વઝ્કોરૂ નેઅ્મતલ્લાહે . . .
ઉમ્મુલ કિતાબમાં આયતે કરીમાનો આ હિસ્સો દરેક દ્રષ્ટિકોણથી એક સંપૂર્ણ અને અર્થસભર ઇલાહી પૈગામ છે. તેના અક્ષરોમાં હંમેશની જીંદગીનું લોહી વહી રહ્યુ છે અને વિચાર-શક્તિ જ્યારે આ દાવત પર લબ્બૈક કહે છે, તો તેના ઝખાઓ ખુલવા લાગે છે અને એવા આકર્ષક દ્રશ્યો દુર દુર સુધી ફેલાયેલા જાણે પોતાની વિગતો બયાન કરવા માટે હોઠો ખોલી રહ્યા છે અને લબ્બૈકની પોકાર પર ઇન્સાની હમાં તાજગી આવી જાય છે જે ભાવિને હંમેશની જીંદગીની ખુશખબરીથી ભરપૂર કરી દે છે. આ પાછા ફરવાની જગ્યા પણ છે અને ધરી પણ છે તેના વર્તુળમાં સુરજ અને ચાંદની રોશની પણ અને આકાશ ગંગાઓની પ્રસારેલી જગમગાટ પણ આ જ તાજગી ઇન્સાનને ઇન્સાન બનાવે છે અને આ જ તાજગી તેને શ્રેષ્ઠતાનું એ સૌંદર્ય જે જોવા મળે છે, મુસવ્વીર અથવા ખાલિકની મદ્હો-સના કરવાની તૌફિક અતા કરે છે. આ તૌફિક કોઇની ક્ષમતામાં નથી. તે પોતાના અસ્તિત્વમાં એટલે કે લાગણીની વસ્તીમાં વસેલી એ ખુશ્બુને કલમના હવાલે કરી શકે. આ તૌફીક એક વિજદાન છે, જે ઇલ્મ અને અમલના છાંયામાં આગળ વધતી રહે છે.
ઇરશાદે બારી તઆલા છે કે અલ્લાહની નેઅમતનો ઝિક્ર કરો. અકલની રોશનીમાં આ ખુશીને જુઓ જે કોઇ માણસના વુજુદમાં ફુટીને નિકળતી હોય છે, જ્યારે તે નેઅમતને હાસિલ કરે છે, પામે છે. ફરક ફક્ત એટલો હોય છે કે જેટલી કદ્રો કિંમતની નેઅમત હોય છે, એટલી જ ખુશીનો પાર હોય છે. આ ખુશી નેઅમતના ત્રાજવામાં ભલે ને કેટલીએ નેઅમતના દેવાવાળાને આ ખુશીના બદલામાં એક શબ્દ પોતાની જીભથી જર અદા કરે છે, તે શબ્દ છે શુક્રીયા, શુક્ર, મશ્કુર. . . . .
શુક્ર કરનાર નેઅમત આપનારનો આ શબ્દ શુક્રથી પોતાની એહસાનમંદી અથવા તેના એહસાનનું એલાન કરે છે. બીજા શબ્દોમાં નેઅમત આપનારના એહસાનને પોતાના એહસાસમાં ઉતારવાને વ્યક્ત કરે છે. આ જ અર્થ છે નેઅમત મેળવનારનો નેઅમતનો ઝિક્ર કરવાથી.
દુનિયામાં ન તો કોઇ શખ્સ, ન કોઇ કૌમ બારી તઆલાની નેઅમતોનું લીસ્ટ તૈયાર કરી શકે છે અને કોઇ એવી ઇલ્મી દુનિયામાં મશીન તૈયાર થઇ નથી શક્તી, જે તેની નેઅમતોનો હિસાબ રાખવાનો દાવો કરે. જ્યારે ફુરકાને અઝીમે આ દાવો કર્યો છે કે તમે ભલે એક સુરો ન લાવી શકો તેના મુકાબલામાં એક આયત જ લઇ આવો. એવું નથી કે આ પોતાની ઇલ્મી પ્રગતિમાં મગર ઇન્સાને કોશિશ નથી કરી અને આખરે જ્યારે લાચાર થઇ ગયા તો કુર્આને કરીમે પોતાના દાવા પર દલીલ દઇને કહી દીધુ: તમે તમામ ઇન્સાનો અને જીન્નાતો સાથે મળીને ચાહો તો કુર્આનની એક આયત જેવી આયત નથી લાવી શક્તા. આ કિતાબમાં નેઅમતોનું ટુંકમાં બયાન છે. જેની તફસીર થઇ શકે છે. પરંતુ તફસીલ અનંત છે. જેમ કે શાયરે કહ્યું: “બર્ગે દરખ્તાન સબ્ઝ દર નઝરે હોશિયાર એ તરફ કુર્આને કરીમ ઇશારો કરી રહ્યુ છે. નેઅમતોથી નવાઝીશ કરવાવાળા પોતાના પરવરદિગારને ઓળખો જે કહે છે “મા તસ્કોતો મિંવ્ વરકતીન્ ઇલ્લા યઅ્લમોહા કે પાંદડુ તેની ડાળી પરથી નથી ખરતુ સિવાય કે તેનું ઇલ્મ ‘અસ્મઉસ્સામેઇન’ ને છે.
અહી અટકીને અક્લ તકાઝો કરે છે કે કોઇ નેઅમત અથવા એનો સિલસિલો એવો છે જે એવા ઝિક્રને તલબ કરી રહ્યું છે જેની તરફ ઇરશાદે બારી તઆલા છે.
નેઅમત:
ઇન્સાનની જીંદગીના બે હીસ્સા છે. એક ટુંકો અને બીજો લાંબો, કે આ મુદ્દતને નિશ્ર્ચીત નથી કરી શક્તા. તે ફક્ત ઝિક્રે હકીમમાં મૌજુદ છે. આ બે હીસ્સા એક મૌત પહેલાનો છે અને બીજો મૌત પછીનો છે.
ટુંકમાં પ્રથમ હીસ્સો એ છે જે ઇખ્તીયાર અને જબ્રની સાથે ઘોડીયાથી શ થઇને કબ્ર સુધી સંપૂર્ણ થાય છે.
જબ્રનું ઉદાહરણ:
એક ઇન્સાન એક પગે ઉભો રહી શકે છે, પરંતુ બંને પગો ઉપાડી લેય તો પડી જશે. એક આંખથી જોઇ શકે છે, અગર બંને આંખો ન હોય તો દુનિયા અંધારી છે…….
ઇખ્તિયાર:
આ જ એ જીંદગીનું તત્વ છે ઇન્સાનને ઇન્સાન બનાવે છે. આ જાગૃત હોય, સાવચેત હોય, વિચાર અને દિમાગના અજવાળામાં હોય તો જ્યારે બાલીગ થઇ જાય તો પહેલા પોતાના અવયવોની નેઅમત પર સજ્દએ શુક્ર અદા કરશે. આ અમલનું મૈદાન ઇન્સાનના ચારિત્ર્યની તરબીયતની જગ્યા છે. આ જ ચારિત્ર્ય ઘડતર એ જ અમલના મૈદાનમાં શણગાર પામીને વ્યક્તિત્વને એક ઓળખ આપે છે. અગર આ ચારિત્ર્ય નેકીઓ, ખૂબીઓ અને ભલાઇના બીબામાં ઢળેલી છે તો તેની ક્ષમતા એ લાયક થઇ જાય છે કે તે નેઅમત જે બારી તઆલાએ પોતાના હબીબ(સ.અ.વ.)ના થકી અતા ફરમાવી છે. હુઝુરે સરવરે કાએનાત(સ.અ.વ.) આ નેઅમતના અમીન છે, આથી આપ(સ.અ.વ.)એ ઇરશાદ ફરમાવ્યું:
ઇન્ની લકુમ્ રસુલુન્ અમીનુન્ ફત્તકુલ્લાહ વ અતીઉન
(સુરે શોઅરા, આયત: 110)
તે નેઅમત કેટલી બુલંદ કિંમતી છે, તેનો ઘેરાવો દિમાગ અને વિચારની ક્ષમતાની બહાર છે. પરંતુ એ તેહઝીબે શરીઅત છે. જેના પર જેમ જેમ કહેવામાં આવ્યુ છે, બતાવવામાં આવ્યુ છે, હુક્મ દેવામાં આવ્યો છે, તેમ તેમ તેના પર અમલ કરતા રહેવાનું છે. આ શરીઅતની રીતભાતની ભવ્યતા અર્શ સુધી જાય છે. અગર તે શરીઅતની રીતભાતની હને જાણે છે તો નમાઝ અને રોઝાને કાએમ કરવા જ નહી પરંતુ તેની પાસેની મદદની માંગણી કરવી જરૂરી છે. આથી ઇરશાદે બારી તઆલા થઇ રહ્યો છે:
વસ્તઇનુ બીસ્સબ્રે વસ્સલાતે ઇન્નહા લ કબીરતુન ઇલ્લા અલલ્ ખાશેઇન
(સુરે બકરહ, આયત: 45)
અલ્લાહો અકબર!!! કેટલી બધી ફઝીલત છે, આ નેઅમતની જેને ખાલિકે આ દરજ્જો આપ્યો છે કે તેને પોતાના બંદાઓનો મદદગાર બનાવ્યો છે અને હુક્મ આપે છે કે તેની પાસેથી મદદ તલબ કરો. આ જ એ નેઅમત છે જે આસ્માનોના ઝખાઓ ખોલી નાખે છે, જ્યાથી તુબાના ઝાડની ઠંડી હવાઓ હની પરવરીશ કરે છે.
મુહાફીઝ:
આ બુલંદ નેઅમતનો મુહાફીઝ, અમીન, જવાબદાર, બાકી રહે તેની ઝમાનત લેનાર, ટીકાકારો અને દુશ્મનોને દૂર રાખવાવાળા તેની તહારત, અઝમત, તેની જલાલત અને ખુબસુરતી પર આંચ ન આવવા દેવાવાળો, તેને બદલાવ અને ફેરફારથી સુરક્ષિત રાખવાવાળા એ જ હોઇ શકે છે, જેઓને ખુદાએ નિયુક્ત કયર્િ હોય. તેઓ સમયના માલિક છે, ગૈબની ચાવીઓ તેમની પાસે છે, તેના દુશ્મનોને ખૂબ સારી રીતે ઓળખે છે. આથી એવી વ્યવસ્થા કરી કે માસુમીન(અ.મુ.સ.)નો સિલસિલો કાયમ રાખ્યો. જેથી તેના પર રાજકારણની કોઇ ધુળ આવી ન શકે અને તે તાજગી અને પ્રકાશિતતામાં કોઇ ઉણપ ન આવે.
ખુલાસો:
આથી મુરસલે આઝમે રેહલતના સમયે અલી(અ.સ.)ને વસિય્યત કરી “જ્યારે ઉમ્મત દુનિયાની તરફ ફરી જાય તો અય અલી(અ.સ.) તમે દીનની (તેહઝીબ, શરીઅતની) હિફાઝત કરજો અલી(અ.સ.) એ નમાઝના સમયે શહાદત પામી તો આપ(અ.સ.)એ કહ્યુ “કાબાના રબની કસમ! હું કામ્યાબ થઇ ગયો
ઇમામ હુસૈન(અ.સ.)એ ઇમામ સજ્જાદ(અ.સ.)ને વસીય્યત ફરમાવી અને તેનું સમર્થન જનાબે ઝયનબ(સ.અ.)એ કર્યુ: બહેન મને નમાઝે શબમાં ભુલશો નહી.
સય્યદે સજ્જાદ(અ.સ.)એ ઇમામ છે કે જેમના સજદાની અવાજ આસમાનમાં ગુંજી તો ઝયનુલ આબેદીન(અ.સ.) કહીને મલાએકા કહ્યું હશે, તેને ઉબુદીય્યતનું માપદંડ કહે છે.
હેતુ એ છે કે આ માસુમ ઇમામો(અ.મુ.સ.)નો સિલસિલો અગિયારમાં ઇમામ(અ.સ.) સુધી જાહેર થઇને ચાલતો રહ્યો, જેઓએ આ નેઅમત એટલે રોઝા નમાઝની નેઅમત પોતાની પુરી જાહો-જલાલીપૂર્વક કાયમ રાખી અને જ્યારે બારમાં ઇમામ(અ.સ.)નો વારો આવ્યો તો તેમને દુશ્મનોની ચાલાકીઓ, મક્રો ફરેબ અને જાસુસોની નજરથી બચાવી પ્રથમ ગયબતે સુગરા અતા કરી અને જ્યારે મશીય્યતે ઇલાહીએ યોગ્ય સમજ્યુ તેમને ગયબતે કુબરા અતા કરી.
આપ(અ.સ.)એ તેની નેઅમતની હિફાઝત એવી રીતે કરી કે પ્રથમ નવ્વાબે ખાસથી સંપર્ક ઝાતે અકદસ અને લોકોની વચ્ચે સ્થાપિત કર્યો. તૌકીઓનો સિલસિલો શ રહ્યો, ત્યારબાદ લોકોથી સંપર્ક માટે નવ્વાબે આમ મુકર્રર કર્યા
આપ(અ.સ.)ની ઝાત એ છે કે જેને આ નેઅમતથી સમજવામાં આવે જે શરીઅતની હ એટલે કે નમાઝ અને રોઝા જેવી ઉચ્ચ નેઅમતના રક્ષક અને મુહાફિઝ છે. જલીલુલ કદ્ર નેઅમત જેને આપણે કાએમ(અ.સ.) કહેતી વખતે માથા પર હાથ રાખી લઇએ છીએ. તેમની મુબારક ઝબાનથી ઘણા બધા કૌલમાંથી એક વાક્ય આ પણ મળી આવે છે કે, હું શીઆઓની દરમિયાન ભૂલાઇ ગએલી નેઅમત થઇ ગયો.
ફરિયાદ:
આ વાક્યમાં કેટલુ દર્દ છે! કેટલુ કલેજાનું ખુન સમાએલ છે! કેટલી તકલીફ અને રંજો-ગમથી ભરેલુ છે, તેને આપ(અ.સ.)નો ચાહવાવાળો જ અનુભવી શકે છે.
ચિંતન-મનની જરૂરીયાત છે. આપણે એ વિચાર કરીએ કે આપ(અ.સ.) કોણ અને કેવી નેઅમત છે. મારા મૌલા (અ.સ.) અને મારા આકા(અ.સ.) એવી નેઅમત છે જે ખુદાની તમામ નેઅમતોથી ઉચ્ચ છે. આપ(અ.સ.) ઇલાહી નેઅમતોના ખજાનચી છે. દરેક પળે આપ(અ.સ.)નો સંપર્ક અર્શથી ફર્શ સુધી છે. આપ(અ.સ.) અમીનોના અમીન છે. એ રસુલ(સ.અ.વ.) સાહેબે મેઅરાજ હતા, નેઅમતોના અમીન હતા જે રહેમત બનીને આવ્યા અને સૌને કરમ અને બક્ષિશથી નવાઝતા રહ્યા. આખરી ઝમાનામાં અને ઝુહૂરના સમય સુધી આ અમીન રસુલ(સ.અ.વ.)ની લાવેલી અમાનતના અમીન છે.
શોર-બકોર (ઘોંઘાટ):
એક શોર છે, એક બાતિલ પરસ્તોનું ટોળુ છે, ચારે બાજુથી વધતુ જતુ પૂર, જે સૈલાબની ઉંચી ઉંચી લહેરો પહાડોના મજબુત મૂળીયાઓને પણ ઉખાડવામાં કામે લાગેલી છે અને બીજી બાજુ અલ્લાહ તઆલાના ઇરાદાનું એલાન કુરઆન કરી રહ્યું છે, એ ઇરાદાની સામે કશુ જ નથી. તેનો ઇરાદો તેના માટે છે, જે આ ઝમીનના વારિસ અને ઇમામ (અ.સ.) છે અને જાહેરી રીતે આ તાકતોએ તેમને કમઝોર કરી દીધા છે.
વ નોરીદો અન્નમુન્ન અલલ્લઝીનસ્ તુઝ્એફુ ફિલ્ અર્ઝે વ નજ્અલહુમ્ અઇમ્મતંવ્ વ નજ્અલહોમુલ વારેસીન
(સુરએ કસસ, આયત નં. 5)
દુર્ભાગ્ય:
અફસોસ એ વાતનો છે, જે કૌમ અને મિલ્લત પાસે આવા ઇલાહી નેઅમતોના ખજાનચી મવજુદ છે, તેમની સુરક્ષા અને રક્ષણથી કોઇ મિલ્લતનો શખ્સ મહેમ છે. તેમની જ મુબારક આંખોમાં ફરિયાદના આંસુ છે, તેમની ઝબાનથી આ વાક્ય અદા થયુ, શીઆઓ દરમિયાન ભુલાએલી નેઅમત છે.
જ્યારે કૌમ પર ગફલતની હાલત છવાઇ જાય છે, તો એટલો કરમ છે અગર જાગૃત હોય તે મારા, આપણા, તમામ શીઆઓના હકીકી ઇમામ કેવી રીતે નેઅમતોથી દરેક શખ્સને નવાજશે, તેની ગણતરી કરવી અશક્ય છે.
અભ્યાસ (વિશ્ર્લેષણ):
થોડુક ધ્યાન આપવાની જરત છે, થોડુક જાણવાના હુન્નરની જરિયાત છે. થોડુક ઇલ્મ અને અમલમાં સંપર્ક જોવે છે. ઇલ્મ અને ઇરફાનથી અગર થોડુંક ઇલ્મ મળી જાય તો ઇમામ(અ.સ.)નો ચાહવાવાળો જોઇ શકશે શું એ ઇમામ(અ.સ.) કે જેમની સામે જનાબે ઝહરા(સ.અ.)નો દરવાજો સળગી રહ્યો છે, અલી(અ.સ.)ના ગળામાં રસ્સીનો ફંદો છે, હસન(અ.સ.)ના પગોની નીચેથી મુસલ્લો ખેંચી લેવામાં આવ્યો, કરબલા દર્દનાક બનાવ છે, તકલીફ દેવાવાળી હાથકડી અને બેડીઓના હોઠો પર સબ્ર છે, નમાઝ છે, અલ્લાહની હમ્દો સના છે. ટુંકમાં એક સિલસિલો છે, જેના દિલને બાળી નાંખનારા દ્રશ્યો કાઝમૈન, ખુરાસાન અને સામરર્નિા ક્ષિતિજ પર છવાએલા છે અને ઇન્તેકામ લેવાવાળા મજબુર નથી, ફક્ત અલ્લાહના હુકમના પાબંદ છે. નહિંતર બાતિલના આંતરડાને તેઓના ગળામાં નાંખી શકે છે. શેરે ખુદાના ફરઝંદ છે, ઝુલ્ફીકારના માલિક છે, અલ્લાહની કુદરતોના મઝહર છે. હવે આ શિકાયતના અરીસામાં ઇમામ(અ.સ.)ની આંખોમાં છલકતા આંસુઓને જુએ! કોણ ચાહવાવાળો એવો હશે જે આ જુમ્લાને સાંભળીને કલેજુ પકડીને બેસી ન જાય.
હેતુ:
ઇમામ(અ.સ.)ની ઝબાનથી અદા થએલ આ જુમ્લો કે શીઆઓની દરમિયાન હું એક ભુલાએલી નેઅમત છું. આ કોઇ વ્યર્થ અને હેતુ વગરની વાત તો હોઇ શકતી નથી અને ન તો આ એક માત્ર ફરિયાદ કે શિકાયત છે. બસ તેના સિવાય કશુજ નહી યા તો સાંભળવાવાળાઓએ સાંભળી લીધુ, અમુક પળો માટે એક લાગણી પૈદા થાય અને પછી કશુ જ ખબર ન રહે.
એવુ નથી, હકીકત એ છે કે ઇમામ(અ.સ.) અલ્લાહ તઆલાના ખલીફા છે. તેમનો અલ્લાહ સાથે ડાઇરેક્ટ સંપર્ક છે. આ વાક્ય એક આગાહી છે, એક યાદ-દેહાની છે. સુતા માણસને જાગૃત કરવા માટેનો ચાબખો છે. તેના પ્રકાશમાં એ સડક છે જે ખુબ જ દૂરથી આવે છે અને ખુબ જ દુર સુધી જઇ રહી છે, જેની અંતિમ મંજીલ ઝુહૂર છે. તેના મુસાફરો જે આગળ વધી રહ્યા છે એ પગલાના નિશાન છે, જેની નજીક આફત નાખવાવાળી કોઇ ચીજ નથી આવી શકતી. આ એજ સીધો રસ્તો છે, જેને નેઅમત આપનારે પોતાના ખાસ બંદાઓ માટે તૈયાર રાખી છે. ઇમામ(અ.સ.)નો આ જુમ્લો વિચાર માટે બોલાવી રહ્યો છે કે આ રસ્તા પર ચાલવાવાળા કાફલાની સાથે થઇ જાવ, ભટકી જશો તો અંજામ સારો નહી થાય. આ વાક્ય કરીમ આકાની બંદા નવાઝી છે. જે સિલસિલાવાર પોતાના ચાહવાવાળાઓને સમેટી સમેટીને આ રસ્તા પર ચાલવાની દાવત દઇ રહ્યા છે અને એક પળ માટે પણ આપણાથી ગાફિલ નથી.
આજીજી:
અય અમારા આકા! અય અમારા રહેબર! નિગેહબાન પર નજર રાખવાવાળા! અમે આજીજ આપની દરગાહમાં અરજ કરનારા છીએ. મૌલા! અમે અમે છીએ અને આપ આપ છો. અમે કમઝોર છીએ ફકીર છીએ મિસ્કીન છીએ. આપ (અ.સ.)ના સફીર જીબ્રઇલ છે, મલાએકા છે, આપ(અ.સ.)ની શાન અલ્લાહ જલ્લ જલાલોહૂથી નિયુક્ત છે. મૌલા! આ ઝમાનામાં ફિત્ના અને ફિત્નાઓ જ ફેલાએલો છે. અગર આપની ખાસ નજર અમારા પર ન હોત તો દુનિયાના દરેક ખુણામાં આવી રીતે અમે વિકસિત ન થતે. રાહ પર ચાલવા માટે જે આપ(અ.સ.)ના તરફ લઇ જઇ રહી છે, અસ્બાબ ઉપલબ્ધ કરી આપો, હિંમત અને હોંસલો અતા ફરમાવો..
હાતિફે ગૈબીની અવાજ:
પોતાની શોહરતની તમન્નાની દોરી તોડી નાખો, ઝમાનાના મરજાઅ સાથે જોડાએલા રહો. તેઓ અમારા પ્રતિનિધિ છે, નાએબ છે. બાઅમલ આલિમની મજલીસમાં પોતાની બેઠક બનાવી લો. વઝકો નેઅ્મતલ્લાહે . . .
યાદ છે:
અસ્સલામો અલય્ક યા મવ્લાય સલામ મુખ્લેસિન્ લક ફિલ્ વિલાયતે અશ્હદો અન્નકલ્ ઇમામુલ મહદીય્યો કવલંવ્ ફેઅ્લન્
(હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)થી ઇસ્તેગાસાવાળી ઝિયારત, મફાતીહુલ જીનાન, પાના: 216)
Comments (0)