ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત જગ્યાઓ

પ્રસ્તાવના:
આ એક સંશોધનાત્મક અને ઐતિહાસિક વિષય છે. જેનું મહત્વ ફાયદો અને ‚હાનીયતનું એક ખૂબજ વિશાળ વિસ્તાર છે.  જે માત્ર ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ફક્ત વિચારવાની દાવત જ નથી આપતો પરંતુ હકના શોધનારાઓને એવી રોશની આપે છે, જે તેમને બાતિલ પ્રચારોની જાળના ફંદાઓમાંથી કાઢીને હિદાયત પામેલા બનાવે છે, અને પરિસ્થિતિનો સામનો કરીને સિરાતે મુસ્તકીમ પર ચલાવે છે.
મહત્વ:
જ્યારે આ વાત રિસાલત મઆબ(સ.અ.વ.)એ ગદીરના ખુત્બામાં સ્પષ્ટ કરી દીધી કે અમારા બાર જાનશીનો થશે, જેમાં પ્રથમ અલી(અ.સ.) છે અને આખરી તે થશે જેનું નામ મા‚ નામ હશે, જેની કુન્નીયત મારી કુન્નીયત હશે અને આ દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેશે તો અલી(અ.સ.)ની વિલાયતના એલાનની સાથે આપ(સ.અ.વ.)એ પોતાના આખરી જાનશીનની તાકાત અને કુદરત તેમજ હાકેમીય્યતના વડે રાજકારણીઓની હુકૂમત બનાવવાની ખોટી યોજનાઓને નિસ્તો-નાબૂદ કરવાનું પણ જબરદસ્ત એલાન હતુ.
આ રીતે સકીફા જે એક જગ્યા છે, જ્યાં ઐતિહાસિક ઇજ્તેમા થયો હતો અને ગદીરના ખિલાફતના એલાન ઉપર પરદો નાખવાની એક નિષ્ફળ કોશિશ વુજૂદમાં આવી. ચૌદ સદીઓમાં હુકૂમતોએ માલ અને દૌલત, તાકત અને સત્તાના બળે પોતાના તરફથી કોઇ પણ કચાશ રહેવા દીધી નથી કે ઇતિહાસમાંથી ગદીરના બનાવને ભુંસી નાંખે અને મોટા ભાગના તે ઓલમાઓ હતા, જે દરબારી હતા અને તેઓ કે જે ઇતિહાસના ખયાનતકાર હતા. ગદીરના વાકેઆથી મોઢુ છુપાવવા લાગ્યા. નહિતર ગદીરનો ખુત્બો જે વહીની ઝબાનથી બહાર આવ્યો હતો, અને તે એક લાખ ત્રીશ હજાર વ્યક્તિઓની ગવાહીની સાથે હતો, આટલી બધી સંખ્યાના લોકો આ બનાવથી અજાણ ન રહેત.
ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓએ આ ખુત્બાની હુરમત, અઝમત મોભો અને રજુઆતને ઇતિહાસમાંથી નાશ થવા નથી દીધુ. આ છે મહત્વ તે પવિત્ર જગ્યાઓનું, જે ઇમામે ઝમાના(અ.સ.)થી મન્સૂબ છે.
ફાયદાઓ:
મુરસલે આઝમ(સ.અ.વ.)ની વફાત પછી માત્ર નામની રાશેદા ખિલાફત જે રીતે ત્રીજા દૌર સુધી ચાલી. અરબોમાં ગુમરાહીઓના એ તમામ તત્વો ઇસ્લામના નામે ફેલાઇ ગયા હતા, જે જાહેલીય્યતના ઝમાનામાં છવાએલા હતા, પરંતુ બધાએ માત્ર નામ પૂરતુ ઇસ્લામને નવુ સ્વ‚પ અપનાવી લીધુ હતુ. આ રીતે મુર્તિપૂજા સિવાય હરામ-હલાલને અલગ પાડવાની શક્તિ ખત્મ થતી જતી હતી અને માહોલ તથા ઇસ્લામી વાતાવરણની અસલીયત અને સૂરતને બદલવા માટે અબુ-સુફીયાન તેમજ મોઆવીયાની શામથી મદીના તરફ આવવા-જવાનું વધુ ને વધુ થતુ ગયુ. જેના પરિણામમાં જ્યારે ખિલાફતનો ચોથો સમયગાળો અલી (અ.સ.)ની સરપરસ્તી હેઠળ આવ્યો તો બહૂજ મોટી મોટી ખતરનાક લડાઇઓનો સામનો કરવો પડ્યો. આપની ખિલાફત પછી ઇતિહાસમાં ઘણા-બધા તોફાન આવ્યા. હજુ ગદીરનું એલાન દિમાગમાં ગુંજી રહ્યુ હતુ, ત્યાં કરબલાનો મહાન બનાવ બન્યો. ત્યારબાદ રસૂલેખુદા(સ.અ.વ.)ના ફરઝંદો કે જેઓ મુરસલે અઅ્ઝમના બરહક ખલીફા હતા, તેઓએ એકાંતવાસ  અપનાવી લીધો. પરંતુ ગુફ્તાર, રફ્તાર, ઇબાદત, રિયાઝત, ઇલ્મ અને હિલ્મ તમામ વખાણવાલાયક સિફતોના આસાર અને બરકતો, રાજકીય અને હુકૂમત કરનારાઓના છળકપટોના શોર-બકોર, તાગૂતી પ્રચારો અને જાહેરાતો તેમજ ઇલ્મના મૈદાનમાં જે બદલાવ લાવવામાં આવી રહ્યા હતા, તેમાં અને સિતમ અને ઝુલ્મ કરવાના નવા નવા કાવતરાઓની સામે હકીકી ઇસ્લામનું પ્લેટફોર્મ તૈયાર થઇ ચુક્યુ હતુ, અને તેના પ્રતિનિધિત્વ માટે જગ્યા બનાવી લીધી હતી, અને અગિયાર જાનશીનો એટલે કે ઇમામ અસ્કરી (અ.સ.)ના ઝમાના સુધી રસૂલ(સ.અ.વ.)ના ફરઝંદો જ કહેવામાં આવતા હતા.
મઅસૂમીન(અ.મુ.સ.)નો સમયગાળો હિ.સ. ૨૫૫ ની સવાર સુધી અને પછી અગિયારમાં ઇમામ(અ.સ.)ની શહાદત હિ.સ. ૨૬૦ ની સવાર સુધી કેટલા ચઢાવ-ઉતાર અને હલચલની પરિસ્થિતિ રહી. ઇતિહાસ તેની નોંધ કરતી રહી. પછી શું થયુ???
ગદીરના એલાનમાં ૧૨ ની સંખ્યા હતી. આખરે તમામ ગવાહીઓ અને પૂર્વાપર સંબંધોની સાથે ૧૨માં ઇમામ(અ.સ.)ની ગયબતે સુગરા શ‚ થઇ અને પછી ગયબતે કુબરાનો સમય આવ્યો. આ ગયબતે કુબરામાં ગવાહીઓ અને પૂર્વાપરના સંબંધો માટે ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓનો એક મહત્વનો રોલ છે.
નવ્વાબે ખાસની કબ્રોના હરમ, સામર્રા અને જ્યાં હઝરતે હુજ્જત(અ.સ.)એ કદમ રાખ્યા, જેને તેમણે પવિત્ર જમીન કહી, જ્યાં સતત અને વધારે સંખ્યામાં આપ(અ.સ.)નું જવુ. આપ(અ.સ.)ની ઇમામત અને મુરસલે અઅ્ઝમ(અ.સ.)ની ખિલાફતની આખરી કડી તેમજ ઇસ્લામની હિફાઝતમાં દરેક મકામને હિદાયતનો મીનારો બનાવી દીધો.
પવિત્ર જગ્યાઓ કે જે ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત છે, તેની ઝિયારત કરવાનો આ ફાયદો છે.
‚હાનીયત:
આ એ પવિત્ર જગ્યાઓ છે કે જે ઇમામે ઝમાના (અ.સ.)થી સંબંધિત રહી છે. તે પોતાની ઝિયારત માટે ઇમાનવાળાઓને ફક્ત બોલાવતી જ નથી પરંતુ તડપતી તમન્નાઓ માટે અસ્બાબ તૈયાર કરી દે છે.
દરેક ઝિયારત કરનાર, દરેક ઇમાનની હિફાઝત કરનાર, દરેક ચાહવાવાળાનું દિલ એમ કહેતુ ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ઘરેથી નિકળે છે….
ચલે ચલો કે વો મિલ જાયેંગે કહીં ન કહીં
‚કે તો પાંઉ પકડ લે યહીં ઝમીં ન કહીં
હવે મહત્વ, ફાયદાઓ અને ‚હાનિય્યતની અસર હેઠળ ટુંકમાં આ પવિત્ર જગ્યાઓનો ઉલ્લેખ કરીશુ, જેની ઝિયારત માટે દરેક મોમીનનું દિલ તડપી રહ્યુ છે. કાશ! વારંવાર મોકો નસીબ થાય અને ઝિયારત કરતા કરતા જીંદગીના દિવસો પસાર થાય. કદાચ! કયાંક સફરમાં અથવા રહેઠાણમાં ક્યાંક ભીંજાએલી આંખોમાં વસેલી દિદારની ઇચ્છા પૂરી થઇ જાય, અને તે કદમોને પણ જોઇ લેય, જેને ઝિયારતગાહોની જમીન ચૂમી રહી છે.
સામર્રા:
આજના ઝમાનામાં ઘણા લોકો જુદા-જુદા કારણોસર પોતાન વતનથી દૂર જીવન વિતાવે છે. પરંતુ માં-બાપ અને રિશ્તેદારોની યાદ અને મોહબ્બત તેમને પોતાના ઘરે પરત આવવા મજબૂર કરી દે છે. ઇમામે ઝમાના(અ.સ.) પણ પોતાના બાપ-દાદાઓની ઝિયારત માટે પોતાના શહેર અને પોતાના ઘરે તશ્રીફ લાવે છે. બેશુમાર બનાવો એ હઝરત સાહેબુલ અમ્ર(અ.સ.)ની સામર્રામાં મૌજૂદગી દર્શાવી છે.
મિર્ઝા મોહદ્દીસે નૂરી(ર.અ.)એ પોતાની કિતાબ જન્નતુલ મઅ્વામાં કરામત અને મહાન દરજ્જાતના માલિક મૌલાના ઝયનુલ આબેદીન ઇબ્ને આલિમ અલ્ જલીલ મૌલાના મોહમ્મદ સલમાસી(ર.અ.)ના હવાલાથી અલ્લામા સૈયદ મોહમ્મદ મહદી બહ્‚લ ઉલૂમ(કદ્દસલ્લાહો ‚હહૂ)નો આ વાકેઓ વર્ણવે છે કે જેમાં મૌલાના સલમાસી ફરમાવે છે…
અમે તેમની સાથે હરમે અસકરીયૈન (ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના રોઝા)માં નમાઝ પઢી. તેઓ તશહ્હુદથી ત્રીજી રકાત માટે ઉભા થવા ચાહતા હતા તે સમયે તેમની એવી હાલત થઇ ગઇ કે જેથી તેઓ થોડો આરામ લઇને ઉભા થયા. નમાઝ પૂરી થયા બાદ અમે બધા આશ્ર્ચર્યામાં હતા કે અને આનું કારણ સમજી શકતા ન હતા, અને આના વિશે સવાલ કરવાની અમારામાંથી કોઇ હિંમત રાખતુ ન હતુ. ત્યાં સુધી કે અમે તેમના ઘરે પહોંચી ગયા અને સુફરો પાથરવામાં આવ્યો, અને એક બુઝુર્ગે મને ઇશારો કર્યો કે આપને પુછુ. મેં કહ્યું કે આપ મારાથી વધુ તેમની નજદીક છો. મરહૂમ મારી તરફ પલટ્યા અને પુછ્યુ કઇ ચીજ ના બારામાં વાતચીત કરી રહ્યા છો? મેં કહ્યુ કે આ લોકો એ વાત પરથી પર્દો હટાવવા ચાહે છે કે જે હાલત આપ પર નમાઝની હાલતમાં છવાઇ ગઇ હતી.
તેમણે ફરમાવ્યુ: એ સમયે હઝરતે વલીએ અસ્ર (અ.સ.) પોતાના વાલિદના હરમમાં સલામ કરવા માટે તશ્રીફ લાવ્યા હતા, તો તેમના નૂરાની જમાલથી મારા પર એ અસર થઇ જે તમે જોયુ, ત્યાં સુધી કે આપ(અ.ત.ફ.શ.) હરમમાંથી ચાલ્યા ગયા.
૨. મસ્જીદે સહલા:
અબૂબકર હઝરમીનું કહેવુ છે કે મેં ઇમામ સાદિક (અ.સ.) અથવા ઇમામ બાકિર(અ.સ.)ને અરજ કરી,
હરમે ખુદા (મક્કા) અને હરમે રસૂલે ખુદા(સ.અ.વ.) (મદીના) પછી કયો હિસ્સો સૌથી અફઝલ છે?
હઝરત(અ.સ.)એ ફરમાવ્યુ: અય અબૂબકર! તે કુફા છે , આ પાકો પાકીઝા ઝમીન છે, તેમાં રસૂલો નબીઓ અને તેમના અવસીયાઓની કબ્રો છે, અને તે સરઝમીન પર મસ્જીદે સહલા છે અને અલ્લાહે કોઇ નબીને નિયુક્ત નથી કર્યા પણ એ કે તેણે અહીં નમાઝ ન પઢી હોય, અને આ સરઝમીનથી અદ્લે ઇલાહી જાહેર થશે અને કાએમે હક(અ.સ.) અહીં રહેશે. તેમજ તેને અદ્લો ઇન્સાફથી ભરી દેશે.
(મુસ્તદ્રકુલ વસાએલ, ભાગ:૩, પાના:૪૧૬)
મફાતિહુલ જીનાનના મોઅલ્લીફ જલીલુલ કદ્ર આલિમ, ખાતેમુલ મોહદ્દેસીન મર્હુમ શૈખ અબ્બાસ કુમ્મી(અ.ર.) જે હદીસના ક્ષેત્રમાં નિષ્ણાંત અને મુજતહીદ પણ હતા. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી મસ્જીદે સેહલાની ફઝીલતમાં આ હદીસ વર્ણવે છે કે જેમાં ઇમામ(અ.સ.)અબૂ બસીરને ફરમાવે છે કે ‘આ એ જગ્યામાંથી છે જેને ખુદા પસંદ કરે છે. કોઇ પણ રાત કે દિવસ એવા નથી કે જેમાં મલાએકા આ મસ્જીદની ઝિયારત માટે ન આવતા હોય અને તેમાં અલ્લાહની ઇબાદત ન કરતા હોય’ પછી ફરમાવ્યુ કે ‘અગર હું તમારી જેમ નજદીક રહેતો હોત તો તમામ નમાઝોને આ જ મસ્જીદમાં અદા કરત.’ પછી ફરમાવ્યું: ‘અય અબુ મોહમ્મદ! જેટલી ફઝીલત આ મસ્જીદની બયાન કરવામાં આવી છે એનાથી ઘણી વધારે તે છે જે બયાન નથી કરવામાં આવી’ અબુ બસીરે અરજ કરી ‘હું આપ પર કુરબાન થાવ, શું હઝરતે કાએમ(અ.સ.) હંમેશા આ મસ્જીદમાં હશે?’ ફરમાવ્યુ: હા!
૩. કરબલા
જલીલુલ કદ્ર આલિમ શૈખ અલી રિશ્તી(અ.ર.) જે ખાતેમુલ મોહક્કકીન શૈખ મુરતઝા અન્સારી અઅ્લલ્લાહો મકામોહુના શાગિર્દોમાંથી હતા, આ વાકેઓ વર્ણવે છે-
આપ ફરમાવે છે કે એક વખત જ્યારે હું હઝરત અબુ અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરીને નજફે અશરફની તરફ પાછો ફરી રહ્યો હતો, તો સફર માટે નહરે ફુરાતથી એક નાની હોડીમાં સવાર થઇને કરબલાથી તવરીજની તરફ આગળ વધી રહ્યો હતો, તે હોડીમાં બીજા પણ અમૂક લોકો સવાર હતા, જે માત્ર લહ્વો-લહબમાં મશ્ગૂલ હતા, તેમની સાથે એક અન્ય શખ્સ પણ હતો જે, તેમના લહ્વો-લહબમાં શરીક ન હતો, તેઓ તેની પણ મજાક ઉડાવતા હતા અને તેને સતાવતા હતા. પરંતુ તે ચૂપ હતા. જ્યારે અમે હોડીમાંથી બહાર આવ્યા તો મારી મુલાકાત તેમની સાથે થઇ. મેં તેમને બનાવ પુછ્યો. તેમણે કહ્યુ: આ લોકો મારા સગા-વ્હાલા છે, અને સુન્ની છે. મારા વાલિદ પણ સુન્ની હતા. પરંતુ મારી વાલેદા શીઆ હતી, અને હઝરતે હુજ્જત સાહેબુઝ્ઝમાન(અ.સ.)ની બરકતથી મેં પણ શીઆ મઝહબ કબૂલ કરી લીધો છે. મા‚ નામ યાકૂત છે અને હિલ્લા શહેરની આજૂ બાજૂમાં મારો ઘી વહેંચવાનો ઘંધો છે.
એક દિવસ એવુ થયુ કે, હું હિલ્લાથી બહાર વણજારાઓની પાસે ઘી ખરીદવા માટે આવ્યો હતો, અને ખરીદી કર્યા પછી પાછો આવતો હતો, તો તે જગ્યાએ થોડીવાર આરામ કરવા માટે અમે લોકો રોકાયા, અને પછી મને ઉંઘ આવી ગઇ. જ્યારે ઉંઘમાંથી જાગ્યો તો જોયુ કે ત્યાં કોઇ નથી. આ ઇલાકામાં જંગલી જાનવરો આવતા હતા, અને હું એકલો હતો. આ અસાધારણ ખૌફની હાલતમાં હું ત્યાંથી ચાલ્યો, પરંતુ પોતાનો રસ્તો ભૂલી ગયો. તે સમયે મારા ખલીફાઓ જેના પર મારો અકીદો હતો. તેમની પાસે મદદ માંગી. પરંતુ કોઇ ફાયદો ન થયો. ત્યારે મને યાદ આવ્યુ કે મારી માતાએ મને કહ્યુ હતુ કે આપણા એક ઇમામ જીવંત છે. જેમની કુન્નીયત અબૂ સાલેહ છે. તેઓ મુસીબતના સમયે મદદે આવે છે અને કમઝોરોની ફરીયાદે પહોંચે છે. મેં એવો અહદ કર્યો કે અગર હું તેમની પાસે મદદ માંગુ અને તેઓ મદદ કરવા આવે તો હું મારી વાલેદાનો મઝહબ સ્વિકારી લઇશ. મેં અવાજ આપી, ‘યા અબા સાલેહ અદરીકની’ અને અચાનક મેં જોયુ કે લીલા રંગનો અમામો પહેરેલ એક શખ્સ મારી તરફ આગળ વધી રહ્યા છે. તેમણે મને રસ્તા તરફ માર્ગદર્શન કર્યુ અને હુક્મ આપ્યો કે હું મારી વાલેદાના દીન ઉપર ઇમાન લઇ આવું. તેમણે મને એક એવા ગામ તરફ પહોંચાડી દીધો કે જ્યાંના બધા રહેવાવાળા ફક્ત શીઆ હતા. મેં સવાલ કર્યો કે ‘અય મારા મૌલા! શું આપ મારી સાથે ત્યાં સુધી નહીં આવો?’ તેમણે જવાબ આપ્યો: નહીં! એવા હજારો લોકો છે, જે બીજા શહેરોમાં ઇસ્તેગાસા કરી રહ્યા છે. મારા માટે તેમની મદદ કરવી જ‚રી છે. આમ કરીને તેઓ મારી નજરોથી ગાએબ થઇ ગયા. મેં આ વાકેઓ હિલ્લાના મશ્હૂર આલિમ સૈયદ મહદી કઝવીની રહમતુલ્લાહો અલય્હને બયાન કર્યો અને તેમને સવાલ કર્યો કે અગર મારે તે હઝરત(અ.સ.)થી બીજીવાર મુલાકાત કરવી હોય તો હું કયો અમલ બજાવી લાવુ? તેમણે કહ્યું: ૪૦ શબે જુમ્આ હઝરત અબુ અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરો. હું તરતજ આ અમલને બજાવવામાં મશ્ગૂલ થઇ ગયો. જ્યારે આખરી શબે જુમ્આ હું હિલ્લાથી કરબલા પહોંચ્યો, તો જોયુ કે કરબલાના દરવાન જવ્વારોને ઓળખ કર્યા વગર અથવા તેની રકમ વગર ઝિયારતની પરવાનગી નથી આપતા, અને મારી પાસે બે માંથી કંઇ પણ હતુ નહી. તે જ સમયે મેં સાહેબુલ અમ્ર(અ.સ.)ને ત્યાં એક ગૈર અરબ પોષાકમાં સફેદ અમામો પહેરેલ જોયા. મેં તે હઝરતને જોતાવેત જ ઇસ્તેગાસા બલંદ કર્યો. ઇમામ(અ.સ.)એ મારો હાથ પકડીને મને દરવાજેથી દાખલ કરાવી દીધો અને કોઇ પણ મને જોઇ ન શક્યા.
(નજમુસ્સાકિબ ભાગ:૧ પ્રકરણ:૭ પાના:૭૧૯ હિકાયત:૭૧)
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૩, પાના: ૨૯૨-૨૯૪)
૪. ખાનએ કાબા
ઘણી વખત રિવાયતોમાં આ હકીકતને બયાન કરવામાં આવી છે કે ઇમામે ઝમાના(અ.સ.) દર વરસે હજની મોસમમાં ખાનએ કાબા તશ્રીફ લાવે છે. હઝરત વલીએ અસ્ર(અ.સ.) ના બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અમરી (અ.ર)નું બયાન છે કે મેં આ હદીસ સાંભળી છે કે….
“વલ્લાહે ઇન્ન સાહેબ હાઝલ અમ્રે લ યહ્ઝો‚લ મવસેઅ કુલ્લ સનતિન ફ યરન્નાસ વ યઅરેફોહુમ વ યરવનહૂ વલા યઅરેફૂનહૂ
“ખુદાની કસમ! સાહેબુલ અમ્ર(અ.સ.) દર વરસે હજના મૌકા પર તશ્રીફ લાવે છે, આપ(અ.સ.) લોકોને જુએ છે અને ઓળખે છે, લોકો તેમને જુએ છે પરંતુ ઓળખતા નથી.
(કમાલુદ્દીન, ભાગ:૨, પ્રકરણ:૪૩, હદીસ:૮)
(વસાએલુશ્શીઆ, ભાગ:૧૧, પાના:૧૩૫)
અલી ઇબ્ને અહમદ ખદીજી કુફીએ, તેમને અઝદીએ બયાન કર્યુ કે હું કાબાનો તવાફ કરવામાં મશ્ગૂલ હતો, છ તવાફ કરી ચુક્યો હતો અને સાતમાંનો ઇરાદો કર્યો હતો કે મેં જોયુ કે કાબાની જમણી તરફ એક ખુબસૂરત નવજવાન મૌજૂદ છે. જેમની પાસેથી ખુશ્બુ આવી રહી છે. તેમની હૈબત લોકો પર છવાએલી છે અને લોકો તેમને ઘેરી વળેલા છે. જેથી તેમની સાથે વાતચીત કરે મેં તેમની વાતચીતથી વધુ બહેતર તેમની ગુફતગુ વધારે મીઠી અને સાથે ઉઠક બેઠકમાં તેમનાથી વધુ બહેતર કોઇ શખ્સ નથી જોયા. હું પણ તે તરફ ગયો જેથી તેમની સાથે વાત કરી શકુ. પરંતુ લોકોના સમૂહે મને પાછળ ધકેલી દીધો. મેં લોકોને પુછ્યુ કે ‘તેઓ કોણ છે?’ લોકોએ કહ્યું: તેઓ ફરઝંદે રસૂલ છે, જે દર વર્ષે એક દિવસ પોતાના ખાસ લોકોને મળવા માટે આવે છે, જેથી તેઓની સાથે વાતચિત કરે.
મેં અવાજ આપ્યો ‘ઐ મારા સરદાર! હું પણ આપના પાસે આવવા ચાહુ છુ, જેથી આપ મારી હિદાયત કરો.’ આ સાંભળીને તે નવજવાને મારી તરફ અમૂક કાંકરીઓ ફેંકી જેને મેં વીણી લીધી. લોકોએ પુછ્યુ: એ નવજવાને તમારી તરફ શું ફેંક્યું? મેં કહ્યુ: કાંકરીઓ. અને આમ કરીને મુઠ્ઠી ખોલી તો જોયુ કે તે સોનાના ટુકડા હતા.
પછી હું તેમની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. ત્યાં સુધી કે હું તેમની સાથે જોડાઇ ગયો. તેમણે મને કહ્યુ: હવે તો તારી ઉપર મારી હુજ્જત સાબિત થઇ ગઇ, હક જાહેર થઇ ગયુ, અને તને બસીરત મળી ગઇ, તુ જાણે છે હું કોણ છુ? મેં કહ્યુ: નહી. ફરમાવ્યુ: હું મહદી(અ.સ.) છુ. હું જ કાએમુઝ્ઝમાન છું. હું જ દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દઇશ જેવી રીતે ઝુલ્મો-જોરથી ભરેલી હશે. ઝમીન હુજ્જતે ખુદાથી ક્યારેથ ખાલી નથી રહેતી. આ અમાનત છે. તેના વિષે તારા એ ભાઇઓને જાણ કરજે જે હક પર છે.
(કમાલુદ્દીન, ભાગ:૨, બાબ:૪૩, હદીસ:૧૮)
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પ્રકરણ:૧૮, હદીસ:૧)
અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જે ખાનદાને ઇસ્મતો તહારતના ચાહવાવાળા હતા તેઓ પર હઝરત અમી‚લ મોઅમેનીન(અ.સ.)ના હરમ, બકીઅ અને કાઝમૈનમાં હઝરત ઇમામે અસ્ર(અ.સ.)ની મહેરબાની થઇ છે અને તેનો ઘણી બધી કિતાબોમાં ઉલ્લેખ થયો છે. અહીં આપ હઝરાતની ખિદમતમાં એ તમામ બનાવોનું વર્ણન કરવુ શક્ય નથી. પરંતુ જેવી રીતે લેખની શ‚આતમાં અરજ કરી કે ઇન્સાન પોતાની કામયાબી અને સફળતાને હાસિલ કરવા માટે એ લોકો સાથે પોતાના સંબંધ વધારે છે, જેઓ તેને કામયાબી સુધી પહોંચાડે છે. આપણી જીંદગીનો મકસદ ઇમામે ઝમાના(અ.સ.)ની ખુશ્નૂદી છે. તેઓ ખાનદાને એહલેબૈત(અ.સ.)ની આખરી નિશાની છે કે જેમના વુજૂદથી આ દુનિયા કાયમ છે. આપણા માટે તેમના ફૈઝ અને બરકતોનો દરવાજાઓ ખુલ્લા છે. હવે આપણી એ ફરજ છે કે શક્ય તેટલી તેમની બરકતો હાસિલ કરવા માટે પ્રયત્નશીલ રહીએ. જ્યારે પણ આપણે એ પવિત્ર જગ્યાઓની ઝિયારત માટે હાજર થઇએે. (ઇન્શાઅલ્લાહ) તો આ વાતને દિમાગમાં રાખીએ કે આપણા મૌલાનું આવવુ જાવુ અહીં રહે છે.
અય કાશ! કે યુસૂફે ઝહરા(અ.સ.) આપણી ગુનેહગાર આંખોને પોતાના નૂરાની ચહેરાના દીદારથી પાક કરી દે. અય કાશ! આપણા દિલોના અંધકારને તેઓ પોતાના નૂરના જલ્વાથી પ્રકાશિત કરી દે. ખુદા આપણને તૌફીક આપે કે આ પવિત્ર જગ્યાઓમાં પોતાના આકાની હાજરીને મહેસૂસ કરી શકીએ. તે આશિક જ કેવો છે જે પોતાના મહેબૂબના દીદાર માટે તડપે નહી.
દુઆએ નુદબાનું આ વાક્ય….
“અઝીઝુન અલય્ય અન અરલ્ ખલ્ક વલા તોરા
“મારા ઉપર કેટલુ સખ્ત છે કે હું આખી દુનિયાને તો જોવ, પરંતુ આપ(અ.સ.)ના દીદારથી મહે‚મ રહુ
ઇમામે અસ્ર(અ.સ.)ના ચાહવાવાળાઓની બેચેનીને બયાન કરે છે જે દિવસ-રાત પોતાન આકાની ફક્ત એક ઝલકના ઇચ્છુક છે.
ખુદાવંદે આલમ કાએમે આલે મોહમ્મદ(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી કરે અને આપણને તેમના મુખ્લીસ ગુલામોમાં શામીલ કરે. આમીન…..

પ્રસ્તાવના:આ એક સંશોધનાત્મક અને ઐતિહાસિક વિષય છે. જેનું મહત્વ ફાયદો અને ‚હાનીયતનું એક ખૂબજ વિશાળ વિસ્તાર છે.  જે માત્ર ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ફક્ત વિચારવાની દાવત જ નથી આપતો પરંતુ હકના શોધનારાઓને એવી રોશની આપે છે, જે તેમને બાતિલ પ્રચારોની જાળના ફંદાઓમાંથી કાઢીને હિદાયત પામેલા બનાવે છે, અને પરિસ્થિતિનો સામનો કરીને સિરાતે મુસ્તકીમ પર ચલાવે છે.મહત્વ:જ્યારે આ વાત રિસાલત મઆબ(સ.અ.વ.)એ ગદીરના ખુત્બામાં સ્પષ્ટ કરી દીધી કે અમારા બાર જાનશીનો થશે, જેમાં પ્રથમ અલી(અ.સ.) છે અને આખરી તે થશે જેનું નામ મા‚ નામ હશે, જેની કુન્નીયત મારી કુન્નીયત હશે અને આ દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેશે તો અલી(અ.સ.)ની વિલાયતના એલાનની સાથે આપ(સ.અ.વ.)એ પોતાના આખરી જાનશીનની તાકાત અને કુદરત તેમજ હાકેમીય્યતના વડે રાજકારણીઓની હુકૂમત બનાવવાની ખોટી યોજનાઓને નિસ્તો-નાબૂદ કરવાનું પણ જબરદસ્ત એલાન હતુ.આ રીતે સકીફા જે એક જગ્યા છે, જ્યાં ઐતિહાસિક ઇજ્તેમા થયો હતો અને ગદીરના ખિલાફતના એલાન ઉપર પરદો નાખવાની એક નિષ્ફળ કોશિશ વુજૂદમાં આવી. ચૌદ સદીઓમાં હુકૂમતોએ માલ અને દૌલત, તાકત અને સત્તાના બળે પોતાના તરફથી કોઇ પણ કચાશ રહેવા દીધી નથી કે ઇતિહાસમાંથી ગદીરના બનાવને ભુંસી નાંખે અને મોટા ભાગના તે ઓલમાઓ હતા, જે દરબારી હતા અને તેઓ કે જે ઇતિહાસના ખયાનતકાર હતા. ગદીરના વાકેઆથી મોઢુ છુપાવવા લાગ્યા. નહિતર ગદીરનો ખુત્બો જે વહીની ઝબાનથી બહાર આવ્યો હતો, અને તે એક લાખ ત્રીશ હજાર વ્યક્તિઓની ગવાહીની સાથે હતો, આટલી બધી સંખ્યાના લોકો આ બનાવથી અજાણ ન રહેત.ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓએ આ ખુત્બાની હુરમત, અઝમત મોભો અને રજુઆતને ઇતિહાસમાંથી નાશ થવા નથી દીધુ. આ છે મહત્વ તે પવિત્ર જગ્યાઓનું, જે ઇમામે ઝમાના(અ.સ.)થી મન્સૂબ છે. ફાયદાઓ:મુરસલે આઝમ(સ.અ.વ.)ની વફાત પછી માત્ર નામની રાશેદા ખિલાફત જે રીતે ત્રીજા દૌર સુધી ચાલી. અરબોમાં ગુમરાહીઓના એ તમામ તત્વો ઇસ્લામના નામે ફેલાઇ ગયા હતા, જે જાહેલીય્યતના ઝમાનામાં છવાએલા હતા, પરંતુ બધાએ માત્ર નામ પૂરતુ ઇસ્લામને નવુ સ્વ‚પ અપનાવી લીધુ હતુ. આ રીતે મુર્તિપૂજા સિવાય હરામ-હલાલને અલગ પાડવાની શક્તિ ખત્મ થતી જતી હતી અને માહોલ તથા ઇસ્લામી વાતાવરણની અસલીયત અને સૂરતને બદલવા માટે અબુ-સુફીયાન તેમજ મોઆવીયાની શામથી મદીના તરફ આવવા-જવાનું વધુ ને વધુ થતુ ગયુ. જેના પરિણામમાં જ્યારે ખિલાફતનો ચોથો સમયગાળો અલી (અ.સ.)ની સરપરસ્તી હેઠળ આવ્યો તો બહૂજ મોટી મોટી ખતરનાક લડાઇઓનો સામનો કરવો પડ્યો. આપની ખિલાફત પછી ઇતિહાસમાં ઘણા-બધા તોફાન આવ્યા. હજુ ગદીરનું એલાન દિમાગમાં ગુંજી રહ્યુ હતુ, ત્યાં કરબલાનો મહાન બનાવ બન્યો. ત્યારબાદ રસૂલેખુદા(સ.અ.વ.)ના ફરઝંદો કે જેઓ મુરસલે અઅ્ઝમના બરહક ખલીફા હતા, તેઓએ એકાંતવાસ  અપનાવી લીધો. પરંતુ ગુફ્તાર, રફ્તાર, ઇબાદત, રિયાઝત, ઇલ્મ અને હિલ્મ તમામ વખાણવાલાયક સિફતોના આસાર અને બરકતો, રાજકીય અને હુકૂમત કરનારાઓના છળકપટોના શોર-બકોર, તાગૂતી પ્રચારો અને જાહેરાતો તેમજ ઇલ્મના મૈદાનમાં જે બદલાવ લાવવામાં આવી રહ્યા હતા, તેમાં અને સિતમ અને ઝુલ્મ કરવાના નવા નવા કાવતરાઓની સામે હકીકી ઇસ્લામનું પ્લેટફોર્મ તૈયાર થઇ ચુક્યુ હતુ, અને તેના પ્રતિનિધિત્વ માટે જગ્યા બનાવી લીધી હતી, અને અગિયાર જાનશીનો એટલે કે ઇમામ અસ્કરી (અ.સ.)ના ઝમાના સુધી રસૂલ(સ.અ.વ.)ના ફરઝંદો જ કહેવામાં આવતા હતા.મઅસૂમીન(અ.મુ.સ.)નો સમયગાળો હિ.સ. ૨૫૫ ની સવાર સુધી અને પછી અગિયારમાં ઇમામ(અ.સ.)ની શહાદત હિ.સ. ૨૬૦ ની સવાર સુધી કેટલા ચઢાવ-ઉતાર અને હલચલની પરિસ્થિતિ રહી. ઇતિહાસ તેની નોંધ કરતી રહી. પછી શું થયુ???ગદીરના એલાનમાં ૧૨ ની સંખ્યા હતી. આખરે તમામ ગવાહીઓ અને પૂર્વાપર સંબંધોની સાથે ૧૨માં ઇમામ(અ.સ.)ની ગયબતે સુગરા શ‚ થઇ અને પછી ગયબતે કુબરાનો સમય આવ્યો. આ ગયબતે કુબરામાં ગવાહીઓ અને પૂર્વાપરના સંબંધો માટે ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓનો એક મહત્વનો રોલ છે.નવ્વાબે ખાસની કબ્રોના હરમ, સામર્રા અને જ્યાં હઝરતે હુજ્જત(અ.સ.)એ કદમ રાખ્યા, જેને તેમણે પવિત્ર જમીન કહી, જ્યાં સતત અને વધારે સંખ્યામાં આપ(અ.સ.)નું જવુ. આપ(અ.સ.)ની ઇમામત અને મુરસલે અઅ્ઝમ(અ.સ.)ની ખિલાફતની આખરી કડી તેમજ ઇસ્લામની હિફાઝતમાં દરેક મકામને હિદાયતનો મીનારો બનાવી દીધો.પવિત્ર જગ્યાઓ કે જે ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત છે, તેની ઝિયારત કરવાનો આ ફાયદો છે.‚હાનીયત:આ એ પવિત્ર જગ્યાઓ છે કે જે ઇમામે ઝમાના (અ.સ.)થી સંબંધિત રહી છે. તે પોતાની ઝિયારત માટે ઇમાનવાળાઓને ફક્ત બોલાવતી જ નથી પરંતુ તડપતી તમન્નાઓ માટે અસ્બાબ તૈયાર કરી દે છે.દરેક ઝિયારત કરનાર, દરેક ઇમાનની હિફાઝત કરનાર, દરેક ચાહવાવાળાનું દિલ એમ કહેતુ ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ઘરેથી નિકળે છે….ચલે ચલો કે વો મિલ જાયેંગે કહીં ન કહીં‚કે તો પાંઉ પકડ લે યહીં ઝમીં ન કહીંહવે મહત્વ, ફાયદાઓ અને ‚હાનિય્યતની અસર હેઠળ ટુંકમાં આ પવિત્ર જગ્યાઓનો ઉલ્લેખ કરીશુ, જેની ઝિયારત માટે દરેક મોમીનનું દિલ તડપી રહ્યુ છે. કાશ! વારંવાર મોકો નસીબ થાય અને ઝિયારત કરતા કરતા જીંદગીના દિવસો પસાર થાય. કદાચ! કયાંક સફરમાં અથવા રહેઠાણમાં ક્યાંક ભીંજાએલી આંખોમાં વસેલી દિદારની ઇચ્છા પૂરી થઇ જાય, અને તે કદમોને પણ જોઇ લેય, જેને ઝિયારતગાહોની જમીન ચૂમી રહી છે.સામર્રા:આજના ઝમાનામાં ઘણા લોકો જુદા-જુદા કારણોસર પોતાન વતનથી દૂર જીવન વિતાવે છે. પરંતુ માં-બાપ અને રિશ્તેદારોની યાદ અને મોહબ્બત તેમને પોતાના ઘરે પરત આવવા મજબૂર કરી દે છે. ઇમામે ઝમાના(અ.સ.) પણ પોતાના બાપ-દાદાઓની ઝિયારત માટે પોતાના શહેર અને પોતાના ઘરે તશ્રીફ લાવે છે. બેશુમાર બનાવો એ હઝરત સાહેબુલ અમ્ર(અ.સ.)ની સામર્રામાં મૌજૂદગી દર્શાવી છે.મિર્ઝા મોહદ્દીસે નૂરી(ર.અ.)એ પોતાની કિતાબ જન્નતુલ મઅ્વામાં કરામત અને મહાન દરજ્જાતના માલિક મૌલાના ઝયનુલ આબેદીન ઇબ્ને આલિમ અલ્ જલીલ મૌલાના મોહમ્મદ સલમાસી(ર.અ.)ના હવાલાથી અલ્લામા સૈયદ મોહમ્મદ મહદી બહ્‚લ ઉલૂમ(કદ્દસલ્લાહો ‚હહૂ)નો આ વાકેઓ વર્ણવે છે કે જેમાં મૌલાના સલમાસી ફરમાવે છે…અમે તેમની સાથે હરમે અસકરીયૈન (ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના રોઝા)માં નમાઝ પઢી. તેઓ તશહ્હુદથી ત્રીજી રકાત માટે ઉભા થવા ચાહતા હતા તે સમયે તેમની એવી હાલત થઇ ગઇ કે જેથી તેઓ થોડો આરામ લઇને ઉભા થયા. નમાઝ પૂરી થયા બાદ અમે બધા આશ્ર્ચર્યામાં હતા કે અને આનું કારણ સમજી શકતા ન હતા, અને આના વિશે સવાલ કરવાની અમારામાંથી કોઇ હિંમત રાખતુ ન હતુ. ત્યાં સુધી કે અમે તેમના ઘરે પહોંચી ગયા અને સુફરો પાથરવામાં આવ્યો, અને એક બુઝુર્ગે મને ઇશારો કર્યો કે આપને પુછુ. મેં કહ્યું કે આપ મારાથી વધુ તેમની નજદીક છો. મરહૂમ મારી તરફ પલટ્યા અને પુછ્યુ કઇ ચીજ ના બારામાં વાતચીત કરી રહ્યા છો? મેં કહ્યુ કે આ લોકો એ વાત પરથી પર્દો હટાવવા ચાહે છે કે જે હાલત આપ પર નમાઝની હાલતમાં છવાઇ ગઇ હતી.તેમણે ફરમાવ્યુ: એ સમયે હઝરતે વલીએ અસ્ર (અ.સ.) પોતાના વાલિદના હરમમાં સલામ કરવા માટે તશ્રીફ લાવ્યા હતા, તો તેમના નૂરાની જમાલથી મારા પર એ અસર થઇ જે તમે જોયુ, ત્યાં સુધી કે આપ(અ.ત.ફ.શ.) હરમમાંથી ચાલ્યા ગયા.૨. મસ્જીદે સહલા:અબૂબકર હઝરમીનું કહેવુ છે કે મેં ઇમામ સાદિક (અ.સ.) અથવા ઇમામ બાકિર(અ.સ.)ને અરજ કરી,હરમે ખુદા (મક્કા) અને હરમે રસૂલે ખુદા(સ.અ.વ.) (મદીના) પછી કયો હિસ્સો સૌથી અફઝલ છે? હઝરત(અ.સ.)એ ફરમાવ્યુ: અય અબૂબકર! તે કુફા છે , આ પાકો પાકીઝા ઝમીન છે, તેમાં રસૂલો નબીઓ અને તેમના અવસીયાઓની કબ્રો છે, અને તે સરઝમીન પર મસ્જીદે સહલા છે અને અલ્લાહે કોઇ નબીને નિયુક્ત નથી કર્યા પણ એ કે તેણે અહીં નમાઝ ન પઢી હોય, અને આ સરઝમીનથી અદ્લે ઇલાહી જાહેર થશે અને કાએમે હક(અ.સ.) અહીં રહેશે. તેમજ તેને અદ્લો ઇન્સાફથી ભરી દેશે. (મુસ્તદ્રકુલ વસાએલ, ભાગ:૩, પાના:૪૧૬)મફાતિહુલ જીનાનના મોઅલ્લીફ જલીલુલ કદ્ર આલિમ, ખાતેમુલ મોહદ્દેસીન મર્હુમ શૈખ અબ્બાસ કુમ્મી(અ.ર.) જે હદીસના ક્ષેત્રમાં નિષ્ણાંત અને મુજતહીદ પણ હતા. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી મસ્જીદે સેહલાની ફઝીલતમાં આ હદીસ વર્ણવે છે કે જેમાં ઇમામ(અ.સ.)અબૂ બસીરને ફરમાવે છે કે ‘આ એ જગ્યામાંથી છે જેને ખુદા પસંદ કરે છે. કોઇ પણ રાત કે દિવસ એવા નથી કે જેમાં મલાએકા આ મસ્જીદની ઝિયારત માટે ન આવતા હોય અને તેમાં અલ્લાહની ઇબાદત ન કરતા હોય’ પછી ફરમાવ્યુ કે ‘અગર હું તમારી જેમ નજદીક રહેતો હોત તો તમામ નમાઝોને આ જ મસ્જીદમાં અદા કરત.’ પછી ફરમાવ્યું: ‘અય અબુ મોહમ્મદ! જેટલી ફઝીલત આ મસ્જીદની બયાન કરવામાં આવી છે એનાથી ઘણી વધારે તે છે જે બયાન નથી કરવામાં આવી’ અબુ બસીરે અરજ કરી ‘હું આપ પર કુરબાન થાવ, શું હઝરતે કાએમ(અ.સ.) હંમેશા આ મસ્જીદમાં હશે?’ ફરમાવ્યુ: હા! ૩. કરબલાજલીલુલ કદ્ર આલિમ શૈખ અલી રિશ્તી(અ.ર.) જે ખાતેમુલ મોહક્કકીન શૈખ મુરતઝા અન્સારી અઅ્લલ્લાહો મકામોહુના શાગિર્દોમાંથી હતા, આ વાકેઓ વર્ણવે છે-આપ ફરમાવે છે કે એક વખત જ્યારે હું હઝરત અબુ અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરીને નજફે અશરફની તરફ પાછો ફરી રહ્યો હતો, તો સફર માટે નહરે ફુરાતથી એક નાની હોડીમાં સવાર થઇને કરબલાથી તવરીજની તરફ આગળ વધી રહ્યો હતો, તે હોડીમાં બીજા પણ અમૂક લોકો સવાર હતા, જે માત્ર લહ્વો-લહબમાં મશ્ગૂલ હતા, તેમની સાથે એક અન્ય શખ્સ પણ હતો જે, તેમના લહ્વો-લહબમાં શરીક ન હતો, તેઓ તેની પણ મજાક ઉડાવતા હતા અને તેને સતાવતા હતા. પરંતુ તે ચૂપ હતા. જ્યારે અમે હોડીમાંથી બહાર આવ્યા તો મારી મુલાકાત તેમની સાથે થઇ. મેં તેમને બનાવ પુછ્યો. તેમણે કહ્યુ: આ લોકો મારા સગા-વ્હાલા છે, અને સુન્ની છે. મારા વાલિદ પણ સુન્ની હતા. પરંતુ મારી વાલેદા શીઆ હતી, અને હઝરતે હુજ્જત સાહેબુઝ્ઝમાન(અ.સ.)ની બરકતથી મેં પણ શીઆ મઝહબ કબૂલ કરી લીધો છે. મા‚ નામ યાકૂત છે અને હિલ્લા શહેરની આજૂ બાજૂમાં મારો ઘી વહેંચવાનો ઘંધો છે. એક દિવસ એવુ થયુ કે, હું હિલ્લાથી બહાર વણજારાઓની પાસે ઘી ખરીદવા માટે આવ્યો હતો, અને ખરીદી કર્યા પછી પાછો આવતો હતો, તો તે જગ્યાએ થોડીવાર આરામ કરવા માટે અમે લોકો રોકાયા, અને પછી મને ઉંઘ આવી ગઇ. જ્યારે ઉંઘમાંથી જાગ્યો તો જોયુ કે ત્યાં કોઇ નથી. આ ઇલાકામાં જંગલી જાનવરો આવતા હતા, અને હું એકલો હતો. આ અસાધારણ ખૌફની હાલતમાં હું ત્યાંથી ચાલ્યો, પરંતુ પોતાનો રસ્તો ભૂલી ગયો. તે સમયે મારા ખલીફાઓ જેના પર મારો અકીદો હતો. તેમની પાસે મદદ માંગી. પરંતુ કોઇ ફાયદો ન થયો. ત્યારે મને યાદ આવ્યુ કે મારી માતાએ મને કહ્યુ હતુ કે આપણા એક ઇમામ જીવંત છે. જેમની કુન્નીયત અબૂ સાલેહ છે. તેઓ મુસીબતના સમયે મદદે આવે છે અને કમઝોરોની ફરીયાદે પહોંચે છે. મેં એવો અહદ કર્યો કે અગર હું તેમની પાસે મદદ માંગુ અને તેઓ મદદ કરવા આવે તો હું મારી વાલેદાનો મઝહબ સ્વિકારી લઇશ. મેં અવાજ આપી, ‘યા અબા સાલેહ અદરીકની’ અને અચાનક મેં જોયુ કે લીલા રંગનો અમામો પહેરેલ એક શખ્સ મારી તરફ આગળ વધી રહ્યા છે. તેમણે મને રસ્તા તરફ માર્ગદર્શન કર્યુ અને હુક્મ આપ્યો કે હું મારી વાલેદાના દીન ઉપર ઇમાન લઇ આવું. તેમણે મને એક એવા ગામ તરફ પહોંચાડી દીધો કે જ્યાંના બધા રહેવાવાળા ફક્ત શીઆ હતા. મેં સવાલ કર્યો કે ‘અય મારા મૌલા! શું આપ મારી સાથે ત્યાં સુધી નહીં આવો?’ તેમણે જવાબ આપ્યો: નહીં! એવા હજારો લોકો છે, જે બીજા શહેરોમાં ઇસ્તેગાસા કરી રહ્યા છે. મારા માટે તેમની મદદ કરવી જ‚રી છે. આમ કરીને તેઓ મારી નજરોથી ગાએબ થઇ ગયા. મેં આ વાકેઓ હિલ્લાના મશ્હૂર આલિમ સૈયદ મહદી કઝવીની રહમતુલ્લાહો અલય્હને બયાન કર્યો અને તેમને સવાલ કર્યો કે અગર મારે તે હઝરત(અ.સ.)થી બીજીવાર મુલાકાત કરવી હોય તો હું કયો અમલ બજાવી લાવુ? તેમણે કહ્યું: ૪૦ શબે જુમ્આ હઝરત અબુ અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરો. હું તરતજ આ અમલને બજાવવામાં મશ્ગૂલ થઇ ગયો. જ્યારે આખરી શબે જુમ્આ હું હિલ્લાથી કરબલા પહોંચ્યો, તો જોયુ કે કરબલાના દરવાન જવ્વારોને ઓળખ કર્યા વગર અથવા તેની રકમ વગર ઝિયારતની પરવાનગી નથી આપતા, અને મારી પાસે બે માંથી કંઇ પણ હતુ નહી. તે જ સમયે મેં સાહેબુલ અમ્ર(અ.સ.)ને ત્યાં એક ગૈર અરબ પોષાકમાં સફેદ અમામો પહેરેલ જોયા. મેં તે હઝરતને જોતાવેત જ ઇસ્તેગાસા બલંદ કર્યો. ઇમામ(અ.સ.)એ મારો હાથ પકડીને મને દરવાજેથી દાખલ કરાવી દીધો અને કોઇ પણ મને જોઇ ન શક્યા. (નજમુસ્સાકિબ ભાગ:૧ પ્રકરણ:૭ પાના:૭૧૯ હિકાયત:૭૧)(બેહા‚લ અન્વાર, ભાગ:૫૩, પાના: ૨૯૨-૨૯૪)૪. ખાનએ કાબાઘણી વખત રિવાયતોમાં આ હકીકતને બયાન કરવામાં આવી છે કે ઇમામે ઝમાના(અ.સ.) દર વરસે હજની મોસમમાં ખાનએ કાબા તશ્રીફ લાવે છે. હઝરત વલીએ અસ્ર(અ.સ.) ના બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અમરી (અ.ર)નું બયાન છે કે મેં આ હદીસ સાંભળી છે કે….”વલ્લાહે ઇન્ન સાહેબ હાઝલ અમ્રે લ યહ્ઝો‚લ મવસેઅ કુલ્લ સનતિન ફ યરન્નાસ વ યઅરેફોહુમ વ યરવનહૂ વલા યઅરેફૂનહૂ”ખુદાની કસમ! સાહેબુલ અમ્ર(અ.સ.) દર વરસે હજના મૌકા પર તશ્રીફ લાવે છે, આપ(અ.સ.) લોકોને જુએ છે અને ઓળખે છે, લોકો તેમને જુએ છે પરંતુ ઓળખતા નથી.(કમાલુદ્દીન, ભાગ:૨, પ્રકરણ:૪૩, હદીસ:૮)(વસાએલુશ્શીઆ, ભાગ:૧૧, પાના:૧૩૫)અલી ઇબ્ને અહમદ ખદીજી કુફીએ, તેમને અઝદીએ બયાન કર્યુ કે હું કાબાનો તવાફ કરવામાં મશ્ગૂલ હતો, છ તવાફ કરી ચુક્યો હતો અને સાતમાંનો ઇરાદો કર્યો હતો કે મેં જોયુ કે કાબાની જમણી તરફ એક ખુબસૂરત નવજવાન મૌજૂદ છે. જેમની પાસેથી ખુશ્બુ આવી રહી છે. તેમની હૈબત લોકો પર છવાએલી છે અને લોકો તેમને ઘેરી વળેલા છે. જેથી તેમની સાથે વાતચીત કરે મેં તેમની વાતચીતથી વધુ બહેતર તેમની ગુફતગુ વધારે મીઠી અને સાથે ઉઠક બેઠકમાં તેમનાથી વધુ બહેતર કોઇ શખ્સ નથી જોયા. હું પણ તે તરફ ગયો જેથી તેમની સાથે વાત કરી શકુ. પરંતુ લોકોના સમૂહે મને પાછળ ધકેલી દીધો. મેં લોકોને પુછ્યુ કે ‘તેઓ કોણ છે?’ લોકોએ કહ્યું: તેઓ ફરઝંદે રસૂલ છે, જે દર વર્ષે એક દિવસ પોતાના ખાસ લોકોને મળવા માટે આવે છે, જેથી તેઓની સાથે વાતચિત કરે.મેં અવાજ આપ્યો ‘ઐ મારા સરદાર! હું પણ આપના પાસે આવવા ચાહુ છુ, જેથી આપ મારી હિદાયત કરો.’ આ સાંભળીને તે નવજવાને મારી તરફ અમૂક કાંકરીઓ ફેંકી જેને મેં વીણી લીધી. લોકોએ પુછ્યુ: એ નવજવાને તમારી તરફ શું ફેંક્યું? મેં કહ્યુ: કાંકરીઓ. અને આમ કરીને મુઠ્ઠી ખોલી તો જોયુ કે તે સોનાના ટુકડા હતા. પછી હું તેમની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. ત્યાં સુધી કે હું તેમની સાથે જોડાઇ ગયો. તેમણે મને કહ્યુ: હવે તો તારી ઉપર મારી હુજ્જત સાબિત થઇ ગઇ, હક જાહેર થઇ ગયુ, અને તને બસીરત મળી ગઇ, તુ જાણે છે હું કોણ છુ? મેં કહ્યુ: નહી. ફરમાવ્યુ: હું મહદી(અ.સ.) છુ. હું જ કાએમુઝ્ઝમાન છું. હું જ દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દઇશ જેવી રીતે ઝુલ્મો-જોરથી ભરેલી હશે. ઝમીન હુજ્જતે ખુદાથી ક્યારેથ ખાલી નથી રહેતી. આ અમાનત છે. તેના વિષે તારા એ ભાઇઓને જાણ કરજે જે હક પર છે. (કમાલુદ્દીન, ભાગ:૨, બાબ:૪૩, હદીસ:૧૮)(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પ્રકરણ:૧૮, હદીસ:૧)અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જે ખાનદાને ઇસ્મતો તહારતના ચાહવાવાળા હતા તેઓ પર હઝરત અમી‚લ મોઅમેનીન(અ.સ.)ના હરમ, બકીઅ અને કાઝમૈનમાં હઝરત ઇમામે અસ્ર(અ.સ.)ની મહેરબાની થઇ છે અને તેનો ઘણી બધી કિતાબોમાં ઉલ્લેખ થયો છે. અહીં આપ હઝરાતની ખિદમતમાં એ તમામ બનાવોનું વર્ણન કરવુ શક્ય નથી. પરંતુ જેવી રીતે લેખની શ‚આતમાં અરજ કરી કે ઇન્સાન પોતાની કામયાબી અને સફળતાને હાસિલ કરવા માટે એ લોકો સાથે પોતાના સંબંધ વધારે છે, જેઓ તેને કામયાબી સુધી પહોંચાડે છે. આપણી જીંદગીનો મકસદ ઇમામે ઝમાના(અ.સ.)ની ખુશ્નૂદી છે. તેઓ ખાનદાને એહલેબૈત(અ.સ.)ની આખરી નિશાની છે કે જેમના વુજૂદથી આ દુનિયા કાયમ છે. આપણા માટે તેમના ફૈઝ અને બરકતોનો દરવાજાઓ ખુલ્લા છે. હવે આપણી એ ફરજ છે કે શક્ય તેટલી તેમની બરકતો હાસિલ કરવા માટે પ્રયત્નશીલ રહીએ. જ્યારે પણ આપણે એ પવિત્ર જગ્યાઓની ઝિયારત માટે હાજર થઇએે. (ઇન્શાઅલ્લાહ) તો આ વાતને દિમાગમાં રાખીએ કે આપણા મૌલાનું આવવુ જાવુ અહીં રહે છે. અય કાશ! કે યુસૂફે ઝહરા(અ.સ.) આપણી ગુનેહગાર આંખોને પોતાના નૂરાની ચહેરાના દીદારથી પાક કરી દે. અય કાશ! આપણા દિલોના અંધકારને તેઓ પોતાના નૂરના જલ્વાથી પ્રકાશિત કરી દે. ખુદા આપણને તૌફીક આપે કે આ પવિત્ર જગ્યાઓમાં પોતાના આકાની હાજરીને મહેસૂસ કરી શકીએ. તે આશિક જ કેવો છે જે પોતાના મહેબૂબના દીદાર માટે તડપે નહી.દુઆએ નુદબાનું આ વાક્ય….”અઝીઝુન અલય્ય અન અરલ્ ખલ્ક વલા તોરા”મારા ઉપર કેટલુ સખ્ત છે કે હું આખી દુનિયાને તો જોવ, પરંતુ આપ(અ.સ.)ના દીદારથી મહે‚મ રહુઇમામે અસ્ર(અ.સ.)ના ચાહવાવાળાઓની બેચેનીને બયાન કરે છે જે દિવસ-રાત પોતાન આકાની ફક્ત એક ઝલકના ઇચ્છુક છે. ખુદાવંદે આલમ કાએમે આલે મોહમ્મદ(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી કરે અને આપણને તેમના મુખ્લીસ ગુલામોમાં શામીલ કરે. આમીન…..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *