કશ્ફુલ્ અસ્તાર અન્ વજ્હીલ ગાએબે અનિલ્ અબ્સાર નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ

સામર્રા, ખુશ્નુમા આબોહવાવાળું એક શહેર ઇરાકની દક્ષિણ દિશામાં દજલા નદીના કિનારે ત્રીજી સદી હિજરીમાં વસાવવામાં આવ્યું અને દજલા નદીના કિનારે હોવાના લીધે અબ્બાસી ખલીફાઓની હુકૂમતની રાજધાની બની છે અને એ સમયમાં ઇમામ હાદી(અ.સ.) અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને જબરદસ્તીથી આ શહેરમાં રહેવાના કારણે મોઅમિનો માટે આ જમીન પવિત્ર ગણવામાં આવે છે. આ જ જમીન પર ઇમામ હસન અસ્કરી(અ.સ.)નું બૈતુશ્શરફ હતું, જ્યાં ઇમામે વલીએ અસ્ર(અ.સ.)ની વિલાદત થઇ, જે ઘરમાં વિલાદતના સમયે આસ્માનોમાંથી હુરો ફર્શ પર આવી. સુબ્હે કાઝિબ, સુબ્હે સાદિકની કિરણોના ઇન્તેઝારમાં હતી. અર્શની મંઝીલોની ભવ્યતાની ગવાહ જનાબે હકીમા ખાતુન(અ.સ.) હતા. ન એ સવારની જે ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદતની સવાર છે, ન એ ઘરની જે ઇમામે અસ્ર(અ.સ.)ની વિલાદતની જગ્યા છે, ન એ શહેરની જેમાં રશ્કે ફિરદૌસ જે અસ્કરી(અ.સ.)નું ઘર હતું. કોઇ જીભમાં એટલી તાકાત નથી કે જે તેની ફઝીલતોને બયાન કરી શકે અથવા તેને કલમ અને કાગળના હવાલે કરી શકે, એટલા જ માટે આજે એ જગ્યા લાખો મોઅમિનોના માટે ઝિયારતગાહ બનેલી છે.

આ રીતે ત્રીજી સદી હિજરીમાં હંમેશા આ શહેરને બે દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યું. એક તો તેનો કુદરતી વસવાટ અને હાકીમોની એશ ભરેલી જીંદગી અને ભૌતિક લજ્જતોની સાથે દજલાના વહેતા પાણીથી આનંદ ઉઠાવવો અને બીજી તરફ અહલે ઇમાનનું ધ્યાન નુરના ખાનદાન એટલે કે નબુવ્વત અને ઇમામતના પવિત્ર વૃક્ષની લીલીછમ ડાળની તરફ આ શહેરની રોનકોમાં વધારો કરતું રહ્યું. અહલે ઇમાનમાં મવઉદનો ઇન્તેઝાર અને તેની ઇમામતના જારી પાણીને સામરર્મિાં જોયું અને ફરી તેના ઇન્તેઝારમાં આંખો બિછાવીને બેઠા છે અને બીજી તરફ અંધકાર પરસ્ત લોકો એક પ્રકાશિત નુરના કેન્દ્રને પોતાની ફુંકો થકી ઓલવી નાંખવાનો ઇરાદો કરીને બેઠા છે, પરંતુ અલ્લાહે તેને બાકી રાખવાનો વાયદો કર્યો છે અને તેને પૂરો કરશે, ભલેને પછી અંધારા મુલ્કના શોખીનોને અણગમતું કેમ ન લાગે?

સામર્રા શહેર ઝમાનાના પસાર થવાની સાથો-સાથ તેરમી સદીમાં આવી પહોંચ્યું. લગભગ 1290 હિજરી સનમાં એક તેજ દ્રષ્ટિવાળા અને હોશિયાર અને વિદ્વાન તેમન બધુ ઇલ્મ રાખનાર આલિમ, મરહુમ આયતુલ્લાહ મિઝર્િ હસન શિરાઝી નજફથી સામર્રા તશરિફ લાવ્યા અને આ શહેરના હાની ચહેરાને જીવંત કરી દીધો અને ફરી વખત આ સરઝમીનને ઇમામત અને ઇન્તેઝારનું કેન્દ્ર બનાવી દીધુ. આ ઐતિહાસિક હિજરતની બરકતના લીધે દીની ઇલ્મોના દર્સની બેઠકો, શહેરી તરક્કી અને શહેરી ખિદમતો, ઝિયારતની સફરો વિગેરે સામરર્મિાં વધી ગયુ, ત્યાં સુધીકે કેટલાય દસકાઓ સુધી આ સિલસિલો શ રહ્યો અને આ પવિત્ર હિજરતની અસરો હજી સુધી આ શહેરમાં દેખાઇ આવે છે.

પ્રખ્યાત મોહદ્દીસ મરહુમ મિઝર્િ હુસૈન નૂરી તબરસી એક એવા આલિમ હતા, જેઓ મિર્ઝાએ બુઝુર્ગ શિરાઝીના ચહીતા અને ભરોસાપાત્ર હતા અને તે ઐતિહાસિક હિજરતમાં તેમની સાથે હતા અને મિર્ઝાએ શિરાઝીની રેહલત (હિ.સ. 1312) સુધી તેમની સાથે રહ્યા, ત્યારપછી હિ.સ. 1314 માં તેઓ નજફ પાછા ફર્યા. મરહુમ મોહદ્દિસે નૂરી કુદ્સ સિર્રોહૂની અમુક કિતાબો અને ખાસ કરીને “મુસ્તદ્રકુલ્ વસાએલ સામરર્નિા વસવાટ દરમિયાન લખવામાં આવી. મુસ્તદરકની 3 જીલ્દો હિ.સ. 1305, હિ.સ. 1310 અને હિ.સ. 1313 માં સામરર્મિાં સંપૂર્ણતાએ પહોંચી અને ત્યાર પછી તરત ‘ખાતેમાએ મુસ્તદરકુલ વસાએલ’ લખવાનું શ કર્યુ અને હિ.સ. 1318 માં નજફમાં સંપૂર્ણ કર્યુ. (જુઅ કરો સાલ શુમાર ઝીંદગીએ મરહુમ નૂરી : અલ્લામા મોહદ્દિસ નૂરી અબ્દુલ હુસૈન તાલેઇ વ મોહમ્મદ હુસૈન સફાખ્વાહ, પાના: 48-54)

મુસ્તદરક, ખાતેમાની સાથે 10 જીલ્દોમાં પ્રકાશિત થઇ છે.

આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ હસન શિરાઝી, મહાન સિફાતોના માલિક હતા અને અમલી રીતે આ ખાસિયતો તેમના શાગિર્દોમાં ટ્રાન્સફર થઇ, એના લીધે તે ખાસિયતો ‘મકતબે સામરર્’િના શિર્ષક હેઠળ યાદ કરવામાં આવે છે. તેમાથી અમુક ખાસિયતો ‘ઉસ્તાદે ફકીહ સય્યદ મુસ્લેહુદ્દીન મહદવી’ના વર્ણન પ્રમાણે આ રીતે છે:

–       તહઝીબે નફસ અને પોતાની જાતને બનાવવા (જયહર -ઇીશહમશક્ષલ)(સ્વ-વિકાસ) પર ધ્યાન અને શરીઅતને અખ્લાક અને વર્તણુંકની ધરી અને આધાર બનાવવી.

–       દીનના અમલી પાસાઓ પર ધ્યાન દેવુ અને સામાજીક, સાંસ્કૃતિક અને સામાજીક જગ્યાઓ પર ઉત્સાહપૂર્વક હાજરી

–       ઝમાનાથી પરિચિત અને જવાબદારીથી સુપરિચિત હોવું

–       એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયતના મકામ પર ખાસ તવજ્જોહ

–       ઇમામે અસ્ર(અ.સ.)ની ઇમામતના બચાવ માટે ખાસ તવજ્જોહ

–       મુખાલિફોના સ્થાપિત થવા પર વિરોધ-મુખાલેફત

–       મઝલૂમોના હક્કોનો બચાવ

એક ખાસિયત, કે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની મોહબ્બત પ્રત્યે વધારેમાં વધારે તવજ્જોહ અને આ તવજ્જોહ અને ખાસિયત સામર્રાના મકતબના તરબીયત પામેલા લોકોમાં મોટે ભાગે જોવા મળે છે.

અલબત્ત, અમુક વિદ્વાન લોકો અમલની આ રીતનું મૂળભૂત પરિબળ બાબીયત ફિરકો જાહેરમાં આવવાના અને તેઓ (બાબીઓ)ની નસે મહદી(અ.સ.)ની અયોગ્ય અને ખોટી સ્પષ્ટતાને જાણે છે અને તે મુજબ મકતબે સમાંર્રા એ તે સમયના ઓલમાને નુસૂસે મહદી(અ.સ.)ના બચાવ અને તેના સહીહ બયાન કરવા પર તૈયાર કર્યું પરંતુ હકીકત એ છે કે આ પરિબળને બાહ્ય (External) સબબ અને કારણ ગણવું જોઇએ આંતરિક (Internal) પરિબળ પર એ અર્થમાં કે ત્યાં સુધી કે અગર પરિબળ External બાહ્ય નકારાત્મક એ ઝમાનામાં થયા ન હતા, કુવ્વત પૈદા કરી ચુક્યા હતા કે આ મકતબના તરબીયત પામેલાને મહદવીય્યતનો બચાવ જાણ્યું નહી કે તરબીયતના કેન્દ્રીય તત્વના શિર્ષક માટે તૈયાર કર્યા આ ટુંકાણમાં છે, વિગતવાર માહિતી કોઇ બીજા મૌકા પર ઇન્શાઅલ્લાહ. . .

મોહદ્દિસ મોહક્કિક અકીદાઓની હકોની હિફાઝત કરવાવાળા, આંતરિક અને બાહ્ય બિદઅતોને સ્પષ્ટ કરવાવાળા મિર્ઝા હુસૈન નૂરી 18 શવ્વાલ 1254 હિજરી શહેર નૂર માઝન્દરાનના ગામડાઓમાંથી એક ગામડું ‘યાલૂ’માં પૈદા થયા. આઠ વર્ષની ઉમ્રમાં આપના વાલિદ મિઝર્િ મોહમ્મદ તકી નૂરીનો ઇન્તેકાલ થઇ ગયો. બાલિગ થયા પછી મુલ્લા મોહમ્મદ અલી મહલ્લાતીની દેખરેખ હેઠળ આવ્યા અને તેઓએ મોહદ્દિસે નૂરીને આલિમે જલીલ, ફકીહ, ઝાહિદ, વરએ નબીલ બનાવ્યા. ત્યારપછી ઘણીવાર ઇરાક ગયા અને આવ્યા. ટુંકમાં હિ.સ. 1273 માં શૈખ અબ્દુર્ રહીમ બુરજર્દીની સાથે ચાર વરસ નજફમાં રહ્યા પછી હિ.સ. 1278 માં સફર કરી. આલિમે નહરિર, ફકીહે જામેઅ શૈખ અબ્દુલ હુસૈન તેહરાનની પાસે પહોંચ્યા અને તેમની સાથે કરબલા ગયા અને બે વરસ કાઝમૈનમાં હતા. હિ.સ. 1280 માં શૈખ મુરતઝા અન્સારીની જીંદગીના અંતિમ 6 મહિનાઓમાં તેમનો લાભ લીધો. હિ.સ. 1286માં આપ નજફ પાછા ફયર્િ અને આ વખતે આપ મિઝર્િ મોહમ્મદ હસન શિરાઝીની હાજરીમાં પહોંચ્યા, ત્યાં સુધી કે હિ.સ. 1312 એટલે કે મિઝર્િ શિરાઝીની વફાત સુધી નજફ અને સામરર્મિાં તેમની સાથે રહ્યા અને આપનો શુમાર ખાસ ભરોસાપાત્ર સાથીઓમાં થતો હતો. હિ.સ. 1314 માં સામર્રાથી નજફ પાછા ફર્યા અને હિ.સ. 1320 માં 66 વર્ષની ઉમ્રમાં વફાત પામ્યા.

આ લેખમાં અમારો વિષય આપની કિતાબ “કશ્ફુલ્ અસ્તારનો પરિચય છે. એટલા માટે વાતને નહીં રોકતા મુળભૂત વિષય પર આવીએ છીએ. આપની ઇલ્મી જદ્દો-જહદ અને આસાર માટે અલ-મુન્તઝરના શાબાન મહિનાનો ખાસ અંક હિ.સ. 1417 જુઓ.

રબીઉલ આખર હિ.સ. 1317 માં મહમુદ શકરી આલૂસીનો લખેલો એક કસીદો નજફે અશરફમાં પહોંચ્યો જે ‘કસીદએ બગદાદીયા’ના નામથી મશ્હૂર થયો.

કસીદાનો મત્લો આ પ્રમાણે છે:

અયા ઓલમાઉલ્ અસ્રે યા મન્ લહુમ્ ખબન્

બે કુલ્લે દકીકિન્ હાર ફી મિસ્લેહીલ્ ફિક્રો

અય ઝમાનાના આલિમો જેમના બારામાં એ ખબર છે કે તેમની ફિક્ર સુક્ષ્મ છે, જીણવટભરી છે, હંમેશા હૈરાન અને પરેશાન છે.

આલુસીએ આ કસીદામાં 25 અશ્આરમાં ઇમામે અસ્ર(અ.સ.)નું વુજુદ, તુલે ઉમ્ર, ગયબત અને આપ (અ.સ.)ની અમુક ખાસિયતો પર શંકા પૈદા કરી છે. જ્યારે આ કસીદો નજફ પહોંચ્યો તે સમયે મોહદ્દિસે નૂરી કુદ્દેસ સિર્રોહૂ ખુબજ તિવ્રતાથી ‘મુસ્તદરક’નો ખાતેમો લખવામાં મશ્ગૂલ હતા. આપે એ સમયના ગાળામાં બીજી ઘણી બધી કિતાબોના સંકલનની દરખાસ્તને ખાતેમાએ મુસ્તદરક પર પેન્ડીંગ રાખી હતી. જેમકે ‘લોઅલોઅ વ મરજાન’ની પ્રસ્તાવનામાં ઇશારો કર્યો છે, કે સય્યદ મુરતઝા જોનપુરીએ હિન્દુસ્તાનથી મને વારંવાર લખ્યુ છે કે એહલે મિમ્બર અને તેઓની આસાનીઓ માટે અહાદીસ અને મકતલ લખુ, પરંતુ ‘મુસ્તદરક’માં મશ્ગુલ હોવાના લીધે તેમને જવાબ દેવામાં મોડુ કર્યુ. ખુલાસો એ કે હિ.સ.1318માં ‘મુસ્તદરક’નો ખાતેમો લખી હિ.સ. 1319 માં ‘લોઅલોઅ વ મરજાન’ સંપૂર્ણ થઇ.

આપની મશ્ગુલીય્યતના આ સમયગાળામાં આલુસીનો કસીદો દરમિયાનમાં આવી ગયો, જેમકે આપે જોયુ કે ‘ખાતેમાએ મુસ્તદરક’ માટે આપે તમામ કાર્યો મુલ્તવી કરતા રહ્યા, પરંતુ અહીં બાબત કંઇક અલગ જ હતી. વાત હતી દીનના મહત્વના પાયાના અકીદાની અને તે પણ અશ્આરના સ્વપમાં અને ખાસ કરીને અરબોની દરમિયાન અસર કરવાવાળા કલામની. આ કારણે મોહદ્દીસ નૂરીએ હિમ્મતની કમર કસી અને ખુબજ ટુંકા સમયમાં એટલે કે બે મહિનામાં આલુસીના અયોગ્ય શંકા અને વાંધાનો જવાબ લખી નાંખ્યો. આ કિતાબ ‘ કશ્ફુલ્ અસ્તાર અન્ વજ્હીલ ગાએબે અનિલ અબ્સાર’ને 9 જમાદીઉસ્સાની હિ.સ. 1317 માં સંપૂર્ણ કરી, એટલે કે ખાતમાએ મુસ્તદરકને પાછળ છોડી દીધો અને આ કામને અગ્રતા આપી. કિતાબના મહત્વને નઝરમાં રાખતા મોહદ્દીસે નૂરીએ ખુદ પોતે તેના પ્રકાશનની વ્યવસ્થા કરી અને 17 જમાદીઉલ અવ્વલ હિ.સ. 1318 માં તેહરાનના ‘મતબુઆ હાજ અહમદ મોઅય્યદુલ ઓલમા’ ના થકી કિતાબ છપાઇ ગઇ.

આ કિતાબ એક પ્રસ્તાવના અને બે પ્રકરણો અને કિતાબનો ખાતેમો અને મુલ્હકાતે કિતાબની બનેલી છે. પ્રસ્તાવનામાં કિતાબ લખવાનો મકસદ અને મત્નમાં કસીદએ બગદાદીયા આવ્યો છે. પ્રથમ પ્રકરણ (પાના નંબર: 37 થી 154) મોહદ્દીસે નૂરીએ હઝરત ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતના બારામાં મુસલમાનોની માન્યતાઓને બયાન કરી છે. એ વાતને સાબિત કરી છે કે હઝરત મહદી(અ.સ.) એ વિશ્ર્વસ્તરે નજાત આપનારા છે અને આ બારામાં રિવાયતો મોતવાતિર છે, પરંતુ એ બાબતોમાં ઇમામીયા ઓલમાના અમુક સુન્ની આલીમોથી મતભેદ છે:

પ્રથમ મતભેદ એ છે કે હઝરત મહદી(અ.સ.) હસની છે કે હુસૈની?

બીજો મતભેદ એ છે કે તેઓ પૈદા ચુક્યા છે કે નહી?

આ પ્રકરણની શઆતમાં ઇમામ મહદી(અ.સ.) (પયગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.)ના હમનામ અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના ફરઝંદ છે અને હિ.સ. 255 માં પૈદા થયા)ની તરફ ઇશારો કર્યો છે, અને એહલે સુન્નતના 40 ઓલમાનો ઉલ્લેખ કર્યો છે કે જેઓએ ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતની ગવાહી આપી છે અને સ્વિકાર કર્યો છે, તે ઓલમાની ઇલ્મી મહાનતાનો ઝિક્ર રેજાલની સુન્ની કિતાબોનો હવાલો આપીને કર્યો છે. અમુકનો ઉલ્લેખ સીધા સંબંધિત સ્ત્રોતોથી વર્ણન કર્યુ છે અને અમુકનો ઝિક્ર મરહુમ મીર હામિદ હુસૈન હિન્દી (અબકાતી)ની કિતાબ ‘ઇસ્તકાઉલ્ અફહામ’ના હવાલાથી વર્ણવી છે. આ પ્રકરણમાં અમુક બાબતો ફારસી ભાષામાં છે. પ્રથમ પ્રકરણમાં ટુંકાણમાં દલીલોની સાથે કે મહદીએ મવઉદ એ જ હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.) છે અને તેમના સિવાય બીજુ કોઇ નથી અને આ બારામાં જે ચચર્ઓિ આવી છે, તેમાંથી ટુંકમાં આ છે:

અમુક હદીસો બાર ઇમામો પર દલીલ તરીકે આવી છે, કયારેક તે કુલ્લી રીતે ‘ઇસ્ના અશર ખલીફા’ના શિર્ષકથી અને ક્યારેક અઇમ્મા(અ.મુ.સ.)ના નામો અને તેઓની ખાસિયતોની સાથે વર્ણન થઇ છે, જેમ કે . . .

વ અખ્રજ મુસ્લેમૂન ફી સહીહેહી મિન્ હસીન અન્ જાબિર ઇબ્ને સમરહ્ કાલ દખલ્તો મઅ અબી અલન્નબી (સ.અ.વ.) ફ સમેઅ્તોહૂ યકુલો: અન્ન હાઝલ્ અમ્રો લા યન્કઝી હત્તા યમ્ઝી ફીહિમ ઇસ્ના અશર ખલીફા. કાલ: સુમ્મ તકલ્લમ બે કલામિન્ ખફેય અલય્ય. કાલ: કુલ્તો લે અબી મા કાલ? કાલ: કુલ્લોહુમ મિન કુરય્શ

મુસ્લીમો પોતાની કિતાબ સહીહમાં હસીનથી અને તેણે જાબિર બિન સમરહથી વર્ણન કર્યુ છે કે હું મારા વાલિદની સાથે પયગંબર(સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થયો અને પયગંબર(સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા કે ‘ચોક્કસ! આ અમ્ર (ઇસ્લામ) ખત્મ નહી થાય, ત્યાં સુધી કે બાર ખલીફા ન થઇ જાય. જાબિર બિન સમરાએ કહ્યું. પછી પયગંબર(સ.અ.વ.)એ કંઇક ધીમેકથી કહ્યું, તો મેં મારા વાલિદને પુછ્યું કે: શું કહ્યું? મારા વાલિદે બતાવ્યું કે પયગંબર(સ.અ.વ.)એ ફરમાવ્યું: તેઓ બધા કુરૈશમાંથી હશે.’

(કશ્ફુલ અસ્તાર, પાના: 108)

વ અખ્રજલ બુખારી: યકુનો બઅ્દી ઇસ્ના અશર અમીન્ વ કાલ કુલ્લોહુમ્ મિન્ કુરૈશિન્

બુખારીએ વર્ણન કર્યુ કે (પયગંબર(સ.અ.વ.)એ પોતાના જાનશીનોના બારામાં ફરમાવ્યું: મારા પછી બાર અમીર થશે અને એ પણ ફરમાવ્યું કે તેઓ તમામ કુરૈશથી હશે.

(કશ્ફુલ અસ્તાર, પાના: 109)

આવી રીતે શારી(ગાયતુલ અહકામ)એ પોતાની સનદો સાથે વર્ણન કર્યુ છે કે અબી કતાદાએ કહ્યું કે મેં સાંભળ્યું કે રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

અલ્ અઇમ્મતો બઅ્દી ઇસ્ના અશર, અદદો નોકબાએ બની ઇસ્રાઇલ્ વ હવારીય્યે ઇસા(અ.સ.)

પયગંબરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

મારા પછી નોકબાએ બની ઇસ્રાઇલ અને ઇસા (અ.સ.)ના હવારીઓની સંખ્યા મુજબ બાર ઇમામ થશે.

અને ઇમામ હુસૈન ઇબ્ને અલી ઇબ્ને અબીતાલિબ(અ.મુ.સ.)એ ફરમાવ્યું:

અમારામાંથી બાર મહદી છે અને તેમાંથી પ્રથમ અલી બિન અબી તાલિબ(અ.સ.) અને આખરી કાએમ (અ.સ.) છે. આ ઉપરાંત સહીહો અને મસ્નદો અને સોનનોમાં પણ વર્ણન થયુ છે.

(કશ્ફુલ અસ્તાર, પાના: 109)

યાદ દેહાની:

મોહદ્દીસે નુરીએ દલીલો સ્થાપી છે કે પયગંબર (સ.અ.વ.)ના પછી 12 ખલીફા પર વારિદ થવાવાળી હદીસો સહીહ છે અને તેના પર બધાનું એકમત હોવું છે અને ઓલમાએ ઇમામીયાએ જે કાંઇ બયાન કર્યુ છે કે એ તમામ લોકો પર સહીહ છે, જે પોતાની સાથે ઇન્સાફ કરે છે કે આ નબવી હદીસો ઇમામીયા મઝહબ સિવાય બીજા કોઇ મઝહબ પર બંધબેસતી નથી.

ધ્યાન આપવા જોગ:

આ હદીસને એહલે તસન્નુનના તમામ આલિમોએ સહીહ ગણી છે, તેના અર્થ પર પણ સંપૂર્ણ રીતે સહમત છે, પરંતુ તેના ‘મિસ્દાક’માં મતભેદ છે. બાર ખલીફાઓની અમુક્રમણિકા એહલે તસન્નુનના આલિમોએ અલગ બનાવી છે, જેમકે તેઓ મુજબ ખોલફાએ રાશેદા અને બની ઉમય્યાના હાકીમો અથવા બની અબ્બાસના હાકીમો છે. પરંતુ જે કાંઇ પણ અનુક્રમણીકા બની તે શરતો પર પુરી ઉતરતી નથી. દા.ત. બધા કુરૈશમાંથી હોય અથવા દીનને તેના વુજુદથી ઇઝ્ઝત અને તાકત મળી હોય અથવા દા.ત. રસુલના ખલીફા પ્રશંસનીય સિફતો-ગુણો ધરાવનાર હોય અને બુરી સિફતોથી પાક હોય, હિદાયત પામેલા હોય, દીને હક પર હોય વિગેરે.

મોહદ્દીસે નૂરી (કુદ્દેસ સીર્રોહુ)એ ખૂબ જ સિફતપૂર્વક સાબિત કર્યુ છે કે અન્ય સહીહ રિવાયતોની રોશનીમાં બાર ખલીફા અથવા બાર જાનશીને રસુલ ફક્ત એહલેબૈતે પયગમ્બર(અ.મુ.સ.) છે. જેમનાથી જોડાઇ રહેવા માટે પયગમ્બરે ઇસ્લામે ખાસ તાકીદ કરી છે. મોઅલ્લીફ મર્હુમે સુન્ની હવાલાઓથી હદીસે સકલૈનને વર્ણવી છે. જેમ કે અબુ સઇદ ખુદરીએ વર્ણન કર્યુ છે:

સમેઅ્તો રસુલલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ યકુલો: ઇન્ની કદ્ તરક્તો ફી કોમુસ્સકલૈને ખલિફતૈને ઇન્ અખઝ્તુમ્ બેહેમા લન્ તઝીલ્લુ બઅ્દી. અહદોહોમાં અકબરો મેનલ્ આખરે કેતાબલ્લાહે હબ્લુમ્ મમ્દુદુમ્ મેનસ્સમાએ એલલ્ અર્ઝે (અવ્ કાલ મેનલ્ અર્ઝે) વ ઇત્રતી અહ્લબૈતી અલા વ ઇન્નહોમા લય્યફ્તરેકા હત્તા યરેદા અલય્યલ્ હવ્ઝ

અબુ સઇદ ખુદરી કહે છે: મેં રસુલ(સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા: ચોક્કસ મેં બે કિમતી ખલિફા તમારી દરમીયાનમાં છોડ્યા, અગર તમે તે બંનેને લઇ લ્યો તો હરગીઝ મારી પછી ગુમરાહ નહી થાવ. એમાંથી એક બીજા કરતા અકબર છે, તે અલ્લાહની કિતાબ આસ્માનથી જમીન સુધી લંબાએલી એક રસ્સી છે (અથવા ફરમાવ્યું જમીનથી આસ્માન સુધી) અને મારી ઇતરત એહલેબૈત(અ.મુ.સ.). આગાહ થઇ જાવ! કે આ બંને એક બીજાથી જુદા નહી થાય ત્યાં સુધી કે બંને મારી પાસે હવ્ઝે કવસર પર વારિદ થાય.

યાદી:

આ હદીસ અસંખ્ય મૌકાઓ ઉપર પયગમ્બર (સ.અ.વ.)એ બયાન ફરમાવી છે. હજ્જતુલ વિદાઅના મૌકા પર મૈદાને અરફાતમાં, ગદીરે ખુમના મકામ પર, મદીનામાં જીંદગીના આખરી દિવસોમાં જ્યારે આખો મ સહાબીઓથી ભરેલો હતો, તાએફથી પાછા ફરતી વખતે ખુત્બામાં અને આ સિવાયના મૌકા પર પણ તેને વારંવાર બયાન કરી છે. ટુંકમાં એ કે મોહદ્દીસે નૂરીએ સુન્નીઓના મિસ્દાકોને બાર ઇમામોના બારામાં ન ફક્ત રદ કયર્િ છે પરંતુ એ સાબિત કર્યુ છે કે એહલેબૈત(અ.મુ.સ.) જનાબે પયગમ્બર(સ.અ.વ.)ના જાનશીન છે અને એ રીતે આજે ઇમામ મહદી(અ.સ.) જીવંત અને મૌજુદ છે.

(વધુ આવતા અંકે ઇન્શાઅલ્લાહ)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *