ઇમામે ઝમાના(અ.)ના બારામાં મઅસુમીન(અ.મુ.સ.)ની રિવાયતો

અન્ અબી સઇદિન્ અકીસાઅ કાલ: લમ્મા સાલહલ્ હસનુબ્નો અલીય્યીન્ અલયહેમ સ્સલામો મોઆવેયતબ્ન અબી સુફીયાન દખલ અલયહિન્નાસો ફલામહુ બઅઝોહુમ અલા બયઅતેહી

અબુ સઇદ અકીસાઅનું બયાન છે કે, જ્યારે ઇમામ હસને મુજતબા(અ.સ.)એ મોઆવીયા ઇબ્ને અબી સુફીયાનની સાથે સુલેહ કરી તો લોકો આપની ખિદમતમાં હાજર થયા અને તેઓમાંથી અમુકે ઇમામની (મોઆવીયા સાથે) સુલેહની ટીકા કરી.

ફ કાલ અલયહિસ્સલામો વય્હકુમ મા તદરૂન મા અમિલ્તો વલ્લાહિલ્લઝી અમિલ્તો ખયરૂન્ લે શીઅતી મિમ્મા તલઅત્ અલય્હિશ્ શમ્સો અવ્ ગરબત્ અલા તઅ્લમુન અન્નની એમામોકુમ્‌ મુફતરઝુત્ તાઅતે અલયકુમ્ વ અહદો સય્યદેય્ શબાબે અહલિલ જન્નતે બેનસ્સિમ્ મિર્ રસુલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી કાલુ: બલા

ઇમામ હસન(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યુ:

વાય થાય તમારા ઉપર! તમને શું ખબર કે મેં કેટલો બહેતરીન અમલ અંજામ આપ્યો છે! ખુદાની કસમ જે કાંઇ મેં કર્યુ છે, તે મારા શીઆઓ માટે એ તમામ ચીજોથી બહેતર છે, જેના પર સુરજ પ્રકાશે છે અને આથમે છે. શું તમે નથી જાણતા કે હું તમારો ઇમામ છુ, જેની ઇતાઅત તમારા પર વાજીબ કરવામાં આવી છે અને રસુલે ખુદા(સ.અ.વ.)ની હદીસ પ્રમાણે હું જન્નતના જવાનોના સરદારોમાંથી એક છું. તેઓએ કહ્યું: હાં!

કાલ અમા અલિમતુમ્ અન્નલ્ ખઝેર લમ્મા ખરકસ્ સફીનત વ કતલલ્ ગુલામ વ અકામલ્ જેદાર કાન ઝાલેક સખતન્ લે મુસબ્ન ઇમરાન અલયહેમસ્ સલામો ઇઝ્ ખફેય અલયહે વજ્હુલ હિક્મતે ફીહે વ કાન ઝાલેક ઇન્દલ્લાહે હિક્મતન્ વ સવાબન્ અ મા અલિમ્તુમ્ અન્નહુ મા મિન્ના અહદુન્ ઇલ્લા વયકઓ ફી ઓનોકેહી બય્અતુન લે તાગેયતે ઝમાનેહી ઇલ્લલ્ કાએમુલ્ લઝી યોસલ્લી રૂહુલ્લાહે ઇસબ્ન મર્યમ ખલ્ફહુ ફ ઇન્નલ્લાહ અઝ્ઝ વ જલ્લ યુખ્ફી વેલાદતહુ વ યોગય્યેબો શખ્સહુ લેઅલ્લા યકુન લે અહદિન ફી ઓનોકેહી બયઅતુન એઝા ખરજ ઝાકત્ તાસેઓ મિન વુલ્દે અખિલ્ હુસૈનિબ્નો સય્યેદતિલ એમાએ યોતીલુલ્લાહો ઓમોરહુ ફી ગય્બતેહી સુમ્મ યુઝ્હેરોહુ બે કુદ્રતેહી ફી સુરતિન્ શાબ્બિબ્ને દુને અરબઇન સનતન્ ઝાલેક લે યુઅ્લમ અન્નલ્લાહ અલા કુલ્લે શય્ઇન્ કદીર

પછી ઇમામ(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યુ:

શું તમને એ ખબર નથી કે જનાબે ખિઝ્ર(અ.સ.)એ જ્યારે હોડીમાં છિદ્ર કર્યુ, છોકરાને કત્લ કર્યો અને દિવાલનું સમારકામ કર્યુ તો હઝરત મુસા બિન ઇમરાન(અ.મુ.સ.)એ તેના પર ટીપ્પણી કરી, કારણકે તે કામોની હિકમત તેમનાથી છુપી હતી. જ્યારે કે તેમાં અલ્લાહના તરફથી હિકમત અને મકસદ હતો. શું તમને નથી ખબર કે અમો અઇમ્મા(અ.મુ.સ.)માં કોઇ એવુ નથી કે જે પોતાના ઝમાનાના ઝાલિમ અને સરકશ હુકમરાનની હુકુમતમાં રહેતા હોય, સિવાય હઝરત કાએમ(અ.સ.), કે જેમની પાછળ રૂહુલ્લાહ જનાબે ઇસા બિન મરયમ(અ.સ.) નમાઝ અદા કરશે. તો પછી બેશક! અલ્લાહ અઝ્ઝ વ જલ્લ તેમની(ઇમામ મહદી (અ.સ.)ની વિલાદતને છુપી રાખશે અને તેમની શખ્સીયતને (લોકોથી) છુપાવેલી રાખશે, જેથી જ્યારે તેઓ ઝુહૂર ફરમાવે તો તેમની ગરદન પર કોઇની બયઅત ન હોય. તેઓ મારા ભાઇ હુસૈન(સ.અ.)ની નસ્લમાંથી નવમાં ફરઝંદ હશે કે જેઓ ખુદાની કનીઝો શાહજાદી(જનાબે નરજીસ(અ.સ.)ના ફરઝંદ હશે, જેમને અલ્લાહ તેમની ગયબતમાં લાંબી ઉમ્ર અતા કરશે અને પછી ખુદા પોતાની કુદરતથી તેમને 40 વર્ષના જવાનના સ્વરૂપમાં જાહેર કરશે, જેથી લોકો જાણી લે કે ખુદા દરેક ચીજ પર કુદરત રાખે છે.

(બેહાર/ભાગ:51, પાના:132, હદીસ:1, જે કમાલુદ્દીન/ભાગ:1 પાના:312થી નક્લ કરવામાં આવેલ છે.)

  • અનિલ્ અસ્બગ્ કાલ સમેઅતુલ્ હસનબ્ન અલીય્યીન્(અ.મુ.સ.) યકુલો:

અલ અઇમ્મતો બઅ્દ રસુલિલ્લાહે(સ.અ.વ.) ઇસ્ના અશર તિસ્અતુમ્ મિન્ સુલ્બે અખિલ હુસૈને વ મિન્હુમ મહદીય્યો હાઝેહિલ ઉમ્મતે

અસ્બગનું બયાન છે કે, મેં ઇમામ હસને મુજતબા(અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા:

રસુલે ખુદા(સ.અ.વ.) પછી અઇમ્મા(અ.મુ.સ.)ની સંખ્યા બાર હશે, જેમાંથી નવ મારા ભાઇ હુસૈન (અ.સ.)ની સુલ્બમાંથી હશે અને તેમાંથી જ તે ઉમ્મતના મહદી હશે.

(કિફાયતુલ અસર, પાના:223)

  • અન્ જાબિર ઇબ્ને યઝીદ અલ્ જોઅ્ફી અન્ મોહમ્મદ ઇબ્ને અલીયેનિલ્ બાકિરે અન્ અલી ઇબ્નીલ્ હુસૈને ઝય્નિલ્ આબેદીન(અ.મુ.સ.): અલ્ અઇમ્મતો અદદ નોકબાએ બની ઇસ્રાઇલ વ મિન્ના મહ્દીય્યો હાઝેહિલ્ ઉમ્મતે.

જાબિર ઇબ્ને યઝીદે જોઅફી ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)થી, તેઓએ પોતાના વાલિદ ઇમામ અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.)થી તેઓએ ઇમામ હસને મુજતબાથી રિવાયત કરી છે કે:

અઇમ્મા(અ.મુ.સ.)ની સંખ્યા બની ઇસ્રાઇલના નકીબો જેટલી છે, અને અમારામાંથી આ ઉમ્મતના મહદી હશે.

(કિફાયતુલ અસર, પાના:224)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *