શઆએરે હુસૈની અને મરજઇય્યત
હઝરત સય્યદુશ્શોહદા અબા અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીના બારામાં અમુક મોઅમીનોએ મરજએ આલી કદ્ર હઝરત આયતુલ્લાહ અલ્હાજ આકા સય્યદ અલી અલ હુસૈની સિસ્તાની દામ ઝિલ્લહુલ વારિફને અમુક સવાલો કયર્િ હતા. તેઓના સવાલો અને દીનની ઉચ્ચ મરજઇય્યતના જવાબો નીચે લખેલા છે.
ખુદાવંદે કુદ્દુસ અને રહીમ અને ગફુરની પવિત્ર બારગાહમાં મોહમ્મદ અને આલે મોહમ્મદ(સ.અ.વ.) ના સદકામાં દુઆ માટે હાથ ઉંચા કરીએ છીએ કે આપણને સૌને અઝાદારીની કંઇક એવી તવફીકાત અતા કરે કે આપણી અઝાદારીનો એક-એક હિસ્સો અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.)ની બારગાહમાં કબુલીય્યતનો શરફ હાસિલ કરે. ખાસ કરીને હજરત વલીએ અસ્ર, વારિસે શોહદાએ કરબલા હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.)ની ખુશ્નુદીનો સબબ બને. દુનિયામાં ખુશનસીબી અને બરકત તેમજ આખેરતમાં મઅસુમીન (અ.મુ.સ.)ની શફાઅતનો સબબ થાય.(આમીન) હવે જુઓ…
મરજએ આલી કદ્ર બુઝુર્ગવાર હઝરત આયતુલ્લાહ હાજી આકા સય્યદ અલી અલ હુસૈની સિસ્તાની દામ ઝિલ્લહુલ વારિફની ખિદમતમાં…
“અસ્સલામો અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહુ…
ખુદાવંદે આલમ આપને મહાન બદલો અને સવાબ અતા ફરમાવે…
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના અરબઇનની મુનાસેબતથી અમે લોકો કરબલાએ મોઅલ્લા જઇ રહ્યા છીએ. આપની પવિત્ર ખિદમતમાં દરખાસ્ત છે કે આપ એક પિતાની જેમ નસીહતોથી નવાઝિશ કરો, જેથી વધારે ફાયદો થાય અને બદલો તેમજ સવાબમાં વધારો થાય. એ વાતોના પ્રત્યે અમા ધ્યાન દોરો જેનાથી અમે ગાફિલ છીએ અથવા જેનાથી અમે અજાણ છીએ અને એ કે આ નસીહતો દરેકના માટે ફાયદાકારક બનશે.
ખુદાવંદે આલમ આપના વુજુદની નેઅમતને અમારા સરો પર હંમેશા કાયમ રાખે. તે બેહતરીન દુઆઓનો સાંભળનાર છે અને સૌથી નજીક છે. ઇલ્તેમાસે દુઆ…
અમુક મોઅમેનીન
બિસ્મીલ્લા હિર રહમાનિર રહીમ
અલ્હમ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન, વસ્સલાતો વસ્સલામો અલા સય્યેદેના મોહમ્મદિંવ્ વ આલેહિત્ તાહેરીન
અમ્મા બઅ્દ, ખુદાવંદે આલમ મોઅમેનીને કેરામને આ અઝીમ ઝિયારતની તવફીક અતા ફરમાવે. આ ઝિયારત દરમિયાન આ બાબતો પર મોઅમેનીને કેરામની તવજ્જોહ જરી છે.
ખુદાવંદે આલમે પોતાના બંદાઓમાં અંબીયા (અ.મુ.સ.) અને અવસીયા(અ.મુ.સ.) બનાવ્યા, જેથી તેઓ લોકો માટે નમુનએ અમલ, રહેનુમા, લીડર અને હુજ્જત રહે અને લોકો તેમની તઅલીમાતથી હિદાયત પામી શકે અને તેઓના નકશે કદમ પર ચાલી શકે. ખુદાવંદે આલમ તેઓની યાદોને જીવંત અને તાજી રાખવા માટે તેઓને મુબારક રોઝાઓની ઝિયારતનો શૌખ દેવડાવે છે, જેથી તેમની યાદો જીવંત રહે અને તેઓની મહાનતા સ્પષ્ટ અને જાહેર રહે અને આ રીતે લોકોના દિલોમાં ખુદાની યાદ, તેની તઅલીમાત અને અહેકામ જીવંત રહે. કારણકે, આ હસ્તીઓ ખુદાવંદે આલમ અને તેના દીનની ઇતાઅત, તેની રાહમાં જેહાદ અને કુરબાનીમાં બેહતરીન ઉદાહરણ અને નમુનો બને.
આના લીધે આ પવિત્ર ઝિયારત માટે અમુક તકાઝાઓ છે:
આ ઝિયારત જ્યાં અલ્લાહની રાહમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની કુરબાનીઓની યાદ અપાવે છે ત્યાં સાથો સાથ એ હકીકતની તરફ ધ્યાન દેવડાવે છે કે દીની તઅલીમાત ખાસ કરીને નમાઝ, પરદો, સુધારણા, ક્ષમા અને દરગુઝર, સબ્ર અને ક્ધટ્રોલ, અદબ અને એહતેરામ, રસ્તાઓની પવિત્રતા અને શરાફતનો ખાસ ખ્યાલ રાખે. એ તમામ બાબતોનો પણ ખ્યાલ રાખવો જોઇએ જે બેહતરીન અખ્લાકથી સંબંધિત છે. જેથી આ ઝિયારત ખુદાવંદે આલમના ફઝલો કરમથી નફસની ઝીનત અને પાકીઝગીની તરફ એક અસરકારક પગલુ બને જેની અસરો આ ઝિયારત પછી બીજી ઝિયારતોમાં પણ બાકી રહે. આ ઝિયારતો દરમિયાન કંઇક એવુ અનુભવે કે આપણે જાણે ઇમામ(અ.સ.)ના તઅલીમ અને તરબીયતના દર્સમાં બેઠા છીએ અને ઇમામ(અ.સ.) આપણી સામે મવજુદ છે.
અલબત્ત! આપણે લોકો અઇમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ના ઝમાનામાં હતા નહી કે જેથી તેઓ પાસેથી સીધી તઅલીમ હાસિલ કરી શકીએ અને તેઓના પવિત્ર હાથો થકી તરબીયત પામત. પરંતુ ખુદાવંદે આલમે આપણા માટે તેઓની તઅલીમાત અને તેઓના મીશનને જીવંત અને બાકી રાખ્યુ છે અને તેઓના રોઝાઓની ઝિયારતની તાકીદ કરી છે. જેથી આપણા માટે સ્પષ્ટ નમુનએ અમલ રહે અને તેના થકી આપણું ઇમ્તેહાન લીધુ છે. આપણે તેઓની બારગાહમાં હાજર થવાનો જે ઇરાદો રાખીએ છીએ તેમાં આપણે કેટલા સાચા છીએ અને આપણી નિય્યત કેટલી પવિત્ર છે. આપણે તેઓની તઅલીમાતને તે નસીહતોને કેવી રીતે કબુલ કરીએ છીએ અને કેટલો તેના પર અમલ કરીએ છીએ. જે લોકો એમના ઝમાનામાં જીવન પસાર કરતા હતા, તેઓને જે રીતે અજમાવવામાં આવ્યા હતા તે રીતે. આપણે એ વાતથી પનાહ માંગવી જોઇએ કે કયાંક એવુ ન થાય કે આપણે આપણી નિય્યતોમાં ખરા ન ઉતરીએ. અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.)ની ઇચ્છા પ્રમાણે કંઇક એવુ હોવુ જોઇએ કે કાલે આપણે તેમની સાથે મહશુર થઇએ અને તેઓની સાથે શહાદત હાસિલ કરવાવાવાળામાં આપણો શુમાર થાય. જંગે જમલના મૌકા પર હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ હતું:
કદ્ હઝર્ના કવ્મુન્ લમ્ યઝાલુ ફી અસ્લાબિર્રેજાલે વ અરહામિન્ નેસાએ
આ જંગમાં આપણી સાથે એ લોકો પણ શામિલ છે, જેઓ હજી મર્દોની પીઠમાં અને ઔરતોના પેટમાં છે.
આપણામાંથી જેની નિય્યત સાફ અને સાચી હશે તેના માટે તેઓની તઅલીમાત પર અમલ કરવો અને તેઓના નકશે કદમ પર ચાલવું મુશ્કેલ નથી. તેઓા નફસોની પાકીઝગીથી પોતાને પાકો પાકીઝા કરે અને તેઓના અદબ અને અખ્લાકથી પોતાને શણગારે.
અલ્લાહ! અલ્લાહ! ખુદાના વાસ્તે! ખુદાના વાસ્તે! નમાઝનો ખાસ ખ્યાલ રાખો. રિવાયતોમાં નમાઝને દીનનો સ્તંભ અને મોઅમીનની મેઅરાજ કહેવામાં આવ્યુ છે. અગર નમાઝ કબુલ થઇ ગઇ તો બાકીના તમામ આમાલ પણ કબુલ થઇ જશે અને અગર તે રદ કરવામાં આવી તો બાકીના તમામ આમાલ પણ રદ કરી દેવામાં આવશે. જરી છે કે આપણે નમાઝને અવ્વલ સમયે અદા કરીએ. અવ્વલ સમયમાં નમાઝને અદા કરવી. અલ્લાહને ખુબજ પસંદ છે અને દોઆઓ જલ્દી કબુલ થવાનું કારણ છે. આ વાત અયોગ્ય છે કે અવ્વલ સમયમાં અન્ય ઇતાઅતોમાં મશગુલ રહે અને નમાઝ અદા ન કરે. કારણકે નમાઝ તમામ ઇતાઅતોમાં સૌથી શ્રેષ્ઠ ઇતાઅત છે. અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.)થી વર્ણવવામાં આવ્યુ છે:
લા યનાલો શફાઅતોના મનીસ્તખફફ બિસ્સલાત
જે નમાઝને હલ્કી સમજશે તેને અમારી શફાઅત નસીબ નહી થાય.
હજરત ઇમામ હુસૈન(અ.સ.) અવ્વલ વકત નમાઝનો ખાસ ખ્યાલ રાખતા હતા, ત્યાં સુધી કે આશુરના દિવસે એક શખ્સે અવ્વલ વકત નમાઝની વાત કરી તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
ઝકરતસ્સલાત જઅલકલ્લાહો મેનલ્ મુસલ્લીન
તમે નમાઝને યાદ કરી, અલ્લાહ તમારો શુમાર નમાઝ ગુઝારોમાં કરે.
ઇમામ હુસૈન(અ.સ.)એ મેદાને જંગમાં તીરોના વરસાદમાં નમાઝ અદા કરી.
અલ્લાહ! અલ્લાહ! ખુદાના વાસ્તે! ખુદાના વાસ્તે! ખુલુસ નિય્યત, દરેક ઇન્સાનના અમલની કિંમત અને બરકત, બારગાહે ખુદાવંદીમાં ખુલુસ નિય્યતની બુનિયાદ પર છે. ખુદાવંદે આલમ ફકત અને ફકત એ અમલને કબુલ કરે છે જે ફકત એ અમલ કરે છે જે ફકત અલ્લાહના માટે અંજામ દેવામાં આવે છે અને કોઇ ગૈરને શરીક કરવામાં ન આવે. જે સમયે લોકો મદીના મુનવ્વરા તરફ હિજરત કરી રહ્યા હતા તે સમયે હઝરત પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું હતું: … અને જેની હિજરત ખુદા અને રસુલના માટે છે, તેની હિજરત ખુદા અને રસુલ તરફ છે, અને જે દુનિયા માટે હિજરત કરી રહ્યો છે તેની હિજરત દુનિયા તરફ છે. ખુદાવંદે આલમ ખુલૂસે નિય્યતના પ્રમાણમાં અમલના સવાબમાં વધારો કરે છે, ત્યાં સુધી કે 700 ગણો વધારો કરે છે. બલ્કે ત્યાં સુધી કે ખુદા જેટલો ચાહે તેટલો વધારો કરે છે.
ઝાએરીન માટે યોગ્ય છે કે રસ્તામાં પગલે પગલે વધારેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરે, દરેક અમલમાં ખુલુસતાને નજર સમક્ષ રાખે. એ જાણી લે કે ખુદાવંદે આલમે બંદાઓને જે નેઅમતો અતા કરી છે, તેમાં સૌથી મહાન નેઅમત અકાએદ, કૌલ અને અમલમાં ખુલૂસતા તેમજ ઇખ્લાસ છે.ખુલૂસતા વગરના અમલની અસર આ દુનિયાના ખત્મ થવાની સાથે ખત્મ થઇ જશે. પરંતુ ફક્ત ખુદા માટે ખાલિસ અમલ બાકી રહેશે આ દુનિયામાં તેની અસર રહેશે અને આખેરતમાં પણ તેની અસર રહેશે.
અલ્લાહ! અલ્લાહ! ખુદાના વાસ્તે! ખુદાના વાસ્તે! હિજાબ અને પર્દો! એહલેબૈત(અ.મુ.સ.)એ ખુબ જ તાકીદ ફરમાવી છે. ત્યાં સુધી કે કરબલાની સૌથી મુશ્કેલ અને સખ્ત પરિસ્થિતિમાં પણ પરદાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ બારામાં આ હસ્તીઓ બહેતરીન મિસાલ અને નમુનએ અમલ છે. આ હસ્તીઓને લોકોની દરમિયાન જેટલી તકલીફ બેપરદગીના કારણે થઇ છે, એટલી વધારે તકલીફ અને અઝીય્યત બીજી કોઇ ચીજથી નથી થઇ. આથી તમામ ઝાએરીન અને ખાસ કરીને ઝિયારતથી મુશર્રફ થવાવાળી ઔરતોની જવાબદારી છે કે સંપૂર્ણ રીતે પોતાના પરદાનો ખ્યાલ રાખે. એવુ કોઇ કામ ન કરે જે પરદાની વિધ્ધ હોય. તેમનો લિબાસ તેમનો અંદાજ દરેક જગ્યાએ પરદાનો ખાસ ખ્યાલ રાખે. ફીટ કપડા અને નામહેરમ મર્દોની દરમિયાન જવા અને ઘરેણા અને શણગારથી પરહેઝ કરે, બલ્કે જેટલુ બની શકે આ પવિત્રતાની હિફાઝત માટે કોશિશ કરે અને એ તમામ ચીજોથી દુર રહે જે આ પવિત્રતાની વિધ્ધ હોય. ખુદાવંદે આલમની બારગાહમાં દુઆ ક છું, એહલેબૈત (અ.મુ.સ.)એ દીનના માટે અને લોકોની હિદાયત માટે જે જેહાદ કર્યો છે, જે કુરબાનીઓ આપી છે, ખુદા દુનિયા અને આખેરતમાં તેમના દરજ્જાત બુલંદ ફરમાવે. . . જેવી રીતે તેમના પહેલા અંબીયા અને મુરસલીન અને ખાસ કરીને ઇબ્રાહીમ(અ.સ.) અને આલે ઇબ્રાહીમ (અ.મુ.સ.) ઉપર દુદ અને સલામ નાઝિલ કયર્િ છે, તેઓ(અ.મુ.સ.) ઉપર પણ દુદ અને સલામ નાઝિલ ફરમાવે.
ખુદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે આવવાવાળા તમામ ઝાએરીનોને બેહતરીન અંદાજમાં કબુલ ફરમાવે, જેવી રીતે પોતાના નેક અને સાલેહ બંદાઓના આમાલને કુબલ ફરમાવે છે, જેથી તે પોતાની ઝિંદગીમાં, પોતાના અખ્લાક અને વર્તણુંકમાં ઝિયારતથી પહેલા અને ઝિયારતના બાદની જીંદગીમાં એક નમુનએ અમલ બને અને ઝિયારતની અસરો ઝિયારત બાદ પણ બાકી રહે. એહલેબૈત(અ.મુ.સ.)ની તરફથી તે લોકોને તેમની વિલાયત અને મોહબ્બતોનો એ બેહતરીન બદલો અને સવાબ મળે અને કયામતના મેદાનમાં બધા લોકો પોતાના ઇમામોની ઉઠાડવામાં આવે. આ રાહમાં શહીદ થવાવાળા અને જાનનો તોહફો દેવાવાળા, ઝુલ્મ અને મુસીબતો સહન કરવાવાળા, તેમની મોહબ્બત માટે બધુ સહન કરવાવાળા, હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે મહેશૂર કરવામાં આવે. ચોક્કસ અલ્લાહ સાંભળવાવાળો અને દોઆને કબુલ કરવાવાળો છે.
(13 સફર હિ.સ. 1435)
સવાલ નંબર : 1
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની આ હદીસના બારામાં મરજએ તકલીદનો શું અભિપ્રાય છે? હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની હદીસ આ મુજબ છે:
મન્ બકા અવ્ તબાકા અલલ્ હુસૈને વજબત્ લહુલ્ જન્નત્
જે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) પર ગીર્યા કરે અથવા ગીર્યા કરવાની કોશિશ કરે તેના માટે જન્નત વાજીબ છે.
જવાબ: અલ્લાહના નામ સાથે, જી હા! અસંખ્ય રિવાયતોમાં જેમાં અમુક ભરોસાપાત્ર રિવાયતોમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.) પર ગીર્યા કરવા પર જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે. અમુક રિવાયતોમાં એ લોકો માટે પણ જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે જેઓ ગીર્યા કરવાની કોશિશ કરે છે: અથવા શેઅર કહે છે અને તેને સાંભળીને લોકો ગીર્યા કરે છે. કિંમતનો વાયદો કોઇ આશ્ર્ચર્યની વાત નથી. શીઆ અને સુન્ની રિવાયતોમાં અમુક આમાલ માટે જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે. પરંતુ તેનો મતલબ એ નથી કે ઇન્સાન પોતાને સંપૂર્ણ રીતે અઝાબથી સુરક્ષિત સમજે અને તે ચાહે એમ વાજીબાતને તર્ક કરે અને હરામ કામોને અંજામ આપે. આ એહસાસ કેવી રીતે હોઇ શકે છે? જ્યારે કે કુર્આને કરીમની આયતોમાં વાજીબાતને તર્ક કરવા પર અને હરામ કામોને અંજામ આપવા પર અઝાબનો વાયદો કરવામાં આવ્યો છે. આયતો અને રિવાયતોની રોશનીમાં આ પ્રકારની રિવાયતોનો મફહુમ એ છે કે અગર આ આમાલ કબુલ થઇ ગયા તો જન્નત તેનો બદલો છે અને કયારેક વધારે પડતા ગુનાહો આમાલ કબુલ થવાની રાહમાં અડચણ બની જાય છે. જે જન્નતમાં જવાથી અને જહન્નમથી નજાતથી રોકી દે છે. બીજા શબ્દોમાં આ રીતે વર્ણવી શકાય છે કે આ અઅમાલ જન્નતનું હકદાર હોવુ બનાવી દે છે, પરંતુ તેને કબુલ થવુ એ વાત પર અટકેલુ છે કે એવા અઅમાલ ન હોય જે જહન્નમનો હકદાર બનાવી રહ્યા હોય અને એ આમાલ જેના પર જહન્નમનો વાયદો કરવામાં આવ્યો છે.
રહી ગઇ વાત કે હઝરત ઇમામ હુસૈન પર ગીર્યા કરવાનો આટલો બધો દરજ્જો, તો તેનું કારણ એ છે કે ગીર્યા કરવુ એ ઇન્સાનના ઉંડા દિલી સંબંધ અને લગાવની ખબર આપે છે અને પછી આ એ સમયે થાય છે જ્યારે દિલ ખુબ જ ગમઝદા અને ગમગીન હોય છે. કદાચ ગમનો એહસાસ ગિયર્નિો સબબ હોય છે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.) પર ગીર્યા કરવુ એ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) અને અહલેબૈતે અત્હાર (અ.મુ.સ.) પ્રત્યે સાચી મહેરબાની અને વિલાયતની દલીલ છે અને એ તઅલીમાતનું પ્રતિબિંબ છે, જેની તરફ આ હસ્તીઓએ દઅવત આપી છે, અને જેના ખાતર શહાદત કબુલ કરી છે. આ એક સ્પષ્ટ હકીકત છે કે આ શહાદતે ઇતિહાસને ધૃજાવી દીધો છે. ઝાલીમો, જાબીરોના તખ્તાઓને હલાવી દીધા અને મોઅમીનોના દિલોમાં ઇસ્લામી તઅલીમાતના મૂળો મજબુત અને સ્પષ્ટ કરી દીધા. આ ત્યારેજ થશે જ્યારે એમની સાથે તમસ્સુક હશે અને સતત તેમનો ઝિક્ર થતો રહેશે. આટલા માટે અઇમ્મએ અહલેબૈત (અ.મુ.સ.)થી આ પ્રકારની રિવાયતો વારિદ થાય છે.
તબાકા: ગીર્યા કરવાની કોશિશ કરવી એનો મતલબ બીજાઓ સામે ગીર્યાનો દેખાવ કરવો એમ નથી, પરંતુ તેનો મતલબ એ છે કે ગમની હકીકતને મહેસુસ કરીને ગિયર્નિી કોશિશ કરવી. એ સમયે ઇન્સાનને એ મહેસુસ થાય છે કે, દિલ ખુશ્ક છે અને આંસુઓ નિકળતા નથી, એ સમયે કોશિશ કરવી દિલને ગીર્યા કરવા માટે તૈયાર કરે છે, જેથી તેની લાગણીઓ અકલની અવાજ પર લબ્બૈક કહે.
જ્યારે ખુદાનો ઝિક્ર કરવામાં આવે ગીર્યા કરવુ અથવા ગીર્યા કરવાની કોશિશ પર જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે, તેનો અર્થ એ છે કે, જેના તરફ જુદા-જુદા ઓલમાઓએ ઇશારો કર્યો, ખાસ કરીને અલ્લામા મુકર્રમએ પોતાની કિતાબ “મકતલુલ હુસૈનમાં (29 મોહર્રમુલ હરામ હિ.સ. 1435.)
સવાલ નંબર-2
શું નમાઝે ઝોહરના સમયે જરી છે કે, જુલુસે અઝાને છોડીને અવ્વલ સમયે નમાઝ અદા કરવામાં આવે, કે પછી જુલુસ પુ થયા બાદ નમાઝ અદા કરવામાં આવે? આમાં કઇ વાત ફઝીલતવાળી છે?
જવાબ: અવ્વલ સમયે નમાઝ અદા કરવી. પરંતુ તેના કરતા વધુ અગત્યનું એ છે કે જુલુસે અઝાનો સમય એવી રીતે નક્કી કરવામાં આવે કે નમાઝ અવ્વલ સમયમાં અદા થઇ શકે.
સવાલ નંબર-3
શું એ યોગ્ય છે કે અમુક અઝાદારોની મૌજુદગીમાં સુબ્હની પહેલી મિનિટોમાં જુલુસ શ કરી દેવામાં આવે અને નમાઝના સમય સુધીમાં પુ કરી દેવામાં આવે? કે પછી અઝાદારોનો ઇન્તેઝાર કરવામાં આવે અને જુલુસની દરમિયાન નમાઝનો સમય આવી જાય?
જવાબ: અઝાદારોનો ઇન્તેઝાર કરવામાં આવે. અને જુલુસ દરમિયાન નમાઝ અદા કરવામાં આવે, અને ફરી જુલુસનો સિલસિલો શ રાખવામાં આવે. (29 મોહર્રમુલ હરામ હિ.સ. 1435)
સવાલ નંબર-4
અમારા વિસ્તારમાં અસંખ્ય ઇમામ બારગાહો, હુસૈનીય્યાહ છે, જેમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબે બાવફાની યાદમાં મોટી મોટી મજલીસો ગોઠવાય છે. એહલેબૈત(અ.મુ.સ.)ની મોહબ્બતથી ભરપુર મોઅમીનો મહત્વની ખિદમતો અંજામ આપે છે. આ મજલીસોમાં મોટા પાયા પર ભૌતિક અને હાની ખિદમતો પેશ કરવામાં આવે છે. એક જ સમયમાં અસંખ્ય જગ્યાએ મોટી મોટી મજલીસો થાય છે. મોટા ભાગની મજલીસો સવારે 7 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા સુધી થાય છે. જેમાં ન્યાઝ પણ જમાડવામાં આવે છે. જેના પરિણામે ઘણું બધુ ખાવાનું જમીન પર ફેંકી દેવામાં આવે છે. આના વિષે જનાબે આલીનો શું અભિપ્રાય છે?
જવાબ: ખાવાનું વ્યર્થ કરવું શરીઅતની નજરમાં નાપસંદ અને હરામ છે. જરી છે કે કંઇક એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખોરાક બરબાદ અને વ્યર્થ ન થાય. તેના માટે જરી છે કે ખાવાનું ખવડાવવાવાળા દરમિયાન આપસમાં એવો કરાર થાય અને એટલુ જ ખાવાનું તૈયાર કરવામાં આવે જેટલી જરિયાત હોય. જેથી ખોરાક વ્યર્થ અને બરબાદ ન થાય.
(29 મોહર્રમુલ હરામ હિ.સ. 1435)
સવાલ નંબર-5
પિત્તળ અને તાંબાની એ દેગો જે ઘણાં બધા વર્ષોના ઉપયોગથી જુની થઇ ગઇ છે, શું તેને વેચીે નવા વાસણ એલ્યુમિનિયમ વિગેરના ખરીદ કરીને એ જ મુનાસેબતમાં ખાવાનું પકાવી શકાય છે?
અગર જુના વાસણો રિપેર થઇને ઉપયોગ થઇ શકે તો તેને વેચવું જાએઝ નથી. હાં, અગર તેને રિપેર કરવામાં જે ખર્ચ થાય તે માલનું બરબાદ થવુ છે, તો જે એ વાસણોના શરઇ મુતવલ્લી છે, તે તેને વેચીે બીજા લઇ શકે છે. (8 રજબ હિ.સ. 1430)
સવાલ નંબર-6
ઇમામ બારગાહ, હુસૈનીય્યાહ અને મસ્જીદની અંજુમન અને એ પ્રકારની જગ્યાઓમાં અગર તેની અમુક ચીજો જુની થઇ જાય જેમકે લાઇટ, ચિરાગ, ફર્શ, દિવાલો તેમજ જમીનના પત્થર, ટાઇલ્સ અગર આ બધુ જુનુ થઇ જાય અને તેનું સ્વપ બદલાઇ જાય કોઇ નેકુકાર મર્દ તેને તેના કરતા સારી રીતે બદલવા ચાહે તો શું એ જાએઝ છે? અને અગર જાએઝ નાજાએઝની હદ શું છે? આ ચીજો જુની થઇ ગઇ છે, પરંતુ તેનો ઉપયોગ કરી શકાય છે. ક્યારેક એવી સ્થિતિ આવી જાય છે કે સામાન્ય લોકો આવા દીની કેન્દ્રોને સારી નઝરોથી નથી જોતા.
જવાબ: અગર કોઇ સાહેબે ઇખ્તેયાર (નેકુકાર શખ્સ) હાજર હોય તો આ ચીજોને સારી ચીજોથી બદલી શકાય છે.અલબત્ત, અગર આ ચીજો વકફ છે તો એ સમય સુધી તેને વેચી નથી શકાતી જ્યાં સુધી તેને આ જ રીતે અન્ય દીની કેન્દ્રોમાં ઉપયોગ કરી શકાય છે, અને અગર આ ચીજો એ દીની કેન્દ્રોની માલીકીમાં છે, તો શરઇ મુતવલ્લી તેને વેચીને તેની કિંમત એ કેન્દ્રોની જરીયાતમાં વાપરી શકે છે.
(29 મોહર્રમુલ હરામ, હિ.સ. 1435)
સવાલ નંબર-7
દર વર્ષે અરબઇનના મૌકા ઉપર કરબલા પગપાળા જતી વખતે બે બાબતોનો સામનો થાય છે:
- જે લોકો સડકના રસ્તે કરબલા પગપાળા જતા હોય તો એક બાજુની સડક બંધ કરી દેવામાં આવે છે, બે તરફની સડક ફક્ત એક જ તરફની થઇ જાય છે, શું આ જાએઝ છે?
- અંજુમનો જે રસ્તામાં ઝાએરીનની ખિદમત કરે છે, તેમના મેમ્બરો ગાડીઓની સ્પીડ ઓછી કરવા માટે જગ્યાએ જગ્યાએ અવરોધો લગાવી દે છે, જેથી ઝાએરીન સુરક્ષિત રહે, શું આ જાએઝ છે?
જવાબ: 1. કંઇક એવી રીતે વ્યવસ્થા કરવામાં આવે કે બંને તરફનો ઉપયોગ થઇ શકે.
- ટ્રાફીક પોલીસ સાથે સુમેળ કયર્િ બાદ કોઇ વાંધો નથી. (29 મોહર્રમુલ હરામ, હિ.સ. 1435)
સવાલ નંબર-8
જુલુસે અઝામાં ઢોલ અને બ્યુગલ વિગેરેનો ઉપયોગ શરીઅતની દ્રષ્ટીએ કેવો છે?
જવાબ: જુલુસે અઝામાં રિવાજ(પ્રણાલીકા) મુજબ તેનો ઉપયોગ જાએઝ છે. જો કે આ સાધનોનો કોમન ઉપયોગ છે, પરંતુ લહ્વો-લઅબથી મખ્સુસ નથી.
સવાલ નંબર-9
અમારા વિસ્તારમાં બહરૈની અંદાઝમાં અઝાદારી થાય છે, એટલે કે જુદા-જુદા અંદાઝમાં અને રાગમાં નૌહા વિગેરે પડવામાં આવે છે, ક્યારેક કયારેક આ રીત લહ્વો-લઅબના અંદાઝ જેવી હોય છે. તો શું આ પ્રકારની રીત અને અંદાઝ જુલુસે અઝામાં ઉપયોગ થઇ શકે?
જવાબ: જ્યાં સુધી માલુમ ન થાય કે આ રીત અને અંદાઝ અને રાગ લહ્વો-લઅબના લોકોથી મખ્સુસ છે, ત્યાં સુધી અઝાદારીમાં તેનો ઉપયોગ જાએઝ છે. અને જ્યારે માલુમ થઇ જાય તો નાજાએઝ છે. (29 મોહર્રમુલ હરામ, હિ.સ. 1435)
સવાલ નંબર-10
અમુક મોઅમેનીન મોહર્રમ અને સફર અથવા અન્ય ગમના દિવસોમાં અમુક એવા કાર્યો બજાવી લાવે છે, જે યોગ્ય નથી, જેમકે શાદી કરવી, નવા ઘરમાં ટ્રાન્સફર થવું અથવા નવી નવી ચીજો ખરીદવી જેમકે ઘરનો સામાન, કપડા અને શરીરને ઝીનત આપવી, નવી સંસ્થાઓ અને કેન્દ્રોનું ઉદ્ઘાટન . . . વિગેરે વિગેરે . . . શરીઅત મુજબ આ કાર્યો બજાવી લાવવા કેવું છે?
જવાબ: આ દિવસોમાં આ પ્રકારના કાર્યો હરામ નથી. સિવાય કે તૌહીન અથવા આ દિવસોને હલ્કા કરવાનો સબબ બને, જેમકે આશુરાના દિવસે ઝીનત કરવી, ખુશી મનાવવી. અલબત્ત જરી છે કે એહલેબૈત (અ.મુ.સ.)ની અઝા અને ગમના દિવસોમાં એવુ કોઇ કામ અંજામ ન આપે જે પોતાના અઝીઝો અને રિશ્તેદારોના ગમ અને મુસીબતમાં બજાવી લાવતા ન હોય, સિવાય એ કે જરતોના આધારે જરી છે કે એવો સમય પસંદ કરે કે જે અય્યામે ગમ અને અઝાથી અલગ હોય. ખુદા તૌફિક આપનારો છે. (29 મોહર્રમુલ હરામ, હિ.સ. 1435)
સવાલ નંબર-11
અદબ અને એહતેરામના માલિક સય્યદ જલીલ! અમુક જવાનો પવિત્ર મકામોની ઝિયારત માટે અલગ-અલગ પ્રકારના કપડા પહેરીને આવે છે. અમુક ખેલકુદના હોય છે, જે અન્યના લિબાસ પર ચમકતા હોય છે, અમુકના કપડાઓ પર કોઇ ખેલાડી, કોઇ હીરો, કોઇ ગીત ગાવાવાળાની તસ્વીર બનેલી હોય છે. અમુકના લિબાસ પર અન્ય ભાષાઓમાં ગૈર-અખ્લાકી લખાણો લખેલા હોય છે. અમુકની દાઢીઓ મુંડેલી હોય છે અથવા તો પશ્ર્ચિમી સ્ટાઇલ મુજબ માથા અને દાઢીના વાળ બનેલા હોય છે.
આપના મુબારક અભિપ્રાય મુજબ આ પ્રકારની વાતો શરઇ દ્રષ્ટીએ શું હૈસીયત રાખે છે?
જવાબ: જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં અમુક હરામ છે અને અમુક અયોગ્ય છે. અલબત્ત જે ચીજ જરી છે એ કે એ ઝાએરીનને હિકમત અને સારી રીતે નસીહતથી સમજાવવામાં આવે. એહલેબૈત (અ.મુ.સ.) પ્રત્યે મોહબ્બત રાખવાવાળા એ જવાનો માટે જરી છે કે તેઓ આવા કપડા પહેરે નહી જે ફિટ/તંગ હોય અથવા તેના પર અયોગ્ય તસ્વીરો અને લખાણો લખેલી હોય ઇન્સાનનો લિબાસ તેની ચાલ-ચલણ અને રિતભાત તથા વર્તનનો એક હિસ્સો છે, એજ રીતે આ લિબાસ તેની અકલ, સંસ્કૃતિ અને કલ્ચર તેના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાંથી અમુક લિબાસ એવા છે જેને પહેરવા હરામ છે, જેમકે એ કપડા જે હરામ કામ માટે તૈયાર કરે છે અથવા ફિત્ના અને ફસાદને ફેલાવવાના કાર્ય માટે બને છે. આ પવિત્ર જગ્યાઓમાં, મસ્જીદોમાં, હરમોમાં કપડાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે અને એવા કપડા પહેરવામાં આવે જે આ જગ્યાઓની પવિત્રતા અને એહતેરામને યોગ્ય હોય અને જે ઇન્સાનની ઇઝ્ઝત અને મોભાની દલીલ હોય. આ પ્રકારના કપડા પહેરવા એ ઝિયારતના આદાબમાંથી એક અદબ છે. ખુદાવંદે આલમ તૌફીક આપવાવાળો છે. (13, સફર, હિ.સ. 1434)
સવાલ નંબર-12
શું જવાન છોકરી અને શાદી શુદા ઔરત માટે એ જાએઝ છે કે તે નમાઝે જમાઅત માટે અથવા મઝહબી તકરીરો સાંભળવા માટે મજલીસમાં શિરકત કરવા માટે મસ્જીદ વિગેરેમાં જાય, જ્યારે કે તેના પિતા અને તેના શવહર રાજી ન હોય અને આ સ્થિતિમાં જવું જ્યારે શવહરના હક્કોની વિધ્ધતા હોય તો શરીઅતનો શું હુકમ છે?
જવાબ: જ્યાં સુધી શાદી શુદા ઔરતનો મસ્અલો છે, તો તેના શવહરની રજા વિના ઘરથી નિકળવું જાએઝ નથી અને ગૈર શાદીશુદા માટે એ કે અગર તેના જવાથી તેના પિતાને તકલીફ થતી હોય, અમુક ખતરાઓના લીધે પિતા મોહબ્બતથી મનાઇ કરતા હોય તો આ સ્થિતિમાં બહાર જવું જાએઝ નથી.
સવાલ નંબર-13
શું ઔરતો તેના ખાસ દિવસોમાં મજલીસોમાં શિરકત કરી શકે છે?
જવાબ: જાએઝ છે. (29 મોહર્રમુલ હરામ, હિ.સ. 1435)
સવાલ નંબર-14
અમુક માતમની સી.ડી. એવી છે જેમાં જવાન શર્ટ ઉતારીને માતમ કરી રહ્યા છે. ઔરતો માટે આ પ્રકારની સી.ડી. જોવી કેમ છે?
જવાબ: ઔરતોનું મર્દોના શરીરને એવી રીતે જોવું જે સામાન્ય હાલતમાં જોવામાં નથી આવતુ એહતિયાત મુજબ જાએઝ નથી, જેમકે છાતી, પેટ વિગેરે.
(29 મોહર્રમુલ હરામ, હિ.સ. 1435)
Comments (0)