યઝીદના દરબારમાં જનાબે ઝયનબ(સ.અ.)નો ખુત્બો

જલીલુલ કદ્ર આલિમ શૈખ તબરસી(ર.અ.) પોતાની અમૂલ્ય કિતાબ ‘અલ એહતેજાજ’ ભાગ-૨, પાના નં. ૩૦૭ ઉપર વર્ણન કરે છે:

જ્યારે અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.) એહલે હરમની સાથે દરબારે યઝીદમાં દાખલ થયા તો તેમને ઇમામ હુસૈન (અ.સ.)ના પવિત્ર સર પાસે લાવવામાં આવ્યા જે એક થાળમાં રાખવામાં આવ્યુ હતુ અને યઝીદ(લ.અ.) તેમના હોઠો પર લાકડીથી મારી રહ્યો હતો અને આ કહી રહ્યો હતો.

લએબત્ હાશેમો બિલ મુલ્કે ફલા

ખબ‚ન જાઅ વ લા વહયુન નઝલ

લય્ત અશ્યાખી બે બદ્રીન શહેદુ

જઝઅલ ખઝ્રજે મિન વક્ઇલ અસલે

લ અહલ્લુ વસ્તહલ્લુ ફરહન

વ લકાલુ યા યઝીદો લા તોશલ

ફ જઝય્નાહુમ બે બદ્રીન મિસ્લહા

વ અકમ્ના મિસ્લ બદ્રીન ફઅતદલ

લસ્તો મિન ખિન્દેફ ઇન્ લમ્ અન્તકીમ્

મીન બની અહમદ મા કાન ફઅલ

બની હાશિમે હુકુમતની સાથે એક રમત રમી હતી, ન તો કોઇ ખબર આવી હતી અને ન કોઇ વહી નાઝિલ થઇ હતી, કાશ બદ્રમાં મરવાવાળા મારા બુઝુર્ગો જોતે અને (ઓહદમાં) ઝખ્મોથી ચૂર ખઝરજના રડતા લોકો, અગર તેઓ અહીં હોતે તો ખુશીથી મારા વખાણ કરતે અને કહેતા હોત, અય યઝીદ તારા હાથ ક્યારેય પણ લકવાગ્રસ્ત ન થાય. અમે તેના ખાનદાનથી બદ્રનો બદલો લીધો અને મારા આ ઇન્તેકામથી બદ્રનો બદલો પૂરો થયો. હું આવુ ન કરત તો હું ખીન્દેફના વંશ માંથી ન હોત, અગર મેં એહમદની ઔલાદથી આ કામોનો બદલો ન લીધો હોત.

જ્યારે જનાબે ઝયનબ(સ.અ.)એ આ જોયુ તો આપ(સ.અ.)એ એક દુ:ખી અને ગમગીન અવાજમાં એવો અવાજ બુલંદ કર્યો કે જેનાથી દિલ કાંપી ઉઠે. ‘યા હુસૈના! યા હબીબ રસુલીલ્લાહ! યબ્ન મક્કા વ મીના! યબ્ન ફાતેમતઝ્ ઝહરાએ સય્યેદતે નેસાઅ! યબ્ન મોહમ્મદીલ મુસ્તફા!

આ દર્દભરી અવાજને સાંભળીને બધા લોકો રડવા લાગ્યા અને યઝીદ(લ.અ.) ચૂપ થઇ ગયો. પછી જનાબે ઝયનબ (સ.અ.) ઉભા થયા અને લોકોને સંબોધન કરીને એક ખુત્બો ઇરશાદ ફરમાવ્યો જેમાં આપ(સ.અ.)એ પોતાના જદ હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ના ફઝાએલને જાહેર કર્યા અને એલાન કર્યુ કે તેમણે પરવરદિગારની રેઝા માટે સબ્ર કરી, નહી કે ડર અને બીકના લીધે પછી અલી(અ.સ.) અને ફાતેમા (સ.અ.)ની દુખ્તરની અવાજ ગુંજી ઉઠી: ‘અલ્ હમ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન વસ્સલાતો અલા જદ્દી સય્યેદીલ મુરસલીન સદકલ્લાહો સુબ્હાનહુ કઝાલેક યકુલો

સુમ્મ કાન આકેબતલ્લઝીન અસાઉસ્સુઅ અન્ કઝ્ઝબુ બે આયાતીલ્લાહે વ કાનુ બેહા યસ્તહઝેઉન

(સુરે ‚મ, આયત નંબર: ૧૦)

‘તમામ વખાણ અલ્લાહના માટે છે જે તમામ કાએનાતનો પરવરદિગાર છે અને દુ‚દો સલામ થાય મારા જદ્દે બુઝુર્ગવાર અને સૈય્યેદુલ મુરસલીન પર બેશક અલ્લાહ સુબ્હાનહુએ સાચુ ફરમાવ્યું છે.

તેના પછી બુરાઇ કરવાવાળાઓનો અંજામ બુરો થયો કે તેઓએ ખુદાની નિશાનીઓને જુઠલાવી દીધી અને તેની મજાક ઉડાવતા રહ્યા.

(સુરે ‚મ, આયત નંબર: ૧૦)

અય યઝીદ! શું તુ એમ વિચારે છે કે ઝમીન અને આસ્માનના તમામ રસ્તાઓ અમારી ઉપર બંધ કરીને અને નબુવ્વતના ખાનદાનને મામુલી કૈદીઓની જેમ દર બદર ફેરવીને, ખુદાની બારગાહમાં અમા‚ જે મકામ હતુ તેમાં કોઇ ઘટાડો થઇ ગયો અને શું તુ મોટો ઇઝ્ઝતદાર બની ગયો? અને પછી તુ આ ખોટા ખ્યાલનો ભોગ બનેલ છે કે એ મુસીબતો જે અમારે તારા હાથે સહન કરવી પડી તેનાથી તારી ઇઝ્ઝતમાં કોઇ વધારો થઇ ગયો અને કદાચ આ ગેર સમજણના લીધે તા‚ નાક વધારે ચડી ગયુ છે અને અભિમાનના લીધે તુ તારા ખભાઓને ઉંચા કરવા લાગ્યો છે. હાં! એમ વિચારીને તુ ખુશીથી ફુલાતો સમાતો નથી કે તારી સરમુખ્તયારી હુકૂમતની હદો બહુજ ફેલાઇ ચૂકી છે અને તારી સલ્તનતની નોકરશાહી બહુજ મજબુત છે, શું તુ એમ સમજી બેઠો છે કે અમારા રાજ્યમાં તને કોઇ પણ ખતરા વગર ફેલાઇ -ફેલાઇને ઇત્મીનાનથી પોતાનો હુકમ ચલાવવા અને મનમાની કરવાનો મૌકો મળ્યો છે. અટકી જા યઝીદ અટકી જા. એક-બે શ્ર્વાસ હજુ લઇ લે. શું તું અલ્લાહ અઝ્ઝ વ જલ્લનો આ કૌલ ભૂલી ગયો છે.

વ લા યહ્સબન્નલ્લઝીન કફ‚ અન્નમા નુમ્લી લહુમ્ ખય્‚ન લે અન્ફોસેહીમ ઇન્નમા નુમ્લી લહુમ્ લે યઝ્દાદુ ઇસ્મન વ લહુમ્ અઝાબુન મોહીન

અને ખબરદાર આ કાફીરો એમ ન સમજી લે કે અમે જેટલી મોહલત આપી રહ્યા છીએ તે તેના હકમાં કોલ ભલાઇ છે. અમે તો ફક્ત એટલા માટે મોહલત આપી રહ્હ્યા છીએ કે જેટલા ગુનાહ કરી શકે તેટલા કરી લે અને તેઓના માટે ઝીલ્લત ભર્યો અઝાબ છે

(સુરે આલે ઇમરાન, આયત નંબર: ૧૭૮)

અય અમારા આઝાદ કરાયેલા ગુલામોની અવલાદ! શું આ જ ઇન્સાફ છે કે તે તારી ઔરતો અને કનીઝોને સુધ્ધા પણ પરદામાં બેસાડી રાખ્યા છે અને નબીની દુખ્તરોની ચાદરો છીનવી લીધી? તેમની હુરમતને તે પાયમાલ કરી નાખી? તેમના દુશ્મન તેમને બેપર્દા, ખુલ્લા માથે એક શહેરથી બીજા શહેર લઇ જાય છે? ત્યાં સુધી કે શહેરો અને ગામડાઓના રહેવાસીઓ તેમને જુએ છે, દૂર અને નજદીકના લોકોએ તેમનો તમાશો બનાવી દીધો છે. ઝલીલ અને શરીફ લોકો તેમના તરફ નજરો ઉંચી કરીને જોવે છે. તેઓની હાલત એવી છે કે જાણે તેમના મર્દો તેમની સરપરસ્તી માટે મૌજુદ નથી અને ન તો તેઓ મદદગાર પામે છે. આ અલ્લાહથી બગાવત છે, રસુલે ખુદા(સ.અ.વ.)ની વિ‚ધ્ધ એલાને જંગ છે અને જે કાંઇ આપ(સ.અ.વ.) ખુદાની બારગાહમાંથી લાવ્યા હતા, તેની મુખાલેફત છે. આ કાંઇ આશ્ર્ચર્યની વાત નથી અને એવા શખ્સથી દયા અને મહેરબાનીની આશા શું કરી શકાય જે તેની ઔલાદ હોય કે જેણે ઇસ્લામના પાકીઝા શહીદોના કલેજાને ચાવવું પસંદ કર્યુ કે જેમનું ગોશ્ત નેકુકાર લોકોના ખુનથી બન્યું હોય, જે નબીઓના સરદાર(સ.અ.વ.)થી દુશ્મની રાખતા હોય, જે લોકોને ભેગા કરતો હોય અને નફરતને ફેલાવતો હોય, જેણે રસુલુલ્લાહ(સ.અ.વ.)ના નૂરાની ચહેરા પર તલવાર ચલાવી હોય, જે અરબોમાં અલ્લાહનો સૌથી સખ્ત તરીન વિરોધી હોય, અલ્લાહના રસુલ (સ.અ.વ.)નો સૌથી મોટો મુન્કીર હોય, જેણે ખુલ્લમ ખુલ્લા તેમની વિ‚ધ્ધ દુશ્મનીનુ એલાન કર્યુ હોય અનેે ખુદાવંદે આલમની નજરમાં સૌથી મોટો કાફીર અને બગાવત કરનાર હોય?

આ જાણી લે (અય યઝીદ)! આ કુફ્રનું પરિણામ છે. આ જંગે બદ્રમાં તારા બાપ-દાદાઓની હારની એ છિપકલી (ગરોળી) છે જે તારા દિલમાં ફરી રહી છે? પછી એ શખ્સ કેવી રીતે અમો એહલેબૈત(અ.મુ.સ.)થી પોતાની દુશ્મની ઓછી કરી શકે, જેણે હંમેશા અમારી ઉપર નફરત અને દુશ્મનાવટ અને કીનાની નજર નાખી હોય, જે રસુલે ખુદા (સ.અ.વ.)નો ઇન્કાર કરતો હોય, તેને બેશરમીની સાથે બયાન કરતો હોય, અને તેમના ફરઝંદ અને તેમની ઝુર્રીયતના બચ્ચાઓને કત્લ કરીને ખુશી જાહેર કરતો પોતાના પૂર્વજોને આ કહે:

અગર તેઓ અહીં હોતે તો ખુશીના લીધે મારા વખાણ કરત અને કહેતા હોત કે અય યઝીદ તારા હાથને ક્યારેય લકવો ન થાય.

હવે તું અબા અબ્દીલ્લાહ (હુસૈન અ.સ.)ના હોઠો તરફ આગળ વધી રહ્યો છે. એ હોઠ કે જેનો બોસો રસુલે ખુદા (સ.અ.વ.) લેતા હતા, તું એના પર લાકડી મારી રહ્યો છે? ચોક્કસ આ હોઠ એમની ખુશીનો સબબ હતા.

હું કસમ ખાઉ છું કે જન્નતના જવાનોના સરદાર, અરબના સરદારના ફરઝંદ, આલે અબ્દુલ મુત્તલીબના સુરજનું ખુન વહાવીને તે ઝખ્મી કર્યા છે, તે બરબાદ કર્યા છે અને તારા બાપ-દાદાનો બદલો લીધો છે. તેમનું ખુન વહાવીને તે તારા પૂર્વજોના કાફિરોથી નજદીકી મેળવી છે અને વળી તે તારી અવાજને ઉંચી કરી છે.

હું કસમ ખાઉ છું, બેશક તે અવાજ આપી છે કે અગર તેઓ તને જોતે તો નજીકમાં જ તુ તેને જોશે અને તે તને જોશે અને તુ એમ ચાહીશ કે કાશ તારા હાથને લકવો થઇ જાત અને તુ એ ઇચ્છા કરીશ કે કાશ તારી મા એ તને પોતાના પેટમાં ન રાખ્યો હોત અને કાશ તારા બાપે તને પૈદા જ ન કર્યો હોત. જ્યારે તું અલ્લાહના ગુસ્સા તરફ આગળ વધ્યો છે, ત્યારે તારી અને તારા બાપની સામે રસુલુલ્લાહ(સ.અ.વ.) હશે.

પરવરદિગાર! આ લોકો પાસેથી અમારો હક વસુલ કર! આ ઝાલિમોથી અમારો બદલો લે! તુ એના પર તારો અઝાબ નાઝિલ કર જેણે અમા‚ ખુન વહાવ્યું છે, જેણે અમારા હકને પામાલ કર્યો, અમારી મદદ કરવાવાળાઓને કત્લ કર્યા અને અમને બેપર્દા કર્યા. તે જે કર્યુ તે કર્યુ (અય યઝીદ! તારા આ અઝીમ ગુનાહથી) તે પોતે તારી પોતાની ચાકડી ખેંચી છે, તે પોતે તારા હાથો વડે તારા ગોશ્તના ટુકડે ટુકડા કરી દીધા. બહુ જ જલ્દી એ સમય આવવાવાળો છે કે તને ખુબ જ ઝીલ્લત અને ‚સ્વાઇની હાલતમાં રસુલે ખુદા(સ.અ.વ.)નો સામનો કરવો પડશે. એ હાલતમાં કે તારી ગરદન પર તેમની ઝુર્રીયતનું ખુન હશે અને તેમની હુરમતને તુએ પાયમાલ કરવા, એમની ઇતરતનું ખુન વહાવવા અને તેમના ગોશ્તને ટુકડે ટુકડા કરવાનો અઝાબ તું તારી ગરદન પર રાખતો હશે. પછી જોજે કેવી રીતે અલ્લાહ રીસાલતના બગીચાના ફુલોને ભેગા કરશે, કેવી રીતે તેમની હાલતને બેહતર બનાવશે અને કેવી રીતે ઝુલ્મો-જોર કરવાવાળા બાગીઓથી અમને અમારો હક અપાવશે એ ખલ્લાકે આલમનું ફરમાન છે:

વ લા તહ્સબન્નલ્લઝીન કોતેલુ ફી સબીલીલ્લાહે અમ્વાતા બલ્ અહ્યાઉન ઇન્દ રબ્બેહીમ્ યુર્ઝકુન ફરેહીન બેમા આતાહોમુલ્લાહો મિન્ ફઝ્લેહી

અને ખબરદાર! રાહે ખુદામાં કત્લ થવાવાળાઓને મુરદા સમજશો નહિ. તેઓ જીવતા છે અને પોતાના પરવરદિગારની તરફથી રિઝ્ક મેળવી રહ્યા છે. ખુદાના તરફથી મળવાવાળા ફઝ્લો કૃપાથી તેઓ ખુશ છે

(સુરે આલે ઇમરાન, આયત: ૧૬૯-૧૭૦)

તારા માટે બસ એટલુ જ જાણી લેવુ પુરતુ છે કે અલ્લાહ અમારો વલી છે અને તે જ ફેંસલો કરશે, મોહમ્મદ(સ.અ.વ.) દાવેદાર હશે અને જીબ્રઇલ અમીન મદદગાર હશે અને નજીકમાં જ તે લોકો પોતાનો અંજામ જોઇ લેશે, જેઓએ જમીનને તારા માટે તૈયાર કરી અને તને આ જગ્યા પર પહોંચાડ્યો અને મુસલમાનો પર સત્તાધીશ કર્યો કે

બેઅ્સ લિઝ્ઝાલેમીન બદલા

ઝાલિમો માટે બદ્તરીન બદલો છે

(સુરે કહફ, આયત નંબર: ૫૦)

એ સમયે એ પણ સ્પષ્ટ થઇ જશે કે તમારા લોકોનું (શર્‚ન મકાનન વ અઝલ્લો સબીલા) ‘ઠેકાણુ સૌથી ખરાબ છે અને તે ખુબ જ વધારે ગુમરાહ છે’

(સુરે ફુરકાન, આયત નંબર: ૩૪)

(અય યઝીદ!) જો કે ઝમાનાની મુસીબતોએ મને તારી સાથે વાત કરવા પર મજબુર કરી દીધી છે પરંતુ મારી નજરમાં તું એકદમ હલકો અને ઝલીલ શખ્સ છે. તેં (મારા ભાઇ અને ખાનદાનની મુસીબતમાં) મુસલમાનોની આંખોને રડાવી અને તેમની છાતીઓને ઝખ્મી કરી દીધી.

આ બારામાં તારા મદદગારો ખુબ જ પત્થર દિલ છે. તું બંડખોર લોકો, ખુદાના અઝાબ અને રસુલની લાનતથી ભરેલા શરીરો અને તેમના સમુહોનો સહારો લઇને આગળ વધ્યો, શૈતાને જ્યાં પોતાનુ ઘર બનાવીને રાખ્યુ છે અને ઇંડાઓ રાખે છે.

આશ્ર્ચર્ય છે! ખુબ જ આશ્ર્ચર્ય છે! મુત્તકીન અને અંબિયાના ફરઝંદો, તેમના આઝાદ કરાયેલા ગુલામો વલદુઝ્ઝીના અને ફાજીરોની અવલાદના હાથો વડે કત્લ થયા. અમા‚ લોહી તમારા પંજાઓમાંથી ટપકી રહ્યું છે અને અમા‚ ગોશ્ત તમારા મોઢાઓ માંથી બહાર આવી રહ્યું છે. ઝમીન પર પડેલા આ પાક અને પવિત્ર શરીરોથી વ‚ઓ સરકશી કરી રહ્યા છે અને શિયાળ તેમને માટીમાં મેળવી રહ્યા છે.

અગર તું એવુ વિચારી રહ્યો છે કે આજે તે ગનીમત મેળવી લીધી છે અને ફાયદો હાસિલ કરી લીધો છે, તો ખુબ જ જલ્દી તું નુકશાન ઉઠાવીશ. એ સમયે તારા હાથોમાં એ જ આવશે જે તું પેહલા મોકલી ચુક્યો છે અને ખુદાવંદે આલમ ક્યારેય પણ પોતાના બંદાઓ પર ઝુલ્મ નથી કરતો. અમે ખુદાથી ફરિયાદ કરીએ છીએ અને તેના પર ભરોસો કરીએ છીએ. તું જે કાઇ ચાલબાજી કરવા ચાહે છે તો કરી લે અને જે કોશિશો કરવા ચાહે તે કરી લે.

કસમ છે મને એ પરવરદિગારની જેણે અમને વહ્ય અને કિતાબ (કુર્આન), નબુવ્વત અને પોતાના ખાસ બંદા હોવાનો શરફ અતા કર્યો. તું અમારા મરતબાને પામી નથી શકતો, અમારી ઇન્તેહા સુધી નથી પહોંચી શક્તો, અમારા ઝિક્રને મીટાવી નથી શક્તો અને તે જે અમને બેપર્દા કર્યા છે (એ ગુનાહથી) તું તારા હાથ ધોઇ નથી શક્તો.

યઝીદ! તારી ફિક્ર કાંઇ નથી સિવાય બદગુમાની. તારી જીંદગીમાં બસ થોડા દિવસો બાકી રહી ગયા છે. તારી વિશાળતાનો અંત આવવાનો છે અને એ દિવસ નજદીક છે જ્યારે મુનાદિ નિદા આપશે ‘ઝાલિમ અને સરકશી કરવાવાળા પર લાનત છે’

હમ્દ અને શુક્ર છે એ પરવરદિગારના માટે કે જે દુનિયાઓનો પાલનહાર છે! જેણે પોતાના અવલીયા માટે ખુશનસીબીનો હુકમ દીધો અને પોતાના અવસીયા માટે તેમની ઇચ્છાઓ સુધી પહોંચને સંપૂર્ણ બનાવી. તેઓને પોતાની રેહમત, બુલંદી, રેઝા અને મગ્ફેરતની તરફ લઇ ગયા અને તેમના થકી (અય યઝીદ) તારી સિવાય કોઇ બદબખ્ત નથી બન્યુ અને અઝાબમાં ગિરફતાર નથી થયું.

અમે અલ્લાહની બારગાહમાં દરખ્વાસ્ત કરીએ છીએ કે તેઓને (કરબલાના શહીદોને) સંપૂર્ણ બદલો આપે, તેમના સવાબને પુષ્કળ અને તેમના વારિસો અને જાનશીનોને પોતાના હુસ્નો કરમથી નવાઝિશ કરે. ચોક્કસ તે જ રહેમ કરવાવાળો અને મોહબ્બત કરવાવાળો છે.

ખુલાસો:

પયગમ્બર(સ.)ના એહલેબૈત(અ.મુ.સ.)એ શખ્સીયતો છે જેમના કમાલાતને ઇન્સાનીયત પામી નથી શક્તી. જંગના મૈદાનમાં જ્યારે ઇસ્લામ પર મુશ્કેલી આવી પડી તો અલી (અ.સ.) અને અવલાદે અલી(અ.સ.)એ સહારો આપ્યો. પરંતુ રસુલ(સ.અ.વ.) પછી આ જ એ અલી(અ.સ.) હતા જેમણે સરવરે કાએનાતની વસીય્યત પર અમલ કરતા પોતાનો હક છીનવાઇ જવા પર એક મહાન સબ્રને વ્યક્ત કર્યુ. એવી જ રીતે મેદાને કરબલામાં જ્યારે ખુદાવંદે આલમે દુનિયાની સામે સબ્રની ઇન્તેહાનું એક મહાન ઉદાહરણ કાયમ કરવા ચાહ્યું તો ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની અને પોતાના અસ્હાબની કુરબાનીઓ થકી ખુદાના મકસદને પુરો કર્યો, પરંતુ કરબલાના બનાવ પછી જ્યારે અલ્લાહના મકસદ અને ઇલાહી પૈગામને નજાત દેવડાવવાવાળા હુસૈન(અ.સ.)ની શહાદતને યઝીદની બયઅતની સામે બગાવતનું નામ આપી રજુ કરવામાં આવી ત્યારે ફસાહત અને બલાગત તથા ખિતાબતના અમીર, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ની દુખ્તરના આ ખુત્બામાં હૈદરી અંદાજની ગરજએ એ વાતને સાબિત કરી દીધી કે ઝુલ્મ અને ઝાલિમને બેનકાબ કરવું એ ખાનદાને ઇસ્મતો તહારતની રવિશ છે.

ખુદાયા! તને એહલે હરમની બેપર્દગીનો વાસ્તો, ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેવાવાળા હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ના પુરનુર ઝુહુરમાં જલ્દી ફરમાવ. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *