડી ખરી જશે તો તેની જગ્યાએ બીજી, તાજી લીલીછમ પાંદડી ઉગી નીકળશે. આ હદીસ શીઆ અને સુન્ની બંનેની કિતાબોમાં મળી આવે છે. વિખ્યાત સુન્ની શાફેઈ આલીમ ‘ઈબ્ને મગાઝલી (મુતવફી હી. ૪૮૩) એ તેમની કિતાબ ‘મનાકીલ અલી બીન અબી તાલિબ અલયહીસ્સલામ’ના પાના૯૦, ૨૯૭અને૪૦૦ઉપર કેટલાક શાબ્દિક ફેરફાર સાથે આ હદીસને નોંધેલ છે.

તેવી જ રીતે ગંદી વાતો અને કલમએ કુફ્ર ગંદા વૃક્ષ સમાન છે. જેમાં કડવા અને ખરાબ ફળ આવે છે જેના પ્રત્યે બધા લોકો નફરત કરે છે. એવા વૃક્ષોનો પણ વિકાસ અને વૃધ્ધિ થાય છે. અને કયારેક તો પાકીઝા વૃક્ષો પર તેની ડાળીઓને ફેલાવે છે. પરંતુ તેના મૂળ નબળા અને કાચા હોય છે. તેથી તે ઝડપથી સુકાઈ નેસ્ત-નાબુદ થઈ જાય છે.

તમામ તફસીરકારોએ શજરએ તૈયબહને નૂરે નબુવ્વત અને વિલાયત તરીકે વર્ણવેલ છે અને શજરએ ખબીસાને બની ઉમય્યા તરીકે ઓળખાવેલ છે, જેને જાહેલીયત (અજ્ઞાનતા)ના અંધારાના જહાલતે મુનાફેકીન તરીકે ઓળખવામાં આવ્યા છે.

કાંટાળા થોર (શજરએ મલઅૂનહ)

વમા જઅલનર રોઅય અલ લતી અરયનાક અીલ્લા ફીતનતલ લીન્નાસે વશ શજરતલ મલઉનત ફીલ કુરઆન. વ નો ખવ્વે ફોહુમ ફમા યઝીદો હુમ ઈલ્લા તુગ્યાનન કબીરા.

(સુ. બની ઈસ્રાઈલ૬૦)

અને તે સ્વપ્નું કે જે અમોએ તેને દેખાડયું હતું તે (નિરર્થક ન હતું પણ) સઘળા લોકો (ના ઈમાન) માટે એક (મહાન) કસોટી હતું અને એવી રીતે કુરઆનમાં (વર્ણવેલુ) તે તિરસ્કૃત વૃક્ષ (કાંટાળો થોર) પણ, અને અમે (જુદી જુદી રીતે) તેમને બીવરાવીએ છીએ, પરંતુ તેમની શીર જોરી (વધુ) વધવા સિવાય બીજું પરિણામ આવતું નથી.

મોટાભાગના તફસીરકર્તાઓએ આ આયતની તફસીરમાં લખ્યું છે કે: રસુલે અકરમ (સ.અ.વ.) ખ્વાબમાં જોયું કે તેમના મીમ્બર પર વાંદરાઓ કુદી રહ્યા છે. ત્યારે આપ બેહદ ગમગીન થયા. જીબ્રઈલ નાઝીલ થયા અને ખ્વાબની તાબીર (સ્વપ્નનું અર્થઘટન) કહ્યું કે તેનો અર્થ બની ઉમય્યા છે જે બની હાશીમ પર પ્રભુત્વ મેળવી લેશે. અને આજ ‘શજરએ મલઉના’ (કાંટાળો થોર) છે. કેટલીક રિવાયતો પ્રમાણે તે દિવસ પછીથી રસૂલ (સ.અ.વ.) જીવન ભર કદી હસ્યા ન હતા.

નોંધ: બની ઉમય્યા અને તેમના મઝહબ અને રીત રીવાજ વિશે ઘણી કિતાબો લખવામાં આવી છે. જેમાં ઐતિહાસિક બનાવો અને બની ઉમય્યાની વિધ્ધમાં પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવેલી કેટલીયે હદીસો મળી આવે છે. હાકીમ નીશાપૂરીએ બની ઉમય્યા પર લઅનત અને ધિક્કાર કરવા વિશે ઘણી હદીસો નોંધી છે જેમાની એક આ પ્રમાણે છે.

વ અહલૂ કવ્મહુમ દારલ બવાર

(સુ. ઈબ્રાહીમ૨૮)

…અને સ્વકોમને વિનાશના ઘરમાં ઉતારી

ના અનુસંધાનમાં હઝરત અલી (અ.સ.)થી નોંધ્યું છે કે: આ મુખ્બીર કુરૈશ, બની ઉમય્યા અને બની મુગૈરા (વિશે કહેવાયું) છે તબરીએ તેમની તફસીરમાં આ આયત

‘વ જાહેદુ ફીલ્લાહે હક્ક જેહાદેહ (સૂ. હજ્જ૭૮) ના અનુસંધાને લખ્યું છે કે ખુદાએ બની મખઝૂમ અને બની ઉમય્યા સાથે જેહાદ કરવાનો હુકમ આપ્યો છે.

હઝરત ઉમર બની ઉમય્યાની વિરૂધ્ધ હતા

સયૂતીએ તેમની તફસીરમાં સદરહુ આયતની તફસીરમાં લખ્યું છે કે: ઈબ્ને મરવીયયહે અબ્દુર રહેમાન બિન અવ્ફથી રિવાયત કરી છે કે: હઝરતે ઉમરે મને કહ્યું: શું તમે કુરઆનની એ આયત: જે રીતે તમે શઆતમાં જેહાદ કરી, તે રીતે આખરી ઝમાનામાં જેહાદનો હક છે તે રીતે જેહાદ કરો. એ પઢતા ન હતા. મે કહ્યું: બેશક, પઢતો હતો. પરંતુ તે આખરી જમાનો કયારે આવશે? તેના જવાબમાં હઝરત ઉમરે ફરમાવ્યું: જે ઝમાનામાં બની ઉમય્યા હાકીમ હશે અને મુગીરાની અવલાદ તેના વઝીર હશે. (દુરલ મન્સુર૩૭૧/૪મીસરમાં પ્રકાશિત)

સમીક્ષા

યઝીદના ઝમાનામાં મુગીરાની અવલાદ પ્રધાન પદના હોદા ઉપર હતી. તેમજ જે લોકો એ મોઆવિયા પાસે યઝીદની બયઅત કરવાની ઝુંબેશ ચલાવી અને લોકો પાસે તેમની બયઅત કરાવી તે મુગીરા કુફાનો ગવર્નર હતો. તેણે કુફાના ચાલીસ માણસોને પોતાના ફઝંદની સાથે યઝીદની બયઅત કરવા માટે મોકલ્યો હતો. અને જ્યારે તેઓએ બયઅત કરી લીધી ત્યારે મોઆવિયાએ તેના ફરઝંદને એકાંતમાં પૂછયું:

બેકમ ઈશ્તરા અબૂક દીનહુમતારા પિતાએ દીન અને ઈમાન કેટલામાં ખરીધ્યું તેણે જવાબ આપ્યો, ચારસો દીનારમાં. મોઆવિયાએ કહ્યું: તોય આ ઘણુ સસ્તુ છે. ‘એટલે કે મોઆવિયાને પોતાની બેઈમાની અને વિરોધની કેટલી હદ સુધીની ખાત્રી હતી.’

હાશીમ અને ઉમય્યા

કેટલાક ઈતિહાસકારોએ લખ્યું છે કે ઉમય્યા અને હાશિમ બંને અબ્દે મનાફના પૂત્રો અને જોડિયા ભાઈઓ હતા. આ વાત સદંતર ખોટી છે. હકીકત કંઈક જુદી જ છે. જે અમે અહીં પ્રસ્તૃત કરીએ છીએ. બંને જોડીયા ભાઈઓ હોવાનો કહેવત મુહાવરા તરીકે ઉલ્લેખ થયો હોય તેમ શકય છે. કારણકે બંને હંમેશા ઝગડતા જ રહેતા હતા. એક હકની હિમાયત કરતો ત્યારે બીજો બાતિલની તરફેણ કરતો હતો. પરંતુ ઈતિહાસની સાક્ષીએ અમે લખીએ છીએ કે બંને ભાઈ ન હતા. અબ્દે મનાફ એક વેપારી, શ્રીમંત અને સુખી અરબ હતા. તેઓ રૂમી ગુલામોને ખરીદીને પોતાના વેપાર ધંધામાં તેની મદદ લેતા હતા. ઉમય્યા એક રૂમી ગુલામ અને ઈટલીનો રહીશ હતો. તે સ્વરૂપવાન અને ધ્યાનપૂર્વક દેખાવ ધરાવતો હતો. અબ્દે મનાફે તેને અબ્દુશ શમ્સ પાસેથી ખરીધ્યો હતો. (‘મજમઉલ મસાએલ’લેખક: આયતુલ્લાહ ગુલપાઈગાની, જી. ૧, પા. ૩૯૨) કેટલાકે લખ્યું છે કે: ઉમય્યા અબ્દુશ શમ્સનો પૈસાથી ખરીદાએલો ગુલામ હતો. અબ્દે મનાફના ત્રણ પૂત્રો હતા. જેના નામ હાશિમ, નૌફૈલ અને અબ્દે શમ્સ હતા. હાશિમ ઉમરમાં લગભગ ઉમય્યા જેવડા હતા. ઉમય્યા ચાલાક અને હોશિયાર હતો. તેણે પોતાની કારકીર્દી દરમ્યાન તેના માલિકનું પોતાના પ્રત્યે ધ્યાન ખેંચ્યુ તે જનાબે હાશિમ કરતા અગ્રતા મેળવી લેવા ઈચ્છતો હતો પરંતુ તેમ થઈ શકયું નહીં.

ઉમય્યાનો ઉછેર અરબોના વાતાવરણમાં થયો હતો. તેણે અરબી સંસ્કાર અને રિત રિવાજોને સંપૂર્ણ રીતે અપનાવી લીધા હતા. તેણે પોતાની ચાલાકી, હોશિયારી અને લુચ્ચાઈથી પોતાને ગુલામીમાંથી મુકત કરાવીને પોતાના કુટુંબની રચના કરી અને તેની અવલાદ શજરએ મલઉના ધિક્કારને પાત્ર (કાંટાળો થોર જેવી) થઈ.

કેટલાક ઈતિહાસકારોએ લખ્યું છે કે ઉમય્યા બની સકીફે મુકત કરેલ ગુલામ હતો. અને વલદુઝઝીના (ઝીનાથી પૈદા થયેલ) હતો. જેનો મી ઈસાઈયોના વાતાવરણમાં ઉછેર થયો હતો. તેનું દિલ ઈસ્લામ પ્રત્યેની દુશ્મનીથી ભરપૂર હતું.

ગમે તેમ એ વાત તો સાબિત થઈ ચૂકી છે કે ઉમય્યા અબ્દે મનાફના કુટુંબમાંથી ન્હોતો પરંતુ તેની વિરૂધ્ધના કબીલાનો હતો. માટે કેટલાક લોકો એવું કહે છે કે યઝીદ ઈમામ હુસૈન (અ.સ.)ના કુટુંબમાંથી હતો તે વાત બિલ્કુલ ખોટી છે.

જનાબે હાશિમ અકલ અને દક્ષતા તથા કેળવણી અને વ્યવસ્થા શકિતમાં તેના બધા ભાઈઓ કરતા શ્રેષ્ઠ હતા અને તેથીજ તેઓ ખાનએ કાબાના મુતવલ્લી બન્યા હતા. એટલુંજ નહીં. હાજીઓને ખવડાવવા પીવરાવવા વગેરેની વ્યવસ્થા પણ તેઓજ કરતા હતા. જેના પરિણામે તેઓ અરબોમાં ખુબજ મશ્હુર અને લોકેપ્રીય બની ગયા હતા.

જનાબે હાશિમ એકલા જ વેપાર કરતા હતા. જ્યારે તેમના બંને ભાઈઓ અબ્દુશ શમ્સ અને નૌફેલ અરસ પરસ ભાગીદારી કરી હતી. ઉમય્યા અબ્દે મુનાફનો ગુલામ હતો તે અબ્દુશ શમ્સની સાથે થઈ ગયો હતો. ઉમય્યાએ થોડા પૈસા ભેગા કર્યાહતા તે પછી તેની ઈચ્છા હાશિમની સાથે રહેવાની થઈ પણ હાશિમે તેનો ઈન્કાર કરી દીધો. હાશિમ સૈયદે બત્હા મહેબુબે કુરૈશ, સૈયદે કૌમ રીફાદહ (ખાનએ કાઅબાના રખેવાળ અને મહેમાન નવાઝ) તયા સક્કાઈ (પાણી પીવરાવવાની વ્યવસ્થા કરવા)ના ઉચ્ચ હોદ્દા પર બિરાજતા હતા. જ્યારે ઉમય્યા બદનામ, બદચલન અને બેફીકર, (ઉછાછળો) યુવાન હતો તે ઈચ્છતો હતો કે હાશિમના ઈન્તેકાલ પછી તેમના હોદા પર પોતે આવી જાય. કયાં ફઝીલતના માલિક એવા હાશિમ, અને કયાં બદચલન ઉમય્યા! આના કારણે ઉમય્યા એ હાશિમને જેમ તેમ કહેવાનુ. શં કર્યું. જેના પરિણામે વાત એટલે સુધી પહોંચી કે ઉમય્યાને દસ વર્ષ સુધી ‘તડી પાર’થવું પડયું તેથી ઉમય્યા શામ ચાલ્યો ગયો અને હાશિમ મક્કામાં જ રહ્યા.

ઈતિહાસકારો લખે છે કે: ઉમય્યાનો દ્વેષ એટલે સુધી પહોંચ્યો હતો કે તેની સતત ઉશ્કેરણીને લીધે અબ્રહાએ ખાનએ કાઅબા ઉપર હુમલો કર્યો હતો.

ઉમય્યા પછી તેનો પૂત્ર હર્બ જનાબે અબ્દુલ મુત્તલીબના યુગમાં આવ્યો એટલા માટેજ અરબ શાયર નફીલ બિન અબ્દુલ ગરાએ હર્બને સંબોધીને કહ્યું:

અબૂક મોઆહેરૂન વ અબૂહો ઉફફુન વઝાદલ ફીલા અન બલેદીન હરામ.

અનુવાદ: (અય હર્બ) તારો બાપ(ઉમય્યા) ઝીનાકાર હતો. અને અબ્દુલ મુત્તલીબના પિતા પાકીઝા અને નેક ચારિત્ર્યવાળા ઈન્સાન હતા. અબ્દુલ મુત્તલીબે હાથીઓને બલદે હરામ (મક્કા)થી ભગાડી મૂકયા હતા. આ (શજરે મલઉના) કાંટાળા થોરની ડાળીઓ વધતી રહી. હર્બ અને અબ્દુલ મુત્તલીબના યુગ પછી અબુ સુફયાન બિન હર્બનો યુગ આવ્યો. અબુ સુફયાનનું ચારિત્ર્ય અને કરતુતો વિશે કંઈ લખવાની જરૂર નથી. કારણ કે દરેક મુસલમાન એ વાત સારી રીતે જાણે છે કે પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની બેઅસત પછી તેમની૧૩વર્ષની મક્કાની જીંદગીમાં અબુ સુફયાને અનેક જાતના કાવત્રાઓ રચ્યા અને વિરોધી ઝુંબેશો ચલાવી એટલે સુધી કે આપ(સ.અ.વ.)ને મક્કાથી હિજરત કરીને ચાલ્યા જવું પડયું.

જ્યારે અબુ સુફયાનનો જીવ જોખમમાં આવી પડયો ત્યારે તેણે જાહેરી રીતે મઝહબે ઈસ્લામનો સ્વીકાર કરી લીધો પણ તેનું દિલ તો દ્વેષ અને ઈર્ષા દુશ્મનીથી ભરપુર જ રહ્યું.

ત્યારબાદ, મોઆવિયા બિન અબુ સુફયાનનો યુગ આવ્યો એહલે ઈલ્મ અને સત્યના ચાહક આલીમો અને તફસીરકર્તાઓએ તેમની કિતાબોમાં મોઆવીયાની જીવન પધ્ધતિનું વર્ણન કર્યુ છે અને મોટા ભાગનાઓ તેની પર લઅનત, ધિક્કાર અને ફીટકાર વરસાવ્યો છે એટલે સુધી કે મુગીરા બિન શેઅબાએ તો તેને કાફીર સુધ્ધા કહ્યો છે.

મોઆવિયાના જીવન ચરિત્રથી પરિચિત હોવા છતાં કેટલાક તંગનઝર લોકોએ તેનો ઢાંક પિછોડો કરવાના પ્રયત્નો કર્યા અને મોઆવિયાની ભૂલોને ખતાએ ઈજતેહાદી (જાણી બૂજીને કરેલી ભૂલો) ગણાવી.

પરંતુ જે હંમેશને માટે લાનતને પાત્ર બની ગયો હોય તેને સાદા ભોળા મુસલમાનો કેવી રીતે બચાવી શકે?

પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) એ ફરમાવ્યું: યા અમ્માર તક તોલેકલ ફેઅતુલ બાગીયહ. અય અમ્માર તમને એક વિદ્રોહી જૂથ કત્લ કરશે.

ઈતિહાસ સાક્ષી પૂરે છે કે જંગે સીફફીનમાં અમ્માર મૌલાએ કાએનાતના લશ્કરમાં હતા. મોઆવિયા તેના સામના માટે ગયો હતો.

સુયુતી એ મોઆવિયા વિશેની મુતવાતીર હદીસો નોંધી છે. જેમાંથી એક હદીસ નીચે મુજબ છે:

પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) ફરમાવે છે:

ઈન્ન અલીયયન યોહરેબુલ કાસેતીન વ હુમ મોઆવેયતે વ જુન્દોહ.

(શર્હે નહજુલ બલાગાહ૩૭/૧)

‘બેશક, અલી ઝાલિમો સાથે જંગ કરશે અને ઝાલિમો મોઆવિયા અને તેનો સમુહ છે.’બીજી એક હદીસમાં પયગમ્બર (સ.અ.વ.) અલી (અ.સ.) ને ફરમાવ્યું:

સિલ્મોક સિલ્મી વ હરબોક હરબી વ કાલ (સ) તોહરેબો મીન બઅદીન ના કેસીન વલ કાસેતીન વલ મારેકીન.

તમારી સુલેહ મારી સુલેહ છે. અને તમારી જંગ, મારી જંગ છે. પછી આપ(સ.અ.વ.) એ ફરમાવ્યું: અય અલી, મારા પછી તમે નાકેસીન અને ઝાલિમો સાથે જંગ કરશો. આ વિષયની વિગત માટે તારીખે ઈસ્લામનો અભ્યાસ કરવો. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે અલી (અ.સ.) સાથે જંગ કરનારા સમગ્ર લોકો મોઆવિયા સમાન જ હતા.

બારે ઈલાહા, પાકીઝા વ્યકિતઓ (શજર એ તૈયબા) ની સાથે જંગ કરનારાઓના અઝાબમાં વૃધ્ધિ કર.

અમીર શામ વિશે

(શજરએ ખબીસહ) કાંટાળા થોરની એક મહામોટી વ્યકિત અમીરે શામ વિશે આમ તો ઈતિહાસમાં એટલા બધા પ્રસંગો નોંધાએલા છે કે જો કોઈ સાધારણ વ્યકિત માટે કહેવામાં આવે તો તે કદાચ પોતાની આંખો ચાર કરવાની પણ હિંમત કરી ન શકે. પરંતુ સત્તાની લાલસા અને હુકુમતની લાલચમાં ઈન્સાન પોતાનું સ્વમાન અને શર્મો હયા પણ વેચી નાખતા અચકાતો નથી તેનું શું થાય! તેના વિશેની વધુ વિગત શર્હે નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ મોઅતઝલી અને રબીઉલ અબરાર ઝમખશરીમાંથી જાણી શકાશે. મુસાફીર ઈબ્ને ઉમરના જીવન ચરિત્રમાં તેનો ઉલ્લેખ ‘મસાલીબ બની ઉમય્યહ’હાફીઝ અબુ સઈદ ઈસ્માઈલ બિન અલી અલ-સમાન – હનફી સંપાદીત અને બેહજતુલ મુસ્તફીદ (શેખ અબુ ફત્હ સીરાની સંપાદીત)માં મળે છે. દીવાને હેસાન બિન સાબિતમાં પણ આ વિષયની મુખ્ય અને આશ્ર્ચર્યજનક વાતો પ્રત્યે માત્ર ઈશારો જ કરવામાં નથી આવ્યો પણ તેની ચોખવટ પણ કરવામાં આવી છે.

આ ઐતિહાસિક કિતાબો જ નહીં પણ ઈતિહાસના બીજા પુસ્તકોનો અભ્યાસ પણ ફાયદારૂપ બની શકશે એ પુસ્તકોમાં બની ઉમય્યાના ખાનદાનની એક એક વ્યકિતની જુદા જુદા પ્રસંગોની જુદી જુદી વિગતો અનેક રીતે રજુ કરીને તેનો પરિચય કરાવવામાં આવ્યો છે.

બારે ઈલાહા, અમને હક અને બાતિલ વચ્ચેનો ભેદ પારખવાની તૌફીક અતા કર.

યઝીદનો વંસ અને કુળ

કાંટાળા થોર જેવા અને ધુર્ત દરેક વ્યકિતના વંશ અને કુળ વિશે જાણવું હોય તો તે માટે સેંકડો પાનાના પુસ્તકની જરૂર પડે. અને આ સક્ષિપ્ત લેખમાં તે રજુ કરવું શકય નથી. તેથી કેટલાક લોકોના ઉલ્લેખ સાથે આ લેખ સમાપ્ત કરીશું. ઈન્શાઅલ્લાહ બીજા લોકો વિશે ફરી કયારેક વિગતવાર લખશું.

યઝીદના બાપ વિશે આપે જાણ્યું. હવે યઝીદની માં નો કિસ્સો સાંભળો. યઝીદની માં મયસુન બેજદલ ક્લબીની પૂત્રી હતી. શામની વિખ્યાત હલકી સ્ત્રીઓમાં તેની ગણના થતી હતી. તે ઝમાનામાં ઝીનાકાર અને વ્યાભીચારી સ્ત્રીઓને ‘સાહેબેર રાયાત’એટલે કે વાવટાવાળી સ્ત્રીઓ કહેવામાં આવતી. એવી સ્ત્રીઓના ઘરની ઉપર વાવટો ફરકાવવામાં આવતો હતો. જેથી લોકો એ વાત જાણી શકે કે આ બજારૂ અને વ્યભિચારી સ્ત્રી (વેશ્યા) નું ઘર છે.

મયસુન એક ખુબસુરત બજારૂ સ્ત્રી હતી. અમીરે શામ તેનો આશિક થઈ ગયો હતો. જ્યારે તેના પેટમાં યઝીદનો નુત્ફો (વીર્યબિંદુ) રહી ગયો ત્યારે મોઆવિયાએ તેને તલ્લાક આપી દીધી. યઝીદ તેનાજ ઘરમાં પૈદા થયો અને તેની માં ઉપરાંત બીજી કેટલીય બજારૂ સ્ત્રીઓનું દુધ પી ને ત્યાંજ ઉછર્યો. સુજ્ઞ વાચકો, બસ ઉપરની વાત જાણીને સમજી લો કે યઝીદને ‘અમીરૂલ મોઅમેનીન’કહેનારાઓ કેટલા ગાફીલ, નાસમજ છે.

યઝીદ આખો દિવસ કુતરાઓ સાથે રમતો, શિકાર અને શરાબમાં મસ્ત રહીને નકામી એશ આરામની બાબતોમાં સમય પસાર કરતો. યઝીદ જવાન થયો તે અરસામાં મોઆવિયાને જાણ થઈ કે તેને કોઈ બીજા સંતાન થઈ શકે તેમ નથી. તેથી તેણે યઝીદની જવાબદારી સ્વીકારી લીધી અને તેને ઉસ્તાદોને સોંપી દીધો.

યઝીદ શૈરો શાયરીનો શોખિન હતો અને તે હંમેશા રૂપાળી લલનાઓની શોધમાં રખડતો હતો.

ઈતિહાસકારો લખે છે કે: યઝીદની દેખરેખ રાખવા માટે યઝીદની માં એ એક ઈસાઈ (ક્રિશ્યયન) સ્ત્રીને રાખી હતી જે તાએફાએ બની કલ્બામાંથી હતી. એ ઔરત પણ બજારૂ (વેશ્યા) હતી. તેણે યઝીદને ઈસાઈયત (ખ્રિસ્તી ધર્મ) તરફ વાળવાનો પ્રયત્ન કરીને ઈસ્લામ અને મુસલમાનો પ્રત્યે દુશ્મની કરતો કરી દીધો હતો.

યઝીદ કાફર હતો

કેટલી અફસોસની વાત છે કે કેટલાક બાતિલ પરસ્ત અને કહેવાતા આલીમો યઝીદ અને મોઆવિયાની વકીલાત કરે છે. એટલુંજ નહીં, તેના નીચ અને હલકા કૃત્યોને મુસલમાનોથી છુપાવે છે. તેના દુષકૃત્યો અને અયબો માટે ખોટા બહાના કરે છે. અને બિચારા ભલા ભોળા મુસલમાનો તેની વાતોમાં ફસાઈ પણ જતા હોય છે.

યઝીદે ખુલ્લમખુલ્લા શબ્દોમાં ઈસ્લામના ઉચ્ચ સિધ્ધાંતો અને અકાએદનો સંપૂર્ણ રીતે ઈન્કાર કરી પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) પ્રત્યેના પોતાના દ્વેષ અને દુશ્મનીને જાહેર કરી દીધી. જ્યારેઅ એહલેબૈત અલયહેમુસ્સલામ ને કૈદી બનાવીને શામ લાવવામાં આવ્યા ત્યારે યઝીદે મલઉને આ શેર (કાવ્ય પંકિત) કહી જે તેના કુફ્રની સાક્ષી આપે છે. એ કાવ્ય પંકિતનો અનુવાદ નીચે મુજબ છે:

‘અય કાશ, જંગે બદ્રમાં કત્લ થઈ ચુકેલા મારા વડીલો જીવતા હોત તો તે નિહાળત અને ખઝરજ કબિલાની નેઝાઓ ચલાવવાની અવાઝ સાંભળત. મોહમ્મદ દેશ અને સત્તા સાથે એક રમત રમ્યા હતા. તેઓ પર ન તો વહી આવી હતી કે ન તો તેઓને કોઈ આસમાની ખબર મળી હતી. હું અવલાદે એહમદ (સ.અ.વ.) પાસેથી બદલો ન લેત તો મારી જાત ન કહેવાત. જો મારા વડવાઓ જોતે કે મે અવલાદે એહમદ (સ.અ.વ.) સાથે કરબલામાં કેવો વર્તાવ કર્યો હતો, તો તેઓ ખુશીના કારણે બેકાબુ થઈ જાત. અને એવા સુત્રો પોકારત કે: ‘અય યઝીદ, તારા હાથ કદી પણ શિથીલ (અપંગ) ન થાય.’મે હાશિમ સાથે આ બદલો મારા પિતાની ઈચ્છાને કારણે લીધો છે અને મેં મારા પિતાના હુકમને માનીને તેની ઈચ્છાને પૂરી કરી દીધી.’

(તારીખે તબરી૧૧/૩૫૭યઝીદ-વ-મોઆવીયા૧૧૧/૧૧૨)

ઉપરની કાવ્ય પંકિતથી સ્પષ્ટ થાય છે કે: યઝીદ વહી અને નબુવ્વતે પયગમ્બર ઉપર વિશ્વાસ (અકીદો) રાખતો ન હતો. તેણે પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ના રિસાલતના દાવાને માત્ર હુકુમત અને સત્તા પ્રાપ્તિ માટેનું બહાનું માન્યું હતું. તેણે તેના બાપનો ઈરાદો પણ સાફ સાફ જાહેર કરી દીધો.

આજે પણ સીધા સાદા મુસલમાન ઈમાન ન રાખવાવાળા યઝીદને અમીરૂલ મોઅમેનીન એટલેકે ઈમાન રાખવાવાળાઓનો સરદાર કહે છે.

આ લોકો કેટલા બેખબર છે?

આશરે ત્રણ વર્ષ પહેલા (લગભગ હી. ૧૪૧૦માં) એસોસીએશનના એક સભ્યને મહારાષ્ટ્રના એક શહેરમાં જવાનું થયું. તેમને શબે આશુરના એક સુન્ની ભાઈઓએ યોજેલા કાર્યક્રમમાં શામેલ થવાની તક મળી. તેમણે એક વકતાના મુખેથી સાંભળ્યું: આપણે ‘યઝીદ રઝીઅલ્લાહો તઆલા અન્હ’ને ખરાબ કહેવા ન જોઈએ. તે તો બહુજ સારા માણસ હતા. પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) તેમને ફૌજના સિપેહ સાલાર (નાયક) બનાવી મોકલતા હતા.’

આ સાંભળીને તેના પગ નીચેથી ધરતી સરકવા લાગી, લોહી ઉકળી ઉઠયું તેને એમ થઈ આવ્યું કે આ વકતાને મીમ્બર પરથી ખેંચીને ઉતારી લેવો જોઈએ. તેમણે શ્રોતાઓના મોઢા સામે જોયું તો તે પણ આ વાત સાંભળીને બહુ ખુશ થયા હોય તેમ લાગતું ન હતું. તેમણે આ સાંભળીને સબ્ર કરી, તકરીર પુરી થયા પછી લોકો તે વકતાને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા કે: જનાબ, પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં તો યઝીદનો જન્મ પણ થયો ન હતો તો પછી સીપેહસાલાર તો કયાંથી બન્યો હોય? આ પછી તેણે માફી માંગી. તેમ છતાં તેણે સીધા સાદા, ભલા ભોળા મુસલમાનોના દિલમાં યઝીદ પ્રત્યેની મોહબ્બતનો એક ભાવ ઉભો કરી દીધો. ‘શયતાન આવી રીતેજ પ્રચાર કરતો હોય છે?’

એહલેબૈત (.)ના દુશ્મન કોણ હોઈ શકે?

એક દિવસ યઝીદે ઈમામ હસન અલયહીસ્સલામને કહ્યું: હું ઘણા સમયથી તમને દુશ્મન માનું છું. ઈમામ હસન અલયહીસ્સલામે ફરમાવ્યું: તું સાચું કહે છે કારણ કે હું જાણું છું કે તારા પિતાના નૂત્ફા (યઝીદની માં ગર્ભવતી થઈ) તેમાં શયતાન શરીક થયો છે.

નિસંશય, જેની અવલાદમાં શયતાન શરીક થઈ જાય છે તે બધા આલે મોહમ્મદ (સ.અ.વ.) સાથે દુશ્મની રાખતા થઈ જાય છે.

યઝીદ જનાબે આઈશા સાથે શાદી કરવા માંગતો હતો!

માનવતાના ઈતિહાસમાંથી કરબલાના બનાવને બાદ કરી નાખીએ તો પણ યઝીદે અગણિત દુષ્કૃત્યો કર્યા છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આ દુષ્ટકૃત્યો એવા હતા જે માટે તેની ઉપર હંમેશા લાનત (ધિક્કાર ફીટકાર) કરવી જોઈએ.

‘યઝીદ ઉમ્મુલ મોઅમીન હઝરત આએશા સાથે શાદી કરવા માંગતો હતો.

(મીરાજે નબુવ્વત મોહદ્દીસે દેહલવી)

તે વખતે જનાબે આએશાની ઉમ્ર પચાસ વર્ષથી વધુ હતી. યાદ રાખજો કે: કુરઆને કરીમમાં રસૂલની પત્નીઓ સાથે શાદી કરવી મુસલમાનો માટે હરામ ગણાવી છે.

(સુરએ અહઝાબ)

‘એ કેવો ખલીફએ મુસ્લેમીન હતો જે હુકમે કુરઆન સુધ્ધા જાણતો ન હતો. બેશક, દિલના આંધળાઓ માટે આવોજ ખલીફા હોય છે.’

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *