અમારા આકા અને મૌલા ઇમામે ઝમા (અ.સ.) ના રઅહનુમા કલેમાત
طَلَبُ الْمَعَارِفِ مِنْ غَيْرِ طَرِيْقِنَا اَھْلَ الْبَيْتِ مَسَاوِقٌ لِاِّنْ کَارِنَا
હમ અહલે બૈત – રસૂલના તરીકાથી હઠીને ઇલ્મ અને મારેફતની તલાશ એ અમારો ઇન્કાર કરવા સમાન છે. (દીનો – ફિતરત જી. 1)
فَاِنَّا يُحِيطُ عِلْمُنَا بِاَنْبَائِكُمْ وَ لَا يَعْزُبُ عَنَّا شَيْءٌ مِنْ اَخْبَارِكُمْ
બેશક, અમારું ઇલ્મ તમારા હાલાત પર છવાએલું છે અને તમારી હાલતની કોઇ વાત અમારાથી છાની નથી. (બેહારૂલ – અનવાર જી. 53)
وَ بِيْ يَدْفَعُ اللَّهُ عَزَّ وَ جَلَّ الْبَلَاءَ عَنْ اَهْلِيْ وَ شِيْعَتِيْ
ખુદાએ અઝઝ વ જલ્લ મારી મારફતે મારાથી અને મારા શીઆઓથી બલાઓ અને મુસીબતોને દૂર કરે છે. (બેહારૂલ અનવાર જી. 52)
فَيَعْمَلْ كُلُّ امْرِئٍ مِنْكُمْ مَا يَقْرُبُ بِهِ مِنْ مَحَبَّتِنَا
તેથી દરેક એવા કામો કરતા રહો જે અમારી મોહબ્બત અને નઝદીકીનું કારણ બને. (બેહારૂલ અનવાર જી. 53)
Comments (0)