“અસ્સલામો અલયક યા અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.)
“અસ્સલામો અલયક યા અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.) અસ્સલામો અલલ હુસૈન વ અલા અલી ઈબ્નીલ હુસૈન (અ.સ.) વ અલા અવલાદીલ હુસૈન (અ.સ.) વ અલા અસહાબીલ હુસૈન (અ.સ.) વ રહમતુલ્લાહે વ બરકાતોહ…”
બીરાદરાને મોઅમેનીન, સલામુન અલયકુમ,
ફરી એક વાર ઈ. હુસૈન (અ.સ.)ની યાદ તાજી થઈ ગઈ. ફરી દિલ ભરાઈ આવ્યા અને આંખો છલકાય ગઈ. ફરી યાદ આવી ગયા… હઝરત ઈમામ મહદી (અ.સ.) આપણા ગમગીન ઈમામ, જેઓ રાહ જોઈ રહ્યા છે… ક્યારે અલ્લાહ હુકમ કરે અને ઈમામ હુસૈન (અ.સ.)ના કત્લનો બદલો લઈ મોઅમેનીનના દિલોને ઠંડક પહોંચાડી શકાય… ગમે હુસૈન (અ.સ.) હંમેશાથી તાજો જ છે અને કયામત સુધી તાજો જ રહેવાનો છે. મોઅમીનોને તો ફકત નામે હુસૈન (અ.સ.) સંભળાય કે હૈયુ ભરાઈ આવે છે અને આંસુ વહેવા માંડે છે. આવો સાથે મળીને અઝાદારી મનાવીએ. આ લેખો થકી ઈમામ (અ.સ.)ને યાદ કરીએ. એમના સાથીઓને યાદ કરીએ. કદાચ બીબી જ. ફાતેમા ઝહેરા (સ.અ.) આપણાથી રાજી થઈ જાય… જીંદગી સફળ થઈ જાય…
આ ગમના દિવસોમાં દરેક મોઅમીનની ફરજ છે, ઈમામ (અ.સ.)ની યાદનો ફેલાવો કરે. આ ‘અલ-મુન્તઝર (અ.જ.)’ને વધારે વાંચક-વર્ગ મળે એ માટે અમોને આપના દોસ્ત-બિરાદરોના નામ સરનામા મોકલાવશો, જેથી એમને પણ આ અંક મોકલી શકાય. જો તમે ઈચ્છા હો કે તમને ‘અલ-મુન્તઝર (અ.જ.)’મળ્યા કરે તો આ સાથે બીડેલ પ્રશ્ન-પત્ર ભરી રવાના કરો. આપને ફકત ‘હા’ / ‘ના’અથવા ‘સાચુ / ખોટુ’જવાબો આપવાના છે અને સાથે બીડેલ કવરમાં ટીકીટ ચોટાડયા વગર મોકલી આપશો.
અમારી જવાબદારી – ઈમામ (અ.સ.) અને ઈસ્લામની માહીતી આપવી
તમારી જવાબદારી- અંક વાંચી સમજીને પ્રશ્ન પત્રો ભરી રવાના કરવા તેમજ બીજા મોઅમીનોને આ ‘અલ-મુન્તઝર (અ.જ.)’નો લાભ પહોંચાડવો. આશા છે આપતરફથી પ્રતિસાદ મળશે.
છેલ્લે આવો બધા સાથે મળી ઈમામે ઝમાના (અ.સ.) હ. હુજ્જત ઈબ્નીલ હસન (અ.સ.)ની ખીદમતમાં ગુઝારીશ કરીએ… ક્યાં છો એ ઈમામ હુસૈન (અ.સ.)નો બદલો લેવાવાળા જલ્દી આવો કે જેથી આપની ઝિયારત કરીએ અને આપની સાથે ઈમામ હુસૈન (અ.સ.)નો બદલો લેવા આપના લશ્કરમાં શામેલ થઈએ…’
વસ્સલામ – ઈસ્લામની સેવામાં
‘એસોસીએશન ઓફ ઈમામ મહદી (અ.સ.) પો.બો. નં. ૫૦૦૬, મુંબઈ – ૪૦૦૦૦૯
Comments (0)