કુરઆની આયતો થકી ઇમામે ઝમાના (અ.સ.) નો પરિચય

હોદલ’લીલ મુત્તકીનલ’ લઝીન યુઅમેનૂન બીલ ગૈબ
“જે લોકો અદ્રશ્ય બાબતોમાં માને છે… ગુનાહોથી બચનારા તથા
પરહેઝગાર છે, તેમના માટે કુરઆન હીદાયત છે. (સૂ. બકરહ : ૩)
હાફીઝ સુલેમાન કન્દૂઝી ‘હનફી’ તેમની કિતાબ ‘યનાબીઉલ મવદ્દત’ માં તેમના ઉસ્તાદ, જાબિર બીન અબ્દુલ્લાહ અન્સારીથી રિવાયત રજુ કરતા બયાન કરે છે. :
જંદલ બીન જુનાદેહ બીન જબીર યહુદી રસૂલે ખુદા (સ.અ.વ.) ની ખિદમતમાં આવ્યા અને પોતાના એક પ્રશ્ર્નનો જવાબ મળતા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી હુઝુર (સ.અ.વ.) ને તેમના અવસીયા (વારસદારો) વીશે પૂછ્યું . પયગમ્બર (સ.અ.વ.) એ અવસીયાના નામ કહેવા શ‚રૂ કર્યા ત્યાં સુધી કે આપે ફરમાવ્યું…. ‘તેમના પછી (એટલે કે ઇમામ હસન અસ્કરી (અ.સ.) પછી તેમના ફરઝંદ મોહમ્મદ (અ.સ.) છે. જેઓ મહદી કાએમ અને હુજ્જતના નામથી ઓળખાશે તેઓના માટે એક ગૈબત હશે ત્યાર પછી જ્યારે તેઓ જાહેર થશે અને ઇન્કલાબ (પરિવર્તન) લાવશે, ત્યારે આ જમીન જે રીતે અને જેટલી જુલ્મો – સિતમથી ભરપૂર હશે તેટલી જ અદલો – ઇન્સાફથી ભરપૂર થઇ જશે. કેટલા ખૂશનશીબ હશે એ લોકો જે તેમની ગૈબતના જમાનામાં ધીરજ અને અડગતાથી કામ લેશે અને તેમની એટલે કે હ. મહદી (અ.સ.) અને તમામ અઇમ્મા (અ.સ.) ની મહોબ્બત સાથે અટલ રહેશે એવા લોકોના લક્ષણો ખુદાવંદે – આલમે પોતાની કિતાબમાં બયાન કરતા ફરમાવ્યું છે,’ “હોદલ લીલ મુત્તકીનલ લઝીન યુઅમેનુન બીલ ગૈબ. (“યનાબીઅ)
મોઅલ્લીફ (અસલ લખાણના કર્તા) કહે છે ‘મુત્તકીન’ એ ઇમામ મહદી (અ.સ.) પર ઇમાન અને યકીન રાખનારાઓ છે અને ‘ગૈબ’ નો અર્થ એ છે કે જે પાંચેય ઇન્દ્રીઓથી છુપાએલા હોય. જે રીતે ખુદાવંદ આલમ ગૈબ છે. જે રીતે ગૈબ હોવાને ગાયબ કહે છે. ખુદાવંદે – આલમ પાંચેય ઇન્દ્રીથી જોઇ – અનુભવી શકાતો નથી આપણે આખેરતને પણ જોઇ – અનુભવી શકતા નથી. બિલ્કુલ એવી જ રીતે ઇમામ મહદી (અ.સ.) પણ ગાયબ છે. ગૈબતે ઇમામના જમાનામાં ઇમામ (અ.સ.) ને સામાન્ય રીતે જોઇ કે ઓળખી શકશે નહી. (પહેલાતો તેઓને જોઇ જ નહી શકાય અને જો કદાચ કોઇ જોઇ શકે તો તેઓને ઓળખી શકશે નહી બહુ જ થોડા લોકો એવા હશે જેઓ તેઓની ઝીયારતથી મુશર્રફ થયા હોય અથવા મુશર્રફ થશે.)
‘ફન ફજરત મીન હુસનતા અશરતા અયના’
– પછી તેમાથી બાર ઝરા ફુટી નીકળ્યા.
(સુરએ બકરહ – ૬૦)
અલ્લામા કબીર સૈયદ હાશીમ બહરૈની તેમની કિતાબ ‘ગાયતુલ મરામ’ માં ફકીહ અબુલ હસન બીન શાઝાન (શેખ ફકીહ અબુલ હસન મોહમ્મદ બીન એહમદ બીન અલી બીન હસન બીન શાઝાન – જેઓ ‘ઇબ્ને – શાઝાન’ ના નામથી વિખ્યાત છે. તેમજ શેખ મુફીદાના સાથીઓ પૈકીના છે તેમજ “ઇન્સાહ દફાએનુન નવાસેબના કર્તા છે. તેમની કિતાબમાં એકસો મનાકીબ (પ્રસંશા પંક્તિઓ) નો ઉલ્લેખ છે. જે “મેઅતા – મનાકીબ”ના નામે ઓળખાય છે. “નજમુ સાકિબ પા. ૩૩૬) તેમની કિતાબ અલ – મનાકેબુલ મે – અ – ત મીન તરકીલ – આમમહ’ (જેમાં ૧૦૦ ગૈર – શીયા રાવીઓની પ્રસંશા પંક્તિઓ છે.) જેમાં શીયા રાવી ઇબ્ને અબ્બાસની સનદોના હવાલા અપાયા છે. તેમાં રિવાયત છે કે : “મેં રસૂલે ખુદા (સ.અ.વ.) થી સાંભળ્યું : (આ લાંબી હદીસનો સારાંશ અત્રે રજુ કરીએ છીએ.) જે ઇન્સાને મારી પૈરવી, તાબેદારી ખુશ કરે તેમણે મારા વસી હઝરત અલી ઇબ્ને અબી તાલીબ અને મારી નસ્લમાંથી બનનાર ઇમામોની વિલાયત, મોહબ્બત, તાબેદારી અને સરપરસ્તી કબુલ કરવી જોઇએ. કેમ કે તેઓ મારા ઇલ્મના ભંડાર અને રક્ષક છે. આ હદીસ સાંભળીને જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ ઊભા થઇ ગયા અને વિનંતી કરી. ‘અય ખુદાના રસૂલ, એ ઇમામોની સંખ્યા કેટલી છે?’ આં હઝરત (સ.અ.વ.) ફરમાવ્યું : ‘અય જાબીર ખુદાવંદે – આલમ તારા પર રહમત નાઝીલ ફરમાવે તમે મને આખા ઇસ્લામ વીશે પૂછી લીધું. એટલે સુધી કે આપે ફરમાવ્યું : એ ઇમામોની સંખ્યા એ ઝરાઓ (ઝરણાઓ) જેટલી છે જે મુસા બીન ઇમરાને તેમની લાઠી પથ્થર પર મારી ત્યારે તેમના માટે વ્હેતા થયા હતા. અને એ સંખ્યા બારની હતી.’
(“ગાયતુલ મરામ – ૨૪૪)
મોઅલ્લીફ (લેખક 🙂 : જ્યાં સુધી પયગમ્બર (સ.અ.વ.) નો પ્રશ્ર્ન છે, આપ એ વ્યક્તિ છે જેમણે બાર ઇમામોનો ઉલ્લેખ કર્યો છે. જેનું ઉદાહરણ એ બાર ઝરાઓથી આપ્યું છે જેના વીશે કુરઆનમાં આયત નાઝીલ થઇ છે. તેથી રસૂલ (સ.અ.વ.) ની પૈરવીમાં અમોએ પણ અત્રે તેનો ઉલ્લેખ કર્યો છે.
“યા અય્યોહલ લઝીના આમનુસ – બે‚ વ સાબે‚ વ રોબ – તૂ વત – તકુલ્લાહ લઅલ્લકુમ તુફલેહુન
“અય ઇમાન લાવનારો! ધીરજ ધરો, રક્ષણ કરો અને સહનશીલતામાં એકબીજાની હરિફાઇ કરો અને કમર કસીલો અને અલ્લાહથી ડરતા રહો કે જેથી તમે સફળતા પામો.
(સુરએ આલે ઇમરાન – ૨૦૦)
હાફીઝ કન્દુઝી ‘હનફી’ તેમની સનદોમાં ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) થી કુરઆનની ઉપરોક્ત આયત વીશે રિવાયત કરે છે. હઝરતે ફરમાવ્યું : તમારી વાજીબાતની અદાયગીમાં ધીરજવાન રહો અને તમારા દુશ્મનોની ઇજાઓ અને તકલીફો સામે અડગ રહો અને તમારા ઇમામ મહદી મુન્તઝર સાથે સંપર્ક કાયમ રાખો. (“યનાબીઅ પા. ૫૦૬)
મોઅલ્લીફ (લેખક) : પોતાની જાતને (અથવા પોતાના જીવને) હ. મહદી (અ.સ.) સાથે મજબૂતીથી સંલગ્ન રાખો. તમારી રૂ‚હોને હઝરત (અ.સ.)ની યાદમાં પરોવાએલી રાખો. ઉપરની આયતમાં એ બાબત તરફ ઇરાશો કરવામાં આવ્યો કે તે હઝરત (અ.સ.) ના પવિત્ર અસ્તિત્વ પર પુખ્ત યકીન રાખવું જોઇએ અને તેમની બારગાહમાં જેહાદ માટે કોઇ પણ પ્રકારની બળજબરી વગર સ્વેચ્છાએ રજુ થવા ત્વરીત ઇચ્છુક રહેવું જોઇએ.
“ફ આમેનુ બિલ્લાહે વ રસૂલેહી વન’ નુરીલ્લઝી અનઝલના. વલ્લાહો બેમા તઅ’ મલુન ખબીર
“માટે અલ્લાહ પર, તેના રસૂલ પર અને એ નુર પર જેને અમોએ નાઝલિ કર્યું છે, ઇમાન લાવો અને તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ સારી પેઠે માહીતગાર છે. (સૂ. તગાબૂન-૮)
હાફીઝ અબુ જઅફર મોહમ્મદ બીન જરીર તબરી (વફાત હી. ૩૧૦) તેમની કિતાબ “અલ – વિલાયહ”માં ઝૈદ બીન અરકમથી રીવાયત કરે છે. જ્યારે રસૂલે ખુદા (સ.અ.વ.) તેમના જીવનની છેલ્લી હજ કરીને પાછા ફર્યા ત્યારે ગદીરે – ખુમમાં ઉતર્યા. ઝોહરની નમાઝનો સમય હતો. અસહય ગરમી હતી. આપે પાંદડાથી ભરપૂર વૃક્ષો તરફ જવાનો હુકમ ફરમાવ્યો. ત્યાર પછી ઊભા થઇને કહ્યું : ‘નમાઝે – જમાઅત’ અને લોકો ઊભા થઇ ગયા. ત્યાર પછી હુઝુરે (સ.અ.વ.) વિધ્વતા અને અર્થપૂર્ણ પ્રવચન આપવાનું શ‚ કર્યું. આપે કુરઆનની ઉપરની આયતનો ઝીક્ર ફરમાવ્યો. અર્થાંત અલ્લાહ પર તેના રસૂલ પર અને તેણે ઉતારેલા નૂર પર ઇમાન લાવો. પછી ફરમાવ્યું એ નૂર મારામાં છે પછી અલીમાં ત્યાર પછી તેના વંશજમાં એટલે સુધી કે ‘કાએમ – મહદી’ માં પહોંચ્યું છે.
“ફલા ઉક’સેમો બીલ ખુન્નસ
“તો મને એ સિતારાઓની કસમ
(સૂ. તકવીર – ૧૫)
હાફીઝ કન્દુઝી હનફી ખુદાવન્દે – તઆલાના ઉપરના કૌલ વીશે હ. ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) થી રિવાયત કરે છે. આપે ફરમાવ્યું આ આયતમાં આવેલ શબ્દ ‘ખુન્નસ’ નો અર્થ એ ઇમામ છે જે ગાયબ થઇ જશે. એટલે કે હી. ૨૬૦માં ગાયબ થઇ ગયા પછી એક ઝળહળતા સિતારાની જેમ ઝુહૂર ફરમાવશે.
(યનાબીઅ – પા.૫૧૫)
મોઅલ્લીફ (લેખક) : ‘ખુન્નસ’ નો અર્થ છુપા અને ગાયબ રહેનાર એવો થાય છે. આ આયતની તફસીર એ સિતારાઓ વીશે છ જે નજરોથી અદ્રશ્ય થઇ જાય છે.અને આ આયતનું અર્થઘટન ઇમામે મહદી (અ.સ.) વીશે છે કારણે કે જ્યારે ખુદાવન્દે – આલમે તેઓને ગૈબતનો હુકમ આપ્યો ત્યારે તેઓ ગાએબ થઇ ગયા અને ખુદા જ્યારે તેઓને જાહેર થવાનો હુકમ આપશે ત્યારે એક ઝગમગતા સિતારાની જેમ જાહેર થશે.
આ હદીસ શરીફ ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ના મોઅજીઝા માહેની છે. જેમાં એ હઝરતની ગૈબતની ખબર અપાઇ છે, કેમ કે ઇમામ મહદી (અ.સ.) ની ગૈબત હી.૨૬૦માં એટલે કે ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની શહાદતના એકસો વર્ષથી થોડા સમય પછી થઇ હતી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *