ઇસ્લામ માટે સ્ત્રીઓનું યોગદાન
દીને ઇસ્લામની મજબુત આત્મબળ ધરાવનાર પુત્રીઓ, રસુલે ખુદા (સ.અ.વ.) ની કૌમમાં ચારિત્ર્યવાન અને ઇતિહાસ રચનાર ખાતુનો, જનાબે ઝહેરા સલામુલ્લાહે અલયહાના જીવનના માર્ગને અનુસરનાર સ્ત્રીઓ એ છે કે જેમણે ઇતિહાસ તથા વિચારધારાને એક નવો વળાંક અને સંસ્કૃતિને એક નવી દ્રષ્ટિ આપી છે. જેણે માનવીને પોતાના ભૌતિક અને રૂહાની જીવનમાં સપ્રમાણ રીતે બહજ ઝડપી ઉભાર અને ઉંચા ઉડાનની શક્તિ આપી છે. જેના હિસાબોએ ઇલ્મ અને અમલના નવા માર્ગો ખોલ્યા છે.
જે જમાનાથી પુરૂષોએ સ્ત્રીઓને તેની કમજોરી અને નાજુક તબીયત હોવા પછી પણ શહેરોની આધુનિકતા અને પૂર્ણતાના માર્ગોમાં ઝળહળતા દિવાઓ અને પ્રકાશ આપતા મિનારાઓ દેખાડ્યા છે, તે સમયથી જ સ્ત્રીઓ ઉપર જબરદસ્તી અને અત્યાચારનો પથ્થરમારો થતો રહ્યો છે. નહિ તો પ્રાચીન કાળમાં જેને પથ્થર યુગ કહેવામાં આવે છે, ઇતિહાસ સાક્ષી છે કે ખાનદાન અને કબીલાની સરદારી અને આગેવાની સ્ત્રીઓની રહેતી હતી જેના હુકમનું દરેક વ્યક્તિ પાલન કરતી હતી.
ધીરે ધીરે જમીનના ટૂકડા ઉપર વસી રહેલી આ દુનિયા કોમ અને કબીલામાં વહેંચાઇ ગઇ. દેશો અને હુકુમતોએ એકબીજા માટે પોતાની હદો નક્કી કરી લીધી અને ખુદાની શ્રેષ્ઠ નેઅમતોને વિકૃતિ અને વિનાશકારીના માટે નવી નવી શોધના બીબામાં ઢાળી દીધી.
તે પછી સ્ત્રી જેવી સૌંદર્યવાન સર્જનનો સ્વાર્થદ્રષ્ટિએ ઉપયોગ શરૂ થઇ ગયો. સૌથી વધુ ખરાબ, મુસીબતોને તકલીફોથી ભરપૂર જમાનો અરબોના ઇલાકામાં આવ્યો. જ્યાં હદ તો એ થઇ કે અરબો છોકરીઓને જીવતી દાટી દેવામાં પોતાના અત્યાચારી કાર્યો ઉપર અભિમાન કરતા હતા.
ઇસ્લામના સ્થાપક મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહેવઆલેહીએ સ્ત્રીઓના હક્કોના કાયદા કાનુન બનાવ્યા અને પરવરદીગારની સ્નેહ, મહેરબાની, ત્યાગ અને કુરબાનીએ વિનાશમાંથી મુક્તિ અપાવી તો સ્ત્રીઓએ પણ આ એહસાનના બદલામાં ઇસ્લામની આગેકૂચમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પુરૂષો સાથે ખભે ખભો મેળવી ઇતિહાસ સર્જ્યો. સૌથી પહેલા તો આરબોમાં ખાસ કરીને, પુરૂષોમાં તે ઝેર જે કુટુંબ-કબીલાના કારણે હોય અથવા ભાષા અને સમાજના ચડીયાતા હોવાનો એહસાસ જે પ્રાચીન કાળથી તેના લોહી અને રગેરગમાં ભળી ગયો હતો તેને કાઢીને ફેંકી દેવો જરૂરી હતો. પણ આ બિમારીનો ઇલાજ એકી સાથે શક્ય ન હતો. તેથી માનવતાના ચિકિત્સકોએ ખુદાના હબીબ (સ.અ.વ.) એ થોડા એવા સિદ્ધાંતો જાહેર કર્યા જેનો સંબંધ શરીઅત ને ખૈરની વચ્ચે દોસ્તી અને મોહબ્બતના સબંધ બાંધી રહ્યા હતા. ધીરે ધીરે આ ઉચ્ચ હોવાનો એહસાસ અરબોમાં નાશ પામ્યો અને ગુલામી અને કનીઝીનો દૌર પુરો થયો.
રીસાલતના ઉદયથી કરબલાની મહાન ઘટના સુધી માત્ર એકસઠ વરસની મુદ્દતમાં આ બયાનોના પ્રકાશમાં સ્ત્રીઓની કારકિર્દી, તેઓની બહાદુરી, સહનશક્તિ, ઇસ્મત, ચારિત્ર્ય અને પવિત્રતાના જે નવા ગુણો દેખાય છે તેઓનું એક લાંબુ વર્ણન છે અમે થોડી સ્ત્રીઓની ચર્ચાજ ટેકા રૂપે બયાન કરીએ છીએ.
(1) મલિકતુલ અરબ જનાબે ખદીજા સલામુલ્લાહે અલયહા: એક વિવરણ………… ઇસ્લામ ત્રણ ચીજોથી ફેલાયો છે : મોહમ્મદ (સ.અ.વ.) ના અખ્લાક અને ચારિત્ર્ય – ખદીજા (અ.સ.) નો માલ – અલી (અ.સ.) ની તલ્વાર.
(2) જનાબે ઝહરા સલામુલ્લાહે અલયહા : ઇતિહાસ સાક્ષી છે કે આ જ દરવાજા ઉપર મલાએકા આવતા હતા. ક્યારેક દરજી બનીને તો ક્યારેક ફકીર બનીને, ક્યારેક સિતારો ઉતર્યો તો ક્યારેક જન્નતની રોટલીઓ આપ ના દરવાજા પર ઉતરી. આસમાનની અજાયબીઓ અને આશ્ર્વર્યોની એક લાંબી યાદી સૂચિ છે.
(3) જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહા, શુરવીર અને દોરડાથી બંધાએલી શેરદીલ ખાતુને યઝીદના મહેલના દરવાજાઓ અને દિવાલોને હલાવી નાખી.
(4) અસ્માઅ બિન્તે ઉમૈસ : તેણી અબ્દુલલાહ બીન જઅફર અને મોહમ્મદ બીન અબુ બક્ર જેવી ઐતિહાસિક વિભુતિઓ આપી. અને જનાબે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ને ખાલીદ બીન વલીદની કત્લ કરવાની તૈયારીના કાવત્રાની ખબર આપી. જેથી મૌલાએ કાએનાત (અ.સ.) તેના અચાનક અને બુઝદીલી ભર્યા હમલાથી નમાઝના સમયે સુરક્ષિત રહી શકે.
(5) વહબની માતા : પોતાના પુત્રના માથાને દુશ્મનોની તરફ ફેંકીને કહ્યું, ખુદાની રાહમાં આપેલી વસ્તુને હું પાછી નહિ લઉં.
(6) જુનાદહ બીન હારિસની માતા : જુનાદહ બીન હારિસના કતલ પછી પોતાના કમસીન બાળકને લડાઇના મેદાનમાં મોકલ્યો.
(7) મુસ્લિમ બીન અવસજાની પત્ની : તેણીએ પોતાના બાળકને પિતાની શહાદત પછી લડાઇના મેદાનમાં મોકલ્યો.
એક તરફ મમતા અને બીજી તરફ આદર્શ હેતુ – આને શુરવીરતા અને ફરજ પાલન કહે છે.
ડોક્ટર અલી કાએમીના કથન મુજબ :
આ ખાતુનો માટેની આપણી ફરજો જે આપણા સમાજના પાલવમાં ઉછેર પામેલા છે :
*સૌને તકવા અને પરહેઝગારીનું શિક્ષણ અને દીનની તરબીયત આપવી જોઇએ. પરંતુ નિરવ અને નિષ્ક્રીય જીવન માટે નહિ. તે ફુલોનો શો લાભ જે બગીચામાંથી નીકળે તો બેકાર થઇ જાય.
*એવી ચારિત્ર્યવાન અને મુત્તકી સ્ત્રીઓ તૈયાર કરવામાં આવે જે ચારિત્ર્ય અને શરાફતની કાળજી રાખવાની સાથે સાથે જુદા જુદા સામાજિક કાર્યો કરી શકે.
*નવી પેઢીનો ઉમદા ઉછેર – પતિત થએલા સમાજને ઉપર લાવવા માટે પોતાનું – યોગદાન આપે.
યાદ રાખો – અલ્લાહનો વાયદો છે.
اَنِّىْ لَآ اُضِیْعُ عَمَلَ عَامِلٍ مِّنْکُمْ مِّنْ ذَکَرٍ اَوْ اُنْثٰى۰ۚ
અમે તમારા કાર્યોને એળે જવા નહિ દઇશું, પુરૂષ હોય કે સ્ત્રી. (3 : 195)
بَعْضٍ۰ۭ لِلرِّجَالِ نَصِیْبٌ مِّمَّا اکْتَـسَبُوْا۰ۭ وَلِلنِّسَاۗءِ نَصِیْبٌ مِّمَّا اکْتَـسَبْنَ۰ۭ
પુરૂષોને તેઓના કાર્યોનું વળતર – સ્ત્રીઓને તેઓના કાર્યોનો બદલો મળશે. (4 : 32)
Comments (0)