ઇન્કારે મહદી (અજ.) – કુફ્ર

આ વિષય અંતગર્ત અમે એ વાત સાબિત કરીશું કે જો કોઇ ઇન્સાન ઇમામે ઝમાના (અ.સ.) ના વજુદનો ઇન્કાર કરે તો જાણે કે તેનો આ ઇન્કાર કુફ્ર કરવા બરાબર થશે. પણ તે પહેલા આપણે એ વાત જાણી લેવી જોઇએ કે વાસ્તવમાં કુફ્ર શું છે અને કાફીર કોને કહેવાય? આજથી ચૌદસો વર્ષ […]

હઝરત ઇમામે અસ્ર અલયહિસ્સલામનો લકબ ‘અલ-મહદી’

નબુવ્વત અને ઇમામતના ક્રમનો હેતુ લોકોની હિદાયત છે. (અજ્ઞાનતાના) અંધકારમાંથી મુક્તિ અપાવવી. ખરાબ ચારિત્ર્યથી પાક કરવા, માનવતાના ગુણોથી શોભાયમાન કરવા, પશુ જેવી ટેવો છોડાવવી અને ઇન્સાનને તેના નફસ ઉપર કાબુ મેળવવા માટે તૈયાર કરવો… પરસ્પર મેળ-મોહબ્બત, સતય અને વિશુધ્ધતાને અમલમાં મુકવા, દ્વેષ, ઇર્ષા, દુશ્માનવટથી દિલોને સાફ કરવા, બીજાઓના દુ:ખોને સમજવા, […]

અશ્આર કૈસ ઝંગીપૂરી

ક્યાન જાનીએ દિલમેં ઇશ્ક યેહ એઅજાઝનુમાકા કાયમ હૈ
દિલ હીજ્રમેં જલ કર ખાક હુવા પર દિલ કી તમન્ના કાયમ હૈ
અલ્લાહ ગની, અલ્લાહ ગની, યેહ હદ એઅજાઝનુમાઇ કી
હૈ જલ્વા નુમા પરદેમેં નીહાં આફાકમેં જલ્વા કાયમ હૈ
આંખોમેં વહી દિલમેં વહી રસ્તેમે વહી મંઝીલમેં વહી
ખલવતમેં વહી મેહફીલમેં વહી પર્દેકા પર્દા કાયમ હૈ
આંખોસે હૈ સૈલે અશ્ક રવાં, પર મુજકો નહીં કુછ ખૌફે ઝીયાં,
બેહતે હુવે દરિયા પર જૈસે કાયમકા મુસલ્લા કાયમ હૈ
કાયમ હી કે દમસે દીને શહે – લવલાક – લામ કા કાયમ હૈ

હઝરત મહદી (અજ.) ના ઝુહુર થયા પછીના સંકલ્પ :

ઇન્સાને આ પૃથ્વી પર કદમ માંડ્યા છે ત્યારથી જ તે એવા જીવનની કલ્પ્ના કરે છે જેમાં તેને સાચા અર્થમાં આનંદ અને શાંતિ મળે. આવા જીવનની પ્રાપ્તિ માટે તેણે સતત પ્રયત્નો પણ કર્યા છે. જેવી રીતે ખોરાક ન હોય તો ખાવાની ઇચ્છા ન થાત તેવી જ રીતે જો આ પ્રકારની ઇચ્છાનું મહત્વ ન હોત તો તેની માનવજીવન પર કોઇ પ્રકારની અસર થાત નહીં. એટલે માણસ ભવિષ્યમાં એક એવો દિવસ જોશે જેમાં માનવ સમાજમાં ‘અદલો ઇન્સાફ’ હશે. અને દરેક વર્ગના નાના મોટા તમામ લોકો અમનો – અમાનની જીંદગી વ્યતીત કરશે. લોકો ભલાઇ અને કલ્યાણ તથા વિધ્વતા અને પૂર્ણતાના ઉચ્ચ દરજ્જા પર બિરાજશે. આ બધા કાર્યો ગૈબી મદદ તેમજ ઇન્સાનના પ્રયત્નો વડે જ શક્ય બનશે. અને આવા ‘શાંત સમાજ’ ના સ્થાપક હઝરત ઇમામ મહદી (અ.સ.) સિવાય બીજું કોઇ જ નહીં હોય!
આવો, હવે એ જોઇ કે સાહેબુઝઝમાન (અ.સ.) ના ઝુહુર વખતે કેવી પરિસ્થિતિ હશે અને તેઓ (અ.સ.) ની હુકુમત કેવી હશે ? આ સવાલનો જવાબ કુરઆને મજીદની સુરએ નૂરની આયત નંબર 55 માં મળી શકે છે. ઇરશાદે બારી છે. :

ઇમામે ઝમાના (અજ.) એ ફરમાવેલ ચાલીસ હદીસો :

(1) અનલ મહદીયો અના કાએમુઝઝમાન – હું મહદી છું હું કાએમે જમાના છું. (બેહાર – જી. 52 પા. 2)
(2) અનલ લઝી અમલા ઓ હા અદલન કમા મોલઅત જવરા. – હું આ જમીનને અદલો ઇન્સાફથી (એ રીતે) ભરપૂર કરી દઇશ જે રીતે એ ઝુલ્મ અને અન્યાયથી ભરેલી હશે. (બેહાર – જી. 52 પા. 2)
(3) અના બકીયતુલ્લાહે ફી અરઝેહ – હું આ સરઝમીન (પૃથ્વીના પટ) પર અલ્લાહની અંતિમ હુજ્જત (નિશાની) છું. (બેહાર – જી 52 પા. 24)
(4) અનલ મુન્તકેમો મીન અઅદાએહ – હું એ ખુદાના દુશ્મનોનો બદલો લેનાર છું. (બેહાર – જી 52 પા. 24)
(5) અના ખાતમુલ અવસીયાઅ. – હું અવસિયાની ક્રમની અંતિમ કડી છું. (બેહાર જી. 52 પા. 30)
(6) વ બી યદફઅુલ્લાહ અઝઝ વ જલ્લલ બલાઅ અન અહલી વ શિઅતી. – અને મારી મારફત અલ્લાહ અઝઝ વ જલ્લ મારા એહલો અયાલ અને શિયાઓ ને બલાઓથી મુક્ત કરે છે. (બેહાર – જી. 52 પા. 30)
(7) ઇન્ની લ અમાનુન લે અહલીલ અર્ઝ. – બેશક જમીનવાસીઓ માટે (હું) અમનો અમાન (શાંતિ અને સલામતી) છું. (જેમાં કોઇ શંકાને સ્થાન નથી.) (બેહાર – જી. 53 પા. 181)
(8) એઝા અઝેનલ્લાહો લના ફીલ કવ્લે ઝુહુરલ હક્કો વ અઝમલહલ્લ બાતિલ. જ્યારે ખુદાવંદે આલમ અમને વાતચીત કરવાનું આમંત્રણ આપશે (ત્યારે) હક જાહેર થશે અને બાતિલનો અંત આવી જશે. (બેહાર – જી. 53 પા. 196)

ઇમામે ઝમાના (અજ.) ના લકબ

ઇન્સાનના ગુણો અને વિશીષ્ટતાને તેના ઇલકાબ વડે જાહેર કરવામાં આવે છે. જો કે વર્તમાન યુગના માનવની વિશીષ્ટતા તેના ઇલકાબ મુજબની જ હોય તેવું ભાગ્યેજ બને છે. આના દાખલા તમે તમારી આસપાસની દુનિયામાં દરરોજ જોતા હશો. ક્યારેક તો એવું પણ બને છે કે લોકોને પોતાના ઇલકાબનો અર્થ શું થાય તેની ખબર હોતી નથી આ એક જુદી જ દાસ્તાન છે.
અંબિયા અને અઇમ્મા (અ.મુ.સ.) ને જે ઇલકાબ આપવામાં આવ્યા હતા, તે તેમની ખાસ વિશેષતાઓ પ્રમાણે આપવામાં આવ્યા હતા. જેમ કે જનાબે મુસા (અ.સ.) ને ‘કલીમુલ્લાહ’ કહેવામાં આવ્યા હતા જેનો અર્થ એ હતો કે ખુદાવંદે આલમે તેમની સાથે વાત કરી હતી. રસૂલે ખુદા (સ.અ.વ.) ને ‘રહમતુલ્લીલ આલમીન’ એ માટે કહેવામાં આપ્યો છે. આં હઝરત (સ.અ.વ.) ની ઝાતે બાબરકત અને આપની પવિત્ર શરિયત આખી દુનિયાને માટે રહમત છે. આ જ બાબત અઇમ્મા (અ.મુ.સ.) ને પણ લાગુ પડે છે.

ગૈબતે કુબરાના કાળમાં ઇમામે ઝમાના (અ.સ.) ની જવાબદારીઓ

વાચકોને આ વિષયનું મથાળું વાંચીને આશ્ર્ચર્ય થશે એમ પણ બને કે કેટલાક લોકો આ વિષયને (ઐબદાર) ખામીયુક્ત ગણે એટલા માટે કે અત્યાર સુધી તો આપણે ‘ગૈબતે – કુબરામાં શિયાઓની જવાબદારીઓ’ એ વિષય પર વિવિધ કિતાબો અને સામયીકોમાં વાચ્યું છે. આ ઉપરાંત આ વિષય પર ઓલમાઓ અને ઝાકીર સાહેબો મારફતે મજલીસો અને મીમ્બરો પરથી શિયાઓની વિવિધ જવાબદારીઓનો ઉલ્લેખ સાંભળ્યો છે. અલબત, આ વિષયનો અગાઉ કોઇ ઝાકીરે ઉલ્લેખ કર્યો નથી. પણ આ ઉર્દુ સામયીકમાં પણ તેનો ઉલ્લેખ થયો નથી. પણ આ કોઇ નવો વિષય નથી મોઅતબર શિયા કિતાબોમાં આ વિષય ઉપર પુરતી ચર્ચા થએલી જોવા મળે છે. હા, આ વિષય પર સીધે સીધે ચર્ચા ન કરતા. “ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના જમાનામાં (તેમના) અસ્તિત્વના ફાયદાઓ” એ વિશે ઇમામ (અ.સ.) ની જવાબદારીનો પણ ઉલ્લેખ થઇ જાય છે. આ વિષયની પૂર્વ ભૂમિકા રૂપે થોડા વાત કર્યા બાદ હવે મૂળ વિષય પર આવીએ છીએ.

ઇન્તઝાર કોનો ? ઇમામનો કે નિશાનીઓનો?

હઝરત વલીએ અસ્ર ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે ઘણીયે રિવાયતો છે, જેમાં હઝરતના ઝુહુરની નિશાનીઓનો ઉલ્લેખ છે. ઉચ્ચકક્ષાના મહાન મોહદ્દીસ જનાબ શેખ સદ્દુક (અ.ર.) અને અલ્લામા મજલીસી અલયહીર રહમા એ આ રિવાયતોનો ‘ઝુહુરની નિશાનીઓ’ના પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે. અહીં અમે નિશાનીઓની નાની નાની બાબતો વિશે ચર્ચા નહીં કહીએ પણ ઝુહુરની નિશાનીઓ વિશે સંપૂર્ણ ઇલ્મી ચર્ચા કરીશું.
(1) ઝુહુરની નિશાનીઓનું મહત્વ:
તમામ મુસલમાનો અને ખાસ કરીને શિયાઓ એક નિશ્ર્ચિત સમયથી હઝરત ઇમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે. આ એક સર્વ સામાન્ય હકીકત છે કે કયામત આવવાના દિવસની જેમ હઝરતના ઝુહુરનો કોઇ ખાસ સમય નિશ્ર્ચિત નથી. અને તેનું જ્ઞાન ખુદાની ઝાત સાથે વિશેષ રીતે સંબંધિત છે. તેથી ઝુહુરના સમયની ઓળખ માટે જ બધું ધ્યાન (નિશાનીઓના જાહેર થવા પર) કેન્દ્રીત થયુ છે. ઝુહુરની નિશાનીઓને અલગ કરી તેની સત્યતાની પરખ કરવી એક ખાસ વિષય છે અને તે નિશાનીઓને હઝરતના ઝુહુરની નજદીક હોવાનો ક્રમ ગણવામાં આવે છે. આજ કારણોસર ઇમામના ઝુહુર પહેલાની નિશાનીઓની ચર્ચાને ખાસ મહત્વ આપવામાં આવે છે. આથી ઝુહુર પહેલાની નિશાનીઓની ચર્ચા હ. મહદી (અ.સ.) ના ઝુહુરના અનિશ્ર્ચિત સમયને નજદીક હોવાની પરખ માટેનું ખાસ માધ્યમ છે.

અકીદએ ઇન્તેઝાર ઉડતી નજરે

ઇન્તેઝારનો પાયો
ઇન્સાનને પોતાની કુદરતી જરૂરતો પુરી કરવા માટે જેમ જેમ જાહેરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ તેમ દીલમાં (તે જરતો પુરી થવાની) આશાઓ પણ વધતી જાય છે. અને ત્યારે તે આશાઓને સાથે શરઇ મર્યાદામાં રહીને કુદરતી જરૂરતો પુરી કરવાના પ્રયત્નો કરે છે ત્યારે તે ઇન્તેઝાર રચનાત્મક સ્વરૂપમાં ફેરવાઇ જાય છે. આનાથી ઉલટુ જો માત્ર આશા રાખીને બેસી રહીએ અને શરઇ હદોને તોડીને પ્રયત્નો કરવા લાગીએ તો તે ખંડનાત્મક અથવા અકુદરતી ઇન્તેઝાર કર્યો ગણાશે.
ઇન્તેઝારની પ્રેરણા
કુરઆનની નજરે :
(1) ફકુલ ઇન્નમલ ગયબો લિલ્લાહે ફન્તઝેરૂ ઇન્ની મઅકુમ મેનલ મુન્તઝેરીન (સુ. યુનુસ આ. 20)

મહદવીયતની માન્યતા અને એહલે સુન્નતના આલીમો

મઝહબે – ઇસ્લામ એ ઇલાહી મઝહબ છે. તેમ છતાં વર્તમાનયુગમાં વિશ્વકક્ષાએ મઝહબે ઇસ્લામ વિશે જે ખોટો, ભ્રામક પ્રચાર કરવામાં આવે છે. અને આવા ઝેરી પ્રચાર અને, પાયાહીન શંકા કુશંકા ઊભી કરીને કેટલાક લોકોને ‘ઇસ્લામ’ ના નામ સાથે દુશ્મની થાય તેટલી હદ સુધી નફરત ઊભી કરી દીધી છે, બરાબર તેવી જ હાલત ઇસ્લામમાં ‘અકીદએ – મહદવીયત’ની છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ છે જે આ અકીદાને સનદ અને હવાલાના કારણે વિવશતાથી કબુલ તો કરે છે પણ હઝરત મહદી (અ.જ.) ની ઝાત અને સિફતો સંબંધેની વિગતવાર હદીસોનો ઇન્કાર કરે છે.
ઇમામ મહદી (અ.સ.) ના અકીદા વિશેની જેટલી પણ ગેર સમજણ ઊભી થઇ છે તે માટે બેપ્રકારના લોકો જવાબદાર છે. પહેલા તો એ લોકો જેને ‘નકલી આલીમો’ કહેવા યોગ્ય ગણાશે. આપણે ઇતિહાસ પર ઉડતી નજર નાખીએ તો ઈતિહાસમાં દરેક યુગમાં એવા લોકોના સમૂહ જોવા મળે છે, જેનો પહેરવેશ અને દેખાવ તો આલીમો જેવો જ હતો પણ તેમની પ્રવૃતિ, અકીદા અને દ્રષ્ટિકોણમાં જેતે હુકુમતની પુજા અને પૈરવી મુખ્ય હતી. આ પ્રકારના લોકો એજ તેમના વખતની હુકુમતની ઇલાહી હુકુમત સાબિત કરવા માટે જાએઝ અને નાજાએઝ બંને પ્રકારની રીત અને નીતિ અપ્નાવી લીધી હતી. અને તેમની સાચી – ખોટી વાતોના રક્ષણ માટે જ અકીદ – એ – ઇમામ મહદી (અ.સ.) ની વિરૂદ્ધમાં જુદી જુદી રીતે ખોટો પ્રચાર શરૂ કરી દીધો.