ઝુહુરનો ઝમાનો : ઈલ્મ અને તઅલીમની સંપૂર્ણતા

ખુદાવંદે આલમના તમામ સર્જનોમાં માનવીને એટલા માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે તેનામાં વિકાસ અને પરીપૂર્ણતાની જે હાલત જોવા મળે છે તે અન્ય કોઈ સર્જનમાં જોવા નથી મળતી. તેથી પરવરદિગારે તેની હિદાયત અને માર્ગદર્શન માટે નબીઓ, રસુલો અને આસમાની કિતાબોને ઉતારી જેથી માનવી હિદાયત અને માર્ગદર્શનના સહારે ઉંચી મંઝીલોને તય કરીને ઈલ્મની પૂર્ણતા તરફ આગળ વધતો રહે.

માનવીની પરીપૂર્ણતા અને તેની ઉચ્ચતાના અસંખ્ય સાધનો જોવા મળે છે. તેમાં એવા જાણકાર અને હિંમતવાળા હાદી અને માર્ગદર્શકનું અસ્તિત્વ જે માનવતાની નિર્ધારિત પ્રગતિ અને પૂર્ણતાના તબક્કાઓને પસાર કરાવી શકેમાનવ ઈતિહાસ સાક્ષી છે કે માનવ સંસ્કૃતિમાં ખૂબીઓ એટલા માટે પૈદા થઈ શકી કે તે હિકમત અને અમલના પરિપૂર્ણતાના સાચા માધ્યમોથી માહિતગાર હતો અથવા પોતાની વાસના, દ્રેષભાવ અને દુશ્મનીના કારણે તે માધ્યમોથી માત્ર મોઢું ફેરવ્યું હતું. બલ્કે જ્યારે પોતાના અંગત લાભ અને વિષય વાસના તૃપ્ત કરવામાં અડચણ અનુભવતા ત્યારે તે માધ્યમોનો નાશ કરી દેતા અને હંમેશા માટે ચૂપ કરી દેતા. નબીઓએ તેઓની હિદાયત અને ઈલ્મની પરિપૂર્ણતા માટે ઇલાહી તાઅલીમ હેઠળ આમંત્રણ આપ્યું કે એક ખુદાની ઈબાદત કરે. ન્યાય અને ઈન્સાફ કાયમ કરે, બીજાના હકોનું રક્ષણ કરે. દરેકને સલામતી અને આરામનું જીવન પસાર કરવાનો મોકો આપે. પરંતુ તેઓને જુઠલાવવામાં આવ્યા. ખુબ ક્રુરતા સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવવામાં આવ્યા, કતલ કરવામાં આવ્યા. હઝરત ઝકરીયા(..)ના પવિત્ર શરીર ઉપર કરવત ચલાવવામાં આવી. તો જનાબ યહ્યા(..)ને ખૂબજ ક્રુર રીતે કતલ કરવામાં આવ્યા. હઝરત મુસા(..)ની થોડા દિવસની ગયબતના કારણે બની ઈસરાઈલ હઝરત હારૂન(..)ને કતલ કરવા માટે તૈયાર થઈ ગયા. યહુદીઓએ હઝરત ઈસા(..)ને સૂળી ઉપર ચડાવવાનો પાકો ઈરાદો કરી લીધો. પછી આખર જમાનાના નબી હઝરત મોહમ્મદ મુસ્તફા(...)ને તેમની નિમણુંક અને રિસાલતના સમય ગાળા દરમ્યાન અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. આપ્ની પછી થોડા દિવસોમાં એહલેબૈત(.મુ..)નો હક ગસબ કરીને મોટા મોટા ઝુલ્મો ગુજારવામાં આવ્યા. છેવટે અમીરૂલ મોઅમેનીન અલી(..) જે રસુલે ખુદા(...)ના સાચા વારસદાર હતા. તેમને પણ કુફાની મસ્જીદમાં ઈબ્ને મુલ્જીમની ઝહેર યુકત તલ્વારથી શહીદ કરવામાં આવ્યા. આવી રીતે ઈમામ હસન(..), ઈમામ હુસૈન(..), ઈમામ સજ્જાદ(..) જેવા અગીયાર ઈમામોને પણ શહીદ કરી નાખવામાં આવે છે. પરંતુ પરવરદિગારે જે હેતુ માટે નબીઓ અને તેઓની પછી ઈમામોને મોક્લ્યા હતા, તે ખુદાએ તેની મહેરબાનીથી ઇન્સાનની હિદાયત અને ઈલ્મને નક્કી કરેલા સ્તર સુધી પહોંચાડવા માટે જવાબદારી હઝરત બકિય્યતુલ્લાહ(....)ને અતા કરી. પરંતુ વખતે ઝુલ્મીઓના ઝુલ્મ અને અત્યાચારથી પોતાની હુજ્જતને સુરક્ષિત રાખવા માટે આપ્ને લોકોની નઝરથી હટાવી લીધા. પરંતુ નેક અને પરહેઝગાર લોકો આપ્ની ખિદમતમાં પહોંચતા રહ્યા અને મુશ્કેલીઓ હલ કરતા રહ્યા. ખુદાએ વાયદો કર્યો છે કે દુનિયાના વારસદાર લોકોને બનાવીશું, જેઓને નિર્બળ બનાવી દેવામાં આવ્યા છે. ખુદાનો વાયદો અટલ છે. પુરો થઈને રહેશે તેથી વધુમાં ફરમાવે છે

અફગયર દીનિલ્લાહે યબ્ગૂન વલહૂ અસ્લમ મન ફીસ્સમાવાતે વલ્અર્ઝે તવઅંવ વકરહં વએલયહે યુરજઉન

શું તેઓ અલ્લાહના દીન સિવાય અન્ય કોઇ દીન ચાહે છે? જ્યારે આકાશો અને ઝમીનમાં જે કાંઇ છે તે ઇચ્છા કે અનિચ્છાએ તેને તાબે થાય છે અને તેનીજ તરફ પાછા ફેરવવામાં આવશે.

(સુરા આલે ઈમરાન, . ૮૩)

એક દિવસ આવશે કે જ્યારે જમીન અને આસ્માનની બધી મખ્લુકો ખુદાની બારગાહમાં સ્વેચ્છાએ અને ખુશીથી અથવા પછી જબ્ર અને કરાહતથી સમર્પિત થશે. તો વાયદો તે સમયે પૂરો થશે, જ્યારે તેની અંતિમ હુજ્જત કયામ કરશે. દુનિયામાંથી ઝુલ્મ અને અત્યાચારનો નાશ થશે અને ન્યાય અને ઈન્સાફની બોલબાલા હશે.

ઝુહુરના સમયની વિશેષતાઓ:

ઝુહુરના સમયમાં હિકમત અને ઈલ્મ તેની પરાકાષ્ઠાએ હશે. ઝુલ્મ અને અત્યાચાર નહી હોવાનો દેખાવ તો આજે પણ કરવામાં આવે છે પરંતુ દરેક જગ્યાએ તેની ગેરહાજરી જોવા મળશે. આજે દુનિયામાં પ્રગતિશીલ અને સફળ હુકુમતોનો માપદંડ તો આજ દર્શાવવામાં આવે છે કે જે દેશ કે હકુમતમાં ઝુલ્મ અને અત્યાચાર હોય, ઈન્સાફ અને સમાનતા હોય, શાંતિ અને સલામતિ હોય, ભાઈચારો અને એક બીજાના હક્કોની જાળવણી હોય, ખુશહાલી હોય, આર્થિક મુશ્કેલીઓ હોય, તે સફળ અને પ્રગતિશીલ દેશ કહેવાય છે. પરંતુ આજે દુનિયામાં કોઈ એવો દેશ નથી, બલ્કે દુનિયાનો કોઈ ખૂણો એવો નથી જ્યાં બધી કે તેમાંની થોડી ચીજો પણ જોવા મળે. પરંતુ અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે જ્યારે ખુદાની અંતિમ હુજ્જતની હુકુમત સ્થાપિત થશે તો તે સમયે ઝુલ્મ અને અત્યાચાર નાશ પામ્યા હશે. માર્ગો સલામતિથી ભરપૂર હશે અદલ અને ઈન્સાફ કાયમ થશે. જમીન તેની બરકતો જાહેર કરી દેશે. દરેક હકદારને તેનો હક મળી જશે.

(બેહાર, ભાગ ૫૨, પા. ૩૩૮)

સમાજમાંથી ચિંતા અને તંગદસ્તી નાબુદ થશે. લોકો ઝકાત અને માલ માટે મોહતાજ લોકોને શોધશે. પરંતુ તે લેનાર કોઈ નહિ હોય.

(બેહાર, ભાગ ૫૨, પા. ૩૬૦)

ભાઈચારાની ભાવના અને શાંતિ અને સલામતીની પરિસ્થિતિ હશે કે વિકરાળ પશુઓ અને પ્રાણીઓ આપસમાં ભેગા મળીને જીવન વ્યતિત કરશે. એક એકલી સ્ત્રી અથવા વૃધ્ધ અને અશકત સ્ત્રી પૂર્વથી લઈને પશ્ર્વિમ તરફ રવાના થશે અને તે સલામતી પૂર્વક પોતાની સફર પૂરી કરશે. રસ્તામાં તેને કોઈ ભય નહિ હોય.

(બેહાર, ભાગ. ૫૨, પા. ૩૪૫)

ઝુહુરના સમયના વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિઓ:

તમામ નબીઓના ઝમાનામાં બલ્કે ખુદ રસુલે ખુદા(...) અને મઅસુમ ઈમામોથી લઈને આજ સુધી જે ઈલ્મ અને જ્ઞાન ફેલાયું તે માત્ર બે અક્ષરના ઈલ્મો છે પરંતુ હઝરત મહદી(..)ના ઝુહુરના સમયગાળાના સિલસિલામાં ઈમામ સાદિક(..) ફરમાવે છે:

અલ ઈલ્મો સબ્અતુન ઇશ્રૂન હર્ફન્ જમીઓ મા જાઅત બેહીર્ રોસોલો હર્ફાને ફલમ યાઅરેફીન્નાસો હત્તા અલ યવ્મ ગય્રલ હર્ફય્ને એઝા કામ કાએમોના અખ્રજ ખમ્સત વલ ઇશ્રીન હરફન્ બસ્સહા ફિન્નાસે ઝમ્મ એલય્હલ હર્ફય્ને હત્તા યબસ્સહા સબ્અત ઇશ્રીન હર્ફન્

(બેહાર, ભાગ. ૫૨, પા. ૩૩૬)

ઈલ્મ ૨૭ અક્ષરો ઉપર આધારિત છે. તે તમામ ઈલ્મ જે નબીઓ લઈને આવ્યા હતા તે માત્ર બે અક્ષરો હતા. અને દુનિયાના માનવીઓ આજ સુધી બે અક્ષરના ઈલ્મ સિવાય કાંઈ જાણતા પણ નથી (પરંતુ) જ્યારે અમારા કાએમ(..) કયામ કરશે ત્યારે બીજા ૨૫ અક્ષરોને પણ પ્રકાશિત કરી દેશે અને તે લોકોની દરમ્યાન ફેલાવી દેશે અને પહેલા બે અક્ષરોને પણ ભેળવી દેશે. જેથી પૂરે પુરૂં સંપૂર્ણ રીતે ૨૭ અક્ષરોનું ઈલ્મ ફેલાય જાય.

હદીસથી વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ(..)ના સમયગાળામાં ઈલ્મ એક અસાધારણ છલાંગ લગાવશે, એટલું આગળ વધશે કે બધા પયગમ્બરોના ઝમાનામાં જેટલું ઈલ્મ માનવીઓને આપવામાં આવ્યું છે તેના કરતાં બાર ગણી વધુ પ્રગતિ થશે. માનવી માટે બધા લાભદાયક રચનાત્મક વિજ્ઞાનના દરવાજાઓ ખુલી જશે અને જેટલો માર્ગ માનવીએ હજાર વર્ષમાં પુરો કર્યો છે, તેના કરતા બાર ગણો વધુ રસ્તો ટૂંક સમયમાં પુરો કરશે. આથી વધુ સારી છલાંગ શું હોય શકે કે જ્યારે દુનિયાના લોકોની આજ સુધીની પ્રગતિ અને મહેનતોનો સ્ત્રોત બે અક્ષરો છે જે ઝમાનો બે અક્ષરો સિવાય બીજા ૨૫ અક્ષરોના જ્ઞાનથી પણ સુસજ્જ થઈ જશે તેની ટેક્નોલોજી અને પ્રગતિ તો કમ્યુનીકેશનના સાધનો અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ શું હશે? અબુ બસીર ઈમામ સાદિક(..) થી રિવાયત કરે છે:

એઝા તનાહતિલ ઓમૂરો એલા સાહેબે હાઝલ અમ્રે રફઅલ્લાહો તબારક તઆલા . . .

(બેહાર, ભાગ. ૧૩, પૂર્વ પ્રકાશન, પા. ૧૮૫)

જ્યારે બધી બાબતો વિલાયતના માલિક હઝરત મહદી(..)ની પાસે આવી જશે ત્યારે ખુદાવંદે આલમ દુનિયાના નીચા ભાગોને ઉંચા કરી દેશે અને તેના બધા ઉંચા ભાગોને એવી રીતે નીચે લાવી દેશે કે આપ્ના માટે સમગ્ર વિશ્ર્વ હથેળી જેવું બની જશે. તમારામાંથી કોણ એવો છે કે જેની હથેળીમાં વાળ હોય અને તે તેને જોઈ શકતો હોય.?

હદીસથી જાણવા મળે છે કે ઝુહુરના ઝમાનામાં કેન્દ્રીય હુકુમત સમગ્ર દુનિયાની પરિસ્થિતિનું ધ્યાન રાખશે. જેથી સમય વેડફયા વગર દુનિયાને મુશ્કેલીઓ દૂર કરવાની કોશીશ કરે અને જાણે અજાણે થતા દરેક પ્રકારના ઝઘડા ફસાદને માથું ઉંચકતા વેંત દબાવી દે.

ઝહુરના ઝમાનાના બીજા એક કમાલ વિષે ઈમામ સાદિક(..) ફરમાવે છે:

ઇન્ન કાએમના એઝા કામ અશ્રકતિલ અરઝો બે નૂરે રબ્બેહા વસ્તગ્નલ એબાદો મિન ઝવઇશ્ શમ્સે

(બેહાર, ભાગ. ૫૨, પા. ૩૩૦, નકલ અલ ગયબહશૈખ તુસી)

બેશક જ્યારે અમારા કાએમ(..) કયામ કરશે ત્યારે દુનિયા પોતાના પરવરદિગારના નૂરથી પ્રકાશિત થઈ જશે અને અલ્લાહના બંદાઓ સૂર્ય પ્રકાશથી બેનિયાઝ થઇ જશે.

અર્થાત તે ઝમાનામાં પ્રકાશ અને વિજળીની મુશ્કેલી એટલી હદ સુધી હલ થઈ જશે કે માનવી સૂર્યની શક્તિથી બેનિયાઝ થઈ જશે કે જે એટમીક શકિત ઉપરાંત બધી શકિતઓનો સ્ત્રોત છે. કદાચ વાત જે અણું શકિતના પ્રગતિયુકત પધ્ધતીની રોશનીમાં સ્વીકાર્ય હોય. વર્તમાન પ્રકાશને પ્રસરાવીને, જે હાલના એટમી શકિતના ઉપયોગમાં સૌથી વધુ મુશ્કેલી છે, તેનો લાભ લેવામાં આવશે.

ઝુહુરના ઝમાનામાં એવા ઝડપી વાહન વ્યવહાર હશે, જેની સરખામણીમાં વર્તમાન વાહનો કશું નથી. જે માત્ર પૃથ્વીની સપાટી ઉપર ચક્કર મારવા માટે નહિં, બલ્કે લાંબી અવકાશી સફર કરવા માટેના હકુમતના કબ્જામાં હશે. ઈમામ મોહમ્મદ બાકીર(..)ની રિવાયત છે:

ઝખર બસાહેબેકુમ અસ્સઅબે કુલ્તો મસ્સઅબો? કાલ મા કાન મિન સહાબે ફીહે રઅ્દુન સાએકતુન અવ બર્કુન

તમારા સાહેબ અને વલી (. મહદી ..)ને માટે એક ખાસ વસીલો તૈયાર કરવામાં આવ્યો છે પૂછવામાં આવ્યું : તે શું છે? આપે ફરમાવ્યું :તે એક એવું વાદળુ છે જેમાં વિજળી અને ગર્જનાની ગણગણાહટ છે. તે તેમના પર સવાર થશે જાણી લો કે બહુ જલ્દી તે વાદળ પર સવાર થશે અને ઝમીન અને આસમાનના સાતેય સ્તરો તરફ સફર કરશે.

ઝુહુરનો સમય અને ઇલ્મની પરિપૂર્ણતા

પરવરદિગારે આલમ ઇમામ મહદી(..) ના હુકૂમતના સમયમાં અકલ અને ઇલ્મના અનંત દરીયાને વહાવશે, જેનાથી ઈન્સાનિયત ઉંચા સ્થાને આસાનીથી પહોંચી જશે. બાબતમાં ઈમામ મોહમ્મદ બાકિર(..) ફરમાવે છે :

એઝા કામ કાએમોના વઝઅલ્લાહો યદહૂ અલા રોઅસિલ એબાદે જમઅ બેહા ઓકૂલહુમ કમોલત બેહા અહલામોહુમ

જ્યારે અમારા કાએમ(..) કયામ કરશે ત્યારે ખુદા તેમના (ઇમામ ..ના) હાથને બંદાના માથા ઉપર રાખી દેશે અને તેમના થકી તેઓની બુધ્ધિને સંપૂર્ણ અને તેઓની વિચારશક્તિ પરીપૂર્ણ કરી દેશે.

(ઉસુલે કાફી, ભાગ , પા. ૧૯, બેહાર, ભાગ. ૫૨, પા. ૩૨૮)

અર્થાત રીતે ઈમામ(..)ની હિદાયતની રોશનીમાં અને આપ્ની મહેરબાની હેઠળ દીમાગો પ્રગતિના સોપાનો સર કરશે. વિચારો ખીલી ઉઠશે અને દરેક પ્રકારના સંકુચિત વિચારો, ટૂંકી દ્રષ્ટિ અને વિચારો કે જે ઘણાખરા મતભેદો, લડાઈ ઝઘડા અને સામાજીક વિખવાદો, વિરોધનું મૂળ છે ખતમ થઇ જશે. આજે દુનિયા વાસ્તવિક જ્ઞાનથી વંચિત છે. આથી આજે દુનિયાની હુકુમતો, ગરીબી, બીજાના હક ઓળંગવા અને લડાઈ, ઝઘડાઓથી સમાજને સુરક્ષિત રાખવા ઇલ્મ તરફ સમાજનું ધ્યાન દોરવા પુરો પ્રયત્ન કરી રહી છે. પરંતુ જ્યારે પોતે હકીકી ઇલ્મથી વંચિત છે ત્યારે તેનાથી કાંઈ હાસિલ થવાનું નથી. ઝુહુરના ઝમાનામાં પરિપક્વ નઝર, સ્પષ્ટ ખયાલ, દુરઅંદેશી, વિશાળ હૃદય અને બુલંદ હિમ્મતવાળા લોકોને તાઅલીમ આપવામાં આવશે. લોકો ઘણી સામાજીક મુશ્કેલીઓને પોતાની રૂહની અંદર હલ કરશે અને સુલેહ અને સ્વચ્છતાથી ભરપૂર દુનિયાનું ઘડતર કરશે. તે ઝમાનામાં જે ઇન્સાની દુનિયાનું ઘડતર કરતા હશે તેઓના માટે ઈમામ બાકીર(..) ફરમાવે છે:

એઝા કામલ કાએમો (બઅસ) ફી અકાલીમીલ અરઝે ફી કુલ્લે અકલીમિન રજોલન યકૂલો અહદોક ફી કફ્ફેક એઝા વરદ અલૈક માલા તફ્હમોહૂ

જ્યારે ઈમામ કયામ કરશે તો જમીન પર દરેક ક્ષિતિજમાં એક માણસને મોકલશે, અને તેને ફરમાવશે તમારૂં કામ અને હુકમનું ફરમાન તમારી હથેળીમાં લખાએલું છે. જો તમારી સામે કોઈ પ્રશ્ર્ન ઉભો થાય અને તે બારામાં જાણતા હો કે શું નિર્ણય આપવો તો પોતાની હથેળીમાં જોઈ લેજો. જે લખ્યું હોય તેના ઉપર અમલ કરજો.

(બેહાર, ભાગ ૫૨ પેજ. ૩૬૫, નકલ ગયબતુલ નોઅમાની)

જાણે કે તે એવો ઝમાનો હશે કે દુનિયાની દરેક ક્ષિતિજ જ્ઞાનથી ભરપૂર હશે. ઈમામ સાદિક(..) ફરમાવે છે:

જ્યારે અમારા કાએમ(..) કયામ કરશે ત્યારે ખુદા અમારા શીઆઓની આંખો અને કાનોને એવી શકિત આપશે કે તેમના અને કાએમ(..) વચ્ચે કોઈ સંદેશાવાહક હશે. તેઓના ઈમામ તેઓની સાથે વાતો કરશે અને શીઆ તેમની વાતોને સાંભળશે અને તેઓને જોશે જો કે તે પોતાના ઘરમાં હશે (અને શીઆ દુનિયાના બીજા ભાગમાં)

(રવઝે કાફી, મુન્તખબુલ અસ્ર, પા. ૪૮૩ મુજબ)

તે ઝમાનાના જ્ઞાનની પરીપૂર્ણતાનું રહસ્ય છે. તે ઝમાનામાં એહકામ અને યોજના એવી વ્યવસ્થા વડે સંચાલન કરવામાં આવશે અને અમલમાં મુકવામાં આવશે જેમાં એક બીજાને જોઇ શકાશે અને એક બીજા સામે હાજર રહેશે. માનવ સમાજનું તંત્ર ચલાવવા માટે કેટલી ઉમદા યોજના છે. આગળની હદીસને ઈમામ સાદિક(..) એક બીજી હદીસ થકી સારી રીતે સ્પષ્ટ કરીને મુકમ્મલ ફરમાવે છે:

ઈન્નલ મોઅમેન ફી ઝમાને કાએમિન વહોવ બિલ મશ્રેકે યરા અખાહુલ લઝી ફિલ મગરેબે

બેશક ઝુહુરના સમયે મોઅમીન પૂર્વમાં હશે અને તેનો ભાઇ જે પશ્ર્ચિમમાં બેઠો હશે, તેને જોઇ રહયો હશે, તેજ રીતે પશ્ર્ચિમમાં રહેતો માણસ પૂર્વના માણસને જોઇ શકશે.

(મુન્તખબુલ અસર, પા. ૪૮૩, બેહાર, ભાગ. ૫૨, પા. ૩૯૨)

હદીસથી જાણવા મળે છે કે તે સમયનું જ્ઞાનનું પૂર્ણતાના દરજ્જે પહોંચી જવાનું પરિણામ આવશે કે માત્ર વહીવટી સ્તર ઉપરનો સીધો સંપર્ક બરકરાર રહેશે બલ્કે સામાજીક સ્તરે પણ બરકરાર થઈ જશે. જાહેરી અને શારીરિક સંપર્ક બન્નેની રૂહાની સંપર્કને વધુ મજબુત બનાવશે. જાણે કે દુનિયા એક પરિવારની જેમ અને સમગ્ર સમાજ એક પરિવારની વ્યકિતઓની જેમ જીવન પસાર કરશે.

અય ખુદા! તારી બારગાહમાં અમારી પાસે આજીજી સિવાય બીજુ કશું નથી તે સાથે વિનંતી કરીએ છીએ કે સૌથી પહેલા આખરી હુજ્જતના માટે અમો ગુલામોની ખીદમતોને કબુલ કર. તેમના ઝુહુરથી અસ્તિત્વને સંપૂર્ણ કર અને અમને પણ ઝહુરના ઝમાનામાં માનવજગતના ઘડતર કરનારાઓમાં જોડી દે. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *