પ્રતિક્ષાની ક્ષિતિજો (ઇન્તેઝારની હદ)

કુછ કફસકી તિલીયોંસે છન રહા હય નૂર સા
કુછ ફીઝાં કુછ હસરતે પરવાઝ કી બાતેં કરો
ઉજ્જડ દુનિયા ઉપર અંધકાર છવાએલો છે… વાતાવરણમાં ચૂપકીદી છે…. પરંતુ ક્યારેક.. એવી પળો પણ આવે છે જ્યારે કોઇ અજવાળિયું ખુલી જાય છે…. પીંજરાના સળીયામાંથી અથવા કોઇ દિવાલની તીરાડમાંથી પેલી તરફના બગીચાના પ્રકાશના કિરણોની ઝલક ઉભરે છે….
અને….. પછી તે તરફનું દ્રશ્ય પણ અજબ છે. ગુલાબી દિવાલોની હારમાળા…. ભૂરૂં આકાશ.. સ્વચ્છ અને નિર્મળ પાણીની વહેતી નદી… ખુશીથી ઝુલતા હર્યાભર્યા વૃક્ષો… જમીન ઉપર ગાલીચાની જેમ પથરાએલી વનરાજી….
…. અને અહીં શું છે ? માત્ર ફૂંફાડા મારતો બિહામણો અંધકાર… દંભના કાળા પડછાયા…. જમાનાના ગુલામ લોકો….. દુકાળની પાયમાલી… થાક…. બદકિસ્મતી, દુ:ખ અને દર્દનું માનસિક દબાણ… ઇલ્મના ઘમંડનો સાશનકાળ…. ચિંતન-મનની અજ્ઞાનતા… લાંબી ગયબત….. દુર સુધી પથરાળો કિનારો….. તોહમત પક્ષપાત….. ઘમંડ….. હલકાઇ….. દર્દ અને ગમ….. કણસતા અવાજો…..
અને પછી….. આ બાજુ આશાઓના તરંગો…..ઇમાનનો પ્રકાશ…..વિનમ્રતા…..સર્જનનું સૌદર્ય….. માનસન્માન અને મોહબ્બત…..ચમક દમક….. ચળકાટ જ ચળકાટ….. પરોઢનો ઉદય….. ઝહુરની શાનો શવકત-વાતાવરણમાં લહેરાતા ન્યાયના ઝંડાઓ….. સુરક્ષા અને શાંતિનો ઠંડો છાંયડો….. જીવનની તાજગી….. જાણે કે આ નક્શાઓ આંખોમાં વસી ગયા છે.
ભવ્ય અને ઉચ્ચ હસ્તીઓએ….. તે બારીઓ….. અને ….. તે રોશનદાનીના પટ ખોલી નાખ્યા છે, જેથી દિલમાં કાળાશ ધરાવતા નાસ્તિક લોકોની સામે….. પ્રતિક્ષાની ક્ષિતિજની તસ્વીરો ઝળહળી ઉઠે.
અફસોસ ! મને ખબર હતે કે તે કઇ જગ્યા છે કે જ્યાંની જમીન આપની કદમબોસીનું માન મેળવી રહી છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *