ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:
અલ્ મહ્દીય્યો મીન્ વુલ્દી ઇસ્મોહુ ઇસ્મી વ કુન્નીયતોહુ કુન્નીયતી અશ્બહુન્નાસે બી ખલ્કન્ વ ખુલ્કન્ તકુનો લહુ ગય્બતુન્ વ હય્રતુન્ તઝીલ્લો ફી હીલ્ ઓમમો સુમ્મ યુક્બલો કશ્શેહાબીસ્સાકેબે વ યમ્લઓહા અદ્લન્ વ કીસ્તન્ કમા મોલેઅત્ ઝુલ્મન્ વ જવ્રન્
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:
“હઝરત મહદી(અ.સ.) મારી નસ્લમાંથી છે. તેનું નામ મારું નામ અને તેની કુન્નીયત મારી કુન્નીયત છે. તેઓ સુરત, સીરતમાં તમામ લોકોમાં સૌથી વધારે મારી સાથે સામ્યતા ધરાવે છે. તેમના માટે ગયબત અને હૈરત હશે. જેમાં લોકો ગુમરાહ થઇ જશે. પછી તેઓ ચમકતા સીતારાની જેમ જાહીર થશે અને જમીનને એવી રીતે અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે, જે રીતે ઝુલ્મ-ઝૌરથી ભરેલી હશે.
(બેહારૂલ અન્વાર, ભાગ:૫૧, પાના:૭૧, હદીસ:૧૩)
(કમાલુદ્દીન, ભાગ: ૧, પાના: ૨૮૬, હદીસ: ૧)
(કમાલુદ્દીન,ભાગ: ૧, પાના: ૨૮૭, હદીસ: ૪)
Comments (0)