નૂહનું તોફાન

એકવાર ફરી એવું લાગે છે કે હવાઓનો મિજાજ બગડી રહ્યો છે.
એક તરફ જમીનનું સ્તર ઉજ્જડ થવાથી જીવંત મૂળ નિર્જીવ થઇ રહ્યો છે….. જ્યારે બીજી તરફ આંધીના જોરદાર સપાટાઓ પોતાની બધી વિનાશક શક્તિઓની સાથે આ વસ્તીઓ તરફ આગળ વધી રહ્યા છે….. આ આગાહી છે અને અપેક્ષિત છે.
એક તરફ પાનખરની ઋતુ છે. ઝાડોના ઝુંડના ઝુંડ પાણીનું છેલ્લું ટીપું પી રહ્યા છે. તેની ડાળીઓ અને પાંદડાઓ સુકાઇ ચૂક્યા છે. જેવી રીતે શિકાર કરેલ જાનવર શરીરમાં સમય ગયું હોય. એટલા જ માટે સુકાએલી ડાળી નજદીકથી પસાર થનારને ઝખ્મી કરી દે છે. તેનો કાપ ઝેરી હોય છે. તેના ફેલાવાથી ઉંડા ઝખ્મો ઉત્પન્ન થાય છે. આ ઝખ્મી થએલાને અવાજ તેના ખાટલાથી દૂર સાંભળી શકાતો નથી. ચારે તરફ ગુનાહોનો ઢોલ ટીપાઇ રહ્યો છે. ક્યાંથી અવાજ સંભળાય?
બીજી તરફ દરિયાનું પાણી ઉપર ચડી રહ્યું છે. બરફ ઓગળી રહ્યો છે. ભારે પૂર તે વસ્તીઓની તરફ આગળ વધી રહ્યું છે. એક ઘણું મોટું તોફાન આવી રહ્યું છે. સર્વસ્વ નાશ પામશે.
અનંત આશાનો અવાજ અલ્લાહની કિતાબથી ઉભરાઇ રહ્યો છે.
નિરાશ ન થાવ, અઝાબ ટળી જશે.
અમ્બીયાઓના વારસદાર અને અલ્લાહની હુજ્જત દુનિયામાં બાકી છે.
એક તરફ ભીડ છે જે ગુનાહોની પરંપરા ચલાવી રહી છે. જ્યારે બીજી તરફ ભયની બીકથી ઘણા નબળા અને કમજોર છે. જેના પગ લથડી રહ્યા છે. થોડા ભયથી ભાગી રહ્યા છે. પરંતુ તેઓના હાથોને લાલચ અને મનોકામનાએ બાંધી રાખ્યા છે. થોડા લોકો હિંમત હારી ગયા છે. હવે ચાલવાની શક્તિ રહી નથી.
ચકળ વિકળ આંખોથી કોઇ મુક્તિ આપનારનો પગરવ સાંભળવા કાન વ્યાકુળ છે.
ઝેર ફેલાઇ જશે. માનવનતાને કચડી નાખવામાં આવશે. પરેશાનીઓ અને વિકૃત મનોઇચ્છાઓનો કપરો કાળ હશે. (અલ્લાહની નેઅમતોથી) વંચિત લોકો વધુ વંચિત થશે. અને ગરીબો વધુ ગરીબ બનશે. કમજોર વધુ કમજોર બની જશે. વિનાશ સર્જનાર આંધીઓના એંધાણ થઇ રહ્યા છે. અત્યાચારીઓના વંટોળ ઝડપથી આગળ વધી રહ્યા છે. એવું લાગે છે કે ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે. અલ્લાહનો અઝાબ આવશે. દુનિયા અન્યાયના તોફાની ચક્રાવાતમાં ડૂબી જશે. હાતીફ ગયબીએ અવાજ પોકાર્યો….. ખામોશ થઇ જાવ….. ખુદાની મરજીથી નુહ અલયહિસ્સલામના વારસદારે એક વધુ મોટી કિશ્તીની તૈયારી કરી લીધી છે.
તે આ જગતને નવજીવન અર્પણ કરશે. ઇન્નલ્લાહ લા યખ્લેફુલ મીઆદ અલ્લાહ પોતાના વાયદાને ક્યારે પણ ટાળતો નથી.
તેનો વાયદો છે,
(યા મવલાય યા સાહેબુઝ્ઝમાન યબ્ન રસુલિલ્લાહ અદરીકની)
અર્શે ઇલાહી અને ઝહુરની દોઆની બઝમ
હઝરત ઇમામ જઅફર સાદિક અલયહિસ્સલામની રિવાયત છે :-
“શબે જુમ્આના ખુદાવંદે આલમ એક ફરિશ્તાને દુનિયાના આસમાન ઉપર મોકલે છે. જ્યારે સવાર થાય છે ત્યારે આ ફરિશ્તો અર્શ ઉપર બય્તે મઅમુર ઉપર બેસી જાય છે. હઝરતો મોહમ્મદ સ. અલી, હસન અને હુસયન અલયહિસ્સલામના માટે નૂરના મિમ્બર મુકવામાં આવે છે. આ હઝરતો તે મીમ્બરો ઉપર તશરીફ લઇ જાય છે. ફરિશ્તાઓ, અમ્બીયાઓ અને મોઅમીનો ત્યાં ભેગા થાય છે. આસમાનના દરવાજાઓ ખોલી નાખવામાં આવે છે. જ્યારે સૂરજ ઢળે છે ત્યારે પયગમ્બર સલ્લલ્લાહો અલય્ય વ આલે ખુદાની બારગાહમાં આ રીતે અરજ કરે છે:
એ ખુદા! તેં કુરઆનમાં વાયદો કર્યો છે તે પૂરો કર. તે વાયદો આ છે:
“ખુદાએ તે લોકો સાથે વાયદો કર્યો છે જે તમારામાંથી ઇમાન લાવ્યા છે અને સારા કાર્યો કર્યા છે તેમને એક દિવસ જરૂર આ જમીન ઉપર પોતાના ખલીફા નિમશે. જેવી રીતે તમારી પહેલાના લોકોને ખલીફા બનાવવામાં આવ્યા. તેમને આ દીન ઉપર કુદરત આપશે. જેનાથી તે રાજી છે. અને તેમના ભયને સુરક્ષામાં બદલી દેશે.”
તે પછી ફરિશ્તાઓ અને અમ્બીયાઓ પણ આમજ કહેશે. તે પછી મોહમ્મદ સ., અલી, હસન અને હુસયન અલયહિસ્સલામ સિજદામાં માથું રાખી દેશે અને દોઆ કરશે :-
એ ખુદા! ગઝબ નાઝીલ કર. તારી હુરમત બરબાદ કરવામાં આવી, તારા પસંદ કરેલા બંદાઓને કત્લ કરવામાં આવ્યા. તારા બંદાઓને અપમાનિત કરવામાં આવ્યા. ખુદા જે ચાહશે તે કરશે. આ જ રોઝે મઅમુલ છે.
આવો ! આપણે પણ જુમ્આના દિવસે ઝવાલના સમયે જમાનાના ઇમામ અસ્ર અલયહિસ્સલામના માટે દોઆ કરીએ અને આ દોઆની બઝમમાં શામીલ થઇએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *