જ્યારે ખુદા યાદ નથી રહેતો
‘વ મન અઅરઝ અન ઝીક્રી ફ ઇન્ન લહુ મઅીશતન ઝનગંવ વનહશોરોહ યવ્મહુ કેયામતે અઅમા.’ (સુરે તાહા : 124)
તરજૂમો : “અને જે કોઇ શખ્સે મારી યાદથી મોઢું ફેરવ્યું તો એની જીંદગી બહુ જ તંગીમાં ગુજરશે અને અમે એને કયામતના દિવસે આંધળો બનાવી ઉઠાવશું.”
દુનિયાના બેશુમાર લોકોએ પોતાના હકીકી માબુદ (પરવરદિગાર)ની બારેગાહે કદસથી મોઢાં ફેરવી લીધાં છે. (અને) નતીજામાં હજારો જાતના માબુદોને પોતાના માટે ખુદાની હેસીયતથી પસંદ કરી લીધા છે. મુદ્દતોથી પોતાની ખ્વાહીસાત અને હવસના બુત આ બુઢઢા અને કમજોર – મિસાલ ઇબાદતખાનામાં જેનું નામ દુનિયા છે, એક જમાઅત પર પોતાની ખુદાઇનો સીક્કો જમાવી લીધો છે અને ન જાણે કેટલા લોકોને પોતાની સામે માથું ઝુકાવી દેવા પર મજબુર કરી દીધા છે. એ જૂઠા ખુદાઓએ એક લાંબી મુદ્દતથી અનેક લોકોના ખ્યાલાત અને વિચારશક્તિ પર કાબુ જમાવી લીધો છે કે કમજોર અને કાચી બુદ્ધિવાળાઓ એ બુતોં પર પોતાના જીગરના ટુકડા કુરબાન કરવાથી અચકાતા નથી અને પોતાની હસ્તિને એની ઉપર નિછાવર કરી દે છે.
ગઇ કાલ સુધી દુનિયામાં આ બધા બુતો એક બે – જાન વસ્તુ હતી, જે ક્યારેક પત્થર ત ક્યારેક લાકડા અને ક્યારેક ક્યારેક ખજુરના ઝાડમાંથી બનાવવામાં આવતા. અને ક્યારેક એવું પણ થતું કે જાનવરોની સુરતમાં અથવા કુદરતની નિશાનીઓ જેમ કે સૂર્ય, ચંદ્ર અને તારાઓને શકલ આપવામાં આવતી, પણ આજની દુનિયામાં ખાસ કરીને સભ્ય અને ઉચ્ચ ભદ્ર સમાજમાં આ બુતોના નામ, સુરત અને રૂપ બિલકુલ બદલાઇ ગયાં છે એ એની જગ્યા માલ, દૌલત, જબરદસ્તી, મનસબ, હોદ્દો, શોહરત અને તાકતે લીધી છે. ખલાસો એ છે કે ભૌતિક અને દુન્યવી સુખ આવી ગયા છે, જેઓએ ઇન્સાન અને ઇન્સાનિયતને પોતાના કબજામાં લઇ લીધા છે. અને કોઇ પણ ઇરાદા કે વિચાર વગર લોકોને પોતાના બે દમડીને ગુલામ બનાવી મૂક્યા છે.
આજનો ઈન્સાન વિચારે છે અને સમજે છે કે ખાવું, પીવું, સુવું, કામવાસના પોષવી, સિનેમા જોવું, નાચગાન અને કોઇ પણ રીતે અને તરીકાથી ધન – દૌલત જમા કરવી એ જ જીંદગીનો અસલ અને માત્ર મકસદ છે. આજના અમૂક દુન્યાપરસ્ત અને કામવાસનાનાં ચાહક લોકો, ઇન્સાનિયતતનો આલા કદ્ર મકસદ એટલે પાકીઝગી, શરાફત, નફ્સ પર કાબુ રાખવો, અદલ અને ઇન્સાફ, મોહબ્બત અને ફઝીલત જેવી વસ્તુઓને મુશ્કીલ અને નાયાબ વસ્તુ સમજતા અજાયબ ઘરમાં (મ્યુઝિયમમાં) રાખવા લાયક સમજે છે અને ઘણા લોકો બે – ચાર કદમ આગળ નીકળીને બહુ જ બેશર્મી અને બેહ્યા થઇને આ આલકદ્ર અને ઉચ્ચત્તમ બાબતોને દૂરની આવાઝ સમજીને એને પોતાના સમજીથી દૂર રાખવા માટે એને નજદીક આવવા નથી દેતા.
બેશક અ લોકો ઘમંડ અને તકબ્બુરના શિકાર થઇ ગયા છે. અને પોતે તથા પોતાના સાથીઓ સાથે આ બાબતમાં આ વસ્તુઓને દૂર રાખવાની કોશિશમાં તલ્લીન થઇ ગયા છે – એવું શા માટે? આવા લોકો ઇન્સાન માટે વરૂ જેવા છ શા માટે? આવા દરેક સવાલ ‘શા માટે’ નો ફક્ત એક જ જવાબ છે અને તે એ કે ઇન્સાન પોતાના ખુદાએ ‘વહદહુ લાશરીક’ ની ઇબાદત થી મોઢું ફેરવી ચૂક્યો છે. અને હવે આના માટે જરૂરી અને લાઝીમ થઇ ગયું છે કે માબુદે હકીકીની ઇબાદત અને બંદગી અને એની હમ્દો – સનાની બદલે પોતાના જમાનાના જાદુઇ અસર રાખવાવાળા બૂતોની પરસ્તીશ અને ઇબાદત કરે પોતાની ઇઝઝતો – આબરૂમંદ હસ્તીને લામહેમદુરૂદ જાત ખુદાની સામે ઝુકવા પર મજબુર કરવાને બદલે, જૂઠા ખુદાઓની સામે સજદો કરે છે અને પોતાની જાતને એ જૂઠા ખુદાઓની ખુશનુદી હાસીલ કરવામાં પોતાની જીંદગીને ખતમ કરે છે. અને એ સાબિત થયેલી વાત છે કે હકીકતમાં આ બુત પરસ્તીથી ઇન્સાન પોતાની જાતની હેસીયત અને શખ્સીયત ખતમ કરે છે અને સાથે એ સમાજને વેરવિખેર કરી નાખે છે.
‘અફરઅયત મીનત્તખઝ એલાહહુ, હવાહો વઅઝલ્લહુલ્લાહો અલા ઇલ્મીન..’
‘ઓ રસૂલ! (સ.અ.વ.) શું તમે એ માણસની હાલત જોઇ અને તેના પર ધ્યાન આપ્યું કેજેણે પોતાની ઇચ્છા (ખ્વાહેશાત) ને પોતાનો ખુદા બનાવી લીધો છે અને અલ્લાહે જાણી સમજીને એની હિદાયતની તૌફિક છીનવી લીધી છે.’
એ વાત તો માની લીધેલી છે કે હવાપરસ્તી અને નફ્સ પરસ્તીનો નતીજો ગુમરાહી અને ભટકવું છે અને કમજોરીની પેદાવાર બેબસી અને લાચારી જ છે.
જ્યારે પણ કોઇ સમાજ પરેશાન અને બદહાલીની આગમાં બળી રહ્યો હોય અને જે ઇન્સાન ખોફનાક અને બેચેનીની હાલતમા ફસાઇ જાય અને જીંદગી એના માટે સખત અને મુશ્કીલ થઇ જાય તો આ કમજોરી અને બદહાલીથી નજાત મેળવવા માટે એ અનેક ખુદાઓને મૂકીને ખુદાએ વહદહુ – લાશરીકની પનાહમાં આવી જાય અને કાયમની પ્રગતિઓ મેળવવાની કોશિશ કરે. એ જ સમય હશે કે દુન્યાના તમામ દુન્યવી કાર્યો ખુદાના માટે એ ખુદાની ખુશનુદી માટે કરવામાં આવશે અને શાંતચિત અને હિંમત એ ધૈર્યથી જીંદગી જીવશે. અત્રે એક ખાસ મહત્ત્વની વાત તરફ ધ્યાન દોરીએ કે વધારે મોટી મોટી વાતો કરવાને બદલે અને મોટા બોલ બોલવાને બદલે, આ એક હકીકત છે કે દુનિયાના તમામ કાર્યતંત્રોમાં ઇસ્લામી જ કાર્યતંત્રોમાં ઇસ્લામી જ કાર્યતંત્ર જીંદગીછે જે સંપૂર્ણ રીતે એ હકીકત તરફ આંગળી ચીધે છે અને જોર આપે છે અને આશ્ર્ચર્યજનક સોચ – વિચાર અને ફિક્ર કરવાની સાથે અમૂલ્ય તૌહિદની (‘એક-ઇશ્ર્વર-વાદ’) માઅરેફત (પહેચાન, ઓળખાણ) કરાવે છે. ઇસ્લામ ‘લા ઇલાહા ઇલ્લ્લાહ’ નામી મોહકમ અને મજબૂત બુન્યાદની તરફ રેહનુમાઇ કરાવતા ઇન્સાનની દરેક પ્રકારની માનસીક ગુલામીનો ખાતમો બોલાવી દે છે અને ઇન્સાનની માનસીક વિચાર અને બુદ્ધિ પર મૂખર્તાના ખ્યાલો અને વિચારો, વહેમોની હજારો વરસ જૂની જંઝીરોના ટુકડે ટુકડા કરી નાખે છે. ઇસ્લામે જ એ જૂઠા ખુદાઓને એ જગ્યાએથી ઉઠાડીને જમીન પર પટકી દીધા છે. આઝાદીના નારા ‘લા ઇલાહા ઇલ્લ્લલાહ’ નો પહેલો ફિરકો પણ લા ઇલાહા બધા જ જૂઠા ખુદાઓના વજુદ હસ્તી અને તેઓની કુદરત – તાકાતથી ઇન્કાર કરાવે છે. નબળા લોકોના મગજ માનસિક રીતે તૈયાર થઇ જાય અને અનેક પ્રકારના ખુદાઓની માન્યતા અકીદા અને આસ્થાઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દે. પછી ફરમાવે છે ‘ઇલ્લ્લલાહ’ એટલે માબુદે હકીકી અને અસલ ખાલીક ‘અલ્લાહ’ જ છે અને એ જ પરસ્તીશ અને ઇબાદતને લાયક અને કાબીલ છે. ઇન્સાનોને જોઇએ કે એની જ સામે સજદો કરેએ ઝુકી જાય. એન પોતની જાત અને હસ્તીને એના માટે જ અને એની ખાતીર સમજે અને જાણે.
ખુદાના બધા જ પયગમ્બરો આજ બુન્યાદી અકીદા પર મુત્તફીક અને એક વિચાર ધરાવતા હતા અને તમામ બુઝુર્ગી અને અઝમત, જાહોજલાલ, બરતરી – સર – બલંદી અને કમાલને ખુદાની બંદગીના કમાલને ખુદાની સૃષ્ટિને આવરી લેતી છત્રછાયામાં અને એ વહદહુ લાશરીકની જાતની સિવાય તમામ કૃત્રિમ માબુદોના બંધનોથી આઝાદ થવામાં માનતા હતા, અને તમામ પયગમ્બરોની એ જ જદ્દો – જહદ અને કોશિશ હતી કે તેઓ લોકોને એજ મજબૂત અને અસલ અકીદાથી ઓળખાણ કરાવે.
પણ હઝરત ઇબ્રાહીમ (અ.સ.) હઝરત મુસા (અ.સ.) હઝરત ઇસા (અ.સ.) અને બીજા પયગમ્બરો (અ.સ.)ને જેણે દુ:ખ, તકલીફ, મુસીબતો અને જુલ્મો, -સિતમ સહન કર્યા છે તે એ માટે કે ઇન્સાન અને ઇન્સાનિયત (માનવતા) નો બેહાલ અને કચડાએલો કાફલો આરામ અને ઇઝઝતની સાથે સંતોષની એ છેલ્લી મજલ સુધી પહોંચી જાય, જેનું નામ એકતાપરસ્તી અને તૌહિદ છે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને આપના મહાન અને બુઝુર્ગ જાનીશનોએ એટલી બધી મુસીબતો અને તકલીફો ઉપાડી છે જ બધાનો મકસદ એક જ હતો કે ઇન્સાનોની પ્યાસી રૂહોને શિર્કની બાળીને રાખ કરી દેવાવાળી આગ અને બુતપરસ્તીના લબકારા મારતી જવાળામાંથી કાઢીને તૌહિદ અને ખુદાપરસ્તીના ખુશહાલ ઝરણાં સુધી પહોંચાડી દે અને ઇન્સાનીયતની દુભાયેલી રૂહને મારએફત ખુદાવંદીના બાગથી ઓળખાણ કરાવી દે.
હવે અગર જો આ હકીકી બલંદી (ઊંચાઇનાં શિખરો) પૂરી રીતે સંપૂર્ણ જલવા અફરોઝ ન થાય હોય, પોતાની પરકાષ્ટા પર ન પહોંચ્યાં હોય અને ઇન્સાનોની બહુમતીએ જુદા જુદા જમાનામાં પયગમ્બરોની આ આસ્માની અવાજ આકાશવાણી અને એમની દાવતો પર લબૈક ન કહ્યું હોય તો જરૂરી છે કે આ બુલંદી બાકી રીત અમલી શકલમાં આવે અને વહેદાનિયતે ખુદાવંદે મુતઆલની મજબૂત અને તાકતવર દલીલને એક ઇલાહી અને બાઅઝમત (મહાન) શખ્સીયતની રેહબરી અને તાલીમાતના સાયામાં (શિક્ષણ નીચે) જે હજુ પણ અલ્લાહના ખજાનામાં મૌજુદ છે. જેને ફળવું, ફુલવું અને રિવાજમાં આવવું જોઇએ. એ શખ્સીયત હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરીની છે. અને એને જ મહદી (અ.ત.ફ.) કહે છે. પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ના બારામાં જાનશીન અને એજ એ પેશ્વા છે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને બીજી તમામ મિલ્લતો અને ધર્મો જુદાજુદા નામોથી જેમનો ઇન્તેઝાર કરે છે એ જ ઇમામ હસૈન (અ.સ.) ની નસલમાં નવમા ફરઝંદ અને ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની પછી એમના ખલીફા ‘બિલા ફસલ’ (અંતર વગરના) એજ પરવરદિગારે આલમના અઝીમ ખલીફા અને નાએબ છે.
એ જ જમીનનો અદલો ઇન્સાફ અને હકથી ભરી દેશે અને એજ ખુદાવંદીનો ખજાનો છે જે એક દિવસ ઝુહર કરશે અને ખુદાપરસ્તી અને વહેદાનિયતની જાનબક્ષ અવાજ દુનિયાના ખૂણે ખૂણામાં ગંજી ઉઠશે. એ દિવસે ખુદાના નેક અને સાલેહ બંદાઓ જમીનના વારસદાર હશે. દુનિયાવાળા પરચમે તૌહિદની પનાહમાં સૌથી વધારે બલંદ મરતબા, કમાલ અને સરબલંદી સુધી પહોંચશે. તેથી એ તમામ ખુદાઇ સફીરોં પર દુરૂદ હો, જે તૌહિદની રાહમાં આગળ વધીને હિસ્સા લઇ રહ્યા હોય અને દુરૂદ હોજો, એકતા પરસ્તીની રાહમાં જદ્દો – જહદ અને કોશિશો કરવાવાળાઓ પર અને અંતમાં દુરૂદ હોજો, ઇસ્લામના આખરી પેશ્વા હઝરત બકીયતુલ્લાહ બારમા ઇમામ હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અ.ત.ફ.) પર, જીવતા અને આબાદ એ ખુદાઇ હકુમત જેની બુન્યાદ ખુદાના આખરી પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના મજબૂત અને તાકતવાર હોથોથી રાખવામાં આવી અને જેઓએ પોતાની ઇલ્મી અને અમલી બરતરી (સર્વોપરી ઉચ્ચતા) પુરી તારીખે બશીરીયતમાં (માનવતાના ઇતિહાસમાં) સાબિત કરી આપી, અને ઇન્શાઅલ્લાહ એક દિવસ છે પણ આવશે જ્યારે આં હઝરત (સ.અ.વ.) ના આખરી વસી હઝરત ઇમામ મહદી (અજ.) ની (અલ્લાહ એના ઝુહરમાં જલ્દી કરે.) રહેબરી અને રેહનુમાઇમાં પોતાની કુદરત (આધ્યાત્મિક શક્તિ) અને સરબલંદીના એતેબારની ઊંચાઇ પર પહોંચશે અને દુનિયા અદલો – ઇન્સાફથી એવી રીતે ભરાય જશે જેવી રીતે એ જુલ્મો – જોરથી (અન્યાય અને અત્યાચારથી) ભરી હશે.
Comments (0)