યુવાપેઢી અને શિષ્તબદ્ધ જીવન
યુવાની જીવનનો સૌથી વધુ કિંમતી સમયગાળો છે. જીવનના આ તબક્કામાં યુવાનોની જવાબદારીઓ ખૂબજ અગત્યની છે. આ મહત્ત્વના દિવસોખૂબજ ઝડપથી પસાર થઇ જાય છે. પરંતુ આજ તે સમયગાળો છે જેમાં યુવાનોના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. ઉજ્જવળ ભવિષ્યનો પાયો પણ તેમાંજમજબુત કરવામાં આવે છે. આજ દિવસોમાં યુવાનો પોતાના જીવનનો કાર્યક્રમ તથા કાર્યસૂચી તૈયાર કરે છે અને પોતાની રીતે પોતાના સફળજીવનનો નકશો બનાવે છે.
યુવાનીના આ દિવસો એટલાં બધા મહત્ત્વના છે કે અગર સહીહ કાર્યક્રમનું આયોજન કરવામાં ન આવે અને સાચો રસ્તો પસંદ કરવામાં ન આવે તોઆખી ઝીંદગી તે ભૂલની કિંમત ચૂકવવી પડે છે અને ભાન તે સમયે આવે છે જ્યારે શરમીંદગી સિવાય બીજો કોઇ ઉપાય બાકી રહેતો નથી. સમયપસાર થઇ ગયા પછી પસ્તાવાથી કંઇ પણ ફાયદો થતો નથી.
આથી જીવનના આવા સંવેદનશીલ અને જીવન ઘડતરના સમયગાળામાં એ જરૂરી છે કે માતા પિતા અને તેમના યુવાન પુત્રો બુદ્ધિપૂર્વક યોગ્યરસ્તાની પસંદગી કરે. આ પ્રસંગે ફક્ત દુનિયા અને તેના થોડા દિવસો બાકી રહેવાવાળા ફાયદાઓને નજરમાં ન રાખતા આખેરત ઉપર પણ ધ્યાનકેન્દ્રીત કરે અને એવા રસ્તાની પસંદગી કરે જ્યાં દુનિયાની સાથોસાથ આખેરતની સફળતાની જામીનગીરી પણ મૌજુદ હોય. જો કે આજકાલયુવાનોના શિક્ષણમાં એ વિષયો અને એ શૈક્ષણિક કેન્દ્રોની પસંદગી કરવામાં આવે છે જેમાં દુન્યવી ફાયદાઓ વધારે હોય. એટલેકે શિક્ષણનો હેતુ દુનિયાઅને તેની સુખ-સમુદ્ધિ છે. આ વાતને એટલી હદ સુધી દોહરાવવામાં આવે છે કે યુવાનના દિમાગમાં ખૂબજ સારી પેઠે તે બેસી જાય છે કે જીવનનો હેતુફક્ત અને ફક્ત પૈસા કમાવવા અને ભૌતિક સુખ – સગવડો મેળવવી તેજ છે. તેની અસર એ થાય છે કે યુવાન પેઢી ‘સંપૂર્ણ ઇન્સાન’ બનવાને બદલેપૈસા કમાવવાનું મશીન બની જાય છે. પછી ધીમે ધીમે યુવાની ઢળવા લાગે છે, વય વધવા લાગે છે. ઇન્સાન યુવાનમાંથી આધેડ અને આધેડથીઘરડો થઇ જાય છે. અને ધીમે ધીમે આ મશીનના બધા અવયવો કામ કરતાં કરતાં કાટ ખાય જાય છે અને જ્યારે તેમાંથી બહાર આવવાની કોઇપણપરિસ્થિતિ બાકી રહેતી નથી ત્યારે આ લોકો આવનારી પેઢી માટે એક ભાર બની જાય છે અને નવી પેઢી બેચૈનીથી તેમના મૃત્યુની રાહ જોવા લાગે છે.
સફળતાના માપદંડ
આજના જમાનામાં સામાન્ય રીતે લોકો પોતાની ખ્વાહિશાતોને પૂર્ણ કરવામાં લાગેલા હોય છે. અખ્લાકી મૂલ્યો તથા માનવતાના ગુણો ઉપર કોઇનુંધ્યાન કેન્દ્રીત નથી. આજે ચોતરફ લઝઝત, શહવત, તાકત, માલ – દૌલત, સત્તા, ખ્યાતી વિગેરે તેમજ ભૌતિક ખ્વાહિશાતોની ચર્ચાઓ થઇ રહી છે. અખ્લાક અને ચારિત્ર્ય, તકવા અને પરહેઝગારી, અદ્લ અને ઇન્સાફ તથા બીજા માનવતાના મૂલ્યોની ચર્ચાઓ બહુ ઓછી નજરે પડે છે. વધારે પડતાલોકો એ ચિંતામાં રહે છે કે કેવી રીતે પોતાની આરઝુઓને પુરી કરે. જાએઝ-નાજાએઝની ચિંતાથી મુક્ત થઇને ઉમદા ઘર, ઉમદા ખાણું, ઉમદા પહેરવેશ, ઉત્તમ ગાડી, અખૂટ સામગ્રી, જબરદસ્ત સત્તા વિગેરેને હાંસિલ કરવામાં લાગેલા રહે છે અને તેની લાલચમાં તેઓ તે મેળવવાના સાધનો કાયદેસર છે કેગેરકાયદેસર તે તદ્દન ભૂલી જાય છે અને રૂહાની તથા અખ્લાકી પાસાઓ તરફ કોઇ ધ્યાન આપતું નથી. માનવતાના મૂલ્યોને જીવંત કરીને ‘અશ્રફુલમખ્લુકાત’ સર્વશ્રેષ્ઠ મખ્લુક બનવાનો વિચાર સુધ્ધાં કરતા નથી.
આના લીધે ઇસ્લામના ઉચ્ચ અખ્લાકી શિક્ષણ તરફ ધ્યાન આપતા નથી. પોતાના ઝમીર (અંતર)ની અવાજ ઉપર કાન ધરતા નથી અને ક્યારેક આવુંથઇ પણ જાય અને અખ્લાકી ગુણો તરફ ધ્યાન આપી પણ દે, તો એ ફક્ત ત્યાં સુધી કે એ રાહમાં કોઇ ભૌતિક ખ્વાહિશ રૂકાવટ ન બને. અગર ખ્વાહિશાતઅને અખ્લાકમાં વિરોધાભાસ હોય દા.ત. એક તરફ અખ્લાકી ગુણો માફી અને દરગુઝરની માગણી કરી રહ્યું હોય અને બીજી તરફ ભૌતિક ખ્વાહિશાતબદલો લેવા અને ઇજા પહોંચાડવા તરફ આમંત્રણ આપી રહી હોય તો ભૌતિક ખ્વાહિશાત તરફ જૂકાવ રહે છે. વ્યક્તિ, કુટુંબ, શહેરો, દેશો સર્વની આજસ્થિતિ છે. આવી રીત અને માપ-દંડના લીધે રોજબરોજ અપરાધોની સંખ્યામાં વધારો થતો રહે છે. આજ માપ-દંડે કેટલાય ઘરોને તબાહ અને બરબાદકરી નાખ્યા, કેટલાય કુટુંબોના ટુકડે ટુકડા કરી નાખ્યા, ઘરોમાંથી સુકૂન અને શાંતિ ચાલી ગઇ છે. દરેક વ્યક્તિ માનસિક તણાવમાં છે અને માનસિકબિમારીમાં સપડાએલો છે.
આજે જે યુવાન પેઢીની પ્રગતિની વાત થઇ રહી છે તે કઇ પ્રગતિની વાત છે? સામાન્ય રીતે માતા – પિતા અથવા ખુદ નવી પેઢી જે પ્રગતિની ચર્ચાકરતા હોય છે તે આજ ભૌતિક પ્રગતિની વાત હોય છે, આ દુનિયાની ચમક – દમક, આ દુનિયાને પ્રાપ્ત કરવામાં એકબીજાથી આગળ વધી જવાનાપ્રયાસો, આ ખ્વાહિશાતોને પૂર્ણ કરવાની આરઝુઓ જ્યારે કે ઇસ્લામના પવિત્ર શિક્ષણમાં આ ચીજોને પ્રગતિ અને સફળતાનું માપદંડ ગણવામાં આવતુંનથી. અગર જો એમ હોત તો અંબિયા (અ.મુ.સ.)ની સરખામણીએ નમરૂદ, ફીરઔન, કારૂન અને અબુ સુફીયાનને સફળ વ્યક્તિઓ ગણવામાં આવતાહોત.
ઇસ્લામી શિક્ષણના પ્રકાશમાં સફળતાનું માપદંડ ઇમાન, નેક કાર્યો તથા અખ્લાકી ગુણો છે. તેજ વ્યક્તિ સૌથી વધુ પ્રગતિશીલ અને તેનું જીવનજ સૌથીવધારે સફળ છે જેનું ઇમાન સૌથી વધારે મજબૂત હોય, જેના આમાલ સૌથી વધારે બેહતર અને પાકીઝા હોય, જેના અખ્લાક સૌથી ઉચ્ચ હોય, જેનેસત્તા મેળવવામાં નહીં પરંતુ ગરીબો અને મઝલુમો ઉપર રહેમ કરવામાં આનંદ આવતો હોય, જે બદલો લેવાના બદલે માફી અને દરગુઝર વડે કામલેતો હોય, જે સંગ્રહ કરવાને બદલે અલ્લાહની રાહમાં ખર્ચ કરવાને અગ્રતા આપતો હોય, જેને એરકન્ડીશન ઓરડાઓ અને નરમ તથા મખમલીગાદલાઓને બદલે ગરીબોની વસ્તીમાં તેમની તકલીફ અને મુસીબતમાં સહભાગી થવામાં સુકૂન મળતું હોય. ટૂંકમાં એ કે જેના અસ્તિત્વ ઉપર ભૌતિકઅને હૈવાની ખ્વાહિશાતોને બદલે અક્કલ અને રૂહનું રાજ હોય અને મખ્લુકાતમાં જે ઇલાહી સિફતોનો નમૂનો હોય.
માનનીય વાલીઓને નમ્ર ગુઝારીશ છે કે તેઓ પોતાના વ્હાલા બાળકોના દુન્યવી શિક્ષણની સાથોસાથ તેમના અખ્લાકી શિક્ષણ ઉપર પણ ધ્યાનઆપે. તેઓને ઉચ્ચ શિક્ષણ અપાવીને અને તેઓના અસ્તિત્વમાં દરેક પ્રકારનું શિક્ષણ ભરી દઇને તેઓને કોમ્પ્યુટર જેવું મશીન બનાવવાને બદલે એકસંપૂર્ણ ઇન્સાન બનાવે.
અગર આપણે ઇસ્લામી તાલીમની રોશનીમાં આ બાબતોને પ્રગતિનું માપદંડ બનાવીએ તો જીવનની દરેક મંઝીલ ઉપર આપણે આજ બાબતોને પસંદકરીએ જે આપણને આવી પ્રગતિના રસ્તામાં મદદરૂપ બને. તેની અસર એવી થઇ શકે કે શિક્ષણનો કોઇ સિલસિલો ખૂબ વધારે આવકનું માધ્યમ હોયપરંતુ પ્રગતિ માટે ઝહેરદાયક હોય. શક્ય છે કે કોઇ શૈક્ષણિક કેન્દ્રનું શિક્ષણ સારૂં હોય પરંતુ તે અખ્લાકી ગુણો, પાકીઝગી અને પાકદામનીનું કત્લ સ્થાનહોય. સંપૂર્ણ ઇન્સાન ઓછી આવક ઉપર સંતોષ પામશે પરંતુ પોતાની ઇન્સાનિય્યતને તબાહ અને બરબાદ થવા દેશે નહીં.
યુવાન અને નાનપ ની અનુભૂતિ (લઘુતાગ્રંથી) :
એક ઝાડના વિકાસ અને વૃદ્ધિ માટે જ્યાં બીજનું યોગ્ય અને સારૂં હોવું જરૂરી છે ત્યાં જમીનની ફળદ્રુપતાની સાથોસાથ વાતાવરણનું પણ અનુકૂળ હોવુંજરૂરી છે. અગર ઝાડને યોગ્ય આબોહવા અને પ્રકાશની સાથે વિકાસ અને વૃદ્ધિ માટે સ્વતંત્ર વાતાવરણ ન મળે તો તે સંપૂર્ણ રીતે વિકાસ પામી શકશેનહીં અને તેનો વિકાસ તથા વૃદ્ધિ મર્યાદિત થઇ જશે.
યુવાનની પ્રગતિ માટે ઘર, મોહલ્લો, સ્કૂલ અને કોલેજના વાતાવરણનું યોગ્ય હોવું જરૂરી છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ર્માં-બાપ અનેયુવાન છોકરા વચ્ચે તનાવ યુક્ત સંબંધ હોય છે જેના પરિણામે યુવાનમાં લઘુતાગં્રથીનો વિકાસ થાય છે. બીજી તરફ ર્માં-બાપ માને છે કે દિકરોજ્યારથી યુવાન થયો છે ત્યારથી તે તેમને માન આપતો નથી અને તેના પર તેમનો કાબુ (કંટ્રોલ) ઓછો થઇ ગયો છે. યુવાન સરકશ અને બાગી થઇગયો છે, ખરાબ આદતોનો શિકાર છે અને તે સારા અખ્લાકથી દૂર થઇ ગયો છે.
સવાલ એ છે કે જે બાળક ગઇકાલ સુધી ઇતાઅત ગુઝાર અને ફરમાંબરદાર હતો તે યુવાન થઇને આવી રીતે વિદ્રોહી કેમ થઇ ગયો? સારા અખ્લાકનોનમૂનો બનવાને બદલે ખરાબ આદતો અને ખસલતોવાળો કેમ બની ગયો? અહિંયા એ બાળકોના સંદર્ભમાં ચર્ચા નથી જે શરૂઆતથી જ યોગ્ય રસ્તાઉપર ન હતા. પરંતુ એ બાળકોની બાબત ચર્ચા છે જેઓ નાનપણમાં ખૂબજ શરીફ, ઇતાઅત ગુઝાર અને ફરમાંબરદાર હતા. પરંતુ ધીમે – ધીમે વિદ્રોહીથઇ ગયા અને માતા પિતાના કાબુમાં ન રહ્યા.
જ્યારે ઔલાદ ધીમે ધીમે નાનપણથી નવ યુવાની અને નવ યુવાનીથી જવાનીની તરફ આગળ વધવા લાગે છે. વયમાં વધારાની સાથે સાથે તેનાંશરીરમાં પણ પરિવર્તનો થવા લાગે છે. આજ પરિવર્તનો ધીરે ધીરે બાલિગ (પુખ્ત) થવાની નિશાનીઓના સ્વરૂપમાં જાહેર થાય છે. એ નિશાનીઓનાજાહેર થવા પછી શરીરમાં પરિવર્તનોની સાથોસાથ તેની વિચારસરણીમાં પણ પરિવર્તન આવે છે. જો કે તે પરિવર્તન અચાનક જાહેર થતું નથી બલ્કેધીરે ધીરે જાહેર થાય છે. જેના લીધે યુવાન અને તેના માતા પિતા તે પરિવર્તન અને તેની જરૂરતો પ્રત્યે ધ્યાન આપતા નથી. પરિણામે ઘરનાવાતાવરણમાં અગૂઢ તણાવ જોવા મળે છે.
જ્યારે યુવાની દરવાજે ટકોરા કરે છે ત્યારે યુવાનને પોતાના વ્યક્તિત્વનો એહસાસ થવા લાગે છે. તેના શરીરની બનાવટ તેને પોતાના તરફ ધ્યાનકેન્દ્રીત કરાવે છે, તે સારા પોશાક વડે પોતાના શરીરને સજાવે છે. પોતાના વ્યક્તિત્વને નિખારવા અને ઉભારવાનો પ્રયત્ન કરે છે. તે એમ ચાહે છે કેલોકો તેને પ્રસંશા અને ઇઝઝતની નજરોથી જુએ. આ તબક્કે તેનું નવું ઉપસેલું વ્યક્તિત્વ લોકોથી સન્માનની માગણી કરે છે. શરીરના પરિવર્તનોનીસાથે સાથે તેની વિચારસરણીમાં પણ પરિવર્તન આવી જાય છે. અગાઉ તેને પોતાના વિચારો તથા અભિપ્રાયો અને તેના હોવા પ્રત્યે એહસાસ ન હતો. પરતું આ મંઝીલ પર પહોંચતા તેને પોતાના વિચારો અને અભિપ્રાયો પ્રત્યે એહસાસ થાય છે એટલું જ નહીં તેને તે સહીહ હોવાનો એહસાસ પણ થાયછે. બીજા શબ્દોમાં શારીરિક વ્યક્તિત્વની સાથોસાથ તેને પોતાના માનસિક મોભા અને સ્થાનનો એહસાસ પણ હોય છે. આ અનુભૂતિ તેને એક સ્વતંત્રઓળખની લાગણી તરફ દોરે છે. હવે તે માતાપિતાની વાતોને સત્યતા પુરવાર ન થાય ત્યાં સુધી સ્વિકારતો નથી. ક્યારેક તેમની સાથે ચર્ચા અને વાદવિવાદ પણ કરે છે અને પોતાના વિચારોનો બચાવ કરે છે. ક્યારેક માતા પિતાના નિર્ણયોની મનોમન ટીકા પણ કરે છે. માતા પિતાને એહસાસ થવાલાગે છે કે તેમની આ ઔલાદ, કે જેમને તેણે આટલી સંભાળ અને લાગણીથી ઉછેરી છે, જેમના પાલન પોષણમાં ખૂબજ તકલીફો અને મુશ્કેલીઓ સહનકરી છે તે હવે તેમનું કહ્યું માનતી નથી. એટલે કે ખુદ તેમની ઔલાદ ઉપર તેમનો કાબુ ઓછો થતો જાય છે. બીજી બાજુ ઔલાદને એ એહસાસ પરેશાનકરે છે કે તેના સ્વાવલંબી થવામાં માતા – પિતા સૌથી મોટી રૂકાવટ છે. આ પ્રકારનો એહસાસ માનસિક તણાવનું કારણ બને છે. ઘરનું શાંતિમયવાતાવરણ, માનસિક કશ્મકશ અને તણાવથી ખરાબ થઇ જાય છે. ક્યારેક માતા પિતાની બેહદ રોકટોક અને ઔલાદની હદથી વધારે વ્યક્તિત્વપ્રત્યેની અનુભૂતિ આ તણાવમાં વધારો કરે છે.
ક્યારેક એમ પણ બને છે કે ઔલાદ સંપૂર્ણ રીતે માતા પિતાની વાતને કબુલ કરી લ્યે છે. તેની પોતાની કોઇ વિચારસરણી હોતીજ નથી. તે દરેકબાબતમાં પોતાના માતા પિતા તરફ રજુ થાય છે. ઔલાદ ખુદ પોતે કોઇ નિર્ણય નથી કરતી, સામાન્યમાં સામાન્ય વાત પણ માતા પિતાને પૂછે છે. આ પરિસ્થિતિમાં બાહ્ય દ્રષ્ટિએ ઘરનું વાતાવરણ શાંતિપૂર્વકનું લાગે છે. પરંતુ તેની અસર એ થાય છે કે યુવાનનું પોતાનું વ્યક્તિત્વ દબાઇ જાય છે. તેની નિર્ણય શક્તિ ધીમે ધીમે ઓછી અને પછી ખતમ થઇ જાય છે. તેના જીવનનો એક ચોક્કસ સમયગાળો તો માતા પિતાની છત્રછાયા હેઠળ પસારથઇ જાય છે પરંતુ જ્યારે તેની પોતાની ઝીંદગીની શરૂઆત થાય છે ત્યારે તે ડગલે ને પગલે નિર્ણયો લેવામાં તકલીફ અનુભવવા લાગે છે. તેનુંઉદાહરણ એક ઝાડની જેમ છે કે જેનામાં ઉગીને આસમાનને આંબવાની શક્તિ તો હતી પરંતુ તે ઘરની ચાર દિવાલો વચ્ચે ઘેરાઇને તેનો વિકાસ રૂંધાઇગયો.
ક્યારેક એવું પણ બને છે કે ઔલાદને પોતાના અભિપ્રાય સાચા હોવાનો એટલો વધારે પડતો વિશ્ર્વાસ થઇ જાય છે અને માતા પિતાની બધીજ સલાહનેઠુકરાવવા લાગે છે. ડગલેને પગલે તેમનો વિરોધ કરે છે અને ક્યારેક તો વાત એ હદ સુધી પહોંચી જાય છે કે તે માતા પિતાની મજાક ઉડાડવા લાગે છે. મોહબ્બતના લીધે માતા પિતા તદ્ન મજબુર અને લાચાર થઇ જાય છે. આ આચરણ યુવાનોને સ્વાવલંબી તો બનાવી દે છે પરંતુ તેનાથી તેના અખ્લાકીગુણો છીનવાઇ જાય છે જે ઇન્સાનના કમાલનું ઘરેણું છે.
પવિત્ર મઝહબ ઇસ્લામની વ્યવસ્થા સમતોલ અને ન્યાયી છે. ઇસ્લામે દરેક મંઝિલે અદ્લ અને ઇન્સાફનું ધ્યાન રાખ્યું છે. ઇસ્લામ અતિશયોક્તિનીવિરૂદ્ધ છે. ઇસ્લામ ન તો માતા – પિતાના આટલા બધા દબાણને માન્ય રાખે છે અને ન તો યુવાનોની બગાવતનો સમર્થક છે. તે યુવાનોના સ્વાવલંબીથવામાં માને છે પરંતુ માતા – પિતાના માર્ગદર્શન હેઠળ.
જીવનના આ મહત્ત્વના તબક્કામાં અગર આપણે લાગણીવશતા, રસ્મ અને રિવાજથી ઉચ્ચ થઇને અક્કલ અને ઇસ્લામી શિક્ષણ મુજબ અમલ કરીએતો ક્યારેય પણ તણાવની પરિસ્થિતિ પૈદા થશે નહીં. વાતાવરણ હંમેશા શાંતિપૂર્વકનું રહેશે. માતા પિતા માટે જરૂરી છે કે તેઓ પોતાની ઔલાદનાસ્વતંત્ર વ્યક્તિત્વ અને પગભર થવાનો ખ્યાલ રાખે તથા ઔલાદ માટે એ જરૂરી છે કે તેઓ માતા – પિતાના અનુભવ, તેમનું માર્ગદર્શન, તેમનાપોતાના ભવિષ્ય બાબત તેઓની સહાનુભૂતિના મહત્ત્વને હંમેશા ધ્યાનમાં રાખે. પોતાની અપરિપકવ વિચારસરણી ઉપર બહુ વધારે પડતો વિશ્ર્વાસન રાખે. માતા – પિતા પોતાની ઔલાદના ભવિષ્યને ઉજ્જવળ અને સ્વતંત્ર જોવા ચાહે છે. તેઓની હાર્દિક ઇચ્છા એ હોય છે કે તેમની ઔલાદ તેનાપોતાના પગ ઉપર ઉભી રહે, બીજા કોઇની મદદની મોહતાજ ન હોય. એક ઉદાહરણ દ્વારા વાત બંને માટે સ્પષ્ટ થઇ જશે.
બાળક ધીમે ધીમે ચાલતા શીખે છે. એક તબક્કો એવો હોય છે જ્યારે બાળક ફક્ત પોતાના ગોંઠણીયા ઉપર ચાલે છે. માતા પિતાની એ તમન્ના હોય છે કેતેમનું બાળક ઉભું થઇને ચાલવા લાગે. અગર બાળક પોતે ઉભું થવા જશે તો પડી જશે, વાગશે અથવા તો ઝખ્મી થશે. તેઓ બાળકને આ પરિસ્થિતિમાંછોડી દેતા નથી પરંતુ આંગળીઓના સહારા વડે બાળકને ઉભું કરે છે અને તેને ચાલતા શીખવે છે. બાળક તેઓના સહારાનો મોહતાજ છે. જ્યારે બાળકધીરે – ધીરે પોતાની જાતે ઉભું થવા લાગે છે અને સ્વતંત્ર થઇ જાય છે તે દ્રશ્ય માતા પિતા માટે ખુશીનું કારણ બને છે. તેઓ બાળકને પોતાના પગ ઉપરઉભેલું જોઇને ખુશ થાય છે.
બાળક પાણીથી રમવા ચાહે છે, તેને પાણી સારૂં લાગે છે. તે ચાહે છે કે પાણીમાં રમે, પરંતુ બાળક તે વાતથી અજાણ છે કે એક નાની એવી ગફલત અનેનિષ્કાળજી તેની ઝીંદગી માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ પરિસ્થિતિમાં માતા – પિતા બાળકની ઇચ્છાને ધ્યાનમાં રાખીને તેને પાણીના કિનારેબેસાડી તો દયે છે પરંતુ એ ધ્યાન રાખે છે કે કંઇ પગ લપસી ન જાય. અગર બાળક જીદ કરીને માતા પિતાથી અલગ થઇ જાય અને પોતાની મરજીમુજબ વર્તે તો પરિણામ સ્પષ્ટ છે. તેની સામાન્ય ગફલત તેને પાણીમાં ગરકાવ કરી દેશે અને તેની ઝીંદગી ખતમ થઇ જશે.
જીવન એક વિશાળ સમુદ્ર છે. યુવાન જ્યારે તે તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે પોતાની જીંદગીનો દરેક નિર્ણય ખુદ પોતે કરવા ચાહે છે. માતા – પિતાનાઅનુભવોની કદર કરતો નથી. અમૂક વાલીઓની એ તમન્ના હોય છે કે તેમનું બાળક ફક્ત એ જ કરે જે તેઓ ચાહે છે. મહત્ત્વનું એ છે કે વાલીઓ પોતાનીઔલાદને તેમના ખુદના પગ ઉપર ઉભી થવા દે, તેઓને નિર્ણય કરવાની આઝાદી આપે અને તેનાથી વધુ મહત્ત્વનું એ છે કે તેમની શક્તિ ઉપરભરોસો કરે અને તેઓના દરેક કાર્યને શંકાની નજરે ન જુએ તેમજ ઔલાદ પણ તેઓના નિર્ણયોને આખરી ઓપ આપતા પહેલા વાલીની સલાહનેઆદર તથા માનની નજરે જુએ, તેમની પરિપકવ અને અનુભવી સલાહને પોતાના અપરિપકવ વિચાર ઉપર અગ્રતા આપે અથવા અમૂકપરિસ્થિતિમાં બંને સાથે મળીને કોઇ નિષ્ણાંત અને વિશેષજ્ઞની સલાહ લઇને કોઇ નિર્ણય કરે અને તેના ઉપર અમલ કરે તો ઝીંદગી તણાવથી દૂર અનેશાંતિપૂર્વકની રહેશે. ન તો યુવાનની સ્વતંત્રતા ઉપર કોઇ આંચ આવશે અને ન તો વાલીનું સન્માન હણાશે. વાલીના માર્ગદર્શન અને મોહબ્બતનીછત્રછાયા હેઠળ યુવાનને સંપૂર્ણ રીતે ખીલવા અને પ્રગતિ કરવાનો સોનેરી અવસર મળશે.
થોડું ધ્યાન આ રિવાયતો તરફ આપીએ અને જોઇએ કે પવિત્ર ઇસ્લામનું શિક્ષણ કેટલી હદ સુધી ઉચ્ચ અને બુલંદ છે. આ શિક્ષણ ઉપર અમલ કરવો જપ્રગતિની જામીનગીરી છે.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે :
“અગર કોઇ શખ્સ કોઇ બુઝુર્ગ મુસલમાનનો આદર અને સન્માન કરે તો અલ્લાહ તેને કયામતના દિવસની તકલીફો અને ડરથી સુરક્ષિત રાખશે.
(લઆલીયુલ અખ્બાર, પાના નં. ૧૮૦)
હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું :
‘મને યુવાનની ખુબસુરતી કરતાં ઘરડા શખ્સની સલાહ વધારે પસંદ છે.’
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
‘અલ્લાહની રહેમત થાય એ ઔલાદ ઉપર જે નેકીમાં પોતાના માતા પિતાની મદદ કરે.
અલ્લાહની રહેમત થાય એ માતા પિતા ઉપર જે નેકીમાં પોતાની ઔલાદની મદદ કરે.
અલ્લાહની રહેમત થાય એ પાડોશીઓ ઉપર જે નેકીમાં પોતાના પાડોશીઓની મદદ કરે.
અલ્લાહની રહેમત થાય એ સાથીઓ ઉપર જે નેકીમાં પોતાના સાથીઓની મદદ કરે.
અલ્લાહની રહેમત થાય એ વ્યક્તિ ઉપર જે નેકીમાં પોતાના શાસકોની મદદ કરે.’
(વસાએલ, ભાગ – ૪, પાના નં. ૯૭)
આ હદીસમાં ફક્ત વાલેદૈન અને ઔલાદની દરમ્યાનજ સહકારની ચર્ચા નથી પરંતુ સંપૂર્ણ સમાજને એકબીજાની મદદ કરવાની ભલામણ કરવામાંઆવી છે. દરેકે એકબીજાની મર્યાદાઓનું માન જાળવવું જોઇએ. ફક્ત પોતાની વાત ઉપર અક્કડ રહેવું તે એકબીજાના સન્માનની વિરૂદ્ધ છે.
સ્કૂલથી કોલેજ
સ્કૂલનું શિક્ષણ પુરૂં કર્યા પછી કોલેજની દુનિયા શરૂ થાય છે. અહિં સ્કૂલ જેવી પાબંદીઓ હોતી નથી. સ્કૂલમાં યુનિફોર્મ ફરજીયાત હોય છે. વિદ્યાર્થીઓએકજ પ્રકારના પહેરવેશમાં નજરે પડે છે. પરંતુ કોલેજમાં આ પ્રકારની પાબંદીઓ હોતી નથી. અહીં પોતાની જાતને જાહેર કરવાનો મૌકો વધુ મળે છે. અમીર લોકો પોતાની અમીરીનું પ્રદર્શન કરે છે અને મોટાઇના એહસાસથી પીડાય છે. ગરીબ લોકો તેઓના ઠાઠ માઠ જોઇને પોતાની લઘુતાગ્રંથીમાંસપડાઇ જાય છે. ગરીબ બાળકો પોતાના વાલીઓ પાસે એજ મોજશોખની વસ્તુઓની ઇચ્છા વ્યક્ત કરે છે. વાલીઓ તેમની ઇચ્છા પુરી ન કરી શકવાનેલીધે ઘણું દુ:ખ અનુભવે છે. આવી ગં્રથી આગળ વધીને યુવાનોની બૌદ્ધિક અને માનસિક ક્ષમતાને આડે રસ્તે દોરે છે. હવે તેઓ દુનિયાની ન્યાયીવ્યવસ્થાજ નહીં પરંતુ અલ્લાહ અને રસુલની સામે પણ સવાલ ઉઠાવે છે. આ ગ્રંથીનો ઇલાજ અખ્લાકી અને રૂહાની શિક્ષણ છે જે અમીરોને ગરીબો સાથેસદ્વર્તાવ અને ગરીબોને ખુદ્દારી અને સંતોષ તરફ નિમંત્રણ આપે છે.
આજ એ તબક્કો છે જ્યાં શિક્ષણની સાથોસાથ અખ્લાકી કેળવણીની પણ ખૂબજ જરૂરત છે. ઘણા બધા પરિબળોનો સામનો કરવાની જરૂર પડે છે. નવાબાલીગ થયાના આવેગો, સ્વતંત્ર થવાની તમન્ના, પોતાની જાતને વ્યક્ત કરવાની ઈચ્છા, કોલેજનું ખરાબ વાતાવરણ, શૈક્ષણિક અભ્યાસક્રમમાંઅખ્લાકી કેળવણીઓનો અભાવ વિગેરે. આ પ્રકારના વાતાવરણમાં યુવા પેઢીને કેળવણી કોણ આપશે? રૂહને ભૌતિક પ્રદુષણોથી કોણ પાક કરશે? આલોહી અને માંસના શરીરને ઉચ્ચ અખ્લાકથી કોણ સુશોભિત કરશે?
દીને ઇસ્લામ ઇલ્મ અને અક્કલનો દીન છે. તેનો અર્થ એ છે કે ઇલ્મમાં જેટલો વધારે થશે, અક્કલ જેટલી હદે સંપૂર્ણ થશે દીન તેટલો જ અચલ અનેમજબૂત બનશે. ઇસ્લામે આલિમને આબિદ (ઇબાદત ગુઝાર બંદો) ઉપર અગ્રતા આપી છે. ઇલ્મ ઉપર અમલ કરનાર આલિમને ચાંદ અને ઇબાદતગુઝાર બંદાને ફક્ત સિતારાઓ કહ્યા છે.
અગર આપણી કોલેજો અને યુનિર્વસિટીઓમાં અખ્લાક એટલે કે ઇન્સાનિય્યતનું શિક્ષણ નથી તો તે વાલીઓની જવાબદારી છે કે એ પ્રકારના શિક્ષણનીવ્યવસ્થા કરે. જેથી કરીને તેમની ઔલાદ ફક્ત ઇલ્મનો ઢગલો બનવાને બદલે નૈતિક મૂલ્યોનું જીવતું – જાગતું ઉદાહરણ બને.
સહ-શિક્ષણ (કો – એજ્યુકેશન)
આજની શૈક્ષણિક વ્યવસ્થા કંઇક એવી છે કે તેમાં યુવાન છોકરાઓ અને યુવાન છોકરીઓના શિક્ષણની વ્યવસ્થા અલગ-અલગ નથી. સ્કૂલનાતબક્કામાં બંનેના વર્ગો હજુ અલગ હોય છે. પરંતુ કોલેજકાળમાં પ્રવેશવાની સાથે જ આ સગવડતા ખતમ થઇ જાય છે. એકબાજુ શિક્ષણની જરૂરિયાતઅને બીજી બાજુ કો-એજ્યુકેશન (સહ-શિક્ષણ)નું ખતરનાક પરિણામ. અમૂક લોકો એમ કહીને જવાબદારીમાંથી મુક્ત થઇ જવા માગે છે કે અગર નિય્યતસાફ હોય, દિલ પાક હોય તો કો-એજ્યુકેશન નુકશાનકારક નથી. અગર આ વાત દલીલ ખાતર માની પણ લેવામાં આવે તો કો-એજ્યુકેશનની એટલીઅસર તો જરૂર થશે કે એક નામેહરમ સાથે વાત કરવામાં જે શરમ (લાજ) આવવી જોઇએ તે ખતમ થઇ જશે. ઉપરાંત લઝઝતની નજરથી જોવાનોગુનાહ તો અમૂક રહેજ છે.
આ ખરાબ વાતાવરણમાં અગર કોઇ બાબત આ પેઢીને વયના આ આવેગથી ભરપૂર ગાળામાં સુરક્ષિત રાખી શકે તો તે ફક્ત ઇમાન અને અખ્લાકનીતાકત છે. આજ કારણે પવિત્ર મઝહબ ઇસ્લામે બાલિગ થવા પહેલા જ કેળવણીની શરૂઆત કરી દીધી જેથી કરીને જ્યારે ઔલાદ બાલિગ થવાનાતબક્કામાં ડગલા માંડીને યુવાન થાય ત્યારે તેને લાગણીઓને કાબુમાં રાખવાની કેળવણી મળી ચૂકી હોય.
શિષ્ત
વાલીઓ પોતાની ઔલાદની પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે, માધ્યમો ઉપલબ્ધ કરી શકે છે, શ્રેષ્ઠ સ્કૂલ અને કોલેજમાં એડમીશનકરાવી શકે છે, તેમના ચૈન અને આરામની વ્યવસ્થા કરી શકે છે. પરંતુ પ્રગતિની રાહમાં ડગલાં તો ખુદ ઔલાદે જ માંડવા પડશે. વાલી કોલેજમાંએડમીશન અપાવી શકે છે પરંતુ મહેનત કરીને ભણવું અને સારા માર્ક મેળવીને કામ્યાબી હાંસીલ કરવી તે ઔલાદની જવાબદારી છે.
યુવાનોની એ અકલમંદીની નિશાની નથી કે બધાજ માધ્યમો શ્રેષ્ઠ સ્વરૂપમાં હાજર હોય તો જ તેઓ ઉજ્જવળ પરિણામ આપે પરંતુ અકલમંદી તો એ છેકે કેવી રીતે ઓછામાં ઓછી સગવડતા સાથે સૌથી શ્રેષ્ઠ પરિણામો હાંસિલ કરે. વાલીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની ઇચ્છાઓનોવધુ ભાર તેઓ ઉપર ન નાખે.
અગર યુવાન પ્રગતિના માર્ગો ઉપર ચાલવા માગતો હોય તો તેના માટે ઝીંદગીનું ક્રમબદ્ધ અને શિષ્તબદ્ધ હોવું ખૂબજ જરૂરી છે. એવું જોવા મળે છે કેયુવાન પોતાનો ઘણો કિંમતી સમય જ્યાં ત્યાં વેડફી નાખે છે. કોલેજ જાય છે ત્યાં ક્લાસમાં ધ્યાન દઇને ભણવાને બદલે બહાર ઉભા રહીને વાતોમાંપોતાનો સમય પસાર કરી દયે છે. કોલેજ શરૂ થવા પહેલા અને પુરી થવા પછી કેટલો બધો સમય દોસ્તો સાથે વાતો કરવામાં વેડફી નાખે છે. ઘરેઆવ્યા પછી કોલેજની વાતો કરવામાં, એ દોસ્તોને ફોન કરવામાં કે જેઓ સાથે દિવસભર વાતો કરી હતી અને ફરી જેઓ સાથે બીજા દિવસે પણમુલાકાત થવાની છે તેમાં સમય વેડફાય જાય છે. થોડો ઘણો બાકી વધેલો સમય ટી.વી. કાર્યક્રમો અને તેના ઉપર દર્શાવવામાં આવતી અગાઉનીઅથવા તાજી રમાઇ રહેલી રમતો જોવામાં બરબાદ થઇ જાય છે. પરિણામે જીવનની મહત્ત્વની બાબતો યુવાનની રાહ જોતી રહી જાય છે. ભણતર ઉપરધ્યાન ફક્ત રિવાજ પૂરતું આપવામાં આવે છે. નમાઝ, કુરઆને કરીમની તિલાવત, અખ્લાકી વાતો અને પોતાના નફસની સુધારણા, અખ્લાકીઉચ્ચતાઓને હાંસિલ કરવી, ઇન્સાનિય્યતનું ઘડતર વિગેરે બાબતો માટે તો સમય જ નથી હોતો. આ બધું ત્યારે બને છે જ્યારે જીવનમાં શિષ્ત ન હોય. અગર દરેક બાબતના મહત્ત્વના આધારે સમયની ફાળવણી કરવામાં આવે તો દરેક કાર્ય થઇ જાય અને સમય પણ બચી જાય.
કોલેજ અને તેની બહાર દોસ્તો સાથે જ્યાં ત્યાંની વાતોથી કાંઇ જ પ્રાપ્ત થવાનું નથી એ પણ ત્યારે કે જ્યારે એ વાતોમાં જુઠ, ગીબત, તોહમત, એકબીજાની મજાક, લાંબી – લાંબી આરઝુઓ વિગેરે ન હોય. નહિંતર આ પ્રકારની વાતો સમયના બરબાદ થવાની સાથોસાથ ગુનાહો પણ છે. યુવાનોમાટે એ જરૂરી છે કે પોતાનો કિંમતી સમય ન વેડફે અને ગુનાહોથી દૂર રહે. અલ્લાહ તબારક વ તઆલાને એ યુવાન સૌથી વધારે પ્રિય અને પસંદ છે જેપોતાના ગુનાહોથી તૌબા કરે. હજી ઝીંદગીની શરૂઆત છે, આદતો વધારે ઊંડી નથી થઇ હોતી. શરૂઆતમાં ખરાબ આદતોથી મુક્તિ મેળવવી ખૂબજઆસાન છે. યુવાનમાં તે હિંમત અને શક્તિ છે જેના આધારે તે દરેક બુરાઇ ઉપર કાબુ મેળવી શકે છે. યુવાનીમાં કુરઆને કરીમની તિલાવતની મજાકંઇક જુદી જ હોય છે. અગર કોઇ યુવાન અલ્લાહની કિતાબની તિલાવત કરે છે તો કુરઆન તેની રગોમાં લોહીની માફક દોડવા લાગે છે.
અહિંયા વાલીઓની એ જવાબદારી છે કે હઝરત ઇમામ જાઅફરે સાદિક (અ.સ.)ની હદીસ ઉપર અમલ કરતાં પોતાની ઔલાદના દીની અને અખ્લાકીશિક્ષણ અને કેળવણીની વ્યવસ્થામાં દુન્યવી શિક્ષણ કરતાં વધારે ધ્યાન આપે. ક્યાંક એવું ન થાય કે પશ્ર્ચિમી સંસ્કૃતિનું ઉઘાડાપણું તેના અસ્તિત્વનેઅખ્લાક અને અદબના પોશાકથી વંચિત કરી દે. દુન્યવી શિક્ષણની ઉણપથી દુન્યાની નેઅમતોથી વંચિત થવાશે અને આ થોડા દિવસોની દુનિયાનીમુશ્કેલીઓથી દૂર રહેશે પરંતુ આ દિવસો જરૂર પસાર થઇ જશે. અગર ઔલાદ મઝહબ અને અખ્લાકથી વંચિત રહી તો શક્ય છે કે તેની કોઇ તાત્કાલીકઅસર આ થોડા દિવસો બાકી રહેનારી દુનિયાનાં જીવનમાં જાહેર ન થાય પરંતુ આખેરતમાં તેની અસરો એટલી બધી જાહેર થશે કે જેને ભરપાઇકરવાની કોઇ સ્થિતિ જ નહીં હોય. આજ સૌથી મોટું નુકશાન અને સ્પષ્ટ ખોટ છે. અકલમંદ એ છે જે અમૂક દિવસોના આરામ માટે હંમેશના અઝાબનોસોદો ન કરે.
અલ્લાહ આપણને દરેકને બેહતરીન તૌફીક આપે કે હઝરત વલીએ અસ્ર (અ.સ.)ની ઇનાયતોની છત્રછાયા હેઠળ આપણી ઔલાદની એવી કેળવણી કરીશકીએ કે જેના વડે તેઓનું ઇમાન, અકીદો અને અખ્લાક સુરક્ષિત રહે અને આ દુનિયામાં પણ પ્રગતિના ઉચ્ચ શિખરો સર કરીને પ્રેકટીકલી રીતે સાબિતકરીએ કે દીનદારી પ્રગતિની રાહમાં ક્યારેય રૂકાવટ બનતી નથી.
કિતાબનું નામ : યુવાપેઢી અને શિષ્તબદ્ધ જીવન
સંકલન : એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
આવૃત્તિ : પ્રથમ – શવ્વાલ, હિ. સન. ૧૪૨૮
પ્રકાશક : એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
પો. ઓ. બોકસ નં. ૧૯૮૨૨
મુંબઇ – ૪૦૦ ૦૫૦
Comments (0)