હંમેશના જીવનનો શૌખ એ ફિતરતનો તકાઝો છે.
ખુલ્દનો ડિક્ષનરી અર્થ:
(૧) જે જુનુ ન હોય, જે હંમેશા નવું રહે એટલે કે તે ક્યારેય જુનુ ન થાય.
(૨) ઇસ્તિમરાર, શરૂ રહેવું.
પારિભાષિક અર્થ:
બેહિશ્ત: કુર્આનમાં ખુલ્દ હંમેશાની જીંદગીના અર્થમાં ઉપયોગમાં થયુ છે. સારી અને ખરાબ બંને જીંદગી માટે.
ઇશ્તિયાક:
શૌખ, ખ્વાહિશ, તમન્ના, ઇચ્છા (અહીં લાંબી ઉમ્ર માટે)
ચર્ચા હેઠળનો વિષય જાહેરી રીતે અસ્પષ્ટ જણાય છે. પરંતુ તેના પર જ્યારે અકલની રોશની પડે છે તો ઇન્સાનની ખિલ્કતના મકસદની હકીકતના રહસ્યો અને ભેદ પર પડેલા પર્દા ઉઠવા લાગે છે અને નેક તીનતો અને પવિત્ર દ્રષ્ટિઓને પોતાના વુજુદની બુલંદીઓના આસ્માનો પર ફેલાયેલી ભવ્યગાહો નજરે આવે છે, જેનાથી ભયભીત દિલ “અન્ઝલ સકીનત ફી કોલુબીલ મોઅમેનીન ઇલાહી કૌલના સુકુન ભર્યા વર્તુળમાં આવી જાય છે.
તકવીની આલમથી ઇન્સાનીય્યતમાં ફીતરતનો તકાઝો તે તત્વ કે જે હયાતે દુન્યવીની બકા છે તે મૂળભૂત રીતે અસ્તિત્વ છે, એટલે કે ઇન્સાને જીંદગીના શરૂઆતની જ્યારથી શ્ર્વાસ લીધી છે આ ઉસુલ તેના દિમાગને મજબૂતીથી પકડી રાખેલ છે કે તેને જીવવું છે. મરવાથી દૂર રહ્યો અને જીવવાના શૌખને હાંસિલ કરવામાં ચારે તરફ શોધખોળની નજર નાખતો રહે છે અને તે પોતાની ક્ષમતા મુજબ જીંદગીને બાકી રાખવાના પરિબળોને તૈયાર કરવામાં મશ્ગુલ રહે છે. જેથી તેની જીંદગીમાં કોઇ એવો વળાંક ન આવે જ્યાં તેની જીંદગીને ખતરાનો સામનો કરવો પડે.
દુનિયાની અંદર જીંદગી અને તેનો વિકાસ:
એ જુનામાં જુનો સમય યાદ કરો જેને પત્થરોનો યુગ કહેવામાં આવે છે. આ ઇન્સાની સંસ્કૃતિની શરૂઆત ઇતિહાસની અંદર નોંધાયેલ છે. કારણ કે ઇન્સાન ફિતરી રીતે એક સામાજિક પ્રાણી છે. આથી સમૂહ બની ગયા. ખોરાક માટે જાનવરોનો શિકાર કરવો અને શિકાર માટે પત્થરોના ઓજારો તૈયાર કરવા એ તેઓની પ્રવૃત્તિ હતી, જે ઇતિહાસકારો અને સંશોધકોએ વર્ણવી છે અને જ્યારે ઇન્સાની સંસ્કૃતિની શરૂઆતનો ઉલ્લેખ આવે છે તો એ વાંચ્યુ કે તે સમૂહમાં એકબીજાની એકબીજાથી દૂરીને અમલમાં ન લાવવામાં આવે તો આ સમૂહની માઁ ને પોતાના સરપરસ્ત માની લીધા. અક્લે એ માઁ ને અગ્રતા આપીને પોતાના અસ્તિત્વનો ઝામીન બનાવી લીધો. એ પત્થરોએ ચકમકના પત્થરોનો પતો આપ્યો અને આ રીતે ઇન્સાની સંસ્કૃતિ એ પોતાની જીંદગીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લાંબી જીંદગી પસાર કરવાના પરિબળો શોધી કાઢ્યા. માઁ જ્યારે હાકીમ બની તો ઇન્સાફ તેની ફિતરતનો એ તકાઝો હતો જ્યાં કુરબાની અને ઇસારની પણ સુરત જે પણ પૈદા થયા. બસ આ રીતે જીંદગીને બાકી રાખવાની તમન્નાથી ઇન્સાની જીંદગીની બકાની પ્રસ્તાવના ઇન્સાની સમાજના સ્વરૂપમાં વુજુદમાં આવી અને જુના ઝમાનાથી ચિહ્નો છોડતા ગયા.
ઇતિહાસકારો અને સંશોધકો ઇન્સાનની જીંદગીની શરૂઆત અને તેનો વિકાસ અને તેની માનસિક વર્તણુક અને ઇન્સાની પુરાના ઢાંચાઓનો ક્રમ અને તલાશ પર આધારિત છે જે ઇસ્લામનો એ ઇતિહાસ જે ઇન્સાની ખિલ્કત અને પ્રગતિથી અમુક રીતે જુદી છે. પરંતુ કારણ કે અહીં વિષય ઇન્સાનની ફિતરત અને તેની પ્રાકૃતિક જીંદગીથી સંબંધિત છે. આથી તેની હેઠળ અપેક્ષાઓ કઇ રીતે કાર્યરત થઇ છે લેખકે તેનાથી શરૂઆત કરી છે.
અહીં અટકીને એ વાત કેહવી જરૂરી છે જ્યારે કે અલ્લાહ તઆલાનું કોઇ પણ કાર્ય હેતુ વગર નથી હોતુ તો તે ફિતરતની માંગણીઓને તરસી નથી છોડી શકતો. આ જ કારણ છે કે તેણે પોતાની મખ્લુકના માટે પોતાના વલીને આ ઝમીન પર બાકી રાખ્યા છે. આપણે ફિતરતના એ તકાઝાઓનુ વિશ્ર્લેષણને દુનિયામાં આવતા જ દસ્તક દેવાનુ શરૂ કર્યુ છે અને તેની સ્પષ્ટતા કરીશું.
ઉપરોક્ત હકીકતોથી તારણ કાઢવામાં આવે તો એ સ્પષ્ટ થઇ જાય છે કે ઇશ્તીયાકે ખુલ્દ એ ફિતરતનો તકાઝો છે. (એટલે કે ઇન્સાની દિમાગ, ફિતરતના તકાઝા મુજબ એ જગ્યાની શોધમાં છે જ્યાં તે રહી શકે) અને હંમેશા રહી શકે અથવા જીંદગીની લાંબી મુદ્દત પામી શકે.
માઁ ઝમાનાની શરૂઆતથી:
આ તકાઝો છુપો રહીને અવાજ આપે છે અને પછી તીવ્રતાભેર પોતાના દરજ્જાઓ પસાર કરે છે. માઁ એક મોહતરમ ઝાતનું નામ છે જેણે ઇન્સાનને જન્મ આપ્યો. અલ્લાહ તઆલાએ તેને પોતાની તમામ બરકતો અને ખુબીઓથી નવાજીશ કરી છે. ઇન્સાન જન્મ પછી ધનધોર અંધારામાંથી દુનિયાના અજવાળામાં આવ્યો. ફિતરી રીતે વિરોધાભાસી માહોલમાં શ્ર્વાસ લેતી વખતે વહશતના લીધે રોવા લાગ્યો. અવાજથી રોયો. જેના માટે તેના કાન પરિચિત ન હતા. પરંતુ જેવુ માઁ એ પોતાની છાતીએ લગાવ્યો નવી જીંદગીની ખુશીમાં પોતાની માઁ ની છાતી તરફ ઉછળવા લાગ્યો. જાણે કે માઁ ની છાતીમાંથી મમતાનો જોશ ઉભર્યો અને છાતીમાંથી તસ્નીમે કવસરની હયાત બક્ષ નહેરોથી મોજાઓ ઉઠવા લાગ્યા અને નવજન્મીત ઉછળી ઉછળીને તેને પીતો રહ્યો. ભૂખ લાગી દુધથી થોડીવાર માટે મેહરૂમ થયો. હંમેશા બાકી રહેવાના શૌખે તેની ફિતરતમાં વળ લીધો અને રોવા લાગ્યો. માઁ કે જેને બાળક માટે જીંદગી બાકી રેહવાની જવાબદાર બનાવી હતી. અગર કોઇ કામમાં પ્રવૃત છે તો બધુ મુકીને પોતાના બચ્ચાની તરફ ભાગતી-દોડતી તરતજ પોતાના બાળકને ગોદમાં લઇ લીધુ. માતાનું દુધ તેના ગળામાં ટપકતા જ થોડીવાર પછી ખુશી ખુશી હસવા લાગ્યો. આ હંમેશા રેહવાની તમન્નાનો છુપો તકાઝો છે જે તેના બંધારણમાં ખાલિક તરફથી જીંદગીનુ સત્ય બનાવીને રાખી દેવામાં આવ્યુ છે.
હું મારા મકસદ સુધી આવી ગયો:
માતાના દુધની અસર છે કે બાળક પોતાના બચપણમાં, જવાન પોતાની જવાનીમાં, વૃદ્ધ પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની ઉમ્ર લાંબી થવા માટે પોતાની હિફાઝત અને રક્ષણની શમાને પોતાની ક્ષમતા મુજબ તમામ કોશિશોને ફાનસ બનાવીને તેને બુજાવા નથી દેતા અને જ્યારે ઉમ્રના અંતમાં પ્રાકૃતિક જીવનની શમા આખરી જ્યોત દેવા લાગે છે અલ્લાહને યાદ કરી હંમેશની જીંદગીની આશા લઇને ખુલ્દથી ખુલ્દે બરીની તરફ કુચ કરવાની તમન્ના લઇને આ દુનિયાથી ગુજરી જાય છે.
આગ:
વાંચકોને યાદ હશે કે હજી ઇન્સાની સંસ્કૃતિએ જન્મ લીધો જ હતો કે તેણે પત્થરોના થકી આગને શોધી કાઢી. ધીમે ધીમે અક્લ અને બુદ્ધિએ અલ્લામા ઇકબાલના કૌલ મુજબ “સફાલ આફરીદી અયાગ આફરીદમ અય અલ્લાહ તબારક વ તઆલા તે માટીને પૈદા કરી મેં પ્યાલાઓ બનાવ્યા, વાસણો બનાવ્યા બસ પછી ખોરાક તૈયાર થવા લાગ્યો. હવાના જોકાઓએ આગને ભડકાવી. પાણી અને ગારાનો ઉપયોગ કર્યો. સ્વાદ બદલ્યો. જીંદગીને બાકી રાખવા માટે વિવિધ પ્રકારના ખોરાક તૈયાર થવા લાગ્યા. ક્યો ખોરાક તંદુરસ્તી માટે ફાયદાકારક છે. કઇ ચીજનો ઉપયોગ કરવાથી જીંદગીમાં તાજગી આવે છે. બિમારીઓ નજદીક નથી આવતી. શરીરની તંદુરસ્તી એ મનની તંદુરસ્તીનો પૈગામ લાવે છે. દિલ ખીલે છે. આંખો પ્રકાશિત રહે છે. જમીન પર પગલાઓ મજબુતાઇ પૂર્વક પડે છે. કમજોરી દૂર થાય છે. એક બુઝુર્ગે કહ્યું: “ચાલશો તો ખુબ જ ચાલશો મેં પુછ્યુ કેહવાનો શું મતલબ છે. આપે ફરમાવ્યું: “ચાલવાથી જીંદગી વધે છે આ શબ્દો વયોવૃદ્ધ શખ્સની ઝબાનથી અદા થયા તો એવુ લાગ્યુ જાણે ઇન્સાની બંધારણના તમામ તત્વો “પાણી, હવા, આગ અને માટી બધા એક સાથે બોલી ઉઠ્યા કે જીવવાની જ તમન્નામાં દરેક ઇન્સાન, દરેક વ્યક્તિ જે અક્કલમંદ છે તે આ તત્વોને સંતુલિત રાખવાની કોશિશ કરે છે અને તમામ જીંદગીમાં પોતાની તમામ કોશિશને એ તરફ શરૂ રાખે છે. આજે ડાયટીસયન (Dietician) નુ યુનિવર્સીટીમાં નવો સિલેબસ એ આશાની સાથે એક નવી તાલીમની શાખા બનીને સામે આવી છે જેનુ જ્ઞાન હાંસિલ કરીને વિદ્યાર્થીઓ હોસ્પિટલો અને બીજા કેન્દ્રોમાં કામ કરી રહ્યા છે. આના અનુસંધાનમાં મને યાદ આવ્યુ કે આજથી લગભગ ૫૦ વરસ પેહલાની વાત છે. એક બાળકે જન્મ લીધો જે ફક્ત ૩ પાઉન્ડનો હતો. ડોકટરે તેને માઁ નુ દુધ પીવા ન દીધુ પરંતુ Incubator માં રાખી દીધો અને બહારથી દુધમાં દવા ઉમેરીને તેને પીવડાવતા રહ્યા. બાળક માત્ર ૨૦ દિવસ જીવીત રહ્યુ. એ જ જગ્યા એક માઁ એ ફક્ત બે પાઉન્ડના બચ્ચાને જન્મ આપ્યો અને તે માઁ એ બાળકને ઓછા વજનનુ હોવાના લીધે પોતાનાથી અલગ થવા ન દીધુ અને તેને પોતાનુ દુધ પીવડાવતી રહી. તે બાળક બચી ગયુ અને જવાન થઇને એક મજબુત વ્યક્તિની જેમ આગળ આવ્યો. પછી એ થિયરી સામે આવી કે માઁ ના દુધમાં એ તમામ તત્વો મૌજુદ છે જે જીંદગીને બાકી રાખવા માટે પુરતા છે. આજે જ્યારે દુનિયામાં દરેકે દરેક તરફથી શોધ અને પ્રગતિ અને સંશોધનની ભવ્યતાઓ નજરે આવે છે ત્યાં લાંબી ઉમ્ર માટે તમામ પ્રકારની કોશિશો કાર્યરત છે. આ મોટા મોટા હોસ્પિટલો, નર્સિંગ હોમ, કસરત દ્વારા ઘણા બધા ઇલાજ વિગેરે વિગેર આ જ હંમેશની જીંદગીનો શૌખ જે ફિતરતની માંગ છે તેનુ પરિણામ છે.
II
ઉપરોક્ત બયાન ઇન્સાની ફિતરતના એ તકાઝાઓની હેઠળ છે, જે ઇન્સાનને લાંબી મુદ્દત સુધી જીવતા રાખવાની જુદી જુદી સંશોધનના મૈદાનમાં પ્રવૃત્ત અને પ્રયત્ન કરનારો રાખે છે. પરંતુ ભૌતિક પ્રગતિ અને નવા સંશોધનની જ્યારે સરેરાશ કાઢવામાં આવી તો ઇન્સાન એ જ છે અને ત્યાં જ છે જ્યાં ભૂતકાળમાં લાંબી ઉમ્રની ઓછી વધતી સરેરાશ છે. આ ઉમ્રના તુલાની થવા માટે અને ખાકી શરીર પર દર્દ, દુ:ખ અને બેચેનીની અસરો પર દરેક અક્લે ઇન્સાનીએ અને માનસશાીએ દરેક જગ્યાએ મઝહબનો સહારો લીધો છે. દુનિયામાં કોણ એવો નફ્સ છે જે હેરાની અને પરેશાની, માનસિક મુંજવણ ડર, ગભરાટના વમળમાં ઉભો નથી. જેના પરિણામે દરેક ઇન્સાન ઇત્મિનાન અને દિલના સુકન અને ગમ તથા બેચેની દૂર કરવા માટે માધ્યમો શોધે છે. મુંજવણમાં પડેલ ઇન્સાન માટે બે રસ્તાઓ ખુલ્લા છે, જ્યાં તે પોતાની પરેશાનીઓને સુકુનમાં બદલવા માટે આગળ વધે છે. એક રસ્તો કે જે મઝહબનો છે અને બીજો ગુમરાહીનો. આ રીતે ઇન્સાન બે સમૂહમાં વહેંચાઇ ગયા છે. એક રસ્તા પર બુરાઓની જીંદગીની દુન્યવી સફર છે અને બીજો રસ્તો નેકુકારોનો છે, જે બસીરતવાળાઓ છે તે ઇત્મિનાનની શ્ર્વાસ લે છે આમ કહીને: “અલા બે ઝિક્રીલ્લાહે તત્મઇન્નુલ કોલુબ અને જે અક્કલનો આંધળો છે તે પરેશાન રહે છે “લા યસ્તવીલ અઅમા વલ બસીર કુર્આનની આયતો ઉપર ચિંતન-મનન કરવાવાળા અલ્લાહની નિશાનીઓથી સબક લે છે પરંતુ આ બંને રસ્તાઓના મુસાફરોની સામાન્ય વિચારસરણી લાંબી જીંદગીના કેન્દ્ર પર ફરે છે.
આ લાંબી જીંદગી માટે કત્લ અને ખુનથી પસાર થઇને પોતાના માથા પર શાહી તાજ રાખી લે છે અથવા પોતાની તાકત મુજબ સત્તા અને અગ્રતા માટે ભાઇ ભાઇની સાથે લડી લે છે. હઝરત યુસુફ(અ.સ.)નો કિસ્સો આના માટે આઇનો છે. પછી અંબિયા આવ્યા અને ઇન્સાનની જીંદગી અને લાંબી ઉમ્રની તમન્નાનુ રહસ્ય સમજાવ્યુ અને પવિત્ર જીંદગી પસાર કરવાની રીત શીખવાડી અને ખુદાવંદના એહકામને પોતાની કૌમના લોકોના દિમાગોમાં ઉતાર્યા. અંબિયા, અવસીયા, સાલેહીન જે ફિતરતના ખાલિકની તરફથી છે કે જેણે ઇન્સાનને અશ્રફનો દરજ્જો આપીને આ દુનિયામાં મોકલ્યો છે, તેની હિદાયત અને રાહનુમાઇ માટે તકવીની દુનિયાથી કાયમ કરી રાખ્યા છે. આથી તે સાવચેત કરતા પોતાની કિતાબ એટલે કે કુર્આને મજીદમાં ઇર્શાદ ફરમાવે છે:
“અલ્લઝીન યસ્તહીબ્બુનલ્ હયાતદ્ દુનિયા અલલ્ આખેરતે વ યસુદ્દુન અન્ સબીલીલ્લાહે વ યબ્ગુનહા એવજન ઓલાએક ફી ઝલાલીમ બઇદીન વમા અર્સલ્ના મિર્રસુલીન ઇલ્લા બે લેસાને કવ્મેહી લે યોબય્યેન લહુમ્ ફ યોઝીલ્લુલ્લાહો મય્યશાઓ વ યહ્દી મય્યશાઓ વ હોવલ્ અઝીઝુલ્ હકીમ
એ કાફીરો કે જે દુનિયાની અમૂક દિવસોની જીંદગીને આખેરત પર (જે હંમેશની નેઅમતોવાળી જીંદગી છે) અગ્રતા આપે છે અને લોકોને ખુદાના માર્ગ પર ચાલવાથી રોકે છે અને તેમાં વગર કારણે અવળાઇ પૈદા કરવા ચાહે છે. આ જ લોકો દૂરની ગુમરાહીમાં છે અને અમે કોઇ પણ પૈગમ્બર નથી મોકલ્યા સિવાય તેની કૌમની ભાષામાં વાત કરતા હોય. જેથી તેઓની સામે અમારા એહકામ વર્ણવી શકે. ખુદા જેને ચાહે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે તેને હિદાયત અને તે શક્તિશાળી અને હિકમતવાળો છે
(સુ. ઇબ્રાહીમ, આયત: ૩-૪)
વાંચકોના ધ્યાનને આયતે કરીમાના આખરી જુમ્લા તરફ ખેંચતા અર્જ કરૂ કે આ “ગુમરાહી અને “હિદાયત માં હંમેશા જીવવાની ખ્વાહિશનો તકાઝો છે. ફિતરતનુ રહસ્ય છુપાએલુ છે. તે ચાહે છે કે લાંબી ઉમ્ર હોય, ઐશો આરામ બાકી રહે. પરંતુ શું બાકી રહે અને કયા બાકી રહે તે ખુદ તેના અંજામને પોતાની આંખોથી જુવે છે.
જ્યારે ઇન્સાનને પોતાની ફિતરતના તકાઝા મુજબ તેને લાંબી ઉમ્ર નસીબ થાય, પોતાની ખિલ્કત પર અંબિયા (અ.મુ.સ.)ના એહકામની રોશનીમાં શા માટે વિચાર વિમર્શ નથી કરતો. લાંબી જીંદગીની તમન્ના ખુદ કહી રહી છે. જીંદગી દૂર સુધી ચાલે તો પણ અંત હોય એટલે કે ખત્મનો એહસાસ તો છે, પરંતુ અંતના નામથી ગભરાય છે. આ ગભરાહટ અને પરેશાનીના તાણા વાણામાં હંમેશની જીંદગીની ખ્વાહિશનો તકાઝો મૌજુદ છે. કુદરતની વ્યવસ્થા જુઓ આ દુનિયામાં જનાબે ખિઝ્ર(અ.સ.) છે. આ દુનિયમાં હઝરત યુનુસ(અ.સ.) એક લાંબી મુદ્દત માછલીના પેટમાં પસાર કરીને અલ્લાહે તેમને નજાત અતા કરી અને દુનિયાની જીંદગીની લાંબી મુદ્દત પસાર કરીને ફિરદૌસના રસ્તે પ્રયાણ કર્યુ. હઝરત નૂહ(અ.સ.) પોતાની લાંબી ઉમ્રના લીધે આદમે સાની કેહવાયા. અંબિયાએ ખુદાવંદના એહકામ પછી એ એહસાસ જરૂર દેવડાવ્યો કે દુનિયામાં લાંબી ઉમ્રનો તકાઝો અંતની દસ્તક હંમેશા દેતો રેહશે. પરંતુ અગર આ મકસદના તકાઝાને સમજવો છે તો ખુદાવંદના એહકામ પર ફિક્રને તૈયાર કરે. હંમેશાની જીંદગીનો પૈગામ લઇને આવશે. પૂર્વના ચિંતક ડો. અલ્લામા ઇકબાલ કહે છે:
મૌત કો સમજા હૈ ગાફિલ ઇખ્તિતામે જીંદગી
હે યે શામે જીંદગી સુબ્હ દવામે જીંદગી
માનનીય વાંચકો હંમેશા જીવવાની ખ્વાહિશના તકાઝાને તુલે ઉમ્ર ફક્ત દુનિયામાં રેહવાને સમજવુ ટુંકા વિચારનુ પરિણામ છે. ઇન્સાન પોતાની ફિક્ર અને અક્લ પર આ તકાઝાને પોતાના દિમાગમાં રાખીને જીવે છે અને મરવાથી બચવા માટે માધ્યમો પુરા પાડે છે. પરંતુ અંજામને નજર સમક્ષ રાખે છે એટલે કે ખત્મની મંજિલ પણ ધુમાડાની જેમ તેની નજરમાં રહે છે. ઇસ્લામે જીંદગીની આ માન્યતાને બીજા મઝહબોની વિરૂદ્ધમાં એકદમ અકલી, ફિક્રી અને ફિતરી રીતે ખુલ્લમ ખુલ્લી નિશાનીઓની સાથે તોળ્યો અને ઇન્સાનની હંમેશની જીંદગી માટે ઇતિહાસમાં પ્રકાશિત નિશાનીઓની મજબુત બુનિયાદ પર સ્થાપિત કરી દીધુ છે અને આમ કહીને હુજ્જત તમામ કરી દીધી
વમા અલય્ના ઇલ્લલ્ બલાગુલ્ મોબીન
રસુલે અકરમ(સ.અ.વ.)એ રિસાલતની હોદ્દાની રૂએ ફરજોને અંતિમ શ્ર્વાસ સુધી નિભાવી છે. પોતાની રેહલત પછી કુર્આન અને એહલેબૈત(અ.મુ.સ.) અને પોતાની પવિત્ર સિરતનો એવો નૂરાની મીનારો સ્થાપિત કરી દીધો, જે મશ્રકૈન અને મગરબૈનના રેહવાસીઓને પોતાની ખિલ્કત અને પોતાના વુજુદની અઝમત અને હંમેશની જીંદગી પર ફિક્ર અને અમલની દાવત દેતો રેહશે. આથી ઇન્સાન ઇસ્લામી માન્યતા હેઠળ પોતાના વુજુદમાં એટલે ખિલ્કત પછી પાંચ તબક્કાઓથી પસાર થાય છે.
પ્રથમ તબક્કો:
જ્યારે ઇન્સાન માઁ ના પેટમાં રહે છે:
ખોલેકલ્ ઇન્સાનો મીન નુત્ફતીન
માઁ ના પેટમાં આ બાળક પોતાની જીંદગીની ખબર પોતાની હલન-ચલન દ્વારા આપતો રહે છે.
બીજો તબક્કો:
પાણી અને માટીની દુનિયા બાળક માઁ ના પેટમાં પોતાની જીંદગીની નિશ્ર્ચીત મુદ્દત પુરી કરી લે છે તો અંધકારમાંથી આ દુનિયાના અજવાળામાં આવે છે. ધીમે ધીમે પરિચિત થવા પછી તે બાળક જવાની અને વૃદ્ધાવસ્થાની કુદરતી જીંદગી પસાર કરીને મૌત સાથે મળી જાય છે.
અય રસુલ! તમારી પેહલા શું કોઇને હંમેશાની જીંદગી આપી છે અને અગર તમે મૃત્યુ પામશો તો શું તેઓ હંમેશા જીવતા રેહશે
(સુરએ અંબિયા, આયત: ૩૪)
ત્રીજો તબક્કો:
બરઝખ: ઇન્સાનની રૂહ મરવા પછી આલમે બરઝખમાં ચાલી જાય છે. વાદીઉસ્સલામમાં અથવા વાદીએ બરહુતમાં આમાલ પ્રમાણે.
ચોથો તબક્કો:
કયામતનો
વ બિલ આખેરતે હુમ યુકેનુન
પાંચમો તબક્કો:
પરિણામ: હંમેશના જીવનની ખ્વાહિશ જન્નતના રેહવાસી અથવા જહન્નમના રેહવાસી.
સવાલ:
શું ઇન્સાનની ફિતરતમાં હંમેશના જીવનની તમન્નાના તત્વને ખાલિકે નિરર્થક અને હેતુ વગર રાખી છે કે આ તત્વની હેઠળ ઇન્સાનને હંમેશા બાકી રેહવાની આરઝુનો સ્ત્રોત બનાવ્યો છે.
આ વાંચીને રૂહ કાંપી ઉઠે છે કે તે પરવરદિગાર, તે ઇન્સાનોનો પૈદા કરવાવાળો, જેણે કશુ જ ન હતા તેમાંથી વુજુદનું શરીર આપ્યુ છે, તેણે અગર કોઇને સવાલ કર્યો કે શું તમને ફરીથી હતા ન હતા કરી દેવામાં આવે તો રૂહ ચીખી ઉઠશે. આથી અગર તે મગઝુબ છે તો અસ્હાબુન્નાર હુમ ફીહા ખાલેદુનના મીસ્દાકને ફના પર અગ્રતા આપશે.
ઉપરોક્ત ખિલ્કતના પાંચ તબક્કાઓમાં સૌથી મહત્વનો, સૌથી વધારે કેન્દ્રિય હૈસિયત રાખવાવાળો અને અંજામથી ખબરદાર કરવાવાળો અન્ય ચારેય તબક્કાઓમાં એક ફેંસલો કરનાર તબક્કો “દુન્યવી જીંદગીનો તબક્કો છે. અહીં કાદિરે મુત્લક, ખાલિકે કાએનાત એ ઇન્સાનને ખુલ્લો, આઝાદ અને મુખ્તાર છોડી દીધો છે.
પછી એક નિદા થકી ઇન્સાનની ફિતરતને સાવચેત કરી: “હું એક છુપો ખઝાનો છુ. એ કે જે ઝાતે કિબ્રીયાને ઓળખશે અને તેની ઇતાઅત કરશે તેને નેઅમતવાળો કેહવામાં આવશે. તે ગૈરીલ મગઝુબ હશે. જેણે આળસ અને ઝુલ્મથી કામ લીધુ હશે, તેનો અંજામ દર્દનાક અઝાબ છે.
અક્લ:
ખાલિકે ઇન્સાનને અક્લ જેવી નેઅમત અતા કરી, જે સારા અને ખરાબનો ફર્ક પૈદા કરે છે. અક્લ પર જ સઝા અને બદલાનો આધાર છે. અક્લની રોશની આપ્યા પછી મોટી મોટી મિસાલો કાયમ કરી દીધી, જેના પર અમલ થકી ઇન્સાન પોતાને પારખે છે. ખતાઓ અને ગુનાહોથી બચતો રહે અને આ કહીને હુજ્જત સંપૂર્ણ કરી દીધી: “અફ લા યતદબ્બરૂનલ્ કુર્આન પછી અંબિયા(અ.મુ.સ.)નો એક લાંબો સિલસિલો કાયમ કર્યો જે ઇન્સાનને ગુમરાહીથી બચવાની તાલીમ આપતા રહ્યા અને અંતમાં ખાતેમુલ અંબિયા મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.)ના થકી દીનને સંપૂર્ણતા સુધી પહોંચાડ્યો. પછી હુજ્જત તમામ કરી દીધી. જ્યારે અઇમ્મા(અ.મુ.સ.)ને તેની હિફાઝત માટે નિયુક્ત કર્યા. આથી તમામ નિશાનીઓ અને પુરાવા મૌજુદ છે કે ખાતેમુલ અઇમ્મા, હુજ્જતે ખુદા ગૈબતના પરદામાં રહીને તેના દીનની હિફાઝત પર નિયુક્ત છે. ખાતેમુલ મુર્સલીનની આગાહી, કુર્આને કરીમની તસ્દીક બધુ જ ઇન્સાનની રાહનુમાઇના માટે ઉપલબ્ધ કરી દીધુ, જેની એક લાંબી યાદી છે. જે ચૌદ સદીઓથી તાજી છે.
સવાલ:
આખરે આ બધુ શા માટે? અને મોટા મોટા ઉદાહરણો શા માટે સ્થાપિત કર્યા?
શૈતાન:
આદમ(અ.સ.)ની ખિલ્કત પછી તરત જ શૈતાને ઇલાહી અદ્લને પડકાર્યો. તેની ઇબાદતનો બદલો તેને એક વક્તે માલુમ સુધી અવલાદે આદમને ગુમરાહ કરવાની મોહલત મળી. પછી શું હતુ શૈતાને અલ્લાહના ખાસ બંદાઓની વિરૂદ્ધ અને ઇન્સાનોને ગુમરાહ કરવા માટે કમર કસી. ખુદાએ આમ કહીને મોહલત આપી કે તુ મારા મુખ્લસ બંદાઓને ગુમરાહ કરવામાં ક્યારેય કામ્યાબ નહી થાઇશ.
ખુદાવંદની કુદરત:
અલ્લાહ(ત.વ.ત.) એ તમામ પ્રકારની વ્યવસ્થા અને બંદોબસ્ત કરી દીધો કે જેથી તે ઇન્સાનને બેહકાવી ન શકે.
ખયાલો:
ઇન્સાની વસવસાઓ અને ખયાલો એ મૂર્તિપુજા કાયમ કરી. અલ્લાહ(ત.વ.ત.)એ ઇબ્રાહિમ(અ.સ.) બુત શીકનથી લઇને અલીએ મુર્તઝા(અ.સ.) બુત શીકન સુધી અંબિયા (અ.મુ.સ.)નો એક લાંબો સિલસિલો કાયમ કરી દીધો. અક્લ સવાલ ઉપર સવાલ કરી રહી છે. સવાલ: શું શૈતાનની ભડકાવેલી સેંકડો કિલોમીટર દૂર ફેલાયેલી નમરૂદની આગે હઝરત ઇબ્રાહિમ(અ.સ.)ને બાળીને રાખ કરી દીધા? જવાબ: નહી. અલ્લાહનો હુકમ થયો:
યા નારો કુની બરદવ વ સલામન અલા ઇબ્રાહિમ
સવાલ: પરંતુ આ તો ખુદાના હુકમથી આગની અસર બદલી.
જવાબ: કરબલામાં આગે તાસીર બદલી નહી. ખૈમાઓ સળગી ગયા. દિવસના પ્યાસા બચ્ચાઓ પર સુરજની ગરમી કરતા વધારે ખૈમાગાહોના સળગવાથી ચેહરા બળ્યા. મુખદ્રાતે ઇસ્મતો તહારત એ કેવી હાલતમાં શામે ગરીબા પસાર કરી. અય અક્લ તારી પરસ્તીશને આગ લાગે. જરાક વિચાર દીને ઇસ્લામને ખુદાના ખાસ બંદાઓએ બચાવી ન લીધો?
ડુબ કર પાર હો ગયા ઇસ્લામ
આપ ક્યા જાને કરબલા ક્યા હૈ
પરંતુ સવાલ: અહીં ખુદાએ પોતાનો હુક્મ નાઝિલ કેમ ન કર્યો. જવાબ: જેના દરજ્જાઓ ઉચા છે તેને વધારે મુશ્કીલો છે. ખુદાએ કહ્યુ છે આ દુનિયા પરીક્ષાની જગ્યા છે. તેનુ પરિણામ આખેરત છે. જ્યારે હુર ઇમ્તિહાનમાં કામ્યાબ થયા. હુસૈન(અ.સ.)એ કહ્યુ: હુર મારી બેં આંગળીઓની દરમીયાન જુઓ. હુરે જોયુ. જવાબ આપ્યો: મારૂ ઘર જોઇ લીધુ. તુબાનો છાયો જોયો.
હઝરત અબ્બાસ(અ.સ.) છેલ્લા શ્ર્વાસે પોતાના મૌલાને કેહતા રહ્યા: હવે રૂહ ખુલ્દે બરી તરફ જઇ રહી છે. આકા હવે નીંદ ખાદીમની પાસે આવી રહી છે.
સવાલ: આ તો શાયરના ખયાલો પણ હોઇ શકે છે.
જવાબ: વિચાર કર અક્કલ ૧૩ વરસના કાસિમ (અ.સ.)ના આ જુમ્લા
અગર આપણે હક પર છીએ તો મૌત મધથી વધારે મીઠી છે. આ શાયરોના વિચારો નથી પરંતુ ક્ષિતિજના દરેક ખુણામાંથી આવાજે હક બનીને ઉઠી રહી છે અને જેને શાયરીની સર્જન કહો છો, સર્જન નથી પરંતુ અશ્આરના સાંચામાં ઢળેલી હકીકતનુ દિલને બાળી નાખનારૂ બયાન છે.
ખુલાસો:
અલબત્ત આ દુનિયાની ઉમ્ર છે. જે હંમેશની ખબર આપે છે. આ જ દુનિયામાં દરેક પગલે પરીક્ષા છે. દરેક હોઠોની હરકત પર અને દરેક સ્વરૂપમાં પરીક્ષા છે. બલ્કે દરેક પળ સખ્તીઓ લઇને ઉભા છે. એટલા માટે કે ઇસ્લામ ઇલાહી રિસાલતનો આખરી દીન છે. જેણે ચારે બાજુથી નહી પરંતુ દરેક તરફથી શૈતાની ખયાલોના પાથરેલા જાળોને ચેલેન્જ કરી અને તેને તોડી નાખી. તે આ દુનિયાથી સફળ અને કામ્યાબ પસાર થયો (હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)નો એ જુમ્લો જે શહાદતના સમયે કહ્યો યાદ કરો. કાબાના રબની કસમ હું કામ્યાબ થયો) હદીસે કિસામાં આ કામ્યાબીનો ઝિક્ર દિલનશીન છે.
શૈતાન કયાં સુધી ચુપ રહીને બેસવાવાળો હતો. તેણે પણ પોતાના પગો ફેલાવવાનું શરૂ કર્યુ. હુકુમતો, રાજકારણ અને ઝુલ્મનો સોદો લઇને ઇસ્લામની સામે આવી ગઇ. અલ્લાહ તઆલાએ અવસીયાઓને દીનના હાફિઝ ગણાવ્યા. ૩૨૯ વરસ પછી પોતાના આખરી મુહાફિઝને ગૈબતમાં રાખીને હિદાયતની મસ્નદને ભવ્ય રીતે ઉજાગર કરી અને
ઇન્નશ્ શૈતાન લકુમ અદુવ્વુમ્મોબીન
“બેશક શૈતાન તમારો સ્પષ્ટ દુશ્મન છે
અને
બકીય્યતુલ્લાહે ખૈરૂલ્લકુમ ઇન કુન્તુમ મોઅમેનીન
“બકીય્યતુલ્લાહ તમારા માટે ખૈર છે અગર તમે મોઅમીન છો
તેના તરફ મોતવજ્જેહ રહો.
વઅ્બોદુની હાઝા સેરાતીમ્મુસ્તકીમ
“મારી ઇબાદત કરો, આ જ સીધો રસ્તો છે
બધા અલ્લાહની તરફથી આવ્યા છે અને અલ્લાહની તરફ જ પાછા જાશે. ખત્મ થઇ જાશો એમ નથી કીધુ પરંતુ કહ્યુ કે જાશો.
હવે જેમ ઝમાનાઓ પસાર થતા ગયા અને સમયના યુગોનો ચરખો ચાલતો રહ્યો. શૈતાને પોતાના તમામ હથિયારો અજમાવવાનુ શરૂ કરી દીધુ. મુર્તિઓથી ભરેલી બેશુમાર ઇબાદતગાહો રોશનીથી જગમગાવા લાગી. વિચાર સ્વાંત્રયએ શરીઅતની હદોની સરહદોને તોડી નાખી. આર્થીક પાયમાલીએ રવાદારીની અવાજ બુલંદ કરી. ખુદાના ખાસ બંદાઓને રૂઢિચુસ્ત કહીને પરાયાતો ઠીક પણ પોતાના પણ મોઢુ ચઢાવવા લાગ્યા. પૃથ્વી પર ઠેક ઠેકાણે ખુન વહાવવાના કિસ્સાઓ સામાન્ય થઇ ગયા. યહુદીઓએ મસ્જીદે અક્સા પર કબ્ઝો કરી લીધો. બાકી રહેલી અધુરાશ આતંકવાદીઓએ પૂરી કરી નાખી. તાલીબાન જેવી સેંકડો લોહી તરસી તેહરીકોએ જોર પકડી લીધુ. ઇરાકમાં ખબર નથી દરરોજ કેટલા ઘરો ઉજડી રહ્યા છે. કેટલાય બચ્ચા યતીમ થઇ રહ્યા છે. કેટલી બેહનોને ભાઇઓની કબ્ર પણ નથી મળતી. કેટલીયે માઁ ઓ માતમ કરી રહી છે. પરંતુ શું એ જે અલ્લાહના ખલીફા જે તમામ મખ્લુક પર અને તમામ બંદાઓ પર અલ્લાહની તરફથી પહોંચ રાખે છે અને જે અલ્લાહના વલી છે તમામ દુનિયા પર અને તમામ સંબંધિત બાબતો પર ખામોશ બેઠા છે? એવુ નથી અગર એવુ હોત તો તે કૌમ જે તેમની સાથે આશા બાંધીને બેઠી છે તે ખત્મ થઇ ગઇ હોત. ઝમીન પર હજી હરિયાળી છે, ખેતીઓ હરીભરી છે, ખેતરો હર્યા ભર્યા લીલા છમ છે, ઝરણાઓ ફુટી રહ્યા છે, દરિયા કિનારાઓની હદોમાં છે. સમુદ્રો જમીનને ગળી નથી ગયા, પહાડ તુટીને ભુક્કો નથી થયા. આ બધુ એ બુઝુર્ગવારની બરકત છે જે અલ્લાહની તરફથી ગૈબતની ઓટમાંથી બહાર આવશે, જાહેર થશે. ઇમામતના સુરજની કિરણો, મૃત્યુ પામેલી ઝમીનોમાં પણ રૂહ ફુકી દેશે અને આ ઝમીન ફરીથી જીવતી થઇને દરેક ઝાલિમના પગોને જકડી લેશે. ચારે તરફથી થવાવાળા હુમલાઓને રગદોળી નાખશે. બધી નિશાનીઓ જાહેર થઇ રહી છે. કુર્આન સહારો આપી રહ્યુ છે:
યરવનહુમ બઇદ વ નરાહો કરીબન
શું કુર્આન જે અલ્લાહના કલામ છે આપણને સહારો દેવાથી હાથ ઉપાડી લીધો છે? નહીં તેણે સાફ શબ્દોમાં કહ્યું: આ ઝમીનના વારિસ અમારા એ બંદાઓ હશે જે આ દુનિયામાં કમઝોર કરી દેવામાં આવ્યા છે. (મુરાદ હઝરત હુજ્જત (અ.સ.) છે.)
વાત આ દુનિયાની જીંદગીના અમૂક દિવસોની ચાલી રહી હતી. જે હંમેશની જીદગીની શરૂઆત છે. જેની ઇચ્છા ફિતરતના રેસા રેસામાં વસેલી છે. આથી ઇલાહી અદાલતનો તકાઝો છે કે તે ઇન્સાનને હંમેશની જીંદગી આપે અને નાબુદ ન થવા દેય પરંતુ ઇલાહી અદાલતનો તકાઝો એ પણ છે કે તેઓ કે જે ઇમ્તેહાનમાં કામ્યાબ થશે અને પોતાના ઇખ્તિયારને ઇલાહી શરીઅતની હદોમાં બાકી રાખશે, તેઓ અન્અમ્તના મિસ્દાકે જઝાના હકદાર હશે અને જેણે હવસમાં ગફલતની જીંદગી પસાર કરી પોતાના ખાલીકની નેઅમતોનો ઇન્કાર કરતા મુત્લકુલ અનાની અપનાવશે. તેઓ મગ્ઝુબના મિસ્દાક અસ્હાબુન્નાર હુમ ફીહા ખાલેદુન થશે. બેશક નેક બંદાઓ માટે ખુલ્દે બરી પાલવ પાથરીને તેનો ઇન્તેઝાર કરી રહી છે.
મારા આકા, પર્દામાં રહીને અમારી મદદ કરવાવાળા! ચારે તરફ જાળો પથરાયેલી છે, ખુશ્નુમા દાણાઓ તેના પર લગાડેલા છે, નફસે અમ્મારા તેની તરફ લલચાય છે. મારા મૌલા તેને કાબુમાં રાખવાની તૌફીક આપજે. આ દુનિયામાંથી જ્યારે જઇએ આપનો ખુબસુરત ચેહરો મારી સામે હોય અને ખુલ્દે બરી હાસિલ કરવાની તીવ્ર ઇચ્છાની રાહો તૈયાર હોય. આમીન.
અય મારા મૌલા! મારો ઇશ્ક દિવાનગીની હદે આપને પોકારી રહ્યો છે. આ દિવાનગી જેના પર હઝાર ફરઝાનગી કુર્બાન સવાર-સાંજ આપને શોધી રહી છે. જેવી રીતે એક બેતાબ માઁ પોતાના ખોવાયેલા બાળકની શોધમાં લોકોના મોટા સમૂહમાં બેતાબી પૂર્વક ભાગી રહી હોય. મૌલા આપની લબ્બૈકની અવાજનો મીઠો રસ મારા કાનોમાં ક્યારે ટપકશે. આવાજ આપો મૌલા આપના ચાહવાવાળા હવે દિવાલો પર દીવાનાની જેમ માથુ અથડાવી રહ્યા છે. કદાચ અવાજ આવી રહી છે નમાઝ કાયમ કરો ઇબાદતની રૂહ નમાઝ છે. મારા ઝુહુરમાં જલ્દી થાય એ દુઆ કરો.
નફસ બાદે સબા મશ્ક ફશાં ખ્વાહદ શુદ
આલમ પીર દીગર બાર જવાં ખ્વાહદ શુદ
—૦૦૦—
Comments (0)