કરબલાવાળાના મહાન અમલના પરદા પાછળ શું હતું?
દુનિયાએ પોતાના લલાટ ઉપર આમ તો કોઈ ન કોઈ મઝલુલમના લોહીનો ધબ્બો લગાડેલો છે. તેના આસ્તનીન અને પાલવમાંથી હંમેશા આહૂતી આપનારાઓના ખુનના ટીપાઓ ટપક્યા છે. કોઈ પણ કાળ “ગળા અને ખંજરની દાસ્તાન” થી ખાલી નથી. પરંતુ આ દિલને તડપાવનાર ઘટના તેના પાલવમાં જે ઉચ્ચતા ધરાવે છે તે કરોડો બેકરાર દિલો માટે આશ્વાસન અને હંમેશ માટે રાહતનું કારણ છે. શા માટે? એટલા માટે કે દરેક હ્રદયને ધ્રુજાવનારી ઘટના બે બાબતોથી ખાલી નથી, કાં તો તે મઝલુમીય્યતની ઘટના અનાયાસે ઘટી. ઝાલમીની શમશીરે કોઈ બિચારા દોરડાથી બંધાએલી જીવનની રગનો ફેંસલો કરી નાખ્યો અથવા આ દુઃખ દર્દના કાંડની પરદા પાછળ કાર્યની પ્રસંશા કરશો કે દુનિયાની લાલચમાં પડી જાન ગુમાવવાવાળા (બીજી બાબત)ના વખાણ કરશો. આદમથી લઈને આજ દિન સુધી એક એક કરીને ગણતા જાઓ હરેક દિલ-સોઝ બનાવમાં આજ બે વસ્તુઓ મળશે. હા, તેવી વ્યકિતઓ ઓછી છે જેમણે માત્ર સત્યને માટે ખંજરની ધાર ઉપર પોતાનું ગળુ ધરી દીધું હોય. આવા જાંબાઝોને ઈસ્લામની વ્યાખ્યામાં “શહીદ” કહે છે. આ ખુનનું કફન પહેરેલા હક પસંદ સરફરોશોમાં પણ પ્રસંશાને પાત્ર એ લોકો છે જેમણે અલ્લાહની ખુશ્ નુદી પછી મક્કમ નિર્ધાર, ઈરાદા અને સ્વેચ્છાથી શહાદતનો જામ મોઢે માંડયો. આવા અનન્ય અને અજોડ શોહદાઓના તાજદારનું નામ છે… હુસયન અ.સ.
આ હુસયન અ.સ. છે કે જેમની શહાદતના પરદા પાછળ ન તો દુનિયા કે મુલ્કની ઈચ્છા હતી અને ન તો દબાણપૂર્વકનો (મજબુરીનો) મુકાબલો હતો કારણકે જે માલ મેળવવા માટે લડે છે તેની રિતભાતજ જુદી હોય છે તે પોતાના લશ્કરમાંથી નબળાઓને હટાવી દે છે અને શકિતશાળીઓને બોલાવે છે.
પરંતુ! કરબલાનો શહિદ, પહેલવાનોને પોતાના લશ્કરમાંથી હટાવે છે અને અલી અસગરને પોતાની સાથે લાવે છે. હબીબને પત્ર લખીને બોલાવે છે. એ નિર્વિવાદ છે કે જેના ઉપર કાબુ નથી તેવા નિર્ણયો ઉપરની ખીરાજે અકીદત નથી મળતી પછી તેઓને મરવા ઉપર મજબુર શી રીતે કરૂં? જ્યારે હુસયન અ.સ.ને શહાદત થવાની જાણ પછી પણ કરબલાની તરફ આવ્યા. માત્ર છુપુ જ્ઞાન નહિ કે જેનું પ્રદર્શન, ઈબ્ને અબ્બાસ, મોહમ્મદે હનફીયા, ઉમ્મે સલમા સ.અ. અને દરેક મના કરવાવાળાના (કરબલા તરફ જવાથી રોકવાવાળાના) જવાબમાં આ કહીને ફરમાવ્યું: કદ શાઅલ્લાહો અય્યરાની મકતૂલન. અલ્લાહની મશીય્યત છે કે મને કતલ થએલો જુએ. બલ્કે જાહેર કારણોની બાબત પર પણ હુસયન અ.સ.ને ચોક્કસ ખબર હતી કે આ લડાઈનું પરિણામ ઘણુંજ ભયાનક આવવાનું છે. પરંતુ આ જાણકારી હોવા પછી પણ કરબલાથી મોઢું ન ફેરવ્યું. ઈમામ હુસયન અ.સ.ની જાતને આરોપનું કારણ બનાવવાની મુરાદથી કહેવાવાળો કહે છે કે આપે પોતાના હાથે જાન આપી અને મઆઝલ્લાહ પોતે મોતના મોઢામાં કૂદી પડયા. જો કે તે અજ્ઞાન માણસ એટલુ નથી સમજતો કે જો ઈમામની શહાદત અનાયાસે અથવા તે એક ટૂંકા ગાળાના સ્વરૂપે પરિસ્થિતિને આધિન પોતાના ઘરમાંજ કતલ થઇ જાત તો પછી નિશિષ્ટતાજ કયાં રહી? કારણકે અખત્યાર વગર (મજબુરીથી) કતલ થઈ જવું તેનું કોઈ મહત્વકે કમાલ નથી, જેટલું ખુદ આગળ વધીને શહાદતનો જામ મોઢે માંડી દેવો. એટલા માટે હું વિરોધ કરવાવાળાનો વિરોધ નથી કરતો પરંતુ કબુલ કરૂં છું કે ઈમામ અ.સ.એ જાણી જોઈને મોતને વધાવી લીધું.
હુસયન અ.સ. બેશક પોતાના ઈલ્મ અને યકીનની સાથે મરદાનગી ભરી રીતે વધ્યા અને એ રીતે આગળ વધ્યા કે જેવી રીતે પહેલા આપના બુઝુર્ગ હમઝા અને જઅફર રીઝવાનુલ્લાહે અલયહોમા અને બીજા શહિદો આગળ વધ્યા હતા. પરંતુ શું તેમના વિષે કહેવાની હિંમત ધરાવો છો કે તેઓએ પણ પોતાને હલાકતના વમળમાં ધકેલી દીધા?
અને ત્યાં કહેવાની હિંમત કેવી રીતે થાય જ્યારે આ આક્ષેપ તેઓ સુધી મર્યાદિત નથી રહેતો પરંતુ તેમનો આક્ષેપ વધીને એ હસ્તી સુધી પહોંચે છે કે જેની પાસે એક શબ્દ પણ ઉચ્ચારવાની હિંમત નથી જેણે તેઓને કત્લના મયદાનમાં મોકલ્યા એટલેકે મુરસલે અઅઝમ સ.અ.વ. જો વિચાર કરવામાં આવે તો મામલો અહિં સુધી નહિ અટકે કારણકે રસુલ સ.અ.વ.નું દરેક કાર્ય ખુદા સુધી પહોંચે છે. બસ, આ બધી ઝહેરીલી પ્રચાર લીલા આજ ગરિબ હુસયન અ.સ.ની સામે શા માટે? જેના ગોશ્તને નબી સ.અ.વ.એ પોતાનું ગોશ્ત અને જેના લોહીને પોતાનું લોહી, જેની સુલેહને પોતાની સુલેહ અને જેની લડાઈને પોતાની લડાઈ દર્શાવી દીધી છે. ખરેખર તો બિચારાઓને ખબર નથી કે શહાદત અને હલાકત વચ્ચે શું તફાવત છે તે દરેક જાન આપનારને હલાકત ગણે છે જો કે હલાકત ત્યારે કહેવા કે જ્યારે માનવીએ ક્ષુલ્લક કારણોસર જીવ આપી દીધો હોય. પરંતુ માનવીના સ્તર કરતાં પણ ઉચ્ચતર હેતુ માટે ઈન્સાન પોતાનું જીવન કુરબાન કરી દે તો તેને હલાકત નહિ શહાદત કહેવામાં આવે છે. આવા પ્રસંગે જાન અને માલનું રક્ષણ કરવામાં નથી આવતું પરંતુ ઉચ્ચ આદર્શની પ્રાપ્તિ અને જાન અને માલના વિનાશ વચ્ચેની બાબત હોય છે. દરેક બુદ્ઘિશાળી ઉચ્ચ આદર્શ માટે હલ્કી બાબતોનો ત્યાગ કરી દે છે કે બલીદાન આપી દે છે. જેવી રીતે કે જાન અને માલમાંથી કોઈ એક વસ્તુ ભયમાં હોય તો કોઈ બુદ્ઘિશાળી, માલ મેળવવા માટે જાન નહિં ગુમાવે. બરાબર આજ રીતે હુસયન અ.સ.એ પોતાની અઝીઝ જાન બલ્કે જાદ્વનથી પણ વધુ અઝીઝ પોતાના વ્હાલા બાળકો, ચાહવાવાળા સાથી અને દોસ્તોની જાનોને એક એક કરીને નિછાવર કરી દીધી. અને એવી રીતે નિછાવર કરી દીધી જેવી રીતે ફુલ નીછાવર કરી દેવામાં આવે છે. શું ફુલોને લુટાવતી વખતે તમને એ ખયાલ આવે છે કે અફસોસ! આ ફુલો પગની નીચે આવી જશે. બસ, હુસયન અ.સ.મે પણ પોતાના ગુલઝાર નુરના ફુલોને આવી રીતે આસાનીથી લુટાવી દીધા. હાં, તે ફુલોજ હતા, એવા ફુલો હતા કે જેમાંનું એક ફુલ જો તમારા ભાગમાં આવી જાય તો સમગ્ર જીવન તેને જોવામાં પસાર કરી નાખો. અફસોસ કે આજે તે દુનિયાની આંખોથી ઓજલ છે. એટલે શકય છે કે મારી કલમની કાવ્યમય શૈલીનો વિચાર કરીને કોઈ કહે કે ફુલથી આદમજાતની સરખામણી અતિશયોકતી પર નિર્ભર છે. પરંતુ અફસોસ! તમારા અલ્પ વિચારમાં તેઓની નુરાની છાપ આવી જાય તો તમે ખુદ બોલી ઉઠશો કે આ નબીઝાદાઓની સરખામણી આ જગતની સુંદરથી વધુ સુંદર વસ્તુઓની સાથે કરો તો પણ સરખામણી નહિં થાય. બલ્કે જેની સાથે સરખામણી થાય તેનું સ્થાન ઉચ્ચ બની જાશે. એટલા માટે જો તેઓને ભાષાના અલંકારમાં ફુલ કહેવામાં આવે તો બધા બગીચાઓ આ સરખામણીથી તેઓના સ્થાનને ઉચ્ચતર ગણશે. આ સરખામણીથી તે નુરના મુજસ્સમાની પ્રતિકૃતિ ઉચ્ચતા વધશે નહિં બલ્કે ઘટી જશે કારણકે અલી અ.સ. અને ફાતેમહ સ.અ.ના નુરના સંગમથી જે હાશમી વંશનો આવિષ્કાર થાય જેઓને ખુદ મઅબુદ લુઅ લુઓ વલ મરજાન ના લકબથી યાદ કરે છે તેમની ખુબસુરતી કદાચ યુસુફને પણ મદહોશ કરી દે. આ હું મારા તરફથી નથી કહેતો બલ્કે હાશમી ખુબસુરતીના બદ્રે કમાલ હઝરત સય્યદુશ્શોહદા અ.સ.એ આશુરાના દિવસે રજઝના શુરવિરતાનું કાવ્ય જે યોધ્ધાઓ મૈદાનમાં આવી દુશ્મની સામે લલકારે છે મૌકા ઉપર ફરમાવ્યું હતું,
ફ અબી શમ્સુન વ ઉમ્મી કમરૂન ફઅનલ કવાકેબો બય્નલ કમરૈન.
મારા પીદરે બુઝુર્ગવાર સુરજ છે અને મા ચાંદ છે અને હું તે બંને ચાંદ અને સુરજના વચમાં કવકબે દુર્રી છું. હસન અને હુસયન અ.સ.ની ખુબસુરતીની લોકચર્ચા હતી. તે જીગરના ટૂકડાઓ જેઓને આશુરાના દિવસે હુસયને તલવારોને સોંપ્યા તેઓ દરેક જમાલ અને કમાલના ચમકતા સિતારા હતા. જરા કમરે બની હાશમના ખુબસુરતીથી ભરપૂર ચહેરાને નજરમાં લાવો, બદ્રે તમામ (ચંદ્ર જેવા લાવ•યભર્યા) અકબરે ગુલ્ફામની કલ્પના કરો, ચાંદ જેવા શેહઝાદા કાસિમનો ખયાલ કરો, ઔન અને મોહમ્મદ જેવા હસીન બાળોનું ધ્યાન ધરો અને પછી સૌથી અંતમાં શહાદતના બાગની તે કુમળી કળી તે નાના શગુફાની પુષ્પકુંજની કલ્પના કરો જેને અલી અસગર કહે છે. સાચુ બતાવો, આ ફુલોને શરમાવી દે તેવા ચહેરાઓમાંથી માત્ર એક કોઈની પાસે હોય તો તે આટલી સહેલાઈથી આપી દેશે? હવે વિચારો આ દિલના ટૂકડાઓને ઈમામ હુસયન અ.સ.એ કેવી રીતે તલવારની ધાર ઉપર રાખી દીધા, આ આકાશના તારાઓને કેવી રીતે માટીમાં વિખેરી દીધા, શું બરછીની ચમકતી અણીઓ અને બની હાશીમના જવાનોની સાફ અને પાક છાતીની કલ્પનાથી સાંભળવાવાળાના હૃદય કંપી નથી જતાં? તો તે માના દિલનું કહેવું? ફૌલાદી ગુર્ઝ અને કાસએ સરની દુ:ખભરી દાસ્તાનથી તમારૂં દિલ નથી ફાટતુ? અને એ મન્ઝર ભાઈ જોઈ રહ્યા છે? અને શું ત્રણ ભાલનું વજનદાર તીર અને સુકાએલા ગળાના ખયાલથી તમારૂં હૃદય નથી કાંપતુ? આ પુષ્પકંુજને ખરી જતું જોઈને બાપના હાથ ધ્રુજ્યા નહિ હોય? તો પછી એ કઈ વસ્તુ હતી જે હુસયન અ.સ.ના દિલને પકડી રાખતી હતી? અને એવી રીતે પકડી રાખેલી હતી કે છેવટે ઝુલ્મના હાથો ધ્રુજી ગયા પરંતુ મઝલુમનું દિલ તેની જગ્યાએ અડગ રહ્યું. શું જાણવા માગો છો કે તે શું વસ્તુ હતી? ખુદા! મવલાના મોહમ્મદઅલી જવહરે શું ખૂબ ફરમાવ્યું છે:
અબ્બાસ સા જરી હો, અકબરસા મહેજબીં, તુજકો સભી અઝીઝ થે, લેકિન ખુદા કે બાદ.
તે હતો પહાડોથી ટક્કર લેવાવાળો એઅતેકાદ. એ વાતનો એઅતેકાદ કે ખુદા છે અને મહશર છે, જન્નત અને નાર, હિસાબ અને કિતાબ અને બીજી એવી વસ્તુઓ જેની ખબર હુસયન અ.સ.ના નાનાએ આપી હતી, ખરેખર તે બધી અસ્તિત્વ ધરાવે છે અને તેને હુસયન અ.સ. એ રીતે જોઈ રહ્યા હતો જેવી રીતે આંખો સુરજને જોઈ રહી હોય અને એવી એ ભરપૂર શકિત હતી જેણે હુસયન તો હુસયન, હુસયન અ.સ.ના અસ્હાબોના દિલો પણ ખુબ તૈયાર હતા. શબે આશુર બુરૈર, અબ્દુલ રહેમાનથી મઝાક કરે છે કે અબ્દુલ રહેમાનના મોઢમાંથી નીકળી જાય છે કે ભલા, આ પણ કોઈ મજાકનો સમય છે તે વખતે બુરૈર કહે છે કે અબ્દુલ રહેમાન! મારી કૌમને પુછી જુઓ, મેં કયારેય પણ મારી જવાનીમાં કોઈની સાથે મઝાક નથી કરી પરંતુ હવે મારી આખો કંઈક બીજુજ જોઈ રહી છે મારી આંખો સામે શમશીરોની નીચે પેલી તરફ જન્નતના દરવાજા અને હુરો નજરે પડે છે.
બસ આજ એ તાકાત હતી જે ઈમામ હુસયન અ.સ.થી લઈને જનાબે અલી અસગર સુધી બલ્કે હબ્શી ગુલામ સુધી એક દરજા ઉપર નજરે પડી રહી હતી અને એટલા માટે હુસયન તો હુસયન, કરોય ઈ. હુસયજન અ.સ.ના બાળકના હોઠો સુધી અથવા તો કોઈ પરદાદાર ખાતૂનની ઝબાન પર પણ નથી આવ્યું કે હવે તરસ મારી નાખે છે. આકા! બયઅત કરી લો. જો કે આ તમામ મુસીબતોને દૂર કરી દેવાની બહુજ સસ્તી કિંમત નક્કી કરવામાં આવી હતી, યઝીદની બયઅત. જાહેર રીતે આ તો ઘણી મામુલી કિંમત હતી પરંતુ ઈમામ હુસયન અ.સ. અને હુસયનીઓની નજરમાં આ સોદો માન્ય ન હતો. એટલુંજ નહિં પરંતુ અલ્લાહના વેપારનું સ્થાન ધરાવતો હતો, કારણકે બયઅતનો બીજો અર્થ થતો હતો ઈસ્લામનું મૃત્યુ અને જો હુસયન અ.સ.ને ઈસ્લામની સચ્ચાઈ ઉપર જરા સરખી પણ શંકા હતે, તો હુસયન અ.સ. એક મીઠા અને ઠંડા જામના સ્વરૂપે ઈસ્લામનું ખૂન વહાવી દેતે અને પોતાનું અને પોતાના બાળકોનું ખૂન ન વહાવતે.
શું હુસયન અ.સ.ના ખુન થકી ધોવાયા પછી પણ તમને ઈસ્લામનો ચહેરો હકના જલ્વાથી પૂર-નૂર અને રોનકથી ભરપૂર નથી દેખાતો?
Comments (0)