આશુરાના દિવસે જનાબે ઝયનબ(સ.અ.)
પ્રસ્તાવના:
અલ્લાહની મશીય્યત:
ઇરશાદે બારી તઆલા છે કે અમને અમારા અસ્માએ હુસ્નાથી પુકારો, અમે તમારી અવાજ ઉપર લબ્બૈક કહેવા તય્યાર છીએ. અંબિયા અને મુરસલીન અને તેમના અવસીયા પૈગામ લઇને ફરિયાદીની ફરિયાદે પહોંચવા માટે આવતા રહ્યા. આ સિલસિલો દુનિયાને બનાવવાથી લઇને આજ સુધી અને કયામત સુધી કોઇ ન કોઇ સ્વપમાં શ છે અને શ રેહશે. આ લાંબા એટલે કે ખુબ જ દૂરથી આવવાવાળી અને બહુ જ દૂર સુધી જવાવાળી મુદ્દતનું કેન્દ્રબિંદુ રોઝે આશુરાએ મોહર્રમ છે જે ઇલાહી યોજનાના સ્વપોને એક તરફ ભૂતકાળના માર્ગદર્શનના નિશાનોની ઓળખ સ્થાપિત કરે છે અને જીવંત અને કાયમી રાખેલ છે તો બીજી તરફ ભવિષ્યમાં ઇન્સાનીય્યતની ઝમાનત માટે દરેક મંઝિલ પર પ્રકાશનો મિનારો સ્થાપી દીધો જેથી સજા અને જઝાના દિવસે અલ્લામા ઇકબાલના કૌલ પ્રમાણે:
શિકવા અલ્લાહસે ખાકમ બદહન હૈ મુજકો કેહને કા કોઇ જવાઝ બાકી ન રહે
ખુરશી માટે રાજકારણ એટલે કે હુકુમત કરવા માટે:
શું તુ તેને ખલીફા બનાવીશ જે દુનિયામાં ખુન વહાવશે. આ અવાજ મલાએકાના સમૂહમાંથી બુલંદ થઇ હતી અને આ અવાજ સાંભળીને એ મખ્લુક જે મલાએકાની સફમાં આવી હતી એટલે કે શૈતાન એ વિરોધ પ્રદર્શીત કરતા કહ્યુ કે અમે માટીના બનેલા બંદા પર ફઝીલત અને ઉચ્ચતા રાખીએ છીએ. આ અવાજ મખ્લુકની હતી જેણે પોતાની ઇબાદત વડે મલકુતી મખ્લુકને પણ પાછળ રાખી દીધી હતી. અહીં દરેક અક્કલમંદ અને સમજુ માણસ આ હકીકતથી તો ઇન્કાર નથી કરી શકતો કે તાગુતની જુરઅત કેટલી છે કે જે કુન ફયકુનના માલિકની સામે ઉભો થઇ ગયો અને અલ્લાહે પોતાના આદિલ હોવાની બુનિયાદ પર ફેંસલો કર્યો અને તેને બેહકાવવા અને ગુમરાહ કરવા માટે ચોક્કસ સમયની મુદ્દતની મોહલત મળી ગઇ અને તે પોતાની રહીમીય્યતની સાથે દરગાહે ખુદાવંદીમાંથી ધુત્કારેલો થયો. કાબિલ કે જે એકસો વરસ સુધી હાબીલની લાશથી શૈતાનની સાથે રમતો રહ્યો. તે સમયથી લઇને આજ સુધી આ સત્તા ચલાવવાની રાજનીતિએ મઝલુમોના હક્કોને હાંસિલ કરવાની રાજનીતી, અંધકારના દરિયામાં જ નહી લોહીના વેહતા દરિયાઓમાં પેહલા ઘોડા દોડતા હતા. હવે બોંબ અને ઝેરીલા ગેસથી બિચારાઓના ઘરોને પાડી દેવામાં આવે છે. માસુમ બચ્ચાઓને આગના હવાલે કરી દેવામાં આવે છે, અગર જીવતા છે તો પોતાની એ માતાઓની છાતીથી લાગેલા છે જેનું દૂધ સુકાઇ ગયુ છે.
૨૨ મી સપ્ટેમ્બર ઇ.સ. ૨૦૧૪ નું ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વાંચો. ઇરાકના ફૌજી આગેવાનોએ બયાન આપ્યુ છે કે ISISએ અમેરિકાની ઘડેલ છે અને અમેરિકાનુ બયાન વાંચો એકદમ શરાફતની સાથે ઇન્કાર પણ છે અને તેને ખત્મ કરવાની વાતો પણ છે. આજની દુનિયામાં તેઓ જ આતંકવાદી ગુલામ બનાવી રહ્યા છે અને ઔરતોના નસીબમાં ફરીથી કનીઝી આવી. પરંતુ આ જ કરબલા અને આસપાસની જમીન છે જ્યાંના જાંબાઝ સિપાહીઓ આ ઝુલ્મના પૂરનો આજે પણ સામનો કરી રહ્યા છે.
કરબલાની અગાઉ અને કરબલાની પછી (કરબલાથી મુરાદ આશુરાનો દિવસ છે) એ ઝુલ્મોનો સામનો અંબિયા, અવસીયા, અવલીયા અને તેઓની હિદાયતના અનુયાઇઓ જ કરતા રહ્યા અને તાગુતી તાકાત જેવી રીતે ઉપર બયાન કરી ચુક્યા છીએ તેની સામે અડીખમ રીતે સામનો કર્યો અને કરી રહ્યા છે.
આવો કરબલાનો આશુરનો દિવસ કેવી રીતે અલ્લાહની શાનના પ્રદર્શનનું કેન્દ્રબિંદુ છે, જે ભૂતકાળમાં સાચા હાદીઓની તબ્લીગની હ છે અને ભવિષ્યમાં સદીઓથી લઇને ઇમામ (અ.સ.)ના ઝુહુર સુધી એહમદે મુરસલ(સ.અ.વ.)ની દુઆઓનો પ્રકાશિત સુરજ છે, તેના અડધા ભાગનો અભ્યાસ કરીએ. અડધો હિસ્સો એટલા માટે કહ્યુ કે કરબલા બે પવિત્ર હસ્તીઓની તસ્લીમ અને રેઝા ઉપર કાએમ થઇ, એક ઇમામ હુસૈન(અ.સ.) ફરઝંદે રસુલ ખત્મુલ મુરસલીન (સ.અ.વ.) અને બીજી ઝાત જનાબે ઝયનબ(સ.અ.) જેઓ સય્યદતુન્નીસાઇલ આલમીન ખાતુને જન્નત(સ.અ.) અને જનાબે આસીયા, જનાબે મરયમ અને જનાબે હવ્વાની વારસદાર હતા.
જનાબે ઝયનબ(સ.અ.)નો કિરદાર આશુરાના દિવસે જે તમામ એહલે ઇસ્લામની ખાતુનો માટે એક માપદંડ અને અજોડ મિસાલ છે અને અતિશયોક્તિ ન સમજવામાં આવે તો જાણે તે દિવસે આપની હયાતની દરેક પળ એક એવી કિતાબ છે, જેમાં હોસલો તોડનાર અને સખ્ત મુસીબતમાં હિમ્મત, જુરઅત, સબ્ર, શરીઅતની હદોની સુરક્ષા, નમાઝ, રોઝાની તલ્કીન, પાક દામની, ઇસ્મત, ઇઝ્ઝત, વકાર ટુંકમાં તમામ પ્રશંસનીય સિફતો જે એક અલ્લાહની તરફથી નિયુક્ત કરેલ માર્ગદર્શન કરવાવાળી વ્યક્તિમાં હોવી જોઇએ જોવા મળે છે અને દુનિયાની તમામ ઔરતો માટે આસ્માની માપદંડ છે, જે સારલ્લાહની શાહીથી જીવલેણ પ્યાસની શીદ્દતના પાનાઓ પર લખવામાં આવી. અફસોસ એ વાતનો છે કે ઇસ્લામી વર્તુળમાં રેહવાવાળા એ લોકો કે જેના હાથમાં કલમ છે, વિચાર શક્તિ છે, ફિક્ર છે, તીવ્ર યાદ શક્તિ છે, ઇસ્લામી ઇતિહાસનો સૌથી મોટો હાદેસો કે જેને કરબલાઇયત કેહવામાં આવે છે તે તેમની સામે જ છે, અને એવુ પણ નથી કે હકીકતોની રોશની પર બાતિલના અંધારાઓ છવાયા છે પરંતુ તેનાથી જાણી જોઇને અજ્ઞાનતા વર્તે છે.
તાઅસ્સુબ (પક્ષપાત)ના ઘાટા પડદા અક્લ અને સમજણ પર પડી ગયા છે અને સત્તાની ચળવળમાં ઔરતોએ જે હિસ્સો લીધો છે અને કિરદાર અદા કર્યો છે તેના પર કલમ ચલાવી રહ્યા છે. આવી જ રીતે ‘ઇસ્લામની બહાદુર ઔરતો’ના શિર્ષક હેઠળ અલીગઢ યુનીવર્સીટીના એક લેખકે લખ્યુ છે. અન્ય ગેર ઇસ્લામીક લોકોમાં આવા હજારો ઉદાહરણો મળી આવે છે. ઇસ્લામની સૌથી મોટી દુ:ખની વાત આ જ છે કે ઇન્સાફ પસંદ બની હાશિમની એ બહાદુર, હિંમતવાન, સબ્ર અને અડગતા ધરાવનાર ઇસાર અને કુરબાની પર ફખ્ર કરનાર, બાવકાર ખાતુનો તરફથી પક્ષપાત અને તાઅસ્સુબના લીધે મોઢુ ફેરવે છે. આથી તેના જવાબમાં પરવાના અને વદવલ્વી મર્હુમે ‘કરબલાની બહાદુર ખાતુનો’ પર લખીને જડબાતોડ જવાબ આપ્યો છે.
હઝરતે ઝયનબ(સ.અ.) આવી જ બહાદુર ખાતુનોની સરદાર હતી કે જેમણે આશુરાના દિવસે પોતાના ભાઇના મીશનમાં ઝોહરના હંગામ સુધી ભરપૂર તરીકાથી મદદ કરનાર અને સાથ આપનાર છે અને શામે ગરીબાના હંગામ સુધી એકલા અને અટુલા એક તરફ ઇમામે વક્તની હિફાઝત અને બીજી તરફ ઇસ્મતો તહારતના ઘરાનાની ઔરતો અને લગભગ બની હાશિમના ૩૮ બચ્ચાઓને બચાવવામાં કોઇ શાયરના શેર મુજબ ‘ઝયનબ કભી અબ્બાસથી તો કભી શેર ખુદા અલી થી’ માનનીય વાંચકો! આશુરના દિવસનો કયામત અંગેઝ હંગામ અને રસુલ(સ.અ.વ.)ની ઇતરતે એ પરિસ્થિતિમાં કેવી રીતે મુસીબતોનો સામનો કર્યો છે. કલેજામાં માત્ર સાંભળીને તિરાડ પડવા લાગે છે કે એ મોઅઝ્ઝમા કે જેનું નામ ઝયનબ (સ.અ.) હતુ કેવી રીતે એ મઝલુમોના માટે રક્ષણના ફરાએઝ અંજામ આપ્યા હશે. આ હકીકતને જોશે પોતાના એક બંદમાં એકદમ સ્પષ્ટ અને સમયની એવી તપીશ કે આંખોમાં છાલા પડી જાય એક જલક આપી છે.
લુકે જકડ ચલ રહે થે, ગૈઝમેં થા આફતાબ
સુર્ખ ઝર્રોકા સમંદર, ખા રહા થા પેચો તાબ
તશ્નગી, ગરમી, તલાલુમ એક દહશત ઇઝતેરાબ
કયોં મુસલમાનોકી મંઝિલ ઔર આલે બુતુરાબ
કિસ ખતા પર તુમને બદલે ઉનસે ગિનગિન કર લિયે
ફાતેમાને ઇનકો પાલા થા ઇસી દિન કે લિયે
આ સખ્ત મંઝિલ પર હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના એ ઇમ્તેહાનનો સમય આવી ગયો હતો જ્યારે ખુદાવંદની કુદરત આવાઝ દેવાવાળી હતી “ઇરજેઇ અને એ સમયે જનાબે ઝયનબ(સ.અ.)નો કિરદાર દરેક પળનો એક ઇતિહાસ લખી રહ્યો હતો જેને જોશે પોતાના બંદમાં લખી લીધો છે.
ઝોહરકે હંગામ જબ જુકને લગા કુછ આફતાબ,
ઝોકે તાઅતને દિલે મૌલામેં ખાયા પેચો તાબ
આકે ખૈમેંસે કિસીને દૌડ કર થામી રકાબ,
હો ગઇ બઝમેં રિસાલતમેં ઇમામત બારયાબ
તશ્નાલબ ઝર્રોંપે ખૂને મશ્ક બુ બહને લગા
ખાક પર ઇસ્લામકે દિલકા લહૂ બહને લગા
આ બંદમાં જનાબે ઝયનબ(સ.અ.)ની હિંમત અને અલ્લાહે અતા કરેલ બહાદુરીની એક પૂરી દાસ્તાન સામે આવી જાય છે.
ખ્સતીના સમયે જનાબે ઝયનબ(સ.અ.)એ ભાઇને તેમની સવારી પર સવાર કર્યા હતા, જંગ થઇ હતી, હુસૈન (અ.સ.)એ જંગ કરી અને જનાબે ઝયનબ(સ.અ.)એ ભાઇની જંગ જોઇ અને આપની નિગાહમાં હુસૈન(અ.સ.) જ્યારે જંગ કરી રહ્યા હતા, જ્યારે આપની તલ્વારના વારથી અને હુમ્લાથી કુફી અને શામી પીછેહઠ કરતા હતા, આ મંઝર જનાબે ઝયનબ(સ.અ.)એ ન જોયુ હોત તો શામના ભર્યા દરબારમાં શિમ્ર મલઉનને જડબાતોડ જવાબ આમ કહીને ન આપ્યો હોત “શું બકવાસ કરે છે, અય મલઉન! જ્યારે મારા ભાઇ હુસૈન(અ.સ.)એ હુમલો કર્યો હતો તો તારી ફૌજના બુઝદિલ સિપાહી કુફાની ફસીલ (દિવાલ)થી ટકરાઇ રહ્યા હતા આ પણ એ જંગનો ઉલ્લેખ છે જેને એક તરફી જંગ કહી શકાય. શું કોઇ દિવસ ક્યાંય એવુ થયુ છે કે ત્રણ દિવસના તરસ્યા હુસૈન(અ.સ.) આ નમક હરામ લશ્કરીઓમાં તલ્વારથી હુમ્લો કરી રહ્યા હતા જેની સંખ્યા ઓછામાં ઓછી ૩૦,૦૦૦ બતાવવામાં આવે છે અને હુસૈની ખૈમાગાહમાં હવે કોઇ બાકી ન હતુ, સિવાય એક બહેન હતા જેની પનાહ અને આશરામાં આખો કબીલો હતો. જરા આશુરનો દિવસ કેવી રીતે શ થયો અને કેવી રીતે તેની સાંજ થઇ તેની એક જલક જોઇ લઇએ.
આશુરનો દિવસ:
આવો જનાબે ઝયનબ(સ.અ.)એ આશુરની સવારથી શામે ગરીબા સુધી કેવો કિરદાર અદા કર્યો, જે મસાએબની મંઝિલ પર ઇન્સાની સ્વપમાં રહીને કોઇ બીજી વ્યક્તિ સબ્ર અને સહનશક્તિ પર કાએમ રહેવા માટે દાવો કરવો તો દૂરની વાત છે, વિચારી પણ નથી શકતો. એટલા માટે જ તો આપને ઉમ્મુલ મસાએબ કહેવામાં આવે છે.
સવાર થઇ પૂર્વનો દરવાજો ખુલ્યો, સુર્યના કિરણો હજુ જમીન પર ફેલાઇ રહ્યા હતા, અલીઅકબર (અ.સ.)ની અઝાન વાતાવરણમાં ગુંજી ગઇ હતી. બાવફા અસ્હાબ માસુમ ઇમામની ઇમામતમાં નમાઝે ફજ્ર અદા કરી ચુક્યા હતા. સઇદ, નમાઝ ગુઝારોની હિફાઝતમાં એટલા તીર પોતાના સીના પર રોકી ચુક્યા હતા કે નમાઝીઓની નમાઝ ખત્મ થવા સુધી જીવતા રહ્યા અને પછી ઝખ્મો સહન ન કરી શક્યા અને શહીદ થઇ ગયા.
આમદમ બર સર એટલે કે ઇમામની મશ્ગુલીયતનો સિલસિલો શ થઇ ગયો. (એટલે શાયરના કૌલ મુજબ:
કભી લાશ ઉઠાઇ કભી રો દિયે
ઇસી શુગલમે શાહ દિન ભર રહે)
અહીં રોકાઇને આ દિવસ ઇસ્લામની સંસ્કૃતિના ખાસ તત્વોએ પોતાના મુલ્યોને કાયમ રાખ્યા છે અને પૂરી સંસ્કૃતિની સ્વપ સામે આવ્યુ છે. આમા જનાબે ઝયનબ(સ.અ.)નો કિરદાર કેવી રીતે જગમગી રહ્યો છે આને ટુંકમાં વર્ણવી દઇએ.
જનાબે ઝયનબ(સ.અ.) અને ઇસ્લામી સંસ્કૃતિ:
ઇસ્લામીક કલ્ચર અથવા ઇસ્લામી સંસ્કૃતિની બુનિયાદ જે કાનૂનો પર સ્થાપિત છે તેની બે શાખા છે. એક હિસ્સો ઔરતોનો છે અને બીજો હિસ્સો મર્દોનો ઘરની બહારના મામલાઓને લગતો છે. જેમાં ઘણી બધી શાખાઓ છે. જેમકે રીત-રિવાજ, શાદી, વેપાર, લેણ-દેણ, ખેતી અથવા અન્ય આર્થિક બાબતોને લગતા મૈદાનમાં કાર્યક્ષમતા. ઇસ્લામે મર્દની કાર્યક્ષમતાની શાખાને ઔરતોની કાર્યક્ષમતાની શાખાથી થોડુક આ રીતે અલગ રાખ્યુ છે. આ બંને જાતિઓ પોત પોતાના મૈદાનમાં પોત પોતાની ફરજો અંજામ આપે છે. જેના ઉસુલ શરીઅતના દ્રષ્ટિકોણથી ગોઠવેલા હોય છે. તેનું મઝહર સામે આવ્યુ છે. આ એક વિશાળ વિષય છે જેના પર ઘણી બધી કિતાબો લખાઇ ચુકી છે. બસ તેનો સાર એ છે કે જીંદગીનો સંપૂર્ણ ઇસ્લામી નિઝામ વ્યક્તિગત અને સામાજિક રીત-રિવાજોને ખત્મુલ મુરસલીનની પવિત્ર જીંદગીની સિરત અને કુર્આનના એહકામની બુનિયાદ પર એક બંધારણ ઘડવામાં આવ્યુ છે અને તેની હેઠળ ઔરતોનુ અમલનુ મૈદાન ઘરને સંભાળવુ, બાળકોની પરવરીશ, સમાજની ઔરતો સાથે સંબંધ, તેમની દરમિયાન ઇસ્લામી તાઅલીમાતનો પ્રચાર અને પ્રસાર વિગેરે વિગેરે.
ત્યાર પછી મર્દોના કાર્યનુ વર્તુળ ઘરની બહાર વધારે કાર્યક્ષમતાનું છે. સમાજ, અર્થતંત્ર અને જીંદગીની જુદી જુદી શાખાઓ વિગેરે છે. જેમાં એક સ્પષ્ટ ફરક જે અન્ય મઝહબો અને મઝહબે ઇસ્લામમાં છે તે એ છે કે ઇસ્લામ અને હુકુમત બનાવવાના પરિબળો એક છે. બીજા મઝહબોમાં હુકુમત બનાવવી અને મઝહબને અલગ અલગ રાખવામાં આવ્યુ છે. વિગત માટે માનનીય ઓલમા જે શોધ અને સંશોધનના મૈદાનમાં પ્રવૃત છે તેઓની તરફ જુ કરવું જોઇએ અને શીઆ મઝહબમાં તકલીદ કરવાવાળા માટે તવઝીહુલ મસાએલ એક સંપૂર્ણ હિદાયત છે.
ખુદા બેહતર જાણે છે કે કરબલાનો એ કણ બનાવ જેની શઆત ૨૮ રજબ હિ.સ. ૬૦ માં થઇ અને આશુરાના દિવસે કમાલની મંઝિલ પર પહોંચી. એક ઇસ્લામી જીંદગીના સંપૂર્ણ નિઝામને ઘેરી લીધેલ છે. આના પર સ્વતંત્ર ઇસ્લામના એ આલિમ જે એહલેબૈત(અ.મુ.સ.)થી રસુલ (સ.અ.વ.)ના ફરઝંદોના નેતૃત્વના પણ માનવાવાળા છે પોતાની ઇલ્મી કાબેલીયતના થકી જાહેર અને રોશન કેમ નથી કરતા? લેખકે જોયુ છે કે અબ્દુલ કાદિર તાહેરી ઇન્સાફ તરફ વલણ જર ધરાવે છે પણ એવુ લાગે છે કે બે લાઇનની વચ્ચે તેઓની ફિક્ર છુપાયેલી છે. કરબલા સંપૂર્ણ રીતે ઇસ્લામી વ્યવસ્થા હેઠળ છે તેને સાબિત કરવામાં ટૂંકી વિચારધારાથી કામ લીધુ છે.
આશુરાનો દિવસ:
અમૂક આવી જ વિચારધારાની રોશનીમાં દિમાગમાં ધીરે ધીરે પ્રશ્ર્નો ઉદ્ભવે છે અને જ્યારે તેને જવાબ મળી જાય છે તો દિલના સુકુનનુ કારણ બને છે.
(૧) શું કરબલાની જંગ એક સ્વતંત્ર જંગના સ્વપને સામે લાવે છે?
(૨) શું જંગનો નકશો માત્ર એક તરફનો હતો?
(૩) શું જંગની પેહલા નેઝા ઉપાડવાવાળાઓની સફો, તીરંદાઝોની સફો, પ્યાદા, ઘોડે સવારોના ટોળા અને આગળ તેઓના સરદાર. યઝીદની ફૌજે તેનો નકશો તૈયાર કરી લીધો હતો?
(૪) સૌ પ્રથમ પાણીની નહેર પર પહેરો, આ કઇ યોજના હેઠળ હતો?
(૫) યઝીદની તરફ લશ્કરમાં માત્ર સિપાહી હતા, તેનો બંદોબસ્ત હતો, હથિયારો પુષ્કળ હતા, એક ટોળુ બીજા ટોળાની અવાજ પર કાન દઇને સાંભળતુ હતુ.
(૬) યઝીદની ફૌજમાં ન તો બાળકો હતા, ન ઔરતો હતી, ન તો ઉગતી વયના તરબીયત પામેલા કિશોરોનું લશ્કર હતુ.
જવાબ:
(૧) કરબલાની જંગ: હુસૈન(અ.સ.) એક કાફેલાની સાથે કરબલામાં દાખલ થયા હતા. કોઇ ઇતિહાસ નથી બતાવતો કે હુસૈન(અ.સ.)ના આ કાફેલાએ પેહલા કોઇ જંગના મૈદાનનો નકશો તૈયાર કરીને એક યોજના હેઠળ જંગ પર તૈયાર થઇ ગયા હોય.
(૨) આશુરાનો દિવસ: એક બની હાશિમ આ કાફેલાને જંગનું સ્વપ આપી દેવામાં આવી જેનો જંગનો કોઇ ઇરાદો ન હતો એટલે કે આ એક તરફી જંગના પ્લાનની સામે જાણે સંપૂર્ણ ઇસ્લામી જીંદગીની વ્યવસ્થાએ અડખમ રહીને મુકાબલો કર્યો હતો એ ઇસ્લામના બુઝદિલ દુશ્મનોથી કે જેઓનુ કાવત હતુ અગર હુસૈન(અ.સ.) તુટી ગયા તો પુરો ઇસ્લામ ફક્ત હુકુમતના વેરવીખેર રાજકારણના હાથોમાં આવી જશે. જેનો એહસાસ મરતી વખતે અમે્રઆસે કર્યો હતો અને જેનો સાક્ષી તેનો કસીદએ જલીલીઆ છે.
વિગતવાર માહિતીને દૂર કરવી:
જ્યારે એક એવો કાફેલો જે હુસૈન(અ.સ.)ની સરદારીમાં પોતાની રાહ તરફ ચાલી રહ્યો હતો જેને રોકવામાં આવ્યો અને આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.)એ સંપૂર્ણ ઇસ્લામી જીંદગીની વ્યવસ્થાનો એક ક્ષિતિજ નકશો દુનિયાની સામે રાખી દીધો તો ઇસ્લામની રોશની ફેલાવવા લાગી.
જનાબે ઝયનબ(સ.અ.):
દુનિયાના ઇતિહાસમાં ન તેમની મિસાલ મળી છે અને ન મળશે કે આટલા બધા લશ્કરી લોકોને આટલા ઓછા મુજાહીદોની સંખ્યાએ એવી રીતે ભયભીત કરી દીધા કે મદીનાને બરબાદ (હર્રાનો બનાવ) કર્યા પછી બની હાશિમના મહોલ્લા તરફ યઝીદી ફૌજે આંખ ઉંચી કરીને જોવાની હિંમત ન કરી.
હુસૈન(અ.સ.) પોતાની ઇસ્લામી તેહઝીબ જેના આપ અંબિયા(અ.મુ.સ.)ના વારસદાર હતા એવી રીતે ૩૦ હજારની ફૌજથી ટકરાયા કે ઇમામ હુસૈન(અ.સ.)ની દ્રઢતા અને મક્કમતાને સમજવા માટે દુનિયાના વિદ્ધાનો આશ્ર્ચર્યમાં ડુબી ગયા છે. જેવી રીતે જીંદગીના ઇસ્લામી નિઝામની આપના જદ્દે બુનિયાદ નાખી હતી, તેનો ઉમદા નમૂનો કરબલા છે. બે હિસ્સાથી વેહચાયેલ પરિબળો પર વિચાર કરીએ. ખૈમાઓની બહાર રણનુ મૈદાન હતુ. હઝરત અબ્બાસ(અ.સ.)એ ઇમામ (અ.સ.)ની પાછળ પાછળ કાન ધરેલા હતા કે ઇમામ (અ.સ.)નો શું હુકમ થાય છે. આ બાજુ મુખદ્દરાતે ઇસ્મતો તહારત (એહલેબૈત અ.મુ.સ.ની પવિત્ર ઔરતો) અને લગભગ ૩૮ નાના માસુમ બચ્ચાઓ પ્યાસની શીદ્દતથી બેહાલ, અર્ધમૃત, હોઠ સુકાઇ ગયા હતા, ચેહરા મુર્જાયેલા હતા પરંતુ દરેક જનાબે ઝયનબ(સ.અ.)ના હુકમના મુન્તઝીર, હઝરત અબ્બાસ(અ.સ.)ની જેમ જનાબે ઉમ્મે કુલસુમ, જનાબે ઝયનબ(સ.અ.)ની સાથે સાથે હુકમની પૈરવી કરતા હતા.
સવારથી એક પહોરની જંગ સુધી બાવફા અસ્હાબ કફન જેવા ખુનવાળા લિબાસમાં શહાદતનો જામ પીને પોતાના મૌલા પર પોતાની જાન કુરબાન કરી ચુક્યા હતા. બધાની લાશો ક્રમાનુસાર રાખવામાં આવી હતી. કોઇ ઇતિહાસ, કોઇ મકતલની કિતાબમાં ક્યાંય પણ એક રિવાયત મળતી નથી કે કોઇ બીબી પ્યાસની શીદ્દતની ફરિયાદથી અને તે ખોફનાક માહોલમાં હોશ ગુમાવીને અથવા પોતાની જાતને ભૂલીને ખૈમાથી એક ડગલુ બહાર નીકાળ્યુ હોય. આ વ્યવસ્થા, આ સુવ્યવસ્થા, આ ફિદાકારીનો જઝબો જનાબે ઝયનબ (સ.અ.)ના કિરદાર અને આપની હક્કાનીયત અને આપની તાલીમ અને આપની લાગણીની હેઠળ હતી.
સુરજ જ્યારે એક પહોર ગુજારીને બે પહોરની તરફ આગળ વધી રહ્યો હતો. બની હાશિમના જવાનો જેના માટે મીર સાહેબે કહ્યુ છે:
સબ કે ખો કા નૂર સિપહરે બરીં પે થા
અઠ્ઠારાહ આફતાબો કા ગુંચા ઝમીં પે થા
એક પછી એ બધા શહીદ થઇ ગયા ત્યાં સુધી કે અલી અસ્ગર પણ શહીદ થઇ ગયા:
નન્હી સી કબ્ર ખોદ કે અસ્ગર કો ગાડ કે
શબ્બીર ઉઠ ખડે હુવે દામન કો જાડ કે
છેવટે બે પહોરનો સુરજ પણ આગ વરસાવવા લાગ્યો. હુસૈન(અ.સ.) એકલા છે, આબિદે બિમાર(અ.સ.) ખાલિકના સજ્દામાં છે. બેહોશીની હાલત પણ છવાઇ જાય છે. બચ્ચાઓ કે જેની સંખ્યા ૩૮ બતાવવામાં આવે છે, ખાલી કુજાઓ હાથમાં લઇને ક્યારેક આંખો કમઝોરીથી બંધ કરી લેય છે, ક્યારેક કમઝોર અવાજમાં પાણીનો સવાલ કરે છે. ઇસ્મતો તહારતની ખાતૂનોની પ્યાસની શીદ્દતના કારણે કેવી હાલત થતી હશે તે હાલતનુ વર્ણન કરવુ અશક્ય છે. જ્યારે જાનવર અર્ધમૃત હાલતમાં થઇ રહ્યા હતા. આવા માહોલમાં દરેક ખૈમાની ખબર લેવી, બચ્ચાઓને સંભાળવા, સબ્રની તલકીન કરવી, ફિદાકારીના જઝબાને જોશ દેવડાવીને સાથ કાયમ રાખવો, દરેક બીબીની ગિર્યા અને જારી પર સાબિત કદમીને બાકી રાખવા માટે સારા અંજામનુ યકીન દેવડાવવુ. જાણે કે જનાબે ઝયનબ(સ.અ.) તમામ ઔરતોના માહોલ પર છવાએલા હતા.
દાખલા તરીકે જનાબે કાસીમ(અ.સ.)ની પામાલ લાશ આવી ઉમ્મે ફરવાને સંભાળ્યા, અલી અકબર(અ.સ.)ની લાશ આવી, હુસૈન(અ.સ.)નુ ધ્યાન ગમ ઓછો કરવા પોતાની તરફ વાળ્યુ. અબ્બાસ અલમદારના કપાએલા હાથો આવ્યા જનાબે સકીના(સ.અ.)ને સંભાળ્યા. અગર જોવામાં આવે તો ખુદાની કુદરતનુ એટલે જનાબે ઝયનબ(સ.અ.) મઝહર હતા. એક જનાબે ઝયનબ(સ.અ.) અને એક ઉમ્મે કુલસુમ(સ.અ.) સાથે સાથે પોતાનો કિરદાર એવી રીતે અદા કરી રહ્યા હતા કે કોઇ બીબી માટે એવી નિશાની નથી મળતી કે તેણે શરીઅતની હદોની બહાર પગ રાખ્યો હોય. તેમાં દરેક બીબીનો પોતાનો કિરદાર તો છે જ પરંતુ સહારો દેવાવાળા અલી(અ.સ.)ની શેર દિલ બેટી હતા.
એક તરફ ટુંકાણમાં નકશો નજર સામે રાખો અને જનાબે ઝયનબ(સ.અ.)ની હિંમત અને હોંસલો અને સહનશક્તિ તેમજ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની નુસરતનો મિર્ઝા દબીરના આ બંદથી અંદાજો લગાવો
હુસૈન જબ કે ચલે બઅ્દે દો પહર રન કો ન થા કોઇ જો થામે રકાબ તોસન કો,
સકીના જાડ રહી થી અબા કે દામન કો હુસૈન ચુપ કે ખડે થે જુકાએ ગરદન કો,
ન આસરા થા કોઇ શાહે કરબલાઇ કો ફકત બહનને કીયા થા સવાર ભાઇ કો
હુસૈન(અ.સ.)ની શહાદત પછી હવે જનાબે ઝયનબ (સ.અ.)ની જવાબદારી કેટલી વધી ગઇ કોઇ તેનો અંદાજો લગાવી શકાતો નથી. માલો સામાન લુટાઇ ગયો, ખૈમા સળગાવી દીધા, શરીઅતના રક્ષણહાર જનાબે ઝયનબ (સ.અ.) ઇમામે વક્તને મસઅલો પુછી રહ્યા છે: ઇમામે વક્ત બતાવો કે બળીને ખૈમામાં જાન આપી દઇએ કે ખૈમામાંથી બહાર નિકળીએ? ઇમામ(અ.સ.)એ જવાબ આપ્યો: ખૈમામાંથી બહાર નિકળી જાવ. તમામ બીબીઓ જનાબે ઝયનબ (સ.અ.)ના નેતૃત્વની હેઠળ ખૈમામાંથી બહાર આવી ગયા. દિવસ ઢળી ગયો, શામે ગરીબા આવી. અલી(અ.સ.) ની બેટી પોતાની સાથે જનાબે ઉમ્મે કુલસુમ (સ.અ.)ને લઇને ઇસ્મતો તહારતની ખાતૂનોની અને બચ્ચાઓની હિફાઝત કરવા લાગ્યા.
આશુર કી વો શામ વો રન બોલતા હુવા ગમ કા વો કાએનાત પર પર્દા પડા હુવા
ખૈમોમે અશ્કીયા કે ચરાગા કા એહતેમામ રન મે ચરાગે સિબ્તે પયમ્બર બુજા હુવા
આ છે જનાબે ઝયનબ(સ.અ.) અને આ છે અક્કલ હૈરાન કરનાર તેમનો કિરદાર. આ છે શરીઅતના નિઝામને બાકી રાખવા માટે મુસીબતોની દરેક મંઝિલ પર અલ્લાહનો શુક્ર અદા કરવાવાળી ઝાત. શામ ઢળી ગઇ, એક સવારને આવતા જોયા, અલી(અ.સ.)ની બેટી ગુસ્સામાં આવી આગળ વધીને ઘોડાની લગામ પર હાથ નાખ્યો, તુટેલો નેઝો આગળ વધાર્યો, ઘોડે સવારે પોતાના ચહેરા ઉપરથી નકાબ ઉઠાવી, કોણ હતા? અલી(અ.સ.) હતા અને જનાબે ઝયનબ (સ.અ.)એ ચોક્કસ કહ્યુ હશે: હવે આવ્યા છો બાબા!!
આખરમાં એક પૈગામ છે, અગર આજે જનાબે ઝયનબ (સ.અ.)નો કિરદાર આપણી અઝમતવાળી ઔરતો શરીઅતની સંભાળ લેવાના બારામાં પોતાના માટે રસ્તાની મશાલ તરીકે અપનાવી લેય તો આપણા સૌનો સંપૂર્ણ સમાજ ઝમાનાના ઇમામ(અ.સ.)ની સામે સુરખ થઇ જશે. અય અલ્લાહ! હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેનાર ઇમામ (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી ફરમાવ. આમીન.
Comments (0)