ઇમામ મહદી (અ.સ.) સુન્ની રિવાયતોમાં
ગત વરસોના ખાસ અંકમાં આપ બકીયતુલ્લાહ અલ અઅઝમ મહદી – એ – મવઊદ (અ.સ.) ની શખ્સીયત, તેમની વિલાદત, ગયબત, લાંબી ઉમ્ર – ઝહુર અને ઇન્તેઝારની બાબતમાં ધ્યાનપૂર્વક બધું વાંચતા રહ્યા હતા. હવે આ લેખમાં એ હઝરતની બાબતમાં અહલે સુન્નતના મોહદ્દેસીને બયાન કરેલી હદીસોની બિના પરની માહિતીઓ પેશ કરીએ છીએ, જેથી જે હકીકત છે તે શંકાઓથી જુદી પડી જાય.
“સમગ્ર મુસલમાનોનો અકીદો છે કે ‘મહદી – એ – મવઊદ’ (અ.જ.) રસૂલે ખુદા (સ.અ.વ.) ના ખાનદાનમાંથી હશે અને આખરી ઝમાનામાં ઝહુર કરશે. દુનિયાને અદલ – ઇન્સાફથી ભરી દેશે, જે રીતે ઝુલ્મ – સિતમથી ભરેલી હતી. આ બાબતમાં સંમતિપૂર્વકની રસુલે કરીમ (સ.અ.વ.) ની હદીસ નકલ કરવમાં આવી છે – “મન અન્ક – ર – ખરૂજલ મહદી, ફ – કદ – ક – ફર.
(‘અલબુરહાન ફી અલામાતે મહદી આખરેઝઝમાન’ પ્ર.12)
સારાંશ : “જેણે મહદીના ઝહુરથી ઇન્કાર કર્યો તે કાફિર છે. રસૂલે ખુદા (સ.અ.વ.)
આ હદીસ મુસલમાનોના એક અહમ અને બુનિયાદી અકીદાની નિશાનદહી (અંગુલિનિર્દેશ) કરી રહી છે. આ અકીદાનો ઇકરાર દરેક મુસલમાન પર વાજીબ છે.
વાચકોની સેવામાં કેટલીક હદીસો, સુન્ની કિતાબોમાંથી જુદા જુદા મથાળા હેઠળ રજુ કરવામાં આવી રહી છે. જે મહદવીયતના અકીદાને સ્પષ્ટ (વાઝેહ) કરી રહી છે.
માઅરે – ફ – તે ઇમામ
‘હાફિઝ તયાલસી’ પોતાની કિતાબ ‘મસ્નદ’ (હૈદરાબાદ પ્રકાશન) ના પાના 259, પર લખે છે કે ‘ઇબ્ને ઉમરે કહ્યું : મે રસૂલ (સ.અ.વ.) ને કહેતાં સાંભળ્યા છે કે – આપે ફરમાવ્યું : જે શખ્સ સમયના ઇમામને ઓળખ્યા વગર મરી જાય તો તે જાહેલીયત (કુફ્ર) ની મૌત મર્યો અને જે શખ્સ ઇમામની ઇતાઅત ના કરે તે કયામતમા, એવી રીતે ઉઠશે કે પોતાનો કોઇ બચાવ નહી કરી શકે’ એટલે કે ઇમામની મઅરેફત દરેક ઝમાનામાં જરૂરી છે. મતન (લેખન) ના કંઇક ફેરફાર સાથેની એવી હદીસને ‘યનાબીઉલ મવદદહ’ લખેક સુલૈમાન કુન્દુઝી પાના. 117, તબ્અ ઇસ્લામબોલ અને સહીહ હાફિઝ – કશીરી નીશાપુરીની જીલ્દ – 8, પાના 107 પર જોઇ શકાય છે. બન્ને હઝરાત અહલે સુન્નતના જાણીતા લેખક છે.
રસૂલ (સ.અ.વ.) પછી ખલીફાનોની સંખ્યા
જાબિર બિન સૂમહરહનું બયાન છે કે : ‘હું મારા વાલિદ સાથે રસૂલે ખુદા (સ.અ.વ.) ની ખિદમતમાં હાઝિર થયો. મેં સાંભળ્યું કે પયગમ્બરે (સ.અ.વ.) ફરમાવ્યું : આ અમ્ર (દીને ઇસ્લામ) બાકી રહેશે, એટલે સુધી કે તેમાં બાર ખલીફા (મારા જાનશીન) લોકોની વચ્ચે ઝાહિર થશે.’ તે પછી આપે એક જુમ્લો (વાક્ય) કહ્યો – જે હું સાંભળી શક્યો નહીં. મારા વાલિદને મેં પૂછ્યું – ‘પયગમ્બરે શું કહ્યું ?’ વાલિદે કહ્યું : ‘તેઓએ ફરમાવ્યું – એ જાનશીન બધા જ ‘કુરૈશ’ માંથી હશે.’
આ હદીસને માટે અહલે સુન્નતની કિતાબ – ‘સિહાએ સિત્તહ’માં સહીહ મુસ્લિમ પાનું 191, જીલ્દઃ ર, (મિસર પ્રકાશન) હિ. 1348 અને મુંબઇ પ્રકાશન જુઓ.
આ રિવાયત પણ જાબિર ઇબ્ને સુમરહએ રસૂલે ખુદા (સ.અ.વ.)થી નકલ કરી છે.:
‘‘હંમેશા આ દિન, લોકોમાં માનવંતો, સરબુલંદ અને બાકી રહેશે એટલે સુધી કે મારા ૧૨ જાનશીન થશે (હઝરત રસુલે ખુદા (સ.અ.વ.))‘અલમોઅજમલ કબીર’ – લેખક ‘તિબરાની’ આ પ્રકારની ઘણી હદીસો બીજી કીતાબોમા, જેમ કે પાનું 108 મવ્વદતુલ – કુરબા, પાના નં. ૪૪પ લાહો પ્રકાશન અને ‘યનાબીઉલ મવદહ’ વિગેરેમાં જોઇ શકાય છે.
એક હદીસ પયગમ્બર (સ.અ.વ.) ના મશહુર સહાબી અબ્દુલ્લાહ બિન મસ્ઉદથી અત્રે નકલ કરીએ છીએ અને એ જ હદીસમાંથી કેટલાંક જરૂરી મુદ્દાઓ વિવેચન માટે ઉતારીશું – આ હદીસ અહલે સુન્નતના ઘણા બધા લેખકોએ જુદી જુદી સનદો અને ઇબારતોમાં સામાન્ય તફાવત સાથે “ઇબ્ને મસ્ઊદ થી જ નકલ કરી છે. “ઇબ્નેકસીર દમિશ્કીએ – ફત્હુલ બયાન જીલ્દ, 3, પાનું 309, (મીસર બોલાક પ્રકાશન)માં અહમદ ઇબ્ને હમ્બલથી નકલ કરી છે. હદીસનો તરજુમો આ મુજબ છે. :-
“મસ્રૂક કહે છે કે અમે લોકો અબ્દુલ્લાહ બિન મસ્ઊદ સાથે બેઠા હતા. તેઓ અમને કુરઆનનો દર્સ (તાલીમ) આપી રહ્યા હતા. એક શખ્સે પૂછ્યું :- શું તમે પેગમ્બરે ખુદા (સ.અ.વ.) ને સવાલ કર્યો હતો કે આ ઉમ્મતના કેટલા ખલીફા હશે? અબ્દુલ્લાહે તેને જવાબમાં કહ્યું : જ્યારથી હું ઇરાક આવ્યો છું ત્યારથી પહેલા કોઇએ આવો સવાલ પૂછ્યો નથી! પણ હા, અમે પયગમ્બર (સ.અ.વ.) ને આ સવાલ પૂછ્યો હતો અને હઝરતે તેનો જવાબ આપતં ફરમાવ્યું હતું કે : ‘બની ઇસ્રાઇલ’ ના ‘નોકોબાઅ’ની જેમ તમેની (તઅદાદ) સંખ્યા બાર છે…
“તબસરહ (અવલોકન) (1) પયગમ્બર અસ્હાબ, પયગમ્બરના પછી તેમના જાનશીનોની ઓળખ, બલ્કે, અમે કહી શકાય કે બુનિયાદી અને અહમ મસ્અલો, ‘‘ખિલાફતનો મસ્અલો’’ હલ કરી લેવા ચાહતા હતા. તેથી જ તેઓએ ખોલોફાની તઅદાદ મઅલૂમ કરી લીધી જેથી કિયામત સુધી, ખિલાફતના બેશુમાર, જુઠ્ઠા દાવેદારોને (બે – નકાબ) ખુલ્લા પાડી શકાય.
(2) રસૂલે ખુદા (સ.અ.વ.) એ પોતાના જાનશીનો “નોકોબાએ બની ઇસ્રાઇલ થી સરખાવ્યા. કદાચઆ સરખામણી એ વાતની તરફ ઇશારો કરી રહી હોય કે પયગમ્બરની ખિલાફત લાઝિમી તૌર પર ‘નસ’ ના ઝરીએ (ખુદા અને પયગમ્બર જેની નીમણુંક કરે) થાય. એટલે જ ‘નૌકોબાએ બની ઇસ્રાઇલ’ (ઇસ્રાઇલના અગ્રણીઓ) ની નીમણુંક ‘નસ’ ના ઝરીએ થયેલી છે. કુરઆન કરીમનો એ તરફ ઇશારો છે.
‘‘સુરએ માએદાહ પ/12’’
સારાંશ – ‘‘બેશક, અલ્લાહે બની ઇસ્રાઇલથી અહદો – પયમાન – (કોલ કરાર – વચન) લીધા અને અમે તેમાંથી બાર નકીબ નક્કી કર્યાં.’’
(3) પયગમ્બરના જાનશીનોની વિલાયત અને માલેકીયન ચોક્કસ થશે. ચાહે લોકો તે સ્વિકારે કે ના સ્વિકારે.
હદીસને તહકીક અને છાનબીન
હદીસે “ઇસ્નાઅશર ખલીફા સુન્ની અને શીઆ સનદોથી “હદદે તવાતૂર (પૂનરાવર્તન) સુધી પહોંચી ચૂકી છે. અને તેમાં તરદીદ (રદિયા)ની કોઇ ગુંજાઇશ નથી. તેથી જ અમૂક મોઅતબર સુન્ની આલિમોએ તેને આસાનીથી કબુલ કરી લીધી છે.
શીયઆઓના બાર ઇમામ અને હદીસે – ઇસ્નાઅશર
રસૂલે ખુદા (સ.અ.વ.) એ હદીસમાં જે નિશાનીઓ – સિફતો પોતાના ખલિફા અને જાનશીન બાબતમાં બતાવી છે, તે શીઆ જઅફરી મઝહબના બાર ઇમામો સિવાય કોઇ પણ સાથે (મુન્તબિક) બંધબેસતી થતી નથી. એ બધા જ મઅસુમ છે અને તેઓમાંના અવ્વલ હ. અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને આખરી, હ. મોહમ્મદ બિનલ હસન અલ અસ્કરી (અ.સ.) (અલ મહદી) છે.
‘‘ખોલોફાએ અહલે સુન્નત અને હદીસે ઇસ્નાઅશર
અહલે સુન્નતના હઝરાતની નઝરે, જેઓએ ખિલાફત કરી છે, તે ‘ખોલોફાએ રાશેદીન’ ‘ખોલોફાએ બની ઉમૈયહ’ અને ‘ખોલોફાએ બની – અબ્બાસ’ ના નામથી મશ્હર છે. ખોલોફાએ રાશેદીનની સંખ્યા બારથી ઓછી છે અને બાકીના બે ગિરોહ (જૂથ) ની સંખ્યા બારથી વધારે છે અને બીજી નિશાનીઓ પણ જે હદીસમાં આવેલી છે, તે ખોલોફાઅમાં નથી મળતી, જેમ કે ઇસ્લામનું બાર ખલીફાના ઝરીએ બાકી રહેવું અને આખી દુનિયામાં ઇસ્લામનું વિજયી થવું, વિગેરે….. અત્રે અમે ખલિફાઓના નામો ઉતારીએ છીએ, જેમની બાબતોથી આપ અજાણ નહી હોવ!
અબુબકર – ઉમર – ઉસમાન – ને ઇમામ અલી બિન અબી તાલિબ, એ પછી બની ઉમૈયહના ખલીફાઓ, જેઓમાં ‘બની મરવાન’ પણ શામીલ છે, તે આ મુજબ છે.
(1) મોઆવિયહ બિન અબી સુફયાન (2) યઝીદ બિન મોઆવિયહ (3) મોઆવિયહ બિન યઝીદ (4) મરવાન બિન હુકમ, (5) અબ્દુલ મલિક બિન મરવાન, (6) વલીદ બિન અબ્દુલ મલેક (7) સુલેમાન બિન અબ્દુલ મલેક, (8) ઉમર બિન અબ્દુલ અઝીઝ બિન મરવાન (9) યઝીદ બિન અબ્દુલ મલેક, (10) હશશામ બિન અબ્દુલ મલેક, (11) વલીદ બિન યઝીદ બિન અબ્દુલ મલેક, (12) યઝીદ બિન વલીદ, (13) ઇબરાહીમ બિન વલીદ, (14) મરવાન.
આ ફેહરિસ્તમાં ઇમામ હસન અને બીજા પાંચ ખલીફાઓનાં નામો આ મુજબ છે. : (1) અબ્દુર રહેમાન બિન મોઆવિયહ, (2) હશ્શામ બિન અબ્દુર રહેમાન (૩) હકમ બીન હશ્શામ (૪) અબ્દુર રહેમાન બીન હકમ (5) મોહમ્મદ બિન અબ્દુર રહેમાન.
આ પૂરી તફસીલ માટે “મુરવ્વજુઝ ઝહબ જીલ્દ, 3, પાનું 3 અને 233 થી 235, જુઓ! ‘મુરવ્વજુઝઝહબ’ – ના લેખકે આ ખલીફાઓની હકુમતનો ઝમાનો – એક હજાર મહિના – એમ લખ્યું છે.
‘બની અબ્બાસ’ – ના ખલીફાઓની સંખ્યા 37 છે. બની ઉમૈયહ પછી હકૂમત હિ. 132માં તેમના હાથમાં આવી. પહેલા ખલીફા અબુલ અબ્બાસ મિસ્ફાહ હતા અને આખરી – અબ્દુલ્લાહ મુસ્તઅસમ હતા, જેઓ હિ. 56માં ‘હલાક’ ના હકુમથી માર્યા ગયા. તેમની હકૂમતનો ઝમાનો 544 વર્ષનો છે.
નતીજો : આ લખાણ પર સમજથી નઝર કરવા પછી આપણને જણાયું કે (1) શીયા ફીર્કા સિવાયના બીજા ઇસ્લામીઓની સંખ્યા બાર નથી, (2) બાર ખલીફાઓની હકુમત કિયામત સુધી બાકી રહેવી જોઇતી હતી. પણ ખત્મ થઇ ગઇ. (3) આ ખલીફાઓમાં બધાએ બધા જ કુરૈશના નહી હતા. (4) પયગમ્બર (સ.અ.વ.) ની રવિશની પયરવી નહી હતી. (5) છેવટે ઇસ્લામને આખી દુનિયા પર વિજયી થવાનું હતું પણ એવું થયું નહીં. વિગેરે ….. વિગેરે .
પેયગમ્બર (સ.અ.વ.) ની હદીસ સાથે જ્યારે આ ખલીફાઓનું (તતાબક) મળતાપણું થઇ શક્યું નહી તો તે ક્યા ખલીફા છે કે જેઓ પયગમ્બર (સ.અ.વ.) ની હદીસના મતાબિક હોય? (મળતા આવતા હોય?) પેગમ્બરે ઇસ્લામે (સ.અ.વ.) તેની પણ વઝાહત (સ્પષ્ટતા) કરી દીધી છે. આ લેખમાં તે વિષય પર વિગતવાર ચર્ચા શક્ય નથી. તેથી ફક્ત એક જ હદીસ કરીએ છીએ. જેમાં પયગમ્બર (સ.અ.વ.) પોતાના બાર વસીઓના નામો બતાવ્યા છે.
ઇબ્ને અબ્બાસ (રદિ.) કહે છે ‘મિગસલ’ નામે એક યહુદી રસૂલે ખુદા (સ.અ.વ.) ની ખિદમતમાં હાઝિર થયો અને કહ્યું : “અય મોહમ્મદ હું કેટલાક સવાલ કરવા ઇચ્છું છું જવાબ આપો.
આપ કહ્યું : ‘કહો!’ તે પછી યહુદીએ કેટલાક સવાલો કર્યા. પેગમ્બરે તેના જવાબો આપ્યા. પછી યહુદીએ સવાલ કર્યો : “અય મોહમ્મદ! તમારા અવલિયાની બાબતમાં મને બતાવો. કારણ કે કોઇ પયગમ્બર એવા થયા નથી કેજે પોતાના વસી અને જાનશીન રાખતાં ન હોય અને અમારા પયગમ્બર મૂસા બિન ઇમરાનના વસી યૂશઅબિન નૂન હતા…!
રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું.
“મારા સોથી પહેલાં જાનશીન અલી બિન અબી તાલિબ (અ.સ.) થશે. પછી મારા બન્ને નવાસા હસન અને હુસૈન થશે. પછી હુસૈન ના (‘સુલ્બ’થી) વંશથી નવ અઇમ્મહ થશે.
યહુદીએ કહ્યું – ‘અય મોહમ્મદ (સ.અ.વ.) મને તમામ ઇમામોના નામો બતાવો.’
રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : “હુસૈન , જ્યારે દુનિયાથી રૂખ્સત થઇ જશે, તો તેમના બેટા અલી મારા વસી છે. અલી પછી તેમના બેટા મોહમ્મદ (અ.સ.) (પાંચમા) પછી જઅફર (અ.સ.) (છઠ્ઠા) મૂસા – (સાતમા) અલી (અ.સ.) (આઠમા) મોહમ્મદ (અ.સ.) (નવમા) – અલી (અ.સ.) (દસમા) હસન (અ.સ.) (અગિયારમા) અને હસન જ્યારે દુનિયાથી રૂખ્સત થઇ જશે તો, તેમના બેટા હજ્જતુલ મહદી, મારા વસી અને જાનશીન હશે. આ બાર શખ્સો છે ….! (સાહેબે “અહકાકુલ હક્ક – જી. 13, પાના 49, પર ‘ફરા ઇદુસ સિમતૈન’ લેખક હમૂઇ મિસરી – (વફાત 722, હિજરી)માંથી આ હદીસને નકલ કરી છે.
આ લેખનની બીજી હદીસો જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી, અબી નફરહ અને જાબિર જઅફીથી નકલ કરવામાં આવી છે.
અમૂક હદીસોમાં પેગમ્બરે ફક્ત પહેલા અને આખરી જાનશીનનું નામ લીધું છે, જેવી રીતે ઇબ્ને અબ્બાસે, “વસ્સમાએ ઝાતિલ બુરૂજ ની તફસીરમાં પયગમ્બર (સ.અ.વ.) થી નકલ કર્યું છે.)
તરજુમો :- પેગમ્બરે (સ.અ.વ.) ફરમાવ્યું : ‘હું આસમાન છું અને મારી ઇતરત અને અહલેબૈતથી થનારા ઇમામો બુરૂજે આસમાન છે. તેમનામાંના પહેલા અલી અને આખરી – મહદી – થશે તેમની સંખ્યા બાર થશે.’
આ તમામ હદીસોમાંથી એ જ નતીજો લેવામાં આવ્યો છે કે – અહલે સુન્નતના ઓલોમાઓએ, શીઆઓના બાર ઇમામો સિવાયનાઓને જેમને પયગમ્બરના ખલીફાઓ તરીકે ગણાવ્યા છે, તે હકના ખલીફાઓ નથી – કેમ કે તેમનામાં જે સિફતો અને અલામતો – નિશાનીઓ – હકના ખલિફાઓની હોવી જોઇએ તે નથી. તેથી ખોલફાએ હક માત્ર ઇસ્નાઅશરી ઇમામો છે…..
મહદી (અ.સ.) ની બાબતમાં હદીસો અનેક છે તે છતાં અમૂક ઓલોમાએ અહલે સુન્નત, મહદી બાબતના અકીદાનો મૂળથી જ ઇન્કાર કરે છે. અને કેટલાંક એ અકીદાને કબુલ રાખ્યા પછી મહદીનો વંશ, પયગમ્બર અને ફાતિમહની નસલમાંથી હોવાનો ઇનકાર કરે છે.
આ બાબતમાં વધુ માહિતી માટે ‘‘અલ મુન્તઝરના વાચકો, અમારા અગાઉના શાબાન મહિનાના ખાસ અંકો પર નજર ફેરવી શકે છે.
Comments (0)