જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની વફાતની તારીખ અને તેમની મઝાર
સાનીએ ઝહરા(સ.અ.), શરીકતે કારે ઇમામતે સૈયદુશ્ શોહદા(અ.સ.), મુશીરે હઝરત ઝૈનુલ એબા(અ.સ.), બાનીએ અઝા, મુહાફિઝે શરીઅતે ગર્રા(ડુબી યયેલ), વારિસે હૈદર વ જઅ્ફર, ખ્વાહરે અબ્બાસ વ અકીલ, અમ્મુએ (ફુફીએ) અકબરો અસગર, માદરે ગિરામીએ ઔન વ મોહમ્મદ, ઉમ્મુલ મસાએબ હઝરત ઝૈનબે કુબરા સલામુલ્લાહે અલય્હાની જીંદગીનો એ સમય આવી પહોંચ્યો, જ્યારે તેઓ દુનિયાના તમામ મસાએબને સહન કરીને, એવા મસાએબ અને દુ:ખો કે જેને ન તો જમીન સહન કરી શકતી હતી, ન આસમાન ન પહાડોમાં તાકત હતી ન સમંદરોમાં એટલી વિશાળતા (સહનશક્તિ) હતી. આટલી સખ્ત મુસીબતો સહન કર્યા પછી પણ ઝબાનથી જરા પણ ફરિયાદ ન કરી, બલ્કે હંમેશા શુક્રગુઝાર રહ્યા. જ્યારે ઇબ્ને ઝિયાદ મલ્ઉને જનાબે ઝયનબ(સ.અ.)ને પુછ્યુ કે: આપના ઘરના લોકો સાથે જે બન્યુ તે કેવુ લાગ્યું? આપ(સ.અ.)એ ફરમાવ્યું:
“મા રઅય્તો ઇલ્લા જમીલા
“હું તો આને બસ નેક જોઇ રહી છું
“અમુક લોકોના માટે ખુદાએ શહાદત મુકર્રર કરી હતી, તેઓ તેમની મંઝિલે પહોંચી ગયા છે. ખુદા તને અને તેઓને મયદાને કયામતમાં એકઠા કરશે. ત્યાં ચર્ચા થશે. ત્યાં મુકદ્દમાનો ફેંસલો થશે. એ દિવસે તુ જોજે કે કોણ સફળ થાય છે. અય ઇબ્ને મરજાનહ! તારી માઁ ગમઝદા થાય
જ્યારે જવાબદારી પૂર્ણ થઇ ગઇ, લોકો સુધી હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના વફાદાર અસ્હાબની શહાદતની ખબર આમ થઇ ગઇ. કુફા, શામ, કરબલા અને મદીનામાં સફે અઝા બિછાવવામાં આવી, અઝાદારીની બુનિયાદ મજબુત થઇ ગઇ, મલક અને મલકૂતના પરવરદિગારથી મુલાકાતનો સમય આવી પહોંચ્યો, તેમના પવિત્ર બાપ-દાદાઓ અને ભાઇઓથી અર્શે આઅલા પર મુલાકાતનો નિશ્ર્ચીત સમય આવી પહોંચ્યો. મસાએબ અને પીડાથી ચૂર-ચૂર, છતા ઇરાદામાં તૂર પહાડની જેમ મજબુત હાલતમાં, હઝરતે ઝયનબે કુબરા(સ.અ.)ની મુકદ્દસ હ, ખુદાની બારગાહના મુકદ્દસ ફરિશ્તાઓના ઝરીએ રફીકે આઅલામાં એહલેબૈતે નુબુવ્વત અને રિસાલતની મજલિસમાં જઇ પહોંચી. આ એક અલગ મુદ્દો છે કે જ્યારે જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની પવિત્ર હ પંજેતને પાકની બારગાહમાં પહોંચી હશે અને નાના, માતા, પિતા અને ભાઇઓએ જ્યારે તેમની તકલીફો વિશે પુછ્યુ હશે અને જનાબે ઝયનબ(સ.અ.) ની ઝબાની બયાન થયા હશે, ત્યારે કેવી કયામત બરપા થઇ હશે?
જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની વફાતની તારીખ વિશે અમુક અકવાલ છે. એક સવાલ સામાન્ય રીતે કરવામાં આવે છે કે વિલાદત અને વફાતની તારીખોમાં ઇખ્તેલાફ શા માટે જોવા મળે છે? તો તેનુ કારણ એ છે કે:
(૧) જે રીતે હાલમાં વિલાદત અને વફાતની તારીખ રજિસ્ટર્ડ (નોંધણી) કરાવવામાં આવે છે, તે ઝમાનામાં એ પ્રકારનો કોઇ રિવાજ ન હતો. જે દિવસ કોઇના જન્મ કે મરણની ખબર આપવામાં આવતી, તે દિવસને જ જન્મ અથવા મરણનો દિવસ ગણી લેવામાં આવતો. શક્ય છે કે જન્મ અથવા મરણ આ પહેલા થઇ ચૂક્યા હોય.
(૨) એ સમયે ચોમેર દુશ્મનાને એહલેબૈત(અ.મુ.સ.) ની હુકુમત હતી. એહલેબૈત(અ.મુ.સ.)થી સંબંધીત વાતો વર્ણવવા પર સખ્ત પાબંદી હતી. બલ્કે તેમ કરવા પર સખ્ત સઝા કરવામાં આવતી. હુકુમતના પરવરદા (પરવરિશ પામેલા) મજબુરીના લીધે આ વાતને વર્ણવતા હતા, તો સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં સાચી વાત નક્લ ન થતી.
(૩) એહલેબૈત(અ.મુ.સ.)ના ખાનદાનના લોકોની વફાત (શહાદત) મોટા ભાગે ઝાલિમોના ઝુલ્મના લીધે થઇ હતી. વફાતની ખબર વર્ણવવામાં ઝાલિમના ઝુલ્મનો ઉલ્લેખ થતો હોવાથી વફાત વિગેરે વાતોને સામાન્ય રીતે વર્ણવવામાં ન આવતી.
(૪) આટલી સખ્તીઓ અને પાબંદીઓ હોવા છતા એહલેબૈત(અ.મુ.સ.)ના ફઝાએલ અને મનાકિબ તેમજ તેનાથી વધારે મુસીબતોનું કિતાબોમાં વર્ણન થવુ અને વિલાદત તેમજ વફાતની તારીખોનું બાકી રહેવુ તે કોઇ મોઅજીઝાથી ઓછી વાત નથી.
જનાબે ઝયનબ(સ.અ.)ની વફાતનું વર્ણન બે તારીખોમાં થએલ છે. અરબી કિતાબોમાં અને હઝરત આયતુલ્લાહ સિસ્તાની (મદ ઝીલ્લોહુલ આલી)ના દફતરથી પ્રકાશિત થતા ‘તકવીમ’માં અને ઇસ્લાહની તકવીમમાં ૧૫ માહે રજબ હિ.સ. ૬૩ અથવા હિ.સ. ૬૫ નું વર્ણન કરવામાં આવ્યુ છે.જ્યારે કે ઇસ્લાહે એક કૌલ ૬ જમાદિઉલ અવ્વલ હિ.સ. ૬૫ ને પણ નકલ કરેલ છે. તેમજ ખોજા હઝરાત તરફથી પ્રકાશિત થતા કેલેન્ડરમાં ૧૬ ઝિલ્હજ્જ પણ નકલ કરવામાં આવેલ છે. બહરહાલ તારીખે વફાતમાં ઇખ્તેલાફ એ મૂળ વફાત અને તેની એહમીયત ઉપર અસર નથી પાડી શકતી. આ દિવસ ખૂબજ મુસીબતનો દિવસ છે.
જનાબે ઝયનબ(સ.અ.)ની વફાતના દિવસ પર ઇમામે ઝમાના(અ.સ.)નુ દન:
“ખસાઇસે ઝયનબીયહ ના સંકલન કર્તા આયતુલ્લાહ સૈયદ નુલ્લાહ જઝાએરીએ કિતાબ “અલ કિબ્રીયતુલ અહમર માં જનાબ શૈખ મોહમ્મદ બાકિર નાઇનીના ઝરીએ આ વાકેઓ નક્લ કર્યો છે:
“જ્યારે હું નજફે અશ્રફના હૌઝે ઇલ્મીયહમાં ઇલ્મ હાંસિલ કરી રહ્યો હતો, ત્યારે મેં એક મુત્તકી અને પારસા (પરહેઝગાર) સૈયદને જોયા કે જેમને લખતા-વાંચતા નહોતુ આવડતુ. એક દિવસ તેમણે હઝરત અમીલ મોઅમેનીન (અ.સ.)ના હરમમાં ઝિયારતના દરમ્યાન એક તુર્કી ઝાએરને જોયો કે જે હરમના એક ખૂણામાં કુર્આને કરીમની તિલાવતમાં મશ્ગુલ હતો. આ દ્રશ્ય જોઇને તે પરહેઝગાર સૈયદ ઉપર ખૂબ જ અસર થઇ. પોતાના દિલમાં જ તેમણે કહ્યુ: આ તુર્કી આટલી સારી રીતે કુર્આને કરીમની તિલાવત કરી રહ્યો છે અને આ તો તારા જદ્દ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની કિતાબ છે અને તુ આ કિતાબની તિલાવતથી મહમ છે. ત્યાર બાદ તેઓ દિવસના અમુક ભાગમાં ઝાએરીનને પાણી પીવડાવવામાં પસાર કરતા હતા અને થોડો સમય લખવા-વાંચવામાં પસાર કરતા હતા. મહેનત કરતા-કરતા એ મંઝિલ સુધી પહોંચી ગયા કે આયતુલ્લાહ મીર્ઝા મોહમ્મદ હસન શિરાઝી (૧૩૧૩) ના દર્સે ખારીજમાં શિરકત કરવા લાગ્યા અને ઇજતેહાદના દરજ્જે પહોંચી ગયા.
આ પરહેઝગાર જલીલ સૈયદનુ બયાન છે કે: “મેં એક વાર સ્વપ્નમાં હઝરત વલીએ અસ્ર સાહેબુઝ્ઝમાન (અ.ત.ફ.શ.)ને જોયા, અત્યંત ગમગીન હતા અને મુબારક આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
હઝરતની ખિદમતમાં હાજર થયો, સલામનો શરફ નસીબ થયો. આ ગમ અને ગિર્યાનુ કારણ પુછ્યુ. આપે ફરમાવ્યું: “આજ મારા ફુફી જનાબે ઝયનબ(સ.અ.)ની વફાતનો દિવસ છે. આજના દિવસે આસમાનમાં મલાએકા જનાબે ઝયનબ(સ.અ.)ની ફર્શે અઝા બીછાવે છે અને જનાબે ઝયનબ(સ.અ.)ના ખુત્બાઓ પઢીને ગિર્યા કરે છે. જ્યાં સુધી હું તેઓને ત્યાં જઇને તસલ્લી (સાંત્વન) નથી આપતો, ત્યાં સુધી તેમના ગિર્યા અને બુકા જારી રહે છે.
(ઝયનબે કુબરા(સ.અ.) સૈયદ અબુલ કાસિમ દીબાજી, પાના નં. ૨૨૦)
આથી ખ્યાલ આવે છે કે હઝરત ઝયનબ(સ.અ.)ની અઝાદારી હઝરત ઇમામે ઝમાના(અ.સ.) અને ફરિશ્તાઓને ખૂબ જ પસંદ છે. આથી આપણે પણ આ દિવસને ખૂબ જ ઇઝ્ઝત અને એહતેરામ તથા ગમ અને રંજની હાલતમાં મનાવવો જોઇએ.
ઓલામાએ જનાબે ઝયનબ(સ.અ.)ની વફાતનુ વર્ષ હિ.સ. ૬૨ લખ્યુ છે. અમુક લોકોએ હિ.સ. ૬૫ પણ લખ્યુ છે. એટલે કે કરબલાના બનાવ પછી એક વર્ષ અથવા ચાર વર્ષ જીવીત રહ્યા. સ્પષ્ટ વાત છે કે જે બહેને વાકએ કરબલાને પોતાની આંખોથી જોયો હોય, દિકરાઓ, ભાઇઓ, ભત્રીજાઓની ટૂકડે ટૂકડા લાશોને બેકફન જોઇ હોય, જેણે સૈયદુશ્શોહદા(અ.સ.)ના ટૂકડે ટૂકડા થએલ જીસ્મને ખાક અને ખૂનમાં આલુદા જોયુ હોય, તેમને કેવી રીતે સુકૂન મળી શકે? જ્યારે કે હજારો વર્ષો વિત્યા પછી પણ ફક્ત સાંભળીને દિલ બેચૈન થઇ જાય છે અને સબ્ર તથા સુકૂન ચાલ્યુ જાય છે. તે ચાહવાવાળી બહેનની શું હાલત થઇ હશે. દરેક સમયે આંખોની સામે કરબલાની તસ્વીર જ રહી હશે. આંખોમાંથી આંસુઓનો સૈલાબ વહેતો હશે. એક ગમના લીધે ઇન્સાન ટૂટી પડે છે, જ્યારે કે અહી તો અઢાર બની હાશીમનો ગમ.
મઝારે મુકદ્દસે હઝરતે ઝયનબે કુબરા(સ.અ.):
જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની મઝાર વિશે ત્રણ પ્રકારના મંતવ્યો છે:
(૧) મદીનાએ મુનવ્વરામાં બકીઅમાં દફન છે.
(૨) મિસ્રના કાહેરા શહેરમાં દફન છે.
(૩) શામના શહેર દમિશ્કથી સાત કિલોમીટરના અંતરે ……. જેને આજ કાલ સત્તે ઝયનબીયા કહેવામાં આવે છે.
પહેલા મંતવ્યની દલીલમાં એમ કહેવામાં આવે છે કે વાકએ કરબલા પછી જ્યારે જનાબે ઝયનબ(સ.અ.) આપના જદ્દ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના શહેર મદીનએ મુનવ્વરામાં પરત આવ્યા ત્યાર બાદ આપ બીજી કોઇ જગ્યાએ ન ગયા. જીંદગીની અંતિમ પળો સુધી એ જ મદીના શહેરમાં રહ્યા.
અગર જનાબે ઝયનબ(સ.અ.)ની કબ્ર મદીનામાં હોતે, તો એહલેબૈત(અ.મુ.સ.)ની રિવાયતોમાં તેનુ જર વર્ણન હોતે અને એહલેબૈત(અ.મુ.સ.)ની અન્ય શખ્સીય્યતોની જેમ તેમની કબ્રનુ પણ જર નામ-નિશાન હોતે. જન્નતુલ બકીઅની મુકદ્દસ કબ્રોમાં તેનુ પણ ચોક્કસ પણે વર્ણન હોતે.
બીજા મંતવ્ય વિશે એ દલીલ બયાન કરે છે કે જ્યારે જનાબે ઝયનબ(સ.અ.) મદીના પરત આવ્યા તો તેઓ સતત હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબ અને યઝીદ મલઉનના ઝુલ્મોને બયાન કરતા હતા. જેના લીધે સામાન્ય લોકોમાં યઝીદના વિધ્ધ ગુસ્સો અને બદલાની લાગણી વધતી હતી. મદીનાના ગવર્નર અમ્ર બીન સઅ્દ અલ અશ્દકે યઝીદ(લ.અ.)ને આ સ્થિતિથી માહિતગાર કર્યો. યઝીદે જવાબમાં લખ્યુ કે: તેમના અને લોકોના દરમ્યાન જુદાઇ કરી દો અને તેમને મદીનાથી કોઇ બીજા શહેરમાં રવાના કરી દો. જ્યારે જનાબે ઝયનબ(સ.અ.) પર તે સમયની હુકુમતનો દબાવ ખૂબ જ વધી ગયો અને મદીનામાં જીવવુ અસહ્ય થઇ ગયુ તો આપ મિસ્ર ચાલ્યા ગયા અને ત્યાં જ આપની વફાત થઇ. ત્યાના લોકોએ આપનો ખૂબ જ એહતેરામ કર્યો અને આપની વસીય્યત મુજબ મસ્જીદે જામેઅમાં નમાઝે જનાઝા પછી આપને આપના ઘરમાં દફન કરી દેવામાં આવ્યા.
આ વિશે ફક્ત એટલુ જ કેહવુ છે કે કોઇ પણ ભરોસાપાત્ર તારીખમાં મિસ્રમાં જનાબે ઝયનબ(સ.અ.)ની કબ્રનુ વર્ણન નથી. કાહેરામાં જે મઝાર છે તે જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની નથી. બલ્કે ઝયનબ બિન્તે યહ્યા અલ મુતવ્વજ ઇબ્નીલ હસન અલ અન્વર બીન ઝૈદ બીન હસન બીન અલી બીન અબી તાલિબ(અ.સ.)ની કબ્ર છે.
આ સિવાય આ મશ્હૂર ઇતિહાસકાર ઇબ્નુલ અન્સારીએ “અલ કવાકેબુસ સય્યારહ નામની કિતાબમાં મિસ્રના મશ્હૂર મઝારાતનુ વર્ણન કર્યુ છે. તેમાં જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ના મઝારનુ કોઇ વર્ણન નથી. જ્યારે કે ઝયનબ નામની ૧૧ ખવાતીનના મઝારનુ વર્ણન છે. આથી અગર જનાબે ઝયનબ(સ.અ.)ની મઝાર મિસ્રના કાહેરહ શહેરમાં હોતે તો તેનો જર ઉલ્લેખ હોતે.
ત્રીજા મંતવ્ય વિશે દલીલ બયાન કરીએ છીએ. એક તો આ મઝારનો પ્રાચિન ઇતિહાસ છે. બીજુ કે હઝરત ઇમામ હસને મુજતબા(અ.સ.)ના પૌત્રી અને હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)ના પુત્રવધૂ સૈયદા નફીસા બિન્તે હસન બિન ઝૈદ બિન હસન બિન અલી(અ.સ.)એ આ મઝારની ઝિયારત માટે મુસાફરી કરી અને શામ આવીને ઝિયારત કરી.
ત્રીજુ એ કે અસંખ્ય ઇતિહાસકારોએ આ વાકેઓ લખ્યો છે કે જ્યારે ૧૩૦૨ હિ.સ.માં રોઝાનો ગુંબજ ધ્વસ્ત થઇ ગયો, દમિશ્કના હાકિમે વેપારીઓની સહાયથી આ રોઝાની તઅ્મીર (બાંધકામ) શ કર્યુ. આ તઅ્મીર દરમ્યાન એક માનવ કદનો પત્થર નીકળ્યો કે જેના પર આ લખાણ લખેલુ હતુ:
“હાઝા કબ્સ સય્યદતે ઝયનબ બિન્તે અલી બિન અબી તાલિબ…
“આ જનાબે ઝયનબ બિન્તે અલી બિન અબી તાલિબ (અ.સ.)ની કબ્ર છે.
આ જ જગ્યાએ તેમની વફાત થઇ અને તેમની કબ્ર બનાવવામાં આવી, જ્યારે કે આપ બીજી વાર શામ પરત આવ્યા.
(ઝયનબુલ કુબરા, પાના નં. ૨૩૦, અબુલ કાસિમ દીબાજી)
ચોથી વાત એ કે અગર જનાબે ઝયનબે કુબરા(સ.અ.) ની પવિત્ર કબ્ર અને મઝારે મુકદ્દસ શામમાં ન હોતે તો દાઇશ અને વહાબી વિચારધારા ધરાવનારાઓ બોમ્બ વર્ષા ન કરતે. આ દુશ્મનાને એહલેબૈત(અ.મુ.સ.) તેમના જીવન દરમ્યાન પણ તેમને તકલીફ આપતા રહ્યા અને વફાત બાદ તેમના મઝારોને ધ્વસ્ત કરીને પોતાની અંદની દુશ્મનીનો પુરાવો રજુ કરતા રહ્યા છે.
પાંચમી વાત: હઝરત ઇમામે ઝમાના(અ.સ.)નું સમર્થન અને તાકીદ:
મર્હુમ અને મગ્ફુર જનાબ મોહમ્મદ રઝા સક્કાઝાદેહએ પોતાની કિતાબ “ખસાએસુલ ઝયનબીયહ ની પ્રસ્તાવનામાં આ વાકેઓ મર્હુમ આયતુલ્લાહ આકા ઝીયાહ ઇરાકી (તા.સ.) (જેમના શાગિર્દોની સૂચિમાં બુઝુર્ગ મરાજેઅ શામિલ છે) બયાન કરે છે કે એક મર્દે મોઅમીન કતીફ (સઉદી અરબીયહ) થી મશ્હદે મુકદ્દસ હઝરત ઇમામે રેઝા(અ.સ.)ની ઝિયારત માટે જઇ રહ્યો હતો. રસ્તામાં તેનો તમામ માલ ગાએબ થઇ ગયો. તે રણમાં હેરાન-પરેશાન હતો. જ્યારે ચોમેરથી પરેશાનીઓએ ઘેરી લીધો તો વલીએ આલમે ઇમ્કાન હઝરતે ઇમામે ઝમાના(અ.સ.)ની ખિદમતે અકદસમાં ફરિયાદ કરી, ઇસ્તેગાસાહ કરી, તવસ્સુલ કર્યો. એવામાં નૂરાની શખ્સની ઝિયારત નસીબ થઇ. તેમણે એક રકમ આપીને ફરમાવ્યું: આના વડે તુ સામર્રા પહોંચી જશે. સામર્રામાં અમારા વકીલ હાજ મિર્ઝા હસન શિરાઝીની પાસે જજે અને તેમને કહેજે કે: તમારી પાસે અમારા અમુક નાણાકીય હક્ક છે. આપ એટલુ આપી દો કે જેનાથી હું મારા જદ્દ હઝરતે ઇમામે રેઝા(અ.સ.)ની ઝિયારત કરી શકુ.
તે મર્દે મોમિનનું બયાન છે કે તે સમયે હું એટલો પરેશાન હતો કે એ બાબત તરફ ધ્યાન જ ન આપી શકાયુ કે આ સૈયદ કોણ છે? અને ક્યાંથી તશ્રીફ લાવ્યા છે? અલબત્ત મેં તેમને એટલુ તો પુછ્યુ જ કે અગર જ. શિરાઝીએ મને આપના વિશે પુછ્યુ, તો હું શું જવાબ આપુ?
તેમણે ફરમાવ્યું: “તુ જનાબે શિરાઝીને કહેજે કે સૈયદ મહદી છે. તુ અને મુલ્લા અલી કની તહરાની આ વર્ષે ઉનાળામાં શામમાં હતા અને તમે બન્ને મારા ફુફી જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની ઝિયારતથી મુશર્રફ થયા હતા. તે સમયે ત્યાં ઝાએરોનો હુજુમ હતો. ત્યાં ઝવ્વારોએ કબુતરોના માટે ખૂબ જ દાણા નાખ્યા હતા. તે સમયે તમે બન્ને તમારી અબા ઉતારીને હરમમાં ઝાડુ દઇ રહ્યા હતા અને વિખરાએલા દાણાઓને એક ખૂણામાં ભેગા કરી રહ્યા હતા. ત્યાર બાદ મુલ્લા અલી કની તેહરાની પોતાના હાથોથી એ દાણાઓને ઉઠાવીને હરમ બહાર લઇ જઇ રહ્યા હતા. હું ત્યાં ઉભો ઉભો તમો બન્નેને નિહાળી રહ્યો હતો.
કતીફીનો મર્દે મોમીન કહે છે: જ્યારે મેં આયતુલ્લાહ હાજ મિર્ઝા હસન શિરાઝીને આ વાકેઓ બયાન કર્યો, તો તેમના પર એક અજીબ કૈફીયત તારી થઇ ગઇ. મને ગળે લગાવ્યો, મારા કપાળનો બોસો લીધો, મારો એહતેરામ કર્યો અને ખુરાસાન સુધી જવાનો ખર્ચ આપી દીધો.
પછી અમુક દિવસો બાદ તે મોમિનનું તેહરાન જવાનું થયુ અને ત્યાં મુલ્લા અલી કની તેહરાનીથી મુલાકાત થઇ. તેમને પણ આ વાકેઓ બયાન કર્યો. તેમણે પણ આ વાતની તસ્દીક કરી. પણ તેમને એ વાતનો ખૂબ જ અફસોસ હતો કે ઇમામે ઝમાના(અ.સ.)એ મિર્ઝા શિરાઝીના નામે પૈગામ મોકલ્યો અને તેમને આ લાયક ન સમજ્યા.
(ઝયનબુલ કુબરા, પાના નં. ૨૩૧-૨૩૩)
આ સિવાય એ તમામ બનાવો, ઇનાયતો અને કરામતો કે જે જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ના મુકદ્દસ રોઝાથી જાહેર થતી રહે છે તે ખુદ એ વાતની દલીલ છે કે જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની મઝાર શામમાં છે.
ખુદાવંદે આલમ ખૂબ જ જલદી શામ અને બીજા તમામ દેશોને દાઇશ અને તેના જેવા અંતિમવાદી જુથોથી પાક અને સાફ કરે, સંપૂર્ણ રીતે અમ્નો અમાન થાય, દુશ્મનાને એહલેબૈત(અ.મુ.સ.) નિસ્તો નાબુદ થાય. ઝાએરીન માટે રસ્તો સાનુકૂળ થાય. ઝાએરીનોના હુજુમ હોય.
ખુદાયા! દુનિયામાં જનાબે ઝયનબ(સ.અ.) અને એહલેબૈત(અ.મુ.સ.)ની બીજી ઝિયારતગાહોની ઝિયારત નસીબ કર અને મૈદાને કયામતમાં તે બુઝુર્ગવારોની શફાઅત અને તેમની સાથે મહશુર થવાની ખુશનસીબી નસીબ કર… (આમીન)
Comments (0)